Home Blog Page 448

તિબેટમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા

0

રવિવારે મધ્યરાત્રિ પછી સવારે 2:41 વાગ્યે (ભારતીય સમય મુજબ) તિબેટમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. NCS અનુસાર ભૂકંપનું કેન્દ્ર તિબેટ ક્ષેત્રમાં હતું. જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. નોંધનીય છે કે, ભૂકંપની અસર ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ અનુભવાઈ હતી.

માહિતી આપતાં NCS એ જણાવ્યું કે તેઓ આ વિસ્તારમાં ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યે તિબેટમાં એક જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. આનાથી તિબેટ હચમચી ગયું છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે, મધ્યરાત્રિએ સૂતા તિબેટી લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા. હાલમાં ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

૧૨ મે, ૨૦૨૫ / સોમવારના દિવસે આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળ ંમાં વધારો થાય. અાવકનું ખાસુ મજબૂત થતું જણાય. ધારેલી અાવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યો ની પ્રગતિથી અાનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામપત્ય સુખમાં અાનંદ.

વૃષભ ઃ-

એણગમતા સંજોગો નો સામનો કરવો પડે. અાવક અંગેે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ-

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે.અાવક જળવાશે. પરિવારના સભ્યો સાથે અાત્મીયતા વધે. જૂના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય અાયોજન શક્ય બને. સંતાન ની પ્રગતિ થી અાનંદ વધે.

કર્કઃ-

દિવસ દરમ્યાન અાનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નિવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બયતી અને ધંધામાં પ્રગતિ થાય. અાથી અાવક વધે.ઠંડાપીણા, પાણી, અાઇસક્રીમ ના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ-

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ અાનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. અારોગ્ય સાચવવું.

કન્યાઃ-

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. અાર્થિક પાસું મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ-

સૈંદર્ય, કલા અને રસીક તત્વના સંયોગથી અાનંદ ની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વતા માં વધારો થાય છે. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવર ની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્વિકઃ-

સ્વભાવમાં ગુસ્સા નું પ્રમાણ વધે. અાવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. અાથી નોકરી-ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ-

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો લઇ ન લે અેનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. અારોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે અાનંદ માં વધારો થાય.

મકરઃ-

નવી નોકરી અથવા ધંધાની શરૂઅાત શક્ય બને. હાલ ના કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય, માતૃપક્ષ તરફથી લાભ. અાર્થિક રોકાણો માં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. અોટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલિંગના ધંધા માં વિશેષ લાભ.

કુંભઃ-

ભાગ્ય મજબૂત હોવાને કારણે અોછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. અાવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગાર ના સાધનો ના ક્ષેત્રે વિશે્ષ લાભ. પત્નિ ના ગુસ્સાનો સામનો કરવો પડે. અારોગ્ય જળવાય.

મીનઃ-

મજબૂત અાત્મબળને કારણે સાહસિક નિર્ણંય લઇ શકો. પરિવારમાં અાનંદ જળવાય. અાવક નું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયત ની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા. વાગવા થી. સાચવવું. સંતાન સુખ સારૂં.

પાકિસ્તાન સાથેનો યુદ્ધવિરામ કેટલું ભરોસાપાત્ર? ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૮ના યુદ્ધવિરામ પછી શું થયું હતું?

  • જગતજમાદાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધવિરામ કરાવવાનો અભરખો હતો, પરંતુ ટ્રમ્પને પણ કડવો અનુભવ થશે ત્યારે ખ્યાલ આવશે
  • ગદ્દારી પાકિસ્તાનના લોહીમાં છે અને એટલે જ ભારત-પાક.ના ભાગલા વખતે સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતીઃ દેશને આઝાદી મળી અને સત્તાલાલચુઓએ અખંડ ભારતના બે ટુકડા કરાવી દીધા હતા
  • ૧૯૭૧માં સ્વ.વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ પાકિસ્તાનને ઘૂંટણિએ લાવી વિશ્વના નકશામાં બાંગ્લાદેશના નામે એક સ્વતંત્ર દેશની રચના કરી હતી, પરંતુ ત્યાર પછી પણ પાકિસ્તાનનુંઝેર ઓછું થયું નહોતું
  • સ્વ.વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ દોસ્તીનો હાથ લંબાવી બે દેશોને ફરી એક કરવા સમજૌતા એક્સપ્રેસ નામથી ટ્રેન અને બસ વહેવાર શરૂ કર્યો પરંતુ પરિણામ એ જ આવ્યું; ૧૯૯૮માં કારગીલ યુદ્ધ કરવું પડ્યું, આ સમયે દોસ્તીના હાથની પાછળ પાકિસ્તાને પીઠમાં ખંજર માર્યું હતું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૦૧૫ના ડિસેમ્બર માસની ૧૫મી તારીખે પડોશી દેશ સાથે દોસ્તીનો હાથ લંબાવવા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા પહોંચી ગયા હતા, પરંતુ વડાપ્રધાન મોદીએ દાખવેલા ભાઈચારાના બદલામાં પાકિસ્તાને શું આપ્યું? અને કેટલી કદર કરી?
  • વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ પુલવામામાં સૈનિક થાણામાં થયેલ હુમલામાં ૪૦ ભારતીય જવાનોના મોતની ઘટના અને છેલ્લે પહેલગામમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘટનાએ ફરી એક વખત પુરવાર કર્યું કે પાકિસ્તાનને યુદ્ધવિરામ આપેલા વચનની કોઈ જ કિંમત નથી

ગુજરાતીમાં એક કહેવત છે ‘‘વાર્યા ન વળે એ હાર્યા વળે’’. મતલબ અનેક વખત સમજાવવા છતાં વાત માને નહીં એવા લોકો ઠોકર વાગે ત્યારે પાછા વળે. યુદ્ધનો માર્ગ દુનિયામાં ક્યાંય પણ સુખ અપાવનારો રહ્યો નથી. સેંકડો સૈનિકોની લાશો ઉપર મેળવેલી સત્તા એ ખરેખર સત્તા નથી. અન્યાય સામે લડવું એ રાજધર્મ છે. દેશની પ્રજા માટે થઈને જંગ માંડવો પડે તો એ ન્યાયિક છે. પરંતુ પોતાના બદઇરાદા પાર પાડવા માટે લોકોની સતામણી કરતા રહેવું ન્યાયિક નથી.પાકિસ્તાનનો જન્મ જ વિભાજનવાદી પરિબળોની જીદને કારણે થયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી છુટકારો મેળવવા હિંદુ અને મુસલમાનો સાથે મળીને આઝાદીનો જંગ લડ્યા હતા, પરંતુ ૧૯૪૭માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યાર બાદ પાકિસ્તાનના સર્જક ઝીણાના મનમાં સળવળી રહેલી સત્તાની લાલસા અખંડ ભારતના ભારત અને પાકિસ્તાન નામે ભાગલા કરાવીને રહી હતી. અંગ્રેજો સામેની લડાઈમાં જેટલું માનવલોહી રેડાયું નહોતું એટલું માનવલોહી ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે રેડાયું હતું. વળી, પાકિસ્તાનનું સર્જન ‘કોમ’ના નામે થયું હતું. ત્યાર પહેલા અખંડ ભારત બિનસાંપ્રદાયિક દેશ હતો અને ભાગલા પછી પણ ભારત બિનસાંપ્રદાયિક દેશ રહ્યો છે. આજે પણ ભારતના બંધારણમા ભારતમાં રહેતા પ્રત્યેક નાગરિક-હિંદુ હોય કે મુસલામન હોય કે ઇસાઇ હોય- તમામને નાગરિકતાના સમાન અધિકાર છે. ભારતમાં આનાથી પણ આગળ વધીને સમાનતાના નામે વિશેષ અધિકારો આપવામાં આવે છે. કદાચ દુનિયામાં કોઇ એવો દેશ નહીં હોય કે જ્યાં ચોક્કસ સમુદાય માટે વ્યક્તિગત કાયદાકીય અધિકાર હશે. ભારતમાં ‘‌મુસ્લિમ પર્સનલ લો’ આનું જીવંત ઉદાહરણ છે. આ ‘પર્સનલ લો’ના કારણે બંધારણમાં પણ વિશેષ અધિકાર મળે છે. ચોક્કસ સમુદાયના નામે આટલા વિશેષ અધિકાર ક્યાં હોઈ શકે? ખુદ ઇસ્લામિક દેશોમાં પણ આટલી છૂટ આપવામાં આવતી નથી.

ખેર, ભારત-પાકિસ્તાનના ભાગલાનો કાળ અત્યંત દુઃખદાયી રહ્યો હતો. અનેક નિર્દોષ લોકોની કતલ કરવામાં આવી હતી. આ એવા લોકો હતા, જે ને ભાગલા સાથે કોઈ નિસ્બત નહોતી, પરંતુ તેમના દિલો-દિમાગમાં ‘કોમવાદ’નું ઝેર રેડી દેવામાં આવ્યું હતું. આઝાદી પૂર્વે જે હિંદુ-મુસ્લિમ પરિવારો અડોશ-પડોશમાં રહીને એકબીજાના જીવનમાં સહભાગી બનતા હતા એ લોકો રાતોરાત ‘કોમ’ના નામે એકબીજાના લોહીના તરસ્યા બની ગયા હતા. શેરી-મહોલ્લામાં ઊછરી રહેલા બાળકોને હિંદુ, મુસલમાન કે ઇશ્વર-અલ્લાહના નામે કોઇ ભેદભાવ નહોતો એવા બાળકોના મનમાં પણ કોમવાદનું ઝેર રેડીને કોમવાદી બનાવી દેવામાં આવ્યા હતા અને આ બધું માત્ર ને માત્ર સત્તાની ‘હવસ’ માટે થયું હતું.અને જે દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે ભાગલાની ‘રેખા’ ખેંચવામાં આવી એ દિવસથી જ પાકિસ્તાનના શાસકોએ ભારત સામે ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું અને કાશ્મીરના મુદ્દાને લઈને ભારત સાથે સંઘર્ષના મંડાણ કર્યા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પણ કાશ્મીર ભારતનો જ હિસ્સો હતો. બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરીને કાશ્મીરને કેટલીક સ્વતંત્રતા આપવામાં આવી હતી, પરંતુ ભારતના નકશામાંથી ક્યારેય પણ અલગ કરાયું નથી. વીતેલા દાયકાઓ દરમિયાન કાશ્મીરના મુદ્દે પાકિસ્તાને સેંકડો વખત ઉધામા કરી ભારત સાથે સતત શિંગડા ભેરવવાનું ચાલુ રાખ્યું છે અને આ લડાઇમાં જ આતંકવાદનો જન્મ થયો હતો આતંકવાદી કોઈ દેશભક્ત નથી, સેનાની નથી કે પ્રજાના હામી નથી; બલ્કે એક ‘સોપારીબાજ’થી વિશેષ નથી. કોઇપણ એક દૂષણને પેદા કરવું સહજ છે. પરંતુ પોષવું અઘરું છે. પાકિસ્તાની શાસકોએ ભારતને પજવવા ભારતમાં ભાંગફોડ કરવા આતંકીઓ પેદા કર્યા, પરંતુ હવે તેને પોષવા માટે બજેટનો ખૂબ મોટો હિસ્સો ફાળવવો પડે છે.

