Home Blog Page 493

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે કરશે ખાસ ચર્ચા

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ વેન્સ (જેડી વેન્સ) આજથી ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. અહીં તેમના ભારત પ્રવાસ અંગે સંપૂર્ણ શેડ્યુલ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ખાસ બેઠક કરવાના છે. તેઓ જયપુર જતા પહેલા આગ્રાની પણ મુલાકાત લેવાના છે.

યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (વેન્સ)આજે સવારે ચાર દિવસની ભારત મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા છે, જે દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંભવિત ભારત-અમેરિકા વેપાર કરાર પર બેઠક કરશે તેવી અપેક્ષા છે.

અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કલાકારોએ વેન્સ, તેની પત્ની અને બાળકોની સામે પરંપરાગત નૃત્યો રજૂ કર્યા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અહીંથી અક્ષરધામ મંદિર જશે.

પીએમ નરેન્દ્ર મોદી સાંજે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. વેન્સ વિદેશ મંત્રી એસ. જયશંકર, NSA અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાને મળશે.

વેન્સની અક્ષરધામ મંદિરની મુલાકાતની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરનાં પ્રવક્તા રાધિકા શુક્લાએ જણાવ્યું હતું કે જેડી વેન્સ અને ઉષા વેન્સ 11 વાગ્યા પછી ગમેત્યારે મંદિરમાં આવી શકે છે. તેઓ અહીં ભગવાન સ્વામિનારાયણના મંદિરની મુલાકાત લેશે.

જેમ્સ ડેવિડ વેન્સ રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે અને યુનાઇટેડ સ્ટેટ્સના 50મા વાઇસ પ્રેસિડેન્ટ છે. જે હાલમાં ચાર દિવસ માટે ભારત મુલાકાતે આવ્યા છે. 2 ઓગસ્ટ 1984 માં જન્મેલા જેડી વેન્સ અમેરિકન રાજકારણીની સાથોસાથ એક સારા લેખક પણ છે. તેઓએ 2023 થી 2025 સુધી યુએસ સેનેટમાં ઓહિયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ભારત માટે, જેડી વેન્સની આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. કારણ કે બંને દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માંગે છે. બંને તેમની મુલાકાત દરમિયાન ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર સોદા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ યુએસ સંરક્ષણ સાધનો ખરીદવાના મુદ્દા પર ભારત પર દબાણ કરે તેવી અપેક્ષા છે.

Breaking News : વેટિકન સીટીમાં પોપ ફ્રાંસિસનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. પોપ ફ્રાન્સિસે સોમવાર, 21 એપ્રિલ, 2025 ના રોજ 88 વર્ષની વયે વેટિકનમાં તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા ખાતે અંતિમ શ્વાસ લીધા.

પોપ ફ્રાન્સિસ છેલ્લા અઠવાડિયાથી બ્રોન્કાઇટિસથી પીડાતા હતા અને શુક્રવાર, 14 ફેબ્રુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, કારણ કે “જટિલ ક્લિનિકલ પરિસ્થિતિ”ને કારણે ડોકટરોએ પોપના શ્વસન માર્ગના ચેપની સારવાર બદલવી પડી અને પછી એક્સ-રેએ પુષ્ટિ આપી કે તેઓ ડબલ ન્યુમોનિયાથી પીડિત છે.

પોપ ફ્રાન્સિસ ગયા અઠવાડિયે તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં કેથોલિક ચર્ચના જ્યુબિલી વર્ષની ઉજવણી માટે પરંપરાગત રવિવારની પ્રાર્થના અને સમૂહનું નેતૃત્વ કરી શક્યા ન હતા. તેમની તબિયત ખરાબ હોવાથી, તેમના ઘણા અગાઉ નક્કી કરેલા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. કારણ કે ડોક્ટરોએ 88 વર્ષીય પોપને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ અગાઉ તેમની સ્થિતિ ‘સ્થિર’ ગણાવવા છતાં, વેટિકને શનિવારે સાંજે એક અપડેટ જાહેર કરીને કહ્યું કે ‘લાંબા સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ’ બાદ તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

2025માં સોનાનો ચમકારો, શું કિંમત 1 લાખ સુધી પહોંચી શકે?

આજે, 21 એપ્રિલના રોજ, સોમવારના દિવસે ભારતીય બજારમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. દેશભરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97.570 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાનો આજનો ભાવ આ મુજબ છેઃ

  • અમદાવાદ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,620 પ્રતિ 10 ગ્રામ છે.
  • સુરત: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97.620 પ્રતિ 10 ગ્રામ છે.
  • વડોદરા: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,620 પ્રતિ 10 ગ્રામ છે.
  • રાજકોટ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,620 પ્રતિ 10 ગ્રામ છે.

અન્ય મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ નીચે મુજબ છે:

  • દિલ્હી: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,590 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,720 પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,570 પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતા: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,570 પ્રતિ 10 ગ્રામ છે.
  • બેંગલુરુ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,570 પ્રતિ 10 ગ્રામ છે.
  • હૈદરાબાદ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,570 પ્રતિ 10 ગ્રામ છે.
  • ચેન્નાઈ: 22 કેરેટ સોનાનો ભાવ ₹89.440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97.570 પ્રતિ 10 ગ્રામ છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો સોનું $50 ના ઉછાળા સાથે $3,375 પર પહોંચી ગયું છે. જ્યારે ઈરાન પર લાગેલી પાબંધીઓના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તેજી આવી છે. ભારતીય કંપનીઓના ADR માં HDFC અને ICICI બેંકના શેરોમાં 4 ટકાની મજબૂતી જોવા મળી જ્યારે ટેક સેક્ટરમાં નબળાઈ જોવા મળી. ઈન્ફોસિસ અને ટાટા એલેક્સીએ નબળા પરિણામો રજૂ કર્યા જેનાથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન દરરોજ સોના અને ચાંદીના ભાવ વિશે માહિતી આપે છે. અહીં તમને કર અને ચાર્જ વગર સોના અને ચાંદીના દરો જણાવવામાં આવ્યા છે. IBJA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સમાન છે. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા બનાવડાવો છો, તો તમારે મેકિંગ ચાર્જ પર GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.

અહીં એ જાણવું મહત્વપૂર્ણ છે કે સોનાના ભાવ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે? તો ચાલો તમને જણાવી દઈએ કે કોઈપણ અનિશ્ચિતતા કે ભૂ-રાજકીય જોખમો, વેપાર તણાવ કે આપત્તિના સમયમાં, સોનાને રોકાણ માટે સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. હાલમાં પણ ટ્રમ્પ ટેરિફને કારણે અમેરિકા અને ચીન સામસામે છે. આ ઉપરાંત, વિશ્વભરના શેરબજારોમાં ઉથલપાથલ છે. મોંઘવારી અંગે ચિંતા વધી છે. યુએસ ડોલર પણ તેની ઊંચાઈએ પહોંચ્યા પછી સતત નીચે પડી રહ્યો છે. તેની અસર સોનાના ભાવમાં વધારા તરીકે જોવા મળી રહી છે.

વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનો ચોંકાવનારો આરોપ, 3 દર્દીના મોતનો દાવો

અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ (VS) હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં 3નાં મોત થયાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કર્યો છે. 500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી હતી. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી પરંતુ મારી પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા MOUની કોપી છે. જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડો. પારુલ શાહની સહી પણ છે. ડો. દેવાંગ રાણાને NHL કોલેજના ડીન દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે નિમણૂક કરવામાં આવ્યા છે જેનો ઓર્ડર પણ છે.

રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટથી લઈ તમામ અધિકારીઓને આ બાબતોની જાણ હતી. 500થી વધારે દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયું છે અને મારી જાણમાં આવ્યું છે ત્યાં સુધી ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા છે જે અંગે અત્યારે અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. ક્લિનિકલ રિસર્ચ વિભાગના વડા ડો. દેવાંગ રાણાએ જાન્યુઆરી મહિનામાં પણ પત્ર લખ્યો હતો. ડો. દેવાંગને વી.એસ.હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પારુલ શાહ અને ડો. ચેરી શાહ માનસિક હેરાન કરી રહ્યાં છે. તેઓના કૌભાંડને છાવરવા માટે ડો. દેવાંગ રાણાનો ભોગ લેવામાં આવ્યો છે. ખોટા વ્યક્તિને આશરો આપી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી તે સદંતર ખોટી આપવામાં આવી છે.

દેવાંગ રાણાએ ખુલાસો કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે મારી કામગીરી માત્ર ક્લિનિકલ રિસર્ચ ટ્રાયલ એગ્રીમેન્ટ મુજબ થયું છે કે નહીં તે અંગે જોવાની છે. કોઈપણ નાણાકીય વ્યવહારો કરવાની જવાબદારી મારી નથી. નાણાની વહેંચણી સુપ્રિટેન્ડેન્ટના જ આદેશ મુજબ થઈ છે. હોસ્પિટલમાં જેટલા પણ ટ્રાયલ કરવામાં આવ્યા છે તે તમામની માહિતી હોસ્પિટલના સુપ્રિટેડન્ટના જાણમાં મૂકવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની જાણમાં જ થયા છે. જે અંગેની ખરાઈ NHL મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. જે પૈસા મારા ખાતામાં જમા થયા છે તે પૈસા મારા મહેનતાણાના પૈસા છે. તમામ એકાઉન્ટમાં હું જોઈન્ટ હોલ્ડર જ છું.

