Home Blog Page 474

IPL 2025 : નિયમોના ભંગ બદલ દિલ્હી કેપિટલ્સના કોચને BCCIએ ફટકાર્યું દંડ, જાણો

0

બુધવારે IPL 2025માં એક રોમાંચક મેચ જોવા મળી જેમાં યજમાન દિલ્હી કેપિટલ્સએ સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. આ મેચમાં DCના બોલિંગ કોચ મુનાફ પટેલએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે. અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરવા બદલ મુનાફને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. તેની મેચ ફીના 25 ટકા રકમ કાપી લેવામાં આવી છે. આ સાથે, તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.

આ મેચને લઈને તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાઉન્ડ્રી પાસે ફોર્થ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળે છે. તેને જોઈને એવું લાગે છે કે તે અમ્પાયરે કહેલી કોઈ વાતથી ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની ટીમના એક ખેલાડી દ્વારા મેદાનમાં મેસેજ મોકલવા માંગતો હતો, પરંતુ અમ્પાયરે તેને તેમ કરવાની પરવાનગી ન આપી. આ પછી અમ્પાયર સાથે તેનો ઝઘડો થયો.

મુનાફ પટેલ કલમ 2.20 હેઠળ લેવલ 1ના ગુનાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે સુનાવણીની જરૂરિયાત દૂર થઈ ગઈ છે. BCCIએ મુનાફ પટેલ અંગે પોતાના નિવેદનમાં કહ્યું, ‘મુનાફ પટેલે લેવલ 1 ગુનો સ્વીકાર્યો છે અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો પણ સ્વીકાર કર્યો છે.’

આ રોમાંચક મેચમાં, એક સમયે રાજસ્થાન જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ પછી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક રાજસ્થાન અને જીત વચ્ચે આવી ગયો. સ્ટાર્કની ગતિને કારણે જ રાજસ્થાનના બેટ્સમેનો છેલ્લી ઓવરમાં નવ રન પણ ન બનાવી શક્ય. મેચ ટાઈ થયા પછી, તેણે સુપર ઓવરમાં પણ પોતાની તાકાત બતાવી અને રિયાન પરાગ અને શિમરોન હેટમાયરને ફક્ત 11 રન જ બનાવવા દીધા. દિલ્હીના બેટ્સમેનોએ સુપર ઓવરમાં 12 રનનો ટાર્ગેટ માત્ર ચાર બોલમાં ચેઝ કરી લીધો અને સિઝનની પાંચમી જીત મેળવી.

ઉત્તર પ્રદેશમાં 58 એકર વકફ જમીન સરકારી સંપત્તિ જાહેર, જાણો

0

વકફ કાયદા વિશે એક બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે, ત્યારે રાજકીય ઘમસાણ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કૌશાંબી જિલ્લામાં વક્ફની 58 એકર મિલકતને મુક્ત કરાવીને તેને સરકારી જમીન તરીકે રજિસ્ટર કરી દીધી છે. યોગી સરકારએ આ કાર્યવાહી એવા સમયે કરી છે, જ્યારે દેશમાં મુસ્લિમ સંસ્થાઓ અને વિપક્ષી પક્ષોએ વક્ફ કાયદાના વિરોધમાં માત્ર ઉત્તર પ્રદેશમાં નહીં, પરંતુ અનેક રાજ્યોમાં આંદોલન શરૂ કર્યું છે.

અહેવાલ મુજબ, જિલ્લામાં કુલ 98.95 હેક્ટર જમીન વક્ફ બોર્ડ હેઠળ નોંધાયેલી છે, અને તેમાંથી 93 વીઘા (લગભગ 58 એકર) જમીન ‘કબજામાંથી પાછી મેળવી’ લેવામાં આવી છે અને સરકારી ખાતાઓમાં નોંધાયેલી છે, એમ અધિકારીઓ કહે છે.

રિપોર્ટમાં કૌશામ્બીના જિલ્લા મેજિસ્ટ્રેટ મધુસુદન હુલગીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ચકાસણી બાદ વધુ વકફ જમીન ‘પુનઃ દાવો’ કરવામાં આવશે અને સરકારી મિલકત તરીકે નોંધણી કરવામાં આવશે. નવા વકફ કાયદામાં જિલ્લા મેજિસ્ટ્રેટને સશક્ત બનાવતી ઘણી જોગવાઈઓ રજૂ કરવામાં આવી.

