Home Blog Page 519

ગુજરાત ભાજપ શહેર પ્રમુખોના નામની જાહેરાત, જાણો ક્યાં કોની થઇ નિમણૂક

0

ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે (6 માર્ચ) નવા ભાજપ પ્રમુખ મળવાના છે. ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

નગરપાલિકામાં અને જિલ્લા પ્રમુખોના નામ

  • ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ: કિશોરભાઈ એમ ગાવિત
  • સુરત મહાનગર ભાજપ પ્રમુખ: પરેશ પટેલ
  • સુરત જિલ્લા ભાજપ પ્રમુખ: ભરતભાઈ રાઠોડ
  • તાપી જિલ્લા ભાજપ પ્રમુખ: સુરજભાઈ વસાવા
  • નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ: ભુરાભાઇ શાહ
  • વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ: હેમંતભાઈ કંસારા
  • ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ: પ્રકાશ મોદી
  • નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ: નિલભાઈ રાવ
  • વડોદરા મહાનગર ભાજપ પ્રમુખ: જયપ્રકાશ સોની
  • છોટાઉદયપુર જિલ્લા ભાજપ પ્રમુખ: ઉમેશભાઈ રાઠવા
  • આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ: સંજય પટેલ
  • મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ: દશરથભાઈ બારિયા
  • દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ: સ્નેહલ ઘારીયા
  • પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ: રમેશભાઈ સિંઘવ
  • મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ: ગિરીશ રાજગોર
  • અમદાબાદ જિલ્લા ભાજપ પ્રમુખ: શૈલેષભાઇ દાવડા
  • ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ: અનિલ પટેલ
  • કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ: દેવજી ભાઈ વરચંદ
  • અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કાનાણી
  • બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ: કીર્તિસિંહ વાઘેલા
  • સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ: કનુભાઈ પટેલ
  • અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ: ભીખાજી ઠાકોર
  • દેવભૂમિ દ્વારિકા જિલ્લા ભાજપ પ્રમુખ: મયુરભાઈ ગઢવી
  • રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ: માધવ દવે
  • રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ: અલ્પેશભાઈ ઢોલરીયા
  • મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ: જયંતીભાઈ રાજકોટિયા
  • જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ: ગૌરવ રૂપારેલિયા
  • જુનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ: ચંદુભાઈ રૂપારેલિયા
  • ગીર સોમનાથ જિલ્લાભાજપ પ્રમુખ: સંજયભાઈ પરમાર
  • ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ: દિગ્વિજયસિંહ ગોહિલ
  • ભાવનગર મહાનગર ભાજપ પ્રમુખ : કુમારભાઈ શાહ
  • બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ: મયુર પટેલ
  • સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ: હિતેન્દ્રસિંહ ચૌહાણ
  • અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કનાણી
  • જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ: વિનોદભાઈ ભંડેરી
  • જામનગર મહાનગર ભાજપ પ્રમુખ: બીનાબેન કોઠારી

ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે, ત્યારે લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવશે. જ્યારે 8-10 જગ્યાએ નામ જાહેર થવાના બાકી રહે તેવી પણ શક્યતા છે. 

છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 286 સિંહોના મોત! જાણો છો નિષ્ણાતે શું કહ્યું?

0

ગુજરાતના વિશ્વ વિખ્યાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જેને ગીર વન્યજીવન અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે એશિયામાં સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે, જ્યાં દેશભરમાંથી પ્રવાસીઓ સિંહોને જોવા માટે આવે છે, છેલ્લા બે વર્ષમાં તેમની સંખ્યા ઘટીને અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. આ ખુલાસો ગુજરાત સરકારે પોતે કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા બે વર્ષમાં ગીર વન્યજીવન અભયારણ્યમાં 240 સિંહોના મોત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત છોડ્યા પછી વિધાનસભા સત્ર દરમિયાન બબ્બર સિંહોના મૃત્યુના જે આંકડા પ્રકાશમાં આવ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ઓછામાં ઓછા 286 સિંહોના મૃત્યુ થયા છે, જેમાં 143 શાવકો એટલે કે સિંહ બચ્ચાનો સમાવેશ થાય છે. તેમાંથી 58 સિંહોના મૃત્યુ અકુદરતી કારણોસર થયા હતા. આ માહિતી રાજ્યના વન મંત્રી મૂળુભાઈ બેરાએ વિધાનસભામાં આપી હતી.

ગીર નેશનલ પાર્ક એશિયાટિક સિંહો માટે એકમાત્ર આશરો

ગુજરાતનું ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાટિક સિંહોનું એકમાત્ર વસવાટ સ્થાન છે, જે છેલ્લા બે વર્ષોમાં 240 સિંહોની ગુમાવી ચૂક્યું છે. આ મૃત્યુઆંક ગીરના સિંહોની કુલ વસ્તીનો આશરે 36% ભાગ છે, જે રાજ્યના વન્યજીવન સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટેની જરૂરિયાત દર્શાવે છે.

મૃત્યુ પામેલા 240 સિંહોમાં સૌથી વધુ શાવકો

2021માં મૃત્યુ પામેલા 124 સિંહોમાં 32 સિંહ, 32 સિંહણ અને 61 શાવકો (સિંહના બાળકો)નો સમાવેશ થાય છે. તે જ રીતે, 2022માં કુલ 116 સિંહોના મૃત્યુ નોંધાયા, જેમાં 21 સિંહ, 28 સિંહણ અને 62 શાવકો સામેલ હતા. આ આંકડાઓ પર નજર કરવામાં આવે તો, મૃત્યુ પામેલા સિંહોમાં સૌથી વધુ સંખ્યા શાવકોની છે.

ગુજરાત ભાજપ શહેર પ્રમુખોના નામની જાહેરાત, જુઓ યાદી

0

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે હવે તેમણે નગર પાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા નપાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોરની વરણી કરાઈ છે. જ્યારે વડનગર નપાના પ્રમુખ મીતીકાબેન શાહ તેમજ ઉપ્રમુખ જ્યંતિજી ઠાકોરની વરણી થઈ છે.

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હેટ્રીક મારી છે. ત્યારે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે નવા મેયર, ડેપ્યુટી મેયર સહીતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત

 બનાસકાંઠા, મહેસાણા, નવસારી, ગાંધીનગરમાં ભાજપ જિલ્લા પ્રમુખ રીપીટ કરવામાં આવ્યા છે.જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઇ મકવાણાની વરણી કરવામાં આવી છે જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, સુરતમાં ભરતભાઇ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તાજેતરની ઘટનામાં તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલા એક વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ જી.પ્રવીણ (26) તરીકે થઇ છે. પ્રવીણ વિસ્કોન્સિનના મિલ્વોકીમાં એમ.એસ.નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો.

આ ઘટના બુધવારે સવારે બની હતી જેના બાદ અમેરિકાના અધિકારીઓએ પ્રવીણના પરિજનોને તેની જાણકારી આપી હતી. પીડિતના પિતા રાઘવુલુએ કહ્યું કે મને સવારે 5 વાગ્યે એક વોટ્સએપ કોલ આવ્યો હતો પણ મેં તે ન ઉપાડ્યો. પછી સવારે મેં મિસ્ડ કૉલ જોઈને વોઈસ મેસેજ મોકલ્યો. કલાક વીતી જવા છતાં કોઈ જવાબ ન મળ્યો તો મને ચિંતા થવા લાગી અને પછી મેં મારા દીકરાના મિત્રોને કોલ કર્યો. ત્યારે મને જાણકારી મળી કે મારો દીકરો એક સ્ટોર પર પાર્ટ ટાઈમ નોકરી માટે ગયો હતો અને લૂંટફાટની ઘટના વખતે લૂંટારૂઓએ તેને ગોળી મારી દીધી. જેના કારણે મારા દીકરાનું મોત નીપજ્યું.

અમેરિકામાં તેલંગાણાના વિદ્યાર્થીની આ પહેલી હત્યા નથી. છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના છે. નવેમ્બર 2024માં ખમ્મમ જિલ્લાના એક વિદ્યાર્થી અને જાન્યુઆરી 2025માં હૈદરાબાદના એક વિદ્યાર્થીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓએ અમેરિકામાં અભ્યાસ કરતા અને કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

૬ માર્ચ, ૨૦૨૫ / ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ઘારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફતી સારા સમાચાર મળે. નવી ઓળકાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક કુલતી જણાય.

વૃષભ

નવા કપડાં કરવાથી નવા સંબંધો વિકસે કલા કારીગીરી માં પ્રગતિ. આર્થિક સ્થિરતમાં મળે. ધંધા રોજગારમાં પ્રગિત થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતુ જણાય. મિત્રો તરફતી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુન

આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેર બજારમાં રોકાણ ટાળવું. કોર્ટ કચેરી સરાકરી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્ક

દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂં સ્ત્રીવર્ગ તરફતી લાભ સંતાનો તરફતી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહ

અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ બહેન પરિવાના સભ્યો તરફથી આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યકિતથી સાચવવું.

કન્યા

દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય અટલેકા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાતની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલા

સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૃશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળુ રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિક

વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ધમંડ વધે. સ્ત્રી વર્ગ સાથે કાર્ય કરવાન ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધન

મન ઉપર ખોટા નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દવિસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકર

દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતો થી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફતી સારા સમાચાર મળે. જો આપ પ્રેમ સંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભ

નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ આનંદનો અનુભવ થાય. પતિ -પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉદરા ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.

મીન

પરિવાર સાથે જલશો મનની ઉચ્છ કોટીની ભાવના પેદા થાય. સંતાન તરફતી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વિદેશ મંત્રી જયશંકર પર લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનો હુમલાનો પ્રયાસ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બ્રિટનની મુલાકાતે ગયા છે. બ્રિટનની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગે ભારત કે બ્રિટન તરફથી કોઇ સત્તાવાર વાત કરવામાં આવી નથી. અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ લંડનમાં એક ફંક્શન માંથી પરત ફરી રહ્યા હતા. ખાલિસ્તાનીઓએ જયશંકર સહિત અનેક ભારતીય અધિકારીઓને અનેક વખત ધમકીઓ આપી છે.

ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ગુરુવારે લંડનમાં જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે ચથમ હાઉસ થિંક ટેન્કની એક ઇવેન્ટમાં ભાગ લીધા બાદ કારમાં પરત ફરી રહ્યા હતા.

લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે પાકિસ્તાને ભારત પાસેથી જે ભાગ (POK) ચોરી લીધો છે તે હવે તેના પરત આવવાની રાહ જોઈ રહ્યું છે. તે ભાગ ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ જશે.

એક વ્યક્તિએ તેમને કાશ્મીરના ઉકેલ વિશે પ્રશ્ન પૂછ્યો. આનો જવાબ આપતાં વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ, કલમ 370 દૂર કરવામાં આવી. આ પહેલું પગલું હતું. આ પછી, બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું સારા મતદાન ટકાવારી સાથે મતદાન કરાવવાનું હતું.

વિદેશ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે કાશ્મીરનો તે ભાગ પાછો આવશે જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવામાં આવ્યો છે. જ્યારે આવું થશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.

કૉંગોના હૉસ્પિટલ પર M23 વિદ્રોહીઓનો હુમલો, 130 દર્દીઓનું અપહરણ

પૂર્વી કોંગોમાં રવાંડા સમર્થિત એમ23 વિદ્રોહીઓએ એક મોટા શહેરની બે હૉસ્પિટલમાંથી 130 દર્દીઓનું અપહરણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીના જણાવ્યા મુજબ, 28 ફેબ્રુઆરીએ એમ23ના વિદ્રોહીઓએ ગોમા શહેરમાં આવેલા CBCN એન્ડોશો હૉસ્પિટલ અને હીલ આફ્રિકા હૉસ્પિટલ પર હુમલો કર્યો હતો. ગોમા એક વ્યૂહાત્મક શહેર છે, જે વિદ્રોહીઓએ આ વર્ષની શરૂઆતમાં કબજે કરી લીધું હતું.

સૂત્રો મુજબ, વિદ્રોહીઓએ CBCN એન્ડોશો હૉસ્પિટલમાંથી 116 અને હીલ આફ્રિકા હૉસ્પિટલમાંથી 15 અન્ય દર્દીઓને હિંસક રીતે અપહરણ કરી લઈ ગયા. એમ23ને શંકા હતી કે આ દર્દીઓ કોંગોની સેના અથવા સરકાર સમર્થિત વઝાલેન્ડો મિલિશિયા સાથે સંકળાયેલા છે. પૂર્વી કોંગોમાં એમ23 વિદ્રોહીઓએ વર્ષની શરૂઆતથી જ પોતાનો પ્રભાવ વધારી દીધો છે. તેઓએ અનેક મુખ્ય શહેરો પર કબજો કર્યો છે અને તાજેતરના સંઘર્ષમાં લગભગ 3,000 લોકોની હત્યા કરી છે, જે છેલ્લા એક દાયકાની સૌથી મોટી હિંસાત્મક ઘટનાઓમાંની એક છે.

માત્ર ત્રણ અઠવાડિયામાં, એમ 23 વિદ્રોહીઓએ પૂર્વી કોંગોના મુખ્ય શહેર ગોમા અને બીજું સૌથી મોટું શહેર બુકાવુ કબજે કરી લીધું છે. આ વિસ્તાર વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતું છે, કારણ કે અહીં સોના અને કોલ્ટન જેવી કિંમતી ખનિજો મળી આવે છે. કોલ્ટન એ એક મુખ્ય ખનિજ છે જે લૅપટોપ અને સ્માર્ટફોન જેવા ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા કેપેસિટર બનાવવા માટે વપરાય છે.

ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઇ, જાણો કેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત હતા

0

ગુજરાતના ગોધરા કાંડ સંબંધિત એક મોટા સમાચાર આવ્યા છે. વર્ષ 2002ના ગોધરા રમખાણના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે, તેમની સુરક્ષા માટે CISFના 150 સૈનિકો તૈનાત હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ગૃહ મંત્રાલયે SITની ભલામણ રિપોર્ટના આધારે ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટવવાનો નિર્ણય લીધો છે. ગોધરા કાંડ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા હટાવવા પોતાની રિપોર્ટ આપી હતી.

