Home Blog Page 444

જમ્મુ કાશ્મીરમાં આતંક પર સેનાની મોટી સફળતા: 24 કલાકમાં 6 ઠાર

0

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. આજે ભારતીય સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં જાણકારી આપવામાં આવી છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 48 કલાકમાં બે મોટા ઓપરેશન હેઠળ છ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

ભારતીય સેનાએ જણાવ્યું છે કે કાશ્મીરના ત્રાલ અને શોપિયાંમાં બે ઓપરેશન ચલાવવામાં આવ્યા. એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં હતું જ્યારે બીજું પહાડી વિસ્તારમાં. કુલ છ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સેનાએ જણાવ્યું છે કે આ જ રીતે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે. સુરક્ષાદળો વચ્ચે સામંજસ્ય ખૂબ સારું રહ્યું જેના કારણે ઓપરેશન સફળ રહ્યું. લોકોનો પણ સારો સહયોગ મળ્યો તેથી તેમનો પણ આભાર.

ભારતીય સેનાએ અગાઉ પાકિસ્તાન તથા પીઓકે સ્થિત આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આટલું જે નહીં ઓપરેશન બાદ પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાથી પણ સેનાએ દેશને બચાવ્યો અને તમામ સૈન્ય ઠેકાણા સુરક્ષિત રહ્યા.

વ્યાજખોરો અને દાદાગીરી કરનારા સામે સરકારનો કડક એક્શન : હર્ષ સંઘવી

ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત સરકારના કાયદા અનુસાર જે કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ હોય, તેના બંદૂકના લાઈસન્સ રદ કરવામાં આવશે. આ અંતર્ગત પોલીસ વિભાગે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે અને પ્રથમ પગલું તરીકે ગાંધીધામ પોલીસ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે વ્યાજખોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા આરોપીઓએ પોતાના કૌભાંડમાંથી કમાવેલી રકમથી ખરીદેલી મિલ્કતો પણ હવે જપ્ત કરવામાં આવી રહી છે. આ પગલાં રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લીધા ગયા છે. વ્યાજખોરો સામે ગુજસીટોક સહિતના ગુના દાખલ કરાયા છે. ગુજરાતમાં ચારેય દિશામાં એટલે કે સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોને અંકુશમાં લેવાની આ પ્રક્રિયા ચાલી રહી છે.

ગુજરાતમાં બર્થ ડે સેલિબ્રેશન કે વરઘોડામાં હથિયારનો ઉપયોગ કેટલાક લોકો કરતા હોય છે. આ ઉપરાંત જે તે વિસ્તારના માથાભારે તત્વો સાથે હથિયાર રાખીને વટ મારતા હોય છે. આ લોકો પર અંકુશ લાવવા માટે ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghavi એ ગુજરાત પોલીસને સખત શબ્દોમાં આદેશ કર્યા છે. હર્ષભાઈ સંઘવીએ આજે જણાવ્યું છે કે, માત્ર માત્ર વટ મારવા માટે હથિયાર લઈને ફરશો તો પછતાશો અને હથિયારનું લાયસન્સ રદ કરવામાં આવશે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું છે કે, વિઝિબલ રીતે હથિયાર લઈને ફરશો તો પછતાશો.

સુરત: પર્વતગામમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, લાખોનું માલ બળીને ખાક

સુરતના પર્વતગામ સ્થિત આવેલી અવધ ઋતુરાજ ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

મળતી માહિતી મુજબ સુરતના પર્વતગામ ગોડાદરા રોડ પર આવેલી અવધ ઋતુરાજ ટેક્સટાઈલ માર્કેટના પાંચમાં માળે આવેલી પીન્કેશ ટેક્સટાઈલ નામની કાપડની દુકાનમાં સવારના સમયે આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ પ્રસરી જતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. પરંતુ કાપડની દુકાનમાં આગના પગલે કાપડનો જથ્થો, કોમ્યુટર સેટ બળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

ગૃહ મંત્રાલયે IAS અને IPS અધિકારીઓની બદલીની કરી, જાણો કોને ક્યાં પોસ્ટિંગ મળ્યું

0

ગૃહ મંત્રાલયે 66 IAS અને IPS અધિકારીઓની બદલી કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે એક સૂચના જારી કરવામાં આવી છે, જે મુજબ ડીસીપી નવી દિલ્હી દેવેશ મહાલા અને ડીસીપી દક્ષિણ પશ્ચિમ સુરેન્દ્ર ચૌધરીને અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યા છે. જ્યારે સંજીવ કુમાર યાદવને જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી પાછા મોકલી દેવામાં આવ્યા છે.

