Home Blog Page 514

મણિપુરમાં ભયાનક અકસ્માત: BSFના ત્રણ જવાનોનું મૃત્યુ, 13 ઘાયલ

0

મણિપુરના સેનાપતિ જિલ્લામાં ચાંગૌબંગ ગામ પાસે સુરક્ષાબળોનો એક ટ્રક ખીણમાં ખાબક્યો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ BSF જવાનોનું મૃત્યુ થયું જ્યારે 13 અન્ય ઘાયલ થયા. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સીમા સુરક્ષા દળના બે જવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો, જ્યારે એક અન્ય જવાનને હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે મૃતકોના મૃતદેહો સેનાપતિના જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.તેમણે જણાવ્યુ કે ઘાયલ BSF જવાનોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ આ દુર્ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે.

રાજભવન દ્વારા X (ટ્વીટર) પર કરવામાં આવેલી પોસ્ટમાં લખાયું કે, “મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ સેનાપતિ જિલ્લાના ચાંગૌબંગ ગામમાં થયેલી આ દુઃખદ ઘટના અંગે ગાઢ દુઃખ વ્યક્ત કર્યું છે, જેમાં ત્રણ BSF જવાનોએ પોતાનું જીવન ગુમાવ્યું. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.”

સુરત મહાનગરપાલિકામાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી અભિયાન શરૂ

નોકરી શોધી રહેલા સુરતમાં રહેતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ પર કુલ 128 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટવિવિધ
જગ્યા128
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ20-3-2025
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ ઈન્સ્પેક્ટર1
સુપરવાઈઝર (સિવિલ)8
મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ)1
નર્સ (બી.પી.એન.એ.)14
લેબોરેટરી ટેક્નીશ્યન4
ટેક્નીકલ આસીસ્ટન્ટ17
નર્સ (એ.એન.એમ.)4
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર1
ઈલેક્ટ્રીકલ વાયરમેન8
હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ1
ફીટર4
ઝુકીપર1
માર્શલ લીડર (પુરુષ)2
માર્શલ62
કુલ128

પગાર ધોરણ

સુપરવાઈઝર (સિવિલ)₹18,500₹39,900-₹1,26,600
મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ)₹18,500₹39,900-₹1,26,600
નર્સ (બી.પી.એન.એ.)₹17,500₹35,400-₹1,12,400
લેબોરેટરી ટેક્નીશ્યન₹17,500₹29,200-₹92,300
ટેક્નીકલ આસીસ્ટન્ટ₹16,500₹25,500-₹81,100
નર્સ (એ.એન.એમ.)₹16,500₹25,500-₹81,100
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર₹16,500₹25,500-₹81,100
ઈલેક્ટ્રીકલ વાયરમેન₹16,500₹19,900-₹63,200
હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ₹16,500₹19,900-₹63,200
ફીટર₹16,500₹19,900-₹63,200
ઝુકીપર₹16,500₹19,900-₹63,200
માર્શલ લીડર (પુરુષ)₹16,500₹19,900-₹63,200
માર્શલ₹15,500₹15,700-₹50,000

સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે વિવિધ શૈક્ષણિક લયાકાત માંગી છે. ઉમેદવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

ICC ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો, જુઓ સમગ્ર ઘટના ?

0

ICCના ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો છે. હરિદ્વારમાં જય શાહનો નકલી PA બનીને એક શખસ હોટેલમાં સુખ-સુવિધાનો લાભ મેળવતો હતો. નકલી PA બનીને એક શખસ કેટલાક દિવસથી હોટેલમાં રોકાયો હતો અને સુવિધાઓનો લાભ ઉઠાવતો હતો. હવે પોલીસે ફરિયાદને આધારે જય શાહના નકલી PAને ઝડપી પાડ્યો છે.

પંજાબના ફિરોઝપુરનો 35 વર્ષીય અમરિંદર સિંહ ખુદને જય શાહનો અંગત સચિવ બતાવીને લોકોને મળતો પણ હતો. જોકે હોટેલના માલિકને શંકા જતાં તેણે પોલીસને ફરિયાદ કરી હતી અને તે બાદ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના હોટેલ ઉદયમાનની છે.

જોકે જય શાહનો નકલી PA બનીને અધિકારીઓ પાસે વિવિધ કામ કરાવવાનો પર્દાફાશ થયો છે. આરોપીની ઓળખ પંજાબના અમરિંદર તરીકે થઇ છે. મળતી માહિતી અનુસાર અમરિંદર છેલ્લા ત્રણ દિવસથી હરિદ્વારની એક હોટેલમાં રોકાયેલો હતો. આ દરમિયાન તેને ખુદ ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર તેમ જ ICC ચેરમેન જય શાહનો PA બતાવીને હરિદ્વારના ઉચ્ચ અધિકારીઓને કોલ કરીને તેમને વિવિધ કામ કરવાનું દબાણ બનાવતો હતો.

અમરિંદર પાસેથી BCCIનું એક ફેક આઇડી કાર્ડ પણ મળી આવ્યું છે જેના પર ICC ચેરમેન જય શાહ અને આરોપી અમરિંદરની તસવીર છે. આઇકાર્ડ પર જય શાહના હસ્તાક્ષર પણ છે. વચ્ચે અશોક સ્તંભ અને BCCIનો લોગો પણ છે. ICCના ચેરમેન બન્યા પહેલાં જય શાહ BCCIના સચિવ હતા. પંજાબ પોલીસ પાસેથી અમરિંદરના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવવામાં આવી રહી છે.

કચ્છમાં 11 કલાકમાં બે વાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા

0

કચ્છ જિલ્લામાં બે ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આ બે આંચકા લગભગ 11 કલાકના અંતરે અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ હતો. ભૂકંપ સંશોધન સંસ્થા (ISR) એ આ ઘટના વિશે માહિતી આપી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મંગળવારે આવેલા ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થાએ માહિતી આપી છે કે મંગળવારે સવારે 11:12 વાગ્યે કચ્છ જિલ્લામાં ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જ્યારે એક આંચકો મોડી રાત્રે 1.11 કલાકે રાપર નજીક અનુભવાયો હતો. જેની તીવ્રતા 2.8 નોંધવામાં આવી હતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, બલૂચ લિબરેશન આર્મીનો 400 મુસાફરોને બંદી બનાવવાનો દાવો

પાકિસ્તાનમાં આતંકીઓએ સંપૂર્ણ ટ્રેનનું હાઇજેક કરી લીધું છે. બલૂચ લિબરેશન આર્મીનો દાવો છે કે તેણે બોલન વિસ્તારમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 400થી વધુ લોકોને બંદી બનાવી લીધા છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ સૈન્ય અભિયાન ચલાવવામાં આવશે તો તેઓ બધાને મારી નાંખશે. અત્યાર સુધીમાં છ સૈન્યકર્મીઓના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં કુલ 120 મુસાફરો સવાર હતા.

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે બધા રજા પર પંજાબ જઈ રહ્યા હતા. બીએલએએ ચેતવણી આપી છે કે જો ટ્રેનમાં હાજર સૈનિકો કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.

સુરતમાં વિધિના નામે મહિલા સાથે આચર્યુ કુકર્મ, નરાધમ ભૂવાની ધરપકડ

અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સુરતના કાપોદ્રામાંથી સામે આવી હતી. સુરતના કાપોદ્રામાં ધતિંગબાજ ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતુ. વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. અમરેલીથી નરાધમ ભૂવો કાપોદ્રા આવીને આ કૃત્ય આચર્યું હતુ. 19 જાન્યુઆરીએ ભૂવો પીડિતાના ઘરે રોકાયો હતો. ત્યારે ભૂવાએ દંપતીને અન્ય રુમમાં બેસાડી મંત્રજાપ કર્યા હતા. ત્યારબાદ પીડિતા પર વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું હતુ. ફરિયાદને આધારે નરાધમ ભૂવાની ધરપકડ કરવામાં આવી છે.

કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણિતા ઘરકામ કરીને પરિવારને મદદ રૂપ થાય છે. અમરેલી ખાતે રહેતા તેના પતિના દુરના સંબંધી ભરત કડવા કુંજડિયા ભૂવો છે. તા.19મી જાન્યુઆરીએ ભૂવો ભરત સુરત આવ્યો હતો અને પરિણિતાના ઘરે રોકાયો હતો. તા. 21મી જાન્યુઆરીએ ભરત પરિણિતાના પતિ સાથે બાઇક પર સુરતમાં રહેતા અન્ય સંબંધીનાં ઘરે ગયો હતો. રાત્રે પરત આવતી વખતે ભુવા ભરતે તેમની પાસે ફુલ અને વિધી માટે કેટલોક સમાન લેવડાવ્યા હતો. રાત્રે નવેક વાગ્યાના અરસામાં જમીને પરિણિતા તેના પતિ અને બાળકો સાથે ઘરમાં બેઠા હતા અને વાતો કરતા હતા ત્યારે અચાનક ભૂવા ભરતે કહ્યું હતું તમારો યોગ પાક્યો છે જેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે અને તેમની પાસે પૂજા માટેનો સામાન માંગ્યો હતો.

આ સામાન આપતા ભૂવાએ દંપતિને અન્ય રૂમમાં બેસાડ્યા હતા. જ્યાં અંધારૂ કરી દીધું હતું અને દિવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો. બાદમાં પરિણિતાના આંખ પર રૂદ્રાક્ષ અડાવી તેણી ભૂવાના વશમાં આવી ગઈ હતી. ત્યારબાદ ભુવાએ દંપતિને નિવસ્ત્ર થવાનું કહ્યું હતું. બીજા દિવસે સાંજે પતિ નોકરી પરથી આવતા પરિણિતાએ ભૂવાએ તેની સાથે કરેલા બળાત્કારની જાણ કરી હતી. જેથી તાત્કાલિક ભૂવા ભરતને ફોન કરતા તેણે આવું કઇ કરેલ નથી તેમ કહ્યું હતું અને બાદમાં નંબર બ્લોકમાં મૂકી દીધો હતો.આ અંગે સંબંધીને કહેતા તેમની સામે પણ ભૂવાએ પહેલા તેણે આવું કંઈ કર્યુ ન હોવાનું કહ્યું હતું. જ્યારે પરિણિતાના સંબંધીએ સુરત આવવા દબાણ કરતા તા.7મી માર્ચના રોજ તે ગામના સરપંચ સાથે સુરત આવ્યો હતો અને પરિણિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબુલાત કરી હતી.

હોલિકા દહનમાં 11 હજાર ગાયોના છાણથી બનેલી ગૌ-કાષ્ટનો ઉપયોગ

સુરતમાં પર્યાવરણને બચાવવા હોલિકા દહનમાં ગૌ-કાષ્ટનો ઉપયોગ વધી રહ્યો છે. લાકડાના બદલે ગાયના છાણમાંથી બનેલી સ્ટિક વડે વૈદિક હોળી ઉજવવામાં આવી રહી છે. ગૌ-કાષ્ટથી લાકડાની માગ ઘટાડવી, ગાયોની સેવા કરવી અને વાયરસ નિયંત્રણ સહીત અનેક પર્યાવરણલક્ષી લાભ છે. જેથી સુરતમાં આ વર્ષે 200 ટનથી વધુ ગૌ-કાષ્ટના ઉપયોગની છે.

છેલ્લા પાંચ વર્ષમાં વૈદિક હોળીનો કોન્સેપ્ટ વધુ લોકપ્રિય બન્યો છે. પર્યાવરણની જાળવણી પ્રત્યે વધતી જતી જાગૃતિને કારણે, લોકો હવે હોલિકા દહનમાં લાકડાને બદલે ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે. રાજ્યભરનાં મોટા શહેરોમાં, લોકો વૈદિક હોળી પ્રગટાવવાનું શરૂ કર્યું છે, જેમાં ગાયના છાણાનો સંગ્રહ કરી આધુનિક મશીનરી દ્વારા ગોબર અને અન્ય વેસ્ટ ઘાસચારામાંથી ગૌ-કાષ્ટ બનાવવામાં આવે છે.

પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ કહ્યું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે. આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. પાંજરાપોળની ચારે સંસ્થાઓમાં મળીને 11,000થી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 70-80 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે. જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે. લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 25 રૂપિયા છે.

માર્ચ મહિનાના શરૂઆતથી જ હોલિકા દહન માટે ગૌ-કાષ્ટના ઓર્ડર આવવા શરૂ થાય છે. આ ઓર્ડર્સ 200 કિલોગ્રામથી લઈને 1,200 કિલોગ્રામ સુધીના હોય છે, જે દર્શાવે છે કે ગૌ-કાષ્ટની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે. વસંત અને શિશિર ઋતુના સંધિકાળ દરમિયાન, વાતાવરણ ઘણું પ્રદૂષિત થાય છે અને અનેક વાયરસ ઉત્પન્ન થાય છે. આવા સમયે ગાયના છાણમાંથી બનાવેલા ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવાથી આ વાયરસનો નાશ કરી શકાય છે. ઉપરાંત, ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવાથી ગાયોના સ્વાવલંબનમાં પણ મદદ મળે છે, જે પશુઓના કલ્યાણને પ્રોત્સાહન આપે છે.

ઇસ્ટ યોર્કશાયર કોસ્ટ પાસે ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે ટક્કર બાદ આગ લાગી, 36 લોકોનું રેસ્ક્યૂ

ઈસ્ટ યોર્કશાયર કોસ્ટ પાસે ઓઈલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે તીવ્ર અથડામણ થવાની ઘટના સામે આવી છે, જેમાં ટક્કર બાદ બંને જહાજોમાં આગ લાગવા લાગી. આ અકસ્માતની જાણ થતાં તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદ્ભાગ્યે, તમામ 36 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

બ્રિટનની મેરીટાઇમ અને કોસ્ટ ગાર્ડ એજન્સીએ જણાવ્યું હતું કે આગ ઓલવવા માટે અનેક લાઇફ બોટ, એક કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર, એક કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ અને નજીકના જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા. યુ.એસ.ના ધ્વજવાળા કેમિકલ અને તેલ ઉત્પાદનોના ટેન્કર એમવી સ્ટેના ઈમેક્યુલેટ અને પોર્ટુગીઝ ધ્વજવાળા કાર્ગો જહાજ સોલોંગ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ પૂર્વ યોર્કશાયરના બંદર શહેર હલ પાસે થઈ હતી અને સ્થાનિક સમય અનુસાર સવારે 9:48 વાગ્યે તેની જાણ થઈ હતી.

સ્થાનિક સાંસદ ગ્રેહામ સ્ટુઅર્ટે કહ્યું કે તેમણે આ ઘટના અંગે પરિવહન સચિવ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે ઓઈલ ટેન્કર યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ માટે જેટ ઈંધણ લઈ જતું હતું, જેમાંથી કેટલાક ઉત્તર સમુદ્રમાં લીક થઈ રહ્યા હતા. જ્યારે સોલોંગ જહાજ અન્ય કાર્ગો સિવાય કેમિકલ સોડિયમ સાયનાઈડના 15 કન્ટેનર પણ લઈ જતું હતું. અંગ્રેજી ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવેલી છબીઓમાં ગાઢ કાળો ધુમાડો અને જ્વાળાઓ અથડામણના સ્થળથી લગભગ 10 માઇલ (16 કિમી) દૂર ઉછળતી જોવા મળી હતી.

