Home Blog Page 430

સુરતના ગોડાદરામાં કરોડોની કિંમતના નશીલા પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો

સુરત શહેરમાં નશીલા પદાર્થોના કારણે યુવાધનને નશાની ઘાટ ઉતારતા અટકાવવા પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાંથી એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાનું મત્તા જપ્ત કરવામાં આવ્યું છે અને એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ માનવ ગુપ્તચર વ્યવસ્થાના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં આવેલ પર્વતગામના પ્રિયંકા સિટી સોસાયટી ખાતે રેડ કરી હતી. પોલીસે ત્યાંથી હરીરામ ગોરધનભાઈ ગિલ્લા, મૂળે જાલોર જિલ્લાની સાચોર તાલુકાના ગામ પૂરના રહેવાસી અને હાલમાં સુરતમાં રહેતા ઈસમને પકડી પાડ્યો હતો.

આરોપીની પાસેથી પોલીસને મોટી માત્રામાં નશીલા પદાર્થ મળી આવ્યા છે – જેમાં 51.020 કિ.ગ્રા પોશ ડોડા (પોપીસ્ટ્રો), જેની અંદાજિત કિંમત ₹7,65,300/- થાય છે, તેમજ 580 ગ્રામ અફીણ, જેની કિંમત ₹1,74,000/- જેટલી થાય છે. આ સિવાય ₹1,30,000/- રોકડ રકમ પણ કબજામાં લેવામાં આવી છે. કુલ મળીને ₹10,79,300/- નો મુદ્દામાલ કબજે કરાયો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું છે કે તે મધ્યપ્રદેશથી નશીલા પદાર્થ લાવતો હતો અને સુરતમાં છુટક વેચાણ કરતો હતો. તેની વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે NDPS ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

સુરત પોલીસ દ્વારા હાલ ચુસ્ત અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે અને શહેરમાંથી નાર્કોટિક્સને પૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના અહવાલ પ્રમાણે, આવી કાર્યવાહીથી શહેરના નશાવિરોધી અભિયાનને વધુ બળ મળશે અને નશાખોરીના જાળાને ભંગ કરવાનો પ્રયાસ સફળ બનશે.

ખરીફ પાકોની MSPમાં વધારો: ખેડૂતોને મળશે 2.07 લાખ કરોડનું સહાય પેકેજ

0

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં, કેબિનેટે 2025-26 ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં 69 રૂપિયાનો વધારો કરીને 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી. આનો સીધો અર્થ એ છે કે આ સિઝનમાં ખેડૂતોને 1 ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા 2369 રૂપિયા આપવામાં આવશે.અગાઉ ખેડૂતોને 1 ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા 2300 રૂપિયા મળતા હતા.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મંજૂર કરવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 2,07,000 કરોડ થશે. આ ટેકાના ભાવ કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (CACP) ની ભલામણો પર આધારિત છે, જે ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50% નફો સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવો, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રો વચ્ચે વેપાર સંતુલન જેવા ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી છે. ખેડૂતોને કાર્યકારી મૂડીની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 15,642 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને આ હેઠળ, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવશે.

સરકારની વ્યાજ સબસિડી યોજના
સરકારની વ્યાજ સબસિડી યોજના હેઠળ, ખેડૂતોને ખેતી, બાગાયત સહિતના પાક માટે 3 લાખ રૂપિયા સુધી અને આનુષંગિક કૃષિ પ્રવૃત્તિઓ (જેમ કે પશુપાલન, મત્સ્યઉદ્યોગ વગેરે) માટે 2 લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક 7% ના રાહત દરે આપવામાં આવશે. આ યોજનામાં સરકાર 1.5% વ્યાજ સહાય પૂરી પાડે છે અને જો ખેડૂતો સમયસર પૈસા ચૂકવે છે, તો તેમને 3% ની વધારાની છૂટ મળે છે. આ રીતે, ખેડૂતોને કુલ માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે, જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે.

કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેનાથી ખેડૂતોને કાર્યકારી મૂડી મેળવવાનું ખૂબ સરળ બન્યું હતું. વ્યાજ સબસિડી યોજનાથી ખેડૂતોની કાર્યકારી મૂડીના ખર્ચમાં ભારે ઘટાડો થયો છે. આ યોજના હેઠળ, ખેડૂતોને માત્ર 4 ટકાના રાહત દરે 2 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને કાંઠાના વિસ્તારોમાં એલર્ટ

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) આગામી 2 જૂન સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને ભારે પવનને લઈને ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ ભારત, પશ્ચિમી તટ, પૂર્વ-ઉત્તર ભારત, પૂર્વ અને મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સાથે ગુજરાતમાં તેની અસર જોવા મળશે.

