Home Blog Page 501

સૌગાત-એ-મોદી : ઈદ પહેલા 32 લાખ મુસ્લિમોને મોદીની ની ખાસ ભેટ

0

ઈદ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ગરીબ મુસ્લિમોને સૌગાત-એ-મોદી નામે ઈદી આપવા તૈયારી રહી છે. ભાજપના લઘુમતીઓ ‘સૌગત-એ-મોદી’ અભિયાન ચલાવીને 32 લાખ ગરીબ મુસ્લિમોને ભેટ આપશે. આ અભિયાન મંગળવારે દિલ્હીના નિઝામુદ્દીનથી શરૂ થશે. આ અભિયાન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નજર રાખશે. ભાજપનું કહેવું છે કે ગરીબ મુસ્લિમો પણ ગર્વ સાથે ઈદની ઉજવણી કરી શકે છે, આ માટે તેમને એક કીટ ભેટમાં આપવામાં આવશે.

ભાજપના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની ચિંતા વાજબી છે, જે રીતે નરેન્દ્ર મોદીએ મુસ્લિમો માટે ઈદી યોજના, ઉસ્તાદ યોજના અલગથી શરૂ કરી, ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથાનો અંત લાવ્યો, તેના આધારે અમને તેમનો મત ન મળ્યો હોત. તેમણે એમ પણ કહ્યું કે આ યોજના હેઠળ દિલ્હીના દોઢ લાખ લોકોને લાભ મળશે. ઉપરાંત, જરૂરિયાત અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમનો વધુ વિસ્તાર પણ કરી શકાય છે.ભાજપના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, કેટલાક શિક્ષિત મુસ્લિમ યુવાનો અને મહિલાઓએ લોકસભામાં ચોક્કસપણે પીએમ મોદી અને એનડીએને મતદાન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ મતદારો પણ ધીમે ધીમે NDA તરફ આવી રહ્યા છે.

ખરેખર, બિહારમાં ચૂંટણી નજીક છે, તેથી જ બધા પક્ષો હવે જનતાનો ટેકો મેળવવામાં વ્યસ્ત છે. આ કારણે, મુસ્લિમ વોટ બેંક પર પકડ મેળવવા માટે તમામ પક્ષો આ સમયે રમઝાન ઇફ્તારનું આયોજન કરી રહ્યા છે. સોમવારે પણ બધી પાર્ટીઓએ ઇફ્તારનું આયોજન કર્યું હતું. આ સમય દરમિયાન, ઘણા મુસ્લિમ નેતાઓએ ચિરાગ પાસવાનની ઇફ્તાર પાર્ટીથી અંતર રાખ્યું. આ મુદ્દા પર બોલતા, ચિરાગ પાસવાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સતત મુસ્લિમો માટે કામ કરી રહી છે, પરંતુ તેમના મતે, NDAને મુસ્લિમ સમુદાયના લોકોના મત મળી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમોનો ઉપયોગ ફક્ત વોટ બેંક તરીકે જ કરવામાં આવ્યો છે.

પવિત્ર રમઝાન મહિનામાં ઈદ પહેલા ભાજપનું આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અભિયાન દ્વારા ભાજપ 32 લાખ મુસ્લિમ પરિવારો સુધી પહોંચવા માંગે છે. સૌગત-એ-મોદી કીટમાં કપડાં, વર્મીસીલી, ખજૂર, ડ્રાય ફ્રૂટ્સ અને ખાંડ હશે. આ સિવાય મહિલાઓને આપવામાં આવતી કિટમાં સૂટ કપડા અને પુરુષોની કિટમાં કુર્તા પાયજામા કપડા હશે. અહેવાલો અનુસાર, એક કીટની કિંમત 500 થી 600 રૂપિયા હશે.

