Home Blog Page 559

આવતીકાલે મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

0

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ શાંતિપ્રિય સ્વભાવ અને નમ્ર શૈલી માટે જાણીતા હતા. વય સંબિધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન તેમણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા હતા.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને રાત્રે જ તેમના દિલ્હી નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આવતીકાલે (શનિવાર) સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કારની શક્યતા છે, જેમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમની એક દીકરી વિદેશમાં છે અને તેના આગમન બાદ જ અંતિમ વિદાયની પ્રક્રિયા થશે. ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, “ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. અમે આનાથી દુઃખી છીએ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મારા ખૂબ જ નજીકના સંબંધો હતા. તેમનું નિધન અમારા માટે દુઃખની વાત છે. હું પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. સિંઘને હું શ્રદ્ધાંજલિ આપું છું.

NCP (SP) પ્રમુખ શરદ પવારે ગુરુવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે દેશે એક મહાન અર્થશાસ્ત્રી, દૂરંદેશી સુધારક અને વૈશ્વિક રાજનેતા ગુમાવી છે. તેમણે કહ્યું, “ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. આપણા દેશે તેના એક મહાન અર્થશાસ્ત્રી, એક સ્વપ્નદ્રષ્ટા સુધારક અને વૈશ્વિક રાજનેતા ગુમાવ્યા છે.” સિંઘની કેબિનેટમાં કૃષિ મંત્રી રહેલા પવારે કહ્યું, “તેમનું નિધન એ અસહ્ય ખોટ છે. તેઓ નમ્રતા, ધૈર્ય, સહિષ્ણુતા અને કરુણાને મૂર્તિમંત કરનાર એક ઈશ્વરી આત્મા હતા. ભારતના આર્થિક સુધારાના શિલ્પકાર તરીકે, તેમનો વારસો તેમની આત્માને શાંતિ આપે. આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપો.

આ પણ વાંચો :-

સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત, જાણો સમગ્ર બાબત ?

સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. પારિવારીક મન દુ:ખમાં ખૂની ખેલ ખેયાલો છે. સગા દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળક પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું છે.

સરથાણા વિસ્તારમાં પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો પ્રયાસ થયો છે. યુવકે તેના માતા અને પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા. યુવકે પોતાને પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતુ. સ્મિત જીયાણી નામના યુવકે પરિવારજનોની હત્યા કરી. ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું. માતા, પિતા અને યુવક હાલ સારવાર હેઠળ છે. પરિવારમાં આંતરીક કલેહને કારણે બની ઘટના. જીયાણી પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી છે.

હાલમાં સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર પારિવારિક મનદુ:ખના કારણે ઘરમાં માથાકૂટ અને કંકાસ ચાલતો હતો. જેને લઇને સ્મિતે તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે પરિવારમાં અંદરો અંદર મન દુઃખ હોવાથી બબાલ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી રહી છે. નોંધનીય છે કે, પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.

આ પણ વાંચો :-

ફેમસ RJ સિમરન સિંહનું રહસ્યમય મોત, ફ્લેટમાં મળી લાશ!

0

જમ્મુના ફેમસ RJ સિમરન સિંહનું ગુરુગ્રામમાં મોત થઈ ગયું છે. તેના મોતના સમાચાર આવતા ચારેતરફ શોકનો માહોલ છવાઈ ગયો છે. સૂચના મળ્યા બાદ ગુરુગ્રામ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. તે પહેલા એક ફેમસ રેડિયો જોકી રહી ચૂકી છે. હાલમાં તે ફ્રીલાન્સર હોવાનું કહેવાતું હતું.

જાણકારી અનુસાર, તેનું મોત તેના જ ફ્લેટમાં થયું છે. શરૃઆત તપાસમાં આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. તેની લાશ ફાંસીના ફંદે લટકતી જોવા મળી હતી. હાલમાં તેની બોડી પરિવારને સોંપી દેવામાં આવી છે. તે જમ્મુની રહેવાસી હતી. તે તેના એક મિત્ર સાથે અહીં રહેતી હતી. તેણે જ પોલીસને સૂચના આપી હતી. સેક્ટર 47માં પોતાના જ ફ્લેટમાંથી તેની લાશ મળી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મોત પાછળનું કારણ પોલીસ જાણવામાં લાગેલી છે. આરજે સિમરન રેડિયોની દુનિયાનું ફેમસ નામ હતી. તેના અવાજના લોકો દિવાના હતા અને તેણે ફેન્સના દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી.

તેના મોતના સમાચાર સામે આવતા જ લોકો ઈન્સ્ટાગ્રામ પર તેને શોધવા લાગ્યા, હાલમાં તેની અંતિમ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એક વીડિયો છે, જેમાં તે પોતાના વિચાર પંજાબીમાં શેર કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં આરજે સિમરન કહે છે કે, તૂ અચ્છા લગતા હૈ પર કહેતી નહીં, તેરી બાતો પર ભી ખૂબ હંસી આતી હૈ, લેકિન જાનકર હંસતી નહીં, મેરે પર ચાંસ મારને કી જરુર નહીં હૈ. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોઈ તેના ચાહનારા લોકો ખૂબ ભાવુક થઈ રહ્યા છે. ફેન્સ તેનો વીડિયો જોઈ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

RBI ગવર્નરથી પૂર્વ વડાપ્રધાન બનવા સુધીની ડૉ. મનમોહન સિંહનું સફર

0

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવાર, તા. 26 ડિસેમ્બર, 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું.

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અખંડ ભારતના પંજાબ પ્રાંત (હાલ પાકિસ્તાન) ના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પાસ કર્યું અને યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. 1962 માં, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના નફીલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં D.Phil પૂર્ણ કર્યું. તેમણે જીનીવામાં મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1971માં ડૉ. સિંહ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા અને 1972માં તેઓ નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા હતા.

જ્યારે વિદેશમાં પીએચડી કર્યા બાદ તેમને ડોક્ટરની પદવી મળી હતી. આ પછી મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. વિદ્યાર્થીઓ તેમને શિક્ષક તરીકે ખૂબ પસંદ કરતા. તમને જણાવી દઈએ કે તેઓ જીનીવામાં સાઉથ કમિશનમાં સેક્રેટરી જનરલ તરીકે પણ નિયુક્ત થયા હતા. મનમોહન સિંહ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર અને 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. આ પછી, તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પણ રહ્યા.

તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 1993 માં વિયેનામાં કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ અને માનવ અધિકારો પર વિશ્વ પરિષદ માટે સાયપ્રસમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. 1972માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા. પછીના વર્ષોમાં, તેમણે આયોજન પંચના ઉપાધ્યક્ષ, વડા પ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

1991માં મનમોહન સિંહ આસામના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. આ પછી તેઓ વર્ષ 1995, 2001, 2007 અને 2013 માં ફરીથી રાજ્યસભાના સાંસદ રહ્યા. જ્યારે ભાજપ 1998 થી 2004 સુધી સત્તામાં હતું ત્યારે મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા. 1999માં તેઓ દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડ્યા હતા પરંતુ જીત્યા ન હતા. 2004માં કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2009માં કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને ફરી એકવાર ડો.સિંઘને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.

મનમોહન સિંહને ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ (1987), જવાહરલાલ નહેરુ બર્થ સેંટેનરી એવોર્ડ ઓફ ધ ઈન્ડિયન સાઈન્સ કોંગ્રેસ (1995), વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન (1993 અને 1994) માટે એશિયા મની એવોર્ડ, વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન માટે યુરો મની એવોર્ડ (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એડમ સ્મિથ પુરસ્કાર (1956), અને સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પ્રાઈઝ સામેલ છે. ડો. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ તરફથી માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે.

ડો. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ ત્રણ પુત્રીઓના પિતા છે. તેઓ 1991માં દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે, તે સમયે નરસિમ્હા રાવની સરકાર હતી. નિષ્ણાતોના મતે, ડો.મનમોહને દેશમાં આર્થિક સુધારામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે બજેટ રજૂ કરતી વખતે તેમને વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેણે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત અને વેગ આપ્યો હતો અને આ જાહેરાતોને કારણે દેશમાં વેપાર નીતિ, ઔદ્યોગિક લાઈસન્સિંગ અને બેંકિંગ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હતી.

