Home Blog Page 543

ગણતંત્ર દિવસ પરેડમાં જોવા મળશે INS સુરત, નિલગિરી અને વાઘશીરની ઝલક

0

ભારતીય નૌકાદળમાં તાજેતરમાં સામેલ કરાયેલા બે નવા યુદ્ધજહાજો– INS સુરત અને INS નિલગિરી તથા પંદુબ્બી INS વાઘશીરની ઝલક, કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસની 76મી પરેડમાં સામેલ ઝાંખીઓમાં જોવા મળશે.

ઝાંખીમાં મુંબઈમાં એક અઠવાડિયા પહેલા જ લોન્ચ થયેલાં ત્રણેય યુદ્ધજહાજોને પ્રદર્શિત કરાશે અને આ ભારતીય નૌકાદળની શક્તિ તેમજ આત્મનિર્ભરતાની ભાવનાને ઉજાગર કરશે. અધિકારીઓએ જણાવ્યું કે નૌકાદળની મિશ્ર પેરેડ ટુકડી અને એક બેન્ડ પણ પરેડમાં ભાગ લેશે.

INS નિલગિરી પ્રોજેક્ટ 17એ સ્ટીલ્થ ફ્રિગેટ શ્રેણીનું મુખ્ય જહાજ છે, જે શિવાલિક શ્રેણીના યુદ્ધજહાજોમાં મહત્ત્વપૂર્ણ સુધારાને દર્શાવે છે. ભારતીય નૌકાદળના વોર્શિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલા અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવેલા INS નિલગિરીમાં આધુનિક સુવિધાઓ છે. તે MH-60R જેવા વિવિધ પ્રકારના હેલિકોપ્ટર્સના સંચાલન માટે સજ્જ છે.

પ્રોજેક્ટ 15બી સ્ટીલ્થ ડેસ્ટ્રોયર શ્રેણીનું ચોથું અને અંતિમ યુદ્ધજહાજ INS સુરત, કોલકાતા શ્રેણીના ડેસ્ટ્રોયર જહાજોની નવી પેઢીનો ભાગ છે. તેના ડિઝાઇન અને ક્ષમતામાં સુધારા કરવામાં આવ્યા છે અને તે નૌકાદળના સપાટી પર રહેનારા બેડાનો મહત્વપૂર્ણ ભાગ છે. INS નિલગિરીની જેમ જ આ જહાજ પણ વોર્શિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને MDLમાં તેનું નિર્માણ થયું છે.

INS વાઘશીર સ્કૉર્પિન શ્રેણીની પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠું અને અંતિમ યુદ્ધજહાજ છે. તે બહુહેતુક ડીઝલ-વિદ્યુત સંચાલિત જહાજ છે. આ ત્રણેય યુદ્ધજહાજોનું ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં કરવામાં આવ્યું છે, જે દેશના રક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં વધતી ક્ષમતાને રેખાંકિત કરે છે.

આ પણ વાંચો :-

૨૪ જાન્યુઆરી ૨૦૨૫ / શુક્રવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-
ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યનાં નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.
વૃષભઃ-
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.
‌મિથુનઃ-
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.
કર્કઃ-
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાની સાચવવું.
‌સિંહઃ-
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.
કન્યાઃ-
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.
તુલાઃ-
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
વૃ‌શ્ચિકઃ-
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.
ધનઃ-
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.
મકરઃ-
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી નીવડે લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.
કુંભઃ-
નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.
મીનઃ-
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત લાવવાની તૈયારી

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં તેમની પ્રથમ બેઠક દરમિયાન નવનિયુક્ત યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી હતી. એસ જયશંકરે માર્કો રુબિયો દ્વારા ઉઠાવવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો અમેરિકા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોની ઓળખ કરે છે, તો ભારત હંમેશા તેમને પાછા લેવા માટે તૈયાર છે.

અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા ૧૮ હજારથી વધુ ભારતીયોની સામે કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે. આ તમામ લોકોને ભારત પરત લાવવા માટે અમેરિકા હાલ ભારત સાથે ચર્ચા કરી રહ્યું છે. જેમાં અમેરિકાએ ભારતની પણ મદદ માગી છે. આ સાથે જ અમેરિકાએ બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધને મજબૂત કરવા માટે પણ ચર્ચા કરી હતી.આ દિશા તરફ ટ્રમ્પ પણ વિચારી રહ્યા હોવાનો દાવો અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં કરવામાં આવ્યો હતો.

એસ જયશંકરે સ્પષ્ટતા કરી કે આ મુદ્દા પર ભારતનું વલણ “સુસંગત” અને “સિદ્ધાંતિક” રહ્યું છે. તેમણે આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને પણ સ્પષ્ટપણે કહી. જયશંકરે કહ્યું કે તેમને લાગે છે કે હાલમાં ચોક્કસ ચર્ચા ચાલી રહી છે અને પરિણામે સંવેદનશીલતા છે. પરંતુ ભારત સંસંગત રહ્યું છે. અમે આ અંગે સિદ્ધાંતવાદી રહ્યા છીએ. મેં આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને સ્પષ્ટ રીતે કહી દીધી છે.

વિદેશ મંત્રી જયશંકરે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા માટે સહિયારી પ્રતિબદ્ધતા પર સંમતિ વ્યક્ત કરી. તેમણે પ્રાદેશિક મુદ્દાઓ અને યુએસ-ભારત સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની ચર્ચા કરી, ખાસ કરીને મહત્વપૂર્ણ અને આધુનિક ટેકનોલોજીઓ, સંરક્ષણ સહયોગ, ઊર્જા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ વધારવાની વાત કરી છે. સેક્રેટરી રુબિયોએ ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત સાથે આર્થિક સંબંધોને આગળ વધારવા અને અનિયમિત ઇમિગ્રેશન સંબંધિત ચિંતાઓને દૂર કરવાની ઇચ્છા પર જણાવી છે.

આ પણ વાંચો :-

બિહારમાં ઓફિસરના ઘરમાંથી મળ્યો ‘ખજાનો’, ચાર જિલ્લામાં દરોડા

0

બિહારના બેતિયા જિલ્લામાં શિક્ષણ વિભાગના એક અધિકારીના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે. બેતિયા જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન મોટી રકમ રોકડ જપ્ત કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાને તકેદારી વિભાગ દરોડા પાડી રહ્યું છે.

તપાસ અધિકારી અપર કલેક્ટર અને આયોજન અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી સુનાવણીમાં પુરતી તક આપવા છતા સુભાષ કાકડે પોતાના સંતોષજનક સ્પષ્ટીકરણ રજુ કરવામાં અસમર્થ રહ્યા. તપાસમાં તે પ્રમાણિત થયું કે, કાકડે મધ્યપ્રદેશ સિવિલ સેવા આચરણ નિયમ 1965 ના નિયમ 13 અને 14 નું ઉલ્લંઘન કર્યું, જે પદના દુરૂપયોગ અને આર્થિક લાભની શ્રેણીમાં આવે છે.

બિહાર વિજિલન્સ ટીમ સવારથી જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. વિજિલન્સની ચાર ટીમો દરભંગા, મધુબની, બેતિયા અને સમસ્તીપુર અને અન્ય સ્થળોએ તેના ઘર પર દરોડા પાડી રહી છે. બિહાર સ્પેશિયલ સર્વેલન્સ યુનિટના એડીજી પંકજ કુમાર દરાડના નિર્દેશ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. તેમની માલિકીના અલગ અલગ સ્થળેથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ રકમ એટલી મોટી છે કે તેને ગણવા માટે એક મશીન મંગાવવામાં આવ્યું છે.

આ ભ્રષ્ટ અધિકારી રજનીકાંત પ્રવીણ પશ્ચિમ ચંપારણના જિલ્લા શિક્ષણ અધિકારી છે. વિજિલન્સ ટીમ તેમના ત્રણથી વધુ સ્થળોએ દરોડા પાડી રહી છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિક્ષક સંગઠનોએ પણ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. પ્રકાશમાં આવેલી માહિતી અનુસાર, રજનીકાંત પ્રવીણના ઠેકાણાઓમાંથી અત્યાર સુધીમાં ૧.૮૭ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી છે. તેમના પર લગભગ 3 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો આરોપ છે.

