Home Blog Page 476

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ટેક્નીશિયનની ભરતી, જાણો શૈક્ષણિક લાયકાત

0

સુરત શહેરના યુવાનો માટે નોકરી મેળવવાનો ઉત્તમ અવસર સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં CT Scan અને MRI Technician માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ જગ્યાઓ માટે વોક-ઇન ઈન્ટરવ્યુનું આયોજન કરાયું છે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને સીધા ઈન્ટરવ્યુના આધારે નોકરી આપવામાં આવશે.

આ ભરતી કરાર આધારિત છે અને પસંદ થયેલ ઉમેદવારને દર મહિને રૂ. 40,000 ફિક્સ પગાર આપવામાં આવશે. કુલ 2 જગ્યાઓ માટે ભરતી થવાની છે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થાથી B.Sc (Physics)ની ડિગ્રી હોવી જરૂરી છે તેમજ સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.

સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટસીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નીશિયન
જગ્યા2
વય મર્યાદા45 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ12-5-2025
ઈન્ટવ્યુ સ્થળનીચે આપેલું છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 11 માસ માટે કરાર આધારિત સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નીશિયનની કુલ 2 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

શૈક્ષણિક લાયકાત

  • સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ ટેક્નીશિયનની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થામાંથી B.Sc (Physics)ની ડિગ્રી કરેલી હોવી જોઈએ.
  • ઉમેદવારને સમાન ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારે આ લેખમાં આપેલી જાહેરાત વાંચવી.

વય મર્યાદા અને પગાર ધોરણ

  • એસએમસસી દ્વારા બહાર પાડેલી સીટી સ્કેન અને એમ.આર.આઈ ટેક્નીશિયનની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • આ પોસ્ટ કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારે ₹ 40,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

આર્થિક સંકટે વધુ ત્રણ સુરતીઓનો ભોગ લીધો, પતિ-પત્ની અને પુત્રે તાપીમાં મોતનો ભુસ્કો માર્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાં ત્રણ વ્યક્તિઓએ આત્મહત્યાનો માર્ગ પસંદ કરતા દુઃખદ ઘટના બની છે. એક મહિલા સહિત પિતા અને પુત્રે નદીના પુલ પરથી પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને ત્રણેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આર્થિક સંકટ બની આપઘાતનું કારણ?
મૃતકોમાં માતા, પિતા અને તેમનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો હતો અને તણાવના કારણે ત્રણેને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. સમગ્ર પરિવાર મૂળ સૌરાષ્ટ્રનો રહેવાસી છે અને હાલ સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતો હતો. પિતા વિપુલભાઈ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા.

એક જ પરિવારના ત્રણ સભ્યો ગુમાવતાં સમૂહ શોક
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. મહિલાનો મૃતદેહ ગત રાત્રે મળી આવ્યો હતો જ્યારે પિતા અને પુત્રના મૃતદેહ આજે સવારે ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોની ભીડ જમાઇ ગઈ હતી અને દુઃખ સાથે હમદર્દી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

મૃતકોનાં નામ

  • વિપુલભાઇ રવજીભાઇ પ્રજાપતિ (પિતા)
  • સરિતાબેન વિપુલભાઇ પ્રજાપતિ (માતા)
  • વ્રજ વિપુલભાઇ પ્રજાપતિ (પુત્ર)

છાશ પીધા બાદ ફુડ પોઈઝનિંગના શિકાર બન્યા 25 બાળકો, એક ICUમાં

ગુજરાતમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. ત્યારે લોકો ગરમી લીંબુ શરબત, શેરડી અને છાશનું સેવન કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. જ્યારે આ વિસ્તારના બાળકોને છાશ પીધા બાદ ઉલટીઓ થતાં સ્થાનિકો ગભરાઇ ગયા હતા. છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળતાં મોટાભાગના બાળકોની હાલત સ્થિત છે, જ્યારે જયરાજ હિતેષભાઇ જાડા નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી ICUમાં દાખલ છે.

ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 લોકોનાં મોત, 6 ઘાયલ

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગુરુવારે (18મી એપ્રિલ) એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU)માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. 20 વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે.

અહેવાલો અનુસાર, ફીનિક્સ ઈકનરે ગોળીબાર માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસમાં ગુનાના સ્થળેથી ગોળીબારમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યું છે. આ ઘટના બાદ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઈમારતોને ખાલી કરાવવાનું શરૂ કર્યુ છે. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે. ગોળીબારથી ઈજાગ્રસ્ત 5 લોકોની સારવાર તલ્હાસી મેમોરિયલ હેલ્થકેર હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU) કેસમાં ફોનિક્સ એકનરને શૂટર તરીકે ઓળખવામાં આવ્યો છે. ઇકનર 20 વર્ષનો છે. વધુમાં, એકનર લિયોન કાઉન્ટી શેરિફના ડેપ્યુટીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે. પોલીસે જણાવ્યું હતું કે એકનરે ગોળીબારમાં તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો, પોલીસે જણાવ્યું હતું કે તે હથિયાર તલ્લાહાસીના FSU કેમ્પસમાં ગુનાના સ્થળેથી મળી આવ્યું હતું.

છેલ્લા દાયકામાં કેમ્પસ અથવા યુનિવર્સિટીઓમાં થયેલા સૌથી દુ:ખદ સામૂહિક ગોળીબારમાં 2007માં વર્જિનિયા ટેક હત્યાકાંડનો સમાવેશ થાય છે, જેમાં 32 લોકો માર્યા ગયા હતા અને 23 ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 2023 માં બે કોલેજોમાં સામૂહિક ગોળીબાર થયો હતો, જેમાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીની એક કોલેજનો પણ સમાવેશ થાય છે, જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. બીજી ગોળીબારની ઘટના લાસ વેગાસની નેવાડા યુનિવર્સિટીમાં બની હતી, જ્યાં પોલીસ સાથેની ગોળીબારમાં શંકાસ્પદ વ્યક્તિ માર્યો ગયો તે પહેલાં યુનિવર્સિટીના ત્રણ સભ્યો માર્યા ગયા હતા.

પંજાબમાં 14 ગ્રેનેડ હુમલામાં સામેલ આતંકી હેપ્પી પસિયાની અમેરિકામાં ધરપકડ

પંજાબમાં ગ્રેનેડ હુમલાના માસ્ટરમાઇન્ડ હેપ્પી પાસિયાની યુએસમાં અટકાયત કરવામાં આવી છે. હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેના કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધ છે. આ વર્ષની શરૂઆતમાં NIAએ ચંદીગઢમાં એક ઘર અને પંજાબના પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલામાં કથિત સંડોવણી બદલ હેપ્પી પાસિયા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

એલિયન્સના સંકેત! ભારતીય વૈજ્ઞાનિકે શોધ્યો પૃથ્વીથી દૂર રહસ્યમય ગ્રહ

અલિયન્સ અંગે લોકોમાં પ્રાચીન સમયથી જિજ્ઞાસા રહી છે. શું પૃથ્વી સિવાય પણ જીવન અસ્તિત્વ ધરાવે છે? શું એલિયન્સ ક્યારેય પૃથ્વી પર આવ્યા છે? આવા અનેક પ્રશ્નોનો જવાબ શોધવા વૈજ્ઞાનિકો સતત પ્રયાસો કરી રહ્યાં છે. હાલમાં જ ભારતીય મૂળના વૈજ્ઞાનિકોની ટીમે એક એવો દાવો કર્યો છે, જે આ પ્રશ્નોને થોડી આશા આપે છે. તેમણે પૃથ્વીથી ૧૨૦ પ્રકાશવર્ષ દૂર આવેલા ગ્રહના વાતાવરણમાં એવા સંકેતો શોધ્યાં છે, જે ત્યાં જીવનના અસ્તિત્વ તરફ ઈશારો કરે છે.

આ સંશોધન કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે કાર્યરત ભારતીય મૂળના ખગોળશાસ્ત્રી નિક્કુ મધુસૂદનની આગેવાનીમાં થયું છે. તેમણે પોતાની ટીમ સાથે મળીને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા એક્સોપ્લેનેટ K2-18b ના વાતાવરણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમને ડાયમિથાઇલ સલ્ફાઇડ (DMS) અને ડાયમિથાઇલ ડાયસલ્ફાઇડ જેવા અણુઓનાં રાસાયણિક અવશેષ મળ્યા, જે સામાન્ય રીતે માત્ર જીવંત સજીવો દ્વારા ઉત્પન્ન થાય છે.

એક્ઝોપ્લેનેટ એ છે જે આપણા સૌરમંડળની બહાર છે. K2-18b આપણી પૃથ્વી કરતા 8.6 ગણો મોટો છે. ડાયમિથાઇલ સલ્ફાઇડ (DMS) અને ડાયમિથાઇલ ડાયસલ્ફાઇડ એક જ રાસાયણિક પરિવારના પરમાણુઓ છે અને બંનેમાં જૈવિક પ્રવૃત્તિ હોવાનું માનવામાં આવે છે. તેના આધારે, વૈજ્ઞાનિકો શોધી કાઢે છે કે ત્યાં પહેલા જીવન છે કે હાલમાં.

પ્રોફેસરે કહ્યું છે કે તેમને મજબૂત અને સ્પષ્ટ સંકેતો મળ્યા છે. આ અભ્યાસ ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયો છે. પ્રો. “અમને ખાતરી નહોતી કે અમે છેલ્લી વાર જે સિગ્નલ જોયો હતો તે DMS ને કારણે હતો કે નહીં, પરંતુ આગળના કામ માટે આ સિગ્નલ પ્રોત્સાહક હતો,” મધુસુદને કહ્યું. આ અભ્યાસ વિવિધ સાધનોનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યો હતો.

લિંડયાતથી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

નાણા અને ઉર્જા મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે માંગરોળ તાલુકાના લિંડયાતથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની રૂ. 9 કરોડના ખર્ચે છ જેટલી કચેરીઓના નવા ભવનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કીમ વિભાગીય કચેરી, મોલવણ, મોટા બોરસરા અને પીપોદરા પેટા વિભાગીય કચેરી, કડોદરા-1 અને કડોદરા ઈન્ડ.પેટા વિભાગીય કચેરીઓનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોના સ્થાનિક વીજ ગ્રાહકોને નવીન કચેરીઓના કારણે સુવિધા ઉભી થશે અને વીજ સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.

માંગરોળ તાલુકાના લિંડયાત સબ-સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રસ્થાને ચાલી રહી છે. ગુજરાતે સૌર અને પવન ઉર્જા સેક્ટરમાં સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની નહિવત વીજ લોસ ધરાવે છે. આ તકે તેમણે સ્માર્ટ મીટરની ઉપયોગિતા જણાવીને સ્માર્ટ મીટર પોતાના ઘરો પર અવશ્ય નંખાવવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની માથાદીઠ વીજવપરાશ 1173 યુનિટ છે, જેની સામે ગુજરાતનો વીજ વપરાશ 2,479 યુનિટ સાથે સૌથી વધુ છે. 2030 સુધીમાં ગુજરાત રિન્યુએબલ એનર્જીમાંથી જરૂરિયાતના 50 ટકા વીજળી ઉત્પન્ન કરનારૂ રાજ્ય બની રહેશે. આવનારા 50 વર્ષોની વીજ માંગની જરૂરિયાતને ધ્યાને લઇ ગુજરાત આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સતત વીજ પુરવઠો મળી રહે તે માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં 11 કેવીની લાઈનો અંડરગ્રાઉન્ડ થઈ ચૂકી હોવાનું તેમણે કહ્યું હતું.

માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે,કીમ કોસંબામાં વિસ્તારમાં બે હજારથી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમને સાતત્યપુર્ણ વીજળી મળી રહે તે માટે સરકારે પાંચ જેટલી કચેરીઓના મકાનોનું નિર્માણ કર્યું છે. કિમ વિસ્તારની ઈન્ડસ્ટ્રીઝને વરસાદી પાણીના નિકાલ માટે રૂ.36 કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.

નોંધનીય છે કે, ભાડાના મકાનમાં કાર્યરત એવી કીમ ઔદ્યોગિક વિભાગીય કચેરી, પીપોદરા-મોટા બોરસરા- મોલવણ પેટા વિભાગીય કચેરીઓના નવા અદ્યતન ભવનોનું રૂ.7.02 કરોડના ખર્ચે 3237.77 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અરબાઝ ખાન ફરીથી પિતૃત્વ માટે તૈયાર, શૂરા ખાનનો બેબી બંપ વાયરલ

બોલીવુડના જાણીતા એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન ટૂંક સમયમાં બીજી વાર પિતા બનવાના છે. તેમના ઘરે કિલકારીઓ ગુંજવાની છે. અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન લગ્નના એક વર્ષ બાદ મા બનવાની છે. સલમાન ખાનની ઈદ પાર્ટીમાં જ્યારે શૂરા ખાન નજરે પડી હતી, ત્યારથી તે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

જાણીતા પ્રોડ્યુસર અરબાઝ ખાન પહેલી પત્ની મલાઇકા અરોરાથી છૂટા પડ્યા પછી વર્ષ 2023માં મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. શૂરા સાથે તે ઘણીવાર સ્પોટ થાય છે. ખાન પરિવારમાં બાળકનું આગમન થવાનું છે. અરબાઝ ફરી પિતા બનવા જઈ રહ્યા છે. આ ચર્ચાએ ત્યારે જોર પકડયું જ્યારે અરબાઝ અને શૂરા એક મેટરનીટી ક્લિનિકની બહાર નજર આવ્યા. એવું માનવામાં આવે છે કે શૂરા ખાન પોતાના ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી. તેની સાથે અરબાઝ ખાન પણ હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અરબાઝ તેની પત્ની શૂરાનો હાથ પકડીને તેની સંભાળ રાખતો દેખાયો હતો.

આ વીડિયો જોઈને ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શૂરા ખાન પ્રેગ્નેન્ટ હોઈ શકે છે. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી કે ન તો કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. . શૂરા ખાન તેના પતિ અરબાઝ ખાન કરતા 20 વર્ષ નાની છે. જ્યારે શૂરા ખાન 40 વર્ષથી વધુ ઉંમરની છે અને તેને તેના પહેલા લગ્નથી આઠ વર્ષની પુત્રી પણ છે.

IPL 2025 : નિયમોના ભંગ બદલ દિલ્હી કેપિટલ્સના કોચને BCCIએ ફટકાર્યું દંડ, જાણો

0

બુધવારે IPL 2025માં એક રોમાંચક મેચ જોવા મળી જેમાં યજમાન દિલ્હી કેપિટલ્સએ સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. આ મેચમાં DCના બોલિંગ કોચ મુનાફ પટેલએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે. અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરવા બદલ મુનાફને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. તેની મેચ ફીના 25 ટકા રકમ કાપી લેવામાં આવી છે. આ સાથે, તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.

આ મેચને લઈને તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાઉન્ડ્રી પાસે ફોર્થ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળે છે. તેને જોઈને એવું લાગે છે કે તે અમ્પાયરે કહેલી કોઈ વાતથી ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની ટીમના એક ખેલાડી દ્વારા મેદાનમાં મેસેજ મોકલવા માંગતો હતો, પરંતુ અમ્પાયરે તેને તેમ કરવાની પરવાનગી ન આપી. આ પછી અમ્પાયર સાથે તેનો ઝઘડો થયો.

મુનાફ પટેલ કલમ 2.20 હેઠળ લેવલ 1ના ગુનાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે સુનાવણીની જરૂરિયાત દૂર થઈ ગઈ છે. BCCIએ મુનાફ પટેલ અંગે પોતાના નિવેદનમાં કહ્યું, ‘મુનાફ પટેલે લેવલ 1 ગુનો સ્વીકાર્યો છે અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો પણ સ્વીકાર કર્યો છે.’

આ રોમાંચક મેચમાં, એક સમયે રાજસ્થાન જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ પછી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક રાજસ્થાન અને જીત વચ્ચે આવી ગયો. સ્ટાર્કની ગતિને કારણે જ રાજસ્થાનના બેટ્સમેનો છેલ્લી ઓવરમાં નવ રન પણ ન બનાવી શક્ય. મેચ ટાઈ થયા પછી, તેણે સુપર ઓવરમાં પણ પોતાની તાકાત બતાવી અને રિયાન પરાગ અને શિમરોન હેટમાયરને ફક્ત 11 રન જ બનાવવા દીધા. દિલ્હીના બેટ્સમેનોએ સુપર ઓવરમાં 12 રનનો ટાર્ગેટ માત્ર ચાર બોલમાં ચેઝ કરી લીધો અને સિઝનની પાંચમી જીત મેળવી.

ઉત્તર પ્રદેશમાં 58 એકર વકફ જમીન સરકારી સંપત્તિ જાહેર, જાણો

0

વકફ કાયદા વિશે એક બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે, ત્યારે રાજકીય ઘમસાણ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કૌશાંબી જિલ્લામાં વક્ફની 58 એકર મિલકતને મુક્ત કરાવીને તેને સરકારી જમીન તરીકે રજિસ્ટર કરી દીધી છે. યોગી સરકારએ આ કાર્યવાહી એવા સમયે કરી છે, જ્યારે દેશમાં મુસ્લિમ સંસ્થાઓ અને વિપક્ષી પક્ષોએ વક્ફ કાયદાના વિરોધમાં માત્ર ઉત્તર પ્રદેશમાં નહીં, પરંતુ અનેક રાજ્યોમાં આંદોલન શરૂ કર્યું છે.

અહેવાલ મુજબ, જિલ્લામાં કુલ 98.95 હેક્ટર જમીન વક્ફ બોર્ડ હેઠળ નોંધાયેલી છે, અને તેમાંથી 93 વીઘા (લગભગ 58 એકર) જમીન ‘કબજામાંથી પાછી મેળવી’ લેવામાં આવી છે અને સરકારી ખાતાઓમાં નોંધાયેલી છે, એમ અધિકારીઓ કહે છે.

રિપોર્ટમાં કૌશામ્બીના જિલ્લા મેજિસ્ટ્રેટ મધુસુદન હુલગીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ચકાસણી બાદ વધુ વકફ જમીન ‘પુનઃ દાવો’ કરવામાં આવશે અને સરકારી મિલકત તરીકે નોંધણી કરવામાં આવશે. નવા વકફ કાયદામાં જિલ્લા મેજિસ્ટ્રેટને સશક્ત બનાવતી ઘણી જોગવાઈઓ રજૂ કરવામાં આવી.

વકફ (સુધારા) અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે બુધવારે એક વચગાળાનો આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટ દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને કાર્યવાહી દરમિયાન ડી-નોટિફાઇડ કરવામાં આવશે નહીં, સરકારી માલિકીની તપાસ દરમિયાન વકફ મિલકતોને બાકાત રાખવાની મંજૂરી આપતી જોગવાઈ લાગુ કરવામાં આવશે નહીં, અને વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલના તમામ સભ્યો, પદાધિકારી સભ્યો સિવાય, મુસ્લિમ હોવા જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે “અમારો વચગાળાનો આદેશ ઇક્વિટીને સંતુલિત કરશે. અમે કહીશું કે કોર્ટ દ્વારા વકફ જાહેર કરાયેલી કોઈપણ મિલકતને ડિનોટિફાઇ કરવામાં આવશે નહીં અથવા તેને નોન-વકફ ગણવામાં આવશે નહીં.. પછી ભલે તે વપરાશકર્તા દ્વારા વકફ કરવામાં આવે કે ન આવે.” “કલેક્ટર કાર્યવાહી ચાલુ રાખી શકે છે.. પરંતુ જોગવાઈ લાગુ થશે નહીં. બોર્ડ અને કાઉન્સિલ અંગે.. પદાધિકારી સભ્યોની નિમણૂક કરી શકાય છે. પરંતુ અન્ય સભ્યો મુસ્લિમ હોવા જોઈએ,” તેમણે ઉમેર્યું.

ભારતના સોલિસિટર જનરલ અને અન્ય પ્રતિવાદીઓના વકીલની વિનંતીને પગલે, સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરવાનું મુલતવી રાખ્યું અને પ્રસ્તાવિત નિર્દેશો પર દલીલો સાંભળવા માટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મામલાની સુનાવણી મુલતવી રાખી.