Home Blog Page 530

પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબી જવાથી સુરતના એક યુવાનનું મોત

દુનિયાભરમાંથી લાખો ભક્તો અને પ્રતિષ્ઠિત હસ્તીઓ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચી રહી છે. પરંતુ ડૂબકી લગાવતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે, સુરતના કતારગામનો યુવક મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવી રહ્યો હતો આ દરમિયાન પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયો હતો. જેનો મૃતદેહ 12 દિવસ વીતવા છતાં નથી મળ્યો.

હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં સ્નાનનો લ્હાવો લેવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અને મોટી મોટી હસ્તીઓ આવી રહી છે. ત્યારે મહાકુંભમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક મિત્રો સાથે પ્રયાગરાજ ગયો હતો અને ત્રિવેણી સંગમ ખાતે નદીમાં જોખમી ડૂબકી લગાવી રહ્યો હતો. તેનો અન્ય એક મિત્ર વીડિયો ઉતારતો હતો. ત્યારે એ મિત્ર દ્વારા તેને અવારનવાર બહાર નીકળી જવા માટેની સૂચના આપવામાં આવી હતી પણ આ યુવક કોઈની વાત સાંભળતો ન હતો અને ડૂબકી ઉપર ડૂબકી લગાડતો હતો અને અચાનક ડૂબકી લગાવ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એક શ્રદ્ધાળુનું મૃત્યુ નીપજતાં શોકનો માહોલ છવાયો છે.

આ ઘટના સંદર્ભે તાત્કાલિક કમલેશ વઘાસિયાની શોધખોળ શરૂ કરી હતી અને સ્થાનિક લોકોને પણ જાણ કરી હતી. જોકે યુવક ના મળતા આખરે નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ પણ આપવામાં આવી છે. કમલેશ વઘાસિયાને બાર દિવસ થઈ ગયા છતાં પણ તેનું મૃતદેહ ન મળતા આખરે તેના પરિવાર દ્વારા તેને મૃત જાહેર કરી તેનું બેસણું પણ સુરત ખાતે રાખવામાં આવ્યું છે.

કોલકાતામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા

0

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે સવારે બંગાળની ખાડીમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોલકાતા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કોલકાતામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ઘણું દૂર હતું. આજના ભૂકંપનું કેન્દ્ર જમીનથી 91 કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ નુકસાન થવાની શક્યતા ઓછી છે. હકીકતમાં, સપાટીથી 5 કે 10 કિલોમીટર નીચે આવતા છીછરા ધરતીકંપો સપાટીથી ખૂબ નીચે આવતા ધરતીકંપો કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ / મંગળવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ

ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.

મિથુનઃ

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળ‍વા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ

નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ

પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ

મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ

આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.‌

મકરઃ

ગુરુ-ચન્દ્રના સુભગ સમન્વયને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ

મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીનઃ

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રી વર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

બાંગ્લાદેશમાં એરફોર્સ બેઝ પર હુમલો, એકનું મોત

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન પછી પાડોશી દેશમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બાંગ્લાદેશના કોક્સ બજારમાં સોમવારે બાંગ્લાદેશ એરફોર્સના બેસ પર અસામાજિક તત્વો તરફથી કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા એક વ્યકિતનું મોત થયું છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ વણસી છે અને સેનાના જવાનો સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. બાંગ્લાદેશના સશસ્ત્ર દળના જનસંપર્ક વિભાગ અને ઈન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ સત્તાવાર પ્રેસ રિલિઝ કરીને કહ્યું કે, સમિતિ પારા વિસ્તારમાં બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં અથડામણ ચાલી રહી છે અને સ્થિતિ વણસી જતા વધુ કાફલો ખડકવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર,એન્કાઉન્ટર દરમિયાન પીડિતને ગોળી વાગી હતી. કોક્સ બજાર જિલ્લા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. દરમિયાન, કોક્સ બજારના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ સલાહુદ્દીને જણાવ્યું હતું કે હુમલાનું કારણ નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને વધુ વકરી રહેલી પરિસ્થિતિને રોકવા માટે કામ કરી રહ્યા હોવાથી વિસ્તારમાં સુરક્ષા પગલાં વધારી દેવામાં આવ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

તેલંગાણામાં ટનલની છત તૂટી પડતાં છ શ્રમિકો ફસાયા, જાણો મંત્રીએ કહ્યું ?

0

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ ટનલ કેનાલ પ્રોજેક્ટ માટે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં આઠ કર્મચારીઓ 45 કલાકથી વધુ સમયથી અંદર ફસાયેલા છે. ભારતીય સેના, NDRF, SDRF અને અન્ય એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં, રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ કાદવ, લોખંડના સળિયા અને સિમેન્ટના ટુકડાઓમાંથી પસાર થતા જોવા મળે છે. અહેવાલ મુજબ ટનલનો ભાગ તૂટી પડ્યા પછી 13મા કિલોમીટર સુધી પહોંચવામાં સફળ રહેલી ટીમોએ ફસાયેલા લોકોના નામની બુમો પાડી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ટનલમાં ફસાયેલા આઠ લોકોમાં બે એન્જિનિયર, બે ઓપરેટર અને ચાર શ્રમિકોનો સમાવેશ થાય છે.

તેલંગાણાના પ્રધાન જે. કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે ટનલમાં ઘણો કાટમાળ જમા થઈ ગયો છે, જેના કારણે અંદર જવું મુશ્કેલ બની ગયું છે. બચાવ ટીમ શ્રમિકોને બહાર નીકળવા માટે રબરની નળીઓ અને લાકડાના પાટિયાનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે અમે હાલ કંઈ કહી શકતા નથી, અમને આશા છે, પરંતુ આ ખૂબ જ ગંભીર ઘટના છે.

તેલંગાણાના પ્રધાન ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે લગભગ 70 લોકો ટનલમાં કામ કરી રહ્યા હતા. ઘટના પછી, મોટાભાગના લોકોને બહાર નીકળી ગયા, પરંતુ 8 લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે ટનલનો છેલ્લો 200 મીટર પાણી અને કાદવથી ભરેલો હતો, જેના કારણે બચાવ ટીમને ત્યાં પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હેવી મશીનરી અંદર લઈ જવી શક્ય નથી. તેથી, વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા કાટમાળ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ગાંધીનગરમાં અટકાયત, જાણો શિક્ષણમંત્રીએ શું કહ્યું ?

ગાંધીનગર ખાતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા તેઓની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ઝડપી કરવામાં આવે તેમજ ભરતીની જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરી છે. ત્યારે પોલીસ દ્વારા ટેટ-ટાટા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. તેમજ શિક્ષણ રાજ્યમંત્રીએ કમિટમેન્ટ મુજબ ભરતી કરવાની ખાતરી આપી છે.

ટેટ-ટાટ ઉમેદવારોનાં વિરોધ પર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. તેમજ કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો હોવાની વાત સ્વીકારી છે. તેમજ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું આચારસંહિતાને કારણે પણ મોડું થયું હોઈ શકે છે. પાનસેરિયાએ કહ્યું કે કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરો. તેમજ સરકારે કમિટમેન્ટ આપ્યું છે તે પ્રકારે ભરતી થશે.

છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલીએ ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂરું કરી કરવા રજૂઆત કરવામાં આવશે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પૂરજોશમાં તૈયારી કરી લીધી છે. આજે ગાંધીનગર ખાતે રેલી કાઢી આંદોલનનું રણશિંગૂ ફૂંકશે.

ઘણાં ઉમેદવાર મિત્રોને વય મર્યાદાનો પ્રશ્ન છે તેમજ પારિવારિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓ હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ ન હોઈ એટલે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તો ઉમેદવારો રીપીટ થતાં અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી અંગત રસ દાખવી શિક્ષણ વિભાગ સંબંધિત અધિકારીઓને 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા તેમજ ચાલુ ભરતીમાં શક્ય બને એટલો જગ્યા વધારા બાબતે સુચન કરી અમો ઉમેદવારોને ન્યાય અપાવે.

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.2ની તીવ્રતા

0

આજે ફરી એકવાર દિલ્હીની ધરતી ધ્રુજી હતી, આજે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. છેલ્લા સાત દિવસમાં દિલ્હી-એનસીઆરમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં હતું.

નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સોમવારે 11.46 વાગ્યે દિલ્હીમાં હળવો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 માપવામાં આવી હતી, આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી લોકોને જાણ થઇ ન હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં હતું. આ ભૂકંપ જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તીવ્રતા ખૂબ ઓછી હોવાથી, કોઈ નુકસાન થયું ન હતું.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

અમદાવાદની હૉસ્પિટલોમાં 3000 નવા બેડ ઉમેરાશે, આ કેસમાં 15 ટકાનો વધારો

અમદાવાદમાં લાઇફ સ્ટાઇલ સંબંધિત રોગ વધી રહ્યા છે. જેને લઈ હૉસ્પિટલો દ્વારા આગામી 5 વર્ષમાં 3000 નવા બેડ ઉમેરવામાં આવશે. મોટી અને નાની હૉસ્પિટલો દ્વારા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરમાં 2000 થી 3000 કરોડનું રોકાણ કરવામાં આવશે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર થયેલા વાતાવરણમાં બદલાવના કારણે હાર્ટના કેસમાં 15 ટકાનો વધારો થયો છે.

અદાણી જૂથ અમદાવાદ અને મુંબઈમાં 2,000 પથારીની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો સ્થાપવાની યોજના ધરાવે છે, જેમાં અમદાવાદને આશરે 1,000 પથારી ફાળવવામાં આવશે. દરમિયાન, ઝાયડસ હોસ્પિટલે પૂર્વીય અમદાવાદમાં 300 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી સુવિધા આપવાની જાહેરાત કરી છે, જેમાં આશરે 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ડબ્લ્યુ. એચ. ઓ. નો એક અહેવાલ પ્રમાણે ભારતમાં જીવનશૈલીના રોગોએ ચેપ સંબંધિત રોગોને પાછળ છોડી દીધા છે. કાર્ડિયોલોજી, કેન્સર, ન્યુરોલોજી જેવા જીવનશૈલીના રોગો સંબંધિત સેવાઓની તાત્કાલિક જરૂર છે.

આ વર્ષે 1 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી શ્વાસોશ્વાસ, હૃદય અને ટ્રોમાના કેસમાં વધારો થયો છે. શ્વોસોસ્વાસના કેસમાં 16.02 ટકા, હૃદય સંબંધિત તકલીફના કેસમાં 18.89 ટકા અને ટ્રોમા કેસમાં 15.62 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે શ્વાના કેસ 15027 હતા, જે ચાલુ વર્ષે 17467 થયા છે. હૃદયરોગના 10200 કેસ સામે આ વર્ષે 12127 કેસ નોંધાયા છે.

સુરતના લસકાણા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ભાઇ-બહેન સહિત ત્રણના મોત

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક ચાલકના મોત થયા હતા. જયારે એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેનું આજે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બે સગા ભાઇ બહેનોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશભાઈ નાનજીભાઈ લાઠીયા (ઉ.વ.48 રહે. માતૃ શક્તિ સોસાયટી, પુણાગામ) ને પણ એડફેટે લીધા હતા. બાદમાં કાર પલટી ખાઇ જઇ ડિવાઇડર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું આજે સોમવારે ટૂંકી સારવાર મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક અર્જુન વિરાણી (ઉ.વ.34, રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા)ને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસે સોપ્યો હતો. કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરે છે. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં 750 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

0

શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા જ દિવસે મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 75000નું સપોર્ટ લેવલ તોડી 74500 સુધી તૂટ્યો હતો, જે 9 મહિનાની સૌથી નીચી સપાટી છે અને શેરબજારમાં મંદી આગળ ધપવાના સંકેત આપે છે.

એનએસઇ નિફ્ટી પણ 190 પોઇન્ટના ઘટાડે ખુલ્યો હતો. ઓટો શેરને બાદ કરતા તમામ બ્લુચીપ સ્ટોક અડધાથી 3 ટકા સુધી ડાઉન હતા. ખુલતાની સાથે જ સેન્સેક્સમાં કડાકો બોલાતા શેરબજારના રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે.

ટ્રમ્પ ટેરિફ અને વૈશ્વિક બજારની સ્થિતિ ઉપરાંત, રોકાણકારો હાલમાં કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પર નજર રાખી રહ્યા છે, જે બજારની સ્થિતિ અને દિશા નક્કી કરી શકે છે. બે દિવસ પછી, એટલે કે 26 ફેબ્રુઆરીએ, યુએસ હોમ સેલ્સના ડેટા જાહેર કરવામાં આવશે, જ્યારે યુએસ જીડીપી વૃદ્ધિનો બીજો અંદાજ 27 ફેબ્રુઆરીએ આવશે. આ પછી, 28 ફેબ્રુઆરીએ, ભારત સરકાર ચાલુ નાણાકીય વર્ષ (2024-25) ના ત્રીજા ક્વાર્ટર માટે GDP ડેટા અને આગામી નાણાકીય વર્ષ માટે GDPનો બીજો એડવાન્સ અંદાજ જાહેર કરશે. રોકાણકારો આ આંકડાઓ પર નજર રાખશે.

શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે સેન્સેક્સ સવારના સેશનમાં જ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. પરિણામ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટવેલ્યૂએશન ઘટીને 398.35 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે પાછલા સપ્તાહે શુક્રવારે શેરબજાર બંધ થતા બીએસઇની માર્કેટકેપ 420.20 લાખ કરોડ રૂપિયા હતા. આમ આજે સવારમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 3.5 લાખ કરોડથી વધુ ધોવાણ થયું છે.