વકફ (સુધારા) અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે બુધવારે એક વચગાળાનો આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટ દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને કાર્યવાહી દરમિયાન ડી-નોટિફાઇડ કરવામાં આવશે નહીં, સરકારી માલિકીની તપાસ દરમિયાન વકફ મિલકતોને બાકાત રાખવાની મંજૂરી આપતી જોગવાઈ લાગુ કરવામાં આવશે નહીં, અને વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલના તમામ સભ્યો, પદાધિકારી સભ્યો સિવાય, મુસ્લિમ હોવા જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે “અમારો વચગાળાનો આદેશ ઇક્વિટીને સંતુલિત કરશે. અમે કહીશું કે કોર્ટ દ્વારા વકફ જાહેર કરાયેલી કોઈપણ મિલકતને ડિનોટિફાઇ કરવામાં આવશે નહીં અથવા તેને નોન-વકફ ગણવામાં આવશે નહીં.. પછી ભલે તે વપરાશકર્તા દ્વારા વકફ કરવામાં આવે કે ન આવે.” “કલેક્ટર કાર્યવાહી ચાલુ રાખી શકે છે.. પરંતુ જોગવાઈ લાગુ થશે નહીં. બોર્ડ અને કાઉન્સિલ અંગે.. પદાધિકારી સભ્યોની નિમણૂક કરી શકાય છે. પરંતુ અન્ય સભ્યો મુસ્લિમ હોવા જોઈએ,” તેમણે ઉમેર્યું.

ભારતના સોલિસિટર જનરલ અને અન્ય પ્રતિવાદીઓના વકીલની વિનંતીને પગલે, સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરવાનું મુલતવી રાખ્યું અને પ્રસ્તાવિત નિર્દેશો પર દલીલો સાંભળવા માટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મામલાની સુનાવણી મુલતવી રાખી.

ઇતિહાસ સાચવીને બેઠેલો સુરતનો પ્રાચીન કિલ્લો

સુરત શહેરના ચોકબજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (1538-1554) આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. સુલતાન મહમૂદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઈ.સ.1540 થી 1546ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ 1 એકર જગ્યામાં ફેલાયેલો છે. 20 ગજ ઊંચી અને ૧૫ મીટર પહોળી દીવાલો અને ચારે ખૂણા પર 12.2 મીટર ઊંચા તથા 4.1 મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે.

2024થી 2025 દરમિયાન 1,21,489 લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે અને રૂ. 83,72,040ની આવક થઇ છે એમ સુરત કિલ્લાના હેરિટેજ ટૂરિઝમથી પ્રાપ્ત થઈ છે એમ ક્યુરેટર પૃથ્વી રંગનેકર જણાવે છે.

શ્રી રંગનેકર કહે છે કે, સુરત મનપા દ્વારા વિશેષ પહેલરૂપે શરૂ કરાયેલ નિ:શુલ્ક પ્રવેશ યોજના હેઠળ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શાળાના 8037 વિદ્યાર્થીઓ અને અન્ય નિયત કરાયેલા મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપી કિલ્લાના ઐતિહાસિક વારસાથી અવગત કરાવવામાં આવ્યા હતા. ઉપરાંત, ૬૨૭ વિદેશી મુલાકાતીઓએ પણ કિલ્લાની મુલાકાત લીધી હતી. 18 સભ્યોની ટીમ કિલ્લાના સંચાલન અને જતન માટે સતત કાર્યરત છે. આ માત્ર ભૂતકાળ કે ઈતિહાસનું સંગ્રહસ્થાન નથી, પરંતુ ભાવિ પેઢીઓને આપણી સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ છે.

એક સમયે તાપી નદીના કિનારે વ્યૂહાત્મક સ્થાન ધરાવતા સુરતના કિલ્લાએ હવે પોતાના પ્રાચીન અને ગૌરવપૂર્ણ વૈભવને ઉજાગર કરી રહ્યો છે. આ સ્મારકે અનેક જહાજોના આવાગમન, સામ્રાજ્યોના ઉદય અને પતન અને તાપીની લહેરો સાથે અનેકવિધ સંસ્કૃતિઓનો સાક્ષી રહ્યો છે. આજે આ કિલ્લામાં પૌરાણિક ઇતિહાસ માત્ર નિહાળી જ નહીં, અનુભવી પણ શકાય છે.

રિનોવેશન બાદ ઉદ્દઘાટન અને જાહેર પ્રવેશ
મનપા દ્વારા રિનોવેશન થયા પછી તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક સુરત કિલ્લાનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યું અને તા.૩૦ સપ્ટે.૨૦૨૨થી સામાન્ય જનતા માટે ખૂલ્લો મૂકાયો.

પુનઃસ્થાપન અને સંરક્ષણ:-
૨૦૧૫માં રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકા (SMC)ને કિલ્લાની જતન અને સંભાળ માટે સોંપણી કરી. SMCએ આશરે રૂ.૫૫ કરોડના ખર્ચે પુનઃસ્થાપન કાર્ય કર્યું, જેમાં તુઘલક, ગુજરાતમાં ડચ અને બ્રિટિશ શૈલીઓના સ્થાપત્યને જાળવીને લગભગ 700 વર્ષ જૂના વારસાને જીવંત રાખવામાં આવ્યો છે.

સ્થાપત્યની ભવ્યતા, ઇતિહાસની અનુભૂતિ: પ્રદર્શન અને ગેલેરીઓ:
નવજીવન પામેલા સુરત કિલ્લાના અંદર હવે પથ્થર પરની પ્રાચીન મૂર્તિઓ અને નકશીકામથી શોભતી વિવિધ વિષયક ગેલેરીઓ છે, જે શહેરના ઇતિહાસની ઊંડી ઝાંખી આપે છે. છ મુખ્ય ઇમારતો, ચાર મુખ્ય મિનાર, બે અપૂર્ણ મિનાર, એક ખાઈ અને એક ડ્રોઅબ્રિજ છે, જે તમામ તુઘલક, મુગલ સલ્તનત, ડચ અને બ્રિટિશ યુગની ઝાંખી કરાવે છે. આ કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક જ નથી પણ આજે તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે.

મુખ્ય આકર્ષણો:

  • ડાયમંડ હબ, જ્યાં સુરતના વિખ્યાત હીરા ઉદ્યોગને જીવંત ડેમો સાથે રજૂ કર્યો છે.
  • તિજોરી અને “રૂપિયું રૂમ”, જેમાં નાણાના ઇતિહાસ અને ચલણની વિકાસયાત્રા દર્શાવાઈ છે.
  • શસ્ત્ર ગેલેરી અને વુડન આર્ટ ગેલેરી, જે કિલ્લાની રક્ષણાત્મક ભૂમિકાનો અને દરિયાકાંઠાના સાંસ્કૃતિક વિનિમયની ઝાંખી આપે છે. લાકડાના શિલ્પો, ફર્નિચર અને છજાંનું શણગાર, જેમાં ચૌલ શૈલીનું “કલાંતક શિવ” વિશેષ છે
  • ગુજરાતી હસ્તકલાના નમૂનાઓ, જેમ કે અપ્લીક કામ, ટાંકા કામ અને માળાનો ઉપયોગ, “હમામ વિથ ફ્રેસ્કો” દ્વારા સુરતને કળાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે.
  • સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમના ૧૩૫ વર્ષ જૂના સંગ્રહ સાથે સંકલિત આશરે ૩૫ થીમ આધારિત ગેલેરીઓ.
  • “હેરિટેજ વોક” મોબાઈલ એપ જે સ્વનિર્દેશિત પ્રવાસનો અનુભવ કરાવે છે.

વિશિષ્ટ ગેલેરીઓ:
હાથીદાંત શિલ્પકલા ગેલેરી: વિહારની વસ્તુઓ, રમતની ગોટીઓ અને ૧૯મી સદીનું “માણસોથી ભરેલું નૌકાનું મોડેલ”
ભારતીય કાંસ્ય કલા ગેલેરી: પશ્ચિમ અને દક્ષિણ ભારત અને હિમાલયી કાંસ્ય પ્રતિમાઓ, બીદરી કલા અને ધાર્મિક પવિત્ર પાત્રો

ડિજિટલ જોડાણ: “હેરિટેજ વોક” એપ
અહીંના એક એક પથ્થરમાં ઈતિહાસ લખાયેલો છે. એટલે જ માર્ચ 2017માં શરૂ થયેલી “હેરિટેજ વોક” મોબાઇલ એપ ઓડિયો માધ્યમથી માહિતતી આપે છે. જેથી મુલાકાતીઓ કિલ્લાની તલસ્પર્શી સમજ મેળવી શકે.

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો પ્રોસેસ

0

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. અમરનાથ યાત્રા ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે, જેમાં ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં કુદરતી રીતે બરફથી નિર્મિત શિવલિંગના દર્શન કરે છે. દર વર્ષે દેશભરમાંથી હજારો લોકો અમરનાથ યાત્રામાં આવે છે. જો તમે વર્ષ 2025માં અમરનાથ યાત્રા પર જવા માંગતા હો, તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 16 એપ્રિલ, 2025 થી શરૂ થઇ ગયું છે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. ભક્તો હવે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા અધિકૃત બેંકો દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

હકીકતમાં, અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવાતી વખતે જે યાત્રીએ હેલ્થ સર્ટિફિકેટ (CHC) જેવી મહત્વપૂર્ણ વિગતો પ્રદાન કરવાની રહેશે. આ યાત્રા પર જવાનું આયોજન કરી રહેલા ભક્તોને છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલી ટાળવા માટે સમયસર નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે.

ઓફલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો?
અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન દેશભરમાં આવેલી 533 બેંક શાખાઓમાં કરાવી શકાશે. રાજ્યના 20 જિલ્લાઓમાં રજીસ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં પેજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન આધારકાર્ડ મારફતે કરવામાં આવશે અને બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવશે.

જાણો ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

  • તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા SASB વેબસાઇટ jksasb.nic.in ઓપન કરો.
  • હોમ પેજ પર દેખાતી “ઓનલાઈન સર્વિસ” (Online Services) પર ક્લિક કરો.
  • “યાત્રા પરમિટ નોંધણી” (Yatra Permit Registration) વિકલ્પ પસંદ કરો.
  • બધી શરતો અને સૂચનાઓ બરાબર વાંચો અને “હું સંમત છું” (I Agree) પર ક્લિક કરો અને Register પસંદ કરો.
  • તમારું નામ, યાત્રાની તારીખ, મોબાઇલ નંબર, આધાર નંબર જેવી જરૂરી વિગતો દાખલ કરો. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હેલ્થ સર્ટિફિકેટ (CHC) પણ અપલોડ કરો.
  • તમારા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરી વેરિફાઇ કરો.
  • તમને બે કલાકમાં પેમેન્ટ લિંક પ્રાપ્ત થશે. લગભગ રૂ. 220 રૂપિયા ફી ચૂકવવી પડશે.
  • પેમેન્ટ થયા બાદ તમે પોર્ટલ પરથી તમારી યાત્રા પરમિટ ડાઉનલોડ કરી શકો છો.

અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રકિયા

  • અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જે લોકો ઓફલાઇન મોડ પસંદ કરે છે તેમના માટે જમ્મુ અને કાશ્મીર સરકારે વૈષ્ણવી ધામ, પંચાયત ભવન, મહાજન હોલ અને અન્ય ઘણા સેન્ટર બનાવ્યા છે.
  • યાત્રાની તારીખના ત્રણ દિવસ પહેલા નજીકના કેન્દ્ર પરથી ટોકન સ્લિપ મેળવો.
  • બીજા દિવસે સરસ્વતી ધામ જાઓ, ત્યાં તમારો મેડિકલ ચેકઅપ અને રજીસ્ટ્રેશન થશે.
  • જમ્મુમાં RFID કાર્ડ સેન્ટરની મુલાકાત લો અને તે જ દિવસે તમારું કાર્ડ લઈ લો.

સુપ્રીમ કોર્ટનો આદેશ: વક્ફ એક્ટ મામલે કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય

0

સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપી શકે છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી. કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે. આજે, સુપ્રીમ કોર્ટ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વકફ બોર્ડમાં(Waqf Board) બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વકફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત આદેશ જારી કરી શકે છે.

‘એક અઠવાડિયામાં તમારો જવાબ સબમિટ કરો’
CJI એ કહ્યું, “કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વક્ફ બોર્ડે એક અઠવાડિયાની અંદર પોતાનો જવાબ દાખલ કરવો જોઈએ.” CJI એ એમ પણ કહ્યું કે, “૧૯૯૫ અને ૨૦૧૩ ના વક્ફ કાયદાઓને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટની કારણ યાદીમાં અલગથી મૂકવામાં આવશે જેથી તેમની અલગથી સુનાવણી થઈ શકે.” સુપ્રીમ કોર્ટ હવે આગામી સુનાવણી 5 મેના રોજ કરશે.

સુપ્રીમ કોર્ટે વક્ફ એક્ટ કેસમાં કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. પાંચ દિવસ પછી, અરજદારોએ પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં. આગામી સુનાવણીની તારીખ સુધી, પહેલાથી જ નોંધાયેલા અથવા જાહેર કરાયેલા વકફ સહિત, વકફને ડિનોટિફાઇ કરવામાં આવશે નહીં કે કલેક્ટરને બદલવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રએ સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવો પડશે.

કોર્ટે કોઈ સ્ટે લગાવ્યો નથી
સુપ્રીમ કોર્ટે આ કાયદા પર કોઈ સ્ટે મૂક્યો નથી. જોકે, તેણે 2025ના વકફ સુધારા કાયદા મુજબ સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને બોર્ડમાં કોઈપણ નિમણૂક અંગે એસજી તુષાર મહેતા દ્વારા આપવામાં આવેલી ખાતરીને રેકોર્ડ પર લીધી છે અને કહ્યું છે કે વપરાશકર્તા દ્વારા પહેલાથી જ વકફ તરીકે જાહેર કરાયેલી અને મૂળ 1995ના કાયદા હેઠળ નોંધાયેલ મિલકતોને ખલેલ પહોંચાડવામાં આવશે નહીં.

દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ વકફ (સુધારા) કાયદાની જોગવાઈઓ પર સુનાવણી સાંભળી રહ્યા છે. આ બેન્ચમાં તમામ હિન્દુ જજ હોવાથી મુસ્લિમ પક્ષકારોએ તેમનો વાંધો ઉઠાવ્યો છે. આજે ગુરૂવારે બપોરે બે વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી.

મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે 9 સભ્યોની SIT ની રચના: પશ્ચિમ બંગાળ પોલીસ

0

પશ્ચિમ બંગાળ પોલીસે મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસાની તપાસ માટે નવ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની સ્થાપના કરી છે. વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો બાદ હિંસા ફાટી નીકળી હતી , જેના કારણે સુતી, ધુલિયાન, સમસેરગંજ અને જાંગીપુર જેવા વિસ્તારોમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. SIT નું નેતૃત્વ એક વધારાના પોલીસ અધિક્ષક કરશે, જેને બે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને છ નિરીક્ષકો દ્વારા સમર્થન આપવામાં આવશે, જેમાં ઇન્ટેલિજન્સ બ્રાન્ચ, કાઉન્ટર ઇન્સર્જન્સી ફોર્સ, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ અને સાયબર ક્રાઇમ ડિવિઝનના પ્રતિનિધિઓ સામેલ હશે. વિરોધ પ્રદર્શનો વધુ વધ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે જેને ઘણા નિરીક્ષકો રમખાણો જેવી પરિસ્થિતિ ગણાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓને પ્રદેશમાં કેન્દ્રીય દળો તૈનાત કરવા અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે સ્વતંત્ર તપાસ શરૂ કરી
પોલીસ તપાસની સાથે, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ હિંસાની તપાસ માટે પોતાની તપાસ સમિતિની રચના કરી છે, ખાસ કરીને અશાંતિ દરમિયાન મહિલાઓ સાથે થયેલા છેડતીના ચિંતાજનક અહેવાલો પર ધ્યાન કેન્દ્રિત કરીને. ધુલિયાનના મંદિરપરા વિસ્તારમાં ભયાનક ઘટનાઓની જાણ થયા પછી સ્વતઃ નોંધ લેવાના પગલે NCW દ્વારા સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

NCW ના નિવેદન મુજબ, “હિંસાથી સેંકડો મહિલાઓનું સ્થળાંતર થયું છે, જેમાંથી ઘણી મહિલાઓને સલામતીની શોધમાં ભાગીરથી નદી પાર કરવાની ફરજ પડી હતી, નજીકના માલદા જિલ્લામાં આશ્રય મેળવવા માટે. આ મહિલાઓને તેમના ઘરોથી ઉખેડી નાખવામાં આવી છે, ભય અને અનિશ્ચિતતામાં જીવી રહી છે, અકલ્પનીય આઘાત અને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.” NCW ના અધ્યક્ષ વિજયા રાહટકર પીડિતોને મળવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની વ્યક્તિગત મુલાકાત લેશે અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ સાથે કામ કરશે.

RBIએ રદ કર્યું અમદાવાદની આ બેંકનું લાઈસન્સ, જાણો કારણ

ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું કર્યું છે. RBIએ જણાવ્યું હતું કે, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ ઉપરાંત આ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે, જેના કારણે આ મોટું પગલું ભરવું પડ્યું. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જાહેર કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.