આમ આદમી પાર્ટી દિલ્હી મેયરની ચૂંટણી નહીં લડે, જાણો

0

દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી (AAP) એ જાહેરાત કરી હતી કે MCD મેયર માટે પોતાના ઉમેદવાર ઉભા રાખશે નહીં. AAP દિલ્હીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું, પક્ષએ નિર્ણય લીધો છે કે આ વખતે અમે મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખીશું નહીં. ભાજપે પોતાના મેયરની પસંદગી કરવી જોઈએ, ભાજપે પોતાની સ્થાયી સમિતિ બનાવવી જોઈએ અને કોઈપણ બહાના વગર દિલ્હી પર શાસન કરવું જોઈએ, તેમ પણ સૌરભે જણાવ્યું હતું.

પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે, હાલમાં તોડફોડ બાદ એમસીડીમાં ભાજપની બહુમત છે. અમે તોડફોડની રાજનીતિ નથી કરતા. તો આ વખતે ચૂંટણી નહીં લડીએ. ભાજપ પોતાની ટ્રિપલ એન્જીનની સરકાર ચલાવે. દિલ્હીમાં કાયદો અને સફાઈની જવાબદારી નિભાવે. અમે એક મજબૂત વિપક્ષની રાજનીતિ નિભાવીશું. આતિશીએ કહ્યું કે, ભાજપે તોડફોન કરીને નિગમમાં પોતાનું સંખ્યાબળ વધારી દીધું છે. જો અમારી ચૂંટણી જીતવી હોય તો અમારે તોડફોડ કરવી પડી, જે અમે નહીં કરીએ.

આમ આદમી પાર્ટીના મેયર ચૂંટણીમાં ભાગ ન લેવાના નિર્ણય બાદ ભાજપ તરફથી પ્રહારો થયા છે. ભાજપના દિલ્હી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે દિલ્હી નગર નિગમમાં તેઓ બહુમત ખોઈ ચુક્યા છે. છેલ્લા અઢી વર્ષમાં નગર નિગમની જાળવણી અને પ્રશાસનિક કામ બંધ પડ્યા છે. તેના કારણે આમ આદમી પાર્ટી ચૂંટણી બહિષ્કારનું નાટક કરી રહી છે.

ઝારખંડમાં 8 નક્સલીઓનું એન્કાઉન્ટર, 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી ઠાર

0

ઝારખંડના બોકારો જિલ્લામાં નક્સલવાદીઓને મોટો ફટકો પડ્યો છે. ઝારખંડ પોલીસ સાથેની ભીષણ અથડામણમાં 8 નક્સલીઓ માર્યા ગયાના સમાચાર છે. પોલીસ મુખ્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર, લગભગ 8 મૃતદેહ મળી આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે માર્યા ગયેલા ઘણા નક્સલીઓના માથા પર ઈનામ હતું. આ એન્કાઉન્ટર નક્સલી વિવેકની ટુકડી સાથે થયું હતું, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ છે. એન્કાઉન્ટર બાદ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

અહેવાલો અનુસાર, લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં ઘણાં અન્ય નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવારે (21મી એપ્રિલ)આજે સવારે ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં આઠ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સૈનિકોએ એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરી છે. હજુ સુધી કોઈ જવાન ઘાયલ થયાના સમાચાર નથી.

ઝારખંડ પોલીસ અને સુરક્ષા દળો વચ્ચેની આ ભીષણ અથડામણમાં અડધા ડઝનથી વધુ નક્સલીઓ માર્યા ગયા છે. ઝારખંડ પોલીસ મુખ્યાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, વિસ્તારમાં નક્સલીઓના એક મોટા જૂથના ફરતા હોવાની માહિતીના આધારે, નક્સલીઓએ ઓપરેશન માટે બહાર ગયેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. જે બાદ, જવાબી હુમલામાં, ઝારખંડ પોલીસ અને કેન્દ્રીય દળોએ નક્સલીઓ સામે ગોળીબાર કર્યો.

ભૂસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીરમાં ફસાયા અનેક ગુજરાતી પ્રવાસીઓ

0

જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલનને લીધે ઘણા ગુજરાતી પ્રવાસી ફસાયા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ 50 કરતા વધારે પ્રવાસી ભરેલી બસ જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ફસાયેલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા છે જેમાં ગુજરાતની એક બસ ફસાઈ ગઈ છે. બસના મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે બસ રામબન જિલ્લામાં અટવાઈ ગઈ છે. બનાસકાંઠાના કલેક્ટર દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. કૉંગ્રેસના વિધાનસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી હતી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું .

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા

0

આજે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જમ્મુ કાશ્મીરમાં આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની ઊંડાઈ 130 કિમીની હતી. સ્વાભાવિક છે કે, અફઘાનિસ્તાન પણ જમ્મુ અને કાશ્મીરની નજીક હોવાથી, ત્યાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

શું ₹ 2000થી વધુના UPI પેમેન્ટ પર લાગશે GST? સરકારે કરવી સ્પષ્ટતા, જાણો

0

આજના ડિજિટલ યુગમાં લોકો રોકડના બદલે વધુપડતા UPI પેમેન્ટનો ઉપયોગ કરે છે. માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ ગામડાઓમાં પણ UPI પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. જોકે સોશિયલ મિડિયા પર ફેલાઈ રહેલી એક અફવાએ UPI પેમેન્ટ કરનારાઓમાં ચિંતા ફેલાવી છે. જોકે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફક્ત અફવા છે અને આ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.

GST UPI Payments: શું UPI પેમેન્ટ પર ટેક્સ લાગશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે તે 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GST લાદવાનું વિચારી રહી નથી. સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) લાદવાનું વિચારી રહી છે તેવા અહેવાલોને સ્પષ્ટ કરતા, નાણા મંત્રાલયે કહ્યું કે આ સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચોક્કસ ચાર્જ પર GST વસૂલવામાં આવે છે.

MDR પણ દૂર કરવામાં આવ્યો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (CBDT) એ જાન્યુઆરી 2020 થી ગ્રાહકથી વેપારી (P2M) વચ્ચેના UPI વ્યવહારો પર MDR દૂર કરી દીધો છે. મંત્રાલયે કહ્યું, હાલમાં UPI વ્યવહારો પર કોઈ MDR વસૂલવામાં આવતો નથી, તેથી આ વ્યવહારો પર કોઈ GST લાગુ પડતો નથી. UPI વ્યવહારોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 21.3 લાખ કરોડથી વધીને માર્ચ 2025 સુધીમાં રૂ. 260.56 લાખ કરોડ થઈ ગઈ છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે સરકાર UPI દ્વારા ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે કેન્દ્રીય પરોક્ષ કર અને મર્યાદા શુલ્ક બોર્ડ (CBIC) એ X (ટ્વિટર) પર સ્પષ્ટતા આપી. CBIC એ ટ્વીટ કરીને કહ્યું હતું કે UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાડવાના દાવા નકામા છે. જાન્યુઆરી 2020થી CBDT એ P2M (Person to Merchant) UPI ટ્રાન્ઝેક્શન પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) દૂર કર્યો છે, જેના કારણે GST લાગુ પડતો નથી. સરકાર 2021-22થી UPIને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવી રહી છે, જેમાં 2023-24 સુધી ₹3631 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ચોમાસા પૂર્વે તૈયારી અંગે કલેક્ટર કચેરીમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન, જાણો

બેઠકમાં કલેકટરશ્રીએ ચોમાસા દરમિયાન તમામ લાઈન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, શહેર અને જીલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના, પુર, ખાડીપુરના પ્રશ્નો ઉદ્દભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જીલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ/કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટરશ્રીએ જણાવ્યું કે, ચોમાસામાં દુર્ઘટનાઓ ન બને તે શુભ સંકેત છે, પરંતુ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓ બને ત્યારે તેનો મક્કમપણે સહિયારા પ્રયાસોથી જ ઉકેલ શક્ય બને છે જેથી પૂર્વ તૈયારીઓ જરૂરી હોવાનો મત વ્યક્ત કરી સૌને વિભાગવાર આગોતરૂ આયોજન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ સુરત જીલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં નદી, ડેમ, જળાશયો, કેનાલ, દરીયા, વરસાદી પાણીનો ભરાવો થયેલ સ્થળોએ પાણીમાં અકસ્માતે ડુબી જવાથી થયેલ માનવ મૃત્યુ તેમજ ભારે પવન અને વરસાદમાં ઝાડ, થાંભલા, હોર્ડીંગ્ઝ અને ટાંકી પડવાથી થયેલ માનવ મૃત્યુ તેમજ ગટરના ઢાંકણા ખુલ્લા રહેવાના કારણે તેમજ ખુલ્લા બોરવેલ/ટ્યુબવેલના કારણે થતા માનવ મૃત્યુનું વિશ્લેષણ કરી લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ્ય પ્રિ મોનસુન કામગીરી કરી તેમજ સાવચેતી/તકેદારીના યોગ્ય પગલાઓ લઈ આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તેમ હોય માટે જરૂરી યોગ્ય પ્રિ મોનસુન કામગીરી કરવા તેમજ સાવચેતી/તકેદારીના યોગ્ય પગલાઓ લઈ આવી દુર્ઘટનાઓ ટાળવા આયોજન કરવા જણાવેલ છે.

આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોના સર્વે કરી બોર્ડ લગાવવા, જોખમી ઝાડ, વીજ પોલ, હોર્ડીંગ્ઝ, મકાનો દુર કરવા, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી- મોનસુન ઈન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમસ, ડભારી બીચ સહિત હરવા ફરવાના સ્થળો પર દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવા તેમજ જે રસ્તા/કોઝવે પરથી પાણી પસાર થતા હોય તે રસ્તા બ્લોક કરી રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત રાખવા બાબત, આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરવઠો જળવાય, વીજળી, ગેસ, અનાજ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની આવશ્યક સેવાઓ જળવાય રહે, વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યાં અગાઉથી જ સ્થળાંતરકરાવવા બાબત, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરી આ સમસ્યાના ઉકેલ માટે સંપર્ક કરવાના અધિકારીશ્રીની માહિતી સબંધિત વિભાગોને આપવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરવા અન્ય સહાય ચૂકવણાં અંગે અગાઉથીજ સર્વે ટીમ બનાવી સહાય સમયસર ચૂકવાય તે માટે સૂચના આપી. હજીરા નોટિફાઈડ એરિયા માટે નવું ઈઆરસી સેન્ટર બનાવવા દરખાસ્ત કરવા જણાવેલ.

કલેકટરશ્રીએ ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ, પંચાયત હસ્તકના રસ્તાઓ, મેટ્રો, DFCIL સહિતના રસ્તાઓ પરના ખોદકામ, પેચવર્ક જુન પહેલા પૂર્ણ કરી ટ્રાફીક જામ તેમજ અકસ્માતો ન થાય તે બાબતે કાર્યવાહી કરવા જણાવેલ છે.

કલેકટરશ્રીએ વિગતો આપતા કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષો દરમિયાન સરેરાશ ૧૫૯૮ એમ.એમ. વરસાદ વરસ્યો છે. ૨૦૨૪ના વર્ષ દરમિયાન ૨૧૯૯ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પુર, ભારે વરસાદ, વાવાઝોડાના સંજોગોમાં તકેદારીના તમામ પગલાઓ લઈ, લોકોનું, પશુઓનું સમયસર સ્થળાંતર થાય જેથી દુર્ધટનાઓ નિવારી શકાય તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. ડેમમાંથી પાણી છોડવાના પ્રસંગે તેમજ ભારે વરસાદની આગાહીના મેસેજો ગ્રામ્ય કક્ષા સુધી છેવાડાના તમામ લોકો અને પશુપાલકોને મળે તેમજ પુર અને ડેમમાંથી પાણી છોડવાના પ્રસંગે નદીની અંદર પશુઓ ચરાવવા સહિતની પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે તે બાબતે જણાવેલ છે. ભારે વરસાદની આગાહીના સમયે નિચાણવાળા અને પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ/આંગણવાડીઓ અગાઉથી જ બંધ રાખવામાં આવે જેથી શાળાના બાળકોને રેસ્ક્યુ કરવા જેવા બનાવો બને નહી. નદીઓ માટે સાઈન બોર્ડ તેમજ પાણીના ગેજની વિગતો જાહેર જનતા માટે પ્રદર્શીત કરવા બાબત, પશુ રોગચાળા તેમજ પશુઓની દવાનો જથ્થો જાળવી રાખવા, દરીયામાં ગયેલ માછીમારો અને બોટનો ડેટા રાખવા બાબત, અદ્યોગીક અકસ્માતો નિવારવા બાબત જણાવેલ છે. તેમજ અર્બન ફલડ અંગે અધ્યયન અહેવાલ તૈયાર કરવા એસ.એમ.સી.ને સૂચના આપવામાં આવી આ ઉપરાંત બંધ પડેલા બોરવેલ/ટુબવેલ, અવાવરૂ કુવાઓમાં બાળકોના પડી જવાના કારણે થતા અકસ્માતો નિવારવા માટેના પગલાઓ લેવા તમામ વિભાગને જણાવેલ છે.
બે