આ પણ વાંચો :-

અમેરિકાના લોસ એન્જલસમાં વધુ એક વિકરાળ આગ ફાટી નીકળી

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના આસપાસના વિસ્તારના જંગલ વિસ્તારમાં લાગેલી આગ પર આંશિક કાબુ મેળવવામાં આવ્યો છે, જેને કારણે ભારે વિનાશ સર્જાયો છે. એવામાં લોસ એન્જલસના હ્યુજીસમાં વધુ એક વિકરાળ આગ લાગી છે, જેને કારણે 50,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાના આદેશ કે ચેતવણી આપવામાં આવી છે.

આગ લાગ્યા બાદ પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું ‘હું માત્ર પ્રાર્થના કરું છું કે અમારું ઘર બળી ન જાય.’ લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ જેન્સને દરેકને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ લોસ એન્જલસમાં ભીષણ આગને કારણે હજારો ઘરો ધરાશાયી થઈ ગયા છે. એટલું જ નહીં, 2 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે અને 27 થી વધુ લોકોના મોત થયા છે.

LA કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે 31,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય 23,000 લોકોને સ્થળાંતરની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે સાંજે એક પ્રેસ બ્રીફિંગમાં, CAL ફાયરના ડિરેક્ટરે જણાવ્યું હતું કે કે, “હ્યુજીસ ફાયરને કાબુમાં લેવા માટે પુરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.”

આ પણ વાંચો :-

રાજપાલ યાદવ સહિત આ સ્ટાર્સને જાનથી મારી નાખવાની ધમકી! મુંબઈ પોલીસ એલર્ટ

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. પહેલા એક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને ધમકી આપતા ઇમેલ મળ્યા હતા. તે બાદ કોમેડિયન કપિલ શર્માને પણ ધમકી આપતો મેલ મળ્યો છે. પોલીસે આ ઘટનાને લઇને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અનુસાર ધમકી આપતા આ ઇમેલ પાકિસ્તાનથી આવ્યા છે. ધમકી આપતા મેલમાં સેલેબ્સના પરિવારને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાએ આ મામલે મુંબઈ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. મુંબઈની અંબોલી પોલીસે કલમ 351(3) હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમેલનો આઈપી એડ્રેસ પાકિસ્તાનનો છે.

જે જાણકારી સામે આવી છે તેના અનુસાર, મેલ મોકલનારાએ પોતાનું નામ વિષ્ણુ જણાવ્યું છે. જે મેલ આઇડીથી મેલ આવ્યો છે તે-don99284@gmail.com છે. મેલમાં દાવો કરવામાં આવ્યો છે કે જે શખ્સે મેલ મોકલ્યો છે તે સેલેબ્સના એક્શનને મોનિટર કરી રહ્યો છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે આ મેલ કોઇ પબ્લિસિટી સ્ટંટ નથી.

મેઇલમાં કહેવામાં આવ્યું હતું કે- “અમે તમારી તાજેતરની ક્રિયાઓ પર નજર રાખી રહ્યા છીએ. અમારું માનવું છે કે અમે તમારા તમારું ધ્યાન એક સંવેદનશીલ બાબત પર દોરીએ એ મહત્ત્વપૂર્ણ છે. આ કોઈ જાહેર સ્ટંટ નથી કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. અમે તમને આ મેસેજને ખૂબ ગંભીરતાથી લેવા વિનંતી કરીએ છીએ.” અને ગુપ્તતા જાળવી રાખો. આમ કરવામાં નિષ્ફળતાના ગંભીર પરિણામો આવી શકે છે જે તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને અસર કરી શકે છે. અમે આગામી 8 કલાકમાં તમારા તરફથી તાત્કાલિક પ્રતિસાદની અપેક્ષા રાખીએ છીએ જો અમને જવાબ ન મળે, તો અમે માની લઈશું કે તમે સ્વીકારી રહ્યા નથી આ બાબત ગંભીર છે અને અમે જરૂરી પગલાં લઈશું.”

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં ટ્રેનમાંથી કુદેલા લોકો બીજી ટ્રેનમાં કચડાય, 14નાં મોત

0

લખનૌથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ બુધવારે સાંજે 5:47 વાગ્યે જલગાંવ નજીક અકસ્માતનો ભોગ બની હતી. હકીકતમાં, ટ્રેન મહારાષ્ટ્રના ભુજવાલ સ્ટેશનથી નીકળી અને જલગાંવના પરાંડે સ્ટેશન પર પહોંચતાની સાથે જ ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અફવા પછી લોકોએ ટ્રેનની ચેઈન ખેંચી લીધી.

આ દુર્ઘટના ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા નજીક માહેજી અને પરધાડે સ્ટેશનની વચ્ચે થઈ હોવાનું કહેવાય છે. ટ્રેન નંબર 2533 લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. મુસાફરો જીવ બચાવવા માટે બાજુના પાટા પર કુદવા લાગ્યા અને બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં કમસે કમ 15 મુસાફરો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, ‘જલગાંવ જિલ્લાના પચોરા પાસે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો તે ખૂબ જ દુઃખદ છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારા સાથી મંત્રી ગિરીશ મહાજન અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જિલ્લા કલેક્ટર ટૂંક સમયમાં ત્યાં પહોંચશે.

સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર રેલવે પ્રશાસન સાથે સંકલનમાં રહીને કામ કરી રહ્યું છે અને ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 8 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. જનરલ હોસ્પિટલની સાથે નજીકની અન્ય ખાનગી હોસ્પિટલોને ઘાયલોની સારવાર માટે તૈયાર રાખવામાં આવી છે. કાચ કટર, ફ્લડલાઇટ વગેરે જેવા ઇમરજન્સી સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. અમે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી મદદ તાત્કાલિક પૂરી પાડવામાં આવી રહી છે. હું જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છું.

આ પણ વાંચો :-

મુખ્યમંત્રી યોગી સહીત તમામ કેબિનેટ મંત્રીઓ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

0

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોગી કેબિનેટની એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તે જ સમયે, સમગ્ર મંત્રીમંડળ મહાકુંભમાં ગયું અને સંગમ કિનારે ડૂબકી લગાવી. તેમણે પોતાના મંત્રીઓ સાથે મળીને પ્રયાગરાજમાં પ્રવાસી પક્ષીઓને પણ ભોજન આપ્યું. બેઠક બાદ સીએમ યોગીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રયાગરાજ-ચિત્રકૂટ વિકાસ ક્ષેત્રની સાથે, નીતિ આયોગની મદદથી વારાણસીમાં એક વિકાસ ક્ષેત્ર પણ વિકસાવવામાં આવશે.

સીએમ યોગીએ કહ્યું કે પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારો માટે ટકાઉ વિકાસ બનાવવા માટે, અમે એક વિકાસ ક્ષેત્ર વિકસાવીશું. ગંગા એક્સપ્રેસવેને તેના માળખાગત સુવિધાઓ માટે વિસ્તૃત કરવામાં આવશે. ગંગા એક્સપ્રેસવે પ્રયાગરાજથી મિર્ઝાપુર થઈને ભદોહી થઈને કાશી, ચંદૌલી અને પછી ગાઝીપુર ખાતે પૂર્વાંચલ એક્સપ્રેસવે સાથે જોડાશે. આ (ગંગા) એક્સપ્રેસ વે સોનભદ્રને વારાણસી અને ચંદૌલીથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડશે. પ્રયાગરાજ, વારાણસી અને આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આ ત્રણેય માટે બોન્ડ જારી કરવામાં આવશે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં, 9.25 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે. પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયાગરાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બોન્ડ જારી કરશે. તે જ સમયે, KGMU સેન્ટરને મેડિકલ કોલેજ તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાથરસ, કાસગંજ અને બાગપત એમ ત્રણ જિલ્લાઓમાં ત્રણ નવી મેડિકલ કોલેજો સ્થાપિત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમ પર પૂજા-અર્ચના કરી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક વિશેષ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ‘અહીં આજે કેબિનેટની બેઠક થઈ છે જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આજે પવિત્ર સંગમમાં સ્નાન કરીને હું ગંગા અને યમુનાને પ્રણામ કરું છું… અખિલેશ યાદવજીને માનસિક અને દ્રષ્ટિ દોષ થઈ ગયો છે. તેની સારી રીતે સારવાર કરાવો. કુંભના સમયે આવા નિવેદન આપવા, અહીં રાજકારણ કરવું ખૂબ ખરાબ વાત છે. હું પ્રાર્થના કરીશ કે ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે.’

આ પણ વાંચો :-

બજેટ નજીક આવતા સોનાનો ભાવ આસમાને પહોંચ્યો, 10 ગ્રામની કિંમત ₹80,142 થઈ

0

દેશમાં બજેટ રજૂ કરવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. એક ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. એ પહેલા અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમાં જોડાયેલો લોકો તેમને મળીને તેમની માગણીઓ રજૂ કરી રહ્યા છે. ગઇકાલે સોનાના ભાવમાં વધારો થયો હતો પરંતુ આજે એટલે કે 22 જાન્યુઆરીએ સોનાના ભાવમાં કંઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. સોનાનો ભાવ ગઈકાલના દરે ટ્રેડ થઈ રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 80,142 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 74,600 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે સોનામાં મોટી તેજી પછી ઘટાડો થવાનો હતો, એ આવી ગયો છે. અમેરિકા બાદ યુકેએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એનાથી ગોલ્ડ ઇટીએફની ખરીદીમાં વધારો થશે. આવી સ્થિતિમાં આ વર્ષે 30 જૂન સુધીમાં સોનું 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

હવે સોનાના ભાવને લઈને ટ્રમ્પની આર્થિક પોલીસી અને નબળો ડોલર ઈન્ડેક્સ મહત્વના છે. આર્થિક પોલીસીમાં અનિશ્ચિતતાથી સુરક્ષિત રોકાણની માંગણી વધી છે. ડોલર ઈન્ડેક્સ 108 આસપાસ. અઠવાડિયામાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પની પોલીસે અને નબળા ડોલરથી ભાવ વધ્યા છે. આગામી મહિને ચીનના સામાનો પર 10 ટકા ટેરિફ સંભવ છે. હજુ આગળ 28-29 જાન્યુઆરીએ ફેડની પોલીસી બેઠક થવાની છે. જેમાં વ્યાજ દરોમાં કાપની શક્યતા નહીંવત જેવી છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટીઝ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે મંગળવારે અમેરિકાથી કોઈ મોટો આર્થિક ડેટા નહીં આવે, પરંતુ વેપારીઓ ટ્રમ્પ અને તેમના આગામી નીતિગત પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે બુલિયન માર્કેટ માટે વધુ અસ્થિરતા પેદા કરી શકે છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના વિશ્લેષક (કોમોડિટીઝ) માનવ મોદીના જણાવ્યા અનુસાર, બજારના સહભાગીઓ દાવોસના અધિકારીઓના ઇનપુટ પર પણ નજર રાખશે, જેના કારણે બજારમાં અસ્થિરતા આવી શકે છે. ઉપરાંત, રજા પછી યુએસ બજારો ફરી ખુલશે, જેના કારણે બજારોમાં અસ્થિરતા આવી શકે છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

PSI માટે દોડનું કસોટી આપવા જતા જવાનનું મોત

રાજ્યમાં પોલીસ ભરતીની માટે શારીરિક પરીક્ષા ચાલી રહી છે, ત્યારે સુરતમાં પોલીસ ભરતી દરમિયાન કરૂણાજનક ઘટના બની છે. 5 કિલોમીટરની દોડ લગાવી રહેલો યુવકને અચાનક હાર્ટ એટેક આવતાં ઢળી પડતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. યુવક વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા.

ફરજ પરના ડૉ. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારનાં પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. જવાનનું PSI બનવાનું સપનું અધુરું રહ્યું હતું.

આ પણ વાંચો :-