કેટલાક વિસ્તારોમાં લૂ (હીટવેવ) નો પણ ખતરો યથાવત છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં 28 મેથી 2 જૂન દરમિયાન વરસાદ, વીજળી અને 70 કિમી/ પ્રતિ કલાક સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાવાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં 27 અને 28 મે ના રોજ કરા પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 28 મેથી 2 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં 28 મેના રોજ લૂ (હીટવેવ) ની ચેતવણી પણ આપવામાં આવી છે.

આગામી સાત દિવસ સુધી પૂર્વ-ઉત્તર રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. મિઝોરમ, આસામ અને મેઘાલય (29-30 મે) માટે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને વિદર્ભમાં 31 મે સુધી વરસાદ અને વાવાઝોડાનું અનુમાન છે. 29 મે ના રોજ અતિભારે વરસાદ ખાબકી શકે છે, પશ્ચિમ બંગાળમાં 29-30 મે ના રોજ વરસાદની સંભાવના છે.

આતંકના ષડયંત્ર પાછળ પાકિસ્તાની સેના, પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ અસીમ મુનીર

0

પહેલગામ આતંકવાદી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો થયો છે, જેના નક્કર પુરાવા પણ મળી આવ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર છે. પહેલગામ આતંકવાદી હુમલામાં માત્ર પાકિસ્તાનના આર્મી ચીફ જ નહીં પરંતુ પાકિસ્તાન સેનાના 4-5 ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. આ આતંકવાદી હુમલામાં સેના પ્રમુખ અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ સીધા સંડોવાયેલા હતા. અમે આ કોઈ સ્ત્રોત દ્વારા કહી રહ્યા નથી, પરંતુ આ સનસનાટીભર્યો ખુલાસો પાકિસ્તાની સેનામાં કામ કરતા એક અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

આદિલ રાજા દ્વારા મોટો ખુલાસો
પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાએ જણાવ્યું કે પાકિસ્તાની સેના કેવી રીતે આતંકવાદીઓને ટેકો આપે છે અને તે પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલર્સ દ્વારા ભારતમાં કાશ્મીરમાં કેવી રીતે લોહિયાળ રમત રમે છે. આદિલ રાજાના નિવેદનથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેના સામેલ હતી અને આર્મી ચીફ અસીમ મુનીર પણ સામેલ હતા અને તે માસ્ટરમાઇન્ડ હતો.

આસીમ મુનીરે આવું કેમ કર્યું?
મેજર આદિલ રાજાએ કહ્યું કે મને ખબર છે કે કયા ISI અધિકારીઓએ આ કામ કરાવ્યું હતું, પરંતુ આ લોકો હાર માનતા ન હતા. પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાએ જણાવ્યું હતું કે આ ઓપરેશનને અંજામ આપવા માટે આસીમ મુનીરે એક યોજના ઘડી હતી. ભારત સામેની હાર બાદ આસીમ મુનીર નારાજ હતો અને પોતાનું સ્થાન બચાવવા માટે કંઈક મોટું કરવા માંગતો હતો. રાજાએ કહ્યું કે શું તમે જોયું નથી કે તાજેતરમાં જ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપવામાં આવી છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં મુનીર સાથે બે અધિકારીઓ સામેલ હતા
પહેલગામ આતંકવાદી હુમલો કરવામાં આદિલ રાજા દ્વારા ઉલ્લેખિત બીજું નામ ડીજી આઈએસઆઈ મોહમ્મદ આસીમ મલિક છે. પહેલગામ આતંકવાદી હુમલામાં જે બીજા પાકિસ્તાની આર્મી ઓફિસરનું નામ સામે આવ્યું છે તે મોહમ્મદ શાહાબ અસલમ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં તેની સૌથી સીધી ભૂમિકા હતી. તે હુમલો કરનારા આતંકવાદીઓ સાથે સીધા સંપર્કમાં હતો.