રિઝર્વ બેંકે કહ્યું, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક દ્વારા કામગીરી ચાલુ રાખવી ગ્રાહકોના હિત માટે હાનિકારક છે. તેની વર્તમાન નાણાકીય સ્થિતિને કારણે બેંક તેના ગ્રાહકોને સંપૂર્ણ રકમ ચૂકવી શકશે નહીં.આરબીઆઈએ કહ્યું કે જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તેની ગ્રાહકો પર પ્રતિકૂળ અસર પડશે. લાઇસન્સ રદ થયા પછી સહકારી બેંક બુધવાર ના રોજ બેકિંગ અવર્સ બાદ બંધ રહેશે. બેંકિંગ વ્યવસાયમાં અન્ય બાબતોની સાથે રોકડ જમા કરાવવા અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે.

લિક્વિડેર પાસેથી દરેક ગ્રાહક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી ફક્ત 5 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા સુધીની તેમની થાપણો પર વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે. રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે સહકારી બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા મુજબ, લગભગ 98.51 ટકા ગ્રાહકો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. 31 માર્ચ 2014 સુધીમાં DICGC એ બેંકના ગ્રાહકોને 13.94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, પાંચના મોત

પાટણ જિલ્લામાંથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સમી-રાધનપુર ડાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતની આ ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાડી હાથ ધરાઈ છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

એસટી બસ કિમંતનગરથી માતાના મઢ જઈ રહી હતી તે સમયે સમી-રાધનપુર હાઇવે પર સમીની વચ્છરાજ હોટલ પાસે એક રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે. રિક્ષાને અડફેટે લઈ બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે ડાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સમયે હાજર લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 5 શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.

દિલ્હીમાં આપના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા

0

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના સહ-પ્રભારી ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. CBIએ આ દરોડા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટથી જોડાયેલા મામલામાં પાડ્યા છે. આ દરોડા અંગે આપએ આરોપ લગાવ્યો છે કે દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યના આવાસ પર CBI દરોડાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી હતી. ભૂતપૂર્વ CM આતિશી, ભૂતપૂર્વ નાયબ CM મનીષ સિસોદિયા અને જેસ્મિન શાહ સહિત અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી.

મનીષ સિસોદિયાએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે 2027માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાડવામાં આવ્યા છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ભાજપનું કાવતરું છે. ભાજપ જાણે છે કે ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેને ચેલેન્જ કરી શકે છે. આ હકીકતે ભાજપને હચમચાવી દીધી છે.

દારૂ-ડ્રગ્સ અને હિંસક ઘટનાઓ સામે આપનો અવાજ, પોલીસ કમિશ્નરને રજૂઆત

સુરતમાં દિનપ્રતિદિન વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓ, કાયદો વ્યવસ્થાની બિગડી હાલત અને દારૂ-ડ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે. સુરત શહેર યુનિટ દ્વારા આજે પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવાયો હતો. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના દિવસે જ કાપોદ્રા વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. આવું દુઃખદ બનાવ એ દર્શાવે છે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ કરતાં કહ્યું કે, દારૂ અને ડ્રગ્સના કાળો ધંધો બંધ કરવો, હિંસક ઘટનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દારૂના અડ્ડાઓ પાછળના રક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તથા હથિયારના લાયસન્સ અંગે તપાસ કરવી જોઈએ.

આવેદનપત્રમાં કહેવાયું કે, શહેરના સામાન્ય નાગરિકો આજે અસુરક્ષા અનુભવતા થયા છે. બાળા-મહિલાઓ રસ્તાઓ પર ભય વગર ફરવાની વાત તો દૂર રહી, અનેક વિસ્તારોમાં ગુનેગારોના ટેરર હેઠળ લોકો જીવવા મજબૂર બન્યા છે. આમ આદમી પાર્ટીએ સુરતના નાગરિકોની વાણી બનીને પોલીસ તંત્ર સમક્ષ આ મુદ્દાઓ રજૂ કર્યા છે. હવે આરામ કરવાનો સમય નથી. દારૂ-ડ્રગ્સ અને હિંસાની સામે આમ આદમી પાર્ટી નાગરિકોની સાથે મળી મજબૂત લડત લડશે અને જરૂર પડે ત્યાં સુધી આ મુદ્દે સત્તાવાર રીતે પણ અવાજ ઉઠાવતી રહેશે.