Home Blog Page 521

આ વર્ષ 2025માં હોળી કઈ તારીખે છે? જાણો હોળિકા દહન પર ભદ્રાકાળનો સમય

હોળી ભારતના સૌથી મોટા અને મડત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે, જે દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીની જેમ, હોળી (Holi 2025) પણ આનંદ અને એકતા પ્રદર્શિત કરતો તહેવાર છે. તે ખાસ કરીને હોળિકા દડન પછી ઉજવવામાં આવે છે અને સારા પર ખરાબના વિજયનું પ્રતીક છે.

આ તહેવાર ફાલ્ગુન માસમાં આવે છે અને તેની સાથે વિવિધ પૌરાણિક કથાઓ અને લોકવિશ્વાસ જોડાયેલા છે. ઘણા લોકો માટે, હોળી એક આધ્યાત્મિક મહત્વ ધરાવતો તહેવાર છે. આ વર્ષ 2025માં હોળી કઈ તારીખે છે? ડોળિકા દહન માટે શુભ મુહૂર્ત શું છે? અને ભદ્રાકાળનો સમય કયો રહેશે? સંપૂર્ણ જાણકારી અહીં મેળવો.

દ્રિક પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 13 માર્ચ, 2025ના સવારે 10:35 વાગ્યે શરૂ થશે અને 14 માર્ચ, 2025ના બપોરે 12:35 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ મુજબ, હોળી 14 માર્ચે ઉજવવામાં આવશે, જ્યારે હોલિકા દહન 13 માર્ચની રાત્રે કરવામાં આવશે.

આ વર્ષે હોલિકા દહનનો શુભ મુહૂર્ત 13 માર્ચે રાત્રે 11:26 થી 12:30 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન હોલિકા દહન કરી શકાય છે.

13 માર્ચના રોજ હોલિકા દહનના દિવસે સવારે 10:35થી રાત્રે 11:26 સુધી ભદ્રકાળ રહેશે. આ દરમિયાન હોલિકા દડન કરવાથી બચો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્ર અને સૂર્ય ગ્રહણનો પ્રભાવ તમામ વ્યક્તિના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. જણાવી દઈએ કે, આ વર્ષે 14 માર્ચ 2025ના રોજ હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ લાગશે. આ ગ્રહણ સવારે 9 વાગ્યાને 29 મિનિટથી લઇ બપોરે 3 વાગ્યાને 29 મિનિટ સુધી રહેશે.

સુરતમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢવાના રેકેટનો પર્દાફાશ, કરોડોનો માલ પકડાયો

સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે સાવા ગામની ડદમાં ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં ને.હા.48 ઉપર કેમિકલ ભરી પસાર થતા ટેન્કર સાથે મળીને કેમિકલ ભરેલા ટેન્કરો હોટેલના પાર્કિંગમાં લાવીને ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરીને ચોરીના કેમિકલ વેચાણ કરવાનું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે 4 લોકોને પકડી પાડયા છે અને 2 કરોડ 17 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ સવા ગામની હદમાં મુંબઈ અમદાવાદ ને.હા. નં.48 ઉપર આવેલા ચૌધરી પેલેસ નામની હોટલના પાર્કિંગમાં જાલિમ તથા ઈમરાન નામના બે ઇસમોએ ચૌધરી પેલેસ હોટલ ઉપર સતાર ખાન સમાનામના ઈસમને વોચમેન તરીકે નોકરી ઉપર રાખ્યો હતો. ડાઇવે ઉપર કેમિકલ ભરી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મળીને કેમિકલ ભરેલા ટેન્કરો હોટલના પાર્કિંગમાં લાવી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી ચોરીના કેમિકલ વેચાણ કરવાનું નેટવર્ક ચલાવે છે. આ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ત્યાં દરોડો પાડયો હતો.

ચૌધરી હોટલના પાર્કિંગમાં નોકરી કરતો ચોકીદાર અલગ અલગ ટેન્કરોના ડ્રાઈવરો સાથે મળીને ટેન્કરના વાલ્વ ખોલી ટેન્કરના વાલ્વ બોક્ષની નીચે પ્લાસ્ટિકના કેરબાઓ મુકીને ટેન્કરમાં ભરેલું પ્રવાહી વાલ્વ ખોલી ટેન્કરમાં રહેલ પ્રવાડી ચોરી કરી રહ્યાં હતા.

