Home Blog Page 519

ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઇ, જાણો કેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત હતા

0

ગુજરાતના ગોધરા કાંડ સંબંધિત એક મોટા સમાચાર આવ્યા છે. વર્ષ 2002ના ગોધરા રમખાણના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે, તેમની સુરક્ષા માટે CISFના 150 સૈનિકો તૈનાત હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ગૃહ મંત્રાલયે SITની ભલામણ રિપોર્ટના આધારે ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટવવાનો નિર્ણય લીધો છે. ગોધરા કાંડ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા હટાવવા પોતાની રિપોર્ટ આપી હતી.

કયા સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ

  • હબીબ રસુલ સૈય્યદ
  • અમીનાબેન હબીબ રસુલ સૈય્યદ
  • અકીલાબેન યાસીનમીન
  • સૈય્યદ યુસુફભાઈ
  • અબ્દુલભાઈ મરિયમ અપ્પા
  • યાકુબભાઈ નૂરન નિશાર
  • રજકભાઈ અખ્તર હુસૈન
  • નાઝીમભાઈ સત્તારભાઈ
  • મજીદભાઈ શેખ યાનુશ મહામદ
  • હાજી મયુદ્દીન
  • સમસુદ્દીન ફરીદાબાનુ
  • સમસુદ્દીન મુસ્તફા ઈસ્માઈલ
  • મદીનાબીબી મુસ્તફા
  • ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા

ગોધરા કાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધો હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમા અયોધ્યાથી પરત આવેલા કાર સેવકો સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જે ડબ્બામાં બેઠા હતા તેને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા, જેમા 27 મહિલા અને 10 બાળકો પણ સામેલ હતા. ઉપરાંત સાબરમતી ટ્રેનમાં સવાર અન્ય 48 મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવતા સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકાર રાજ્યમાં સેના મોકલી પડી હતી.

પાકિસ્તાનના સૈન્ય બેઝ પર આત્મઘાતી હુમલો, 12 લોકોના મોત 35 ઘાયલ

પાકિસ્તાની સૈન્ય કમ્પાઉન્ડમાં વિસ્ફોટકોથી ભરેલી બે કાર ઘુસાડી એક લશ્કરી જૂથ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 12 લોકોના મોત થયાં હતાં, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના બન્નુમાં સેનાના બેઝને નિશાન બનાવીને બે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. દિવાલ તોડ્યા પછી હુમલાખોરોએ છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને ઠાર મારવામાં આવ્યા હતા.

પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે. પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા જૂથ જૈશ અલ-ફુરસાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. નોંધનીય છે કે, રવિવારે રમઝાન શરૂ થયા પછી આ પાકિસ્તાનમાં ત્રીજો આતંકવાદી હુમલો છે.

સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા છે. આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું કહેવાય છે, જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા HGB (હાફિઝ ગુલ બહાદુર)નો ભાગ હતો અને તાજેતરમાં TTP સાથે હાથ મિલાવ્યો હતો.

વડોદરામાં ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં લખ્યું

0

ધોરણ 12 સાયન્સના એક વિદ્યાર્થીએ નિરાશાની અવસ્થામાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું. તેણે છેલ્લી ચિઠ્ઠી લખી હતી, જેમાં લખેલું હતું: “મમ્મી, પપ્પા સોરી, આઇ લવ યુ.” ઘરના બેડરૂમમાં થયેલા આ દુઃખદ ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં મૂકી દીધો છે.હરણી બીપીએસ સ્કૂલ રોડ પર સ્થિત સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા 17 વર્ષીય દેવ શૈલેષભાઇ પાટિલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે દેવ પાટિલે પોતાનું જીવન ટૂંકાવી લીધું. બનાવ અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પરિવારને સાંત્વના આપ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ દુઃખદ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરીક્ષાના દબાણને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની સંભાવના છે.

વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેની ગભરાટ અને નિરાશા સ્પષ્ટ દેખાઈ આવે છે. તેણે લખ્યું હતું,”ડિયર ફાધર, મધર એન્ડ બ્રધર .આઇ એમ સોરી, આઇ એમ ગોઇંગ અપ. પ્લીઝ ડોન્ટ થીંક અબાઉટ મી પાપા સોરી. આઇ ટ્રાઇડ માય બેસ્ટ સ્ટે અલાઇવ. પ્લીઝ ટેક કેર એવરીવન. મૈં ગયા ઇસ દુનિયા સે. યુ ગાય્ઝ ડિઝર્વ બેટર સન એન્ડ બ્રધર. આઇ વુડ કિલ માય સેલ્ફ. યુ મેક યોર લાઇવ્સ વે બેટર.

પ્લીઝ ફૂલ ફિલ માય લાસ્ટ વિશ. પ્લીઝ સ્ટે હેપ્પી મમ્મી,પાપા, ભાઇ. પ્લીઝ..પ્લીઝ… પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ… સ્ટે હેપી એન્ડ ફરગેટ અબાઉટ મી. ધીસ વુડ રિયલી મેક મી હેપી. એન્ડ પ્લીઝ ટેક કેર અબાઉટ ઇચ અધર. આઇ હોપ યુ ફૂલ ફિલ માય ફાઇનલ વિશ. ધ્યાન રખના. આઇ લવ યુ.” આ અંતિમ શબ્દોએ પરિવારને ગમગીન કરી દીધો છે.