ગુજરાતના આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન વધતા હવામાન વિભાગે કરી લાલ આગાહી

0

ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હિટવેવના કારણે એલર્ટ અપાયું છે. તો કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ

હવામાન વિભાગે 9 જિલ્લાઓમાં હિટવેવને લઇ રેડ એલર્ટ આપ્યું છે. જેમાં કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે રેડ એલર્ટમાં 42 ડિગ્રી કે તેના ઉપર તાપમાન રહી શકે છે. અને ઓરેન્જ એલર્ટમાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે.

આવતી કાલે એટલે કે 12 માર્ચે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જો કે, આજે પણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યાં છે. કેરળ અને લક્ષદ્વીપ સાથે પંજાબ અને હરિયાણમાં પણ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે હળવા વરસાદ સાથે હિમવર્ષાની આગાહી છે. જેથી ત્યાં ફરી પાછો ઠંડીનો ચમકારો અનુભવાશે. ભારતમાં ઉત્તર અને પૂર્વમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં અંદમાન અને નિકોબાર સાથે તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, હવે ટૂંક સમયમાં શાળામાં ભણતાં બાળકોનું ઉનાળું વેકેશન શરૂ થશે. એવામાં શહેરમાં જ્યારે-જ્યારે રેડ એલર્ટ હશે ત્યારે શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગરમીના કારણે બીમાર ન પડે. મનપા દ્વારા તમામ ઝોનમાં રાહદારીઓ માટે પણ 50 પાણીની પરબની સુવિધા કરવામાં આવી છે. તેમજ લોકોને આરામ કરવા માટે બગીચાનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. હવેથી બગીચા સવારના 6 થી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.

તનિષ્ક શોરૂમમાં ફિલ્મી સ્ટાઇલે 20 મિનિટમાં 25 કરોડનાં ઘરેણાંની લૂંટ

0

ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં ગુનેગારોએ ઘૂસીને શોરૂમના કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા અને માત્ર 20 મિનિટમાં 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના લૂંટી લીધા હતા. ગુનેગારો એટલા નિર્ભય હતા કે ઘટના દરમિયાન કોઈએ પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો ન હતો કે તેઓ કોઈથી ડર્યા ન હતા.

આ શોરૂમમાં બદમાશોને જોતાં ત્યાં હાજર લોકો અને સેલ્સમેનો ડરી ગયા હતા. બદમાશો લોકોને ખૂણામાં ધકેલી દીધા હતા. ત્યાં સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયાર છીનવી લીધા હતા.. આ દરમિયાન પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબારની માહિતી મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડાયરા વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગુનેગારો સવારે લગભગ 10.15 વાગ્યે ગ્રાહકો તરીકે પોતાને રજૂ કરીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. થોડી જ વારમાં તેઓએ સેલ્સમેન અને ગાર્ડને બંદૂકની અણીએ પકડી લીધા. જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે સેલ્સમેન રોહિતકુમારને માર મારવામાં આવ્યો, જ્યારે ગેટ પર તૈનાત સુરક્ષા ગાર્ડ મનોજ ઠાકુરને ધમકી આપવામાં આવી અને તેમની લાઇસન્સવાળી રાઇફલ છીનવી લેવામાં આવી. આ પછી, બદમાશોએ લગભગ 22 મિનિટ સુધી બંને માળે લૂંટ ચલાવી.આ લૂંટ બાદ ગુનેગારો ચાલાકીપૂર્વક સ્થળ પરથી ભાગી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનેગારો છાપરા તરફ ભાગી ગયા છે. આ લૂંટમાં સંડોવાયેલા સાત ગુનેગારોમાંથી એકે માસ્ક પહેર્યો હતો, જ્યારે બાકીના ગુનેગારો માસ્ક વગરના હતા. આ ઘટનાની માહિતી મળતાં જ ભોજપુરના એસપી રાજ, એએસપી પરિચય કુમાર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી.