Home Blog Page 581

ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો, જાણો હવામાન વિભાગની આગાહી

0

ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં તાપમાન નીચું જતાં જ ઠંડીનો જારદાર ચમકારો અનુભવાયો હતો. ઘણા સમય બાદ ઠંડીનું જોર નહિવત પ્રમાણમાં રહેતા પારો ત્રણ ડિગ્રી જંપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ દિવસ દરમિયાન 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે શહેરીજનોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. વાતાવરણ ઠીડી રહેતા તાપમાનમાં પણ નોંધપાત્ર 2.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં તાપમાન ગગડી રહ્યું છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 12.4 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, વડોદારમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના તાપમાન અંગે વાત કરીએ તો શહેરમાં 15.4 ડિગ્રી લઘુતમ અને 29 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું હતું. આમ અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રીની નજીક પહોંચી ગઈ હતી. ઠંડીના પગલે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ સર્જાય છે. ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

પીએમ મોદી આજે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદમાં સાબરમતી ફિલ્મ નિહાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની તેમની સંસદ ભવનમાં બેઠક ચાલી રહી છે. અગાઉ આ બેઠકમાં નડ્ડા પણ હાજર હતા. બેઠકમાં મહારાષ્ટ્ર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવા માટે વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમ પહોંચશે. ત્યારબાદ સંસદના સભ્યો પણ પહોંચશે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ સાંજે 4 વાગ્યે શરૂ થશે. ફિલ્મ સાંજે 6.15 કલાકે પૂરી થશે. જોકે, બાદમાં વડાપ્રધાન મોદી ફિલ્મના કલાકારોને મળશે અને સાંજે 6.25 વાગ્યે ડિનર માટે જશે. આ પછી તેઓ સાંજે 7 વાગ્યે રવાના થશે.

વડાપ્રધાન મોદીએ ગોધરા ઘટનાને દર્શાવતી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘સારું છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. આખરે, સત્ય હંમેશા બહાર આવશે.’

આ પણ વાંચો :-

ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુમાં તબાહી મચાવી, ભારે વરસાદ વચ્ચેભૂસ્ખલન

0

તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં રવિવારે મોડી સાંજે ભૂસ્ખલન થયું હતું, જેમાં એક પહાડીના નીચલા ઢોળાવ પર સ્થિત એક ઈમારત દબાઈ ગઈ હતી. આ ભૂસ્ખલનમાં બાળકો સહિત બે પરિવારના સાત લોકો ફસાયા હોવાની આશંકા છે. ફેંગલ વાવાઝોડાની અસરને કારણે જિલ્લામાં ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું છે.

જિલ્લા કલેક્ટર ડી. ભાસ્કર પાંડિયને જણાવ્યું હતું કે, ‘ઘરની અંદર ફસાયેલા લોકોમાં પાંચ બાળકો હતા. સ્થાનિક પોલીસ, SDRF અને NDRFની ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. આ ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે તિરુવન્નામલાઈમાં અન્નામલાઈર પહાડીઓની તળેટીમાં સ્થિત વીઓસી નગરમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં કેટલાય મકાનોને નુકસાન થયું હતું.’

આ વિસ્તારમાં ઘરો પર એક વિશાળ ખડક હોવાથી, જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરવા માટે NDRF અને SDRF ટીમોની મદદ માંગી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર, જો રેસ્ક્યુ ઓપરેશન યોગ્ય રીતે હાથ ધરવામાં નહીં આવે તો ખડકો પડવાનો ભય છે. ઘટના સ્થળની નજીકના અન્ય કેટલાંક મકાનોને પણ નુકસાન થયું છે. પ્રશાસને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

ફેંગલ વાવાઝોડાના કારણે પુડુચેરીમાં શનિવાર અને રવિવારે થયેલા વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શનિવારે પુડુચેરી પહોંચેલું ‘ફંગલ વાવાઝોડું રવિવારે નબળું પડ્યું હતું. જો કે, તેની અસરને કારણે, કેન્દ્રશાસિત પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને સેનાને પૂરના રસ્તાઓ પર ફસાયેલા લોકોને બચાવવા માટે આગળ વધવું પડ્યું હતું.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ

0

આજે મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળી શકે છે. ભાજપના એક સીનિયર નેતાએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી થઈ ગયું છે. 2 અથવા 3 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક થશે, જેમાં ફડણવીસને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો. આ પહેલા રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાના ભાજપના નિર્ણયને ટેકો આપશે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, નવી બીજેપી ધારાસભ્ય દળની બેઠક પસંદ કરવા માટેની બેઠક 2 અથવા 3 ડિસેમ્બરે યોજાશે.

મહાયુતિ એકતા માટે શિંદેના આગ્રહ છતાં સાથી પક્ષોના કેટલાક નેતાઓ અલગ-અલગ અવાજમાં બોલ્યા. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ જણાવ્યું હતું કે જો અવિભાજિત સેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હોત, તો તેઓ વધુ બેઠકો જીતી શક્યા હોત.

અલગથી, શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની પાર્ટીએ ચૂંટણીમાં 90-100 બેઠકો જીતી હોત, જો અજિત પવારની એનસીપી ગઠબંધનનો ભાગ ન હોત, તો અજિત પવારની આગેવાનીવાળી પાર્ટીની વળતી પ્રતિક્રિયા આપી હતી.

શિવસેના અને એનસીપીએ અનુક્રમે એકનાથ શિંદે અને અજિત પવારને તેમના વિધાયક પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હોવા છતાં નેતાની પસંદગી કરવા માટે બીજેપી વિધાયક દળની બેઠક હજુ યોજાઈ નથી.

આ પણ વાંચો :-

વિક્રાંત મેસીએ એક્ટિંગમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, કહ્યું-

0

વિક્રાંત મેસી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી અનેક પ્રકારના રોલ કર્યા છે અને દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ 1 ડિસેમ્બરે વિક્રાંત મેસીએ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય થયું હતું. વિક્રાંતે આ ચોંકાવનારો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે પોતાની કારકિર્દીમાં સફળતાના શિખરે છે.

વિક્રાંતની આ જાહેરાતથી ચાહકો અને બધાને આશ્ચર્ય થયું છે. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં અભિનેતાના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી, એક યુઝરે લખ્યું, “તમે આવું કેમ કરશો? તમારા જેવો અભિનેતા ભાગ્યે જ કોઈ હશે. અમને કેટલાક સારા સિનેમાની જરૂર છે.” બીજાએ કોમેન્ટ કરી હતી કે, એક મહાન કરિયરને પાછળ છોડતા. જ્યારે ત્રીજાએ લખ્યું હતું કે, “હું આશા રાખું છું કે તે સાચું નથી.”

વિક્રાંત મેસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘હેલો, છેલ્લા કેટલાક વર્ષો અને ત્યારથી લઈને અત્યાર સુધીનો સમય ઘણો સારો રહ્યો છે. તમારા સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ, જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ, મને સમજાઈ રહ્યું છે કે હવે મારી જાતને ફરીથી એકસાથે ખેંચવાનો અને ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે. પતિ, પિતા-પુત્ર અને અભિનેતા તરીકે પણ. તેથી, 2025માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. જ્યાં સુધી તે યોગ્ય ન લાગે. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. આપ સૌનો ફરી આભાર. દરેક વસ્તુ માટે અને કઈંક આપણા વચ્ચે થયું હોય તેના માટે. હું હંમેશા તમારો ઋણી રહીશ.

આ પણ વાંચો :-

જાણીતા શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં સામેલ

0

UPSC પરીક્ષાની કોચિંગ આપનારા અવધ ઓઝા આમ આદમી પાર્ટી (AAP)માં સામેલ થયા છે. અવધ ઓઝાએ રાજકીય ઇનિંગ શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં અવધ ઓઝાએ AAPનું સભ્ય પદ મેળવ્યું હતું.

અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ પણ ફાઇનલ થઇ ગઇ છે.ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા પ્રયાગરાજથી લોકસભાની ચૂંટણી પણ લડવા માંગતા હતા.જોકે, ભાજપ સાથે તેમની વાત ફાઇનલ થઇ શકી નહતી.

