Home Blog Page 475

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા

કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનીનું અકસ્માતે મૃત્યુ થયું છે. જેમાં ભારતીય વિદ્યાર્થીની કામ પર જવા માટે બસ સ્ટોપ ઉભી હતી ત્યારે તેની ગોળી વાગતા મોત થયું છે. જેમાં એક કારની અંદરથી અંધાધૂંધ ગોળીબાર થયો અને એક ગોળી વિદ્યાર્થીનીને વાગી હતી. આ મૃતક યુવતીની ઓળખ 21 વર્ષીય હરસિમરત રંધાવા તરીકે થઈ છે. તે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં મોહૌક કોલેજમાં વિદ્યાર્થીની હતી.

હેમિલ્ટન પોલીસ બુધવારે થયેલા ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે મૃતક વિદ્યાર્થીની નિર્દોષ હતી. આ બાબતે વધુ માહિતી આપતાં ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થીની હરસિમરત રંધાવાના મૃત્યુથી બધા ખૂબ જ દુઃખી છીએ.’

પોલીસે જણાવ્યું હતું કે તેમને સ્થાનિક સમય મુજબ સાંજે 7.30 વાગ્યે હેમિલ્ટનમાં અપર જેમ્સ અને સાઉથ બેન્ડ રોડ નજીક ગોળીબારના અહેવાલ મળ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને રંધાવા છાતીમાં ગોળીના ઘા સાથે ઘાયલ હાલતમાં હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું.

સુરત અને કાપડ ઉદ્યોગના વિકાસના સહયોગી અને ‌સાક્ષી એવા રિલાયન્સના હેમંત દેસાઈને સન્માનિત કરી ચેમ્બર્સે પોતાનું ગૌરવ વધાર્યું

  • સુરતની માટીમાં ઉછરેલા હેમંત દેસાઈએ આજના ક્લિન અને વિકસિત સુરતની દાયકાઓ પહેલા કલ્પના કરી હતી
  • હજીરા વિસ્તારનો વિકાસ, સુરતની પાણીની સમસ્યા દૂર કરવા વિયર કમ કોઝ-વે સહિતના આયોજનોમાં હંમેશાં મૂક સહયોગી રહ્યા
  • દિવસમાં ત્રણ-ત્રણ વખત બદલતા યાર્નના ભાવ અને કાપડ ઉદ્યોગકારોનું કરાતું શોષણ દૂર કરવા રિલાયન્સમાં રહીને મોખરાની ભૂમિકા અદા કરી હોવા છતાં ક્યારેય ‘યશ’ લેવાનો પ્રયાસ કર્યો નથી
  • સુરત ઉપર આવેલી આફતના સમયે રિલાયન્સ અને હેમંત દેસાઈ હંમેશાં મદદ માટે તત્પર રહ્યા છે, કોરોના વખતે લોકોના જીવ બચાવવા ઓક્સિજન પૂરો પાડવામાં મહત્ત્વની ભૂમિકા રહી હતી

ગત 16મી એપ્રિલે સુરતમાં એક યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો, વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરેરાશ વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. વેપાર-ઉદ્યોગના વિકાસ માટે અવનવા પ્રદર્શનો, નિષ્ણાંતોના સંવાદ, સરકાર સાથે વાર્તાલાપ ઉપરાંત સમાજ-ઉત્થાન માટે પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. પરંતુ આ બધી પ્રવૃત્તિ પૈકી વેપાર-ઉદ્યોગ જગતના સાહિસકોને ઓળખીને તેમની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરીને તેમને બિરદાવીને પ્રોત્સાિહત કરવાની સવિશેષ પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે, આ એક એવી પ્રવૃત્તિ છે જેના કારણે વેપાર-ઉદ્યોગના સાહસિકોને સન્માનિત કરવા સાથે પ્રોત્સાિહત કરવામાં આવે છે. સાથે તેમણે કરેલી સમાજ-ઉત્થાન અને સેવાકીય કામગીરીને ઉજાગર કરવાથી સરવાળે વેપાર-ઉદ્યોગ અને સમાજ માટે આ એક સરાહનીય પ્રવૃત્તિ છે.ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે પ્રતિવર્ષ પસંદગીના ઉદ્યોગકારો, ઉદ્યોગ અગ્રણી, વિવિધ કંપનીના સીઈઓ સહિત વેપાર-ઉદ્યોગ, સામાજિક ક્ષેત્રે પ્રદાન કરનારા લોકોને શોધી શોધીને તેમના યોગદાનનું મૂલ્યાંક કરીને “ગોલ્ડન જ્યુબિલી” એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

ગત 16 એિપ્રલની સાંજ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસના “ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ”ની હતી. એવોર્ડની માટે પસંદ કરાયેલી એક એક પ્રતિભા સુરતને ગૌરવાન્વિત કરી રહી હતી.સરસાણા િસ્થત પ્લેટીનમ હોલમાં એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કોઈ સંગીત કે અન્ય મનોરંજક કાર્યક્રમો નહોતા પરંતુ સમારંભમાં ઉપસ્થિત એક એક પ્રતિભામાં વીતેલા સુરતની યાદ અપાવવા સાથે “અદલ સુરતી” પણું છલકાતું હતું. ગોલ્ડન જ્યુબિલી એવોર્ડની શરૂઆત ચેમ્બરના ભૂતપૂર્વ ચેરમેન રજનીકાંત મારફતિયાએ કરી હતી, જે અવિરત ચાલુ છે. આ વખતે 34માં ગોલ્ડન જ્યુબિલી એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ એવોર્ડ િવશેષ હતો કારણ િરલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હજીરના પ્રેસિડેન્ટ હેમંત દેસાઈને “લાઈફ ટાઈમ એચિવમેન્ટ ” એવોર્ડથી નવાજવાના હતા.

હેમંત દેસાઈ એક એવું વ્યક્તિત્વ છે કે, સુરતમાં ભાગ્યે જ કોઈ તેમના નામથી કોઈ અજાણ હશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હજીરના પ્રેસિડેન્ટ હોવા છતાં ધરતીના માણસ હેમંત દેસાઈ સુરતની માટીમાં મોટા થયા છે. “દેસાઈ” એટલે સ્વભાવે આખાબોલા અને “આકરા” હોવા છતાં નાનામાં નાના માણસની વાત સાંભળીને શક્ય હોય તો કામ કરી આપવા માટે એટલા જ આગ્રહી છે.હેમંત દેસાઈએ િજંદગીનાં વર્ષો સુરતના માર્ગો ઉપર પસાર કર્યા છે. ખોબા જેવડા સુરતને એક મહાનગર બનતા તેમણે જોયું છે અને અનુભવ્યું પણ છે. મતલબ સુરતની પ્રત્યેક સંસ્થા, પ્રત્યેક વ્યક્તિ સાથે તેમનો નાતો રહ્યો છે. તેઓ રાજકીય જીવનમાં નથી પરંતુ રાજકારણ અને રાજકીય પક્ષોમાં થતી દરેક િહલચાલની હંમેશાં ખબર રાખતા રહે છે. ઘણી વખત રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો પાસે માહિતી હશે તેના કરતા હેમંત દેસાઈ વધુ માહિતગાર હશે. હંમેશાં ‘અપડેટ’ રહેવાના સ્વભાવને કારણે જ તેઓ હંમેશાં આત્મવિશ્વાસથી ભરેલા રહે છે. તેમણે કરેલાં કાર્યો માટે તેમને ‘નશો’ નથી. પાછલાં લગભગ 45 વર્ષથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હેમંત દેસાઈએ માત્ર રિલાયન્સ જ નહીં, હજીરાના દરિયાકાંઠાના િવકાસ માટે અઢળક કામો કર્યા છે. કામ કરાવવાની અને કામ કઢાવવાની તેમની કુનેહને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી શરૂ કરીને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને છેવાડાના રાજકીય કાર્યકર કે અિધકારી વર્ગમાં હેમંત દેસાઈ હંમેશા એક આવકાર્ય મહેમાન જેવા છે.

ઘણી વખત ફુટપાથના િકનારા ઉપર ઊભા રહીને અને સામેવાળાના ખભે હાથ મૂકીને કલાકો સુધી વાત કરતા હેમંત દેસાઈને ઘણા લોકોએ જોયા હશે. હેમંત દેસાઈ માટે બીજા શબ્દોમાં કહીએ તો તેઓ “ડાયરા”ના માણસ છે અને આ “ડાયરા”ના સ્વભાવને કારણે તેમનો સહવાસ કોઈને પણ ગમે છે. વાત કરતા કરતા રમૂજ કરતા રહેવું અને છતાં મુદ્દાની ગંભીરતાને પણ લક્ષ્યમાં રાખવાની તેમની કુનેહ ગજબની છે. “દેસાઈ” હોય એટલે વહીવટ કુશળ રહેવાના જ, પરંતુ હેમંત દેસાઈ વહીવટ કુશળતાથી પણ બે ડગલા આગળ છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પાયોનિયર સ્વ. ધીરૂભાઈ અંબાણી અને ત્યાર બાદ મુકેશ અંબાણી સહિત સમગ્ર રિલાયન્સ અને અંબાણી પરિવારના એક સભ્ય તરીકે હેમંત દેસાઈની ગણતરી કરવામાં આવે છે. રિલાયન્સના મોટા ભાગના િનર્ણયોમાં તેમનું હંમેશાં મૂક યોગદાન રહ્યું છે.

હજીરા, જામનગર ઉપરાંત દહેજ પોર્ટ, ગેસ પાઈપલાઈન, રિલાયન્સ, ટેિલકોમ, રિલાયન્સ રીટેઈલ, િરલાયન્સ જીયોમાં તેઓ હંમેશાં એક િહસ્સો રહ્યા છે. હાલમાં રિલાયન્સના કોમર્શિયલ અને કોર્પોરેટ અફોર્સના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સ્વીકારતા પહેલા તેમણે રિલાયન્સની સમગ્ર ટીમને બોલાવીને તેમનું સન્માન કરાવ્યા બાદ પોતે એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડ સ્વીકારતી વેળાએ તેમણે આપેલા વકતવ્યમાં સુરતના વિકાસની એક એક વાત ટપકતી હતી. એક સમયે ગંદકીથી ઊભરતુ સુરત અને આજના ‘ક્લિન’ સુરત વચ્ચેના દાયકાઓમાં તેમણે ભોગવેલી પીડા અને સુરતના િવકાસ માટે તેમણે ઈન્ડસ્ટ્રીઝમાં રહીને પણ અદા કરેલી ભૂમિકા, તાપી નદી ઉપર ‘િવયર કમ કોઝવે’ નિર્માણ વગેરે વાતો કરીને સુરતના પાછલા ચાર દાયકાનો ઈતિહાસ તાજો કર્યો હતો.

તેમણે કાપડ ઉદ્યોગમાં એક સમયે િદવસમાં અલગ અલગ સમયે અલગ અલગ ભાવથી વેચાતા યાર્નની ઘટનાઓ તાજી કરીને કાપડ ઉદ્યોગની વર્તમાન યાર્ન અને કાપડ ઉત્પાદનની ક્ષમતાથી લોકોને પરિચિત કરાવ્યા હતા. તેમણે કાપડ ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.બહુધા સુરતીઓ હેમંત દેસાઈએ રજૂ કરી વાતોથી વાકેફ હોવાથી હેમંત દેસાઈને અપાયેલો “લાઈફ ટાઈમ એચિવમેન્ટ” એવોર્ડ સુરતના ભૂતકાળ અને વર્તમાન કાળનું સંભારણું બની ગયો હતો.અલબત્ત હેમંત દેસાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અને સુરતના હિત માટે વિવિધ સ્તરે ભૂમિકા ભજવી હોવા છતાં તેમણે પોતે કોઈ પણ “પ્રસિદ્ધિ” કે “યશ” લેવાથી દૂર રહ્યા હતા અને એવોર્ડ સ્વીકારતી વખતે આનંદ વ્યક્ત કર્યો હતો. પરંતુ સાથે એવી ટકોર પણ કરી હતી, લોકોએ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવવા માટે “વ્હીલચેર”માં આવવું પડે છે. પંરતું ચેમ્બર ઓફ કોમર્સે મારી આ એવોર્ડ માટે પસંદગી કરીને મને વધુ કાર્યરત રહેવાની પ્રેરણા આપવા સાથે ગૌરવ અપાવ્યું છે. હેમંત દેસાઈએ સન્માન માટે આભારની લાગણી વ્યક્ત કરવા સાથે પોતાને એક “સુરતી” અને સામાન્ય નાગરિક તરીકે ઓળખાવાનું વધારે પસંદ હોવાનું કહ્યું હતું.ચેમ્બરના ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ માટે શહેરના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓની પસંદગી કરવામાં આવી હતી. લગભગ 15 વ્યક્તિઓને એવોર્ડ અપાયા હતા. અને પ્રત્યેક વ્યક્તિની પ્રતિભાથી ગોલ્ડન જ્યુબિલી એવોર્ડની ગરિમામાં વધારો થયો હતો.હેમંત દેસાઈની સાથે વિન્ડ અને સોલાર ઊર્જા ક્ષેત્રે જબરજસ્ત કામગીરી કરી રહેલા કે.પી. ગ્રુપના ડૉ. ફારૂક પટેલને “આઉટ સ્ટેન્ડિંગ િબઝનેસ પર્સન” એવોર્ડ એનાયત કરાયો હતો.