ગુજરાતમાં 2025ની ગ્રામ પંચાયત ચૂંટણી માટે 22 જૂને થશે મતદાન

ગુજરાતમાં 2.5 વર્ષથી ખોરંભે પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડો.એસ.મુરલીકૃષ્ણ દ્વારા કરવામાં આવી. આ ચૂંટણીઓ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને મજબૂત કરવા અને વહીવટદાર શાસનનો અંત લાવવા માટે મહત્વપૂર્ણ છે. રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાંથી 4,688માં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ, જ્યારે 3,638માં પેટાચૂંટણીઓ યોજાશે. આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

ગુજરાતમાં ઘણા સમયથી રાહ જોવાતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ ચૂંટણી ચર્ચાસ્પદ એટલે પણ બની છે કે તેમાં બેલેટ પેપરથી મતદાન કરવાનું છે. આજે બપોરે રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા પત્રકારો સમક્ષ આ અંગે જાહેરાત કરવામાં આવી છે. 8થી વધુ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત કરતા ચૂંટણી અધિકારી કહે છે કે, આગામી 22 જૂને ગુજરાત રાજ્યમાં 8326 પંચાયતોની ચૂંટણી થશે.

ચૂંટણી કાર્યક્રમ અનુસાર, જાહેરનામું 2 જૂન, 2025ના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન, 2025 છે, જ્યારે 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 11 જૂન સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. મતદાન 22 જૂન, 2025ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજાશે, અને મતગણતરી 25 જૂન, 2025ના રોજ થશે. મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ 27 મે, 2025ના રોજ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ ચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નહીં, પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ થશે.

ગોડાદરામાં યાર્ન વેપારી પર ફાયરિંગ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પોલીસ તપાસમાં મોટો ખુલાસો

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ગત 23 મે 2025ના રોજ એક યાર્ન વેપારી સંજયભાઈ પડશાલા પર ધોળા દિવસે ફાયરિંગ થયું હતું. પાછળથી પોલીસે તપાસ આરંભ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ગોડાદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી ફાયરિંગ કરાવનારા મુખ્ય સૂત્રધાર હરેશભાઈ કનુભાઈ ગજેરા (ઉ.વ. 46), વરાછાના રહેવાસી,ને ઝડપવામાં આવ્યો છે.

સંજયભાઈ પડશાલા તેમના દિવસના નિયમિત કામ માટે ઇલેક્ટ્રિક મોપેડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ઈસમે તેમના પર પાછળથી ગોળી ચલાવી દીધી. ગોળી તેમની પીઠ પર વાગી હતી અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ફાયરીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફાયરિંગની પછાડી પ્રેમસબંધનો શંકાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. હરેશભાઈએ પૂછપરછમાં જણાવ્યું કે તેના મિત્ર ભુપતભાઈ ધડુકે તેના ઉપર શંકા વ્યક્ત કરી હતી કે તેની પત્ની સંજયભાઈ પડશાલા સાથે પ્રેમસબંધ ધરાવે છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા ભુપતભાઈએ સંજયભાઈને મારવાનો પ્લાન બનાવ્યો અને હરેશભાઈને આ કાર્ય માટે 25 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ હરેશભાઈએ પોતાના પૂર્વ ટેમ્પો ડ્રાઇવર રવિ પ્રધાન સાથે સંપર્ક સાધ્યો અને 15-20 લાખ રૂપિયામાં હુમલો કરાવવાનો સોદો કર્યો હતો.

હરેશભાઈએ પોતાનો પૂર્વ ટેમ્પો ડ્રાઇવર રવી પ્રધાનને આ પ્લાન માટે જોડ્યો. રવીએ હિતાધિકારી ગુંડાઓનું આયોજન કર્યું અને તેમની રહેવા માટેની વ્યવસ્થા હરેશભાઈએ કામરેજના પોતાના ફ્લેટમાં કરી આપી. 15 મેના રોજ ગુંડાઓ શહેરમાં આવ્યા અને ત્યાં રોકાયા. અને 23 મેના રોજ આ હુમલો અંજામ આપી દેવામાં આવ્યો.

ફાયરિંગ બાદ રવીના ફોનથી હરેશભાઈને માહિતી મળતાં તેણે બીજી કિસ્ત રૂપે રૂ. 19 લાખ આપ્યા હતા. પોલીસની ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે આરોપીની ઓળખ કરી ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 5 લાખ રોકડ પણ કબ્જે લીધા છે.

આ કેસમાં ફક્ત દલિલ કે ઈર્ષાથી નહિ, પણ મિત્રતા અને વિશ્વાસના પાયે બનેલ દ્રોહ પણ જોવા મળ્યો. પોલીસ હવે સમગ્ર કેસમાં જોડાયેલા અન્ય ઇસમોની શોધખોળ અને વિસ્‍તૃત તપાસમાં લાગી ગઈ છે. આ ઘટના સુરત શહેરમાં ફરી એકવાર એટલી સ્પષ્ટ રીતે ચેતવણી આપે છે કે શંકા અને ઈર્ષા કેટલી હદ સુધી કોઈને અંધ બનાવે છે.

ઉત્તર પ્રદેશમાં ઓપરેશન લંગડા તીવ્ર, 24 કલાકમાં 10 એન્કાઉન્ટરથી ગુનેગારોમાં હડકંપ

0

ઉત્તર પ્રદેશના સીએમ યોગીના નેતૃત્વમાં ક્રાઇમ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. જેમાં ઓપરેશન લંગડા હેઠળ પોલીસ ગુનેગારો હેઠળ કડક કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત પોલીસે છેલ્લા 24 કલાકમાં 10 એન્કાઉન્ટર કર્યા છે. જેના પગલે હવે ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે.

આ સમગ્ર ઓપરેશનની વિગત મુજબ ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે પોલીસનું ઓપરેશન એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસે એક પછી એક એન્કાઉન્ટર કરી રહી છે. યુપી પોલીસે 24 કલાકમાં રાજ્યના 10 શહેરોમાં એન્કાઉન્ટર કર્યા. આ એન્કાઉન્ટરમાં ઘણા મોટા ગુનેગારો પકડાયા. આ બધા એવા ગુનેગારો છે જેમને પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી.

લખનૌમાં એન્કાઉન્ટર બાદ પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી હતી. તો ગાઝિયાબાદમાં કોન્સ્ટેબલની હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શામલીમાં 25 હજારનું ઇનામ ધરાવતો ગુનેગાર પકડાયો હતો. ઝાંસીમાં પણ પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. બુલંદશહેર, બાગપત, આગ્રા, જાલૌન, બલિયા અને ઉન્નાવમાં એન્કાઉન્ટર બાદ પોલીસે ઘણા ગુનેગારોની ધરપકડ કરી છે.

આ શહેરોના એન્કાઉન્ટર અને ગુનેગારોની ધરપકડ

  • લખનૌ: બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર
  • ગાઝિયાબાદ: હત્યાના આરોપીને પગમાં ગોળી વાગી
  • શામલી: ગાય તસ્કરનું એન્કાઉન્ટર
  • ઝાંસી: વોન્ટેડ ગુનેગારને ગોળી વાગી
  • બુલંદશહેર: બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર
  • બાગપત: લૂંટના આરોપીને પોલીસે પકડ્યો
  • બલિયા: ફરાર ગુનેગારને ગોળી વાગી
  • આગ્રા: ચોરીના આરોપીનું એન્કાઉન્ટર
  • જાલૌન: લૂંટના આરોપીનું એન્કાઉન્ટર
  • ઉન્નાવ: હિસ્ટ્રીશીટરનું એન્કાઉન્ટર

મણિપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા

0

મણિપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ જણાવ્યું હતું કે ભારતીય સમય મુજબ મણિપુરમાં સવારે 1:54 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો તેમના ઘરોમાં સૂઈ રહ્યા હતા. અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્ર 24.46° ઉત્તર અક્ષાંશ અને 93.70° પૂર્વ રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ 40 કિલોમીટર નોંધાઈ છે.

જોકે, તેની બાદ રાત્રે જ 2.26 વાગ્યે ભૂકંપનો બીજો આંચકો પણ અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 ની હતી. આ ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને પડોશી દેશ મ્યાનમારના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, હાલમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ગુજરાત સહિત પાંચ સરહદી રાજ્યોમાં આવતીકાલે મોકડ્રીલ

0

ભારત-પાકિસ્તાન વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ બાદ ઉદ્ભવેલા તણાવપૂર્ણ વાતાવરણે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવાની જરૂરિયાત દર્શાવી છે. 7 મે, 2025ના રોજ દેશભરના 244 સિવિલ ડિફેન્સ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ગુજરાતના 18 જિલ્લાઓએ પણ ભાગ લીધો હતો. હવે, સીઝફાયર બાદ પણ સતર્કતા જાળવવા, ગુજરાત સહિત પાંચ સરહદી રાજ્યોમાં 29 મે, 2025ના રોજ ફરી સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ડ્રીલનો હેતુ કટોકટીની સ્થિતિમાં નાગરિકો અને વહીવટી તંત્રની તૈયારી તપાસવાનો છે, જેથી કોઈપણ સંભવિત જોખમનો સામનો કરી શકાય.

ગુજરાતમાં 29 મેના રોજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન આ મોકડ્રીલ યોજાશે. આયોજનની તૈયારી માટે આજે જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ ડ્રીલમાં એર-રેઇડ સાયરન, બ્લેકઆઉટ પ્રેક્ટિસ, ઇવેક્યુએશન પ્લાન અને કટોકટી સેવાઓનું પરીક્ષણ કરવામાં આવશે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, જામનગર, ભાવનગર, ભરૂચ, નવસારી, ડાંગ, મહેસાણા, નર્મદા, ગાંધીનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, તાપી, પાટણ અને બનાસકાંઠામાં ખાસ સ્થળોએ આ ડ્રીલ યોજાશે. નાગરિકોને લાઇટ બંધ રાખવા, મોબાઇલ-ફ્લેશલાઇટનો ઉપયોગ ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ મોકડ્રીલનો ઉદ્દેશ સરહદી રાજ્યોમાં સુરક્ષા તંત્રને મજબૂત કરવાનો છે, ખાસ કરીને ગુજરાતના દરિયાઈ અને જમીની સરહદોને ધ્યાનમાં રાખીને. 7 મેની ડ્રીલમાં અમદાવાદના 8 સ્થળો, જેમ કે પિરાણા સબસ્ટેશન, વટવા GIDC, ગણેશપુરા મંદિર અને થલતેજના પેલેડિયમ મોલ, સામેલ હતા. આ વખતે પણ નાગરિકો, NCC, NSS, હોમગાર્ડ્સ અને વિદ્યાર્થીઓની ભાગીદારીથી આ ડ્રીલ સફળ બનાવવામાં આવશે. ગુજરાત સરકારે નાગરિકોને ગભરાટ ન કરવા અને સહકાર આપવા વિનંતી કરી છે, જેથી સુરક્ષા તૈયારીઓને વધુ મજબૂત કરી શકાય.

અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં પ્રવેશ કરશે, ડીએમકેએ આપી એક બેઠક

0

અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસન સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પ્રવેશ કરી શકે છે. હકીકતમાં, તમિલનાડુમાં શાસક પક્ષ ડીએમકેએ બુધવારે જાહેર કર્યું કે તે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં 4 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ કહ્યું છે કે તેણે કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (MNM) ને એક બેઠક આપી છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભા માટે દ્વિવાર્ષિક ચૂંટણી 19 જૂને યોજાવા જઈ રહી છે.

ડીએમકેએ 3 ઉમેદવારોની જાહેરાત કરી
ડીએમકેએ રાજ્યસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. પાર્ટીએ વરિષ્ઠ વકીલ પી વિલ્સનને ફરીથી નોમિનેટ કર્યા છે. આ ઉપરાંત, ડીએમકેના બે અન્ય ઉમેદવારોમાં સેલમથી પાર્ટી નેતા એસઆર શિવલિંગમ અને કવિ, લેખક અને પાર્ટી કાર્યકર્તા રુકૈયા મલિક ઉર્ફે કવિગ્નાર સલમાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુના 6 રાજ્યસભા સાંસદો 24 જુલાઈ 2025 ના રોજ નિવૃત્ત થશે. નિવૃત્ત થનારા નેતાઓમાં પીએમકેના અંબુમણી રામદાસ અને એમડીએમકેના ટોચના નેતા વૈકોનો પણ સમાવેશ થાય છે.

ચૂંટણી સમીકરણ શું છે?
ડીએમકે પાર્ટીના વડા અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને કહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા થયેલા કરારના ભાગ રૂપે, કમલ હાસનની પાર્ટીને દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં એક બેઠક આપવામાં આવી છે. વિધાનસભામાં પોતાની તાકાત અને તેના સાથી પક્ષોની તાકાતને કારણે, ડીએમકે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં 6 માંથી 4 બેઠકો જીતી શકે છે. તે જ સમયે, વિપક્ષી પક્ષ AIADMK ભાજપ અને અન્ય સાથી પક્ષોની મદદથી બે બેઠકો જીતી શકે છે.