UPSCની તૈયારી કરાવતા જાણીતા શિક્ષક અવધ ખાસ તો ઓઝા સર તરીકે જાણીતા છે, તે એક શિક્ષક તેમજ મોટિવેશનલ સ્પીકર પણ છે. સોશિયલ મીડિયા પર અને યુવાનોમાં તેમની સારી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીને આશા છે કે તેમના પાર્ટીમાં જોડાવાથી ચૂંટણીમાં મોટો ફાયદો થશે. અવધ ઓઝાએ અનેક વખતે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા.

આ પણ વાંચો :-

ખેડૂતોનું આજથી ફરી ‘ચલો દિલ્હી’ આંદોલન શરુ, જાણો શું છે માગ?

0

સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ આજે હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. એક દિવસ પહેલા ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. રવિવારે જ્યારે માંગણીઓ પર કોઈ સહમતિ ન બની ત્યારે તેમણે ‘ચલો દિલ્હી‘ના નારા લગાવ્યા હતા. ખેડૂતો હવે સંસદનો ઘેરાવ કરવા માંગે છે. આંદોલનકારી ખેડૂત સંગઠનો જમીન સંપાદનથી પ્રભાવિત ખેડૂતોને 10 ટકા વિકસિત પ્લોટ અને નવા જમીન સંપાદન કાયદાના લાભની માંગ કરી રહ્યા છે.

આ 235 કિલોમીટરની પદયાત્રા પંજાબના પટિયાલા જિલ્લાના રાજપુરા મતવિસ્તારમાં શંભુ બોર્ડરથી શરૂ થશે. KMM અને SKM (બિન-રાજકીય) નેતાઓના જણાવ્યા અનુસાર, જૂથો વરિષ્ઠ નેતાઓના નેતૃત્વ હેઠળ દરરોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. કેએમએમના કન્વીનર સર્વન સિંહ પંઢેરે ચંદીગઢના કિસાન ભવનમાં બંને મંચની બેઠક બાદ કહ્યું, “તાજેતરમાં રેલ્વે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને હરિયાણાના કૃષિ મંત્રીએ સંકેત આપ્યા છે કે ખેડૂતો પગપાળા દિલ્હી જઈ શકે છે. હરિયાણા અને કેન્દ્ર સરકારે તેમની પ્રતિબદ્ધતા જાળવી રાખવી જોઈએ.

પંઢેરે જણાવ્યું કે, શંભુથી શરૂ થયા બાદ પહેલું સ્ટોપ 6 ડિસેમ્બરે અંબાલાના જગ્ગી સિટી સેન્ટર પર રહેશે અને બીજા દિવસે મોરચો અંબાલાના મોહડામાં રાત માટે આરામ કરશે, ત્યારબાદ ખાનપુર જટ્ટા અને પીપલી ખાતે સ્ટોપ કરશે. આગામી દિવસોમાં. તેમણે કહ્યું, “અમે જરૂરી વસ્તુઓની સાથે નાની બેગ પણ લઈ જઈશું. જો કે, શંભુ અને ખનૌરીમાં અમારો વિરોધ ચાલુ રહેશે અને અહીંથી માત્ર ટુકડીઓ મોકલવામાં આવશે. “જો અમને દિલ્હીમાં વિરોધ કરવા માટે કાયમી સ્થાન મળશે, તો વિરોધીઓ આ હાઇવે ખાલી કરશે અને તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વાસ્તવિક મોરચામાં ભાગ લેશે.”

આ પણ વાંચો :-

૦૧ ડિસેમ્બર, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને રવિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ:

બપોર સુધી પ્રસન્નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ

બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ

આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતુ જણાય.

કર્કઃ

આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર-જંગમ મિલક્ત અંગે શુભફળ પ્રાપ્ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્તિ માટે સારો દવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ

થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ

નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલાઃ

મોજ-શોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ

આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ

માનસિક અશાંતિ રહે. વિચારવાયુનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારૂં. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ

મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ

નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિનાં યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

સંભલ જિલ્લામાં બહારના લોકોના પ્રવેશ પર 10 ડિસેમ્બર સુધી પ્રતિબંધ

0

સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે સર્વે દરમ્યાન હિંસાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ જિલ્લામાં બહારી લોકોના પ્રવેશ પર રોક મૂકી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે બહારની વ્યક્તિઓના પ્રવેશ પર 10 ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે.

ડીએમ રાજેન્દ્ર પંડિયાએ આદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સક્ષમ અધિકારીને જાણ કર્યા વિના સંભલમાં પ્રવેશી શકશે નહીં. સંભલ જિલ્લાની સરહદમાં બહારના લોકોના પ્રવેશ પર અગાઉ 10 ડિસેમ્બર સુધી પ્રતિબંધ હતો, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સમાજવાદી પાર્ટીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ આવવાનું હતું, જેમને તેમના વિસ્તાર અને નિવાસસ્થાને રોકી દેવામાં આવ્યા છે.

સપાના નેતાઓનું પ્રતિનિધિમંડળ જે સંભલ જવાનું હતું તેમાં યુપી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા માતા પ્રસાદ પાંડે પણ સામેલ હતા, જેમણે પૂછ્યું હતું કે ‘સરકાર સંભલમાં શું છુપાવવા માંગે છે?’ તેણે કહ્યું કે પહેલા તેણે શુક્રવારે જવાની યોજના બનાવી હતી, પરંતુ પ્રશાસને તેને ત્રણ દિવસ રોકાવાનું કહ્યું હતું, અને કહ્યું હતું કે શુક્રવારે શાંતિ ભંગ થવાનો ભય હતો, પરંતુ હવે પણ તેને જવા દેવામાં આવી નથી. માતા પ્રસાદ પાંડેએ કહ્યું કે સંભલની દરેક ગલીમાં પ્રેસના લોકો ફરે છે, એકલા સપાના પ્રતિનિધિમંડળથી શું ખતરો છે? તેમણે કહ્યું કે, હું વિપક્ષનો નેતા છું. હજુ સુધી કોઈ પ્રશાસનિક અધિકારી દ્વારા મને કોઈ નોટિસ આપવામાં આવી નથી.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના સીએમના સસ્પેન્સ વચ્ચે મહાયુતિએ શપથગ્રહણની તારીખ જાહેર કરી

0

મહારાષ્ટ્રમાં બમ્પર જીત બાદ પણ મહાયુતિની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. મહાયુતિ માટે મુખ્યમંત્રીની પસંદગી કરવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદે તેમના વતન ગામ ગયા છે. આવી સ્થિતિમાં રોષના કારણે તે ત્યાં ગયા હોવાની અટકળો શરૂ થઈ હતી. જોકે, શિવસેનાના નેતા ઉદય સામંતે આવી તમામ અટકળોને ફગાવી દીધી છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર શિવસેનાના અન્ય નેતા સંજય શિરસાટે કહ્યું કે એકનાથ શિંદે આગામી 24 કલાકમાં મોટો નિર્ણય લેશે. જો કે, તેમણે દાવો કર્યો હતો કે શિવસેના પ્રમુખ કેન્દ્રીય કેબિનેટમાં કોઈ પદ લેશે નહીં કારણ કે તેમનો રસ મહારાષ્ટ્રના રાજકારણમાં છે. ઉદય સામંતે કહ્યું કે જ્યારે તેઓ ગુરુવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા ત્યારે એકનાથ શિંદેની તબિયત ખરાબ હતી.

શિવસેનાના નેતાએ કહ્યું કે કોઈપણને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને જો તે સ્વાસ્થ્યના કારણોસર સારી જગ્યાએ ગયો હોય તો તે પરેશાન હોવાના નિષ્કર્ષ પર જવાનો કોઈ અર્થ નથી. બીજી તરફ સંજય શિરસાટે કહ્યું, ‘જ્યારે તેમને (એકનાથ શિંદે) કોઈ મોટો નિર્ણય લેવો હોય ત્યારે તેઓ તેમના વતન ગામ જાય છે. એકનાથ શિંદે આવતીકાલે સાંજ સુધીમાં મોટો નિર્ણય લેશે.

બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર 2 અથવા 3 ડિસેમ્બરે રાજધાની મુંબઈમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે કેન્દ્રમાંથી નિરીક્ષકો મોકલશે. ધારાસભ્ય દળની બેઠક બાદ તરત જ સરકાર બનાવવાનો દાવો દાવ પર મુકવામાં આવશે. આ પછી શપથગ્રહણની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી મહાયુતિએ 230 પર જીત મેળવી છે. ભાજપ 132 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. શિંદે સેનાએ 57 અને અજિત પવારની પાર્ટીએ 41 બેઠકો જીતી છે.

આ પણ વાંચો :-