Home Blog Page 526

૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫/ આ રાશિ માટે રવિવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. ‌નિર્ણય શ‌ક્તિ મજબૂત બનતાં અગત્યના ‌નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ-

મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગ‌તિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે ‌મિશ્ર ફળ મળતું જણાય.‌

મિથુનઃ-

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગત‌‌િ થાય. જમીન-‌મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃ‌‌ધ્ધિ થતી જણાય.

કર્કઃ- ‌

દિવસ દરમ્યાન માન‌સિક ‌ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવા‌હિક જીવનમાં પ્રેમ જળવાશે. ‌મિત્રો તરફથી લાભ.‌

સિંહઃ-

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા ‌નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ‌ચિંતા રહે. ખોટાં ‌વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ-

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃ‌‌‌ધ્ધિ શકય બને. પ‌રિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શકય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ-

નસીબનો સાથ ઓછો મળતો. આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પ‌રિવારના તમામ સભ્યોની પ્રગ‌તિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. ‌મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ-

આવકમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ ‌મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુ‌‌તિ જણાય.

ધનઃ-

માન‌સિક શાંતિ વધતી જણાય. ગઇકાલનાં પ્રમાણમાં ‌વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાસં‌રિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃ‌‌‌ધ્ધિ થતી જણાય.

મકરઃ-

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકો‌‌ટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ ‌વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ- મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ‌ચિંતા રહે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ- નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્ર‌તિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

પીએમ મોદીએ ‘છાવા’ની પ્રશંસા કરી, વિક્કી કૌશલેએ આભાર વ્યક્ત કર્યો

પીએમ મોદીએ તાજેતરમાં વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની પ્રશંસા કરતા અભિનેતા ગદગદ થઈ ગયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. લક્ષમણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી છે અને લોકો આ ફિલ્મ જોવા સિનેમાઘરોમાં લાઈન લગાવી રહ્યા છે. એવામાં પીએમ મોદીએ પણ ‘છાવા’ની પ્રશંસા કરી છે.

પીએમ મોદીને પ્રશંસાથી અભિનેતા વિકી કૌશલ ઘણા જ ખુશ થયા હતા અને તેમણે પોતાની instagram સ્ટોરી પર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે શબ્દની બહારનો આદર હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભારી છું. છાવા નોંધનીય છે કે ઐતિહાસિક પિરિયોડિકલ ડ્રામા ફિલ્મ ‘છાવા’ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. તે દરરોજ બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 200 કરોડથી વધુનું જબરજસ્ત કલેક્શન કરી લીધું છે.

‘છાવા’ ફિલ્મ 130 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તેણે ભારતમાં 242 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી દીધી છે. મતલબ કે ફિલ્મે તેના બજેટ કરતાં ઘણો સારો નફો મેળવ્યો છે અને બોક્સ ઓફિસ પર તેની ગતિ જોતા એમ લાગે છે કે તે આ વર્ષની સૌથી વધુ નફાકારક ફિલ્મોમાંથી એક બની શકે છે.

છાવામાં વિકી કૌશલ ઉપરાંત રશ્મિકા મંદાના પણ છે. તે જ સમયે આશુતોષ રાણા, દિવ્યા દત્તા, પ્રદીપ રામ સિંહ રાવત, સંતોષ જુવેકર, સિંહ, ડાયના પેન્ટી જેવા કલાકારો પણ આ ફિલ્મમાં છે. ઉપરાંત, અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં જોવા મળે છે. પરંતુ વિકી કૌશલ સિવાય, ફિલ્મમાં જે અભિનેતાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અને જેમના અભિનયની પ્રશંસા થઈ રહી છે તે વિનીત કુમાર છે. તેમણે કવિ કલશની ભૂમિકામાં દર્શકોના દિલ જીતી લીધા છે.

તેલંગાણા ટનલનો એક ભાગ તૂટી પડતાં 30થી વધુ મજૂરો ફસાયા, બચાવ કાર્ય ચાલુ

0

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલ પ્રોજેક્ટના બાંધકામ હેઠળના ભાગમાં છતનો એક ભાગ તૂટી પડ્યો. છ કામદારો ફસાઈ ગયા હતા. “આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક કામદારો કામ માટે અંદર ગયા હતા અને છત તેના પ્રવેશ બિંદુથી 12-13 કિલોમીટર અંદર તૂટી પડી,” અધિકારીએ જણાવ્યું.

શનિવારે (22 ફેબ્રુઆરી) તેલંગાણામાં એક ટનલનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 30 કામદારો ફસાયા હોવાની આશંકા છે. શ્રીશૈલમ બંધ પાછળ આવેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યો.

તે નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ના બાંધકામ હેઠળના વિભાગ પર સ્થિત છે. કંપનીએ તપાસ માટે એક ટીમ અંદર મોકલી છે. દરમિયાન, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનાં આયોજનમાં હોબાળો, લોકોમાં ભારે રોષ

0

રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આયોજીત એક સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. નવી જિંદગીની શરુઆત કરવા જઈ રહેલા અને લાખો સપના સેવી રહેલા વર અને કન્યાને સપાના રોળાયા છે. વરઘોડીયા વાજતે ગાજતે પરણવા ઉત્સુક હતા, જાનૈયા પણ વટ પાડવા માટે તૈયાર હતા, તે જ સમયે જાણવા મળ્યું કે, આ સમૂહ લગ્નનું આયોજન કરનારા આયોજકો તો ફરાર થઈ ગયા છે. આ ઘટના જાણ્યા બાદ જાનૈયા અને વર કન્યાના મોઢા પડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા.

લગ્નવિધિ અટવાઈ જતાં કેટલાક યુગલ લગ્ન કર્યા વગર જ પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે સ્થળ પર હાજર જોડાંઓની લગ્નવિધિ કરાવવાની જવાબદારી ઊપાડી હતી અને લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવ્યું હતું. આમ, રાજકોટ પોલીસ વર-કન્યા પક્ષનાં પરિવાર માટે દેવદૂત બની હતી.

EDએ BBC ઈન્ડિયાને ₹3.44 કરોડનો દંડ ફટકાર્યો, 3 ડાયરેક્ટર્સ પણ ઝપટમાં આવી ગયાં

0

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (BBC) ઈંડિયાની મુશ્કેલીઓ ફરી એક વાર વધી ગઈ છે. વર્ષ 2023માં ન્યૂઝ પોર્ટલ પર જે FEMA કેસમાં તપાસ ચાલી રહી હતી, હવે આ જ કેસમાં ઈડીએ કંપની પર 3.44 કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે. બીબીસી ઈંડિયા પર કથિત રીતે વિદેશી મુદ્રા ઉલ્લંઘનના કારણે વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ અંતર્દત કેસ નોંધ્યો હતો. તેના બે વર્ષ બાદ હવે ઈડીએ શુક્રવારે એક આદેશ જાહેર કર્યો છે, જેમાં બીબીસી પર 3.44 કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે. એજન્સીએ બીબીસીના ત્રણ ડાયરેક્ટર્સ પર 1.14 કરોડ રુપિયાનો દંડ પણ લગાવ્યો છે.

FEMA કાયદા હેઠળ વિવિધ “ઉલ્લંઘનો” માટે 4 ઓગસ્ટ, 2023 ના રોજ BBC WS India, તેના ત્રણ ડિરેકટરો અને નાણાકીય વડાને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે બીબીસી ડબલ્યુએસ ઇન્ડિયા, જે 100 ટકા એફડીઆઈ કંપની છે, તે ડિજિટલ મીડિયા દ્વારા સમાચાર અને વર્તમાન બાબતો અપલોડ સ્ટ્રીમ કરે છે. પરંતુ તેણે તેનું એફડીઆઈ 26 ટકા સુધી ઘટાડ્યું નથી પરંતુ તેને 100 ટકા પર રાખ્યું છે, જે ભારત સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું ઘોર ઉલ્લંઘન છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બીબીસી ડબલ્યુએસ ઇન્ડિયા પર કુલ 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, 15.10.2021 થી નિયમોનું પાલન કરવાની તારીખ સુધી પ્રતિ દિવસ 5,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બીબીસીના ત્રણ ડિરેક્ટર – ગાઇલ્સ એન્ટની હંટ, ઇન્દુ શેખર સિંહા અને પોલ માઇકલ ગિબન્સ – ને ઉલ્લંઘનના સમયગાળા દરમિયાન કંપનીના સંચાલનની દેખરેખ રાખવામાં તેમની ભૂમિકા બદલ રૂ. 1,14,82,950 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

બીબીસી દ્વારા કથિત ઉલ્લંઘનોની વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, 18 સપ્ટેમ્બર, 2019 ના રોજ, DPIIT એ એક પ્રેસ નોટ જારી કરી હતી જેમાં સરકારી માર્ગ હેઠળ ડિજિટલ મીડિયા માટે 26 ટકા FDI મર્યાદા સૂચવવામાં આવી હતી. જોકે, બીબીસી ડબલ્યુએસ ઇન્ડિયા ડિજિટલ મીડિયા દ્વારા સમાચાર અપલોડ/સ્ટ્રીમિંગ કરતી 100% એફડીઆઈ કંપની છે. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રેસ નોટ પછી પણ, બીબીસી ઇન્ડિયાએ સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરીને, તેના FDI ને 26 ટકા સુધી ઘટાડ્યું નહીં અને તેને 100 ટકા પર રાખ્યું હતું.

કચ્છમાં ટ્રક સાથે અથડાતા બસનો ભુક્કો બોલાયો, 7 લોકોના મોત, 38 ઘાયલ

0

કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પશ્ચિમ કચ્છમાં કેરા મુન્દ્રા રોડ ઉપર આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. ખાનગી ટ્રાવેલ્સની મિની લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ પાસે આવેલા માનકુવાના મુન્દ્રા – કેરા રોડ ઉપર બાબીયા ગામ પાસે એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થવાને લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ખાનગી બસનો કુચ્ચો વળી ગયો હતો ત્યાં જ બસમાં સવાર લોકોના શરીરના અંગો રસ્તા પર વેરાયેલા જોવા મળ્યા હતા.

અકસ્માતમાં ઘાયલો થયેલા લોકરોને હાલમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જો કે મૃત્યુ આંક વિષે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા 38 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસ અને 108 ટીમને કરવામાં આવી હતી. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ આદરી હતી.

ત્રિવેણી સંગમમાંથી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 6 લોકોના મોત

0

પ્રયાગરાજમાં મહાકુંભ ત્રિવેણી સંગમમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડતાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ બિહારના આરામાં આ માર્ગ અકસ્માતની ઘટના બની છે. વાસ્તવમાં શુક્રવારે સવારે આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપ પાસે બની હતી. અહીં કાર પાછળથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસે તમામ મૃતકોને બહાર કાઢ્યા. મોતને ભેટેલાં તમામ લોકો એક જ પરિવારના હતાં. પરિવાર પટણાના જક્કનપુરનો રહેવાસી હતો અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે, તમામ લોકો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતાં. શુક્રવારે (21 ફેબ્રુઆરી) સવારે ઝોકું આવી જવાથી કાર ટ્રક સાથે અથડાઈ હતી.

જણાવી દઈએ કે, મૃતકોમાં 4 મહિલા અને 2 પુરૂષ છે. પટણાના જક્કનપુર સ્થિત સુદામા કૉલોની નિવાસી વિશુન દેવ પ્રસાદના દીકરા સંજય કુમાર, પત્ની કરૂણા દેવી, દીકરા લાલ બાબૂ સિંહ તેમની ભત્રીજી અને પ્રિયમ કુમારી છે. આ સિવાય પટણાના કુંભાર નિવાસી આનંદ સિંહની દીકરી આશા કિરણ, ચંદ્રભૂષણ પ્રસાદની દીકરી જૂહી રાની અકસ્માતમાં મોતને ભેટ્યાં છે.

મૃતક સંજયના ભાઈએ જણાવ્યું હતું કે બુધવારે, એક સ્કોર્પિયોમાં 7 લોકો અને બલેનો કારમાં પતિ-પત્ની, પુત્ર અને ભત્રીજી સહિત 6 લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણીમાં સ્નાન કરવા ગયા હતા. શુક્રવારે પ્રયાગરાજથી પરત ફરતી વખતે સંજય કુમારનો પુત્ર લાલ બાબુ કાર ચલાવી રહ્યો હતો અને આ સમય દરમિયાન લાલ બાબુ સૂઈ ગયા.

ઇઝરાયલમાં ત્રણ બસોમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટ, પોલીસે કહ્યું આ એક મોટો આતંકવાદી હુમલો

ઇઝરાયલના તેલ અવીવ શહેરની ત્રણ બસોમાં એક પછી એક જોરદાર વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇઝરાયલી પોલીસ તેને શંકાસ્પદ આતંકવાદી હુમલા તરીકે જોઈ રહી છે. આ વિસ્ફોટો બાટ યામમાં થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમણે બે અન્ય બસોમાં લગાવેલા વિસ્ફોટકોને પણ નિષ્ક્રિય કર્યા હતા.

આ હુમલાઓ બાદ, પરિવહન મંત્રી મીરી રેગેવે વિસ્ફોટક ઉપકરણોની તપાસ માટે દેશની તમામ બસ, ટ્રેન અને લાઇટ રેલ સેવાઓ બંધ કરી દીધી છે. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે IDF ને પશ્ચિમ કાંઠાના શરણાર્થી શિબિરોમાં તેની પ્રવૃત્તિઓ વધારવાનો આદેશ આપ્યો છે.

ઇઝરાયલના મધ્ય શહેર બાટ યામમાં એક પછી એક અનેક બસોમાં વિસ્ફોટ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પોલીસે તેને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બે અન્ય બસોમાંથી વધારાના વિસ્ફોટકો મળી આવ્યા છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. આ હુમલા બાદ દેશભરમાં બસો-ટ્રેનો-લાઇટ ટ્રેન સેવા અટકાવી દેવાઇ છે.

IDF અને શિન બેટ આ હુમલાઓની તપાસ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્કિંગમાં ઉભેલી એક બસમાં આગ લાગી ગઈ છે. કાર સળગતી જોવા મળી. તેલ અવીવ જિલ્લા પોલીસ વડા હૈમ સરગારોફે જણાવ્યું હતું કે વિસ્ફોટક ઉપકરણોમાં ટાઈમર ફીટ કરવામાં આવ્યા હતા. એવું લાગે છે કે આ ઉપકરણો પર કંઈક લખ્યું હતું. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપકરણો પર બદલાની ધમકી લખેલી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં કેટલા લોકો સામેલ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત

0

ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો અકસ્માત થયો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્દવાન જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, દંતનપુર નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગયો, જેના કારણે તેમના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી. આ કારણે પાછળથી આવતા વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા અને તેમાંથી એક ગાડી સૌરવ ગાંગુલીની કાર સાથે અથડાઈ ગઈ.

આ દુર્ઘટનામાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં રહેલા કોઇ પણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી નહોતી પરંતુ તેમને આશરે 10 મિનિટ સુધી રોડ પર રોકાવું પડ્યું હતું. તેમના કાફલાની બે ગાડીઓ ડેમેજ થઇ હતી. દુર્ઘટનાના સ્થળે કેટલોક સમય રોકાયા બાદ તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. તેમને બર્દવાન યુનિવર્સિટિમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો.

નોંધનીય છે કે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને ભારતીય ક્રિકેટના સૌથી આક્રમક અને પ્રભાવશાળી કેપ્ટનોમાંના એક ગણવામાં આવે છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણી ઐતિહાસિક જીત નોંધાવી હતી.

બિહારના સાસારામમાં નકલ કરતા રોકતા થયું ફાયરિંગ, એક વિધાર્થીનું મોત

0

બિહારના સાસારામમાંથી એક ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં એક પરીક્ષા કેન્દ્રમાં ઉત્તરવહીમાં જોઈને ચોરી કરતા રોક્યા તો બે ગ્રુપ વચ્ચે મારપીટ અને અંધાધૂંધ ફાયરિંગ થયું. આ દરમિયાન ગોળી વાગવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિવાદમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે એક સગીર છોકરાને હથિયાર સાથે પકડ્યો છે. વિદ્યાર્થીના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મૃતક અમિત કુમાર ડેહરીના શંભૂ બિગહાના નિવાસી મનોજ યાદવનો દીકરો હતો. વિવાદમાં સામેલ તમામ છોકરા હાઈ સ્કૂલ ડેહરીના વિદ્યાર્થી છે. આ તમામનું પરીક્ષા કેન્દ્ર સાસારામના સંત અન્ના હાઈ સ્કૂલમાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પરીક્ષા દરમિયાન જ્યારે એક્ઝામ હોલની અંદર ઉત્તરવહીમાં જોઈને ચોરી કરતા રોક્યા તો કેટલાક છોકરાઓએ બબાલ કરી.

આ બબાલમાં મારપીટ દરમિયાન જ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં બે વિદ્યાર્થીઓને ગોળી વાગી. સારવાર દરમિયાન અમિત કુમારનું મોત થઈ ગયું છે જ્યારે બીજી તરફ બીજો વિદ્યાર્થી સંજીત કુમારની હાલત ગંભીર છે. પોલીસે અમિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપી દીધો છે.

ઉમેદવારો સેન્ટ અન્ના સ્કૂલમાંથી પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. પછી તારાચંડી ધામમાં પહેલેથી જ રાહ જોઈ રહેલા બીજા જૂથે હુમલો કર્યો. ત્યારબાદ ગોળીબાર થયો. ગોળીબાર બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ગામના લોકો એકઠા થવા લાગ્યા, ત્યારે આરોપીઓ ભાગી ગયા. ઘાયલ વિદ્યાર્થીઓને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન એકનું મોત થઇ ગયું.