પાકિસ્તાની શાસકોએ ભારત સાથે સંઘર્ષ કરતા રહેવાને પગલે વિકાસનો માર્ગ અખત્યાર કર્યો હોત તો પાકિસ્તાને દુનિયા પાસે ભીખ માંગવાના સંજોગોનું નિર્માણ જ થયું ન હોત. કારણ, પાકિસ્તાન સાવ ખોખલો દેશ નથી. જો કરતા આવડે તો સમૃ‌દ્ધ ખેતી છે, જમીનમાં મિનરલ્સ પણ છે અને બુદ્ધિમતા પણ છે પરંતુ શાસકોએ પ્રજાના મનમાં ભારતવિરોધી ઝેર રેડીને આખા દેશને ખોખલો કરી નાંખ્યો છે.પાકિસ્તાને ભારત સામે અત્યાર સુધી કરેલા યુદ્ધ સાવ અકારણ હતા. આઝાદી બાદ કે અખંડ ભારત વખતે પણ ભારતે ક્યારેય પણ પાકિસ્તાનની ઉશ્કેરણી કરી હોવાની એકપણ ઘટના નોંધાઈ નથી. ૧૯૬૫માં સાવ કારણ વગર પાકિસ્તાને ભારત ઉપર ચઢાઇ કરી હતી અને ખુંવારી વેઠીને હાર સ્વીકારવી પડી હતી. ત્યાર બાદ ૧૯૭૧માં પણ પાકિસ્તાની શાસકોને ફરી યુદ્ધ કરવાની ચળ ઉપડી હતી અને પરિણામ શું આવ્યું એ દુનિયાની સામે છે. બલ્કે દુનિયાના નકશામાં ‘બાંગ્લાદેશ’ નામના એક દેશનો વધારો થયો હતો. એ વખતના વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધી અને ભારતીય સેનાએ પાકિસ્તાનને જબરજસ્ત લપડાક આપવા સાથે પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવીને ‘બાંગ્લાદેશ’ની રચના કરી હતી. મતલબ, પાકિસ્તાની શાસકોએ એક આખો પ્રદેશ ગુમાવી દેવો પડ્યો હતો.આટલી જબરજસ્ત લપડાક પછી સાવ બુદ્ધિવગરની વ્યક્તિને પણ પોતાની ભૂલનો અહેસાસ થાય પરંતુ મનમાં ‘કોમવાદ’ નામે ઝેર ભરીને ફરતા પાકિસ્તાની શાસકોની માર ખાધા પછી પણ અક્કલ ઠેકાણે આવતી નથી. આમ છતાં ભારત તરફથી વખતોવખત દોસ્તીનો હાથ લંબાવવામાં આવતો રહ્યો છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઇ અને તેમની પૂર્વેના શાસકોએ પાકિસ્તાન સાથેના સંબંધો સામાન્ય બનાવવા ‘સમજૌતા એકસપ્રેસ’ નામે ટ્રેન વહેવાર અને બસ વહેવાર શરૂ કર્યા હતા. બંને દેશના લોકો વચ્ચેનો વહેવાર સાવ સામાન્ય બની ગયો હતો. બંને દેશની સરકારો એકબીજા પ્રત્યે વિશ્વાસ મૂકીને વહેવાર કરતી હતી. આયાત-નિકાસ બધું જ ચાલતું હતું, પરંતુ હંમેશાં પીઠમાં ખંજર મારવાની કુટેવ ધરાવતા પાકિસ્તાની શાસકોએ ૧૯૯૮ના વર્ષના મે અને જુલાઇ માસમાં કારગીલમાં ઘુસણખોરી કરીને ભારતની પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું હતું. અલબત્ત, ભારત સરકારે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને ઘુંટ‌િણયે લાવી દીધું હતું અને ભારતીય સેનાએ ઘેરી લીધેલા પાંચ હજાર સૈનિકોને છોડાવવા પાકિસ્તાને આજીજી કરવી પડી હતી. અલબત્ત, ઉદાર‌િદલ ધરાવતી ભારત સરકાર અને શાસકોએ પાકિસ્તાનના એક પણ સૈનિકનું લોહીનું ટીપું વહેડાવ્યા વગર પાછા ફરવા માટેનો માર્ગ ખોલી આપ્યો હતો.આટલી ઉદારતા પછી પણ પાકિસ્તાની શાસકોનું ઝેર ઓછું થયું નહોતું અને આતંકીઓને એ જ ઝેર પીવડાવી ભારતમાં સમયાંતરે નાપાક હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું.

