Home Blog Page 464

ચાર દિવસમાં 537 પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડ્યું

0

ભારત સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને કડક ચેતવણી આપી છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ આ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ 28 એપ્રિલ સુધીમાં ભારત છોડવું જરૂરી છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓએ 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે.

25 થી 27 એપ્રિલની વચ્ચે, 537 પાકિસ્તાની નાગરિકો અટારી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડ્યા હતા, જ્યારે તે જ સમયગાળા દરમિયાન 744 ભારતીય નાગરિકો પાકિસ્તાનથી વાઘા મારફતે પરત ફર્યા હતા. પહેલગામ આતંકી હુમલાની પ્રારંભિક તપાસ બાદ શરૂ કરવામાં આવેલા રાજદ્વારી હુમલાના ભાગરૂપે ભારતે 24 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કર્યા હતા. આમાં રાજદ્વારી અને સત્તાવાર વિઝા અને લાંબા ગાળાના વિઝાનો સમાવેશ થતો નથી.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 600 પોઈન્ટ અપ, નિફ્ટીએ પણ ભરી ઉડાન

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા દિવસે જ ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 79212 સામે આજે 79343 ખુલ્યો હતો. રિલાયન્સ અને બેંક શેરમાં તેજીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી 24039 પાછલા બંધ સામે આજે 24070 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 150 પોઇન્ટ ઉછળ્યો છે. બેંક નિફઅટી 500 પોઇન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 350 પોઇન્ટ ડાઉન હતો. સેન્સેક્સના ટોપ 5 ગેઇનરમાં રિલાયન્સ 3 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2 ટકા, ICICI બેંક, બજાજ ફિનસર્વ અને કોટક બેંક 1 થી દોઢ ટકા વધ્યા છે.

ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 32465 કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે.

આ ઉપરાંત આજે અમેરિકા-ચીન ટ્રેડ વોરનો તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી.જ્યારે ગયા અઠવાડિયે યુએસ શેરબજારમાં વધારો થયો હતો. આ અઠવાડિયે રોકાણકારો મુખ્ય શેરબજારની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. જેમાં ચોથા ક્વાર્ટરના પરિણામો ભારત-પાકિસ્તાન ભૂ-રાજકીય તણાવ, માસિક વાહન વેચાણ ડેટા, વિદેશી ભંડોળનો પ્રવાહ અને અન્ય મુખ્ય વૈશ્વિક સંકેતોનો સમાવેશ થાય છે.

૨૮ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિ માટે સોમવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતું જણાય.ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાનાભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના-ભાઇ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકર:

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

ચાર દિવસમાં 537 પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડ્યું

0

ભારત સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને કડક ચેતવણી આપી છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ આ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ 28 એપ્રિલ સુધીમાં ભારત છોડવું જરૂરી છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓએ 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે.

25 થી 27 એપ્રિલની વચ્ચે, 537 પાકિસ્તાની નાગરિકો અટારી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડ્યા હતા, જ્યારે તે જ સમયગાળા દરમિયાન 744 ભારતીય નાગરિકો પાકિસ્તાનથી વાઘા મારફતે પરત ફર્યા હતા. પહેલગામ આતંકી હુમલાની પ્રારંભિક તપાસ બાદ શરૂ કરવામાં આવેલા રાજદ્વારી હુમલાના ભાગરૂપે ભારતે 24 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કર્યા હતા. આમાં રાજદ્વારી અને સત્તાવાર વિઝા અને લાંબા ગાળાના વિઝાનો સમાવેશ થતો નથી.

સુરતના સી.એ. મિતીશ મોદીએ અવાજ ઉઠાવતા ઈન્કમટેક્સની ‘ફેસલેસ’ સુનાવણીમા છીંડાં પાડનારા બેનકાબ થયા

  • ફેસલેસ’ એક એવી સિસ્ટમ છે કે બંને પક્ષને એકબીજાની ઓળખ થતી નથી, માત્ર ઈ-મેઈલથી જ સુનાવણી થતી હોવાથી ભ્રષ્ટાચાર આચરવાના રસ્તા બંધ થઈ ગયા હતા
  • પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓએ ‘અકબંધ’ સિસ્ટમને તોડીને ભ્રષ્ટાચારનો નવો રસ્તો શોધવામાં સફળ રહ્યા હતા
  • કોઈ ડી.કે. અગ્રવાલ નામની વ્યક્તિએ મિતેશ મોદીને ફોન કર્યો અને સામે ચાલીને તપાસને આમંત્રણ આપ્યું; મોબાઈલ નંબરના આધારે સીબીઆઈ વચેટિયા સુધી પહોંચી હતી, હકીકતમાં સની નામના સિક્યોરિટી ગાર્ડ કમ ડ્રાઈવરના નામના મોબાઈલથી ફોન કરવામાં આવતા હતા

