Home Blog Page 551

અસમમાં HMPV વાયરસના કેસ નોંધાયા, 10 મહિનાના બાળક પોઝિટિવ

0

ભારતમાં HMPV વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે આસામમાં તેનો નવો કેસ સામે આવ્યો છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું કે 10 મહિનાના બાળકમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (HMPV) સંક્રમણ મળ્યું છે.

હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ‘લાહોવાલ સ્થિત આઈસીએમઆર-આરએમઆરસીથી તપાસના પરિણામ મળ્યા બાદ કાલે એચએમપીવી સંક્રમણની પુષ્ટિ થઈ. ઈન્ફ્લૂએન્ઝા અને ફ્લૂથી સંબંધિત મામલામાં તપાસ માટે સેમ્પલ નિયમિત રીતે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે. તેમાં આ રિપોર્ટ આવ્યો. આ એક નિયમિત તપાસ હતી, જે દરમિયાન એચએમપીવી સંક્રમણની જાણ થઈ. બાળકો હવે સ્થિર છે. આ એક સામાન્ય વાયરસ છે અને ચિંતાની કોઈ વાત નથી.

શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને SARI કેસ અને લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી છે.

આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો સામે ફેરવાયું બુલડોઝર

0

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળસના બેટ દ્વારકા સહિત અનેક જગ્યાઓમાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. હાલ યાત્રાધામ દ્વારકાના આવળાપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં આજે તંત્રે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પરનાં દબાણો તોડી પડાયા છે. અત્યાર સુધી 40 જેટલા દબાણો ધ્વસ્ત કરાયા છે. મેગા ડિમોલિશનની કાર્યવાહી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ DYSP સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને ટીમો ઘટના સ્થળે પહોંચી છે.

નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

0

જાણીતા બોલિવૂડ એક્ટર અને કોમેડિયન ટિકુ તલ્સાનિયાને હાર્ટ એટેક આવ્યો છે. તેમની હાલત હજુ પણ ગંભીર છે. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની ઉંમર 70 વર્ષ છે. રિપોર્ટ અનુસાર, તે ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે. ટિકુએ ‘સર્કસ’, ‘હંગામા’, ‘સ્પેશિયલ 26’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’ અને દેવદાસ જેવા સુપરહિટ ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કર્યું છે. ટેલી ચક્કરના જણાવ્યા મુજબ, ટીકુની હાલત હજુ પણ ગંભીર છે.

અભિનેતા ટીકુ તલસાનિયાનો જન્મ 1954માં થયો હતો. તેણે 1984માં લોકપ્રિય શો ‘યે જો હૈ ઝિંદગી’થી અભિનયની શરૂઆત કરી હતી. 1986માં તેણે ફિલ્મ ‘પ્યાર કે દો પલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વિવિધ પ્રકારના પાત્રો ભજવનાર ટીકુ તલસાનિયા તેની કોમિક ભૂમિકાઓ માટે વધુ જાણીતા છે. તેની કોમેડીની સ્ટાઈલ અને ટાઈમિંગ બંને અદ્દભૂત છે. તેમની ડાયલોગ ડિલિવરી જ દર્શકોને હસાવવા માટે પૂરતી છે.

ટીકુ તલસાનિયાની ઉંમર 70 વર્ષ છે. તેણે 1984માં ટીવી શો ‘યે જો હૈ ઝિંદગી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી 1986માં તેણે ફિલ્મો કરી, જેમાં ‘પ્યાર કે દો પલ’, ‘ફરજ’ અને ‘અસલી નકલી’ જેવી ફિલ્માં કામ કર્યું છે. અભિનેતાએ સહાયક ભૂમિકા ભજવીને લોકોને પડદા પર ખૂબ હસાવ્યા. તેણે ‘બોલ રાધા બોલ’, ‘કુલી નંબર 1’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘હીરો નંબર 1’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘વિરાસત’ અને ‘હંગામા 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ શરૂ, દેશ વિદેશના પતંગબાજો આકાશમાં લડાવશે પેચ

0

ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદનાં રિવરફ્રન્ટ પર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ નું આયોજન કરાયું છે. આજથી એટલે કે 11 થી 14 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નું આયોજન કરાયું છે. આજે ઉદ્ધાટન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે.

અમદાવાદનાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આજથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નો પ્રારંભ થયો છે. સવારે 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે. જણાવી દઈએ કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતનાં અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત, ગુજરાતનાં 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

આ પ્રસંગે ઉત્તરાયણ પર્વની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી દ્વારા અપિલ કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી એ ઉતરાયણ અને મકરસંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં -2025માં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનીયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગારી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબાનોન, લીથું ઉનીયા, મલટા ,મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પૈન, સ્વીઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વીયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

બિહારમાં RJDના ધારાસભ્ય સહિત અન્ય 17 સ્થળો પર EDના દરોડા

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક સહકારી બેંકમાં કથિત ઉચાપતથી જોડાયેલ મની લોન્ડરિંગ તપાસ હેઠળ શુક્રવારે બિહારના મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના એક ધારાસભ્ય સહિત અન્યના પરિસરોમાં દરોડા પાડયા હતાં.

આ બેન્કમાં હજ્જારો રોકાણકારોની જમા ડિપોઝિટને આશરે રૂ. 100 કરોડની રકમ નકલી લોનોને સહારે ગાયબ કરી દેવામાં આવી છે. આ કેસમાં મોટી વાત એ છે કે આ રૂ. 100 કરોડના કૌભાંડમાં રાજ્ય સરકારના એક ભૂતપૂર્વ મંત્રી અને લાલુ પરવિવારના નજીકના એક RJD નેતા પરિવારની ભૂમિકા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વૈશાલી જિલ્લાના શહેરી વિકાસ કોઓપરેટિવ બેન્ક અને બેન્કમાં આશરે રૂ. 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

લિચ્છવી કોલ્ડ સ્ટોરેજ પ્રા. લિ. અને મહુઆ કોઓપરેટિવ કોલ્ડ સ્ટોરેજ નામની બે કંપનીઓએ બેન્કના આશરે રૂ. 60 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ બે કંપનીઓએ પોતાની ગેરન્ટી પર કરોડોની લોન ઉઠાવી હતી, જેમાં નકલી કાગળિયાંઓને સહારે ખેડૂતોને નામે ગેરન્ટી આપવામાં આવી હતી. આ લોકોને આપવામાં આવેલી લોનમાં બેન્કે પણ નિયમ, કાયદાઓનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચો :-

કેન્દ્રીય કર્મચારીઓ માટે 42 દિવસની સ્પેશિયલ રજા મળશે, NOTTOએ કહ્યું ?

0

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. અમુક શરતો સાથે 42 દિવસની સ્પેશિયલ રજા લઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્ય ટ્રાંસપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન –NOTTOએ કહ્યું કે, અંગદાન કરનારા કેન્દ્રીય કર્મચારીઓને 42 દિવસની રજા મળી શકે છે.

NOTTO પ્રમુખ ડો. અનિલ કુમારના જણાવ્યા અનુસાર, કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે તેના વિશે પહેલા જ આદેશ જાહેર કરી દીધા છે. ડો. અનિલ કુમારે જણાવ્યું છે કે, અમે હાલમાં જ વ્યાપક પ્રસાર અને જાગૃતી માટે વેબસાઈટ પર આ આદેશ અપલોડ કરી દીધા છે.

કોઈ દાતામાંથી અંગ કાઢવાની એક મોટી સર્જરી છે. હોસ્પિટલમાં દાખલ થવા અને હોસ્પિટલમાં રજા બાદ ઠીક થવામાં ઘણો સમય લાગે છે. DoPTએ આદેશમાં કહ્યું છે કે, સરકારના વિશેષ કલ્યાણકારી ઉપાય તરીકે આપ અંગદાન કરવાનો નિર્ણય લેનારા કેન્દ્રીય કર્મચારીઓને વધારાની 42 દિવસની સ્પેશિયલ આકસ્મિક રજા આપવાનો નિર્ણય કર્યો છે.