જલારામબાપા સામે ટિપ્પણીનો વિવાદ વધુ ઉગ્ર

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદિત ટિપ્પણીને લઇ લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે (4 માર્ચે) વીરપુર બંધ રહ્યા બાદ આજરોજ (5 માર્ચે) રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાનપ્રકાશના પૂતળા પર પાટા મારી પૂતળું સળગાવવામાં આવ્યું હતું. જો કે તુરંત પોલીસ પહોંચી જતા પૂતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા યુવાનોને ડિટેઈન કરાયા હતા.

સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામબાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આજે જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું, કે પૂજ્ય બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને બાપાના મંદિરમાં માફી માંગશે. તેમજ સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ જરૂરી ખુલાસો કરવામાં આવશે. આમ સ્વામી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવશે અને વિવાદનો અંત આવશે.

‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો’ સૂત્રને સાર્થક કરનાર વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માગે એવી ભાવિકોએ માગ કરી હતી. રાજકોટના સાંસદ રૂપાલાએ પણ કહ્યું હતું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી.

અરવિંદ કેજરીવાલ 100 કમાન્ડો સાથે વિપશ્યના પકરવા પહોંચતા વિપક્ષોએ સાધ્યું નિશાન

0

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. એવી પણ અટકળો છે કે તેમને પંજાબ તરફથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. એવામાં કેજરીવાલ વિપશ્યના માટે પરિવાર સાથે પંજાબના હોશિયારપુર પહોંચ્યા હતાં. ત્યારે કેજરીવાલ પર વિરોધ પક્ષ (ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળ)ના નેતાઓએ નિશાન સાધ્યું હતું.

કેજરીવાલ વિપશ્યના કેન્દ્ર પહોંચ્યા ત્યારે તેમની સાથે પંજાબ પોલીસના 100થી વધુ કમાન્ડો પણ હતા. ભાજપે કહ્યું કે એક સમયે કેજરીવાલ વેગન આર કારમાં મુસાફરી કરતા હતા અને આમ આદમી હોવાનો ડોળ કરતા હતા, તેઓ જામરથી સજ્જ બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝર કારમાં હોશિયારપુર આવ્યા હતા અને તેમની સાથે પંજાબ પોલીસના 100થી વધુ કમાન્ડો પણ હતા.

દિલ્હી સરકારના પ્રધાન અને ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ 50 વાહનો અને 100થી વધુ કમાન્ડોના કાફલા ઇપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, લેન્ડ ક્રુઝર કાર સાથે કેવા પ્રકારનું ધ્યાન કરવા જઈ રહ્યા છે? ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે શું તમે 100 ગનમેન વિના વિપશ્યના ન કરી શકો? તેઓ કેવા પ્રકારની શાંતિની શોધ છે? શું પંજાબના કરદાતાઓ પાસેથી પૈસા લઈને વિપશ્યના માટે ભવ્ય પરેડની જરૂર છે? સીએમ ભગવંત માન પણ આ કાફલામાં નથી. ‘આપ’નું સત્ય જાહેર થઇ ગયું છે.

મણિપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા

0

મણિપુરમાં આજે 5.7ની તીવ્રતાનાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. 5.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ સવારે 11:06 વાગ્યે અનુભવાયો હતો. શિલોંગમાં પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમી ઊંડાઈએ નોંધાયું છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પર થશે અસર, જાણો આ છે કારણ ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફને કારણે, કેનેડામાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થવાની ધારણા છે. આની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓના ટ્યુશન ફી, રહેવાના ખર્ચ અને નોકરીની તકો પર પડશે.

અમેરિકાએ કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25% ટેરિફ લગાવ્યો છે. કેનેડિયન ઉર્જા ઉત્પાદનો પર વધારાનો 10% વધારાનો ટેક્સ પણ લાદવામાં આવ્યો છે. આનાથી વીજળી અને હિટિંગ જેવી આવશ્યક સેવાઓના ભાવ વધી શકે છે. કેનેડાની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ માટે આ સેવાઓ અત્યંત જરૂરી હોય છે. ખાદ્ય પદાર્થો અને પીણાંના ભાવ પણ વધી શકે છે. કેનેડા ઘણા ફૂડ પ્રોડક્ટ્સ માટે અમેરિકા અને મેક્સિકો પર નિર્ભર છે. ટેરિફને કારણે, વિદ્યાર્થીઓના રહેવા અને અભ્યાસનો ખર્ચ વધી શકે છે.

