Home Blog Page 551

કન્નૌજ રેલ્વે સ્ટેશન નજીક ઇમારતનો લીંટલ ધરાશાયી, 36 કામદારો દટાયા

0

કન્નૌજમાં એક મોટો અકસ્માત થયો. અહીં અમૃત ભારત યોજના હેઠળ રેલ્વે સ્ટેશન પાસે એક ઇમારત બનાવવામાં આવી રહી હતી. શનિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે ઇમારતનો લીંટેલ ધરાશાયી થયો. અકસ્માત બાદ કામદારોમાં અફડાતફડી મચી ગઈ હતી. કાટમાળ નીચે લગભગ 36 કામદારો દટાયા હતા, જેમાંથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કામદારો હજુ પણ અટવાયેલા છે.

રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યૂટિફિકેશન કાર્ય દરમિયાન થયો આ અકસ્માતઆ અકસ્માત કન્નૌજ રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યીટિફિકેશન કાર્ય દરમિયાન થયો હતો. અહીં એક નિર્માણાધીન ઈમારતનો લેટર અચાનક ધરાશાયી થઈ ગયો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હૉસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ ફોર્સ સાથે SDRFની ટીમ પણ રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચીને રાહત કાર્યમાં ગતિ લાવવા અને ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તો જલદી સારા થાય તેવી કામના કરી છે.

આ પણ વાંચો :-

લિકર નીતિને કારણે દિલ્હી સરકારને 2000 કરોડનું નુકસાન, જાણો કેગ રિપોર્ટમાં….

0

દિલ્હી ચૂંટણી પહેલાં દિલ્હી લિકર પોલિસી પર કેગ રિપોર્ટ આવી ગયો છે. દિલ્હી સરકારની હવે રદ થઈ ચૂકેલી આબકારી નીતિ પર કેગના રિપોર્ટમાં અનેક ખામીઓને ઉજાગર કરવામાં આવી છે. જેમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. લિકર કૌભાંડથી સરકારી તિજોરીને 2,026 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપનો આરોપ છે કે, નીતિના અમલીકરણમાં ખામી રહી છે. આપ નેતાઓને પણ લાંચ મળી છે. દારૂ કૌભાંડને કારણે થયેલા નુકસાનનો આંકડો પહેલી વાર સામે આવ્યો છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારી તિજોરીને રૂ. 2026 કરોડનું નુકસાન થયું છે. કેજરીવાલ સરકાર દ્વારા ખોટમાં હોવા છતાં કેટલાક બિડરોને લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જેનાથી અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આમ આદમીને નુકસાન વેઠવું પડ્યું હતું, જ્યારે આપ નેતાઓને લાંચ મળી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનીષ સિસોદિયા અને તેમના મંત્રીઓએ નિષ્ણાતોની પેનલે કરેલી ભલામણો પર ધ્યાન નહોતું આપ્યું. દારૂની દુકાનો માટે લાઇસન્સ જારી કરવામાં ઉલ્લંઘન થયું હતું.

લિકર કૌભાંડ અંગે ભાજપના દાવા પર AAP નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે, ‘આ CAG રિપોર્ટ ક્યાં છે? આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે? શું આ ભાજપ કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યું હતું? ભાજપના નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એક તરફ તેઓ દાવો કરે છે કે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી, તો બીજી તરફ તેઓ આવા દાવા કરે છે?

દિલ્હી સરકારના નુકસાનની વિગતો આપતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક રિટેલરને નીતિ ખતમ થતાં પહેલાં લાઇસન્સ સરન્ડર કરી દીધાં હતાં. સરકારે તેમનો ફરીથી ટેન્ડર નહોતાં આપ્યાં. એને કારણે રૂ. 890 કરોડનું નુકસાન થયું હતું. આ ઉપરાંત સરકારે કેટલાક લાઇસન્સધારકોને છૂટ આપી હતી. આ કારણે પણ રૂ. 941 કરોડનું નુકસાન થયું હતું. વળી સરકારે કોરોના મહામારીમાં પ્રતિબંધને કારણે રૂ. 144 કરોડની લાઇસન્સ ફી પણ માફ કરી દીધી હતી, જેથી આવકમાં મોટું નુકસાન થયું હતું, એમ રિપોર્ટ કહે છે.

આ પણ વાંચો :-

અસમમાં HMPV વાયરસના કેસ નોંધાયા, 10 મહિનાના બાળક પોઝિટિવ

0

ભારતમાં HMPV વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે આસામમાં તેનો નવો કેસ સામે આવ્યો છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું કે 10 મહિનાના બાળકમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (HMPV) સંક્રમણ મળ્યું છે.

હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ‘લાહોવાલ સ્થિત આઈસીએમઆર-આરએમઆરસીથી તપાસના પરિણામ મળ્યા બાદ કાલે એચએમપીવી સંક્રમણની પુષ્ટિ થઈ. ઈન્ફ્લૂએન્ઝા અને ફ્લૂથી સંબંધિત મામલામાં તપાસ માટે સેમ્પલ નિયમિત રીતે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે. તેમાં આ રિપોર્ટ આવ્યો. આ એક નિયમિત તપાસ હતી, જે દરમિયાન એચએમપીવી સંક્રમણની જાણ થઈ. બાળકો હવે સ્થિર છે. આ એક સામાન્ય વાયરસ છે અને ચિંતાની કોઈ વાત નથી.

શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને SARI કેસ અને લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી છે.

આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો સામે ફેરવાયું બુલડોઝર

0

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળસના બેટ દ્વારકા સહિત અનેક જગ્યાઓમાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. હાલ યાત્રાધામ દ્વારકાના આવળાપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં આજે તંત્રે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પરનાં દબાણો તોડી પડાયા છે. અત્યાર સુધી 40 જેટલા દબાણો ધ્વસ્ત કરાયા છે. મેગા ડિમોલિશનની કાર્યવાહી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ DYSP સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને ટીમો ઘટના સ્થળે પહોંચી છે.

નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

0

જાણીતા બોલિવૂડ એક્ટર અને કોમેડિયન ટિકુ તલ્સાનિયાને હાર્ટ એટેક આવ્યો છે. તેમની હાલત હજુ પણ ગંભીર છે. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની ઉંમર 70 વર્ષ છે. રિપોર્ટ અનુસાર, તે ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે. ટિકુએ ‘સર્કસ’, ‘હંગામા’, ‘સ્પેશિયલ 26’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’ અને દેવદાસ જેવા સુપરહિટ ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કર્યું છે. ટેલી ચક્કરના જણાવ્યા મુજબ, ટીકુની હાલત હજુ પણ ગંભીર છે.

અભિનેતા ટીકુ તલસાનિયાનો જન્મ 1954માં થયો હતો. તેણે 1984માં લોકપ્રિય શો ‘યે જો હૈ ઝિંદગી’થી અભિનયની શરૂઆત કરી હતી. 1986માં તેણે ફિલ્મ ‘પ્યાર કે દો પલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વિવિધ પ્રકારના પાત્રો ભજવનાર ટીકુ તલસાનિયા તેની કોમિક ભૂમિકાઓ માટે વધુ જાણીતા છે. તેની કોમેડીની સ્ટાઈલ અને ટાઈમિંગ બંને અદ્દભૂત છે. તેમની ડાયલોગ ડિલિવરી જ દર્શકોને હસાવવા માટે પૂરતી છે.

ટીકુ તલસાનિયાની ઉંમર 70 વર્ષ છે. તેણે 1984માં ટીવી શો ‘યે જો હૈ ઝિંદગી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી 1986માં તેણે ફિલ્મો કરી, જેમાં ‘પ્યાર કે દો પલ’, ‘ફરજ’ અને ‘અસલી નકલી’ જેવી ફિલ્માં કામ કર્યું છે. અભિનેતાએ સહાયક ભૂમિકા ભજવીને લોકોને પડદા પર ખૂબ હસાવ્યા. તેણે ‘બોલ રાધા બોલ’, ‘કુલી નંબર 1’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘હીરો નંબર 1’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘વિરાસત’ અને ‘હંગામા 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ શરૂ, દેશ વિદેશના પતંગબાજો આકાશમાં લડાવશે પેચ

0

ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદનાં રિવરફ્રન્ટ પર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ નું આયોજન કરાયું છે. આજથી એટલે કે 11 થી 14 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નું આયોજન કરાયું છે. આજે ઉદ્ધાટન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે.

અમદાવાદનાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આજથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નો પ્રારંભ થયો છે. સવારે 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે. જણાવી દઈએ કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતનાં અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત, ગુજરાતનાં 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

આ પ્રસંગે ઉત્તરાયણ પર્વની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી દ્વારા અપિલ કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી એ ઉતરાયણ અને મકરસંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં -2025માં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનીયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગારી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબાનોન, લીથું ઉનીયા, મલટા ,મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પૈન, સ્વીઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વીયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

બિહારમાં RJDના ધારાસભ્ય સહિત અન્ય 17 સ્થળો પર EDના દરોડા

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક સહકારી બેંકમાં કથિત ઉચાપતથી જોડાયેલ મની લોન્ડરિંગ તપાસ હેઠળ શુક્રવારે બિહારના મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના એક ધારાસભ્ય સહિત અન્યના પરિસરોમાં દરોડા પાડયા હતાં.

આ બેન્કમાં હજ્જારો રોકાણકારોની જમા ડિપોઝિટને આશરે રૂ. 100 કરોડની રકમ નકલી લોનોને સહારે ગાયબ કરી દેવામાં આવી છે. આ કેસમાં મોટી વાત એ છે કે આ રૂ. 100 કરોડના કૌભાંડમાં રાજ્ય સરકારના એક ભૂતપૂર્વ મંત્રી અને લાલુ પરવિવારના નજીકના એક RJD નેતા પરિવારની ભૂમિકા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વૈશાલી જિલ્લાના શહેરી વિકાસ કોઓપરેટિવ બેન્ક અને બેન્કમાં આશરે રૂ. 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

લિચ્છવી કોલ્ડ સ્ટોરેજ પ્રા. લિ. અને મહુઆ કોઓપરેટિવ કોલ્ડ સ્ટોરેજ નામની બે કંપનીઓએ બેન્કના આશરે રૂ. 60 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ બે કંપનીઓએ પોતાની ગેરન્ટી પર કરોડોની લોન ઉઠાવી હતી, જેમાં નકલી કાગળિયાંઓને સહારે ખેડૂતોને નામે ગેરન્ટી આપવામાં આવી હતી. આ લોકોને આપવામાં આવેલી લોનમાં બેન્કે પણ નિયમ, કાયદાઓનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચો :-

કેન્દ્રીય કર્મચારીઓ માટે 42 દિવસની સ્પેશિયલ રજા મળશે, NOTTOએ કહ્યું ?

0

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. અમુક શરતો સાથે 42 દિવસની સ્પેશિયલ રજા લઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્ય ટ્રાંસપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન –NOTTOએ કહ્યું કે, અંગદાન કરનારા કેન્દ્રીય કર્મચારીઓને 42 દિવસની રજા મળી શકે છે.

NOTTO પ્રમુખ ડો. અનિલ કુમારના જણાવ્યા અનુસાર, કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે તેના વિશે પહેલા જ આદેશ જાહેર કરી દીધા છે. ડો. અનિલ કુમારે જણાવ્યું છે કે, અમે હાલમાં જ વ્યાપક પ્રસાર અને જાગૃતી માટે વેબસાઈટ પર આ આદેશ અપલોડ કરી દીધા છે.

કોઈ દાતામાંથી અંગ કાઢવાની એક મોટી સર્જરી છે. હોસ્પિટલમાં દાખલ થવા અને હોસ્પિટલમાં રજા બાદ ઠીક થવામાં ઘણો સમય લાગે છે. DoPTએ આદેશમાં કહ્યું છે કે, સરકારના વિશેષ કલ્યાણકારી ઉપાય તરીકે આપ અંગદાન કરવાનો નિર્ણય લેનારા કેન્દ્રીય કર્મચારીઓને વધારાની 42 દિવસની સ્પેશિયલ આકસ્મિક રજા આપવાનો નિર્ણય કર્યો છે.

42 દિવસની રજાનો નિયમ દાતાના અંગ કાઢવાની સર્જરીના પ્રકાર પર ધ્યાન આપ્યા વિના લાગૂ થશે. ડીઓપીટીના આદેશમાં કહેવાયું છે કે, વિશેષ આકસ્મિક રજા સામાન્યત: હોસ્પિટલમાં દાખલ થવાના એક દિવસમાં એક વાર લેવામાં આવશે. જો કે જરુરિયાત અનુસાર તે ડોક્ટરની ભલામણ પર સર્જરીના વધુમાં વધુ એક અઠવાડીયા પહેલાથી મળી શકે છે.

