Home Blog Page 516

છોટાઉદેપુરમાં હૃદયવિદારી ઘટના: તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવવામાં આવી

0

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં તાંત્રિક વિધિના નામે પાંચ વર્ષની નિર્દોષ બાળકીની બલિ ચઢાવી દેવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગામમાં રહેતા તાંત્રિક લાલુ હિંમતભાઈએ પોતાની ઘરની સામે રહેતી બાળકીનું અપહરણ કરી તેને પોતાના ઘરમાં લઈ ગયો. ત્યાં ગૂપ્ત તાંત્રિક વિધિ બાદ માસૂમ બાળકીના ગળા પર કુહાડીથી ઘા મારી તેની હત્યા કરી. આ ઘટના માત્ર એટલા સુધી સીમિત નહોતી, તાંત્રિકે બાળકીની દોઢ વર્ષીય નાના ભાઈનું પણ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે ગામલોકોએ આ હ્રદયવિદારી ઘટના જોઈ, ત્યારે તેઓ દોડી ગયા અને નાના બાળકને બચાવવાની કામગીરી કરી. તરત જ પોલીસે જાણ કરવામાં આવી, અને મામલતદાર સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.

હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આરોપી તાંત્રિક લાલુ હિંમતભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

IIFA એવોર્ડ્સ 2025: કાર્તિક આર્યને જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

0

રવિવારે રાત્રે IIFA એવોર્ડ્સ 2025 ના વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી. રવિવારે જયપુરમાં એક ભવ્ય સમારોહમાં IIFA એવોર્ડ્સની રજત જયંતિ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના મોટા ભાગના સ્ટાર્સ સામેલ થયા હતાં. કરીના કપૂર, કરણ જોહર, કાર્તિક આર્યન જેવા ઘણા સ્ટાર્સ ધૂમ મચાવતા જોવા મળ્યા.

શનિવારે ડિજિટલ એવોર્ડ્સ પછી રવિવારે ફિલ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા, જેમાં ‘લાપતા લેડીઝ’ સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યું. કિરણ રાવની ફિલ્મે 10 એવોર્ડ જીત્યા. કાર્તિક આર્યન પણ મોટી જીત મેળવી જ્યારે ‘કિલ’ એ પણ અનેક ટ્રોફી જીતી. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને પણ શૈતાન ફિલ્મ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. નીચે વિજેતાઓની સંપૂર્ણ યાદી છે, જ્યાં તમે જોઈ શકો છો કે કોને કયો એવોર્ડ મળ્યો.

વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

  • બેસ્ટ એક્ટર – કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 3 )
  • બેસ્ટ એક્ટ્રેસ – નીતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ ફિલ્મ – લાપતા લેડીઝ
  • બેસ્ટ ડિરેક્ટર – કિરણ રાવ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ) – રાઘવ જુયાલ (કિલ)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – જાનકી બોડીવાલા (શૈતાન)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – રવિ કિશન (લાપતા લેડીઝ)
  • લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ – રાકેશ રોશન
  • બેસ્ટ ડિરેક્ટર ડેબ્યૂ – કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
  • બેસ્ટ ડેબ્યૂ (મેલ ) – લક્ષ્ય લાલવાણી (કિલ)
  • બેસ્ટ ડેબ્યૂ (સ્ત્રી) – પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)
  • બેસ્ટ લિરિક્સ – પ્રશાંત પાંડે (સજની: લાપતા લેડીઝ)
  • બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર – રામ સંપથ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ સિંગર (મેલ)- જુબિન નૌટિયાલ (દુઆ: આર્ટીકલ 370)
  • બેસ્ટ સિંગર (ફીમેલ)- શ્રેયા ઘોષાલ ( ભૂલ ભુલૈયા 3 )
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન – સુભાષ સાહુ, બોલો કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)
  • બેસ્ટ સ્ક્રીનપ્લે – સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ ડાયલોગ – અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટીકલ 370)
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી- રફય મહમૂદ (કિલ)
  • બેસ્ટ કોરિયોગ્રાફી – બોસ્કો (તૌબા તૌબા: બેડ ન્યૂઝ)
  • બેસ્ટ VFX- રેડ ચિલીઝ (ભૂલ ભુલૈયા 3)

IIFA 2025 8 માર્ચે જયપુરમાં શરૂ થયો હતો અને 9 માર્ચે સમાપ્ત થયો હતો. કરીના કપૂર ખાને એવોર્ડ સમારોહમાં પરફોર્મ કર્યું. તેમણે તેમના દાદા, ફિલ્મ નિર્માતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કાર્તિક આર્યન પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. શાહિદ કપૂર સાથે કરીના કપૂરનો ક્યૂટ પળ પણ વાયરલ થયો. બંનેને સાથે જોઈને ચાહકોને ‘જબ વી મેટ’ ના જૂના દિવસો યાદ આવી ગયા.