જિલ્લા પોલીસે ત્રણ ટેન્કર ચાલક સહીત ચોકીદારને ઝડપી પાક્યા હતા. મુખ્ય આરોપી કેમિકલ ચોરી કરાવનાર જાલિમ તથા ઈમરાનને વોન્ટેડ જાહેર કરી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ટેન્કર, કેમિકલ કેરબા, પ્લાસ્ટિકની પાઈપ, મોબાઈલ અને રોકડા રૂપિયા સહીત કુલ 2,17,98,560 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આ સમગ્ર મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, રિલાયન્સ 3 ડાઉન

0

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મંદી યથાવત છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો છે અને 73000નું સપોર્ટ લેવલ તોડી 72900 નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ઘટીને 22000ના સપોર્ટ લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ સહિત બેંક ફાઇનાન્સ શેરમાં વેચવાલીથી શેરબજાર તૂટ્યું છે. તમને જણાવી દઇયે કે, સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં મહિને તૂટ્યા છે, જે 29 વર્ષની સૌથી લાંબી મંદી છે. શેરબજારમાં લાંબી મંદીથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.

બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 73198 સામે વધીને આજે 73427 ખુલ્યો હતો. ઉછાળે ખુલીને સેન્સેક્સ ઉપરમાં 73649 સુધી ગયો હતો. જો કે રિલાયન્સ, અદાણી પોર્ટ્સ અને બેન્કિંગ ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી તટ્યું. ઇન્ટ્રા-ડે ટોચથી સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ તુટ્યું અને 72788 લેવલ નીચે ઉતરી ગયું છે. 72800નું સપોર્ટ લેવલ તુટ્યા બાદ સેન્સેક્સ વધુ ઘટવાની આશંકા છે.

સ્થાનિક સ્તરે જીડીપીના મજબૂત ડેટા, તેમજ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો આર્થિક ગ્રોથ વેગવાન રહેવાની સંભાવનાઓને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, એફઆઈઆઈનું વેચાણ પ્રેશર, તેમજ ટેરિફ વોર, જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસે માર્કેટ પર પ્રેશર બનાવ્યું છે. અમેરિકાની ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની નીતિ આ સપ્તાહે લાગુ થવાની છે. સામે ચીને પણ કૃષિ પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન શાંતિ કરાર કરવા તૈયાર ન હોવાની અટકળોએ જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાસણ ગીરમાં ‘વિશ્વ વન્યજીવન દિવસ’ ઉજવશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાસણ ગીરમાં ‘વિશ્વ વન્યજીવન દિવસ’ ઉજવશે. 3 માર્ચને વિશ્વ વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગીર અભયારણ્યની મુલાકાત લીધા બાદ PM જૂનાગઢના સાસણ ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે.

સવારે 10 વાગ્યે સાસણના સિંહ સદન ખાતે વન્યજીવન બોર્ડના અધ્યક્ષસ્થાને બેઠક કરશે, જેમાં કુલ 47 સભ્યો છે. સેના પ્રમુખ, વિવિધ રાજ્યોના સભ્યો, NGO, વન સચિવ વગેરેનો આ બેઠકમાં સમાવેશ થાય છે. આ પછી તેઓ બપોરે 12 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે. ત્યાં દર્શન કર્યા પછી, પીએમ મોદી બપોરે 3 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, પીએમ મોદીએ એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર, સાસણ ગીરના વિકાસ માટે મોટા નિર્ણયો લીધા હતા, જેના કારણે આજે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ સિંહોને જોવા માટે સાસણ ગીરમાં આવે છે. હાલમાં, ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં લગભગ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી છે. એક નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટના ભાગ રૂપે, જૂનાગઢ જિલ્લાના નવા પીપળીયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર રાષ્ટ્રીય વન્યજીવન આરોગ્ય માટે રેફરલ સેન્ટર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સાસણમાં એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને વન્યજીવન ટ્રેકિંગ માટે એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગીર અભયારણ્યમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ X પર પોસ્ટ કર્યું, “રાષ્ટ્રના સિંહ અને ગુજરાતના ગૌરવશાળી પુત્ર, પીએમ મોદી, એશિયાઈ સિંહોની ભૂમિની મુલાકાત લઈ રહ્યા છે. સાસણ ગીરની તેમની મુલાકાત WorldWildlifeDay પર વન્યજીવન સંરક્ષણના પ્રયાસોને મજબૂત બનાવશે. તેમનું વિઝન ભારતના વન્યજીવન માટે ટકાઉ ભવિષ્યને આકાર આપવાનું ચાલુ રાખે છે.” તેમણે ઉમેર્યું, “પીએમ મોદીએ અગાઉ વિશ્વ સિંહ દિવસ પર મુખ્ય જાહેરાતો કરી હતી અને તેમની મુલાકાતથી વધુ પહેલ અને નવા વિકાસ થવાની અપેક્ષા છે.”

કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યારો પકડાયો, આ કારણથી થઈ હતી હત્યા

0

હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ મૃતદેહને સૂટકેસમાં ફેંકી દેવામાં આવ્યો હતો. વળી, સોમવારે (3 માર્ચ) પોલીસે હત્યાકાંડ મામલે બહાદુર ગઢના રહેવાસી સચિન નામના એક યુવકની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી મુજબ, હિમાનીની હત્યા તેના જ ઘરમાં કરવામાં આવી હતી. જે સૂટકેસમાં હિમાનીની લાશ મળી હતી, તે સૂટકેસ પણ હિમાનીના ઘરનું જ હતું. હત્યારો હિમાનીનો ઓળખીતો છે. આરોપી પાસેથી હિમાનીનો મોબાઈલ પણ મળી આવ્યો છે. CIA 2ની ટીમે તેની દિલ્હીથી ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, આરોપીએ દાવો કર્યો કે, ‘હું હિમાની સાથે રિલેશનશિપમાં હતો અને તે મને બ્લેકમેલ કરી રહી હતી. તે મારી પાસેથી લાખો રૂપિયા પણ ખંખેરી ચુકી છે.’ પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, આ મામલે તપાસ શરૂ છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ મોતના સાચા કારણ વિશે જાણ થશે. સોમવારે (3 માર્ચ) સવારે 11 વાગ્યે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જેમાં તમામ માહિતી વિશે જાણ કરાશે.

હિમાની નરવાલ હત્યાકાંડમાં રચાયેલી એસઆઈટીના ચીફ ડીએસપી રજનીશ કુમારે જણાવ્યું છે કે, હત્યાકાંડના મામલે પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. મોબાઈલ ફોન પણ રિકવર થઈ ગયો છે. ખાસ કરીને જે સૂટકેસમાં ડેડ બોડી મળી હતી, તે પરિવારની જ હતી. પોલીસ આ મામલાની અનેક દિશાઓથી તપાસ કરી રહી છે. જલ્દી ખુલાસો કરશે. જણાવી દઈએ કે, આજે હિમાનીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવશે, જેનાથી તેની હત્યાની રીતનો ખ્યાલ આવશે. હિમાનીની હત્યા અંગે રાજકીય બવાલ પણ મચી ગઈ છે, કારણ કે તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી અને કોંગ્રેસની સક્રિય કાર્યકર હતી.

સમગ્ર હત્યાકાંડ મામલે હિમાની નરવાલની માતાનું પણ નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, આરોપી કોઈ જાણીતું વ્યક્તિ જ છે અથવા પાર્ટીની કોઈ વ્યક્તિ અથવા તેની કોલેજની કોઈ વ્યક્તિ કે કોઈ સંબંધી. ફક્ત આ જ લોકો ઘરે આવી શકે છે. મને વિશ્વાસ છે કે, તેની સાથે કંઈક ખોટું કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે તેનો વિરોધ કર્યો જેના કારણે આ થયું. તેણે ક્યારેય કંઈ ખોટું સહન નથી કર્યું. હું આરોપી માટે મૃત્યુદંડની સજા ઈચ્છું છું. સરકાર તરફથી અત્યાર સુધી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.’

જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ તેના મૃતદેહને સૂટકેસમાં ભરીને ફેંકી દેવાયો હતો. આ હત્યાકાંડ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હિમાનીની માતાએ આરોપ લગાવ્યો છે કે, ‘મારી દીકીરની હત્યા કરીને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો છે.’ હિમાની નરવાલ છેલ્લાં 10 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. તે ભારત જોડો યાત્રાનો પણ ભાગ રહી ચુકી છે. આ યાત્રા તેણે રોહતકમાં જોઇન કરી હતી અને શ્રીનગર સુધી સાથે ગઈ હતી. ભારત જોડો યાત્રા દરમિયાન હિમાનીનો રાહુલ ગાંધી સાથેનો ફોટો પણ વાઈરલ થયો હતો.

Oscars 2025માં હોસ્ટ કોનન ઓ’બ્રાયને હિન્દીમાં ભારતીય દર્શકોને કહ્યું…

97મા એકેડેમી એવોર્ડ્સને આ વખતે કોનન ઓ’બ્રાયન હોસ્ટ કર્યો હતો. કોનન ઓ’બ્રાયને પ્રથમ વખત ઓસ્કારની હોસ્ટિંગની કમાન સંભાળી હતી અને પોતાના ડેબ્યૂમાં જ ઈતિહાસ રચ્યો. ઓસ્કારનું લાઈવ ટેલિકાસ્ટ ઘણા દેશોમાં જોવાતું હોવાથી તેણે માત્ર અંગ્રેજીમાં જ નહીં પરંતુ સ્પેનિશ, હિન્દી, ચાઈનીઝ અને અન્ય ભાષાઓમાં પણ લોકોને આવકાર્યા હતા. એવામાં કોનન ઓ’બ્રાયને હિન્દીમાં શું કહ્યું હતું?

હોસ્ટ કરતી વખતે, હોસ્ટ કોનન ઓ’બ્રાયન હિન્દીમાં બોલ્યા, ‘નમસ્કાર, અત્યારે ભારતમાં સવાર છે, તેથી મને આશા છે કે તમે નાસ્તો કરતી વખતે 97મા એકેડેમી એવોર્ડનો આનંદ માણી રહ્યા હશો.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોનન ઓ’બ્રાયન એવા પ્રથમ હોસ્ટ છે જેમણે એકેડેમી એવોર્ડ સ્ટેજ પર હિન્દીમાં વાત કરી છે.

કોનન ક્રિસ્ટોફર ઓ’બ્રાયન એક અમેરિકન ટેલિવિઝન હોસ્ટ, હાસ્ય કલાકાર, અભિનેતા, લેખક અને નિર્માતા છે. તે NBC ટેલિવિઝન નેટવર્ક પર લેટ નાઈટ વિથ કોનન ઓ’બ્રાયન (1993–2009) અને ધ ટુનાઈટ શૉ વિથ કોનન ઓ’બ્રાયન (2009–2010) અને કેબલ ચેનલ TBS પર કોનન (2010–2021) થી શરૂ થતા લેટ-નાઈટ ટોક શૉ હોસ્ટ કરવા માટે જાણીતો છે.

૨ માર્ચ, ૨૦૨૫: રવિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ-

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ-

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાન સંબંધીચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.‌

મિથુનઃ-

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ-

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.‌

સિંહઃ-

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ-

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ-

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાનાભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવ‌ૃધ્ધિ થતી જણાય.

વૃ‌શ્ચિકઃ-

નાના-ભાઇ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ-

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ-

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્ર‌ગતિ.

કુંભઃ-

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ-

ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

હિમાચલમાં વરસાદ બરફવર્ષામાં એકનું મોત, 583 રસ્તા બંધ

0

હિમાચલ પ્રદેશના કુલ્લુ, શિમલા, લાહૌલ સ્પીતિ, કિન્નૌર અને કાંગડાના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે ઘણું નુકસાન થયું છે. શુક્રવારે રાત્રે કુલ્લુના ગાંધીનગરમાં ભૂસ્ખલન ચાલુ રહ્યું અને અહીંથી લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત થયા છે. જોકે, શનિવારે રાજ્યમાં હવામાન સાફ થઈ ગયું છે. જો કે ચંબામાં એક સહેલાણીનું મોત થયું હતું.

28 ફેબ્રુઆરીની સાંજે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં પરિવહન અને વીજ પુરવઠો ભારે પ્રભાવિત થયો છે. પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 583 રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં ૮૫ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2,263 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નિષ્ફળ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, અને 279 પાણી પુરવઠા યોજનાઓને પણ અસર થઈ છે.

ચંબા જિલ્લામાં સૌથી વધુ 125 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેના કારણે ઘણા ગ્રામીણ અને શહેરી વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. કિન્નૌર જિલ્લામાં 76 રસ્તાઓ બંધ છે, જ્યાં ભારે હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. કુલ્લુ જિલ્લામાં 31 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, લાહૌલ-સ્પિતિ જિલ્લામાં 82 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યાં હિમવર્ષાને કારણે શિંકુલા, કાઝા અને અન્ય દુર્ગમ વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે.

ફેબ્રુઆરીમાં ગરમીનો સવાસો વર્ષનો વિક્રમ તુટ્યો

0

ફેબ્રુઆરી મહિનો પુરો થઈ ગયો. જો કે 1901 બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમી પડી છે. ફેબ્રુઆરીમાં સરેરાશ 22 ડિગ્રી ગરમી પડી છે. આ ગરમી છેલ્લા 125 વર્ષમાં સૌથી વધુ રહી છે.

ફેબ્રુઆરીમાં ગરમી વધુ પડી છે, ત્યારે સૌને ચિંતા પેંઠી છે કે ફેબ્રુઆરી આટલો ગરમ રહ્યો તો એપ્રિલ અને મેમાં તો ગરમી ત્રાહિમામ પોકરાવી દેશે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પણ વધુ ગરમી પડી છે. છેલ્લા અઠવાડિયામાં તો સરેરાશ ગરમી કરતાં ગુજરાતમાં 4-5 ડિગ્રી ગરમી વધુ પડી છે. એ જોતાં હવામાન વિભાગની આગાહી ચિંતા કરાવે એવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના બીજા અઠવાડિયાથી જ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જાય તો નવાઈ પામવા જેવી નથી. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ મે મહિના જેવી અકળાવનારી ગરમીનો અનુભવ માર્ચ મહિનામાં થશે. આ વર્ષ 2025માં અસહનીય ગરમી પડશે. આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ત્રણ થી ચાર ડિગ્રી વધારે નોંધાશે. માર્ચમાં જ હિટેવવ જોવા મળશે અને ત્રીજા-ચોથા સપ્તાહમાં મળીને પાંચેક દિવસ હિટવેવ રહશે.

મતલબ કે ભારે ગરમી માટે પણ બધાએ તૈયાર થઈ જવું પડશે. યાદ રહે કે જળવાયુ પરિવર્તનને કારણે હવામાનમાં પલ્ટો જોવા મળી રહ્યો છે, ત્યારે ઊનાળો આ વખતે આકરો રહેશે તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે.

૦૧ માર્ચ, ૨૦૨૫/ આ રાશિ માટે શનિવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

નાણાંકીય બાબતમાં લાભ મળશે. આધ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂર થતાં જણાય. ભાગ્ય સારૂં છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફતી થી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળસે.

વૃષભઃ

કવિતા, સંગીત જેવી બાતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફતી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ

દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યનો આધારે સફળ થતા જણાય. જીવનસાથી તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ માનસિક ચિંત હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવામાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ

ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભૂતિ થાય. પરિવારમાં તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને છે. સંતાન તરફતી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ

વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મેળવાથી આનંદ, કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવુ વાંચવા, જાણવાનો યોગ બને આંકની કાળજી જરૂરી.

તુલાઃ

સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગ ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ

નવા કાર્ય થતા નવા રોકાણો કરી શકાય. નાના ભાઈ બહેનની જવાબદારી વધે. આવક થતા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબુત બનતું જણઆય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા વાગવા અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણઆય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ

ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઈ બહેનને વાઈરલ ઈન્ફેક્શન થી સાચવવું. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઈ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ

જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય.સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.