આ પણ વાંચો :-

સુરતના પાલ વિસ્તારમાં ગાયનું કપાયેલું માથું મળતા ચકચાર, જાણો પોલીસે શું કહ્યું ?

સુરતના પોશ વિસ્તાર પાલમાંથી એક ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ગુરુવારે બની હતી જે બાદ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને બાદમાં જાણવા મળ્યું કે એક રખડતા કૂતરાને નજીકના મેદાનમાંથી ગૌ માતાનું માથું ઉપાડ્યા બાદ તેને રસ્તા પર છોડી દીધું હતું.

પાલ ઇન્સ્પેક્ટર કેએલ ગાધેએ જણાવ્યું હતું કે, “અસંખ્ય ફૂટેજ તપાસ્યા પછી, અમને જાણવા મળ્યું છે કે એક રખડતો કૂતરો નજીકના ખુલ્લા મેદાનમાંથી ગાયનું માથું લાવ્યો હતો. આજુબાજુમાં ઘણા ઢોરના શેડ છે અને અમે તેમને તપાસવાનું શરૂ કર્યું છે”.

પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે સુરતમાં રાજહંસ વિંગ્સ એપાર્ટમેન્ટ નજીક એલપી સવાણી રોડ નજીકના મુખ્ય માર્ગ પર એક રાહદારીને ગાયનું માથું મળી આવ્યું હતું . ત્યાર બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જેઓ ઘટનાસ્થળે પહોંચીને કપાયેલા માથાની તપાસ કરી હતી.

પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ 196 (ધર્મ, જાતિ અને જન્મસ્થળના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 325 (પ્રાણીઓને મારવા, ઝેર આપવા અને અપંગ બનાવવા માટે કરવામાં આવેલ દુષ્કત્ય) અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ હેઠળ એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચો :-

વિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યાં પ્રેમાનંદ મહારાજની શરણમાં, જાણો વસ્તુ માગી ?

0

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઘણી ધાર્મિક યાત્રાઓ કરી છે. બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાતથી લઇને બાબા નીમ કરૌલીના કૈચી ધામની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. અને હવે ફરી એકવાર આ સ્ટાર કપલ પ્રેમાનંદ મહારાજના દરબારમાં હાજરી લગાવી હતી.

વિરાટ કોહલી તેની પત્ની અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટે તેમને ઘૂંટણિયે પડીને પ્રણામ કર્યા હતા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત પ્રણામ કર્યા હતા. અનુષ્કાએ સંત પાસેથી આશીર્વાદ સ્વરૂપ પ્રેમ અને ભક્તિની માગ કરી છે.

આ સ્ટાર દંપતી પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યું ત્યારે સૌથી પહેલાં તેમણે દંડવત કરીને પ્રણામ કર્યા હતા. ત્યારબાદ મહારાજે બંનેના હાલ-ચાલની પૂછપરછ કરી હતી. એ સમયે અનુષ્કા મહારાજને કહે છે કે, આ પહેલાં અમે આવ્યાં ત્યારે મારા મનમાં કેટલાક પ્રશ્ન હતા. મારે એ પ્રશ્નો પૂછવા હતા, પરંતુ જે અન્ય લોકો બેઠા હતા તેમાંથી કોઈએ એ પ્રશ્ન પૂછી લીધા હતા. ત્યારબાદ મહારાજ એમ બોલતા સંભળાય છે કે, હું સાધના-ભક્તિ દ્વારા લોકોને પ્રસન્નતા આપું છું અને આ (વિરાટ તરફ ઈશારો કરીને) પોતાની રમત દ્વારા લોકોને પ્રસન્ન કરે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલા પણ વૃંદાવન ધામમાં પ્રેમાનંદ મહારાજાની શરણમાં પહોંચી ચૂક્યા છે. ત્યારે તેમની પુત્રી વામિકા પણ સાથે હતી. આ દરમિયાન પ્રેમાનંદ મહારાજે વિરાટ અને અનુષ્કાને રાધા રાનીના પ્રસાદ સ્વરૂપે માળા અને ચુંદરી પ્રદાન કરી હતી.

આ પણ વાંચો :-