Home Blog Page 438

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 800 પોઈન્ટ અપ, નિફ્ટીએ પણ ભરી ઉડાન

ભારતીય શેરબજારમાં રોનક પાછી ફરી છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ આજે 21 મે, બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 835 પોઈન્ટ વધી 82000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. 10.45 વાગ્યે 746.78 પોઈન્ટના ઉછાળે 81933.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીએ પણ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 25000નું લેવલ ગુમાવ્યા બાદ આજે ફરી 25000 નજીક પહોંચ્યો છે. જે 10.46 વાગ્યે 228.50 પોઈન્ટ ઉછળી 24915.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 400 પોઈન્ટ ઉછળ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મોટાપાયે ખરીદી કરી બુલને ટેકો આપી રહ્યા છે.

આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સન ફાર્મા, એચડીએફસી બેંક, એમ એન્ડ એમ, એચયુએલ અને નેસ્લેના સ્ટોક ટોપ ગેઈનરમાં તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે શાશ્વત, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સના સ્ટોક ટોપ લૂઝરમાં નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે ગઈકાલે જેપી મોર્ગને ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો અને ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષા છે. બીજી બાજુ માર્કેટમાં ઘટાડા સામે નીચા મથાળે ખરીદી પણ વધી છે. મીડકેપ અને સ્મોલકેપ શેર્સ બુલિશ રહેતા ઈન્ડેક્સ 1 ટકા સુધી ઉછળ્યા છે. એકંદરે માર્કેટ આજે ગ્રીન ઝોનમાં છે.

મિઝોરમ બન્યું ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય, 97 ટકા સાક્ષરતા હાંસલ કરી

0

દેશને સંપૂર્ણ સાક્ષર બનાવવાની અભિયાનમાં ઉત્તર પૂર્વ ભારતમાંથી એક મોટી ખુશખબર આવી છે. મિઝોરમ દેશનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. મંગળવારે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયે આ જાહેરાત કરી છે અને રાજ્યને પ્રમાણપત્ર પણ સોંપ્યું છે.

આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે પણ વર્ષ 2024માં સંપૂર્ણ સાક્ષરતા હાંસલ કરી હતી. નવસાક્ષરતા મિશન અંતર્ગત જ્યારે કોઈ રાજ્ય 97 ટકા સાક્ષરતા હાંસલ કરે છે ત્યારે તેને પૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવે છે.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2011ની વસ્તી ગણતરીમાં દેશમાં સાક્ષરતા દર 79.04 ટકા હતો. પરંતુ આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ધીમી ગતિને જોતા મંત્રાલયે જુલાઇ 2023માં “ઉલ્લાસ” નામે એક નવસાક્ષરતા મિશન શરૂ કર્યું હતું. જેમાં નવી સાક્ષરતા મર્યાદાઓ નક્કી કરવામાં આવી હતી અને રાજ્યોને ઝડપથી આગળ વધવા માટે પ્રોત્સાહન અપાયું હતું.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) દ્વારા પણ આ અભિયાનને વધુ મજબૂતી મળી, જેમાં સ્થાનિક ભાષાઓમાં અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવી. આ દરમિયાન મંગળવારે કેન્દ્રિય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આયઝોલમાં રાજ્યના મુખ્યમંત્રી લાલદુહોમાની હાજરીમાં આ જાહેરાત કરી અને તેમને આ ઉપલબ્ધિ માટે પ્રમાણપત્ર સોંપ્યું.

2011ની વસ્તી ગણતરીમાં મિઝોરમની વસ્તી અંદાજે 19.80 લાખ

મંત્રાલય મુજબ અન્ય રાજ્યો પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે. નાના રાજ્યો માટે આ લક્ષ્ય પાંહોચવાનું સહેલું હોવાથી પણ આ શક્ય બન્યું છે, કારણ કે તેમની વસ્તી મોટા રાજ્યોની સરખામણીએ ખૂબ ઓછી છે. 2011માં મિઝોરમની વસ્તી અંદાજે 19.80 લાખ હતી, અને હાલમાં તે લગભગ 25 લાખ સુધી પહોંચી હોવાનું અનુમાન છે. એક અંદાજ મુજબ, હાલ દેશમાં સાક્ષરતા દર આશરે 85 ટકા છે. જ્યારે 2011માં તે 74.04 ટકા હતો.

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: અમદાવાદ અને સુરત સહિત ઘણા જિલ્લામાં વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હળવો થી ભારે વરસાદ પડી શકે છે. તેમાં જણાવાયું છે કે નવા વરસાદથી તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જેનાથી ગરમીથી મોટી રાહત મળશે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે 25 મે પછી તાપમાન ફરી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે રહેવાસીઓને માર્ગદર્શિકાનું પાલન કરવાની અને કોઈપણ અસુવિધા ટાળવા માટે બહાર નીકળવાનું મર્યાદિત કરવાની સલાહ આપી છે.

હવામાન વિભાગે વિગતો આપતા જણાવ્યું હતું કે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ભરૂચ અને વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. વધુમાં જણાવાયું છે કે દમણ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ 25 મે સુધી વરસાદ પડવાની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રના અનેક જિલ્લાઓ, જેમ કે અમરેલી, ભાવનગર અને ગીરમાં પણ વરસાદની આગાહી છે.

૨૫ મે સુધી ગુજરાત હવામાનની આગાહી:20 મે: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની અપેક્ષા

21 મે: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા

22 મે: ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા

23 મે: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની શક્યતા

24 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની અપેક્ષા છે.

25 મે: ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની અપેક્ષા

૨૧ મેં, ૨૦૨૫ / બુધવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂ. કાર્યક્ષેત્રે પત્નિનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ-

ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીયક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શકશો. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ-

સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાતથી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ-

મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જણાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રોથી લાભ.

સિહંઃ-

આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. પરિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકપયોગી કાર્યો કરવાથી માન-સન્માનમાં વૃધ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોથી ચિંતા રહે.

કન્યાઃ-

કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વક્તા, કાર્ય કુશળ બનશો. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઇ રહેશે.

તુલા ઃ

દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિક ઃ

નાણાંકીય બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખશાંતિ સમૃધ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધન ઃ

ધાર્મિક કાર્યોમાં મન પરોવાય, નાણાંકીય બાબતોમાં અનુકુળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકર ઃ

પરોપકારની ભાવના પેદા થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. બાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભ ઃ

ભુલથી ચીજવસ્તુ ખોવાઇ જાય, ફ્રુડ પોઇઝનીંગ કે દવાના રીએકશનથી સાચવવું. ઝેરી જંતુ, કુતરુ કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થાય.

મીન ઃ

સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

IPL ફાઈનલ અને ક્વોલિફાયર-2 અમદાવાદમાં યોજાશે, BCCIએ કર્યો શેડ્યૂલમાં ફેરફાર

IPL 2025ની ફાઇનલ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગની ફાઈનલ 3 જૂને રમાશે. અગાઉ, BCCIએ IPLના બાકીના 13 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ પ્લેઓફ સ્થળો નક્કી થયા ન હતા.

ક્રિકબઝના અહેવાલ મુજબ, અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ ચંદીગઢનું મુલ્લાનપુર સ્થિત સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે. અગાઉના જૂના શેડ્યૂલમાં પ્લેઑફ અને ફાઈનલ હૈદરાબાદ અને કોલકાતાના નામ નક્કી થયા હતા.

BCCIની મિટિંગમાં નિર્ણય લેવાયો
ક્રિકબઝના રિપોર્ટ મુજબ, BCCIએ મંગળવારે યોજાયેલી બેઠકોની આ નિર્ણય લીધો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે અમદાવાદ ફાઈનલ સાથે 1 જૂને ક્વોલિફાયર 2નું પણ આયોજન કરશે.

જોકે, પ્લેઑફની પ્રથમ બે મેચ- ક્વોલિફાયર 1 અને એલિમિનેટર- અનુક્રમે 29 મે અને 30 મેના રોજ નવી ચંદીગઢના મુલ્લનપુરમાં રમાઈ શકે છે. BCCIએ આ સ્થળો પસંદ કરવામાં મુખ્ય વિચારણા હવામાનની સ્થિતિ હતી, કારણ કે દેશમાં ધીમે ધીમે વરસાદી ઋતુની અસર શરૂ થઈ રહી છે.

RCBની હોમ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે
ESPN ક્રિકઇન્ફોના જણાવ્યા પ્રમાણે RCBની હોમ મેચ પણ ખસેડવામાં આવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમની હોમ મેચનું વેન્યૂ પણ બદલવવામાં આવ્યું છે. હવે તેઓ લખનઉના એકાના સ્ટેડિયમમાં સનરઇઝર્સ હૈદરાબાદા સામે મેચ રમશે. IPLએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની 23 મેની છેલ્લી હોમ મેચ દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ હવામાનને કારણે બેંગલુરુથી લખનઉમાં ખસેડી છે. પરિણામે, RCB હવે તેની છેલ્લી બે મેચ; SRH સામે અને 27 મેના રોજ પોતાની છેલ્લી હોમ મેચ રમશે જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની પોતાની લીગની છેલ્લી મેચ પણ એકાના સ્ટેડિયમમાં રમશે.

ચંડોળામાં ફેઝ-2નું મેગા ડિમોલિશન, 3000થી વધુ પોલીસકર્મી તહેનાત

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા લોકો સામે વહીવટીતંત્ર ફરી એકવાર કડક બન્યું છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ઝુંબેશનો બીજો તબક્કો મંગળવાર, 20 મેથી શરુ થયો છે. આ બીજા તબક્કામાં લગભગ 2.50 લાખ ચોરસ મીટર જમીનમાંથી ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવશે.

આ મોટા ઓપરેશનને સફળ બનાવવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઝુંબેશમાં સુરક્ષા માટે ગુજરાતના લગભગ 3000 પોલીસકર્મીઓ અને 25 એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ) ટુકડીઓ હાજર રહેશે. વહીવટીતંત્રે પહેલાથી જ સમગ્ર વિસ્તારનો સર્વે કરી લીધો છે અને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનો, ઝૂંપડીઓ અને દુકાનો ઓળખી કાઢવામાં આવી છે. બુલડોઝર ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા કે વિરોધ પ્રદર્શનનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

ચંડોળામાં ફેઝ-2નું મેગા ડિમોલિશન અંગે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે માહિતી આપી હતી કે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થયેલા ચંડોળા તળાવ મેગા ડિમોલિશનના બીજા તબક્કામાં બે કલાકમાં જ 1000 થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે.

સુરતના સચીનમાં દિન દહાડે લૂંટ! લૂંટારૂ પિસ્તોલ બતાવી 3.76 લાખ ફરાર

સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બે કર્મચારીઓને રૂમમાં પૂરીને 3.76 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયા હતા. બેંકમાં લૂંટ થઇ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા, પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ ૫ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી લેવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યાં છે. પ્રાથમિક તબક્કે લૂંટારૂ જાણભેદું હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

ડીસીપી રાજેશ પરમાર એ જણાવ્યું હતું કે, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૨.૩૦ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઇસમેં આવી પિસ્તોલ જેવું હથીયાર બતાવીને બે કર્મચારીઓને એક રૂમમાં પૂરીને 3 લાખ 76 હજાર રૂપિયાની લૂંટ કરીને નીકળી ગયા છે આ બાબતે અમે તાત્કાલિક સ્થળ પર પહોચીને અલગ અલગ કર્મચારી/અધિકારીઓની પાંચ ટીમો બનાવીને આરોપીઓને શોધખોળ કરવાના પ્રત્યન ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીઓને હસ્તગત કરી લઈશું

દેશના પ્રથમ બુલેટ ટ્રેન કામે તેજી, જાણો રેલવે મંત્રીએ જાહેર કર્યો તાજો વિકાસ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ધીમે ધીમે અને સ્થિર રીતે આગળ વધી રહ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આ પ્રોજેક્ટના નિર્માણ અંગેના તાજેતરના અપડેટમાં માહિતી આપી હતી કે 300 કિમી લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ભારતમાં પ્રથમ વખત તેના બાંધકામ માટે ફુલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ, એડવાન્સ્ડ ટ્રેક સ્લેબ લેઇંગ કારનો ઉપયોગ કરીને, હાઇ-સ્પીડ ટ્રેન કામગીરી માટે સ્થિર આધાર સુનિશ્ચિત કરવા માટે પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં સતત પ્રગતિ દર્શાવે છે.

વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ સતત ચાલી રહ્યું છે. સમાચાર અનુસાર, હાલના રેલ્વે સ્ટેશન અને સેન્ટ્રલ બસ ડેપોની નજીક સ્થિત, આ સ્ટેશન બહુવિધ પરિવહન વિકલ્પોની સરળ ઍક્સેસ પ્રદાન કરશે, કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધામાં વધારો કરશે. આ ઉપરાંત, બુલેટ ટ્રેનના મૂળ સ્ટેશન, મુંબઈના બીકેસી સ્ટેશન પર કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ બહુમાળી ઇમારતની ટોચ પર બનાવવામાં આવશે. તેમાં 3 ભોંયરાઓ છે. આ એક વિશ્વ કક્ષાનું સ્ટેશન બની રહ્યું છે. ટનલનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

આ ટ્રેન 320 કિમી/કલાકની ઝડપે દોડશે
અમદાવાદથી ૫૦૮ કિમી લાંબા ટ્રેક પર ૧ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે, દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સિવિલ બાંધકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના સ્ટીલ પુલો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ 320 કિમી/કલાકની ઝડપને ટેકો આપવા માટે ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યા છે.

બુલેટ ટ્રેન રૂટ
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારથી શરૂ થતી, 320 કિમી/કલાકની ઝડપે દોડતી આ હાઇ-સ્પીડ ટ્રેન આ પ્રદેશમાં આંતર-શહેર મુસાફરીમાં ક્રાંતિ લાવશે અને મુંબઈ, વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદના અર્થતંત્રોને એકીકૃત કરશે. તે થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ જેવા 10 શહેરો વચ્ચે રોકાશે અને સાબરમતી ખાતે સમાપ્ત થશે.

ગુજરાત કેડરના વિક્રાંત પાંડે બન્યા CMO પ્રિન્સિપલ સેક્રેટરી, જાણો કોણ છે વિક્રાંત પાંડે ?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CMO)સચિવ તરીકે કાર્યરત અવંતિકા સિંહને અગ્રસચિવનું પ્રમોશનુ અપાયું છે. જ્યારે મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. વિક્રાંત પાંડે હાલ દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તરીકે કાર્યરત છે.

IAS અધિકારી વિક્રાંત પાંડે વિજય રૂપાણી સરકારમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન જ તેઓ સરકારની ગુડબુકમાં આવી ગયા હતા. IAS અધિકારી વિક્રાંત પાંડે નવેમ્બર 2019 થી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ડેપ્યુટેશન પર હતા. વિક્રાંત પાંડેનો ડેપ્યુટેશન પર પાંચ વર્ષનો ગાળો પૂર્ણ થઇ ચુક્યો છે. આ અગાઉ તેઓ રાજકોટમાં કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.ત્યારે CMO એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે

વિક્રાંત પાંડે 2005 ની બેચના IAS અધિકારી છે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા. ત્યાર બાદ તેઓએ ડોક્ટરીનો વ્યવસાય છોડીને UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. UPSC માં તેઓ જોડાયા હતા. તેઓ ગુજરાત સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા અધિકારી હતી. 

કોણ છે વિક્રાંત પાંડે
વિક્રાંત પાંડે 2005 ની બેચના IAS અધિકારી છે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા. ત્યાર બાદ તેઓએ ડોક્ટરીનો વ્યવસાય છોડીને UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. UPSC માં તેઓ જોડાયા હતા. તેઓ ગુજરાત સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા અધિકારી હતી. ત્યાર બાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન પણ તેમનાં પ્રદર્શનથી ખુશ થઇને સરકાર દ્વારા હવે તેમને દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.

સુરત ગેંગરેપ કેસમાં ઝડપી કાર્યવાહી, પોલીસ રિમાન્ડ દરમિયાન ખુલશે અનેક રહસ્યો?

સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા બિહારની 25 વર્ષીય યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ ડુમ્મસ બીચ ઉપર ફરવાના બહાને કારમાં ઓલપાડના ડભારી બીચ ખાતે લઇ જઇ કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી અર્ધબેભાન હાલતમાં જહાંગીરપુરા વિસ્તારની ઓયો ગ્રીન હોટલમાં લઇ જઇ અર્ધબેભાન હાલતમાં એક પછી એક દુષ્કર્મ કરનાર વોર્ડ નં. 8 ના ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને મહામંત્રી એવા આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.

પોલીસે આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જો કે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ પોલીસે ભાજપના મહામંત્રી આદિત્યના ગેરકાયદેસર નોનવેજનો ઢાબો અને ગેરકાયદેસર દબાણો દૂર કર્યો હતો.

શું છે મામલો ? ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો. અહીં પહેલેથી આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો. બાદમાં બન્નેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

યુવતીને સોશિયલ મીડિયાથી ફસાવી
વેડ રોડ સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી મૂળ બિહારની વતની 25 વર્ષીય અવનીસિંહ (નામ બદલ્યું છે) ઘર નજીક માર્કેટમાં આવ-જા કરતી ત્યારે નજીકમાં રહેતા ગૌરવ સિંહને જોવાથી ઓળખતી હતી. પરંતુ ગૌરવે ઇન્સ્ટાગ્રામ ઉપર મોકલાવેલી રીકવેસ્ટ એક્સેપ્ટ કરતા તેની સાથે ચેટ કરતી હતી. દરમિયાનમાં ગત 4 મે ના રોજ માતા-પિતા અને નાનો ભાઇ અને બે બહેન વતન લગ્નપ્રસંગામાં ગયા હતા ત્યારે 7 મે ના રોજ આદિત્ય ઉપાધ્યાયની ઇન્સ્ટાગ્રામ ઉપર આવેલી રીકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. બંને સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ દરમિયાન અવનીએ મેરે મમ્મી-પાપા શાદીમેં બિહાર ગયે હે એમ કહ્યું હતું. આ તકનો લાભ ઉઠાવી 16 મેની રાતે આદિત્ય અને ગૌરવે ફોન કરી ચલિયે હમ ડુમ્મસ ઘુમને જાતે હે એવું કહ્યું હતું.