કોની ક્યાં ટ્રાન્સફર થઈ?

  • આશિષ ચંદ્ર વર્મા – દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર
  • અનિલ કુમાર સિંહ – દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર
  • સુધીર કુમાર – દિલ્હીથી મિઝોરમ
  • દિલરાજ કૌર- આંદામાન નિકોબારથી દિલ્હી
  • પાંડુરંગનો ધ્રુવ – જમ્મુ કાશ્મીરથી દિલ્હી
  • વિજય કુમાર બિધુરી – જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી
  • ચંચલ યાદવ- દિલ્હીથી આંદામાન નિકોબાર
  • સચિન શિંદે – દિલ્હીથી આંદામાન નિકોબાર
  • વિનોદ પી. કાવલે – દિલ્હીથી મિઝોરમ
  • રમેશ વર્મા – ગોવાથી દિલ્હી
  • કૃષ્ણ મોહન ઉપ્પુ – દિલ્હીથી પુડુચેરી
  • એએસપીએસ રવિ પ્રકાશ – આંદામાન નિકોબારથી પુડુચેરી
  • સ્મિતા આર – આંદામાનથી પુડુચેરી
  • નવી SL – દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર
  • નેદુન્ચિજીયાન – પુડુચેરીથી દિલ્હી
  • અરુણ કુમાર મિશ્રા – ગોવાથી દિલ્હી
  • કૃષ્ણ કુમાર સિંહ – અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • સંજીવ એમ ગડકર – જમ્મુ અને કાશ્મીરથી ગોવા
  • યતીન્દ્ર એમ મરાલકર – લદ્દાખથી ગોવા
  • શકીલ ઉલ રહેમાન રડાર – જમ્મુ કાશ્મીરથી ગોવા
  • પ્રદીપ કુમાર – જમ્મુ અને કાશ્મીરથી ચંદીગઢ
  • રાહુલ શર્મા – જમ્મુ કાશ્મીરથી લદ્દાખ સુધી
  • સુનિલ અંચીપાકા – ગોવાથી દિલ્હી
  • સૌમ્યા સૌરભ- અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • ચૌધરી મોહમ્મદ યાસીન – જમ્મુ અને કાશ્મીરથી પુડુચેરી
  • વિક્રાંત રાજા એ – લક્ષદ્વીપ થી પુડુચેરી
  • શાશ્વત સૌરભ- અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • તાલો પોટોમ – અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • શ્રીકાંત બાળાસાહેબ સુસે- લદ્દાખથી જમ્મુ અને કાશ્મીર
  • સંતોષજી સુખદેવ – લદ્દાખથી ગોવા
  • અર્જુન મોહન – લક્ષદ્વીપથી ગોવા
  • સ્નેહા સૂર્યકાંત ગિટ્ટે – ગોવાથી અરુણાચલ પ્રદેશ
  • અશ્વિન ચંદ્રુ એ- ગોવા થી અરુણાચલ પ્રદેશ
  • યશ્વિની બી – ગોવાથી અરુણાચલ પ્રદેશ
  • શ્રેયા સિંઘલ – દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર
  • મહિમા મદન – દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર
  • અનંત દ્વિવેદી – દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર
  • નીતિશ રાજોરા – જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખ સુધી
  • સોમા શેખર અપ્પારાવ કોટારુ – પુડુચેરીથી લક્ષદ્વીપ
  • રાકેશ કુમાર – જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખ
  • બી શંકર જયસ્વાલ – દિલ્હીથી લક્ષદ્વીપ
  • કેશવરામ ચૌરસિયા – દિલ્હીથી ગોવા
  • ઓમવીર સિંહ બિશ્નોઈ – ગોવા થી દિલ્હી
  • રાજકુમાર સિંહ – ચંદીગઢ થી દિલ્હી
  • ધીરજ કુમાર – મિઝોરમ થી દિલ્હી
  • પુષ્પેન્દ્ર કુમાર- દિલ્હીથી ચંદીગઢ
  • ઉમેશ કુમાર – જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી
  • અશોક મલિક – દિલ્હીથી મિઝોરમ
  • સમીર શર્મા – લક્ષદ્વીપથી જમ્મુ અને કાશ્મીર
  • દેવેશ કુમાર મહાલા – દિલ્હીથી અરુણાચલ પ્રદેશ
  • સુરેન્દ્ર ચૌધરી – દિલ્હીથી અરુણાચલ પ્રદેશ
  • અપૂર્વ ગુપ્તા- દિલ્હીથી આંદામાન નિકોબાર
  • શરદ ભાસ્કર દરાડે – અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • એકે લાલ દમણ દીવ થી પુડુચેરી
  • સંજીવ કુમાર યાદવ – જમ્મુ કાશ્મીરથી દિલ્હી
  • મહેશ કુમાર બરનવાલ – અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • રોહિત રાજબીર સિંહ – અરુણાચલ પ્રદેશ થી દિલ્હી
  • અનંત મિત્તલ – અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • સંદીપ ગુપ્તા – જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી
  • નારા ચૈતન્ય – પુડુચેરીથી દિલ્હી
  • અભિમન્યુ પોસવાલ – અરુણાચલ પ્રદેશથી દિલ્હી
  • શિવેન્દુ ભૂષણ- મિઝોરમથી અરુણાચલ પ્રદેશ
  • અનુરાગ દ્વિવેદી – દિલ્હીથી અરુણાચલ પ્રદેશ
  • ઋષિ કુમાર – દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર
  • નિત્યા રાધાકૃષ્ણન- દિલ્હીથી પુડુચેરી
  • કેએમ પ્રિયંકા – દિલ્હીથી ચંદીગઢ

પંજાબના જલંધરમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISI માટે આપી રહ્યો હતો ગુપ્ત માહિતી

0

ગુજરાત પોલીસે જલંધર કમિશનરેટ પોલીસના ભાર્ગવ કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો અને પાકિસ્તાનને માહિતી આપનારા જાસૂસ મોહમ્મદ મુર્તઝા અલીની ધરપકડ કરી. ગુજરાત પોલીસ જલંધર શહેર પોલીસની મદદથી તેની પાસે પહોંચી અને ધરપકડ કરવામાં આવી. ગુજરાત પોલીસ મોહમ્મદ મુર્તઝા અલીને પોતાની સાથે લઈ ગઈ. ચાલો આ બાબત વિશે બધું જાણીએ.

ગુજરાત પોલીસ અને જલંધરની ભાર્ગવ કેમ્પ પોલીસે અવતાર નગરમાં દરોડો પાડી મોહમ્મદ મુર્તઝા અલીની ધરપકડ કરી હતી. તેના કબજામાંથી ચાર મોબાઈલ ફોન અને ત્રણ સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. મોહમ્મદ મુર્તઝા અલીએ જાલંધરના ગાંધી નગરમાં ભાડે ઘર લીધું હતું, જ્યાં તે રહેતો હતો.

જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ હતો, ત્યારે પાકિસ્તાનમાં ભારતીય ન્યૂઝ ચેનલો અને વેબસાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ મોહમ્મદ મુર્તઝા અલી તમામ ભારતીય ન્યૂઝ ચેનલો પર સમાચાર સાંભળતા હતા અને ISI ને બધી માહિતી પૂરી પાડતા હતા. જેના દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતની અંદરની પરિસ્થિતિ પર નજર રાખી રહી હતી. અલી આ બધું કામ પોતે બનાવેલી મોબાઇલ એપ દ્વારા કરતો હતો, તે આ એપમાં ભારતીય ચેનલોની બધી માહિતી અપલોડ કરતો હતો.

અમદાવાદમાં જીન્સ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 શ્રમિકોના શ્વાસ રુંધાઈને મોત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી ખોડિયારનગરની એક જીન્સ બનાવતી કંપનીમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. કાપડ ધોવાની માટે બનાવેલી વિશેષ ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના શ્વાસ રૂંધાતા મોત થયા છે. મૃતક યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. તમામ યુવકોની ઉંમર અંદાજે 25થી 30 વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.

પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્રણેય યુવકોના મૃતદેહ રાતભર ટાંકીમાં જ રહ્યા હતા અને સમયસર બચાવ કાર્યવાહી ન થતા દુર્ઘટના ઘટી. યુવકોને બેભાન અવસ્થામાં મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે. ત્રણેય યુવકોના મૃતદેહો આખી રાત ટાંકીમાં રહ્યાં હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે તપાસ આ દિશામાં ચાલી રહી છે કે શું સુરક્ષા નિયમોની અવગણના થઈ હતી? અને આવા તણાવભર્યા પરિસ્થિતિમાં કઈ રીતે કામદારોને કામ પર ઉતારવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા અનુસાર તપાસ શરૂ કરી છે. દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે.

ઉદયપુરમાં લીંબુ વિવાદે લીધે બે સમુદાયો વચ્ચે તણાવ, પોલીસ બંદોબસ્ત કડક

0

રાજસ્થાનના ઉદયપુરમાં ગુરુવારે મોડી રાત્રે સામાન્ય તકરારે બે સમુદાય વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં શાકભાજીની લારી પર લીંબુની ખરીદી લઈને બે યુવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ મામલો મારામારીથી હિંસા સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી હતી અને એસપી સહિત ચાર પોલીસ સ્ટેશનની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી અને વિસ્તારમાં વધારાના દળો તૈનાત કર્યા.

ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે એક નાની તકરારે મોટી લડાઈનું સ્વરૂપ લીધું. ફળો અને શાકભાજી ખરીદવા અને વેચવા અંગે બે યુવાનો વચ્ચે ઝઘડો થયો, જે ધીમે ધીમે બે સમુદાયો વચ્ચેના ઝઘડામાં ફેરવાઈ ગયો. થોડી જ વારમાં વાતાવરણ તંગ બની ગયું અને મામલો મારામારીથી હિંસા સુધી પહોંચી ગયો.

આ ઘટનાની માહિતી મળતા ન એક સમુદાયના લોકો સ્થળ પર એકઠા થયા અને આરોપીઓની ધરપકડની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે લોકોને સમજાવીને શાંત પાડ્યા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. હાલમાં વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને વહીવટીતંત્રે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં આરોપીઓ હથિયારો સાથે જોવા મળે છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી, આજે એટલે કે 16 મેના રોજ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાં આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે.ગુજરાતમાં 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસા બેસી શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં ક્રોસ ઇક્વેટોરિયલ ફ્લો તીવ્ર બનવાની સંભાવના છે. આંદામાનમાં તો ચોમાસું પ્રવેશી પણ ચુક્યુ છે. દક્ષિણપશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રવેશી ગયું છે. આ ચોમાસાનો પ્રવાહ લગભગ એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં પહોંચ્યો હતો.

આગામી 3-4 દિવસ સુધી દક્ષિણ અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ રહેશે. દેશમાં આ વર્ષે 105 ટકા વરસાદ થવાની આશા છે. જેનાથી ખેતીને પણ સારી આશા છે. જો કે આ વર્ષે ભારે વરસાદ માટે તૈયાર રહેવા હવામાન વિભાગે જણાવ્યું છે. ચોમાસા પહેલા જ પ્રિ મોન્સુનમાં ગુજરાતમાં લગભગ 1.25 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. 20 જૂને ચોમાસુ મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો, ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે. ચોમાસુ દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં સૌથી છેલ્લે પહોંચે છે. આ વખતે, ચોમાસુ 25 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ મધ્ય, જમ્મુ અને કાશ્મીરને આવરી લે તેવી અપેક્ષા છે.

૧૬ મે, ૨૦૨૫ / આજના શુક્રવારના દિવસે મેષ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસ નો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનો થી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્ય‌િક્ત‌ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ
નકારાત્મકત વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાલ-આંખની કાળજી રાખવી.

આતંકવાદ અને PoK જ ચર્ચાનો વિષય હશે: એસ. જયશંકરનો કડક સંદેશ

0

ભારત-પાકિસ્તાન તણાવ અને સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાન દ્વારા કથિત પાણી છોડવાની વિનંતીના મુદ્દા વચ્ચે, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે (૧૫ મે) એક અત્યંત સ્પષ્ટ અને મક્કમ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, સિંધુ જળ સંધિ હાલ સ્થગિત રહેશે અને પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદ સાથેના તેના સંબંધો સંપૂર્ણપણે સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિ અટકાવવા સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત છે અને જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય રીતે સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે. તેમણે કહ્યું, “કાશ્મીર પર ચર્ચા કરવા માટે ફક્ત એક જ વસ્તુ બાકી છે, તે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય પ્રદેશ ખાલી કરવો, અમે આ ચર્ચા માટે તૈયાર છીએ.

વધુમાં વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષોથી રાષ્ટ્રીય સર્વસંમતિ રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાન પાસે એવા આતંકવાદીઓની યાદી છે. જેમને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને બંધ કરવા પડશે. તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ.