Home Blog Page 528

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે સુરતની મુલાકાતે, આ કાર્યક્રમમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સુરતનાં મહેમાન બનવા છે. પીએમ મોદી 7 માર્ચે લિંબાયતનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે એવી માહિતી સામે આવી છે. પુરવઠા વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં કરશે એવી શક્યતાઓ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ડાયમન્ડ સિટી સુરતની મુલાકાતે આવશે એવા સમાચાર છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, 7 માર્ચનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે અને લિંબાયત વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા આયોજિત કરેલ કાર્યક્રમમાં હાજરી આપશે. માહિતી અનુસાર, વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે. અહેવાલ અનુસાર, લિંબાયત વિસ્તારમાં સાંજે 5 વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં (PM Modi in Surat) જ કરે તેવી શક્યતા છે. પીએમ મોદીનાં સુરત પ્રવાસને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પણ શરૂ કરવામાં આવી ચૂકી છે.

નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ જીત બદલ ગઈકાલે પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુજરાતનાં નાગરિકોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે. સમય સાથે સંબંધ પણ મજબૂત બની રહ્યો છે. રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતનાં લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઊર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપનાં તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે.’

દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા

0

શાલીમાર બાગથી વિજેતા બનેલા રેખા ગુપ્તાએ રામલીલામાં દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે, સાથે જ 6 નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવા મંત્રીઓમાં પરવેશ વર્મા (નવી દિલ્હી), મનજિંદર સિંહ સિરસા (રાજૌરી ગાર્ડન), રવિંદર કુમાર ઈન્દ્રાજ (બવાના), કપિલ મિશ્રા (કરવલ નગર), આશિષ સૂદ (જનકપુરી) અને પંકજ કુમાર સિંહ (વિકાસપુરી) નો સમાવેશ થાય છે. નવા નેતૃત્વ સાથે દિલ્હીની રાજકીય ગતિવિધિઓમાં મહત્વપૂર્ણ બદલાવની શક્યતાઓ દેખાઈ રહી છે.

આજે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા ભવ્ય શપથગ્રહણ સમારોહમાં શાલીમાર બાગથી પહેલી વાર વિજેતા બનેલા રેખા ગુપ્તાએ દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિતભાઈ શાહ સહિત NDAના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ સ્ટેજ પર હાજર હતા.

કોણ છે રેખા ગુપ્તા? ઃ
રેખા ગુપ્તા 50 વર્ષના છે અને તેઓ મૂળ હરિયાણાના જિંદ જિલ્લાના છે. તેમનો પરિવાર 1976 માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેમણે તેમનું શિક્ષણ દિલ્હીથી અને મેરઠથી મેળવ્યું છે. તેમના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ બી કોમ.,એલએલબી, એમ એ, એમબીએ કરેલું છે અને તેઓ વ્યવસાય એ વકીલ છે. તેઓ દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ મહિલા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.

તેમણે તેમના નિકટના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા હતા. તેઓ વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં સક્રિય છે. રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવા બદલ ભાજપના નેતા પ્રવેશ વર્માનું પણ નિવેદન આવ્યું છે તેમણે કહ્યું હતું કે, રેખા ગુપ્તા મુખ્ય પ્રધાન બન્યા તે ખુશીની વાત છે

સુરતની શાળામાં એસીમાં બ્લાસ્ટ થતાં ક્લાસરૂમમાં આગ લાગી

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

સરસ્વતી વિદ્યાલય ની લાયબ્રેરી બંધ હાલતમાં હતી. આજે નવા લાયબ્રેરીયન આવતા તેમને બતાવવા માટે લાયબ્રેરી ખોલીને એસીની સ્વીચ શરૂ કરતાં જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. સ્કૂલમાં રહેલા એન્સ્ટિગ્યુસરથી આ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફ્ટીની પણ તપાસ કરી હતી. જેમાં ફાયર સેફ્ટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જોકે તપાસ ચાલુ હોવાથી આજે સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ નિર્ણય લેવાશે.

ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટનાની કોલ મળતાં જ અમારી ટીમ સ્કૂલે પહોંચી ગઇ હતી. સ્કૂલની લાઇબ્રેરીમાં એ.સી. ચાલુ કરતાં ધડાકા સાથે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સ્કૂલમાં હાજર ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

વિક્કી કૌશલની છાવાની છઠ્ઠા દિવસે આટલી કરી કમાણી ?

વિક્કી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ છાવા બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. આ ફિલ્મે છેલ્લા છ દિવસમાં બમ્પર કમાણી કરી છે. ફિલ્મમાં વિક્કી કૌશલના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જાણો છઠ્ઠા દિવસે ફિલ્મ ‘છાવા’ એ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.

છાવા અત્યાર સુધી મળેલી માહિતી મુજબ છઠ્ઠા દિવસે 32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે છેલ્લા કેટલાક દિવસોનો પોતાનું કલેક્શન જાળવી રાખ્યું છે. દર્શકોને આ ફિલ્મમાં સતત રસ વધી રહ્યો છે.

છાવાની કુલ કમાણી વિશે વાત કરીએ તો, જે ટૂંક સમયમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 197.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ પણ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે. આ ફિલ્મ રવિવારે જ 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

ખૈર ફિલ્મે આટલી સારી કમાણી માત્ર ચાર દિવસમાં કરી નાખી હોવા છતાં સંભાજી રાજેને હુબહુ પડદા પર ઉતારનાર અભિનેતા વિકી કૌશલને આ કમાણી નાની લાગે છે. તેણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં થિયેટરમાં ફિલ્મ પૂરી થયા બાદ એક બાળક રડતી આંખે સંભાજી મહારાજ માટે લલકાર કરતો જોવા મળે છે. વિકીએ આ વીડિયો શેર કરી પોસ્ટ કરી છે કે આ જ અમારી સૌથી મોટી કમાણી છે. તેણે દર્શકોનો આભાર પણ માન્યો છે અને સંભાજી મહારાજના શૌર્યની આ વાત દેશના દરેક ખૂણા પહોંચે તેવી આશા વ્યક્ત કરી છે.

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 8 લોકોના મોત, 33 ઘાયલ

0

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બદલાપુર વિસ્તારમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા, એવી પોલીસે માહિતી આપી હતી.

પહેલા માર્ગ અકસ્માતમાં ભક્તોને લઈને જૌનપુરથી અયોધ્યા જતી ટાટા સુમો કાર રાત્રે લગભગ દોઢ વાગે વારાણસી લખનઊ હાઇવે પર સરોખાનપુર અંડરપાસ પાસે એક અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા હતા, જેમને નજીકના સારવાર કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા, જેમાંથી ડૉક્ટરોએ પાંચ જણને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલા, એક પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. અન્ય છ લોકોને જિલ્લા હૉસ્પિટલ જૌનપુર ખાસે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બધા જ મૃતકો ઝારખંડના રહેવાસી હતા.

આ અકસ્માત થયાના લગભગ દોઢેક કલાક બાદ એક ટ્રેલર ટ્રકે વારાણસીથી અયોધ્યા જતી બસને પાછળથી ટક્કર મારી હતી, જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 50 જણમાંથી ત્રણના મૃત્યુ થયા હતા અને 27 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બસના ડ્રાઇવર અને બસમાં મુસાફરી કરી રહેલી બે મહિલાનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ બધા દિલ્હીના રહેવાસી હતા.

આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે નાણામંત્રી કનુભાઇ દેસાઇ

0

ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે. કનુભાઇ દેસાઇ વિધાનસભા પહોંચ્યા છે. કનુભાઇ દેસાઇ બેગની બદલે લાલ પેથીમાં ગુજરાત બજેટ 2025 રજૂ કરવાના છે. તમને જણાવી દઇયે કે, કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.

બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

“ડુબકી લગાવવાથી ન મળે મોક્ષ”, શ્રી રવિશંકરે મહાકુંભ વિશે શું કહ્યું ?

0

પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં હરિયાણાના જીંદના સેક્ટર 7માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ફસલ બચાવો જાતિ બચાવો કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે હાજરી આપી હતી. આ દરમિયાન આધ્યાત્મિક ગુરુએ એક મોટી વાત કહી છે.

ધર્મગુરૂએ કહ્યું કે મહાકુંભ દરમિયાન ફક્ત સંગમમાં ડૂબકી લગાવવાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. મોક્ષ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે. ખાપ્સના અભિયાનને ટેકો આપતા તેમણે કહ્યું કે લગ્ન એક ગામ અને એક કુળમાં ન થવા જોઈએ. આ જાતિને બચાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, હિન્દુ લગ્ન કાયદામાં સુધારો કરવો જોઈએ. આ રૂઢિચુસ્તતા નથી પણ વૈજ્ઞાનિક આધાર છે.

શ્રી શ્રી રવિશંકરે આ કાર્યક્રમમાં ખાપને સંદેશ આપ્યો કે, ‘પોતપોતાના ગામોમાં વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવો અને નશાના આ દલદલમાં ફસાયેલા યુવાનોને બચાવો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. તે તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.’

જ્ઞાનેશ કુમારે સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જાણો શું કહ્યું ?

0

નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. સીઈસી રાજીવ કુમાર નિવૃત્ત થતાં જ્ઞાનેશ કુમાર ને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે. એક વર્ષ પહેલા તેઓ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા હતા અને સોમવારે એમને સીઈસી બનાવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન તેમજ રામ મંદિર ટ્રસ્ટની સ્થાપના સહિતમાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી હોવાથી તેઓ મોદી સરકારની ગૂડ બુકમાં હોવાનું મનાય છે. અહીં જાણો તેમના વિશે વધુ વિગત.

જ્ઞાનેશ કુમારે ચાર્જ સંભાળ્યા પછી મતદારોને સંબોધતા કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટેનું પહેલું પગલું મતદાન છે. બંધારણ મુજબ ચૂંટણી પંચ હંમેશાં મતદારોની પડખે ઊભું રહ્યું છે. દેશના નિર્માણ માટે પહેલું કદમ મતદાન છે, તેથી દેશના દરેક નાગરિક કે જેમણે અઢાર વર્ષની ઉંમર પૂરી હોય તેમણે પણ મતદાન કરવું જોઈએ.

જ્ઞાનેશ કુમાર જાન્યુઆરી 2024માં સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને માર્ચ 2024માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે રાજીવ કુમાર નિવૃત્ત થયાના એક દિવસ પછી તેઓ 26મા સીઈસી તરીકે શપથ લેશે. સુખબીર સિંહ સંધુ સાથે કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન બંને ચૂંટણી પંચનો ભાગ હતા.

નિવૃત્ત સિનિયર સનદી અધિકારી જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ 20 વિધાનસભા ચૂંટણી, 2027 માં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ 2029 ની લોકસભા ચૂંટણી સહિતની ચૂંટણી પંચની કામગીરીનું નેતૃત્વ કરશે.

ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયાના લગભગ એક વર્ષ પછી, જ્ઞાનેશ કુમારને સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે બઢતી આપવામાં આવી. મંગળવારે નિવૃત્ત થનારા રાજીવ કુમારના અનુગામી તરીકે નવા સીઈસીની પસંદગી માટે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની ઉચ્ચ-સ્તરીય પેનલની બેઠકના કલાકો પછી કુમારની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી .

પાયલ હોસ્પિટલ CCTV વીડિયો લીક કેસમાં મહારાષ્ટ્રથી 2 અને યુપીથી 1 આરોપીની ધરપકડ

0

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રથી પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજવલ તેલી નામના બે શખ્સના ડિવાઇસમાંથી સંખ્યાબંધ બિભત્સ વીડિયો મળી આવ્યા છે. ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયા હોવાની આશંકા છે. અનેક રાજ્યોના અલગ અલગ પ્રકારના વીડિયો આરોપીઓ પાસેથી મળી આવ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં પાયલ હોસ્પિટલના CCTV હેક થયા હોવાનું સામે આવ્યું હતું અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ રેકેટમાં અત્યાર સુધી 7થી 8 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુ ટ્યુબ ચેનલ હેન્ડલર્સનું નામ સામે આવ્યું છે. મહારાષ્ટ્રથી પકડાયેલા બે શખ્સોને અમદાવાદ લાવવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ કૌભાંડ ઇન્ટરનેશનલ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સોનોગ્રાફી, બ્રેસ્ટ ચેક, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતની સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

અમદાવાદ સાયબર બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે વધુ એક આરોપીની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ટૂંંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.

મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો છે. આવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ થયો છે. ફરિયાદ નોંધીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં.

દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલાં કેજરીવાલ અને આતિશીને મળ્યું આમંત્રણ

0

દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્ન પરનો સસ્પેન્સ આજે સમાપ્ત થવા જઈ રહ્યો છે. નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થોડા કલાકોમાં કરવામાં આવશે. ભાજપ આજે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ કાર્ડ પણ આવી ગયું છે અને આમંત્રણ કાર્ડ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીને પણ મોકલવામાં આવ્યું છે. નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ બપોરે રામલીલા મેદાનમાં યોજાશે. નવા મુખ્યમંત્રી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ તેમાંથી સૌથી મુખ્ય નામ પ્રવેશ વર્માનું છે, જેમણે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત, ખાસ મહેમાનોને પણ આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે, જેમાં અધ્યક્ષ, મહિલા/પુરુષ ઓટો ડ્રાઇવરો, કેબ ડ્રાઇવરો અને દિલ્હીના ખેડૂત નેતાઓના નામનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ બાદ પ્રચંડ જીત મેળવ્યા બાદ પણ ભાજપ હજી સુધી મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરી શકી નથી. જો કે, આજે સાંજે સાત વાગ્યે યોજાનારી ભાજપ ધારાસભ્યો દળની બેઠકમાં CM ના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. આવતીકાલે બપોરે 12.35 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાન પર નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.