કયા સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ

  • હબીબ રસુલ સૈય્યદ
  • અમીનાબેન હબીબ રસુલ સૈય્યદ
  • અકીલાબેન યાસીનમીન
  • સૈય્યદ યુસુફભાઈ
  • અબ્દુલભાઈ મરિયમ અપ્પા
  • યાકુબભાઈ નૂરન નિશાર
  • રજકભાઈ અખ્તર હુસૈન
  • નાઝીમભાઈ સત્તારભાઈ
  • મજીદભાઈ શેખ યાનુશ મહામદ
  • હાજી મયુદ્દીન
  • સમસુદ્દીન ફરીદાબાનુ
  • સમસુદ્દીન મુસ્તફા ઈસ્માઈલ
  • મદીનાબીબી મુસ્તફા
  • ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા

ગોધરા કાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધો હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમા અયોધ્યાથી પરત આવેલા કાર સેવકો સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જે ડબ્બામાં બેઠા હતા તેને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા, જેમા 27 મહિલા અને 10 બાળકો પણ સામેલ હતા. ઉપરાંત સાબરમતી ટ્રેનમાં સવાર અન્ય 48 મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવતા સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકાર રાજ્યમાં સેના મોકલી પડી હતી.

પાકિસ્તાનના સૈન્ય બેઝ પર આત્મઘાતી હુમલો, 12 લોકોના મોત 35 ઘાયલ

પાકિસ્તાની સૈન્ય કમ્પાઉન્ડમાં વિસ્ફોટકોથી ભરેલી બે કાર ઘુસાડી એક લશ્કરી જૂથ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 12 લોકોના મોત થયાં હતાં, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના બન્નુમાં સેનાના બેઝને નિશાન બનાવીને બે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. દિવાલ તોડ્યા પછી હુમલાખોરોએ છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને ઠાર મારવામાં આવ્યા હતા.

પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે. પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા જૂથ જૈશ અલ-ફુરસાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. નોંધનીય છે કે, રવિવારે રમઝાન શરૂ થયા પછી આ પાકિસ્તાનમાં ત્રીજો આતંકવાદી હુમલો છે.

સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા છે. આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું કહેવાય છે, જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા HGB (હાફિઝ ગુલ બહાદુર)નો ભાગ હતો અને તાજેતરમાં TTP સાથે હાથ મિલાવ્યો હતો.

વડોદરામાં ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં લખ્યું

0

ધોરણ 12 સાયન્સના એક વિદ્યાર્થીએ નિરાશાની અવસ્થામાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું. તેણે છેલ્લી ચિઠ્ઠી લખી હતી, જેમાં લખેલું હતું: “મમ્મી, પપ્પા સોરી, આઇ લવ યુ.” ઘરના બેડરૂમમાં થયેલા આ દુઃખદ ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં મૂકી દીધો છે.હરણી બીપીએસ સ્કૂલ રોડ પર સ્થિત સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા 17 વર્ષીય દેવ શૈલેષભાઇ પાટિલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે દેવ પાટિલે પોતાનું જીવન ટૂંકાવી લીધું. બનાવ અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પરિવારને સાંત્વના આપ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ દુઃખદ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરીક્ષાના દબાણને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની સંભાવના છે.

વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેની ગભરાટ અને નિરાશા સ્પષ્ટ દેખાઈ આવે છે. તેણે લખ્યું હતું,”ડિયર ફાધર, મધર એન્ડ બ્રધર .આઇ એમ સોરી, આઇ એમ ગોઇંગ અપ. પ્લીઝ ડોન્ટ થીંક અબાઉટ મી પાપા સોરી. આઇ ટ્રાઇડ માય બેસ્ટ સ્ટે અલાઇવ. પ્લીઝ ટેક કેર એવરીવન. મૈં ગયા ઇસ દુનિયા સે. યુ ગાય્ઝ ડિઝર્વ બેટર સન એન્ડ બ્રધર. આઇ વુડ કિલ માય સેલ્ફ. યુ મેક યોર લાઇવ્સ વે બેટર.

પ્લીઝ ફૂલ ફિલ માય લાસ્ટ વિશ. પ્લીઝ સ્ટે હેપ્પી મમ્મી,પાપા, ભાઇ. પ્લીઝ..પ્લીઝ… પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ… સ્ટે હેપી એન્ડ ફરગેટ અબાઉટ મી. ધીસ વુડ રિયલી મેક મી હેપી. એન્ડ પ્લીઝ ટેક કેર અબાઉટ ઇચ અધર. આઇ હોપ યુ ફૂલ ફિલ માય ફાઇનલ વિશ. ધ્યાન રખના. આઇ લવ યુ.” આ અંતિમ શબ્દોએ પરિવારને ગમગીન કરી દીધો છે.