Home Blog Page 543

મુખ્યમંત્રી યોગી સહીત તમામ કેબિનેટ મંત્રીઓ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

0

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોગી કેબિનેટની એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તે જ સમયે, સમગ્ર મંત્રીમંડળ મહાકુંભમાં ગયું અને સંગમ કિનારે ડૂબકી લગાવી. તેમણે પોતાના મંત્રીઓ સાથે મળીને પ્રયાગરાજમાં પ્રવાસી પક્ષીઓને પણ ભોજન આપ્યું. બેઠક બાદ સીએમ યોગીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રયાગરાજ-ચિત્રકૂટ વિકાસ ક્ષેત્રની સાથે, નીતિ આયોગની મદદથી વારાણસીમાં એક વિકાસ ક્ષેત્ર પણ વિકસાવવામાં આવશે.

સીએમ યોગીએ કહ્યું કે પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારો માટે ટકાઉ વિકાસ બનાવવા માટે, અમે એક વિકાસ ક્ષેત્ર વિકસાવીશું. ગંગા એક્સપ્રેસવેને તેના માળખાગત સુવિધાઓ માટે વિસ્તૃત કરવામાં આવશે. ગંગા એક્સપ્રેસવે પ્રયાગરાજથી મિર્ઝાપુર થઈને ભદોહી થઈને કાશી, ચંદૌલી અને પછી ગાઝીપુર ખાતે પૂર્વાંચલ એક્સપ્રેસવે સાથે જોડાશે. આ (ગંગા) એક્સપ્રેસ વે સોનભદ્રને વારાણસી અને ચંદૌલીથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડશે. પ્રયાગરાજ, વારાણસી અને આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આ ત્રણેય માટે બોન્ડ જારી કરવામાં આવશે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં, 9.25 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે. પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયાગરાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બોન્ડ જારી કરશે. તે જ સમયે, KGMU સેન્ટરને મેડિકલ કોલેજ તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાથરસ, કાસગંજ અને બાગપત એમ ત્રણ જિલ્લાઓમાં ત્રણ નવી મેડિકલ કોલેજો સ્થાપિત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમ પર પૂજા-અર્ચના કરી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક વિશેષ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ‘અહીં આજે કેબિનેટની બેઠક થઈ છે જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આજે પવિત્ર સંગમમાં સ્નાન કરીને હું ગંગા અને યમુનાને પ્રણામ કરું છું… અખિલેશ યાદવજીને માનસિક અને દ્રષ્ટિ દોષ થઈ ગયો છે. તેની સારી રીતે સારવાર કરાવો. કુંભના સમયે આવા નિવેદન આપવા, અહીં રાજકારણ કરવું ખૂબ ખરાબ વાત છે. હું પ્રાર્થના કરીશ કે ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે.’

આ પણ વાંચો :-

બજેટ નજીક આવતા સોનાનો ભાવ આસમાને પહોંચ્યો, 10 ગ્રામની કિંમત ₹80,142 થઈ

0

દેશમાં બજેટ રજૂ કરવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. એક ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. એ પહેલા અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમાં જોડાયેલો લોકો તેમને મળીને તેમની માગણીઓ રજૂ કરી રહ્યા છે. ગઇકાલે સોનાના ભાવમાં વધારો થયો હતો પરંતુ આજે એટલે કે 22 જાન્યુઆરીએ સોનાના ભાવમાં કંઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. સોનાનો ભાવ ગઈકાલના દરે ટ્રેડ થઈ રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 80,142 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 74,600 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે સોનામાં મોટી તેજી પછી ઘટાડો થવાનો હતો, એ આવી ગયો છે. અમેરિકા બાદ યુકેએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એનાથી ગોલ્ડ ઇટીએફની ખરીદીમાં વધારો થશે. આવી સ્થિતિમાં આ વર્ષે 30 જૂન સુધીમાં સોનું 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

હવે સોનાના ભાવને લઈને ટ્રમ્પની આર્થિક પોલીસી અને નબળો ડોલર ઈન્ડેક્સ મહત્વના છે. આર્થિક પોલીસીમાં અનિશ્ચિતતાથી સુરક્ષિત રોકાણની માંગણી વધી છે. ડોલર ઈન્ડેક્સ 108 આસપાસ. અઠવાડિયામાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પની પોલીસે અને નબળા ડોલરથી ભાવ વધ્યા છે. આગામી મહિને ચીનના સામાનો પર 10 ટકા ટેરિફ સંભવ છે. હજુ આગળ 28-29 જાન્યુઆરીએ ફેડની પોલીસી બેઠક થવાની છે. જેમાં વ્યાજ દરોમાં કાપની શક્યતા નહીંવત જેવી છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટીઝ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે મંગળવારે અમેરિકાથી કોઈ મોટો આર્થિક ડેટા નહીં આવે, પરંતુ વેપારીઓ ટ્રમ્પ અને તેમના આગામી નીતિગત પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે બુલિયન માર્કેટ માટે વધુ અસ્થિરતા પેદા કરી શકે છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના વિશ્લેષક (કોમોડિટીઝ) માનવ મોદીના જણાવ્યા અનુસાર, બજારના સહભાગીઓ દાવોસના અધિકારીઓના ઇનપુટ પર પણ નજર રાખશે, જેના કારણે બજારમાં અસ્થિરતા આવી શકે છે. ઉપરાંત, રજા પછી યુએસ બજારો ફરી ખુલશે, જેના કારણે બજારોમાં અસ્થિરતા આવી શકે છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

PSI માટે દોડનું કસોટી આપવા જતા જવાનનું મોત

રાજ્યમાં પોલીસ ભરતીની માટે શારીરિક પરીક્ષા ચાલી રહી છે, ત્યારે સુરતમાં પોલીસ ભરતી દરમિયાન કરૂણાજનક ઘટના બની છે. 5 કિલોમીટરની દોડ લગાવી રહેલો યુવકને અચાનક હાર્ટ એટેક આવતાં ઢળી પડતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. યુવક વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા.

ફરજ પરના ડૉ. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારનાં પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. જવાનનું PSI બનવાનું સપનું અધુરું રહ્યું હતું.

આ પણ વાંચો :-

સૈફ અલી ખાનને 15 હાજર કરોડનો પ્રોપર્ટી જપ્ત થશે, જાણો સમગ્ર મામલો

0

અભિનેતા સૈફ અલી ખાનને એક મોટો ઝટકો લાગી શકે છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ ખાતેની પટૌડી પરિવારની સંપત્તિ સરકારના નિયંત્રણમાં આવી શકે છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલે અભિનેતા સૈફ અલી ખાનના પરિવાર સાથે જોડાયેલી ઐતિહાસિક મિલકતો પર લાદવામાં આવેલો સ્ટે ઉઠાવી લેતા સરકાર માટે એનિમિ પ્રોપર્ટી એક્ટ 1968 અંતર્ગત આ મિલકતના સંપાદનનો માર્ગ મોકળો થયો છે. જોકે, કોર્ટે સૈફને ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની મંજૂરી આપી છે, પરંતુ તેમણે કે તેમના પરિવારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પટૌડી પરિવારની ભોપાલમાં 15000 કરોડની સંપત્તિ છે.

પટૌડી પરિવાર પાસે ભોપાલમાં 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે જે સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના પરિવારના કબજામાં છે. કેન્દ્ર સરકાર એનિમી પ્રોપર્ટી એક્ટ-1968 હેઠળ ભોપાલમાં સ્થિત સૈફ અલી ખાનની સંપત્તિને જપ્ત કરી શકે છે. તો અહીં એ જાણવું પણ જરૂરી છે કે આ નિયમો ખરેખર શું છે. તમને જણાવી દઈએ કે, એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ, ભારત સરકાર એવા લોકોની સંપત્તિ પર દાવો કરી શકે છે જે 1947માં ભાગલા પછી પાકિસ્તાન ગયા હતા અને સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ભોપાલ સંપત્તિ પણ આ શ્રેણીમાં આવે છે.

2013માં જિલ્લા પ્રશાસને શત્રુ સંપત્તિઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમમાં 24 સંપત્તિઓનો ઉલ્લેખ હતો. 2015માં તે ઘટી 16 થઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, ભોપાલમાં માત્ર ‘નાનીની હવેલી’ જ આબિદા સુલ્તાનના નામે રજિસ્ટર્ડ હતી. જ્યારે ‘મેપલ હાઉસ’ના માલિકની જાણ થઈ શકી નથી. છેલ્લા 70 દાયકામાં રેકોર્ડ મુજબ 24 સંપત્તિઓ શત્રુ સંપત્તિ તરીકે મળી આવી હતી. પરંતુ તેમાંથી મોટાભાગની સંપત્તિ આબિદા સુલ્તાનના નામે રજિસ્ટર્ડ ન હતી.

ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનને ત્રણ પુત્રીઓ હતી તેમની મોટી પુત્રી આબિદા સુલતાન 1950માં પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા હતા. તેમના બીજા પુત્રી સાજીદા સુલતાન ભારતમાં રહ્યા હતા અને નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે નિકાહ કર્યા અને પ્રોપર્ટીના વારસદાર બન્યા હતા. સૈફ સાજીદા સુલતાનનો પૌત્ર છે, તેથી તેમને આ પ્રોપર્ટી વારસામાં મળી હતી. જોકે, સરકારે આબિદા સુલતાનના પાકિસ્તાનમાં સ્થળાંતર કરી જવાના આધારે આ મિલકતને શત્રુ સંપત્તિ ગણાવી દાવો કર્યો હતો. 2019માં અદાલતે સાજીદા સુલતાનને કાનૂની વારસદાર તરીકે માન્યતા આપી હતી, પણ તાજેતરના ચૂકાદાએ પરિવારના મિલકત વિવાદને ફરીથી છંછેડ્યો છે.

આ પણ વાંચો :-

ઇન્ડોનેશિયાના જાવામાં ભૂસ્ખલન અને પૂરથી 17 લોકોનાં મોત

ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે દુઃખદ પરિસ્થિતિ સર્જાઇ છે. આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને આઠ લોકો હજુ પણ ગુમ છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખીને આ કટોકટીનો સામનો કરવા માટે શ્રે પ્રયાસો કર્યા છે.

ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડને કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડા બર્ગસ કેતુરસરીએ જણાવ્યું હતું કે, જાવામાં ઘણા લોકો કાદવ નીચે દટાઇ ગયા હતા. જ્યારે અમુક લોકો ભૂસ્ખલનને પગલે ભેખડો નીચે દટાયા હતા. આઠ લોકો લાપતા છે. સોમવારે ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે પૂરથી મધ્ય જાવા પ્રાંતના નવા ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી. ભેખડો ધસી પડી હતી અને વૃક્ષો ધરાશાયી થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું છે કે 11 ઘાયલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઓકટોબરથી માર્ચ દરમિયાન મોસમી વરસાદને કારણે ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલન સામાન્ય ઘટનાઓ છે. આ દેશ 17,000 ટાપુઓનો સમૂહ છે, યાં ઘણા લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરગ્રસ્ત મેદાનોની નજીક રહે છે. આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે, પૂર અને ભૂસ્ખલનને કારણે જાનમાલના નુકસાનની સંભાવના વધુ છે.

આ પણ વાંચો :-

બોમ્બે હાઈકોર્ટે EDને ફટકાર્યો 1 લાખનો દંડ, કહ્યું ‘નાગરિકોનું શોષણ બંધ કરો’

0

બોમ્બે હાઈકોર્ટે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિરુદ્ધ જાણ્યા જોયા વિના મની લોન્ડ્રીંગની તપાસ શરુ કરવા બદલ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર મંગળવારે એક લાખ રુપિયાનો દંડ લગાવ્યો છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, કેન્દ્રીય એજન્સીને કાયદાની હદમાં રહીને કામ કરવું જોઈએ.

જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ બેન્ચે કહ્યું કે, ‘નાગરિકોનું શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત સંદેશ મોકલવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદો પોતાના હાથમાં લેવાનું અને નાગરિકોનું શોષણ કરવાનું બંધ કરે.’

પ્રોપર્ટી ખરીદનાર રાકેશ જૈન નામના રિયલ એસ્ટેટ ડેવલપર વિરુદ્ધ નિયમોના ઉલ્લંઘન અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના આધારે ઈડીએ રાકેશ જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરી હતી. આ મામલો ઓગસ્ટ 2014નો છે. વિશેષ અદાલતે ઓગસ્ટ 2014માં ED દ્વારા દાખલ કરાયેલી કાર્યવાહી પર નોટિસ જારી કરી હતી. હવે મંગળવારે (21 જાન્યુઆરી) હાઇકોર્ટે આ કેસમાં રાકેશ જૈન વિરુદ્ધ વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલી નોટિસને રદ કરી દીધી છે.

આ પણ વાંચો :-

સુરતમાં પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરો પકડાયા

સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેરનાં ઇચ્છાપુર પોલીસે પશ્ચિમ બંગાળના 3 નકલી ડોક્ટરોને ઝડપ્યા. ડો. રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો. જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતાં હતાં. ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા-સચિન તરફ વધુ ઝડપાયા છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર 3ને ઝડપી લેવામાં આવ્યાં છે.

પકડાયેલા ત્રણેય બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખીલવાડ કરતા હતા. જેમાં પોલીસે બોગસ ડોક્ટર આરોપીઓમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર, ગોવિંદ પ્રભાત હલદાર રમેશ નકુલ મંડલની ધરપકડ કરી છે. તેમજ આગળની કાર્યવાહી ઇચ્છાપોર પોલીસે હાથ ધરી છે. અગાઉ બોગસ ડોક્ટર બનાવવાનાં કૌભાંડ મામલે તપાસમાં મોટા ખુલાસા થયા હતા. જેમાં સુરતમાં વિવિધ 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાતી પાસેથી ખરીદેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા હોવાનું ખુલ્યું હતુ.

સુરત શહેરનાં 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હતી. જ્યારે, પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરોએ રશેષ ગુજરાતી પાસેથી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હતું. ઉપરાંત, ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47 બોગસ ડિગ્રી વેચવામાં આવી હતી. જ્યારે, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ 34 બોગસ ડોક્ટર્સ ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સુરતનાં અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને બોગસ ડોક્ટર બનાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડની કિંમતનું 4.6 કિલો ડ્રગ્સ

0

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વેક્યુમ કરેલા 10 હાઈડ્રોફોનિક વીડ ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે.

બેંગકોકથી આવેલા પ્રવાસી પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. પાછલા એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો છે. મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામનો પેસેન્જર ડ્રગ્સ સાથે ઝડપાયો છે. અગાઉ થાઈલેન્ડથી આવેલી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ છે.

મળતી માહિતી મુજબ બેંગકોકથી આવી રહેલા મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામના મુસાફરની તપાસ દરમિયાન 4.6 કિલો હાઈડ્રોપોનિકવીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજે કિંમત 7 કરોડની છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા હતા. આ હાઈડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

કર્ણાટકમાં શાકભાજી વેચવા જતો ટ્રક ઉંધો વળી ગયો, 10 લોકોના મોત

0

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં યલાપુરા હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાપુરામાં, શાકભાજી લઈ જતી એક ટ્રકે કાબુ ગુમાવ્યો અને ટ્રિપર સાથે અથડાઈ ગઈ, જેના કારણે ટ્રકના ચીથર ઊડી ગયા હતા. ટ્રક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે થયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે શાકભાજીનો ટ્રક 50 મીટર ઊંડી ખાડીમાં પડી ગયો હતો. પીડિતો, બધા ફળ વિક્રેતાઓ, સાવનુરથી નીકળ્યા હતા અને ફળો વેચવા માટે યલાપુરા મેળા તરફ જઈ રહ્યા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક એમ નારાયણે જણાવ્યું હતું કે તેઓ સાવનુર-હુબલી રોડ પર મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત જંગલ વિસ્તારમાં થયો હતો.

માહિતી અનુસાર આ અકસ્માત ટ્રક ચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. ટ્રકમાં વજન વધુ હોવાને કારણે તે એકબાજુ લહેરાઈ ગયો હતો અને 50 મીટર નીચે એક ખીણમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં 8 લોકોના મોતની પુષ્ટી થઇ હતી પરંતુ પછીથી મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો હતો. ઘાયલોની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-

ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં 1,400 પોઈન્ટથી વધુનો કડાકો

0

ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય સૂચકાંક નિફ્ટી 50,350 પોઈન્ટથી વધુ ઘટ્યો છે અને 23,000 ના સ્તરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જ સમયે, સેન્સેક્સમાં 1,400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો 1% થી વધુ ઘટાડા સાથે બંધ થયા. સોમવારે બજારની શરૂઆત સકારાત્મક રહી હતી, પરંતુ આજના કારોબારમાં તે ઝડપથી ઘટવા લાગ્યું. આ પાછળનું સૌથી મોટું કારણ કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર નકારાત્મક અસર છે.

મંગળવારે ભારતીય શેર બજારનો ટ્રેન્ડ બદલાઇ ગયો છે. આજે બજારમાં તમામ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી. 21 જાન્યુઆરીના રોજ ભારે અસ્થિરતા વચ્ચે ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 23,000 ની આસપાસ નબળા સ્તરે બંધ થયો. ડિક્સન ટેક્નોલોજીસના શેર 13.5% ઘટ્યા કારણ કે કંપનીના પરિણામો અપેક્ષાઓ મુજબ હતા, પરંતુ રોકાણકારોએ તેના પર નિરાશા વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ બજાર આટલું બધું કેમ ગબડી ગયું? તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ પડોશી દેશો પર વેપાર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. આ કારણે આજે ભારતીય બજાર તેમજ વિશ્વ બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે.

કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણના જણાવ્યા અનુસાર, આજે બેન્ચમાર્ક સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો હતો. નિફ્ટી 320 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે સેન્સેક્સ 1235 પોઈન્ટ ઘટીને બંધ થયો. ક્ષેત્રોમાં, બધા મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા, પરંતુ રિયલ્ટી સૂચકાંક સૌથી વધુ ઘટ્યો, જે 4 ટકાથી વધુ ઘટ્યો. ટેકનિકલી, ગેપ-અપ ઓપનિંગ પછી, બજારને ઊંચા સ્તરે સતત વેચવાલીનો સામનો કરવો પડ્યો. અમારું માનવું છે કે, જ્યાં સુધી બજાર 23,100/76000 ની નીચે ટ્રેડ થશે ત્યાં સુધી નબળાઈ ચાલુ રહેશે. નકારાત્મક બાજુએ, બજાર 22,900/75500 ની તરફ ઘટી શકે છે. નબળાઈ હજુ પણ ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :-