Home Blog Page 546

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચૂકાદો, 2 આરોપી દોષિત જાહેર

સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સાડા ચાર મહિના નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે.

ગૅગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે. માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવ્યું હતી, જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું, જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી અને 17 જેટલા મહત્વનાં પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટ સોમવારે બંને આરોપીઓની સજાનું એલાન કરશે.

શું હતો સમગ્ર મામલો?
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરા ગામે 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે બાઈકમાં પેટ્રોલ પુરુ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી. જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત

0

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે બાઇક સવાર ત્રણ યુવકના મોત નીપજ્યા હતા. મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતના પારલે પોઈન્ટના બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક પર બે યુવકોના મોત નિપજ્યા હતા. ઉમરાથી અઠવાગેટ જતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

હેલ્મેટની અમલવારી પહેલાં અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત નીજ્યાં છે. ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટર સાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી. બાઈક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર છે.

ચીફ જસ્ટિસ CBI ડિરેક્ટરના પસંદગીમાં કેવી રીતે ભાગ લઈ શકે? ઉપરાષ્ટ્રપતિ ધનખડ

0

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે ભોપાલની રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીમાં ભાષણ આપતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભારતના CJI CBI ડિરેક્ટરના ચયનમાં કેવી રીતે ભાગ લઈ શકે? સાથે જ તેમણે કહ્યું કે હવે અગાઉથી નક્કી થયેલાં માપદંડો પર પુનર્વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા લોકશાહી માટે યોગ્ય નથી.

ઉપરાષ્ટ્રપતિ ધનખડએ કહ્યું, ‘અમારા દેશ અથવા કોઈપણ લોકશાહીમાં શું કોઈ કાનૂની તર્ક હોઈ શકે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) CBI ડિરેક્ટરના ચયનમાં ભાગીદાર બનવા જોઈએ! શું તેનું કોઈ કાનૂની આધાર હોઈ શકે? હું સમજી શકું કે આ વિધાનસભાની જોગવાઈ ત્યારે અમલમાં આવી કારણ કે તે સમયેની કાર્યપાલિકા ન્યાયિક નિર્ણયો સામે નમાવી ગઈ હતી. પણ, હવે સમય આવી ગયો છે કે આ મુદ્દે ફરીથી વિચાર કરવો જોઈએ. આ ચોક્કસપણે લોકશાહી સિદ્ધાંતો સાથે સુસંગત નથી. અમે ભારતના મુખ્ય ન્યાયાધીશને કોઈપણ કાર્યપાલિકા નિમણૂકમાં કેવી રીતે સામેલ કરી શકીએ!’

ભોપાલમાં રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીમાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ઉપરાષ્ટ્રપતિ ધનખડએ ‘પાવર સેપરેશન’ (શક્તિ વિભાજન) ના સિદ્ધાંતના ઉલ્લંઘન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ન્યાયિક આદેશ દ્વારા કાર્યપાલિકા શાસન એક બંધારણીય વિરોધાભાસ છે, જેને વિશ્વની સૌથી મોટી લોકશાહી હવે વધુ સહન કરી શકશે નહીં. જ્યારે સંસ્થાઓ પોતાનાં સીમાઓ ભુલી જાય છે, ત્યારે લોકશાહી તેના કારણે થતા નુકસાન માટે યાદ રાખવામાં આવે છે.

તેમણે કહ્યું કે ન્યાયપાલિકા પ્રત્યે સન્માન જાળવવા માટે જરૂરી છે કે આ સંસ્થાઓ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી સહકારસભર સંવાદ દ્વારા પરિભાષિત બંધારણીય મર્યાદાઓમાં કામ કરે. લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરતું કાર્યપાલિકા શાસન બંધારણીય રીતે પવિત્ર છે. ધનખડએ કહ્યું કે જ્યારે ચૂંટેલી સરકાર કાર્યપાલિકા ભૂમિકાઓ નિભાવતી હોય છે, ત્યારે જવાબદારી લાગુ પડે છે. સરકારો વિધાનસભા અને મતદાતાઓ પ્રત્યે જવાબદાર હોય છે. જો કાર્યપાલિકા શાસન બહારથી અથવા ન્યાયપાલિકા દ્વારા નિયંત્રિત થાય, તો જવાબદારી અપ્રભાવશાળી બની જાય છે. એમણે સ્પષ્ટ કર્યું કે દેશમાં કે બહારથી, વિધાનસભા અથવા ન્યાયપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું દખલ બંધારણીય વિરુદ્ધ છે અને લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

ધનખડે બંધારણ પીઠના રચનાને લઈને ચિંતા વ્યક્ત કરી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણ પીઠની રચના અંગે ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “જ્યારે હું 1990માં સંસદીય કાર્ય મંત્રી બન્યો, ત્યારે 8 ન્યાયાધીશો હતા. સામાન્ય રીતે, એ બધાં એકસાથે બેસતા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટે 8 ન્યાયાધીશો હતા, ત્યારે બંધારણના અનુચ્છેદ 145(3) હેઠળ આ જોગવાઈ હતી કે બંધારણની વ્યાખ્યા 5 કે તેથી વધુ ન્યાયાધીશો દ્વારા કરવામાં આવશે.”

તેમણે વધુમાં કહ્યું કે બંધારણ દેશની સર્વોચ્ચ અદાલતને બંધારણની વ્યાખ્યા કરવાનો અધિકાર આપે છે. બંધારણના નિર્માતાઓએ અનુચ્છેદ 145(3) હેઠળ જે મૂળભાવ અને ઉદ્દેશ્ય રાખ્યો હતો, તેનું સન્માન થવું જોઈએ. જો હું આનો ગણિતીય વિશ્લેષણ કરું, તો તેઓ સંપૂર્ણપણે ખાતરીમાં હતા કે વ્યાખ્યા ન્યાયાધીશોના બહુમત દ્વારા જ થશે, કારણ કે તે સમયે સંખ્યા 8 હતી. આજે પણ તે 5 જ છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ચાર ગણા કરતા પણ વધુ છે.

વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારીની પત્ની સાથે સાયબર ફ્રોડ, દોઢ કરોડ પડાવી લીધા

0

ડિજિટલ અરેસ્ટની વધુ એક ગંભીર ઘટના ઘટી હતી. જેમાં ગુરુગ્રામમાં વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારીની પત્ની સાથે આ ઘટના સર્જાઇ હતી. જેમાં માલિબુ ટાઉનની રહેવાસી 80 વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યું કે તે એક નોકરાણી સાથે રહે છે. તેમના બાળકો વિદેશમાં રહે છે. ગયા વર્ષે 25 ઓકટોબરે, તેમના વોટ્સએપ નંબર પર એક મહિલાનો ફોન આવ્યો. તેણે પોતાને કુરિયર કંપનીના કર્મચારી તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તેના નામે ચીનમાં એક પાર્સલ મોકલવામાં આવી રહ્યું હતું, જેમાં પૈસા અને ડ્રગ્સ હતા.

અહેવાલો અનુસાર, છેતરપિંડી કરનારાઓએ વૃદ્ધાને CBI અને EDનો ડર બતાવીને ધરપકડ વોરંટ જારી કરાવ્યું. વૃદ્ધાએ મ્યુચ્યુઅલ ફંડમાંથી 1.75 કરોડ રૂપિયા ઉપાડ્યા અને તેને ઉલ્લેખિત ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતી. આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ થવાની ધમકી આપીને વધુ 3 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા એકઠા કરવા માટે વૃદ્ધાએ પોતાનું ઘર પણ વેચી દીધું હતું. જ્યારે પરિવારના સભ્યોને આ અંગે માહિતી મળી, ત્યારે છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો. આ ઘટનાની તપાસ કરનારા અધિકારીએ જણાવ્યું હતુ કે, ‘કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જે ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ખાતા જપ્ત કરવામાં આવ્યા છે.’

છેતરપિંડી કરનારાઓએ 25 ઓકટોબર, 2024 ના રોજ વૃદ્ધ મહિલાને ફોન કર્યો અને તેમને ખોટા કેસમાં ફસાવી દીધા. 24 કલાક વોટ્સએપ પર વાત કર્યા પછી સ્કાયપે પર એકાઉન્ટ બનાવ્યા બાદ 26 ઓકટોબરના રોજ તેની ડિજિટલી ધરપકડ કરવામાં આવી. 26 નવેમ્બર 2024 સુધી ડિજિટલ ધરપકડ હેઠળ રાખવામાં આવ્યો. આ સમય દરમિયાન છેતરપિંડી કરનારાઓ સીબીઆઈ અને ઇડી અધિકારીઓ તરીકે સાદા કપડામાં તેમની સાથે વાત કરતા હતા.

મહિલાએ જણાવ્યું કે ડિજિટલ ધરપકડ દરમિયાન જ્યારે પણ નોકરાણી રૂમમાં આવતી, ત્યારે છેતરપિંડી કરનારાઓ તેને બહાર મોકલી દેવાનું કહેતા. કોઈને ખબર ન હોવી જોઈએ કે તેઓ આ બાબતમાં તેને મદદ કરી રહ્યા છે. સ્ત્રી અને તેના માટે મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં છેતરપિંડી કરનારાઓના ફાંદામાં ફસાઈ ગયા પછી, તે નોકરાણીને રૂમમાં આવવાની ને પાડતી હતી. મહિલાએ કહ્યું કે ડિજિટલ ધરપકડ દ્વારા આ પ્રકારની છેતરપિંડી વિશે તેણીને ખબર નહોતી. જો કોઈએ તેને આ અંગે કોઈ માહિતી આપી હોત, તો તે છેતરપિંડીથી બચી ગઈ હોત.

દિલ્હી ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, જાણો સમગ્ર મામલો ?

0

ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન (6, ફ્લેગ સ્ટાફ રોડ) ના નવીનીકરણ અને આંતરિક સુશોભન પર વધુ પડતા ખર્ચ અંગે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) માં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે ફરિયાદમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલે કરદાતાઓના કરોડો રૂપિયા તેમના નિવાસસ્થાન પર ખર્ચ્યા હતા. લક્ઝરી વસ્તુઓ પરનો આ ખર્ચ તાર્કિક મર્યાદાની બહાર છે અને ભ્રષ્ટાચારની ગંભીર શંકાને જન્મ આપે છે.’

અરવિંદ કેજરીવાલ લીકર પોલીસી કેસ વિવાદમાં પહેલેથી જ ફસાયેલા છે. ‘શીશ મહેલ’ બંગલો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મહત્વનો મુદ્દો રહ્યો હતો, જેના કારણે આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થયું હતું. હવે ચૂંટણી પરિણામોમાં AAPની હાર બાદ CVCએ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ લખાય છે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ કે AAPએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નોંધનીય છે કે ગયા વર્ષે જ ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ CVCને પત્ર લખીને બંગલાની તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘરના રીનોવેશન અને બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પત્રમાં દલીલ કરવામાં આવી હતી કે બાંધકામ દરમિયાન ગ્રાઉન્ડ કવરેજ અને ફ્લોર એરિયા રેશિયોની નિર્ધારિત મર્યાદાનું પાલન કરવામાં આવ્યું ન હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભવ્ય બંગલો બનાવવા માટે નજીકની ઘણી સરકારી ઈમારતો તોડી પાડવામાં આવી હતી.

મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત, 10 શ્રદ્ધાળુના મોત

0

પ્રયાગરાજમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજ જિલ્લામાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં 10 શ્રદ્ધાળુના મોત અને 19 ઘાયલ થયા હતા. બનાવની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અને ઇજાગ્રસ્તોનો હૉસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી.

મિર્ઝાપુર પ્રયાગરાજ હાઈવે પર શુક્રવાર મોડી રાત્રે બોલેરો કાર અને બસની ટક્કર થઈ. બોલેરો કારની બસ સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો. બોલેરો કારમાં સવાર 10 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા. બોલેરો કારમાં સવાર શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાંનો લાભ લેવા પહોચ્યા હતા. બોલેરોના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જતા હતા. જ્યારે બસમાં સવાર શ્રદ્ધાળુઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. બસમાં સવાર 19 શ્રદ્ધાળુઓને ગંભીર ઇજા પહોચી હતી. બસમાં સવાર શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન કરીને વારાણસી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બનવા પામી હતી.

પ્રયાગરાજના મેજા વિસ્તારમાં આ ભીષણ અકસ્માત શુક્રવાર-શનિવારની રાતે 2 વાગ્યે સર્જાયો હતો. એક પૂરપાટ જતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. આ ટક્કરને કારણે જોરદાર ધડાકો થયો હતો અને બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તમામ મૃતકોમાં બોલેરોમાં સવાર શ્રદ્ધાળુઓ સામેલ છે. સ્થાનિકોએ ઘટના બાદ ત્વરિત લોકોને બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મૃતકોના શબ કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫/ આ રાશિ માટે શનિવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી ધંધામાં પ્રગ‌િત થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આધાત્મિકતા માં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિ થી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહન સુખ, મકાન મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહન ની ખરીદી શકય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ઘંઘામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શગુ ઓથી સાવધ રહેવું.

સિંહઃ

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણઘાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્ેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભયું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. ‌પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળ‍વાશે. સ્થાવર જંગમ મિલકત થી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા યશ મળતો જણાય. આવક જાવનનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરપથી લાભ. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસ નું આયોજન શકય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી ધંધામાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠા‌ઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજય, દૂર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્ગવ્યો, ચાંડી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. આંખની કાળજી રાખવી.

NASAએ આપી ફાઈનલ તારીખ, આવતા મહિને આ તારીખે પૃથ્વી પર પગ મૂકશે સુનીતા વિલિયમ્સ

આઠ મહિના કરતા વધુ સમય સુધી અંતરિક્ષમાં રહેવા બાદ, નાસાની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સનું અંતરિક્ષ ઉડાન મિશન માર્ચમાં પૂર્ણ થવાનું છે. ગયા વર્ષે ઉનાળામાં બોઇંગના ખામીયુક્ત સ્ટારલાઇનર કેપ્સ્યુલ દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે ઉડાન ભરનાર બે અંતરિક્ષ યાત્રી ક્રૂ-10ના આગમન પછી પૃથ્વી પર પાછા ફરશે.

નાસાની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરે અંતરિક્ષમાંથી CNN સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં જણાવ્યું કે ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે અને છ મહિના લાંબા મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે જોડાશે. બન્ને અંતરિક્ષ યાત્રી પોતાનું કામ સોંપી દેશે અને ત્યાં બદલાવ થશે, જ્યાં એક નવો અવકાશ મથક કમાન્ડર પદભાર સંભાળશે. હાલમાં, સુનીતા વિલિયમ્સ ઉડાન પ્રયોગશાળાની કમાન્ડર છે.

19 માર્ચ ફાઈનલ તારીખ
સાત દિવસની હેન્ડઓવર પ્રક્રિયા પછી, બંને અંતરિક્ષ યાત્રી ડ્રેગન અંતરિક્ષયાનમાં સવાર થશે, જે ક્રૂ-10ને અંતરિક્ષમાં લઈ ગયેલું હતું અને પૃથ્વી પર પાછા લાવશે. બે અનુભવી અંતરિક્ષ યાત્રીઓ સાથે, ડ્રેગન અંતરિક્ષયાન 19 માર્ચે અનડોક થશે.

અંતરિક્ષ યાત્રી બુચ વિલમોરે જણાવ્યું કે, “યોજનાના મુજબ ક્રૂ-10 12 માર્ચે લોન્ચ થશે, એક અઠવાડિયા માટે બદલાવ થશે અને અમે 19 માર્ચે પાછા ફરશું.” નાસાએ અંતરિક્ષ યાત્રીઓને ઘરે પરત લાવવાની તેની યોજના પર પુષ્ટિ આપતાં કહ્યું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરશે.

શા માટે મોડું થઈ રહ્યું છે?
અંતરિક્ષ અભિયાનમાં મોડું થવું કોઈ નવી વાત નથી. નાસાના કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું કે નવા સ્પેસક્રાફ્ટની ફેબ્રિકેશન, એસેમ્બલી અને ટેસ્ટિંગ જેવી પ્રક્રિયાઓ અત્યંત જટિલ અને સમયખોર છે. ઉપરાંત, ISS પર રહેલા જૂના ક્રૂને પાછા લાવવાની પ્રક્રિયા પહેલાં નવા ક્રૂનું લોન્ચિંગ અનિવાર્ય છે. આ પણ મિશન મોડું થવાનું મુખ્ય કારણ છે.

અંતરિક્ષમાં સુનીતા વિલિયમ્સ સમય કેવી રીતે વિતાવી રહી છે?
અંતરિક્ષમાં સમય વિતાવવો કોઈ સાદું કામ નથી. પરંતુ સુનીતા અને બુચ જેવા અનુભવી અંતરિક્ષ યાત્રીઓ આ અનુભૂતિનો આનંદ માણી રહ્યા છે. તેઓ વૈજ્ઞાનિક પ્રયોગો ઉપરાંત, સ્વસ્થ અને નિરાશ્રિત રહેવા માટે મનોરંજક પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે.

તેઓએ અંતરિક્ષમાં ‘થેન્ક્સગિવિંગ’ ઉત્સવ ઉજવ્યો અને હવે ક્રિસમસની તૈયારીઓ કરી રહ્યા છે. આ ખાસ પ્રસંગે તેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે વિડિયો કોલ મારફતે જોડાવાની યોજના બનાવી રહ્યા છે.

ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલમોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ ફરીથી ટળી ગઈ છે. નાસાએ જાહેરાત કરી છે કે તેમને માર્ચ 2025 પહેલા પરત લાવવું શક્ય નહીં હોય. જૂન 2024થી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર રહેલી સુનિતાનું આ મિશન, ટેક્નિકલ ખામીઓ અને સ્પેસક્રાફ્ટની જટિલ તૈયારીના કારણે આઠ મહિના કરતા વધુ સમય સુધી લંબાઈ ગયું છે.

રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર હુમલો કર્યો, ઝેલેન્સકીનો દાવો

રશિયા યુક્રેન યુધ્ધ તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે એક રશિયન ડ્રોને ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટના કન્ટેઈનમેન્ટ સ્ટ્રક્ચર પર હુમલો કર્યો હતો, જેનાથી યુદ્ધના વિનાશક જોખમો વચ્ચે નવી ચિંતાઓ ઉભી થઈ છે.

ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે ડ્રોન દ્વારા કરાયેલા આ હુમલામાં રિએક્ટર 4 ના રક્ષણાત્મક આશ્રયસ્થાનને ટક્કર વાગી હતી, જે 1986 ની કુખ્યાત દુર્ઘટનામાં નાશ પામ્યો હતો. જોકે કિરણોત્સર્ગનું સ્તર સામાન્ય મર્યાદામાં રહ્યું હતું, પ્રારંભિક મૂલ્યાંકન આશ્રયસ્થાનને નોંધપાત્ર નુકસાન સૂચવે છે, અને થોડા સમય પછી આગ બુઝાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ ઘટનાને સમર્થન આપ્યું હતું, જેમાં રિએક્ટરના કિરણોત્સર્ગી અવશેષો ધરાવતા ન્યૂ સેફ કન્ફાઇનમેન્ટ નજીક વિસ્ફોટ થયો હોવાનો અહેવાલ આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે રશિયા દ્વારા ભારે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન દ્વારા ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. કિવ સ્થિત પ્લાન્ટના રેડિયેશન શેલ્ટર પર રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે ડ્રોન હુમલાથી શેલ્ટરને નુકસાન થયું છે અને આગ લાગી હતી, હાલ જેને બુઝાવી દેવામાં આવી છે. જો કે તેમણે આ હુમલા અંગે વધુ વિગતો આપી નહોતી.

IAEA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 13-14 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 1.50 વાગ્યે ચેર્નોબિલ સાઇટ પર IAEA ટીમે ન્યૂ સેફ કન્ફાઇનમેન્ટમાંથી વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો, જે ભૂતપૂર્વ ચેર્નોબિલ એનપીપીના રિએક્ટર ચારના અવશેષોનું રક્ષણ કરે છે. તેમને જાણ કરવામાં આવી હતી કે એક UAV એ NSC ની છત પર હુમલો કર્યો છે.

મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનીને કિન્નર અખાડામાં પરત ફર્યા, રાજીનામું નામંજૂર થયું

0

જ્યારથી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ભારત પરત ફરી છે, ત્યારથી તે લોકોમાં ચચર્નોિ વિષય બની ગઇ છે. મહાકુંભમાં મહામંડલેશ્વરનું પદ મળ્યા પછી તે લોકોની સામે ચચર્માિં આવી. જોકે, એ પછી દરેક જગ્યાએ આ બાબતનો ઘણો વિરોધ થયો. એટલે થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, હવે તેમને ફરીથી મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે.

મમતા કુલકર્ણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રાજીનામું પાછું ખેંચવાની વાત કહેતા જોવા મળે છે. મમતા કહે છે કે નમસ્તે હું શ્રી યમાઇ મમતા નંદ ગિરી છું. બે દિવસ પહેલા કેટલાક લોકોએ મારા ગુરુ ડૉ. આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર ખોટા આરોપો લગાવ્યા હતા. તેના જવાબમાં ભાવનાની ક્ષણમાં મેં રાજીનામું આપી દીધું હતું. જોકે, મારા ગુરુએ તેને સ્વીકાર્યું નહોતું. મહામંડલેશ્વર બન્યા બાદ મેં જે લાકડી, શાહી છત્ર, પ્રસાદ વગેરે જે વસ્તુઓ અર્પણ કરી હતી તે અખાડાને જ સમર્પિત જ રહેશે.

મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રયાગરાજ મહાકુંભમાં સન્યાસ લીધો હતો. પિંડદાન બાદ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ આપવામાં આવ્યું હતું. કિન્નર અખાડામાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ આપવાનો ઘણો વિરોધ થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે જણાવ્યું હતું કે કોઇ પણ મહિલાને કિન્નર અખાડાનો મહામંડલેશ્વર બનાવવો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે. વિવાદ વધતા મમતાએ 10 ફેબ્રુઆરીના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને જણાવ્યું હતું કે હું 25 વર્ષથી સાધ્વી છું અને સાધ્વી રહીશ.