ભારતના વડાપ્રધાન ખુદ નરેન્દ્ર મોદી ડિસેમ્બર ૨૦૧૫ની ૧૫મી તારીખે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની મહેમાનગ‌િત માણવા સામે ચાલીને પાકિસ્તાન ગયા હતા અને શરીફની માતા પૌત્રી માટે ભારતીય ભેટ સોગાદો લઇ ગયા હતા. આટલી ઉદારતા કોણ દાખવે? અને શા માટે દાખવે? અલબત્ત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું ઇચ્છતા હતા કે સંબંધો સુધારવા કોઈએ પણ પહેલ કરવામાં વાંધો હોવો જોઈએ નહીં અને મોદીએ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂથી શરૂ કરીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના બધા જ શાસકોએ પાકિસ્તાનને ક્યારેય દુશ્મન દેશ માન્યો નથી, પરંતુ સામે પક્ષે પાકિસ્તાને ક્યારેય પણ ભારતને પોતાનું પડોશી કે મિત્ર રાષ્ટ્ર માન્યું નથી. અન્યથા આતંકીઓને હાથો બનાવીને ભારતમાં હુમલા કરવાના પ્રયાસ કર્યા ન હોત. પુલવામામાં સૈનિકો ઉપર હુમલો અને ભારતના ૪૦ જવાનોની શહીદીની ઘટના અને છેલ્લે પહલગામમાં સાવ નિર્દોષ ૨૬ સહેલાણીઓની છાતીમાં ગોળીઓ ધરબી દેવાની ઘટના બનવા પામી નહોત.પુલવામામાં ૪૦ જવાનોની શહીદી અને પહેલગામમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડથી ભારત સ્વાભાવિક હચમચી ગયું હતું. ભારતની વળતી પ્રક્રિયા બિલકુલ વ્યાજબી હતી, પરંતુ ભારતે એક પણ નાગરિક વસાહતો કે પાકિસ્તાનના લશ્કરી થાણાને નિશાન બનાવ્યા નહોતા. આતંકીઓનો નાશ કરવો આ એકમાત્ર ભારતનો ઉદ્દેશ હતો, પરંતુ સામે પક્ષે પાકિસ્તાને ભારતની સરહદી નાગરિક વસાહતોને નિશાન બનાવીને ડ્રોન, રોકેટ, મોર્ટારાર હુમલા કરીને પોતાના ‘નાપાક’ ઇરાદાઓ જાહેર કરી દીધા હતા.

અલબત્ત, ભારતે પાકિસ્તાનના તમામ લક્ષ્યાંકો નિષ્ફળ બનાવીને ભારતીય સેનાની તાકાતનો પરચો બતાવ્યો હતો અને ગણતરીના ત્રણ દિવસમાં પાકિસ્તાનની ‘સાન’ ઠેકાણે આવી ગઈ. અલબત્ત, ભૂતકાળમાં પણ પાકિસ્તાન અનેક વખત શરણાગતિ સ્વીકારી ચૂક્યું છે.આજે શનિવાર તા.૧૦મી મેના રોજ બપોરે પાકિસ્તાની સેનાના વડાએ ભારતીય સેનાના વડાને જાણ કરીને પોતે યુદ્ધ‌વિરામની જાહેરાત કરી હતી. અલબત્ત હિંસામાં નહીં માનતા ભારતનો પ્રત્યુત્તર પણ સાનુકૂળ હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશના વડાપ્રધાન અને સમકક્ષ સાથે ચર્ચા કરી હતી અને બંને દેશોને ‘યુદ્ધ‌વિરામ’ માટે સમજાવ્યા હતા.પરંતુ ભારતે યુદ્ધ‌વિરામના બદલામાં કોઈ જ શરતનો સ્વીકાર કર્યો નહોતો તેમજ મધ્યસ્થી પણ સ્વીકારી નહોતી. બંને દેશો વચ્ચેના પ્રશ્નોનો નિકાલ માત્ર ને માત્ર બંને દેશો મળીને જ લાવશે એવી ચોખ્ખી સ્પષ્ટતા સાથે યુદ્ધ‌વિરામનો સ્વીકાર કરીને લશ્કરી કાર્યવાહી ઉપર રોક લગાવી હતી.પરંતુ પાકિસ્તાન સાથેના ભૂતકાળના અનુભવો જોતા નિષ્ણાતોને શંકા છે કે સીમાપારથી આતંકવાદીની પ્રવૃત્તિ સંદતર બંધ થઇ જશે એવું વિશ્વાસ મૂકીને કહી શકાય નહી. યુદ્ધવિરામ એ દેશ અને દુનિયા માટે સારી વાત છે, પરંતુ ભારતે સીમાપારની આતંકી પ્રવૃત્તિ સામે હંમેશ સતર્ક રહેવું પડશે.

પાકિસ્તાની હુમલાના ખતરા વચ્ચે કચ્છમાં ડ્રોન પ્રતિબંધિત

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ છે. દરમિયાન પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. આ પછી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. જિલ્લા વહીવટીતંત્રે સૂચનાઓ જારી કરીને કચ્છ જિલ્લામાં કોઈપણ પ્રકારના UAV/ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાં જ જો આવું કરતા કોઈ જોવા મળશે તો સજા પણ આપવામાં આવશે. આ આદેશ 15 મે સુધી અમલમાં રહેશે.

જિલ્લા વહીવટીતંત્રે આદેશ જારી કર્યો
કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા UAV/ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભે એક આદેશ જારી કરવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશ મુજબ, “કચ્છ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રિમોટ સેન્સિંગ, ખાણકામ, કાયદો અને વ્યવસ્થા, આંતરિક સુરક્ષા, સંરક્ષણ સિવાય કોઈપણ સરકારી અથવા ખાનગી સંસ્થા/વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના UAV/ડ્રોનનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 2023 ની કલમ 223 હેઠળ સજાને પાત્ર રહેશે. આ સૂચના 15/05/2025 સુધી અમલમાં રહેશે.”

ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું
તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતે 06-07 મેની રાત્રે પણ પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આમાં ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે આ હુમલાને કાર્યવાહી ગણાવી હતી. આ સાથે ભારતે કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાનના કોઈપણ લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું નથી અને ન તો તેના દ્વારા કોઈ નાગરિકને નુકસાન થયું છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ મહત્વની બેઠક કરી, એક્શનમોડમાં છે PM મોદી

0

શુક્રવારે પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેમને નિષ્ફળ બનાવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે. આજે શનિવારે રક્ષા મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે પ્રેસકોન્ફરન્સ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ અને તમામ સશસ્ત્ર દળોના વડાઓ સાથે લાંબી બેઠક કરી. અગાઉ વિદેશ મંત્રાલય અને સેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને તુર્કી ડ્રોનનો ઉપયોગ કરીને ભારતના અનેક લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને પોતાના એરપોર્ટ પર નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે 7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી સમગ્ર પશ્ચિમ સરહદ પર અનેક વખત ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો.

એર સ્ટ્રાઈકમાં જૈશ-લશ્કરના 5 ખતરનાક આતંકી ઠાર, નામોની યાદી આવી સામે

0

ભારત પાકિસ્તાન સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. પાકિસ્તાને શુક્રવારની રાત અને શનિવારની સવારે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં 26 સ્થાનો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. પહલગામ હુમલાનો બદલો લેવા ભારતે કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓના મોત થયા હતા. રક્ષા મંત્રાલય દ્વારા આનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

મુદસ્સર ખડિયાન ખાસ ઉર્ફે અબુ જિંદાલઃ લશ્કર-એ-તૈયબાના આતંકી મુદસ્સર ખાડિયાન ખાસ મરકઝ તૈબા, મુદરિકેનો પ્રમુખ હતો. પાકિસ્તાની સેના દ્વારા તેના અંતિમ સંસ્કારમાં ગોર્ડ ઓફ ઑનર આપ્યું હતું.

હાફિઝ મુહમ્મદ જમીલઃ આ જૈશ-એ-મોહમ્મદનો આતંકી હતો. તે મૌલાના મસૂદ અઝહરનો સાળો પણ હતો. મરકઝ સુબ્હાન અલ્લાહ, બહાવલપુરનો પ્રભારી હતો. મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ફંડિંગમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો.

મોહમ્મદ યૂસુફ અઝહરઃ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો આતંકી હતો. તે પણ મૌલાના મસૂદ અઝહરનો સાલો હતો. તે હથિયારોની ટ્રેનિંગ આપતો હતો. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ઘણા આતંકી હુમલામાં તેનો હાથ હતો.

ખાલિદ ઉર્ફે અબુ આકશાઃ લશ્કર-એ-તૈયબાનો આતંકી જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ છે. અફઘાનિસ્તાનથી હથિયારની તસ્કરીમાં સામેલ હતો. તેના અંતિમ સંસ્કાર ફૈસલાબાદમાં થયા હતા. જેમાં પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારી અને ડેપ્યુટી કમિશ્નર ઉપસ્થિત હતા.

મોહમ્મદ હસન ખાનઃ જૈશ-એ-મોહમ્મદનો આતંકી મોહમ્મદ હસન ખાન પીઓકે ઑપરેશનલ કમાન્ડર મુફ્તિ અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો. જમ્મુ-કાશ્મીરમાં થતાં આતંકી હુમલામાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો.

જોધપુરમાં એક પછી એક 4 વિસ્ફોટ, જિલ્લા કલેક્ટરે જાહેર શાંતિની કરી આ અપીલ

0

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં અરાજકતાનું વાતાવરણ છે. મળતી માહિતી મુજબ, જોધપુર જિલ્લાના બે ગામ ધધૂ અને ઉગ્રાસમાં એક સાથે ચાર વિસ્ફોટ થયા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ શંકાસ્પદ વસ્તુને તોડી પાડી છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી. જોધપુરના જિલ્લા કલેક્ટરે હવે લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે અને ઘણી માર્ગદર્શિકા આપી છે.

જોધપુરના લોકોને ઘરમાં રહેવાની સૂચના
સાયરન વાગ્યા પછી જોધપુરમાં બજારો બંધ છે. બધા બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. લોકોને કોઈપણ કાર્યક્રમમાં હાજરી ન આપવા પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ગૌરવ અગ્રવાલે લોકોને આ અપીલ કરી છે.

કલેક્ટર ગૌરવ અગ્રવાલે નિવેદન આપ્યું
રાજસ્થાનના જોધપુર જિલ્લાના કલેક્ટર ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમને આજે સવારે રેડ એલર્ટ માટે સૂચનાઓ મળી હતી, જેના કારણે હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવ્યા હતા. હું બધા લોકોને અપીલ કરું છું કે તેઓ તેમના સલામત સ્થળોએ રહે. કોઈપણ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો અને તમારા ઘરોમાં સુરક્ષિત રહો.”

પોખરણમાં પણ ત્રણ વિસ્ફોટ
ફલોદીમાં પણ, રોડવેઝ બસો અને ખાનગી બસોની અવરજવર આગામી આદેશો સુધી બંધ કરવામાં આવી છે. સામાન્ય લોકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રસ્તાઓ પર વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેસલમેર અને બાડમેરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જેસલમેરમાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. પોખરણમાં પણ ત્રણ વિસ્ફોટ થયાના અહેવાલ છે અને ગામ ખાલી કરાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાઈ એલર્ટ, કચ્છ સરહદ પર પાકિસ્તાનના ડ્રોન હુમલા

‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ કચ્છ સરહદે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાને આદિપુર અને અબડાસાના ધ્રૂફી ગામ નજીક ડ્રોન હુમલાઓ કર્યા, જેમાં એક ડ્રોન તૂટી પડ્યું. ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાને જાસૂસી માટે ડ્રોન ઉડાડ્યા, પરંતુ ભારતીય સેનાએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા, જ્યારે બે ડ્રોન પાકિસ્તાને પાછા ખેંચ્યા. શુક્રવારે ફરીથી ત્રણ ડ્રોન તૂટી પડ્યા, જેના કારણે કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરાયું. ભારતીય વાયુસેનાના સર્વેલન્સ વિમાનો કચ્છના આકાશમાં સતત ગસ્ત કરી રહ્યા છે. લોકોને ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે.

આગોતરી તૈયારીઓ હેઠળ, ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં 150 બેડ સેના માટે અનામત રખાયા, જ્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં બેડ અને દવાઓની વ્યવસ્થા કરાઈ. કચ્છ, પોરબંદર, અને બનાસકાંઠામાં એમ્બ્યુલન્સ મોકલાઈ. નાગરિકોએ બેટરી, મીણબત્તી, અનાજ, અને શાકભાજીની ખરીદી વધારી. ગુજરાતના સાત એરપોર્ટ ભુજ, રાજકોટ, પોરબંદર, કંડલા, મુન્દ્રા, જામનગર, કેશોદ આગામી સૂચના સુધી બંધ રાખવામાં આવ્યા છે, જે અગાઉ 15 મે સુધીની જાહેરાત હતી.

LoC પર ફરી ભારે ગોળીબાર, સુરક્ષા એજન્સીઓએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

0

પાકિસ્તાની સેના પોતાની ગતિવિધિઓથી બિલકુલ પણ દૂર થઈ રહી નથી. પાકિસ્તાન તરફથી LOC પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. ભારત પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપી રહ્યું છે. હવે પાકિસ્તાન દ્વારા નૌશેરામાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે. જેના કારણે એલઓસીના નૌશેરા સેક્ટરના લામ, લાધોકા, ઝાંગર, સરૈયા અને સેર-મકડી ગામ પ્રભાવિત થયા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ગામડાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને આ ગામડાઓને ખાલી કરાવવામાં આવ્યા છે.

કુપવાડાના ડીસી ક્રાલપોરાની મુલાકાતે
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, કુપવાડાના ડીસી અને એસએસપી કુપવાડા એ ક્રાલપોરાની મુલાકાત લીધી અને સરહદ પારથી થયેલા ગોળીબાર બાદ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. કુપવાડામાં નિયંત્રણ રેખા નજીક આવેલા ઘરો પાકિસ્તાની ગોળીબારમાં નાશ પામ્યા હતા. નાગરિકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. તે જ સમયે, જમ્મુના સાંબામાં ઘુસણખોરો પર હુમલો કરવામાં આવ્યો.

ગુરુવાર-શુક્રવાર રાત્રે, પાકિસ્તાને સરહદી રાજ્યો પર ભારે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. ભારતની હવાઈ સુરક્ષા પ્રણાલીએ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને સફળ થવા દીધા નહીં. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન પર હુમલો કર્યો હતો. ગુજરાતમાં પણ કેટલાક ડ્રોન જોવા મળ્યા હતા. આ કારણે ભારતના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ પણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાનના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો અને દુશ્મન દેશને હરાવ્યો.

પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરનાર યુપી-મહારાષ્ટ્રના અનેક લોકોની ધરપકડ

0

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન, યુપી અને મહારાષ્ટ્રમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પર સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ઝિંદાબાદ જેવા નારા અને પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરવાનો આરોપ છે. એક આરોપી યુપીના મુઝફ્ફરનગરનો છે અને બાકીના બે આરોપી મહારાષ્ટ્રના પુણે અને ભિવંડીના છે.

શુક્રવારે પોલીસે યુપીના મુઝફ્ફરનગરથી એક વ્યક્તિની ધરપકડ કરી. સોશિયલ મીડિયા પર “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવતો એક વીડિયો વાયરલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં કરવામાં આવી હતી. સર્કલ ઓફિસર રાજુ કુમાર સાવએ જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થયા બાદ અનવર જમીલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં અમે ધરપકડ કરાયેલ વ્યક્તિની પૂછપરછ કરી રહ્યા છીએ. જમીલે દાવો કર્યો હતો કે તે તેના મિત્ર દ્વારા બનાવેલો જૂનો વીડિયો હતો અને તેણે તેની સાથે શરત લગાવ્યા પછી સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક હિન્દુ અધિકાર કાર્યકરોએ તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે.

ફરિયાદ બાદ, કોંધવા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ (ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા માટે જોખમી કૃત્યો), ૧૯૬ (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), ૨૯૯ (ધાર્મિક લાગણીઓ ભડકાવવી) અને ૩૫૨ (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. “તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે,”