ઇન્કમટેક્સ, જીએસટી, ઇડી, સીબીઆઇ આ બધી એજન્સીઓ એવી છે કે જેનું નામ સાંભળતા જ ધંધાદારી માણસને પરસેવો છૂટી જાય. કારણ વગરની નોટીસ કે સમન્સ કાઢીને કેસની ચર્ચા કરવા રૂબરૂ હાજર રહેવા તાકીદ કરવી, વારંવાર તારીખો આપવી અને જાતજાતના ડોક્યુમેન્ટ્સ માંગવા. આ પ્રથા વર્ષોથી ચાલી આવતી હતી. આ બધી પ્રક્રિયામાં આચરવામાં આવતા કહેવાતા ભ્રષ્ટાચારના આંકડા સાંભળીને પણ ચક્કર આવી જાય. વળી પતાવટ કરવા માટે પણ એક આખી ટીમ હાજરાહજૂર જ હોય એ કહેવાની જરૂર નથી. વેપારીએ ક્યાંક ભૂલ કરી હોય કે નિયમનો ભંગ કર્યો હોય એટલે મગરમચ્છની ચુંગાલમાં આવી જવાનો જ, પરંતુ સાથે આ ચુંગાલમાંથી છોડાવનારાઓ પણ મળી જ રહેવાના. કહેવાની જરૂર નથી કે દલાલોને પ્રસાદી ધરવાથી ઘણા કામોનો સુખદ નિકાલ પણ થઈ જતો હશે.

આવી અનેક સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે કેન્દ્રની મોદી સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરી ‘‘ફેસલેસ’’ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. વળી કેસ ક્યાં ચાલે છે? સામે કોણ અધિકારી છે? તેની કોઇને પણ જાણ થતી નથી. મતલબ કે ગુજરાતનો કેસ આસામમાં પણ ચાલતો અને બંગાળનો કેસ દેશના કોઈ રાજ્ય કે શહેરમાં ચાલતો હોય. સુનાવણી કરનાર ઇન્કમટેક્સ અધિકારી માત્ર ઓનલાઇન એટલે કે ઇ-મેઇલથી જ સવાલ કરતો હોય અને આ તરફ અરજદારપક્ષે પણ ઇ-મેઇલથી જ જવાબ આપવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી છે અને હાલમાં પણ આ પદ્ધતિ અમલમાં છે, પરંતુ કેટલાક માફિયાતત્ત્વોએ આખી સિસ્ટમને ફોડી નાંખીને ડાયરેક્ટ અરજદાર એટલે કે વેપારીનો સંપર્ક કરીને પતાવટ કરી આપવાની ઓફરો કરવામાં આવતી હતી અને ઘણા કેસમા ‘‘પતાવટ’’ પણ થઈ ગઈ હશે. પરંતુ સુરતના જાણીતા સી.એ. મિતીશ મોદીનો તેમના અસીલના કેસમાં સંપર્ક કરીને વચેટિયાએ પગમાં કુહાડો મારવા જેવો ઘાટ કર્યો હતો.

સી.એ. મિતીશ મોદી સ્વભાવે સ્પષ્ટવકતા અને અસીલના કેસમાં ક્યારેય પણ પતાવટ કરવામાં માનતા નહીં હોવાથી પહેલા તો તેમણે આવી કોઈ વાત સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ તેમણે ઇન્કાર કર્યાની ગણતરીની મિનિટોમાં ઇ-મેઇલથી નો‌િટસ ફટકારવામાં આવી હતી!! મતલબ મિતીશ મોદી જે અસીલનો કેસ હેન્ડલ કરી રહ્યા હતા તેની વિગતો ડિપાર્ટમેન્ટમાંથી જ ‘લીક’ કરવામાં આવી રહી હતી અને પોતે ‘સેટલમેન્ટ’ કરવાનો ઇન્કાર કરતા સીધી ‘શો-કોઝ’ નો‌િટસ ફટકારવામાં આવી હતી.