વસ્તી વધારવા માટે નવો પ્રોત્સાહન પ્લાન, ત્રીજા સંતાન માટે માતાઓને મળશે વિશેષ ભેટ

0

દેશભરમાં અત્યારે સુધી ‘અમે બે અમારા બે’ નો વિચાર ચાલતો આવ્યો છે. મોટા ભાગે લોકો માત્ર બે બાળકો પેદા કરતા હોય છે, જેમાં વર્ષો પહેલા સરકારે પણ આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ હવે એક નવો રાહ ચિંધવામાં આવી રહ્યો હોવાના અહેવાલો થોડા સમયથી વહેતા થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના વિજયનગરમના સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ એક અજીબ પ્રકારનો વાયદો કર્યો છે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ કહ્યું છે કે, જે મહિલા ત્રીજું બાળક પેદા કરશે તેને 50,000 રૂપિયા અથવા ગાય ભેટ તરીકે આપવામાં આવશે.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રકાશમ જિલ્લાના માર્કપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરી સમયે પ્રસૂતિ રજા આપવામાં આવશે, પછી ભલે તેમના બાળકોની સંખ્યા ગમે તેટલી હોય. હકીકતમાં, મુખ્યમંત્રીએ એક મજબૂત સંદેશ આપ્યો છે કે બધી મહિલાઓએ શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા જોઈએ.

શુક્રવારે, એક કોન્સ્ટેબલ દ્વારા ગૃહમંત્રી સમક્ષ શંકા ઉઠાવવામાં આવી હતી કે શું મહિલા કર્મચારીઓને પ્રસૂતિની સંખ્યા ગમે તેટલી હોય, પ્રસૂતિ રજા આપવામાં આવશે? આવી સ્થિતિમાં, મુખ્યમંત્રીએ શનિવારે પોતાનો જવાબ સ્પષ્ટ કર્યો છે. અત્યાર સુધી, મહિલા કર્મચારીઓને ફક્ત બે પ્રસૂતિ માટે પૂરા પગાર સાથે છ મહિનાની પ્રસૂતિ રજા મળતી હતી, પરંતુ હવે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મહિલા કર્મચારીઓને બાળકોની સંખ્યા ગમે તે હોય, બધી પ્રસૂતિ માટે રજા આપવામાં આવશે. આ પછી, વિજયનગરમના સાંસદ કાલિસેટ્ટી અપ્પલાનાયડુએ ત્રીજા બાળકને જન્મ આપતી મહિલાઓ માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિજયનગરમના રાજીવ સ્પોર્ટ્સ કમ્પાઉન્ડમાં આયોજિત સભાને સંબોધતા, વિજયનગરમના સાંસદે જાહેરાત કરી કે જો કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપે છે, તો જો તે પુત્રી હોય તો તેને 50,000 રૂપિયા અને જો તે પુત્ર હોય તો ગાય આપવામાં આવશે. આ જાહેરાત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પૂર્વ ગવર્નર માર્ક કાર્ની બનશે કેનેડાના નવા પ્રધાનમંત્રી, જસ્ટિન ટ્રૂડોના સ્થાન લેશે

બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લૅન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્નીને કેનેડાની શાસક લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે તેઓ દેશના આગામી પ્રધાનમંત્રી બનવાના છે.

તેઓ જસ્ટિન ટ્રૂડોના સ્થાને લેશે, જેઓ આ વર્ષની શરૂઆતમાં પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. 59 વર્ષીય કાર્નીને 86 ટકા સભ્યોના મત મળ્યા હતા.

રાજકારણમાં નવા આવેલા કાર્નીએ દલીલ કરી હતી કે તેઓ પાર્ટીને ફરી સક્રિય કરવા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર વાટાઘાટો કરવા માટે સૌથી યોગ્ય છે. ટ્રમ્પ વધારાના ટેરિફની ધમકી આપી રહ્યા છે, જે કેનેડાની નિકાસ-આધારિત અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે.

કેનેડામાં આ પ્રથમવાર છે જ્યારે કોઈ બાહ્ય વ્યક્તિ, જેણે અગાઉ ક્યારેય રાજકીય પૃષ્ઠભૂમિ રાખી નથી, પ્રધાનમંત્રી બનશે. કાર્નીએ જણાવ્યું કે G7ના બે કેન્દ્રિય બૅન્કોના ગવર્નર તરીકે સેવા આપનારા પહેલા વ્યક્તિ તરીકે તેમનો અનુભવ બતાવે છે કે તેઓ ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે સૌથી યોગ્ય છે.માર્ક કાર્ની કોણ છે?

માર્ક કાર્નીનો જન્મ ફોર્ટ સ્મિથ, નોર્થવેસ્ટ ટેરિટરીઝ, કેનેડામાં થયો હતો. તેમણે પોતાનું બાળપણ એડમન્ટનમાં વિતાવ્યું. તે પછી, તેઓ અમેરિકા ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. બાદમાં, તેઓ યૂનાઇટેડ કિંગડમમાં સ્થાયી થયા, જ્યાં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ માસ્ટર ડિગ્રી અને પછી 1995માં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવી.

કાર્નીને 2008માં બેંક ઓફ કેનેડાનો ગવર્નર નિમવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વને જલદી માન્યતા મળી અને 2010માં ટાઈમ મેગેઝિને તેમને દુનિયાના 25 સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સામેલ કર્યા. 2011માં રીડર્સ ડાઈજેસ્ટ કેનેડાએ તેમને “સૌથી વિશ્વસનીય કેનેડિયન”નો ખિતાબ આપ્યો અને 2012માં યૂરોમની મેગેઝિને તેમને “સેન્ટ્રલ બૅન્ક ગવર્નર ઓફ ધ ઈયર” ઘોષિત કર્યા.2013માં કાર્ની બેંક ઓફ ઇંગ્લૅન્ડના ગવર્નર બન્યા. આ સંસ્થાના 300 વર્ષના ઇતિહાસમાં તે આ પદ સંભાળનારા પહેલા ગૈર-બ્રિટિશ નાગરિક બન્યા. 2020 સુધી તેઓ આ પદ પર રહ્યા.

૧૦ માર્ચ ૨૦૨૫: સોમવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ બેપારી સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જુઓ આજનું રાશિફળ

મેષઃ

મકકમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલન્સ વધતું જણાય. અગત્યના નાણાંકીય વ્વહારો રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ દિવસ શાંતિ થી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ બહેન સાથે મતભેદ ની શકયતા. કાર્યક્ષેત્રે બપોર બાદ સંઘર્ષ દામ્પત્ય જીવન માં આનંદ વર્તાય. નોકરી ધંઘામાં ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુનઃ

સરળ અને સિધ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ધટતું જણાય. ‌અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરીય પરિવારમાં થોડી ઉગ્ર્તા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાની પ્રગતિના સાક્ષી બની શકાય.

કર્કઃ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યાર બાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતો માં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહઃ

આવક ખર્ચનું પાસુ સરભર થતં જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ થી લાભ. સ્થાવર જંગમ મિલકત થી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નો નો સામાનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ

સરળ સ્વભાવને કરાણે વિશ્વાસધાતનો ભોગ ન બનાય. અનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઇ જવાની શકયતા છે. સોબત થી સાચવવું. નોકરી માં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલાઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચ ટાળવા. નાના ભાઇ બહેન સાથે મતભેદ ની શકયતા કરેલા રોકાણ માંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે . ધાર્મિક પ્રવાસ પ્રસંગનું આયોજન થાય.

વ‌ૃશ્ચિકઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદ નું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટા‍ળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂૂુતિ જણાય.

ધનઃ

માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ શરદી ખાંસી થી સાચવવું.

મકરઃ

આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃદ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુ ને લગતા ધંધામાં લાભ. નસીંગ ના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ

માનસિક વ્યગતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૌસા ફસાઇ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિ ના ગુસ્સાનો સમાનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીનઃ

પોતે સાચા અને બીજા ખોટા અેવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય. વિધાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

IND vs NZ Final: ન્યુઝીલેન્ડનો દાવ પૂરો, ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનવા માટે 252 રનનો લક્ષ્યાંક

0

આઇસીસી વન ડે ટ્રોફીના 12 વર્ષના વનવાસનો અંત લાવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીના વન ડે મુકાબલામાં ઉતરી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઈનલમાં પણ ટોસ હાર્યો છે. ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે.

આઈસીસી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ઉમદા બોલિંગ કરનારો મોહમ્મદ શમી ફાઈનલમાં પોતાનો જલવો બતાવી શક્યો ન હતો. શમીને પ્રથમ છ ઓવરમાં કોઈ વિકેટ હાથ લાગી ન હતી. સાતમી ઓવરે મિચેલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે આજની ટૂર્નામેન્ટમાં શમીએ નવ ઓવરમાં 74 રન આપી એક જ વિકેટ ઝડપી છે.

ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે.ન્યૂઝીલેન્ડનો કેપ્ટન સેન્ટનરને વિરાટ કોહલીએ રન આઉટ કર્યો છે. દસ બોલમાં આઠ રન બનાવી સેન્ટનર પેવેલિયન ભેગો થયો હતો.ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીનો સૌથી સફળ ફાસ્ટ બોલર મેટ હેનરી ઈજાગ્રસ્ત હોવાથી અત્યંત મહત્ત્વની ફાઈનલ મેચમાં જ નહીં રમે. ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં મેટ હેનરીની ગેરહાજરી વર્તાઈ શકે છે. કારણકે, તેણે અત્યારસુધીમાં ટૂર્નામેન્ટમાં 10 વિકેટ ઝડપી છે. ભારત સામેની મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં હેનરીનો આ સ્પેલ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્પેલ હતો.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી.

ટીમ ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ 11: વિલ યંગ, રચિન રવિન્દ્રા, કેન વિલિયમસન, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમિસન, વિલિયમ ઓરોર્ક, ડેરિયલ મિચેલ.

૯ માર્ચ, ૨૦૨૫/ આ રાશિ માટે રવિવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મ‌િવશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં પ્રેમ વઘે. જુના રોકાણો થી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

મોજશોખમાં વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકત થી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવર ની સમસ્યા થી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં વિનોગી વૃતિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણઓ સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ

માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતા નો સાથ સહકાર મળતો જણાય. અેમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ

તમામ ક્ષેત્રે આનંદ ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણો નું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગાર ના ધંધામાં લાભ.

કન્યાઃ

મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખત સર હેરફેર શકય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ

શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ઘાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ધટે. નાના ભાઇ બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય ની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ

માનસિક આનંદ વતાર઼્ય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજીંગ કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શકય બને. ખોટી સોબત થી સાચવવુ.

મકરઃ

આધાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ‌-વિવાદ ટાળવો. શેર બજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ

ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણો થી લાભ. નવા રોકાણો ફાયદો કારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણી ને લગતા ધંધામાં લાભ.

સુરતમાં નેપાળી યુવકની હત્યા, પરિવારનો મકાન માલિકના પુત્ર પર આરોપ

સુરતના કતારગામ ખાતે આવેલ ગોટાલાવાડી વિસ્તારમાં કપડાની બેગ લઈ જવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. મકાન માલિકે ભાડુઆત યુવકની બેગ પૂછયા વગર લઇ જતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ઉગ્ર બોલાચાલી થતા આરોપી મકાન માલિકે ચપ્પુથી યુવકના ગળા ઉપર ઘા મારતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, કતારગામ ગોટાલાવાળી ખાતે રેલ રાહત કોલોનીમાં રહેતો સરોજ દિપક બોહરા (ઉ.વ.20) મૂળ નેપાળનો વતની હતો અને સુરતમાં પોતાના બનેવી આકાશ સાથે રહેતો તેમજ ડાયમંડના ખાતામાં કામ કરતો હતો. દરમિયાન ગત સાંજે તેનો મકાન માલિક આરોપી પ્રકાશ મુળજીભાઈ સોસા અને સરોજ બોડરા વચ્ચે કપડાંની બેગ મુદ્દે બોલાચાલી થઈ હતી અને જોતાજોતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે આરોપી પ્રકાશે નજીકમાં પડેલા ચપ્પુથી સરોજના ગળામાં મારી દેતા તેને ઊંડો ઘા વાગતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

યુવકની હત્યાની વાત પરિવારને થતાં પરિવાર હાલ શોકમાં છે. પરિવારે યુવક જે ઘરમાં ભાડે રહેતો તે મકાન માલિકના દીકરા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો કે, જૂની અદાવતમાં સરોજની હત્યા કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી આ આરોપોની પુષ્ટિ થઈ શકી નથી. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી યુવકની હત્યા કોણે અને કેમ કરી તે વિશે કોઈ જ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે શંકાસ્પદોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જો બેંકનું કામ હોય તો આજે જ પતાવી લો, 4 દિવસ માટે બંધ રહેશે બેંક, જાણો કારણ ?