કેનેડામાં ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓ ખર્ચાઓને પહોંચી વળવા માટે પાર્ટ-ટાઇમ નોકરીઓ પર આધાર રાખે છે. જોકે, યુએસ ટેરિફની કેનેડિયન અર્થતંત્ર પર અસર પડશે. આ કારણે, કંપનીઓ નવા લોકોની ભરતી બંધ કરી શકે છે અથવા પગારમાં વધારો નહીં કરે. કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સે પહેલાથી જ ચેતવણી આપી છે કે આ ટેરિફથી નોકરીઓ જઈ શકે છે અને આર્થિક સંકટ આવી શકે છે. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે રિટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં કામ કરે છે, જેના પર સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જો વ્યવસાય ઘટવાને કારણે અર્થતંત્ર ધીમું પડે છે, તો વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો ઘટી જશે.

અમેરિકા 2 એપ્રિલથી ભારત પર રેસીપ્રોકલ ટેરિફ લાદશે, ટ્રમ્પની મોટી જાહેરાત…

પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ. કોંગ્રેસને સંબોધન કર્યું છે. સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબોધનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ “ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ” રહેવાની છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ 25 ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે. ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે, તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે જાહેરાત કરી દીધી કે આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

કોના પર કેટલો ટેરિફ લાદવામાં આવશે?

  • કેનેડાથી આયાત – મોટાભાગના માલ પર 25% ટેરિફ. તેલ અને વીજળી જેવા ઉર્જા ઉત્પાદનો પર 10% ટેરિફ.
  • મેક્સિકોથી આયાત- તમામ ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવામાં આવશે.
  • સ્ટીલ અને એલ્યુમિનિયમ – પહેલેથી જ લાગુ 25% ટેરિફ રહેશે.

૫ માર્ચ, ૨૦૨૫/ બુધવારના દિવસે આ રાશિ જાતકો માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવક વધતાં આનંદની અનુભુતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવે છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેર બજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધામાં માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ

આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. મતૃપક્ષતરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ મળે. નવી વિધા શીખવાના યોગ બને છે.

કર્કઃ

નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રી ર્ગ તરપથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ

નવી નોકરી બદલી અથવા બઠતી મળે. નવા ધંધાની શરૂઆત શકય બને. માન સન્માન વઘતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ

ધરમાં આધાત્મિક વાતાવરણ બને. પૂજન અર્ચન શકય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તહિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ

ધનહાનિ ના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ

ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃધ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણો થી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાખે સંઘર્ષ ટાળવો. જીવનસાથી ની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળ‍વાય.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ હાડકાનબળા થતા જણાય.

કુંભઃ

સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દષ્ટિ અે સારો દિવસ. નોકરી ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ

પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

ઓલિમ્પિક મેડાલિસ્ટ સુશીલ કુમારને મળ્યા જામીન

0

જૂનિયર રેસલર સાગર ધનખડ હત્યા કેસમાં દિલ્હી હાઈકોર્ટે કુસ્તીબાજ સુશીલ કુમારને નિયમિત જામીન આપ્યા છે. હાઈકોર્ટે સુશીલ કુમારને ૫૦ રૂપિયાના બૉન્ડ પર જામીન આપ્યા છે. સુશીલ કુમારની હત્યાના સંદર્ભમાં મે 2021 માં ધરપકડ કરવામાં આવી હતી.

સુશીલને અગાઉ જુલાઈ 2023 માં સર્જરી માટે સાત દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જામીન આપતી વખતે દિલ્હીની રોહિણી કોર્ટે કહ્યું હતું કે સાત દિવસના જામીન સમયગાળા દરમિયાન બે સુરક્ષા કર્મચારીઓ તેની સાથે 24 કલાક હાજર રહેશે. આ જામીન 23 જુલાઈથી 30 જુલાઈ સુધી મંજૂર કરવામાં આવ્યા હતા જેના માટે 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બૉન્ડ ભરવાના હતા. સુશીલને સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન તે સાક્ષીઓને ધમકાવશે નહીં કે પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. સુશીલ કુમારની સુરક્ષા માટે બે ગાર્ડ આપવામાં આવ્યા હતા.

જૂનિયર પહેલવાનો પર દબદબો બનાવવાનો હતો આરોપ
કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ, સુશીલ કુમારે છત્રસાલ સ્ટેડિયમમાં હંગામો કરવાની યોજના બનાવી હતી, જે દરમિયાન જૂનિયર રેસલર સાગર ધનખડનું મૃત્યુ થયું હતું. ખરેખર સુશીલ કુમાર યુવા કુસ્તીબાજોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતો હતો.

2021 માં થઇ હતી ધરપકડ
સુશીલ ઉપરાંત તેના સાથી ખેલાડીઓ પર 23 વર્ષીય સાગર પહેલવાન તેના મિત્ર સોનુ અને અન્ય ત્રણ લોકો પર હુમલો કરવાનો પણ આરોપ છે. આ હુમલો ૪ મે ૨૦૨૧ ના રોજ રાત્રે થયો હતો. સાગરનું ઈજાઓને કારણે મૃત્યુ થયું. આ ઘટના બાદ સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી અને તેને રોહિણી કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2021 માં તેને જેલમાં મોકલવામાં આવ્યો. તેને જામીન મળી શક્યા નહીં.