Home Blog Page 475

ચંડોળા તળાવ પર સરકારનું મેગા ઓપરેશન યથાવત, હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી

ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદે વિદેશીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા વધુ ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રાજ્યનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન જોવામાં મળ્યું. અહીં વર્ષોથી વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના બનાવેલા ગેરકાયદે નિવાસોને તોડી પાડવા માટે બે હજારથી વધુ પોલીસ જવાનો, ક્રાઇમ બ્રાન્ચ, SRP અને SOG જેવી ટીમો તૈનાત કરાઈ. 50 જેટલા બુલડોઝર અને ડમ્પર સાથે તળાવના આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે, જ્યાંથી અત્યારસુધી 800થી વધુ શંકાસ્પદ લોકો અટકાવવામાં આવ્યા છે.

માહિતી અનુસાર આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની સાથે, આ ઝુંબેશ માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ બાદ અહીં ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદના ઐતિહાસિક વારસા ગણાતા ચંડોળા તળાવનું સમગ્ર ભૂગોળ બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. માત્ર 14 વર્ષમાં તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે. 2010ના વર્ષમાં ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025ના વર્ષમાં એટલે કે 14 વર્ષ પછી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું છે. ઘણી વખત એવું સામે આવ્યું છે કે ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ થયું છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી છે.

ડિમોલિશન પ્રક્રિયાને રોકવા માટે 18 જેટલા રહેવાસીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દલીલ આપવામાં આવી કે તેઓ બાંગ્લાદેશી નહી, સ્થાનિક રહેવાસી છે અને તેમને કોઈ નોટિસ કે પુનર્વસન વિના મકાન તોડવામાં આવી રહ્યા છે. પણ હાઈકોર્ટે આ તમામ દલિલો ફગાવીને સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. ચંડોળા તળાવ નજીક છેલ્લા 14 વર્ષથી દોઢ લાખ સ્ક્વેર મીટરથી વધુ સરકારી જમીન પર દબાણ હતું. હવે તે દબાણ સામે તંત્ર દ્વારા પહેલીવાર મોટાપાયે કાર્યવાહી હાથ ધરાઈ છે.

ભૂતપૂર્વ IPS સંજિવ ભટ્ટની આજીવન કેદ રોકવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી

સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. તેણે આ કેસમાં જામીન પણ માંગ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા.

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે તે સજાને સ્થગિત કરવા અને સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી. જો કે, ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે ભટ્ટ દ્વારા સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરવામાં આવશે.

આ મામલો 1990માં એક ઘટના સંબંધિત છે. તે સમયે સંજીવ ભટ્ટે જામનગર જિલ્લાના પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે સાંપ્રદાયિક હિંસા ભડકયાં બાદ ટાડા અંતર્ગત આશરે 133 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હિંસા 30 ઓક્ટોબરે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારત બંધના એલાન બાદ થઈ હતી. તત્કાલીન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અડવાણીએ રામ મંદિર મુદ્દાને લઈ સોમનાથથી અયોધ્યા રથ યાત્રા કાઢી હતી ત્યારે બિહારમાં ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિમાંથી એકનું કસ્ટડીમાં મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ સંજીવ ભટ્ટ અને તેમના સાથીઓ દ્વારા અસહનીય પીડા આપી હોવાથી મોત થયાનો આરોપ લગાવ્યો હતો. મૃતક 9 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા, જે બાદ કિડની ફેલ થવાના કારણે મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનોએ સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ સામે કસ્ટડી દરમિયાન મૃત્યુ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ કેસમાં બે સબ ઈન્સ્પેક્ટર, ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ સાત પોલીસ અધિકારીઓ આરોપી હતી. જામનગરની એક સેશન્સ કોર્ટે આ મામલે સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસકર્મીને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. પૂર્વ આઈપીએસે સેશન્સ કોર્ટના આ ચુકાદાને ગુજરાત હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. 2024માં ગુજરાત હાઈ કોર્ટે પણ તેમની અપીલ નકારી હતી. આ પછી કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

સુરતમાં બાળક સાથે દુષ્કર્મ, ટ્યુશન શિક્ષકના પતિએ અપમાનજનક કૃત્ય કર્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી જોડે ટ્યુશન ટીચરના પતિ દ્વારા કુકર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં એક મહિલા શિક્ષિકા દ્વારા કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે, જ્યાં ધોરણ ચારમાં આવનાર બાળકો ટ્યુશન માટે આવતા હતા. આ ક્લાસમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પણ ટ્યુશન માટે જતો હતો.

આ ઘટના સાંજના સમયે બની હતી. વિદ્યાર્થીનો ટ્યુશનનો સમય પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ તે ઘરે પરત ફર્યો ન હતો. આથી ચિંતિત બનેલી બાળકની માતાએ ટ્યુશન શિક્ષિકાને ફોન કરીને પૂછપરછ કરી હતી. શિક્ષિકાએ જણાવ્યું હતું કે તમામ બાળકો ટ્યુશન પૂરું થયા બાદ ઘરે ચાલ્યા ગયા છે.

જોકે, હકીકત કંઈક અલગ જ હતી. આરોપ મુજબ, જ્યારે તમામ બાળકો ઘરે ચાલ્યા ગયા હતા, ત્યારે મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદે આ બાળકને પોતાની નજરકેદમાં રાખ્યો હતો. તેણે બાળકને ઘરની અંદર આવેલા કિચન બાજુના એક અંધારપટ ખૂણામાં લઈ જઈને તેની જોડે કુકર્મ આચર્યું હતું.

માતાના ફોન અને બાળક ઘરે પરત ન ફરતા ઘટનાની ગંભીરતા જણાતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાળકે બાદમાં પરિવારજનોને પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું.

પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી વિશ્વનાથ પ્રસાદે આ કૃત્ય શા માટે કર્યું, આવા અન્ય કોઈ કિસ્સા બન્યા છે કે કેમ, અને ઘટના સંબંધિત અન્ય પાસાઓ અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનાએ વાલીઓમાં અને વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે. બાળકોના સુરક્ષિત ભવિષ્ય અને આવા કૃત્યો અટકાવવા માટે સમાજમાં જાગૃતિ અને સુરક્ષાના પગલાં વધુ મજબૂત કરવા જરૂરી છે.

કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહને મોટો ઝટકો

કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત જીત મેળવીને સરકારની રચના કરી છે. જ્યારે કેનેડાના ચૂંટણીના પરિણામોએ માત્ર રાજકીય સમીકરણો જ નથી બદલ્યા પરંતુ ખાલિસ્તાની એજન્ડાને પણ મોટો ફટકો આપ્યો છે. આ ચૂંટણીમાં હંમેશા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ટેકો આપનારા જગમીત સિંહને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારીને તેમણે સંસદ સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું. આ સાથે, તેમની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)પણ કારમી હાર બાદ સંકટમાં આવી ગઈ છે.

આ ચૂંટણીમાં NDP ને એટલી ઓછી બેઠકો મળી કે પાર્ટી હવે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો ગુમાવી શકે છે. કેનેડામાં રાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવા માટે, કોઈપણ પક્ષે ઓછામાં ઓછી 12 બેઠકો જીતવી આવશ્યક છે, પરંતુ NDP આમ કરવામાં નિષ્ફળ ગયું. આ એ જ પક્ષ છે જેને જગમીત સિંહે પોતે એક સમયે કિંગમેકર તરીકે રજૂ કર્યો હતો.

આ વખતે ખુદ જગમીત સિંહ પણ પોતાની બેઠક બચાવી શક્યા નહીં. તેમણે બ્રિટિશ કોલંબિયાની બર્નાબી સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જ્યાં તેમને લિબરલ પાર્ટીના ઉમેદવાર વેડ ચાંગે હરાવ્યા હતા. જગમીત સિંહને માત્ર 27.3 ટકા મત મળ્યા હતા. જ્યારે વિજેતાને 40 ટકાથી વધુ મત મળ્યા. આ પરિણામોએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના સંસદીય મતવિસ્તારમાં ત્રીજા સ્થાને રહ્યા. જે તેમના રાજકીય કારકિર્દી માટે ગંભીર ફટકો છે. હાર બાદ તરત જ મીડિયા સાથે વાત કરતા, જગમીત સિંહે કહ્યું કે તેઓ પરિણામોથી નિરાશ છે પરંતુ મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ પાર્ટી ફરીથી સારું પ્રદર્શન કરશે.

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનો મોટો એક્શન પ્લાન, જાણો

0

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. ત્યારે ભારત ફરી એકવાર પાકિસ્તાનની મુશ્કેલી વધારવાની તૈયારીમાં છે. જેમાં ભારત હવે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી શકે છે. તેમજ જળ માર્ગ પણ નિયંત્રણો લાદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભારત હવે પાકિસ્તાન માટે એર સ્પેશ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થશે તો પાકિસ્તાનને મોટું નુકસાન થશે. પાકિસ્તાન એરલાઇન્સને હવાઇ યાત્રા માટે લાંબો રસ્તો અપનાવવો પડશે. પાકિસ્તાની ફ્લાઇટ્સ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો માટે હાલ ચીનના એર સ્પેશનો ઉપયોગ કરી રહી છે.

ભારત પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર તેમજ જળ માર્ગો પર પ્રતિબંધો લાદી શકે છે. ભારત તેના બંદર અંગે પણ કાર્યવાહી કરી શકે છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ મુલતવી રાખી હતી. આ સાથે કેટલાક વધુ નિર્ણયો લેવામાં આવ્યા. આના જવાબમાં, પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ નથી હટી રહ્યું. તેણે સતત પાંચમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાને બારામુલ્લા સહિત અનેક સ્થળોએ ગોળીબાર કર્યો. તેણે તુટમારી અને રામપુર સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો.

કાશ્મીરમાં રિસોર્ટ સહિત 48 ટૂરિસ્ટ ડેસ્ટીનેશન બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય

0

જમ્મુ -કાશ્મીર સરકારે પહાલગામની બાસારોન ખીણમાં આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ડઝનેક રિસોર્ટ્સ અને અડધાથી વધુ પર્યટન સ્થળ બંધ કરી દીધા છે. શાંત ખીણો અને સુંદર પર્વતો માટે જાણીતા યુનિયન પ્રદેશમાં ઓછામાં ઓછા 48 રિસોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપટ્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા ઘણા પર્યટક સ્થળો પણ લોકો માટે બંધ કરવામાં આવ્યા છે.

સરકારની ઈન્ટેલિજન્સ એજન્સીને મળેલા ઈનપુટ્સ પરથી જાણવા મળ્યું છે કે 22 એપ્રિલના હુમલા બાદ પણ ફરી કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો થવાની પેરવીમાં અમુક ત્રાસવાદી ગ્રુપ છે. પાકિસ્તાનની (ISI)એ પણ સીઆઈડીના અધિકારીઓ, કાશ્મીરી પંડિતો પર હુમલો કરવાની તૈયારીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ હુમલાને વખોડી કાઢતાં લગભગ બે દાયકા બાદ કાશ્મીરીઓ રસ્તા પર ઉતર્યા હોવાનું મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું. તેમણે ગઈકાલે વિધાનસભામાં ખાસ નિવેદન આપ્યું હતું કે, કઠુઆથી માંડી કુપવાડા સુધી તમામ સ્થાનિકોએ આ આતંકવાદીઓ વિરૂદ્ધ દેખાવો કર્યા છે. તેઓ નિર્દોષ લોકોના નરસંહાર વિરૂદ્ધ એકઠા થયા છે. હુમલાખોરોને આકરી સજા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ આતંકવાદીઓને શોધી શોધીને મારવાનું પ્રણ લીધું છે. ભારત સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી આકરી કામગીરી હાથ ધરી છે.

સ્પેશિયલ સત્ર બોલાવવા માટે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ મોદીને લખ્યો પત્ર

0

પહાલગામ આતંકી હુમલા અંગે દેશભરમાં ગભરાટનું વાતાવરણ છે. દરમિયાન, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાર્ગે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો અને આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરવાની વિનંતી કરી હતી. ઉપરાંત, પત્રમાં સંસદના વિશેષ સત્રને બોલાવવા વિનંતી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે આતંકવાદી હુમલો થયા પછી, ઘણા વિરોધી સાંસદોએ સરકાર તરફથી આવી માંગ કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદીને ઉદ્દેશીને લખ્યું છે કે આ સમયે જ્યારે એકતા અને એકજૂટતા જરુરી છે, વિપક્ષનું માનવું છે કે, ટૂંક સમયમાં જ સંસદના બંને સદનોના વિશેષ સત્ર બોલાવામાં આવે. આ 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના હલ માટે આપણો સામૂહિક સંકલ્પ અને ઈચ્છાશક્તિની એક દ્રઢ અભિવ્યક્તિ હશે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે સત્ર બોલાવવામાં આવશે.

પીએમ મોદીને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું, “પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દરેક ભારતીય ગુસ્સે છે. આ મહત્વપૂર્ણ સમયે, ભારતે બતાવવું જોઈએ કે આપણે હંમેશા આતંકવાદ સામે સાથે રહીશું. વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું એક ખાસ સત્ર બોલાવવું જોઈએ, જ્યાં લોકોના પ્રતિનિધિઓ તેમની એકતા અને દૃઢ નિશ્ચય બતાવી શકે.” કોંગ્રેસ નેતાએ કહ્યું, “અમારી વિનંતી છે કે ખાસ સત્ર શક્ય તેટલું જલ્દી બોલાવવામાં આવે.”

અગાઉ રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને કપિલ સિબ્બલ જેવા નેતાઓએ પણ પહેલગામ હુમલા અંગે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ અને હિન્દુઓ હતા જેમને તેમનો ધર્મ પૂછ્યા પછી મારી નાખવામાં આવ્યા હતા.

૨૯ એપ્રિલ, ૨૦૨૫/ આજે આ રાશિ માટે મંગળવાર ના દિવસે ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવક વધતાં આનંદની અનુભુતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ

‌િદવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજશોખ માં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેર બજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ

આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિધા શીખવાના યોગ બને છે.

કર્કઃ

નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ

નવી નોકરી બદલી અથવા બઢતી મળે. નવા ધંધા ની શરૂઆત શકય બને. માન સ‌ન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધીમાં લાભ.

કન્યાઃ

ધરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂનમ અર્ચન શકય બને. તમામ કોર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ

ઘનહાનિ ના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. ‌પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ

ભાગીદારી તથા પત્નિસુખમાં વૃધ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણો થી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંધર્ષ ટાળવો. જીવનસાથી ની તબિયત ના પ્રશ્નો ઉદભાવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિ થી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આખ હાડકા નબળા થતા જણાય.

કુંભઃ

સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દષ્ટિઅે સારો દિવસ. નોકરી ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ

પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

નસારપોર ગામના ઉચ્ચ શિક્ષિત આદિવાસી યુવાન આધુનિક ખેતી દ્વારા થયો આત્મનિર્ભર

વ્હાઇટ કોલર જોબની લ્હાયમાં દેશનું યુવાધન ખેતીથી વિમુખ થતું જાય છે. પણ નિતેશભાઇ વસાવા જેવા નવયુવાનો ખેતી કરી આર્થિક રીતે આત્મનિર્ભર થઇ અન્ય યુવાઓ માટે પ્રેરણાસ્રોત સમાન છે. વડીલોના મુખે એક વાત સાંભળવા મળતી હતી કે, ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને નિમ્ન નોકરી પરંતુ આજ કાલના યુવાનોએ નોકરીની આંધળી દોટમાં ખેતીને સાવ વિસારે પાડી દીધી છે. કૃષિક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનથી ખેતી પણ હવે નફાકારક વ્યવસાય બની રહ્યો છે એ વાત નિતેશભાઇ જેવા યુવા ખેડૂતોએ સાબિત કરી છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ નસારપોર ગામ આમ તો અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે. ગામના ધાન્ય પાકોની સાથે સાથે શાકભાજી, તરબૂચ, શકકરટેટી જેવા પાકોનું સારા એવા પ્રમાણમાં વાવેતર કરે છે. ગામના ખેતરે થયેલી શાકભાજી સીધી સુરતના માર્કેટમાં પહોંચી સુરતીલાલાઓની રસોઇની શાન વધારી રહી છે.

આદિવાસી વસતિ ધરાવતા નસારપોર ગામના યુવા ખેડૂત નિતેશભાઇના ખેતરની મુલાકાત દરમિયાન અહેસાસ થયો કે, કેમ વડીલો ખેતીને ઉત્તમ વ્યવસાય તરીકે જોતા હતા. માત્ર અઢી એકરમાં તરબૂચની ખેતી માત્ર સિત્તેર દિવસમાં સાડા ત્રણ લાખનો નફો રળી આપતી હોય તો પછી કહેવાઇ જ ને ઉત્તમ ખેતી.

નિતેશભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં સ્નાતક સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. છેલ્લા દસ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું. પહેલા અમે મકાઇ, કપાસ તેમજ કઠોળ પાકોની ખેતી કરતા હતા. બાદમાં અમારા ખેતરમાં ટપક સિંચાઇની સુવિધા કરી અને હવે છેલ્લા કેટલાક સમયથી હું તરબૂચની ખેતી કરૂં છું. સરકારની બાગાયત વિભાગની પ્લાસ્ટિક મલ્ચીંગની યોજના અંતર્ગત મને રૂપિયા પંદર હજારની સહાય પણ મળી છે.

ટપક સિંચાઇ અને પ્લાસ્ટિક મલ્ચીંગના ફાયદાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ટપક સિંચાઇ પદ્ધતિના કારણે પાણીની ખૂબ સારી બચત થાય છે. મર્યાદિત પાણીના ઉપયોગથી નિંદામણની સમસ્યા રહેતી નથી. પ્લાસ્ટિક મલ્ચીંગ કરવાથી છોડમાં રોગ જીવાત આવતી નથી તેમજ છોડની તંદુરસ્તી પણ સારી રહે છે.

આગળ વાત કરતા તેમણે કીધું હતું કે, તરબૂચની ખેતી માત્ર સિત્તેર દિવસની ખેતી છે. ડ્રિપ ઇરિગેશન અને પ્લાસ્ટિક મલ્ચીંગ કરેલું હોવાનું કારણે નિંદામણની પળોજણ રહેતી નથી. પ્લાસ્ટિક મલ્ચીંગના કારણે વેલાઓમાં રોગનું પ્રમાણ પણ જૂજ માત્રામાં જોવા મળે છે જેથી રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ જવલ્લે જ કરવાનો થાય એમ કહી તેમણે વાતનો દોર સાંધતા કહ્યું હતું કે, નોકરી કરતા ખેતીમાં સારૂં વળતર મળે છે, શરત માત્ર એટલી છે કે, અદ્યતન કૃષિ તકનિકી અને સાંપ્રત સમય માંગ અનુસાર ખેતી કરવામાં આવે.

આતંકી હુમલા બાદ પહેલગામ ફરવા ગયા અતુલ કુલકર્ણીએ ઉઠાવ્યું આ પગલું, જાણો

0

તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હુમલા બાદ ઘણા બોલિવૂડ સ્ટાર્સે હુમલાની નિંદા કરી અને હુમલાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેતા અતુલ કુલકર્ણીએ કંઈક અલગ જ કર્યું. જેની સોશિયલ મીડિયા યુઝર્સ પ્રશંસા કરી રહ્યા છે.

ખરેખર, પહેલગામ હુમલા પછી અતુલ કુલકર્ણી કાશ્મીર પહોંચી ગયા હતા. તે પહેલગામ પણ પહોંચ્યા. તેમણે લોકોને કાશ્મીર આવવા અપીલ કરી. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. તેમણે લખ્યું,’આ ફ્લાઇટ્સ ભરી ભરીને જાય છે. આપણે આ ફરીથી ભરવાની જરૂર છે. આતંકને હરાવવો જ પડશે. ચાલો, કાશ્મીર જઈએ, હું આવ્યો છું, તમારે પણ આવવું જોઈએ. આવવું જરૂરી છે.’

ઘણા યુઝર્સ અતુલ કુલકર્ણીના આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ જ ખરી દેશભક્તિ છે, ફક્ત જોવાને બદલે તમારા લોકો સાથે ઉભા રહેવું વધુ સારું છે.’ બીજા એક યુઝરે ટિપ્પણી કરી, ‘કેટલો અદ્ભુત સંકેત, ચાલો કાશ્મીર જઈએ અને આતંકવાદીઓનું મનોબળ તોડી નાખીએ.’ બીજા એક યુઝરે કહ્યું છે કે, ‘અમને તમારા પર ગર્વ છે દાદા.’ બીજા એક યુઝરે લખ્યું છે ‘ખૂબ સરસ સાહેબ.’ ઘણા યુઝર્સે તેમની પ્રશંસા કરી અને કહ્યું કે તે ‘ખૂબ જ સારી પહેલ’ હતી.

આ કારણે અભિનેતા કાશ્મીર પહોંચ્યા
પહેલગામ હુમલા પર બોલતા અતુલ કુલકર્ણીએ કહ્યું કે, ’22 તારીખે જે બન્યું તે ખૂબ જ દુઃખદ ઘટના હતી, તે ન બનવું જોઈતું હતું. આખો દેશ ખૂબ જ દુઃખી છે. જ્યારે મેં તેના વિશે વાંચ્યું, ત્યારે હું વિચારતો હતો કે, દર વખતે જ્યારે આવું કંઈક થાય છે, ત્યારે આપણે શું કરીએ? આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ, મિત્રો સાથે વાત કરીએ છીએ, કંઈક લખીએ છીએ, પણ પછી મેં વિચાર્યું કે હું ખરેખર શું કરી શકું? પછી મને યાદ આવ્યું કે મેં વાંચ્યું હતું કે કાશ્મીર માટે 90 ટકા બુકિંગ રદ કરવામાં આવ્યા હતા. પછી મેં વિચાર્યું, આતંકવાદીઓ આવું કરીને શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ‘કાશ્મીર ન આવો.’ મેં વિચાર્યું કે આપણે જવાબ આપવો જોઈએ કે આપણે કાશ્મીર આવીશું કારણ કે કાશ્મીર આપણું છે. હું મુંબઈમાં બેસીને આ સંદેશ આપી શક્યો નહીં, તેથી મેં કાશ્મીરની યાત્રા કરી.’