0

યુનિટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) દ્વારા સરકારી બેન્કોમાં કામ કરતાં કર્મચારીઓની પડતર માગણીઓને લઈને આગામી 24 અને 25 માર્ચના રોજ બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. હળતાળ 2 દિવસની છે, પરંતુ એ પહેલા શનિ અને રવિવાર આવતા હોવાથી બેંક સતત 4 દિવસ બંધ રહેશે. જેથી તમારે પણ બેન્કને લઈને કોઈક કામ હોય તો આ તારીખો પહેલા પતાવી લેવું જોઈએ. પછી તમારું કામ 4 દીવાસ બાદ જ થઈ શકશે

ગઈકાલે ઘોડદોડ રોડની બેંક ઓફ ઇન્ડિયા (BOB) સુરત ઝોનલની બહાર જુદી-જુદી બેન્કના કર્મચારીઓ અને અધિકારીઓએ નારા લગાવવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. UFBUના આગેવાન વસંત બારોટ, અનિલ દુબે અને સંજીવ દલાલ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન તેમજ ગ્રેચ્યૂટી જેવી જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટે બેંકમાં કાયમી કર્મચારીઓની નવી ભરતી છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેબામાં આવી છે.

નવી ભરતીની જગ્યાએ સરકાર એપ્રેન્ટિસ દ્વારા કામ ચલાવવા માગે છે. જેના ભાગરૂપે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં 13,000 બેંક ઓફ બરોડા (BOB)માં 4000, યુનિયન બેંક ઓફ ઇન્દીઅમાં 2500 તેમજ અલગ-અલગ સરકારી બેન્કોમાં એપ્રેન્ટીસની ભરતી પાડવામાં આવી રહી છે, જેથી સરકાર તમામ જવાબદારીઓમાંથી દૂર રહી શકે. આ સરકારનું અમાનવીય વલણ છે. સરકારી બેન્કોમાં કાયમી કર્મચારીઓના અભાવે બેન્કોમાં કામકાજનું ભારણ વધી રહ્યું છે. આ ભારણ ઘટાવા સરકારે કાયમી કર્મચારીઓની ભરતી કરાવી જોઈએ. તેમજ કર્મચારીઓ પર લાગૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગૂ કરવી જોઈએ.

આ સાથે જ અન્ય સરકારી વિભાગોની જેમ 5 દિવસીય બેન્કિંગ વ્યવહારની માગ કરવામાં આવી છે. આ સિવાય વર્કમેન/ઓફિસરના ડિરેક્ટરોની નિમણૂક કરવા જેવા અન્ય મહત્ત્વની પડતર માગણીઓ, તેમજ કાયમી નોકરીનું કામચલાઉ ધોરણ પર આઉટસોર્સ કરવાનો વિરોધ બેન્કના કર્મચારીઓ કરી રહ્યા છે. UFBU દ્વારા પ્રમોશન, બદલી, ક્લાસ ફોર કર્મચારીઓની નિમણૂંક ન કરવી, પગાર પંચ જેવા મુદ્દાઓને લઈને વર્ષ 2024માં પણ 2 વખત હળતાળ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લી 4 વખતથી સરકાર વાટાઘાટો શરુ કરીને યુનિયન પાસે હળતાળ સમેટાવી લે છે.

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો, માંગ્યા હારના કારણો

0

ગુજરાત પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે ગુજરાતના ઘણા કોંગ્રેસ નેતાઓને ભાજપની બી-ટીમ પણ ગણાવ્યા છે. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું કે, કોંગ્રેસમાં ઘણા સિંડ છે પણ બધા સાંકળોમાં બંધાયેલા છે. દરેક વ્યક્તિએ લોકો માટે કામ કરવું પડશે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત અટવાયું છે, તેને કોઈ રસ્તો દેખાતો નથી, ગુજરાત આગળ વધવા માંગે છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું કડી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છે અને હું શરમથી બોલતો નથી, હું ડરથી બોલતો નથી, હું તમારી સમક્ષ આ વાત મૂકવા માંગુ છું કે ભલે તે આપણા કાર્યકરો હોય, ભલે તે રાહુલ ગાંધી હોય, ભલે તે આપણા મહાસચિવ હોય, ભલે તે આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, આપણે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું, હું ગઈકાલે વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો હતો. મારો ધ્યેય તમારા દિલની બાબતોને જાણવા અને સમજવાનો હતો. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો સામે આવી હતી. પરંતુ હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ રાજ્યના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.

મેં ખુદને પૂછ્યું મારી અને કોંગ્રેસની શું જવાબદારી છે. આશરે 30 વર્ષથી કેમ અહીંયા પક્ષની સરકાર નથી બની. હું જ્યારે આવું છું ત્યારે 2012, 2017, 2022, 2027 ચૂંટણી પર વાત થાય છે. પરંતુ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણે જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી નહીં જીતાડે. જે દિવસે આપણે જવાબદારી પૂરી કરીશું ગુજરાતની લોકો કોંગ્રેસને સમર્થન આપશે.