Home Blog Page 531

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 4 ગુજરાતી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 29 અને પંજાબના 31 લોકો સામેલ હતા.

માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે ચાર લોકો પરત ફર્યા છે, તેમાં મહેસાણાના બે લોકો એક સુરેન્દ્રનગર અને એક ગાંધીનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે.

અમેરિકાથી ત્રીજી ફ્લાઇટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી 

મિહિર ઠાકોરગુજરાત
રાણા ચેતનસિંહ ભરતસિંહગાંધીનગર
પટેલ દીપ ઘનશ્યામભાઈમહેસાણા
લુહાર પૂજા ધવલભાઈજામનગર
રાણા સપનાબહેન ચેતનસિંહગાંધીનગર
પટેલ નીત તુષારભાઈગુજરાત
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહગાંધીનગર
પટેલ ચિરાગકુમાર શૈલેષકુમારમહેસાણા
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈવેડા
પટેલ મંજુલાબહેન રાજેશભાઈભરૂચ
પ્રજાપતિ આરવ અનિલકુમારગોઝારિયા
પટેલ હિરલબહેન જયેશકુમારગાંધીનગર
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહરાંધેજા
પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમારગોસાવિરા
પટેલ માહી રાજેશભાઈઅમદાવાદ
પટેલ હારમી રાજેશકુમારઅમદાવાદ
પટેલ હસમુખભાઈ રેવાભાઈગુજરાત
રામી હિતેશભાઈ રમેશભાઈગુજરાત
પટેલ રાજેશ બલદેવભાઈમહેસાણા
પટેલ પ્રાંશ જયેશકુમારગાંધીનગર
પટેલ જયેશકુમાર ભોલાભાઈગાંધીનગર
ચૌધરી સુરેશભાઈ અંશકુમારગુજરાત

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 33, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.

નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમર ના હતા.

૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.દામ્પત્ય સુખમાં આનંદ.‌

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે ધંધાકીયક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ

ઘરમાં શુભપ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીયક્ષેત્રે વિશ્વાસઘાતન થાય એની સાવધાની રાખવી.

સિંહઃ ‌

સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. વિચારો ‌વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃશ્ચિકઃ

લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ઘનઃ

કાર્યક્ષેત્રે સફળતા. યશ-પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે સ્વાસ્થ્ય સારું રહેશે.

મકરઃ

ભાગ્ય બળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે ‌વાદ-વિવાદ ટા‍ળવા હિતાવહ. શરદી,ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટા‍ળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ

મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્ય‌િક્તને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.

૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫/આજનું રાશિફળ : માં ખોડલ આ રાશિના જાતકોના તમામ કષ્ટો કરશે દુર, વ્યવસાયમાં થશે પ્રગતી, જુઓ તમારું રાશિફળ ભવિષ્ય

મેષ ઃ

શારિરીક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ ઃ

મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

મિથુનઃ

વાહન સુખમાં વૃધ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહ ઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી-ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યા ઃ

માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલા ઃ

કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિક ઃ

મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂં છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ, મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ

ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં, નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભ ઃ

નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો માતૃસુખ વધે.

મીન ઃ

આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

કેનેડામાં એક્સિડેન્ટમાં ભરુચના ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયાનું કરુણ મોત

ગુજરાતના ભરૂચના યુવકનું કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું છે. યુવક અભ્યાસ માટે કેનેડા ગયો હતો. જ્યાં તેનો ટ્રક સાથે ગંભીર અકસ્માત થતાં મોત નિપજ્યું હતું. 25 વર્ષીય યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકના અકસ્માતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ગુજરાતના ભરૂચનો રહેવાસી ઋષભ લિંબાચિયા પોતાના સપનાંઓને ઉડાન આપવા માટે વતનથી દૂર અભ્યાસ માટે ગયો હતો. 25 વર્ષનો ઋષભ ભરૂચના આમોદ ગામમાં કાલિકા માતા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો અને આશરે 3 વર્ષ પહેલાં સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ત્યારે એકાએક કેનેડાથી તેના અકસ્માતના સમાચાર આવતા પરિવારના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. મળતી માહિતી મુજબ, યુવકનો કેનેડાના બ્રેમટનમાં અકસ્માત થયો હતો. ઋષભ પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે એકાએક સામેથી આવતી ટ્રકે ગાડીને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અમેરિકાએ ડિપોર્ટ કરેલા 8 ગુજરાતીના નામની યાદી સામે આવી, અમૃતસરમાં વિમાન ઉતર્યું

અમેરિકાથી 119 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સાંભળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યુ છે. ગેરકાયદે વસાહતીઓને વીણીવીણીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમા ભારતના પણ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લેન આજે રાત્રે દસ વાગે અમૃતસરમાં ઉતરાણ કર્યું હતું. અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદે વસાહતીઓમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી, ઉત્તરપ્રદેશના 3, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરના એક-એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજું પ્લેન 16મી ફેબ્રુઆરીએ લેન્ડ થઈ શકે છે.

આ પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે 104 ગેરકાયદે વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતા. તેમા ગુજરાત અને હરિયાણાના 33-33 અને પંજાબના 30 હતા. પંજાબ અને બીજા કેટલાય રાજ્યના લોકો ડંકી રુટે અમેરિકામાં ઘૂસ્યા હતા.

પંજાબમાં આ રીતે પ્લેન ઉતારવા સામે કેટલાય રાજકીય પક્ષોએ તેની સામે સવાલ ઉઠાવ્યા છે. પંજાબના નાણાપ્રધાન હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર પંજાબને બદનામ કરવા માંગે છે. પંજાબે જો કે ગેરકાયદેસરની માનવ તસ્કરીના કાંડને પકડવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી છે. તેમા ડિપોર્ટીઓના નિવેદનોના આધારે દસ જેટલા બનાવટી ઇમિગ્રન્ટ કન્સલ્ટન્ટોની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

ભારત આવવા 119 ગેરકાયદે વસાહતીઓને લઈને ઉપડેલી ફ્લાઇટ્સે પનામામાં રોકાણ કર્યુ હતું. પનામામાં કોઈ બીજા દેશના ગેરકાયદે વસાહતીઓને લઈને ઉતરેલી આ પ્રથમ ફ્લાઇટ હતી. પનામાએ અમેરિકાને ગેરકાયદે વસાહતીઓને મોકલવા માટે સ્ટોપઓવર તરીકેની ઓફર કરી હતી. તેમા ભારત આવનારી ફ્લાઇટ સૌપ્રથમ હતી.

આઠ ગુજરાતીઓ નામ રહેઠાણ
ધવલ કિર્તીકુમાર લુહાર(પિતા) કલોલ, ગાંધીનગર
રુદ્ર ધવલ લુહાર કલોલ,(પુત્ર) ગાંધીનગર
મિહીર ઠાકોર ગુજરાત
ધીરજકુમાર કનુભાઈ પટેલ અમદાવાદ
કેનિશ મહેશભાઈ ચૌધરી માણસા, ગાંધીનગર
આરોહીબેન દીપકપુરી ગૌસ્વામી(પુત્રી) ગુજરાત,
દીપકપુરી બલદેવપુરી ગૌસ્વામી(પિતા) ગુજરાત,

આવી ગઇ પીએમ કિસાનના 19માં હપ્તાની તારીખ

0

આપણા દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે, આ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવે છે જેઓ આ યોજના માટે પાત્ર છે. આ યોજનાના લાભાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે અને આ પૈસા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, આ વખતે 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવનાર છે, જેની માહિતી તાજેતરમાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી હતી, પરંતુ જાણો કે ઘણા ખેડૂતો એવા છે જે આ હપ્તાના લાભથી વંચિત રહેશે. જો તમે પણ આ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો, તો તમે અહીં જાણી શકો છો કે કયા ખેડૂતોના હપ્તા અટવાઈ શકે છે.

પીએમ કિસાન યોજના હેઠળ, સૌ પ્રથમ, તે ખેડૂતોને હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવશે, જેમને આ યોજના સાથે ખોટી રીતે જોડવામાં આવ્યા છે. હકીકતમાં, જે ખેડૂતો અયોગ્ય છે અને યોજના સાથે ખોટી રીતે જોડાયેલા છે તેમને ઓળખવામાં આવી રહ્યા છે અને તેમની અરજીઓ રદ કરવામાં આવી રહી છે અને તેમને હપ્તાના લાભોથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેથી, જો તમે આ કર્યું હોય તો તમારો હપ્તો અટવાઈ જવાની ખાતરી છે.

અમેરિકામાં 10 હજારો સરકારી કર્મચારીઓની નોકરી છીનવી, જાણો આ છે કારણ ?

અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી એલોન મસ્કે સાથે મળીને એક જ દિવસમાં 9500 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. ફેડરલ લેન્ડથી માંડીને નિવૃત્ત સૈનિકોની સંભાળ રાખવાની જવાબદારી નિભાવી રહેલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ હોમ, એનર્જી, વેટરન્સ અફેર્સ, એગ્રીકલ્ચર, હેલ્થ સહીત અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા મોટાભાગના કર્મચારીઓ પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓ એક વર્ષથી નોકરી પર પણ નહોતા. જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે, જેમાં કન્ઝ્યુમર ફાઇનાન્સિયલ પ્રોટેકશન બ્યુરોનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ સરકાર નાણાનો વ્યય કરી રહી છે, સાથે જ દેવું પણ વધી રહ્યું છે. અમેરિકા પર લગભગ $36 ટ્રિલિયનનું દેવું છે. ગયા વર્ષે રાજકોષીય ખાધ 1.8 ટ્રિલિયન ડોલર હતી. આવી સ્થિતિમાં, સરકારમાં સુધારાની જરૂર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સના વડા બનાવ્યા છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓને લગતા નિર્ણયો ઈલોન મસ્કના હાથમાં છે.

યુએસની ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. અહેવાલ મુજબ 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 કર્મચારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સિવિલીયન સ્ટાફ આશરે 23 લાખ છે, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ સ્વેચ્છાએ નોકરી છોડી દીધી છે.

દિલ્હીમાં કેજરીવાલને વધુ એક ઝટકો,3 કોર્પોરેટર આજે ભાજપમાં જોડાયા

0

દિલ્હી રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ રોમાંચક અને મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઇ રહી છે. નવા રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓને પસંદ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં નવું સત્તાવાર ચક્ર શરૂ થવાની તૈયારી થઈ રહી છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના દ્રષ્ટિકોણથી, નવી સરકારની રચના માટે ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

દિલ્હી મહાનગરપાલિકામાં કૂલ 250 કોર્પોરેટરની બેઠક છે જેમાંથી 11 કોર્પોરેટર સાંસદ અને ધારાસભ્ય બની ગયા છે. આ આધાર પર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરની સંખ્યા 239 બચી છે જેમાંથી 119 સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની છે જ્યારે 113 ભાજપના છે.બીજી તરફ 7 કોર્પોરેટર કોંગ્રેસ પાર્ટીના છે. હવે અત્યાર સુધી ભાજપ અને AAPમાં માત્ર 6 બેઠકનું અંતર ચાલી રહ્યું છે.

આ ત્રણ કોર્પોરેટરોને બહાર થયા બાદ આમ આદમી પાર્ટીની સંખ્યા 116 થઇ ગઇ છે એટલે કે ભાજપ સાથે તેમનું અંતર માત્ર 3 બેઠકનું રહી ગયુ છે. આ અંતર જણાવી રહ્યું છે કે દિલ્હીમાં ટ્રિપલ એન્જિનની સરકાર બનવાની કવાયત તેજ થઇ ગઇ છે.

દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અનિતા બસોયા વૉર્ડ 145 એન્ડ્રયૂઝ ગંજથી આપ કાઉન્સિલર હતી જ્યારે નિખિલ ચપરાના હરિનગર વૉર્ડ 183થી કાઉન્સિલર હતા. બંને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત આરકેપુરમ વૉર્ડના કાઉન્સિલર ધર્મવીર સિંહ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. બંનેની સાથે સંદીપ બસોયા પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે જે આમ આદમી પાર્ટી, નવી દિલ્હીના જિલ્લાધ્યક્ષ રહી ચૂક્યા છે.

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચૂકાદો, 2 આરોપી દોષિત જાહેર

સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સાડા ચાર મહિના નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે.

ગૅગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે. માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવ્યું હતી, જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું, જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી અને 17 જેટલા મહત્વનાં પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટ સોમવારે બંને આરોપીઓની સજાનું એલાન કરશે.

શું હતો સમગ્ર મામલો?
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરા ગામે 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે બાઈકમાં પેટ્રોલ પુરુ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી. જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત

0

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે બાઇક સવાર ત્રણ યુવકના મોત નીપજ્યા હતા. મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતના પારલે પોઈન્ટના બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક પર બે યુવકોના મોત નિપજ્યા હતા. ઉમરાથી અઠવાગેટ જતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

હેલ્મેટની અમલવારી પહેલાં અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત નીજ્યાં છે. ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટર સાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી. બાઈક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર છે.