આ પણ વાંચો :-

૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ / શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્તિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લભા. બપોર બાદ આવક ધટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.
વૃષભઃ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્તિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખ માં પણ વૃધ્ધિ થાય.
મિથુનઃ
આર્થિક બાબતો અંગેસારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણો માંથી લાભ. નોકરી ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્તિતિ માં ધટાડો થતો જણાય. આવક ધટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.
કર્કઃ
દિવસ દરમ્યાન શુભ ફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.
સિંહઃ
થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂં રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.
કન્યાઃ
નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેનની સફળતા આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું, આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.
તુલાઃ
જુસ્સો, ચાણકય નીતી, સાચું ખોટું પારખવાની કુદરતી શકિતમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ ફાયનાન્સ, બ્રેકર કાચ. પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.
વૃશ્ચિકઃ
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ. સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ ‌પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્સન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ધટાડવો.
મકરઃ
આનંદની અનુભુતિ થાય. નિર્ણય શકિત વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો નળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.
કુંભઃ
ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતુસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.
મીનઃ
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્ગવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાનો કારણે આવકમાં વધારો થતો જણાય. આધાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

મોઝામ્બિકમાં ચૂંટણીને લઇને કોર્ટના ચુકાદા બાદ હિંસક દેખાવ, હિંસામાં 150નાં મોત

મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મોઝામ્બિકમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચેપોને ૯ ઓક્ટોબરે યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં 162 લોકોના મોત થયા છે. જેમાં બે પોલીસ અધિકારી પણ સામેલ છે. આ માહિતી અધિકારીઓએ મંગળવારે આપી હતી.

મોઝામ્બિકાના ગૃહમંત્રી પાસ્કોલ રોંડાએ આજે મોડી રાત્રે માપુતો શહેરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. આ હિંસા ચૈપોના પ્રતિસ્પર્ધી અને ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર વેનાંસિયો મોંડલેનના યુવા સમર્થકોએ ભડકાવી છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ તાજેતરની હિંસાની ઘટનામાં 33 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઉપરાંત હિંસા દરમિયાન મોઝામ્બિકાના માપુટોમાં આવેલી જેલમાં 1534 કેદીઓ ફરાર થઈ ગયા છે. જેલમાં કુલ 2,500થી વધુઓ કેદીઓ અથવા આરોપીઓ હતા. ગૃહમંત્રીએ કહ્યું કે, પોલીસના બે વાહનો સહિત 25 વાહનોને આંગ ચાંપવામાં આવી છે. જ્યારે ભીડે 11 પોલીસ ચોકીઓ અને એક જેલ પર હુમલો કરી તોડફોડ કરી છે, જેમાં 1534 કેદીઓ ફરાર થઈ ગયા છે.

મોઝામ્બિકાના ગૃહમંત્રી પાસ્કોલ રોંડાએ આજે મોડી રાત્રે માપુતો શહેરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. આ હિંસા ચૈપોના પ્રતિસ્પર્ધી અને ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર વેનાંસિયો મોંડલેનના યુવા સમર્થકોએ ભડકાવી છે.

આ પણ વાંચો :-

જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ પ્રભાવિત

જાપાનમાં ગુરુવારે સવારે અહીંની સ્થાનિક એરલાઇન્સ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયેલા આ સાયબર હુમલામાં એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે.

જાપાન એરલાઈન્સે ટ્વીટ કર્યું કે, “અમારા આંતરિક અને બાહ્ય નેટવર્ક ડિવાઇસ પર આજે સવારે 7.24 વાગ્યાથી સાયબર એટેક કરવામાં આવ્યો છે. જેના કારણે અમારી સિસ્ટમ સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર અસર પડી રહી છે. સાયબર હુમલાના કારણે ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમે સમસ્યાનો હલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ઓલ નિપ્પોન એરવેઝ પછી જાપાન એરલાઇન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન છે. આ પહેલીવાર નથી કે જાપાનમાં સાયબર હુમલો થયો હોય. આવું પહેલા પણ બન્યું છે. આ વર્ષે જૂનમાં લોકપ્રિય જાપાનીઝ વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ નિકોનિકો પર સાયબર એટેક થયો હતો. સાયબર હુમલાને કારણે તેને તેની સેવાઓ સ્થગિત કરવી પડી હતી. તે જ સમયે, 2022માં, એક સાયબર હુમલાએ ટોયોટા સપ્લાયરની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે આખો દિવસ ઘરેલું પ્લાન્ટનું ઉત્પાદન બંધ રહ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજ થતા 3 લોકો દાઝ્યા

સુરતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિકાસના કામો ચાલી રહ્યાં છે. ત્યારે આજે ગોડાદરામાં ગેસ લીકેજ થતા 3 લોકો દાઝ્યા છે. ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દુર્ઘટના સર્જાઇ છે. ગેસ લીકેજ થતા વિકરાળ આગ લાગી. આગ લાગી જતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને હોસ્પિટલ ખસેડાયા છે.

સુરતમાં આજે ગોડાદરામાં ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજ થઈ હતી. જેથી ભયના માહોલ વચ્ચે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી કામ કરી રહેલા ત્રણ લોકો દાઝી ગયા હતાં. જેથી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

તે પહેલાં ક્રિષ્ના કોમ્પલેક્સમાં ગેરકાયદેસર ચાલતા લોજમાં આજે વહેલી સવારે ગેસ ગળતર થયુ હતુ. જે બાદ અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં સાત જેટલા લોકો દાઝી ગયા છે. જેમાથી બે લોકો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. ગેસ લીકેજ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં કાપોદ્રા, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પોહચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

આ પણ વાંચો :-

આપ પાર્ટી કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવાની તૈયારીમાં?

0

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો AAP નેતાઓ I.N.D.I.A.ના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે.

આમ આદમી પાર્ટીના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો સાથે વાત કરવાની તૈયારીમાં પણ છે. આપ પાર્ટી કોંગ્રેસ દ્વારા અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ FIR કરાવવાની નારાજ છે. વળી, છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતાઓએ જે રીતે નિવેદનબાજી કરી છે, એમ લઈને પણ આપ પાર્ટીના નેતાઓમાં ખાસ્સી નારાજગી છે. હવે આપ પાર્ટી ઇચ્છે છે કે હવે એક નવું ગઠબંધન બનાવવામાં આવે, જેમાંથી કોંગ્રેસને એમાં સામેલ કરવામાં ના આવે.

દિલ્હીમાં મફતની યોજનાઓને લઈને રાજકીય પારો ઊંચે ગયો છે. યૂથ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને દિલ્હીનાં CM આતિશીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યૂથ કોંગ્રેસે 25 ડિસેમ્બરે પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યૂથ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અક્ષય લાકરાએ કહ્યું હતું કે અમે કેજરીવાલ વિરુદ્ધ BNSની કલમો 316, 317 હેઠળ કેસ નોંધાવડાવ્યો છે. દિલ્હીના આરોગ્ય વિભાગે દિલ્હી સરકારની બે મોટી મહિલા સન્માન અને સંજીવની યોજનાને લઈને એક નોટિસ જારી કરી હતી. આપ પાર્ટીના સંયોજક કેજરીવાલે એની ઘોષણા કરી હતી. દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગે ચેતવણી આપતાં કહ્યું હતું કે દિલ્હી સરકારની આ પ્રકારની હાલ કોઈ યોજના નથી.

આ પણ વાંચો :-

દેશમાં નવા વર્ષના પહેલા દિવસથી જ પાંચ મોટા ફેરફારો થશે

0

દેશમાં દર મહિને અનેક નાણાકીય ફેરફારો જોવા મળે છે અને માત્ર નવો મહિનો જ નહીં પરંતુ 1 જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં વર્ષના પહેલા દિવસથી જ પાંચ મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં જોવા મળશે. આ ફેરફારોમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને UPI પેમેન્ટ સુધીના નિયમોનો સમાવેશ થાય છે.

સૌ પ્રથમ, એલપીજી સિલિન્ડર (એલપીજી કિંમત) અને એર ઇંધણની કિંમતો (એટીએફ દરો) ની કિંમતોમાં સુધારો કરવામાં આવશે. કારણ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસે આ ફેરફારો કરે છે. તો UPI 123Pay પેમેન્ટના નિયમો પણ 1લી જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યા છે. તેથી EPFO ​​પેન્શનરો માટે લાવવામાં આવેલ નવો નિયમ પણ આજ દિવસથી લાગુ થશે. આ ઉપરાંત ખેડૂતોને ગેરંટી વગરની લોન પણ આ યાદીમાં સામેલ છે.

આગામી ફેરફાર જે 1 જાન્યુઆરી 2025થી થવા જઈ રહ્યો છે તે ખેડૂતો સાથે સંબંધિત છે. વર્ષના પ્રથમ દિવસથી, RBI ખેડૂતોને કોઈપણ ગેરેંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે. તાજેતરમાં RBIએ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. જેના કારણે હવે તેઓ 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે.

UPI 123Pay ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ફીચર ફોન્સથી ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે લોન્ચ કરવામાં આવી હતી. તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરીથી લાગુ થશે. આ પછી યુઝર્સ હવે 10,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. પહેલા આ મર્યાદા માત્ર 5,000 રૂપિયા હતી.

1 જાન્યુઆરી, 2025 ના રોજ, નવા વર્ષના પ્રથમ દિવસે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​દ્વારા પેન્શનરો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ છે. વાસ્તવમાં, EPFO ​​નવા વર્ષમાં પેન્શનધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ હવે પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે.

આ પણ વાંચો :-