‘શો-કોઝ’ નો‌િટસ બાદ કંઇક ખોટું થઈ રહ્યું હોવાની શંકા સાથે નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમના ઉચ્ચ અધિકારીને જાણ કરતા તપાસનો દોર શરૂ થયો હતો અને દોઢથી બે વર્ષ ચાલેલી લાંબી તપાસના અંતે ઇન્કમટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશ્નર કક્ષાના એક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.સી.બી.આઇ.ની ગત તા.૨૫ એપ્રિલ ૨૦૨૫ની પ્રેસરિલિઝમાં સમગ્ર કાંડની વિગતો જાહેર કરવામાં આવી હતી. સી.બી.આઇ.એ અગાઉ તા.૬.૦૨.૨૦૨૫ના રોજ દિલ્હી, મુંબઇ, થાણે, બિહાર, બેંગલુરુ, કોટ્ટાયમ (કેરળ) સહિત લગભગ ૧૮ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડામાં અયોગ્ય ચુકવણી સહિતના ડિજિટલ પુરાવા મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસના અંતે ઇન્કમટેક્સના એક ડેપ્યુટી કમિશ્નર, બે નિરીક્ષકો પાંચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એક ખાનગી વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પૈકી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતના સી.એ. મિતીશ મોદી અને અક્ષય મોદીએ ફરિયાદ કર્યા પહેલા વચેટિયા મારફતે ઘણા લોકો સાથે પતાવટ થઈ પણ ગઇ હશે. પરંતુ તેમણે ફેસલેસ એસેસમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરીને ‘ફેસલેસ’ની પાછળ રહીને કામ કરતા દલાલોને ‘બેનકાબ’ કરીને સેંકડો લોકોને વચેટિયાઓના દૂષણથી રાહત અપાવવાનુ કામ કર્યું હતું.

લગભગ દોઢ વર્ષ સુધી આ ગંભીર બાબતોની રજૂઆતને ધ્યાને લઈ ઇન્કમ ટેક્ષ ખાતાનાં ઇન્વેસ્ટિગેશન ‌િવંગના ઉચ્ચ અધિકારી ડાયરેકટર જનરલ ઓફ ઇન્કમ ટેક્ષ (ઇન્વેસ્ટિગેશન), ન્યુ દિલ્હી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇન્વે‌િસ્ટગેશન કરવા હેતુસર ડી.કે. અગ્રવાલ નામક વ્યક્તિના મોબાઇલ નંબરના કોલ ડેટા રેકોડ્‍‍ર્સ તપાસવામાં આવ્યા હતા, જે દરમ્યાન ડી.કે.અગ્રવાલે જે નંબરથી ફોન કર્યો હતો તે નંબર દિલ્હીના કોઇ સની નામની વ્યક્તિનો માલૂમ પડ્યો હતો. ઇન્કમ ટેક્ષ ખાતાની ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સની નામક વ્યક્તિને સમન્સ પાઠવી તેનું નિવેદન લેતાં બહાર આવ્યું કે આ સની દિનેશકુમાર અગ્રવાલના સિક્યુરીટી ગાર્ડ અને ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને દિનેશકુમાર અગ્રવાલે તેના નામ પર પાંચ જુદા જુદા સીમકાર્ડ્સ લીધા હતા અને તે તમામ સીમકાર્ડ્સ દ્વારા ઇન્કમ ટેક્ષ કાયદા હેઠળ ચાલતા આકારણીના કેસોની જેની માહિતી મેળવી હોય તેવા કરદાતાઓને, તેઓના નંબરો પર સંપર્ક કરી આ કેસોનું ‘સેટલમેન્ટ કે પતાવટ’ કરવાનો ધંધો કરતો હતો.

દિનેશકુમાર અગ્રવાલ લાયઝ‌િનંગનું કામ કરનાર વ્યક્તિ હતો, હિંદુ મહા સંઘનો વાઇસ પ્રેસિડેન્ટ હતો, દિલ્હી હિંદુ યુવા વા‌િહનીનો રાજ્ય કક્ષાનો પ્રેસિડેન્ટ હતો અને ૨૦૨૪માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાનું ઇલેક્શન પણ લડી ચૂક્યો છે. સનીની જુબાનીને આધારે આ તમામ માહિતી સામગ્રી, સાહિત્ય અને પુરાવાઓ એકત્ર કરી ઇન્કમ ટેક્ષ ખાતાની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ડી.કે.અગ્રવાલને ત્યાં રેડ કરતાં સમગ્ર ‌િસ‌િન્ડકેટ અને મોડસ ઓપરેન્ડીમાં વિજયેન્દ્ર આર., ઇન્કમ ટેક્ષ ડે.કમિશ્નર, ન્યુ દિલ્હી, દિલ્હીના સીએ ‌િગરીશ માલિક અને સુરેશ તયાલ અને સાથે સાથે મુંબઇના બે સીએ નામે ભાવેશ રાખોલિયા અને શિવરતન શીન્ગોડીયા, કોટાયમના સીએ પ્રતિક લેલીન, ઇન્સ્પેક્ટર દિનેશકુમાર વર્મા અને વિનાયક શર્મા અને અન્ય એક વ્યક્તિ પૂરી સી‌િન્ડકેટમાં હોવાનું જણાયું હતું.

ઇન્કમ ટેક્ષના ડે.કમિશ્નર, વિજ્યેન્દ્ર આર. ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સિ‌િન્ડકેટના બાકીના સભ્યો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇન્કમ ટેક્ષ ખાતાની ઇન્વે‌સ્ટિગેશન વિંગ દ્વારા સમગ્ર કેસની માહિતી સી.બી.આઇ., ન્યુ દિલ્હી ને ૦૭-૧૧-૨૦૨૪ના રોજ મોકલી આપવામાં આવતાં સી.બી.આઇ. એ તા.૦૪-૦૨-૨૦૨૫ના રોજ ભારતીય ન્યાય સહિતાનાં કાયદા હેઠળ એફ.આઇ.આર. નોંધી હતી. FIR No. RC21920250001 છે. સી.બી.આઇ.એ એફ.આઇ.આર. દાખલ કર્યા પછી કુલ ૧૧ જગ્યાએ જેમાં ખાસ કરીને દિલ્હી, મુંબઇ, થાણે, વેસ્ટ ચંપારણ (બિહાર), બેન્ગુલુરુ, કોટાયમ, વગેરે સ્થળોએ રેડ કરી ગંભીર પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ અને સાહિત્ય એકત્ર કર્યા હતા.

અધિકારીઓ અને ‌િસ‌િન્ડકેટમાં સામેલ સીએ સહિતની વ્યક્તિઓને જો ખુલ્લું મેદાન આપવામાં આવે તો સરકારની ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ અને ત્યારબાદ જાહેર કરેલ ફેસલેસ અપીલ સ્કીમ પણ સંપૂર્ણપણે નિષ્ફળ જાય અને સામાન્ય કરદાતા આવા ષડ્યંત્રનો ભોગ બને. વળી સિન્ડિકેટની વાત ના માને તો કરોડો રૂપિયાની આકારણી થાય, કડક ‌િરકવરી પ્રોસિડિંગ્સનો સામનો કરવો પડે અને કોર્ટો સમક્ષ અપીલના ચક્કરોમાં ઢસડાઈ જાય.સુરતના સી.એ. મિતીશ એસ. મોદી દ્વારા થયેલી ગંભીર રજૂઆતોને પગલે સમગ્ર દેશમાં કદાચ સૌપ્રથમવાર આવી સિ‌િન્ડકેટ ઝડપાઇ હતી. અને ફેસલેસ એસેસમેન્ટ સ્કીમને નિષ્ફળ બનાવવાનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારી ત્રાગો ખુલ્લો પડ્યો છે. અન્ય નામો પણ બહાર આવવાની શક્યતા છે.

અમદાવાદ અને સુરતમાંથી હજાર બાંગ્લાદેશીઓ પકડાયા

0

ગુજરાત પોલીસના સુરત અને અમદાવાદની ટિમ દ્વારા ગતરાત્રે એક મોટું ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે રહેતા લગભગ હજાર બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા.

પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ગેરકાયદે રહેતાં પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને તત્કાળ પકડીને રવાના કરવા માટે કહ્યા બાદ ગઈ રાત્રે ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ બંને શહેરોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પકડાયા હતા. અમદાવાદમાંથી 890 તેમજ સુરતમાં થઈ 134 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર રીતે રહેતા આ બાંગ્લાદેશી બંગાળથી ઘુસ્યા હતા અને ત્યારબાદ ગેરકાયદેસર ડોક્યુમેન્ટ ઉભા કરીને દેશના અલગ અલગ રાજ્યમાં રહેતા હતા. પકડાયેલા બાંગ્લાદેશીઓમાંથી કેટલાય ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા છે. અગાઉ પકડાયેલા ચાર બાંગ્લાદેશીઓ અલ કાયદા નામના આતંકવાદી સંગઠન માટે કામ કરતા હતા.

આ ઓપરેશન બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ચેષ સંઘવીએ ચેતવણી આપી હતી કે જેઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તે તમામ નજીકના પોલીસ સ્ટેશનના હાજર થઈ જાય. તેઓ હાજર નહીં થાય તો ગુજરાત પોલીસ ન ભૂતો ન ભવિષ્ય જેવી કાર્યવાહી કરશે.કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનીઓને પણ પરત મોકલવાની કામગીરી ચાલી રહી હોવાનું કહી હર્ષ સંઘવીએ સુરત પોલીસ અને અમદાવાદ પોલીસને અભિનંદન આપ્યા હતા.

એસીપી ડીસીપી સહિતના તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારી આખી રાત ખડે પગે રહ્યા હતા. ગૃહ મંત્રીએ આપી ઘૂસણખોરોને ચેતવણી હતી. આવનારા બે દિવસોમાં તમામ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પોલીસ સ્ટેશનમાં જઈ સરેન્ડર કરે નહીં તો પોલીસ ઘરે ઘરે જઈને પકડશે. ગેરકાયદે રહેનારાઓને શરણ આપનારાઓને પણ ગુજરાત પોલીસ નહીં છોડે. આ તમામ બાંગ્લાદેશીઓને ફેક ડોક્યુમેન્ટ બનાવી આપનારાઓને પણ પકડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બાદ ભારત સરકારે પગલા ઉઠાવ્યા છે

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 ના મોત

0

સહારનપુરના દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં પ્રાથમિક હેવાલ મુજબ ત્રણના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે આગ ઓલવવામાં વ્યસ્ત છે. ફોરેન્સિક ટીમ મૃતકોના અવશેષો શોધી રહી છે. અકસ્માતથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ મુઝફ્ફરનગર સહારનપુર સ્ટેટ હાઇવે બ્લોક કરી દીધો છે.
ડીએમ એસએસસી ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માત જાહેર બાંધકામ વિભાગના મંત્રી બ્રિજેશ સિંહના ગામ પાસે થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે ફેક્ટરીની છત ઉડી ગઈ અને મૃતકોના અવશેષો વેરવિખેર થઈ ગયા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટ સવારે 6:30 વાગ્યે થયો હતો. જો આ અકસ્માત 2 કલાક પછી થયો હોત, તો આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં છોકરીઓ અને મહિલાઓ અહીં કામ માટે પહોંચી ગઈ હોત. એ સ્થિતિમાં, આ વધુ ભયંકર અકસ્માત બની શક્યો હોત. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે રસ્તો બ્લોક કરનારા ગ્રામજનોનું કહેવું છે કે અકસ્માત સમયે ફેક્ટરીની અંદર ઓછામાં ઓછા 9 લોકો હતા. ગ્રામજનોને ડર છે કે તે બધા મૃત્યુ પામ્યા હશે પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની કોઈ શક્યતા નથી કારણ કે અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ નથી.

સરહદે પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ

0

કાશ્મીર ખીણમાં ઉશ્કેરણીજનક કાર્યવાહી અને આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાને ફરી એકવાર નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ૨૫-૨૬ એપ્રિલની રાત્રે, પાકિસ્તાનની ઘણી સૈન્ય ચોકીઓએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કરતાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આજે શ્રીનગર સ્થિત સંરક્ષણ વિભાગના એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતે પાકિસ્તાન સામે કરેલી જવાબી કાર્યવાહીમાં કોઈ જાનહાનિના હેવાલ નથી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો ખીણમાં આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. તાજેતરમાં, સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને IED વડે ઉડાવી દીધું હતું. એહસાન પુલવામા જિલ્લાના મુરાન વિસ્તારનો રહેવાસી હતો અને જૂન 2023 થી લશ્કર સાથે સંકળાયેલો હતો.
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ, ભારત સરકારે સિંધુ જળ સંધિ રદ કરવા તરફ પગલાં લીધાં છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ વચ્ચે આ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને હવે સિંધુ નદીનું પાણી મળશે નહીં અને આ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સિંધુ નદીમાંથી કાંપ દૂર કરવાનું અને ડ્રેજિંગનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પાણીને અન્ય નદીઓમાં વાળવા, સૂકા વિસ્તારોમાં સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવા અને નવા બંધોના નિર્માણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ રણનીતિને પાકિસ્તાનને રાજદ્વારી અને પાણી આધારિત જવાબ આપવાની દિશામાં ભારતનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

સિક્કિમમાં ભારે વરસાદથી ભૂસ્ખલન: 1000થી વધુ પ્રવાસીઓ ફસાયા

0

સિક્કિમના ઊંચા પર્વતીય પ્રદેશોમાં આવેલા હિલ સ્ટેશનો લાચેન અને લાચુંગમાં આશરે 1000 પ્રવાસીઓ ફસાયા છે. ગુરુવારથી સતત ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ભૂસ્ખલનને લીધે અનેક માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે, જેના કારણે અનેક વાહનો અટવાઈ ગયા છે.