અયોધ્યા રામ મંદિર સુરક્ષા: ભવ્ય પ્રતિષ્ઠા સમારોહ માટે 10,000 CCTV, NSG સ્નાઈપર્સ, એન્ટી ડ્રોન સિસ્ટમ્સ તૈનાત

0

શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર હવે અહીં NSG કમાન્ડો યુનિટ બનાવવાની તૈયારી કરી રહી છે, જેના માટે જમીન શોધવામાં આવી રહી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયને મંજૂરી મળ્યા બાદ NSGના બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરવામાં આવશે.

વધતા આતંકવાદી કાવતરાઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. 12 એપ્રિલે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આ ષડયંત્રની એક નવી કડી છે. વધતા આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને રામ મંદિરની સુરક્ષા અપડેટ કરવામાં આવશે. આ અંગે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. એક વર્ષમાં રામ મંદિર સંબંધિત અનેક કાવતરાઓનો ખુલાસો થયો છે, આને ધ્યાનમાં રાખીને, રામ મંદિરની સુરક્ષા યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. જન્મસ્થળ સંકુલની સુરક્ષા અંગે ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સુરક્ષા સાધનોનો વધુ ઉપયોગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા ઉપરાંત ટેથર્ડ ડ્રોન કેમેરા પણ અહીં પહોંચી ગયા છે. આવા સાધનો દરવાજા, ઇમારતો અને સીમા દિવાલો પર સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા સમગ્ર પરિસર એક નજરમાં જોઈ શકાય છે. રામ મંદિર બાંધકામ પૂર્ણ થવાના અંતિમ તબક્કા સુધી સુરક્ષાને અપડેટ કરવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે બાંધકામ પૂર્ણ થયા પછી, સંકુલ પહેલા કરતા પણ વધુ ભવ્ય બનશે અને નવા મંદિરોથી સજ્જ થશે. ભક્તોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે રામ મંદિર માટે એક વિગતવાર સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. આ મુજબ, આધુનિક સાધનોની તૈનાતી સાથે કેમ્પસમાં સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારવાની યોજના છે. એન્ટી-ડ્રોન સિસ્ટમ અને ટાયર કિલર સહિત ઘણા આધુનિક ઉપકરણો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

9 મહિનામાં આતંકવાદી કાવતરું બહાર આવ્યું

  • 12 એપ્રિલના રોજ ટ્રસ્ટના મેઇલ આઈડી પર રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
  • 22 ઓગસ્ટ, 2024 ના રોજ, ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
  • 2 માર્ચના રોજ, મિલ્કીપુરના રહેવાસી શંકાસ્પદ આતંકવાદી અબ્દુલ રહેમાનને ફરીદાબાદથી ગ્રેનેડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. રહેમાનને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત દ્વારા રામ મંદિરમાં વિસ્ફોટ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી હતી.
  • 12 અને 17 ફેબ્રુઆરીના રોજ, રામ મંદિર દર્શન માર્ગ નજીક ઉડતા શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.

ભાગેડુ મેહુલ ચોક્સીની 2,500 કરોડની સંપત્તિની થશે હરાજી, મુંબઈ કોર્ટે આપી મંજૂરી

0

ભારતમાંથી ભાગી ગયેલા હીરા વેપારી મેહુલ ચોક્સીની મિલકતોની હરાજી માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુંબઈની એક ખાસ કોર્ટે મેહુલ ચોક્સીની કુલ 2,565 કરોડ રૂપિયાની મિલકત વેચવા મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યુ કે હરાજીથી મળનારી રકમ પીડિત બેંકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે સંગ્રહિત કરવામાં આવશે જેથી ભોગ બનનારાઓને વળતર મળી શકે.

ED દ્વારા 2018માં હાથ ધરવામાં આવેલી તપાસમાં, ચોક્સી અને તેના જૂથની કરોડોની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ મિલકતોમાં મુંબઈના સાંતાક્રુઝ સ્થિત છ ફ્લેટ, બે ફેક્ટરીઓ અને એક વેરહાઉસ સહિત વિવિધ શહેરોમાં આવેલી અસમ્પત્તિઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં હરાજી થતી મિલકતોમાંથી પીડિતોને 125 કરોડ જેટલી રકમ પરત આપવામાં આવી છે.

હૈદરાબાદ, કોલકાતા, નાસિક, નાગપુર અને અલિબાગ જેવી જગ્યાઓ પર ચોક્સીની જમીન અને અન્ય મિલકતો પણ જપ્ત કરાઈ છે. EDના જણાવ્યા મુજબ હૈદરાબાદમાં ચોક્સીનું 170 એકરનું પાર્ક છે જેની અંદાજીત કિંમત 500 કરોડ છે. SEEPZ ઝોનમાં આવેલી ફેક્ટરીઓ અને મલબાર હિલનો ડુપ્લેક્સ ફ્લેટ પણ હવે હરાજી માટે તૈયાર છે.

ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર PNB માં 13,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડી કરવાનો આરોપ છે. મલબાર હિલનો ફ્લેટ, જેને ED, BMC અને અનેક એજન્સીઓ દ્વારા નોટિસ આપી ચુકવામાં આવી છે, હાલ ખંડેર બની ચૂક્યો છે. આ ફ્લેટના દિમકાળમાં વૃક્ષો ઉગી નીકળ્યાં છે અને સોસાયટીના માળખાને નુકસાન પહોંચાડ્યું છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી વિરુદ્ધ મોટી કાર્યવાહી, 800 કરોડની સંપત્તિ જપ્ત

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ જગન મોહન રેડ્ડીના 27.5 કરોડ રૂપિયાના શેર અને દાલમિયા સિમેન્ટ્સ (ભારત) લિમિટેડ (DCBL) ના અને 377.2 કરોડ રૂપિયાની જમીન જપ્ત કરી છે. એક જૂના મની લોન્ડરિંગ કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, DCBL નો દાવો છે કે જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત રૂ. 793.3 કરોડ છે.

આ કાર્યવાહી વર્ષ 2011 માં નોંધાયેલા સીબીઆઈ કેસ સાથે જોડાયેલી છે. એવો આરોપ છે કે ડેલ્મિયા સિમેન્ટ્સે ભારતી સિમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કર્યું હતું, જે જગન રેડ્ડીનું છે. ED દ્વારા જપ્ત કરાયેલા શેર જગન રેડ્ડીના કાર્મેલ એશિયા હોલ્ડિંગ્સ લિમિટેડ, સરસ્વતી પાવર ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હર્ષ ફર્મમાં હિસ્સા સાથે સંબંધિત છે.

EDના જણાવ્યા મુજબ DCBL એ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડમાં 95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેનું પ્રતિનિધિત્વ જગન રેડ્ડી કરી રહ્યા હતા. બદલામાં, જગન રેડ્ડીએ તેમના પિતા અને તત્કાલીન મુખ્ય પ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડીની વગનો કથિત રીતે ઉપયોગ કરીને DCBLને કડપ્પા જિલ્લામાં 407 હેક્ટર જમીનની ખાણકામ લીઝ આપવામાં આવી.

ED અને CBIના જણાવ્યા અનુસાર, જગન રેડ્ડી, ભૂતપૂર્વ સાંસદ વી વિજયા સાઈ રેડ્ડી અને DCBLના પુનિત ડેલમિયા વચ્ચેના કરાર હેઠળ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડના શેર ફ્રેન્ચ કંપની PARFICIM ને 135 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. આમાંથી, મે 2010 અને જૂન 2011 વચ્ચે હવાલા દ્વારા જગનને 55 કરોડ રૂપિયા રોકડમાં આપવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં આ ચુકવણીઓની વિગતો મળી આવી હતી.

અમરેલીમાં ફરજ પર ગેરહાજર 14 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જુઓ લિસ્ટ

અમરેલી પોલીસ વિભાગમાં અમરેલી પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ મોટી કરવામાં આવી છે. સાવરકુંડલાના એએસપી વલય વૈધે વિવિધ ગાર્ડ પોઈન્ટસ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન ૧૪ પોલીસકર્મીઓ ફરજ પર ગેરહાજર મળી આવ્યા હતા. આ તમામ કર્મચારીઓએ સક્ષમ અધિકારીની મંજૂરી વગર મનસ્વી રીતે ગેરહાજર રહી ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી.

તેમણે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 3 ભંગ કર્યો હતો. જેના પગલે SP સંજય ખરાતે તમામને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થયેલા કર્મચારીઓમાં જેલ ગાર્ડ, સિવિલ પ્રિઝનલ ગાર્ડ, ટ્રેજરી ગાર્ડ, એવીએમ ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, એસપી કચેરી ગાર્ડ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ અને કોર્ટ ગાર્ડ પર તૈનાત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

સસ્પેન્ડ કરાયેલા 14 પોલીસ કર્મચારીઓ

  • ઉમેદકુમાર મનસુખલાલ મહેતા જેલ ગાર્ડ
  • હરેશભાઈ ધીરુભાઈ મંડીર જેલ ગાર્ડ
  • કિશનભાઈ ભુપતભાઈ આસોદરીયા સિવિલ પ્રિઝનલ ગાર્ડ
  • વિજયસિંહ રૂપસિંહ સોઢા સિવિલ પ્રિઝનલ ગાર્ડ
  • જનકસિંહ અગર સિંહ ઝાલા ટ્રેજરી ગાર્ડ
  • સુરેશભાઈ નાજભાઈ ખુમાણ ટ્રેજરી ગાર્ડ
  • કનુભાઈ જ્યોતિભાઈ પલાસ એવીએમ ગાર્ડ
  • શિવાભાઈ ભાવસંગભાઈ જારસાણીયા એવીએમ ગાર્ડ
  • ભગવતીબેન મોતીભાઈ પરમાર વેરહાઉસ ગાર્ડ
  • અરુણાબેન સંઘાભાઈ ધરજીયા વેરહાઉસ
  • અશોકભાઈ ભાનુશંકરભાઈ ભઠ્ઠ એસપી કચેરી ગેટ
  • દિગ્વિજય સિંહ રાય સિંહ ચાવડા ઇમરજન્સી સિવિલ ગાર્ડ
  • યુવરાજભાઈ અનકભાઈ વાળા ઇમરજન્સી સિવિલ ગાર્ડ
  • નિતેશકુમાર પ્રાગજીભાઈ રાઠોડ

વધેલા ભાતમાંથી બનાવો ગરમાગરમ પકોડા, જાણો રેસિપી અને સામગ્રી

0

સૌ પહેલા તો ભાતને ફરીથી થોડા ગરમ કરો અને તેને સારી રીતે મૅશ કરી લો. પછી તેમાં ચણાનો લોટ, બારીક સુધારેલી ડુંગળી, કોથમીર, લાલ મરચું, આદુ મિક્સ કરો. હવે તેમા અન્ય તમામ મસાલા જીરું, હળદર, ધાણા પાવડર, અજમો, મીઠું વગેરે મિક્સ કરો. હવે તેને સારી રીતે હલાવી લો. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

હવે આ મિશ્રણમાં થોડું પાણી મિક્સ કરો અને તેને ભજિયા જેવું બેટર બનાવી લો. તેને વધારે પાતળું કે ઘટ્ટ ન રાખો. હવે એક કડાહી લો અને તેમાં તેલ ગરમ કરવા માટે રાખો. મીડિયમ ગેસ પર તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય તો તેમાં મિશ્રણમાંથી પકોડા મૂકતા જાવ. ઘીમા ગેસ પર સોનેરી થાય ત્યાં સુધી પકોડાને તળો. આ પકોડાને તમે ટોમેટો સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો

  • વધેલા ભાતના પકોડા બનાવા માટે વધેલા ભાત, ચોખાનો અને ચણાનો લોટ અને મસાલા લેવા.
  • આ બધી સામગ્રીને એક વાસણમાં ભેગી કરી લેવી.
  • પછી એ મિશ્રણમાં થોડું માપ પ્રમાણે પાણી નાખીને ભેગું કરવું.
  • આ ભાતના પકોડા ને તમે ટોમેટો સૌસ સાથે કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો.

વધેલા ભાતના પકોડા બનાવા માટે સામગ્રી:

  • 1 કપ ભાત
  • 2 કપ ચણાનો લોટ
  • 1 કપ બારીક સુધારેલી ડુંગળી
  • 1/2 ટીસ્પૂન બારીક પીસેલું આદુ
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 2 સુધારેલા લીલા મરચાં
  • 1 ચપટી હિંગ
  • 1/2 ટી સ્પૂન ઘાણાજીરું
  • 1/2 ટી સ્પૂન અજમો
  • 1/2 ટી સ્પૂન જીરું પાવડર
  • 1/2 ટી સ્પૂન કોથમીર
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

બેંક એકાઉન્ટ ખોલવા માટે આરબીઆઈના નવા નિયમો જાહેર, જાણો

0

ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે ડિપોઝિટ અને બેંક ખાતાઓ અંગે કેટલીક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ મુજબ બેંકોને કેટલાક કિસ્સાઓમાં રાહત મળશે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તેમને હવે આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી પડશે. આરબીઆઇ એ કહ્યું છે કે બેંકો હવે તેમની વિદેશી શાખાઓ અથવા પ્રતિનિધિઓના નામે રૂપિયા ખાતા ખોલી અથવા બંધ કરી શકે છે. જેમાં કેન્દ્રીય બેંકને જાણ કરવાની જરૂર નથી.

ભારતીય રિઝર્વ બેંકે ડિપોઝિટ અને ખાતાઓ પરના તેના મહત્વના નિર્દેશમા જણાવ્યું હતું કે પાકિસ્તાનની બહાર કાર્યરત પાકિસ્તાની બેંકોની શાખાઓના નામે ખાતા ખોલવા માટે રિઝર્વ બેંક પાસેથી ખાસ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી બેંક ખાતામાં જમા કરાવવું એ વિદેશીઓ માટે ચુકવણીનો એક માન્ય માધ્યમ છે અને તેથી તે વિદેશી ચલણમાં ટ્રાન્સફર પર લાગુ પડતા નિયમોને આધીન છે. આરબીઆઇ એ જણાવ્યું હતું કે બિન-નિવાસી વ્યક્તિના બેંક ખાતામાંથી ઉપાડ એ વાસ્તવમાં વિદેશી ચલણ મોકલવા જેવુ છે.

વિદેશી બેંક ખાતાઓના ભંડોળ અંગે, રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે બેંકો ભારતમાં તેમની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમના ખાતામાં ભંડોળ રાખવા માટે વર્તમાન બજાર દરે તેમના વિદેશી પ્રતિનિધિઓ અને શાખાઓ પાસેથી મુક્તપણે વિદેશી ચલણ ખરીદી શકે છે. જોકે, વિદેશી બેંકો ભારતીય રૂપિયા પ્રત્યે સટ્ટાકીય અભિગમ અપનાવે નહીં તેની ખાતરી કરવા માટે ખાતાઓમાં થતા વ્યવહારો પર નજીકથી નજર રાખવી જોઈએ. આવા કોઈપણ કેસની જાણ રિઝર્વ બેંકને કરવી જોઈએ.

સુરતમાં નવનિર્મિત બે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ

રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા ચોર્યાસી તાલુકાના બુડિયાગામ ખાતે બુડિયા-ગભેણી જંક્શન પર રૂ.40 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ‘બુડિયા-ગભેણી પાસે બે અંડરપાસ’નું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંડરપાસનું નિર્માણ થતા સ્થાનિક ગ્રામજનોની સાથે હજીરાની કંપનીઓ અને સચિન-પાંડેસરા જીઆઈડીસીમાં અવરજવર કરતા હજારો વાહનચાલકોને મોટી રાહત થશે.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રામજનોએ હાઈવે પરની ચોકડી અંડરપાસ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરી હતી. જે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને કેન્દ્રીય મંત્રી નિતિનભાઈ ગડકરીના માર્ગદર્શન હેઠળ આ અંડરપાસનું નિર્માણ થતા ગ્રામજનોની માંગણી પૂર્ણ થઈ છે. અંડરપાસથી ટ્રાફિકની સમસ્યા ઘટશે, અકસ્માતો ટળશે અને સમય તથા ઇંધણની બચત થશે.

વધુમાં તેમણે કહ્યું કે, દેશની સૌથી દુર્ગમ જગ્યાઓમાં જેવી કે જમ્મુ-કાશ્મીરમાં પણ બ્રિજો, રોડરસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસના નિર્માણથી ભારત પોતાની ક્ષમતા સિદ્ધ કરી રહ્યો છે. નવી ટેકનોલોજી સાથે અંગ્રેજોના સમયમાં બનેલા બ્રિજોની પણ સુધારણા કરી નવી ઓળખ ઉભી કરવામાં આવી છે.

સોનેરી ભવિષ્ય માટે વરસાદી પાણીનો ભૂગર્ભ જળસંગ્રહ અને જળસંવર્ધન સુનિશ્ચિત કરવાનો અનુરોધ કરતા શ્રી પાટિલે જણાવ્યું કે, પાણી બચાવવું આપણી નૈતિક ફરજ છે. વરસાદનું એક પણ ટીપું વ્યર્થ ન જાય અને તે ભૂગર્ભમાં સંગ્રહિત થાય, ખેતી તેમજ પીવાના પાણી રૂપે ઉપયોગી બને તે માટે ‘કેચ ધ રેઇન’ અભિયાન હવે જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. જ્યાં જ્યાં પાણી એકત્ર થાય, ત્યાં વોટર હાર્વેસ્ટિંગ દ્વારા તેનો ભૂગર્ભમાં સંગ્રહ થવો જરૂરી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, રૂ.40 કરોડના ખર્ચે બુડિયા-ગભેણી એમ બે જંકશન પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે અકસ્માતની ઘટનાઓ અટકશે અને લોકોને સુરક્ષિત અને સરળ માર્ગવ્યવસ્થા ઉપલબ્ધ થશે. આગામી દિવસોમાં આભવા-ખજોદ ચોકડી નજીક રૂ. 93 કરોડના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ થશે. તેના ઉપરાંત કવાસ પાટીયા, રિલાયન્સ કંપનીના ગેટ નં.1 પાસે પણ રૂ. 152 કરોડના ખર્ચે મંજૂર થયેલા બ્રિજનું કામ શરૂ થવાનું છે.

સચીનથી સાતવલ્લા સુધીનો બ્રિજ પણ રૂ. 40 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. સરકાર સતત વિકાસની દિશામાં કાર્યરત છે અને માર્ગ, પરિવહન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી રહી છે, જેથી નાગરિકોને વધુ સગવડો મળી રહે અને સંકલિત વિકાસ શક્ય બને એમ શ્રી દેસાઈએ કહ્યું હતું.

KYC અને લોન ગાઇડલાઇન્સના ઉલ્લંઘન સામે RBIનું મોટું પગલું, જાણો

0

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ કોટક મહિન્દ્રા બેન્ક, IDFC બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક સામે મોટી કાર્યવાહી કરતા દંડ ફટકાર્યો છે. RBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે નિયમનકારક માર્ગદર્શિકાઓનું યોગ્ય રીતે પાલન ન થવા છતાં આ પગલાં લેવામાં આવ્યા છે. કોટક મહિન્દ્રા બેન્ક પર લોન અને એડવાન્સ, કાયદાકીય નિયમો તેમજ લોન વિતરણના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ ₹61.4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IDFC બેન્કને પણ ₹38.6 લાખનો દંડ આપવામાં આવ્યો છે. આ દંડ KYC નિયમન સામે ગુનાની પૃષ્ઠભૂમિ પર લાદવામાં આવ્યો છે. RBIએ જણાવ્યુ કે આ બેન્કે ગ્રાહક ઓળખ પ્રક્રિયામાં ખામીઓ રાખી છે, જેના કારણે આ પગલાં લેવા પડ્યા છે. પંજાબ નેશનલ બેન્ક પર પણ ₹29.6 લાખનો દંડ મૂકવામાં આવ્યો છે કારણ કે તેમણે ગ્રાહક સેવા માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન ન કર્યું.

RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ દંડનો ઉદ્દેશ માત્ર નિયમનકારક કડકાઈ જાળવી રાખવાનો છે. ગ્રાહકો સાથેના કરારો અથવા વ્યવહારો પર તેની કોઈ અસર થતી નથી. આવા પગલાં નિયમિતતામાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે જરૂરી ગણવામાં આવે છે.

વિદેશી બેન્કોના ખાતા બાબતે પણ RBIએ સૂચના આપી છે. તેઓએ જણાવ્યું કે કોઈ પણ બેન્ક તેમના વિદેશી શાખા કે પ્રતિનિધિઓના નામે ખाता ખોલવા કે બંધ કરવા માટે RBIની પરવાનગી લેવી ફરજિયાત છે. વિદેશી ચલણ વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવી જોઈએ અને સટ્ટાકીય પ્રવૃત્તિઓથી બચવું જોઈએ.