Home Blog Page 490

ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની પ્લાનિંગ કરનારો 17 વર્ષનો નિકિતા ચર્ચામાં, જાણો

અમેરિકાના વિસ્કૉન્સિન રાજ્યમાં રહેતી અને માત્ર 17 વર્ષની નિકિતા કેસ્પની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવા માટે તેના માતાપિતાની હત્યા કરી હતી. આ કારણે તે અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો રહે છે. તેનો પ્લાન તેના માતા-પિતાને મારી નાખવાનો અને ઘરના બધા પૈસા લઈને ભાગી જવાનો હતો અને પછી તે જ પૈસાની મદદથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારી નાખવાનો અને વર્તમાન સરકારને ઉથલાવી પાડવાનો હતો.

આરોપીએ ફેબ્રુઆરીમાં તેની 35 વર્ષીય માતા તાતીઆના કાસાપ અને 51 વર્ષીય સાવકા પિતા ડોનાલ્ડ મેયરની હત્યા કરી હતી. નિકિતા પર તેના માતાપિતાને ગોળી મારવાનો આરોપ છે. પછી તે લગભગ બે અઠવાડિયા સુધી મૃતદેહો સાથે તે જ ઘરમાં રહ્યો. ત્યારબાદ તે 14,000 ડોલર રોકડા, તેનો પાસપોર્ટ અને કૂતરો લઈને ભાગી ગયો.

અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના રહેવાસી 17 વર્ષના નિકિતા કાસાપ પર એના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનના વૌકેશા ગામમાં તેણે 11 ફેબ્રુઆરીએ તેની 51 વર્ષીય માતા તાતીઆના કાસાપ અને 51 વર્ષીય સાવકા પિતા ડોનાલ્ડ મેયરને ગોળી મારી દીધી હતી. તેણે બંને હત્યા સાવકા પિતાની બંદૂક વડે કરી હતી. બંનેના મૃતદેહ ચાદરથી ઢાંકીને નિકિતા ડોનાલ્ડની કાર અને બંદૂક લઈને ઘર છોડીને નીકળી ગયો હતો. જતાં પહેલાં તેણે ઘરમાંથી 10,000 ડોલર (આશરે રૂપિયા 8.6 લાખ)ની ચોરી પણ કરી હતી.

FBIના દસ્તાવેજો અનુસાર, કસાપે ડિજિટલ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા એક રશિયન વ્યક્તિનો સંપર્ક કર્યો અને યૂક્રેનથી ભાગી જવાની યોજનાઓ શેર કરી. આ સૂચવે છે કે આ યોજના સ્થાનિક આતંકવાદ ઉપરાંત સંભવિત આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. કેસ્પની માર્ચ મહિનામાં કેન્સાસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેસ્પ હાલમાં ૧૦ લાખ ડોલરના જામીન પર જેલમાં છે અને આવતા મહિને કોર્ટમાં હાજર થવાનું છે. જોકે, જાહેર બચાવકર્તા નિકોલ ઓસ્ટ્રોવ્સ્કીએ કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષે કેસ્પ વિરુદ્ધ નક્કર પુરાવા પૂરા પાડ્યા નથી, ખાસ કરીને ઓળખ ચોરી સંબંધિત.

અભિનેતા સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

બૉલીવુડના અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારવાની ધમકી મળી છે. મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે .જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. વરલી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

આ પહેલી વાર નથી જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા પણ ઘણી વખત અભિનેતાને આવી જ ધમકીઓ મળી ચૂકી છે. બોલિવૂડ અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી પ્રત્યક્ષ અને પરોક્ષ ધમકીઓ મળી છે. વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનની કથિત સંડોવણી બદલ આ ગેંગ સલમાન ખાનને નિશાન બનાવી રહી હોવાનું કહેવાય છે. કારણ કે બિશ્નોઈ સમુદાય માટે કાળિયાર હરણ ધાર્મિક મહત્વ ધરાવે છે.

લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી સલમાન ખાનની પાછળ પડેલો છે. ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી છે. તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ, અભિનેતા ખરાબ રીતે તૂટી ગયો હતો.

મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર થયા બાદથી સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. આ પછી, તેમના નજીકના નેતા બાબા સિદ્દીકીની પણ દશેરા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી, સલમાનની સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવી છે, તેના ઘરની બાલ્કનીનો કાચ પણ બુલેટપ્રૂફ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ATSની મોટી સફળતા, દરિયાઈ સીમામાંથી ઝડપાયું 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ

ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ ઘૂસાડવાનું સેન્ટર બની ગયું હોય તેમ છાસવારે ગુજરાતના દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતું રહે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે વધુ એક મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટમાંથી 1800 કરોડ રૂપિાયનું ડ્રગ્સ ઝડપાયું હતું.

મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરમિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની બોટની તપાસ હાથ ધરી હતી. જેમાંથી 300 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત આશરે 1800 કરોડ રૂપિયા માનવામાં આવે છે.

ICG જહાજને જોતાં, દાણચોરોએ પ્રતિબંધિત સામગ્રીને દરિયામાં ફેંકી દીધી અને IMBL પાર કરી ભાગી ગયા. કોસ્ટગાર્ડના જવાનો દ્વારા દરિયામાંથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું અને વધુ તપાસ માટે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યું હતું. ડ્રગ્સના આટલા મોટા જથ્થાની જપ્તી એ ડ્રગ્સની હેરાફેરી સામે સરકારી એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલનનો પુરાવો છે. ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સમાં આ મોટી સફળતાનો ખુલાસો કરશે. અગાઉ પણ ગુજરાતમાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપ્યું હતું.

એક વર્ષ પહેલાં એપ્રિલ 2024માં પણ કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા ઇનપુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલો જથ્થો ઝડપાયો હતો, જેની બજારકિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીને પણ ઝડપ્યા હતા.

મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ, PNB કૌભાંડના આરોપીને ભારત લવાશે

0

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ફરાર ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી લેવામાં આવી છે. મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ કરવામાં આવી છે. મેહુલ ચોક્સી હાલ પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ માટે ઇન્ટરપોલ રેડ નોટિસ ઇશ્યૂ કરવામાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI સહિતની ભારતીય એજન્સીઓએ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે અરજી કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, 65 વર્ષીય ચોક્સીની સીબીઆઈની વિનંતી બાદ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. મેહુલ ચોક્સી હાલ જેલમાં છે. પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે મુંબઈની એક અદાલતે તેની સામે જારી કરેલા બે ઓપન એન્ડેડ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતા. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે, આ વોરંટ 23 મે, 2018 અને 15 જૂન, 2021 ના રોજ જારી કરવામાં આવ્યા હતા.

મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક પાસેથી નકલી લેટર ઓફ અંડરટેકિંગનો ઉપયોગ કરીને 13,850 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને તેણે ભારતને પ્રત્યાર્પણ કરવાનો વિરોધ કર્યો છે. મેહુલ ચોક્સી અને નીરવ મોદી જાન્યુઆરી 2018માં પીએનબી કૌભાંડમાં તેમના નામ સામે આવ્યાના અઠવાડિયા પહેલા જ ભારત છોડીને ભાગી ગયા હતા.

અહેવાલો અનુસાર, મેહુલ ચોક્સીએ બેલ્જિયમમાં રહેવા માટે અરજી કરવા અને ભારત તરફથી પ્રત્યાર્પણનો વિરોધ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. એટલું જરૂર કહી શકાય કે મેહુલ ચોકસીએ હજુ સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી નથી.

મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાં રહેતો હોવાનું કહેવાતું હતું, પરંતુ બાદમાં તે બેલ્જિયમ પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. મેહુલ ચોક્સી 2021 માં એન્ટિગુઆથી ગુમ થયો હતો અને એવી અટકળો ચાલી રહી હતી કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે પરંતુ ભાગેડુ ઉદ્યોગપતિ પાછળથી ડોમિનિકામાં મળી આવ્યો હતો.

મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018 માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેંકમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. આ ભારતનો બીજો સૌથી મોટો બેંક કૌભાંડ હતો. આ મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021માં, જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો, ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે આ કેસ તેમની સામે ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે EDએ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.

ટ્રમ્પના ટેરિફ પછી વિદેશી જ્વેલર્સ માટે સુરત બની નવી આશાની કિરણ

તાજેતરમાં સુરત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા સુરત ડાયમંડ બુર્સ (એસડીબી) ખાતે 10 અને 11 એપ્રિલના રોજ યોજાયેલ ઇન્ટરનેશનલ બિઝનેસ મીટ (બીએસએમ)માં ઓછામાં ઓછા સાત દેશોના ગ્રાહકોએ મુલાકાત લીધી હતી. અમેરિકામાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ જાહેર કર્યા બાદ આવી સૌપ્રથમ ઘટના હતી.નોંધનીય કે અમેરિકા, યુકે, કેનેડા, યુએઇ, રશિયા, ખજાખસ્તાન અને સાઉદી અરેબિયાથી આવેલા ગ્રાહકોએ જણાવ્યુ હતુ કે ટેરિફને કારણે હવે તેઓ સીધો વેપાર કરવા માગે છે અને તેમને સુરતમાં ઉપલબ્ધ લેબ ગ્રોન ડાયમંડ (LGD) ચીન કરતા સસ્તો લાગે છે.

સુરતમાં 2023 બાદ સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બીએસનું જીજેઇપીસી દ્વારા વૈશ્વિક સ્તરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સંમિટનો અન્ય દ્રષ્ટિકોણ એ હતો કે ગ્રાહકોને LGD પરનો ફર્સ્ટહેન્ડ એક્સપિરીયન્સ પ્રાપ્ત થઇ શકે છે, જેમાં તેને કઇ રીતે તૈયાર કરવામાં આવે છે, પોલિશ અને બાદમાં જ્વેલરીમાં કઇ રીતે લગાવવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. જીજેઇપીસીના સૂત્રોના અનુસાર 2023-24માં યોજાયેલી એલજીડી બીએસએમની પ્રથમ આવૃત્તિમાં 6 મિલીયન ડોલરનો બિઝનેસ થયો હતો, જ્યારે બીજી આવૃત્તિમાં બિઝનેસ વધીને 8 મિલીયન ડોલરને સ્પર્શે તેવી શક્યતા સેવાય છે.

કઝાખસ્તાનના એક ગ્રાહકે જણાવ્યું હતુ કે “અમારી પાસે રશિયા અને તુર્કીના ગ્રાહકો છે, અને તેઓ વિવિધ ડિઝાઇન માંગે છે અને અમે તેમની જરૂરિયાતો અનુસાર કાર્ય કરીએ છીએ. અમે હોંગકોંગ અને ચીનનો પ્રવાસ કર્યો હતો, ડાયમંડ જ્વેલરીના વેપારીઓને મળ્યા અને તે ઘણું મોંઘું લાગ્યું હતુ. ચીન એ અમારો પાડોશી દેશ છે અને અમારી છેલ્લી મુલાકાત દરમિયાન, અમે એક LGD HPHT (હાઈ પ્રેશર, હાઈ ટેમ્પરેચર) હીરાના વેપારીને મળ્યા હતા, અને તેમની સાથે વ્યવહાર કરતી વખતે પણ અમને તે ઘણું મોંઘું લાગ્યું હતું. તેઓએ (ચીની વેપારીઓ) અમને જણાવ્યું હતું કે ચીનમાં ડાયમંડ અને જ્વેલરી કટ અને પોલિશ કરવા માટેનો લેબર ચાર્જ ઘણો વધારે છે. તેઓએ અમને ભારતમાં સુરતની ટૂર કરવાની સલાહ આપી હતી, જ્યાં અમે તદ્દન પોસાય તેવા ભાવે વધુ એલજીડી જ્વેલરી મેળવી શકીએ.”

તેમણે ઉમેર્યુ હતું કે “આ અમારી ભારતની પ્રથમ મુલાકાત છે, અને અમે LGD ડાયમંડના વેપારીઓ દ્વારા LGDને ઉગાડવા, કટ અને પોલિશ કરવામાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીથી ખૂબ પ્રભાવિત છીએ. અમે છૂટક અને સેટ-ઇન જ્વેલરી વેચતા LGDના વેપારીઓ, ઉત્પાદકો અને વેપારીઓને મળ્યા હતા, અને તેઓ ખૂબ મદદરૂપ હતા. તેઓએ અમને સમગ્ર પ્રક્રિયાની સંપૂર્ણ સમજણ આપી, અને અહીં ભારતમાં દરો પણ તદ્દન પોસાય તેવા છે. તેથી, અમે સુરતના હીરાના વેપારીઓ સાથે સોદો કરવાનું નક્કી કર્યું છે. કિંમતોની દ્રષ્ટિએ, સુરત LGD ડાયમંડ જ્વેલરી ચાઈનીઝ પ્રોડક્ટ્સ કરતાં 10 ટકાથી વધુ સસ્તી છે.”

૧૪ એપ્રિલ, ૨૦૨૫/ આ રાશિ માટે સોમવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ-શોખ, આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગે ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક:

નાના-ભાઈ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઈસ્ક્રીમ, ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઈ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલક્તના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળે. હાડકાંની સંભાળ રાખવી.

કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી વિદ્યાર્થી સહિત બે રૂપિયા 1.81લાખના ગાંજા સાથે પકડાયા

સુરત કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી રૂપિયા 1.81 લાખના ગાંજાના જથ્થા સાથે પોલીસે વિદ્યાર્થી સહિત બેને ઝડપી પાડ્યા છે. જ્યારે ગાંજો આપનાર બે ને વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસે જણાવ્યું હતું કે, સર્વલન્સ સ્ટાફના માણસોઍ બાતમીના આધારે નિયોલ ચેક પોસ્ટથી સાબર ગામ ત્રણ રસ્તા નજીક સર્વીસ રોડ પરથી બિકાસકંદર્પ પરીડા (ઉ.વ.21.,ધંધો અભ્યાસ, રહે, ગાયત્રીનગર સોસાયટી અમરોલી) અને ચંદ્રમણી પ્રભાકર પ્રદાન (ઉ.વ.24. રહે, નવેલી ગામ શ્રીનિવાસપુર, દીગાપાડા કોદલા ગંજમ ઓરીસ્સા)ને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,81,770ના મતાનો 18.177 કિલોગ્રામ ગાંજા કબજે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ગાંજાનો જથ્થો ભુખા પાંડી (રહે, સચીના ગામ, કોદલા, ગંજામ, ઓરીસ્સા) અને કાના પરીડા (રહે, બોલી નૈવપલ્લી, કોદલા, ગંજામ, ઓરીસ્સા)એ આપ્યો હોવાની કબુલાત કરતા બંને જણાને વોન્ટેડ બતાવ્યા છે.

અતિશય ગરમીમાં શરીરને ઠંડક આપતું શ્રેષ્ઠ કુદરતી પીણું, જાણો

ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતી ગરમીને કારણે સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે અને હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ ઋતુમાં ઘણા બધા એવા ખોરાક જોવા મળે છે, જેના સેવનથી શરીર અંદરથી ઠંડુ રહે છે. આજે, એક એવા પીણા વિશે જાણો જેનું સેવન ડોક્ટરો પણ કરવાની ભલામણ કરે છે, આ સમર ડ્રિન્કમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

સમર ડ્રિન્ક રેસીપી
સૌપ્રથમ કોથમીરના પાનને નાના ટુકડામાં કાપીને સારી રીતે ધોઈ લો. આ પછી, મિક્સરમાં થોડું જીરું અને લીંબુનો રસ ઉમેરો અને તેને સારી રીતે પીસી લો. જો તમે ઈચ્છો તો સ્વાદ માટે ગોળ ઉમેરી શકો છો. આ પછી, સવારે ખાલી પેટ આ ડ્રિન્ક પીવો

આ સમર ડ્રિન્ક પીવાના ફાયદા
એક્સપર્ટ અનુસાર કોથમીરના પાનમાં કુદરતી ઠંડકના ગુણ હોય છે. આવી સ્થિતિમાં, સવારે ખાલી પેટે કોથમીરનો રસ પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે.

  • ત્વચા માટે ફાયદાકારક: કોથમીરનો રસ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ ફાયદાકારક છે. ખાસ કરીને તે ત્વચાની શુષ્કતા અને ફંગલ ચેપ જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે.
  • ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે : કોથમીરમાં હાજર ઉત્સેચકો ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને નિયમિત રીતે કાર્ય કરે છે.
  • હાડકાં માટે પણ ફાયદાકારક : પાચન સંતુલિત કરવામાં મદદ કરે છે અને આંતરડા અને પેટ માટે ફાયદાકારક છે. ધાણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તેથી તે હાડકા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
  • લોહીની ઉણપ દૂર કરે : જે લોકોને એનિમિયા અથવા લોહીની ઉણપ હોય છે તેઓ તેના સેવનથી વધુ ફાયદા મેળવી શકે છે. ઉપરાંત, જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો નિયમિતપણે તેનું સેવન કરતા રહે તો તેમનું બ્લડ પ્રેશર પણ સુધરી શકે છે.
  • વજન ઝડપથી ઘટાડી શકાય : કોથમીરના પાનમાં ઓછી કેલરી અને વધુ ફાઇબર હોય છે જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. સવારે ખાલી પેટે થોડા દિવસો સુધી સતત પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે.

વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ

0

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 110 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી , પોલીસે શનિવારે જણાવ્યું હતું.

શુક્રવારે નવા કાયદાને લઈને માલદા, મુર્શિદાબાદ, દક્ષિણ 24 પરગણા અને હુગલી જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે પોલીસ વાન સહિત અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આ બધા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મુર્શિદાબાદમાં ૧૧૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. “હિંસા સંદર્ભે સુતીમાંથી લગભગ 70 લોકોની અને સમસેરગંજમાંથી 41 લોકોની ધરપકડ કરવામાં આવી હતી,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સવારે આ હિંસાગ્રસ્ત સ્થળોએ પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. તેમણે જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લામાં, હિંસા જોવા મળેલા સ્થળોએ પ્રતિબંધક આદેશો લાગુ કરવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

“સુતી અને સમસેરગંજ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે. કોઈને પણ ક્યાંય ફરીથી એકત્ર થવાની મંજૂરી નથી. અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને મંજૂરી આપીશું નહીં,” એક અધિકારીએ લોકોને “સોશિયલ મીડિયા પરની અફવાઓ” પર ધ્યાન ન આપવાની અપીલ કરતા કહ્યું. સુતીમાં થયેલી અથડામણ દરમિયાન પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા એક કિશોરને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

મમતા બેનર્જી સરકારનું મૌન બહેરાશકારક છે,” તેમણે કહ્યું.
અધિકારીએ કહ્યું કે હિંસા પાછળના લોકોની ઓળખ થવી જોઈએ, તેમની ધરપકડ કરવી જોઈએ અને કાયદાની કડક કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.

ધોડદોડ રોડના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 22 લાખ પડાવી લેવાયા

સુરત ઘોડદોડ રોડના એક વેપારીને સાયબર માફિયાઓએ મુંબઈ પોલીસ અને સી.બી.આઈ.ના ઓફિસર તરીકે ઓળખ આપી મની લોન્ડરીંગના કેસમાં ડીજીટલ એરેસ્ટ કરી રૂપિયા 22 લાખ પડાવ્યા હતા. આખરે વેપારીને છેતર્યા હોવાનો ભાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે, ઘોડદોડ રોડ કોટક બેન્કની બાજુમાં નીરજ ઍપાર્ટમેન્ટમાં રહેતા નરેશભાઈ રમણલાલ શાહને ગત તા 15 નવેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વગ્યાથી 21 નવેમ્બર સુધીમાં સાયબર માફિયાઓએ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાંથી તેમજ સી.બી.આઈ. માંથી ઓફિસર રાજેશ મિશ્રાના નામે વિડીયો કોલ કર્યો હતો. ત્યારબાદ નરેશભાઈને તમારા આધારકાર્ડ ઉપર ખરીદવામાં આવેલા સીમકાર્ડના મોબાઈલ નંબર ઉપરથી છોકરીઓને ખરાબ મેસેજ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ આવી છે. ઉપરાંત નરેશ ગોયલના કેસમાં પણ તમારા આધારકાર્ડ દ્વારા ટ્રાન્જેકશન થયુ હોવાનુ બહાર આવતા તમારી મની લોન્ડરીંગના ગુનામાં ડીજીટલ એરેસ્ટ કરાતા હોવાનું જણાવી પ્રોપટી વિગતો મેળવી હતી.

ત્યારબાદ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના લેટર પેટ ઉપર સમીટ કરી નરેશભાઈ પાસે બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવા માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના યુકો બેન્કના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું, અને જો રૂપિયા ટ્રાન્સફર નહી કરો તો એરેસ્ટ કરવાની ધમકી આપી હતી.

સાયબર માફિયાઓની ધમકીથી ગભરાઈને નરેશભાઈ શાહએ તેમના સુરત પીપલ્સ બેન્કના ખાતામાંથી ફીક્સ ડિપોઝીટ તોડી આરટીજીએસ મારફતે યુકો બેન્કના ખાતામાં રૂપિયા 22,00,400 ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા માફિયાઓએ નરેશભાઈને 24 કલાકમાં પરત કરી આપવાનું કહ્યું હતું. પરંતુ રૂપિયા પરત નહી કરી ઉપરથી વેરીફિકેશનના બહાને વધુ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવાતા નરેશભાઈને તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી નરેશભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.