આજ રોજ ઘણા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મંગન જિલ્લાના પોલીસ અધીક્ષક સોનમ ડેંચુ ભૂટિયા જણાવ્યું હતું કે, ‘ગુરુવાર બપોરથી સતત વરસાદ પડી રહ્યો છે. તેના કારણે થયેલા ભૂસ્ખલનથી ચૂંગથાંગથી લાચેન જતાં રસ્તા પર મુન્શીથાંગ પાસે સ્થિતિ ખરાબ બની ગઈ છે. ચૂંગથાંગથી લાચુંગ જતાં રસ્તા પર લીમા પાસે અનેક જગ્યાએ રસ્તા તૂટી ગયા છે.’

લગભગ 200 વાહનોમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ ગુરુવારે રસ્તામાં ફસાઈ ગયા હતા. તેમને ગુરુવાર રાત્રે પોલીસ સ્ટેશન, ગુરદ્વારા, ITBP કેમ્પ અને સ્થાનિક ઘરોમાં આશરો આપવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘શુક્રવારે સવારે તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને હવે તેઓ ગૅંગટોક તરફ રવાના થઈ ગયા છે.’ જો કે, ગુરુવાર અથવા તેના પહેલાં જ લાચેન અને લાચુંગ પહોંચી ગયેલા પ્રવાસીઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ગુરુવાર રાત્રે માહિતી મળી કે લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લીમા વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયા છે. આને ધ્યાનમાં રાખીને શુક્રવાર માટે ઉત્તર સિક્કિમના તમામ ટ્રાવેલ પરમિટ રદ્દ કરવામાં આવ્યા છે, જેમાં પહેલાંથી જારી કરાયેલા પરમિટ પણ શામેલ છે.’

ટુર ઓપરેટરોને સૂચનાઓ જારી

જિલ્લા પ્રશાસને ટુર ઓપરેટરોને સૂચનાઓ આપી છે કે શુક્રવારે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રવાસીઓને ઉત્તર સિક્કિમ ન મોકલવામાં આવે. લાચેન અને લાચુંગ જેવા સ્થળો પર હોટલો સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે. લાચેનના સ્થાનિક લોકોએ પ્રવાસીઓની અવરજવર માટે વૈકલ્પિક લાકડાનું પુલ બનાવ્યું છે. 3 ઓક્ટોબર 2023ના રોજ તીસ્તા નદીમાં ગ્લેશિયર લેક ફાટી જતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર લાચેન હતો. લાચેન આશરે ડેઢ વર્ષ સુધી કટાયેલા અવસ્થામાં રહ્યો. ચાલું વર્ષની માર્ચથી પ્રવાસન સિઝન ફરી શરૂ થયો છે. જેથી લાચેનના ટુર ઓપરેટરો અને હોટલ માલિકોને પ્રવાસીઓની વધતી સંખ્યાથી આનંદ થયો હતો, પરંતુ તાજેતરની ઘટનાએ ફરીથી ચિંતા ઉભી કરી છે.

પહલગામ હુમલાના પીડિતોને મળવા શ્રીનગર પહોંચ્યા રાહુલ ગાંધી

0

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઉભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.

તેમણે કહ્યું કે, ‘જમ્મુ-કાશમીરમાં અમારા ભાઈ-બહેનો પર કેટલાક લોકો હુમલો કરી રહ્યા છે, તે જોઈને મને દુઃખ થયું છે. જે કંઈપણ થયું તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. મેં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી એક પીડિત સાથે મુલાકાત કરી. મેં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને એલજી મનોજ સિન્હા સાથે પણ મુલાકાત કરી. મારો પ્રેમ અને સ્નેહ હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. ગઈકાલે અમારી અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. અમે સરકારને તમામ પગલા ભરવા માટે સમર્થન આપ્યું છે.’

રાહુલ ગાંધીએ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી અને પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા અંગે ચર્ચા કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, રાહુલ ગાંધી પહેલા અહીં સેનાની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ કારતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. સેનાની વેશમાં આવેલા આતંકીઓે બૈસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઈડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કર્યો હતો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનીક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે.