Home Blog Page 564

૨૯ ડિસેમ્બર, ૨૦૨૪/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને રવિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક અસ્થિરતા વર્તાય. આવકનું પ્રમાણ ધટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભા‌ઇ બહેનોની ‌ચિંતા રહે. આરોગ્ય જાળવવું. મગજમાં ઇજા થાયતો બેદરકાર રહેવું નહીં.

વૃષભઃ

માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ, પરંતુ જીવનસાથી ની તબિયત ની કાળજી જરૂરી.

મિથુનઃ

આર્થિક બાબતો માટે નબળો દિવસ. નાના ભાઇ બહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગો થી પરેશાની રહે.

કર્કઃ

મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિવાદ સાચવવું. આવક જળવાય. સંતાન સાતે વાદ વિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, ખોટી સોબતથી સાચવવું.

સિંહઃ

ખર્ચનું પ્રમાણ વધે. શરદી ખાંસી તાવનો ઉપદ્ગવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શકયતા છે. નોકરીમાં શાતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારૂં.

કન્યાઃ

આવક જળવાય, છતાં નાણાંની વખતસર હેરફેર માં પરેશાની નો અનુભવ થાય. હાડકાનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથી ના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલાઃ

આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર ‌‌વ્યકિતઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી. રોકાણો કરવામાં સાવધાની જરૂરી.

વૃ‌િશ્ચકઃ

કાબેલીયતથી સફળતા મેળવી શકાય. અધિકાર નો દૂરપયોગ કરવો નહીં. માનસિક ચિંતા રહે. મુત્રપિંડ, આમાશય, પિત્તજન્ય રોગ તથા માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ સેલ્સમેન, ટેકનોલોજીના વ્યવસાયથી લાભ.

ધનઃ

માનસિક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડીપ્રેશન વાળી વ્યકિતને અેકલી મુકવી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

મકરઃ

મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખોવા ની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

કુંભઃ

નાણાંનો બગાડ અટકાવવો હયીત રોકાણો માંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી ધંધામાં દિવસ શાંતિ થી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણય ટાળવા.

મીનઃ

સ્વભાવમાં આત્મવિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાય. વિજાતિય વ્યકિતઓ સાથે ના સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.

પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયા પૂર્વ પીએમ, રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

0

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હી સ્થિત નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. અહીં દેશ અને વિદેશના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. મનમોહન સિંહને ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીથી લઈને ભુતાનના રાજા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી.

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને દિલ્હીના નિગમબોધ ઘાટ પર સંપૂર્ણ રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના પુત્રીએ તેમને મુખાગ્નિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની પત્ની ગુરુશરણ કૌર અને પુત્રી દમન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન કડગે, લોકસબાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીએ નિગમ બોધ ઘાટ પર, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.

આજે તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં શક્તિ સ્થળ પાસે પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર 2024) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા.

પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના કાર્યકરોની સાથે સામાન્ય જનતાએ પણ તેમના અંતિમ દર્શન કર્યા હતા. મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે અટલ ટનલમાં 2000 વાહનો ફસાયા

0

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્ત વ્યસ્ત છે. સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. જેનાથી અનંતનાગમાં 2 હજારથી વધારે વાહનો ફસાઈ ગયા છે. શ્રીનગર-લેહ-હાઇવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને જોડતા જોજિલા પાસનું તાપમાન 25 સેલ્સિયસ ડિગ્રી રહ્યું. ખરાબ સિઝનના કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. જેના કારણે 5 ફ્લાઇટ રદ કરવી પડી હતી.

શુક્રવારે શ્રીનગર, ગાંદરબલ, અનંતનાગ, કુલગામ, શોપિયાં, પુલવામાના મેદાની વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને ખરાબ હવામાનથી પોતાને બચાવવા અને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેમણે અનંતનાગના ડેપ્યુટી કમિશનર સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે. હાઈવે પર ફસાયેલા પ્રવાસીઓ અને તેમના વાહનોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભારે વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ હળવા અને પ્રવાસી વાહનોને બહાર કાઢીને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત મોકલવામાં આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે. 1 થી 5 જાન્યુઆરી વચ્ચે કાશ્મીરમાં કેટલીક જગ્યાએ હળવી હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં IMDએ શનિવારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં શીત લહેર અને ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે. ખરાબ હવામાનને જોતા ચમોલીમાં તમામ સરકારી, બિનસરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે હિમાચલ પ્રદેશના 6 પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે લાહૌલ-સ્પીતિ, ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર માટે આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આ સાથે આગામી 12 કલાકમાં કુલ્લુ, શિમલા, મંડી જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા/વરસાદની શક્યતા છે. હમીરપુર, બિલાસપુર, ઉના, સિરમૌર અને સોલન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિલાસપુર, ઉના અને સોલન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. ચંબા અને કાંગડા જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સરકારે પ્રવાસીઓને અને સ્થાનિક લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.

આ પણ વાંચો :-

હવે સંગમ નગરી મહાકુંભમાં પ્રથમ વાર બનશે ડોમ સિટી, ચાલો જાણીએ ભાડું ?

0

ઉત્તર પ્રદેશમાં સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે. જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ 2025 યોજાવા જઈ રહ્યો છે. આ વખતે મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મળતી માહિતી મુજબ આ વખતે મહાકુંભમાં દેશ-વિદેશના 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે. તંત્ર તરફથી મહા કુંભ મેળાની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. ભક્તો અને પ્રવાસીઓની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે ભક્તોની સુવિધા માટે ટેન્ટના કેમ્પ સાથે પહેલીવાર ડોમ સિટી બનાવવામાં આવી રહી છે. જાણો ડોમ સિટીની વિશેષતા અને અહીં એક દિવસ રોકાવાના ભાડા વિશે વિગતવાર.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાકુંભ વિસ્તારમાં હાજર રેલ વિસ્તારમાં ડોમ સિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સિટીમાં 22 મોટા સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે, જેમાં જમીનથી લગભગ 15 ફૂટની ઊંચાઈ પર ફાઈબર શીટથી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ડોમ સિટીમાં એક સાથે લગભગ 84 જેટલા ડોમ અને 175 વુડન કોટેજ બનાવવામાં આવી રહ્યા છે. દરેક ડોમની નીચે ચાર-ચાર વુડન કોટેજ બનાવવામાં આવશે.

ડૉમ સિટીમાં ડૉમમાં રહેવાનું એક દિવસનું ભાડું 1,11,000 રૂપિયા છે. જો કે, આ ભાડું સ્નાન ઉત્ત્સવ અને તેનાથી આગળના એક દિવસનું છે. બાકીના દિવસોમાં એક રાત્રિ રોકાણ માટે 81,000 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, સામાન્ય દિવસોમાં વૂડન કોટેજમાં રહેવા માટે, તમારે દરરોજ 41,000 રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે પીક દિવસોમાં, તમારે તેના માટે 61,000 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં શહેરમાં ગમે ત્યાંથી પીકઅપ અને ડ્રોપ તેમજ સવારના નાસ્તા અને લંચના ખર્ચનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

ધરતી પર 37500 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે મહાકાય એસ્ટરોઈડ! NASAનું એલર્ટ

0

અમેરિકન સ્પેસ એજન્સી NASA અનુસાર, 2024 YC1 અને 2024 YQ2 નામના બે એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. વર્ષના અંત પહેલા બે એસ્ટરોઇડ, 2024 YC1 અને 2024 YQ2, પૃથ્વી પાસેથી પસાર થશે. નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી. આ બંને એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ 639,000 માઈલના અંતરેથી પસાર થશે, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં બમણાથી વધુ છે. તેમની નિકટતા હોવા છતાં, તેમની પૃથ્વી સાથે ટકરાવાની કોઈ શક્યતા નથી. બંને એસ્ટરોઇડની ઝડપ 30 હજાર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે.

2024 YC1 એ એક વિશાળ એસ્ટરોઇડ છે, જે લગભગ 170 ફૂટ (52 મીટર)નું માપ ધરાવે છે, જે મોટા કોમર્શિયલ એરલાઇનર જેટલું છે. તે લગભગ 20,666 mph (33,240 km/h)ની ઝડપે પૃથ્વી પાસેથી પસાર થશે. તે 28 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે પૃથ્વી પર પહોંચશે. તેના વિશાળ કદ અને ઝડપી ગતિ હોવા છતાં, તે પૃથ્વીથી સુરક્ષિત અંતરે રહેશે.

2024 YQ2 એ પ્રમાણમાં નાનો લઘુગ્રહ છે, જે લગભગ 80 ફૂટ (24 મીટર) પહોળો છે. તે 23,313 માઈલ પ્રતિ કલાક (37,500 km/h)ની ઝડપે પ્રવાસ કરે છે. 2024 YC1 ની જેમ, તે પણ 28 ડિસેમ્બર, 2024 ના રોજ લગભગ 639,000 માઈલના અંતરે પૃથ્વી પાસેથી પસાર થશે. આ એક અનોખો સંયોગ છે કે બંને એસ્ટરોઇડ એક જ દિવસે પૃથ્વીની નજીકથી પસાર થશે.

એસ્ટરોઇડએ સૌરમંડળની રચનામાંથી બચેલા ટુકડાઓ છે. તેમનો અભ્યાસ વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ કરે છે કે ગ્રહોની રચના કેવી રીતે થઈ અને જીવન માટે જરૂરી તત્વોની રચના કેવી રીતે થઈ. ઈતિહાસમાં પૃથ્વી પર એસ્ટરોઈડ અથડાવાના અનેક વિનાશક ઉદાહરણો જોવા મળ્યા છે. સૌથી વિનાશક ઘટના 66 મિલિયન વર્ષો પહેલા બની હતી, જ્યારે એક મોટા લઘુગ્રહે ડાયનાસોરનો નાશ કર્યો હતો.

આ પણ વાંચો :-

ડો મનમોહન સિંહની અંતિમયાત્રા નીકળી, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

0

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિહના આજે સવારે 11.45 કલાકે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે થશે. ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે તેમના સ્મારક બનાવવા માટે સરકાર રાજી થઈ ગઈ છે. માત્ર જગ્યા શોધવા માટે થોડો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે 11.45 કલાકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે.

એઆઈસીસી ખાતેથી હવેથી પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઇ ચૂકી છે. ત્યાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. તેમની અંતિમ વિધિમાં વડાપ્રધાન મોદી પણ જોડાશે.

આ પણ વાંચો :-

જાપાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1 અને 5.7ની તીવ્રતા

0

શનિવારે વહેલી સવારે જાપાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી જ્યારે ફિલિપાઈન્સમાં ભૂકંપની તીવ્રતા 5.7 હોવાનું કહેવાય છે. જો કે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી.

ઉત્તરપૂર્વ જાપાનમાં શનિવારે સવારે 5.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. અહીં મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. અગાઉ જાપાનની હવામાન એજન્સીએ શનિવારે સવારે 4:10 વાગ્યે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 4.10 હતી. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે અટલ ટનલ પર સેંકડો પ્રવાસીઓ ફસાયા

0

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને પ્રવાસીઓ તેની ભરપૂર મજા લઈ રહ્યા છે, પરંતુ આ હિમવર્ષા વહીવટીતંત્ર માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે રાત્રે હિમવર્ષાના કારણે સેંકડો પ્રવાસીઓ ફસાયા હતા. પોલીસ અને પ્રશાસને તેમને સલામત સ્થળે પહોંચાડવા માટે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા. અંતે પ્રવાસીઓને હોટલ અને લોકોના ઘરોમાં બેસાડવામાં આવ્યા હતા. અટલ ટનલ અને સોલાંગ ખીણ વચ્ચે લગભગ 1200 વાહનો અટવાયા હતા.

જણાવી દઇએ કે, વરસાદ અને હિમવર્ષાના કારણે રાજ્યમાં 2 નેશનલ હાઈવે સહિત 30થી વધુ માર્ગો બંધ છે, જે અનેક સ્થળોએ પરિવહન પર અસર કરી રહ્યા છે. વધુમાં, કેટલીક જગ્યાએ વરસાદે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. હિમાચલ પ્રવાસ માટે આવેલા લોકો માટે સફર રોમાંચક હોવાની સાથે કઠિન બની ગયો છે. જેના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ભારે બરફ અને ઠંડી વચ્ચે શિમલા, કુફરી, નારકંડા અને સોલંગ વેલી જેવા પ્રખ્યાત પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 24 થી 26 ડિસેમ્બરના સમયગાળામાં મિડ હિલ્સ અને હાઈ હિલ્સમાં ભારે હિમવર્ષા અને નીચા વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

આજે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે થશે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર

0

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સવારે 11.45 કલાકે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. આ પહેલા, તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 3, મોતીલાલ નહેરુ રોડ, નવી દિલ્હીથી સવારે 8 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવશે. સવારે 8.30 થી 9.30 સુધી સામાન્ય જનતા અને કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમની અંતિમ વિદાયની તૈયારી 9:30 પછી શરૂ થશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.

આ પણ વાંચો :-

૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ : આ રાશિના જાતકોને કષ્ટભંજન દેવની અસીમ કૃપાથી દરેક દુઃખ-દર્દ થશે દુર, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.
વૃષભઃ
દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.
મિથુનઃ
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલક્તથી લાભ. પિતાની તબિયત સાચવવી.
કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.
સિંહઃ
સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.
કન્યાઃ
જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.
તુલાઃ
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થય સારૂં રહેશે.
વૃશ્ચિકઃ
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.
ધનઃ
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.
મકરઃ
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડૉક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.
કુંભઃ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં અન્યથા નાણાં ફસાઈ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.
મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-