સુરત: ગેરકાયદેસર ગેસ રિફિલિંગમાં મોટી કાર્યવાહી, 8 લોકોની ધરપકડ

સુરત શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફલીંગની પ્રવુતિ આચરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે. સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરીને કુલ 8 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફલીંગ કરવાની પ્રવ્રુતિ ચોરી છુપેથી કરી લોકોની જાનમાલને નુકશાન થાય તે રીતેનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવુતિ કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું જેને લઈને સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવીને એક સાથે સચિન જીઆઇડીસી પોલીસ મથકની ડદમાં અલગ અલગ કુલ 8 જગ્યાઓ પર રેડ કરી હતી અને 8 દુકાનદારોને રેડ હેડ ગેસના બોટલોમાંથી બીજા બાટલામાં ગેસ રિફલીંગ કરતા ઝડપી પાડયા હતા

પોલીસે 8 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ્લે 52 નંગ તથા ગેસ રિફલીંગનું મશીન નળી સાથે નંગ -08, તથા ઇલેક્ટ્રિક વજન કાંટા – 08, ગેસ ભરવાનો વાલ નંગ -08 મળીને કુલ્લે 1,0,7,750 રૂપિયાનો મુદામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો અને પકડાયેલા આઠેય ઈસમો વિરુદ્ધમાં અલગ અલગ 8 ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાડી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ:

ઘનશ્યામકુમાર દુલારચંદ સિંગ (ઉ. 32)
સતીષકુમાર રામકિશોર શાડુ (ઉ. 25)
મુલચંદ શોહનલાલ ખટીક (ઉ. 25)
સરવનકુમાર શ્યામબાબુ શાહુ (ઉ. 24)
પવનકુમાર સમરતલાલ જૈન (ઉ. 46)
નારાયણ મગનાખારોલ (ઉ. 24)
રમણકુમાર જયકુમાર ભગત (ઉ. 31)
શભુમ ગોવિંદ પાત્રા (ઉ. 19)

કાયદેસરની કાર્યવાહી:
પોલીસે પકડાયેલા તમામ 8 દુકાનદારો સામે અલગ અલગ 8 ગુના દાખલ કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

‘સંઘર્ષનું મજાક ઉડાવવું ખોટું’ – કંગના રાણાવતે કુણાલ કામરાને આડેહાથ લીધા

0

બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રાણાવતે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કોમેડિયન કુણાલ કામરાને આડેહાથ લીધા છે. કામરાએ પોતાના સ્ટેન્ડ-અપ એક્ટ દરમિયાન શિંદેને ‘ગદ્દાર’ (દેશદ્રોહી) કહીને હાંસી ઉડાવી હતી. શિવસેના છોડીને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવ્યા બાદ એકનાથ શિંદે માટે આ શબ્દ ઘણાં વિરોધીઓ દ્વારા વપરાયો હતો.

કામરાની ટિપ્પણીનો જવાબ આપતા કંગનાએ શિંદેનો બચાવ કર્યો અને કોમેડિયનના મજાકની ટીકા કરી. 25 માર્ચે સંસદ બહાર મીડિયાને સંબોધતા તેમણે કહ્યું, “તમે કોઈ સાથે સહમત હોવ કે નહીં, પણ તેનો મજાક ઉડાવવો, ખાસ કરીને મારી સાથે થયેલી ગેરકાયદેસર ઘટનાને લઈને મજાક કરવો યોગ્ય નથી. હું આ ઘટનાની તુલના મારી ઘટનાથી નહીં કરું, કારણ કે તે ગેરકાયદેસર હતી, જ્યારે આ સંપૂર્ણપણે કાનૂની છે.”

કંગના સ્પષ્ટપણે 2020માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા તેમના મુંબઈ ઓફિસને તોડી પાડવાની ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. શિવસેના શાસિત મહારાષ્ટ્ર સરકાર સાથે કંગનાનો એ સમયગાળે ભારે વિવાદ થયો હતો.

કંગનાએ એકનાથ શિંદેના ઓટો-રિક્ષા ચાલકથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવાની પ્રશંસા કરી અને કામરાની લાયકાત પર સવાલ ઉઠાવ્યા. “શિંદેજી એક સમય ઓટો ચલાવતા હતા અને આજે પોતાની લાયકાતના આધારે મોટી ઉંચાઈએ પહોંચ્યા છે. પણ તેમનું મજાક ઉડાવનારા કોણ છે? તેમની લાયકાત શું છે? તેઓએ જીવનમાં શું સિદ્ધિ હાંસલ કરી છે?” – તેમ કંગનાએ કહ્યું.

ભાજપ અને તેના સહયોગીઓ વિરુદ્ધ પોતાના તીખા રાજકીય વાક્યો માટે જાણીતા કામરાએ શિંદેના નિર્ણયની હાંસી ઉડાવી હતી. તેમની ટિપ્પણી ઉદ્ધવ ઠાકરેના સમર્થકોની આક્ષેપો સાથે સુસંગત હતી, જેમના મતે શિંદેએ ભાજપ સાથે જોડાઈને શિવસેનાને દગો આપ્યો હતો.

કામરાની ટિપ્પણીને પગલે રાજકીય તોફાન ઊઠ્યું છે. એકનાથ શિંદેના સમર્થકોએ તેમના નેતાને અપમાનિત કરવા બદલ કામરાની આલોચના કરી, જ્યારે કામરાના પ્રશંસકોએ “અભિવ્યક્તિની સ્વતંત્રતા” માટે તેમનો સમર્થન કર્યું. 23 માર્ચે, જ્યાં કામરાએ પ્રદર્શન કર્યું હતું, ત્યાં શિંદેના સમર્થકોએ તોડફોડ કરી, જ્યારે શિવસેના કાર્યકર્તાઓએ ખાર પોલીસ સ્ટેશન અને MIDC પોલીસ સ્ટેશનમાં કામરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કુણાલ કામરાની કમેન્ટ પર એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી

0

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી પર થયેલા હોબાળા વચ્ચે ડેપ્યુટી સીએમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કોમેડિયન કામરાએ માફી માંગવાનો ઇનકાર કર્યા પછી, શિંદેએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે; આપણે કટાક્ષ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ.

કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણી પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે કોઈની વિરુદ્ધ બોલવા માટે સોપારી લેવા જેવું છે. દરમિયાન, શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડ પર શિંદેએ કહ્યું, “સામેની વ્યક્તિએ પણ ચોક્કસ ધોરણ જાળવવું જોઈએ, નહીં તો કાર્યવાહીની પ્રતિક્રિયા છે.”

કોમેડિયન કુણાલ કામરાને અત્યારે ધમકીઓ પણ ખૂબ મળી રહી છે, તેના સામે કુણાલે કહ્યું કે, ભાષણ અને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર માત્ર શક્તિશાળી અને અમીર લોકોની ચાપલૂસી કરવા માટે જ ના થવો જોઈએ. એક શક્તિશાળી વ્યક્તિ પાસે જો સાર્વજનિક રૂપે મજાક સહન કરવાની અક્ષમતા મારા કાનુની અધિકારને બદલી શકે નહીં. જ્યાં સુધી હું જાણું છું, આપણા નેતાઓ આપણી રાજકીય વ્યવસ્થાના સર્કસની મજાક ઉડાવે છે એ કાયદાની વિરુદ્ધ નથી? જોકે, મારી સામે થઈ રહેલી કોઈપણ કાનૂની કાર્યવાહી માટે હું પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છું.’

કુણાલ કામરાએ ઈન્સ્ટાગ્રામમાં 4 પેજની પોસ્ટ કરી છે. જેમાં કાયદો અને વ્યવસ્થા, સમાન અભિવ્યક્તિની આઝાદી અને અંતમાં પોતે કોઈ પણ પ્રકારની માફી નહીં માગે તેવી વાત પણ લખી છે. કુણાલ કામરાએ પોસ્ટમાં લખ્યું કે, ‘હું માફી નહીં માંગુ. મેં જે કહ્યું તે એકદમ તે જ છે જે અજિત પવારે એકનાથ શિંદે વિશે કહ્યું હતું. હું કોઈ ટોળાઓથી ડરતો નથી અને હું મારા પલંગ નીચે છુપાઈને આ ઘટના શાંત થાય તેની રાહ જોઈશ નહીં’ કોમેડિયન કુણાલ કામરા પોતે કરેલી કોમેડી વિશે કોઈ માફી નહીં માંગે! તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ વિવાદ હજી પણ વધી રહ્યો છે, તેમાં હવે રાજકીય લોકો પણ રસ લેતા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, કોઈએ કરેલી મજાક માટે હિંસા પર ઉતરી આવવું જરા પણ યોગ્ય નથી.

સુરતમાં મહિલાએ કારના સ્ટીયરીંગથી ગુમાવ્યો કાબુ, ધડાકાભેર અથડાઈ ડિવાઈડર

સુરતમાં એક મહિલા કારચાલકે અકસ્માત સર્જ્યોની ઘટના સામે આવી છે. અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રાત્રી દરમ્યાન મહિલા કાર ચાલકની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ફૂલ સ્પીડમાં જતી કારના સ્ટીયરિંગ પરથી મહિલાએ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોડી રાત્રીના દરમણે એક મહિલા દ્વારા જે કાર ચલાવી રહી હતી તે દરમિયાન અચાનક ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતની અંદર બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી હતી. સિંગણપુર પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલા કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

દિલ્હી બજેટ 2025-26 : મહિલાઓ માટે મહિને ₹2500 સહાય, આરોગ્ય માટે ₹10 લાખનું કવર

0

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નવી સરકારનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજૂ કર્યું. દિલ્હીનું બજેટ હવે 1 લાખ કરોડને પાર કરી ગયું છે. આ બજેટમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 76 હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે આ રકમ 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એટલે કે બજેટમાં 31.5 ટકાનો વધારો થયો છે.

રેખા ગુપ્તાએ બજેટ ભાષણ દરમિયાન મહિલાઓ માટે દર મહિને ₹2500ની રકમની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આ માટે દિલ્હી સરકારે બજેટમાં 5100 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. હવે દિલ્હીવાસીઓને 10 લાખ રૂપિયાનું વીમા કવચ પણ મળશે. બજેટ ભાષણ દરમિયાન આયુષ્માન ભારત લાગુ કરવાની વાત થઈ હતી. દિલ્હી સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું ટોપઅપ આપવામાં આવશે. આ માટે બજેટમાં 2144 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

દિલ્હી સરકારના બજેટમાં મૂડી ખર્ચ બમણો કરવામાં આવ્યો છે. તેને વધારીને રૂ. 28000 કરોડ કરવામાં આવ્યો છે. આ રકમનો મોટો હિસ્સો રોડ અને શિક્ષણના ક્ષેત્રોમાં ખર્ચવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે જો અગાઉની સરકારે રાજકીય કારણોસર કેન્દ્ર સરકારની યોજનાઓ બંધ ન કરી હોત તો આજે વિકાસના કામો માટે નાણાંની અછત ન હોત.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એમએલએ ફંડમાં 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યોને તેમના કામ માટે સંપૂર્ણ રકમ મળશે અને તેમને ભંડોળની કોઈ અછતનો સામનો કરવો પડશે નહીં. બજેટમાં દિલ્હી સરકાર દ્વારા ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે દિલ્હીને નવો લુક આપવા પ્રતિબદ્ધ છીએ.

પાકિસ્તાને POK છોડવું પડશે, UNSCમાં ભારતની ચેતવણી, જાણો શું કહ્યું ?

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં સુસંગતતા વધારવી’ હતો, પરંતુ પાકિસ્તાને ફરી એકવાર તેમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. હરીશે જવાબ આપ્યો, ‘જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.’ પાકિસ્તાન આ વિસ્તાર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે, જે તેણે તાત્કાલિક ખાલી કરવો જોઈએ.

ભારતે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે અને તેણે તે વિસ્તાર ખાલી કરવો પડશે. હરીશે પાકિસ્તાનને તેની સંકુચિત વિચારસરણી અને વિભાજનકારી નીતિઓ છોડીને શાંતિ તરફ આગળ વધવાની સલાહ આપી. UNમાં આયોજિત બેઠકમાં ભારતે એક કડક સંદેશ આપ્યો અને કહ્યું, ‘પાકિસ્તાને સમજવું જોઈએ કે તેણે POK (પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર) છોડવું પડશે જેમાં તે બેઠું છે.’ જો પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે તો તેણે પહેલા આતંકવાદ અને નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ, ભારત સરકારે કલમ 370 દૂર કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધો હતો. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ કડવાશભર્યા બન્યા અને વેપાર બંધ થઈ ગયો. ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે આતંકવાદ, હિંસા અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે.

અમદાવાદ : પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર પૂર્વવત

0

ગત રવિવારે મોડી રાત્રે અમદાવાદના વટવામાં રોપડ ગામ પાસે બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન રાતે 11 વાગ્યાની આસપાસ ક્રેન તૂટી ગઈ હતી. આ કેન તૂટતા રેલવે લાઈનનો ઓવરહેડ વાયર તૂટયો હતો, જેને લીધે અમદાવાદ-મુંબઈનો રેલવે વ્યવડાર ખોરવાયો હતો. આ પછી રેલવે વિભાગ દ્વારા રૂટ ફરી કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના 29 કલાક પછી રેલવે વ્યવહાર કાર્યરત કરાયો છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દુર્ઘટનાના 25 કલાક પછી મહાકાય સ્ટ્રક્ચર દૂર કરાયું છે. આજે વહેલી સવારે 4 વાગ્યે રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ રેલવેના મેનેજર અને મુખ્ય એન્જિનિયર સ્થળ પર હાજર રહ્યા હતા. આમ CPRO સહિતના અધિકારીઓ દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી હતી.

મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનાને લીધે ગઈકાલે 25થી વધુ ટ્રેન 25 ટ્રેન રદ કરવાની સાથે 11 ટ્રેન રીશેડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેને લીધે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરતના હજારો મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.

ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા, જાણો કેવી છે સ્થિતિ?

મંગળવારે (25 માર્ચ) ન્યૂઝીલેન્ડના રિવર્ટન કિનારે 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ ભૂકંપ વિશે માહિતી શેર કરી હતી. ભૂકંપ રિવર્ટનથી 159 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ (WSW) દૂર અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતું.

ન્યૂઝીલેન્ડમાં 7 ની તીવ્રતાના ભૂકંપ પછી મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારો સુરક્ષિત છે. ન્યૂઝીલેન્ડની કટોકટી વ્યવસ્થાપન એજન્સી મૂલ્યાંકન કરી રહી છે કે શું ભૂકંપ સુનામીનો ખતરો ઉભો કરી શકે છે. એજન્સીએ કહ્યું છે કે જો સુનામીની સ્થિતિ સર્જાય તો દેશ સુધી પહોંચવામાં ઓછામાં ઓછો એક કલાક લાગશે.

ધરતીકંપ એ કુદરતી ઘટના છે જે પૃથ્વીની સપાટી પર થાય છે, મુખ્યત્વે પૃથ્વીની આંતરિક રચનામાં થતા તણાવ અને પ્રવૃત્તિઓને કારણે. ભારતમાં ભૂકંપનું મુખ્ય કારણ હિમાલય ક્ષેત્રમાં થતી ટેક્ટોનિક પ્રવૃત્તિઓ છે. અહીં તણાવ ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેની અથડામણને કારણે છે. આ જ કારણ છે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારત ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. મહત્વનું છે કે, ટેક્ટોનિક પ્લેટો વચ્ચે તેમની હિલચાલ, અથડામણ, ઉદય અને પતનને કારણે સતત તણાવ રહે છે. આનાથી ઉર્જા ઉત્પન્ન થાય છે, તેથી જો હળવા ભૂકંપ આવતા રહે, તો આ ઉર્જા મુક્ત થતી રહે છે અને મોટા ભૂકંપની શક્યતા રહે છે. જો આ પ્લેટો વચ્ચેનું તણાવ વધારે હોય, તો ઉર્જા દબાણ પણ વધે છે અને તે ઝડપથી એકસાથે બહાર આવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે ક્યારેક ભયંકર ભૂકંપ આવવાની શક્યતા રહે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

૨૫ માર્ચ, ૨૦૨૫ / મંગળવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આર્થિકક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ

દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્યક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ

જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર ‌જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જ‍ળવાય.

સિંહઃ

સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ

જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આપતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ

કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વ‌ૃશ્ચિકઃ

બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ

આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ

વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોકટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્ય‌િક્ત‌ઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ

ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાની શક્યતા છે. આવક જ‍ળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ, યશ-પ્રતિષ્ઠા વધે.આરોગ્ય જળવાય.