42 દિવસની રજાનો નિયમ દાતાના અંગ કાઢવાની સર્જરીના પ્રકાર પર ધ્યાન આપ્યા વિના લાગૂ થશે. ડીઓપીટીના આદેશમાં કહેવાયું છે કે, વિશેષ આકસ્મિક રજા સામાન્યત: હોસ્પિટલમાં દાખલ થવાના એક દિવસમાં એક વાર લેવામાં આવશે. જો કે જરુરિયાત અનુસાર તે ડોક્ટરની ભલામણ પર સર્જરીના વધુમાં વધુ એક અઠવાડીયા પહેલાથી મળી શકે છે.

આ પણ વાંચો :-

સુરતના પાલ વિસ્તારમાં ગાયનું કપાયેલું માથું મળતા ચકચાર, જાણો પોલીસે શું કહ્યું ?

સુરતના પોશ વિસ્તાર પાલમાંથી એક ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ગુરુવારે બની હતી જે બાદ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને બાદમાં જાણવા મળ્યું કે એક રખડતા કૂતરાને નજીકના મેદાનમાંથી ગૌ માતાનું માથું ઉપાડ્યા બાદ તેને રસ્તા પર છોડી દીધું હતું.

પાલ ઇન્સ્પેક્ટર કેએલ ગાધેએ જણાવ્યું હતું કે, “અસંખ્ય ફૂટેજ તપાસ્યા પછી, અમને જાણવા મળ્યું છે કે એક રખડતો કૂતરો નજીકના ખુલ્લા મેદાનમાંથી ગાયનું માથું લાવ્યો હતો. આજુબાજુમાં ઘણા ઢોરના શેડ છે અને અમે તેમને તપાસવાનું શરૂ કર્યું છે”.

પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે સુરતમાં રાજહંસ વિંગ્સ એપાર્ટમેન્ટ નજીક એલપી સવાણી રોડ નજીકના મુખ્ય માર્ગ પર એક રાહદારીને ગાયનું માથું મળી આવ્યું હતું . ત્યાર બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જેઓ ઘટનાસ્થળે પહોંચીને કપાયેલા માથાની તપાસ કરી હતી.

પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ 196 (ધર્મ, જાતિ અને જન્મસ્થળના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 325 (પ્રાણીઓને મારવા, ઝેર આપવા અને અપંગ બનાવવા માટે કરવામાં આવેલ દુષ્કત્ય) અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ હેઠળ એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચો :-

વિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યાં પ્રેમાનંદ મહારાજની શરણમાં, જાણો વસ્તુ માગી ?

0

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઘણી ધાર્મિક યાત્રાઓ કરી છે. બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાતથી લઇને બાબા નીમ કરૌલીના કૈચી ધામની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. અને હવે ફરી એકવાર આ સ્ટાર કપલ પ્રેમાનંદ મહારાજના દરબારમાં હાજરી લગાવી હતી.

વિરાટ કોહલી તેની પત્ની અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટે તેમને ઘૂંટણિયે પડીને પ્રણામ કર્યા હતા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત પ્રણામ કર્યા હતા. અનુષ્કાએ સંત પાસેથી આશીર્વાદ સ્વરૂપ પ્રેમ અને ભક્તિની માગ કરી છે.

આ સ્ટાર દંપતી પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યું ત્યારે સૌથી પહેલાં તેમણે દંડવત કરીને પ્રણામ કર્યા હતા. ત્યારબાદ મહારાજે બંનેના હાલ-ચાલની પૂછપરછ કરી હતી. એ સમયે અનુષ્કા મહારાજને કહે છે કે, આ પહેલાં અમે આવ્યાં ત્યારે મારા મનમાં કેટલાક પ્રશ્ન હતા. મારે એ પ્રશ્નો પૂછવા હતા, પરંતુ જે અન્ય લોકો બેઠા હતા તેમાંથી કોઈએ એ પ્રશ્ન પૂછી લીધા હતા. ત્યારબાદ મહારાજ એમ બોલતા સંભળાય છે કે, હું સાધના-ભક્તિ દ્વારા લોકોને પ્રસન્નતા આપું છું અને આ (વિરાટ તરફ ઈશારો કરીને) પોતાની રમત દ્વારા લોકોને પ્રસન્ન કરે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલા પણ વૃંદાવન ધામમાં પ્રેમાનંદ મહારાજાની શરણમાં પહોંચી ચૂક્યા છે. ત્યારે તેમની પુત્રી વામિકા પણ સાથે હતી. આ દરમિયાન પ્રેમાનંદ મહારાજે વિરાટ અને અનુષ્કાને રાધા રાનીના પ્રસાદ સ્વરૂપે માળા અને ચુંદરી પ્રદાન કરી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં ટ્રેનના કોચનો દરવાજો ન ખોલતાં મુસાફરોએ બારીઓના કાચ તોડાયા

સુરત રેલવે સ્ટેશન પસાર થઇ રહેલી અજમેર-દાદર ટ્રેનનો જનરલ કોચનો દરવાજો ન ખોલતાં મુસાફરો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ પિત્તો ગુમાવ્યો હતો અને બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો. આ સાથે જ ટ્રેન પર પથ્થર માર્યો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ 4 પર તાત્કાલિક પહોંચી હતી. જોકે, ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી. જથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી.

અજમેરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર ઊભી રહી હતી. ત્યાં જ મુસાફરો જનરલ કોચમાં બેસવા માટે દોડ્યા હતા, પરંતુ કોચમાં બેસેલા મુસાફરોએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોએ દરવાજો ખોલવાનું કહેતાં બે યુવકે દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય મુસાફરોએ તેમનો વિરોધ કરીને દરવાજો ખોલવા ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન મામલો ગરમાયો હતો. ટ્રેનની અંદરથી એક યુવકે પેન્ટ ખોલી અશ્લીલ હરકત કરી હતી. ત્યાર બાદ પ્લેટફોર્મ પર હાજર મુસાફરો વીફર્યા હતા અને ટ્રેનમાં તોડફોડ કરી હતી.

આ પણ વાંચો :-

મહાકુંભ માટે ગુજરાતના આ શહેરોમાંથી દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો રૂટ અને સંપૂર્ણ શેડ્યૂલ

0

આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. યુપી સરકારને આશા છે કે દર 12 વર્ષે યોજાતા આ મહાકુંભમેળામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવશે.

કુંભ મેળો એ ભારતનો સૌથી મોટો ધાર્મિક અને પ્રાચીન પ્રસંગ છે, દર વર્ષે કરોડો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજ (અલાહાબાદ) આવે છે. જો તમે સમગ્ર ગુજરાતથી કુંભ મેળામાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ટ્રેનની મુસાફરી તમારા માટે સૌથી યોગ્ય રહેશે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન શ્રેષ્ઠ છે.

ગુજરાતનાં ઘણાં શહેરોથી પ્રયાગરાજ જવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જો તમે ટ્રેન મારફતે મહાકુંભમેળામાં જવા માગતા હો તો તમારા માટે આ પ્રયાગરાજ જતી આ ટ્રેનોનું ટાઇમટેબલ જાણવું જરૂરી છે.

 ટ્રેનોનું ટાઇમટેબલ

  • અમદાવાદ-પટના એક્સપ્રેસ- રવિવારે રાત્રે 9.50 કલાકે
  • અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-રવિવારે સવારે 9.10 કલાકે
  • અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- રવિવારે મધરાત્રે 12.35 કલાકે
  • બનારસ એક્સપ્રેસ- સોમવારે બપોરે 1.45 કલાકે
  • અઝિમાબાદ એક્સપ્રેસ સોમવારે રાત્રે 9.50 કલાકે
  • અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- સોમવારે મધરાત્રે 12.35 કલાકે
  • પારસનાથ એક્સપ્રેસ- મંગળવારે 11.15 કલાકે
  • અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-મંગળવારે સવારે 9.10 કલાકે
  • અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- મંગળવારે મધરાત્રે 12.35 કલાકે
  • અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-બુધવારે સવારે 9.10 કલાકે
  • અઝિમાબાદ એક્સપ્રેસ બુધવારે રાત્રે 9.50 કલાકે
  • અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- બુધવારે મધરાત્રે 12.35 કલાકે
  • અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- ગુરુવારે સવારે 9.10 કલાકે
  • ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ-ગુરુવારે રાત્રે 11.15 કલાકે
  • અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ- ગુરુવારે બપોરે 4.35 કલાકે
  • અમદાવાદ-જંઘઈ સ્પેશિયલ ટ્રેન- ગુરુવારે રાત્રે 9.15 કલાકે
  • અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન- ગુરુવારે મધરાત્રે 12.35 કલાકે
  • ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ ટ્રેન- શુક્રવારે મધરાત્રે 12.10 કલાકે
  • અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શુક્રવારે સવારે 9.10 કલાકે
  • અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શુક્રવારે મધરાત્રે 12.35 કલાકે
  • ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ- શનિવારે રાત્રે 11.15 કલાકે
  • અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શનિવારે સવારે 9.10 કલાકે
  • અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શનિવારે મધરાત્રે 12.35 કલાકે
  • તાપી-ગંગા એક્સપ્રેસ (મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
  • સુરત-છાપરા સ્પેશિયલ ટ્રેન(સોમવારે સવારે 8.35 કલાકે ઉધનાથી ઊપડે છે)
  • બાન્દ્રા ગાઝીપુર સિટી એક્સપ્રેસ(સોમવારે અને શનિવારે સવારે 3.00 કલાકે સુરતથી ઊપડે છે)
  • બાન્દ્રાથી ગોરખપુર એક્સપ્રેસ(સોમવારે સવારે 8.35 કલાકે સુરત ખાતેથી ઊપડે છે)
  • સુરત-ભાગલપુર એક્સપ્રેસ(મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
  • કેવડિયા કૉલોની-વારાણસી એક્સપ્રેસ(મંગળવારે રાત્રે 22.42 વાગ્યે સુરતથી)
  • ઉધનાથી બનારસ સુપરફાસ્ટ(મંગળવારે સવારે 7.25 કલાકે)
  • સાબરમતી-બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 11.00 કલાકે ( 16 જાન્યુઆરી, 5,9,14 અને 18 ફેબ્રુઆરી, 2025ના રોજ રવાના થશે)
  • સાબરમતી વાયા ગાંધીનગરથી બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 10.25 કલાકે (19,23 અને 26 જાન્યુઆરીના રોજ)
  • ઉધના-બલિયા મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 6.40 કલાકે(17 જાન્યુઆરી અને 16 ફેબ્રુઆરી)
  • વલસાડ-દાનાપુર મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 8.40 કલાકે (8,17,21,25 જાન્યુઆરી, 8,15,19 અને 26 ફેબ્રુઆરી)
  • વાપી-ગયા સ્પેશિયલ, સવારે 8.20 કલાકે (9,16,18,20,22,24 જાન્યુઆરી અને 7,14,18,22 ફેબ્રુઆરી)
  • વિશ્વામિત્રી-બલિયા સ્પેશિયલ સવારે 8.35 કલાકે (17 ફેબ્રુઆરી)
  • ભાવનગર-બનારસ સ્પેશિયલ સવારે પાંચ વાગ્યે (22 જાન્યુઆરી, 16 અને 20 ફેબ્રુઆરી)

આ પણ વાંચો :-