Home Blog Page 429

JEE Advance 2025: ટોપ 100માં ગુજરાતના 7 છાત્રો, સુરતના આગમ શાહે મેળવ્યું 17મું સ્થાન

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા સોમવારે (2 જૂન, 2025) ના રોજ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર લોગઈન માટે વિગતો એન્ટર કરીને તેનું રિઝલ્ટ ચેક કરી શકે છે. આ સાથે, ફાઈનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે. આ પરીક્ષા દેશભરના IIT માં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવી હતી.

ઓલ ઇન્ડિયા રેન્કમાં 100માંથી 7 વિદ્યાર્થી ગુજરાતના

  1. મોહિતઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમે, અમદાવાદ
  2. અગમ શાહઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમે, સુરત
  3. મનન પટેલઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 43મા ક્રમે, અમદાવાદ
  4. ઋષભ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 48મા ક્રમે
  5. શિવેન: ઓલ ઇન્ડિયા રેન્કમાં 58મા ક્રમે
  6. કલ્પ શાહ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 86મા ક્રમે
  7. આદિત ભગાડે: ઓલ ઇન્ડિયા રેન્કમાં 94મા ક્રમે, વડોદરા

JEE એડવાન્સમાં સુરતના 7 વિદ્યાર્થીએ શહેર ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે, જેમાં આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે સુરત સિટી ટોપર બન્યો છે. કલ્પ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 86મા ક્રમ સાથે બીજા ક્રમે, મોક્ષ ભટ્ટ ઓલ ઇન્ડિયા રેન્કમાં 219મા ક્રમ સાથે ત્રીજા ક્રમે, કનિષ્કસિંહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 294મા ક્રમ સાથે ચોથા ક્રમે, હિતાંશ ગાંધી ઓલ ઇન્ડિયા રેન્કમાં 360મા ક્રમ સાથે પાંચમા ક્રમે, વિશ્વ પંડ્યા ઓલ ઇન્ડિયા રેન્કમાં 375મા ક્રમ સાથે છઠ્ઠા ક્રમે અને યશ કોઠારી ઓલ ઇન્ડિયા રેન્કમાં 418મા ક્રમ સાથે સુરત સિટીમાં સાતમા ક્રમે સ્થાન મેળવ્યું છે. તો વડોદરાના આદિત ભગાડેએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આદિતનાં માતા-પિતા ડોક્ટર છે.

હવે આગળ શું?
JEE એડવાન્સ્ડ 2025 માં લાયકાત ધરાવતા ઉમેદવારો હવે IIT, NIT, IIIT અને અન્ય સરકારી ભંડોળ પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓ સહિતની અગ્રણી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે JoSAA 2025 કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેશે. JoSAA દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો માટે રજીસ્ટ્રેશન અને ઓપ્શન ભરવાનું 3 જૂન, 2025 થી શરૂ થશે. ઉમેદવારોને અપડેટ્સ, વિગતવાર માર્ગદર્શિકા અને કાઉન્સેલિંગ શેડ્યૂલ માટે નિયમિતપણે JoSAA ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

JEE એડવાન્સ્ડ શું છે?
JEE એડવાન્સ્ડ એ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (IITs) માં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં પ્રવેશ માટે વાર્ષિક ધોરણે લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની એન્ટ્રન્સ એક્ઝામ છે. તેને ભારતમાં સૌથી પડકારજનક એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. જે ઉમેદવારો JEE મુખ્ય પરીક્ષા પાસ કરે છે અને ટોચના પ્રદર્શનકારોમાં સ્થાન મેળવે છે તેઓ જ JEE એડવાન્સ્ડમાં બેસવા માટે લાયક હોય છે. આ પરીક્ષા બે પેપર દ્વારા ઉમેદવારની ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતની સમજનું પરીક્ષણ કરે છે. JEE એડવાન્સ્ડમાં મેળવેલા સ્કોર્સનો ઉપયોગ ફક્ત 23 IIT માં પ્રવેશ માટે જ થતો નથી પરંતુ IISc બેંગ્લોર, IISER, IIST અને RGIPT જેવી કેટલીક અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પસંદગીના અભ્યાસક્રમો માટે પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

સુરતમાં દેહવ્યાપારનો પર્દાફાશ, 6 ગ્રાહકો અને રૂપલલનાઓ ઝડપાયા

સુરત શહેરમાં ઉદ્યોગ વિસ્તારો હવે અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ એક ઠેકાણું બની રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલી એક એમ્બ્રોઈડરી યુનિટમાં બુધવારે પોલીસે પડ્યો માર્યો અને એક મોટો ગોરખધંધો ઝડપાયો છે. વરાછા પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા દરમ્યાન દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધાની હકીકત જાહેર કરી હતી.

પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મહિલાઓને દેહવ્યાપારમાં સંકળાયેલી હાલતમાં પકડી હતી, જ્યારે સ્થળ પર હાજર છ ગ્રાહકોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા. આ યુનિટ બહારથી એમ્બ્રોઈડરીના કામ માટે ઓળખાતું હતું, પણ અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.

વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર હાલમાં ઉદ્યોગ ક્ષેત્ર તરીકે વિકસતું જઈ રહ્યું છે. અહીં એમ્બ્રોઈડરીના અનેક યુનિટ્સ સાથે રહેવા માટેના રેસિડેન્સ પણ છે. ઉદ્યોગ વિસ્તાર તરીકે ઓળખાતો આ વિસ્તાર હવે અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાના આ નોંધપાત્ર કિસ્સા સામે આવ્યા છે. વરાછા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે. જેથી સમગ્ર રેકેટનો પર્દાફાશ થઈ શકે.

ગુજરાતના આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી, તાપમાન 40 ડિગ્રીથી નીચે

ગુજરાતમાં જૂન મહિનો શરૂ થઈ ગયો છે. 15 દિવસની અંદર રાજ્યમાં સત્તાવાર ચોમાસું પણ બેશી જશે. જોકે, ચોમાસું આવે એ પહેલા ત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજ પછી રાજ્યના વાતવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે રાજ્યમાં બફારાથી લોકોને રાહત મળી રહી હતી. આ સાથે જ રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
ચામાસા પહેલા જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે તો દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાના પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ઉતર્યું હતું. ગુજરાતમાં 32.3 ડિગ્રીથી લઈને 39.3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. 39.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ ગરમી ઘટીને 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ38.328.0
ડીસા37.827.5
ગાંધીનગર38.027.5
વિદ્યાનગર37.827.2
વડોદરા36.428.0
સુરત34.028.8
વલસાડ
દમણ34.427.2
ભૂજ36.428.4
નલિયા35.528.8
કંડલા પોર્ટ36.229.4
કંડલા એરપોર્ટ37.629.0
અમરેલી
ભાવનગર38.428.0
દ્વારકા32.329.2
ઓખા34.229.6
પોરબંદર34.828.6
રાજકોટ38.326.8
વેરાવળ32.529.2
દીવ33.528.7
સુરેન્દ્રનગર39.328.6
મહુવા33.427.6
કેશોદ35.828.4

શાંગરી-લા ડાયલોગ: CDS ચૌહાણે આતંકવાદની ‘Red line’ જણાવી, જાણો પાકિસ્તાની જનરલે શું કહ્યું

0

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને પાકિસ્તાનના ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગના અનેક સત્રોમાં ભાગ લીધો હતો. દેશો ભૌગોલિક રીતે એકબીજાની નજીક હોવાથી, શાંગરી-લા સિંગાપોરની અંદર પડોશી કોન્ફરન્સ રૂમમાં બેઠેલા તેમના ટોચના સેનાપતિઓએ શનિવારે બપોરે સંરક્ષણ સંબંધિત મુદ્દાઓથી લઈને પ્રાદેશિક કટોકટી વ્યવસ્થાપન પદ્ધતિઓ સુધીના વિષયો પર એકસાથે અનેક સત્રોમાં હાજરી આપી હતી.

ભારતની સહનશીલતાની એક મર્યાદા છે.
આ કાર્યક્રમમાં બોલતા, ભારતના સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું, “ભારતે રાજકીય રીતે જે કર્યું છે તે આતંકવાદ સામે અસહિષ્ણુતાની નવી લાલ રેખા દોરવાનું છે.” “મને આશા છે કે આ ખાસ ઓપરેશન, જે મૂળભૂત રીતે લશ્કરી ક્ષેત્રમાં છે, તે આપણા વિરોધીઓને પણ કેટલાક પાઠ શીખવશે અને આશા છે કે તેઓ શીખશે કે આ ભારતની સહિષ્ણુતાની મર્યાદા છે. આપણે લગભગ બે દાયકાથી વધુ સમયથી આતંકવાદના આ પ્રોક્સી યુદ્ધ હેઠળ છીએ, અને આપણે ઘણા લોકોને ગુમાવ્યા છે… આપણે તેનો અંત લાવવા માંગીએ છીએ,” પીટીઆઈએ અનિલ ચૌહાણને ટાંકીને જણાવ્યું હતું.

પાકિસ્તાની જનરલે કહ્યું

પીટીઆઈના અહેવાલ મુજબ, પાકિસ્તાનના જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ પોતાના સંબોધનમાં, સંઘર્ષના નિરાકરણ તરફ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, વ્યવસ્થાપન તરફ આગળ વધવાની જરૂર પર ભાર મૂક્યો, અને ચેતવણી આપી કે તેનો અભાવ વિનાશક વકરી શકે છે. “પ્રાદેશિક કટોકટી-વ્યવસ્થાપન પદ્ધતિઓ” શીર્ષકવાળી પેનલ ચર્ચા દરમિયાન, મિર્ઝાએ કહ્યું: “સંઘર્ષ વ્યવસ્થાપનથી સંઘર્ષ નિરાકરણ તરફ આગળ વધવું અનિવાર્ય બની ગયું છે. આનાથી કાયમી શાંતિ અને સુરક્ષિત કટોકટી વ્યવસ્થાપન સુનિશ્ચિત થશે.”

કાશ્મીર સમસ્યાનો ઉકેલ જરૂરી છે
ત્યારબાદ તેમણે ભાર મૂક્યો કે દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ માટે “સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અને લોકોની આકાંક્ષાઓ અનુસાર કાશ્મીર (મુદ્દા)નો વહેલાસર ઉકેલ” જરૂરી છે.

“ભારતીય નીતિઓને જોતાં… કટોકટી વ્યવસ્થાપન તંત્રનો અભાવ વૈશ્વિક શક્તિઓને હસ્તક્ષેપ કરવા અને દુશ્મનાવટનો અંત લાવવા માટે પૂરતો સમય ન આપી શકે. નુકસાન અને વિનાશ ટાળવા માટે હજી ઘણું મોડું થઈ ગયું હશે,” તેમણે કહ્યું.

મિર્ઝાએ કાશ્મીર મુદ્દા પર આગળ કહ્યું, “જ્યારે કોઈ કટોકટી ન હોય ત્યારે કાશ્મીરની ક્યારેય ચર્ચા થતી નથી, અને જેમ આપણે હંમેશા કહીએ છીએ કે કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ અને UNSC ના ઠરાવો અનુસાર કાશ્મીર વિવાદનો ઉકેલ જ ઘણા મુદ્દાઓનું નિરાકરણ લાવશે. તેમણે કહ્યું, “પાકિસ્તાન અને ભારત વચ્ચે જે છે તેનો મૂળ મુદ્દો કાશ્મીર છે. જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી આ સમસ્યા હંમેશા ઉભી રહેશે.

ચેન્નાઈ : વિદ્યાથીની સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને આજીવન કેદની સજા, જાણો સમગ્ર મામલો

0

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં બળાત્કારના દોષિત એક વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં એક હાઈ-પ્રોફાઈલ બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો. આ કેસમાં કોર્ટે આરોપી વ્યક્તિને દોષિત ઠેરવ્યો છે.

90 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો
બળાત્કાર કેસમાં દોષિત બિરયાની વેચનાર જ્ઞાનશેખરનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ચેન્નાઈની ખાસ મહિલા અદાલતે 19 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના આરોપમાં તેને 90,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે દસ્તાવેજી અને ફોરેન્સિક પુરાવાના આધારે આરોપોની પુષ્ટિ થઈ છે.

ઓછામાં ઓછા 30 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે
ન્યાયાધીશ એમ રાજલક્ષ્મીએ કહ્યું કે દોષિતને ઓછામાં ઓછા 30 વર્ષ જેલમાં રહેવું પડશે. તેણે અગાઉ ઓછામાં ઓછી સજાની માંગણી કરી હતી, અને કહ્યું હતું કે તેણે તેની માતા અને સગીર પુત્રીની સંભાળ રાખવા માટે ઘરે રહેવું પડશે.

5 મહિના પછી કેસ બંધ થયો, હવે ન્યાય મળ્યો
તમને જણાવી દઈએ કે અન્ના યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો કેસ માત્ર પાંચ મહિનાની સુનાવણી પછી બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ડિસેમ્બરમાં ઘણો વિવાદ થયો હતો. અને હવે કોર્ટે દોષિત વ્યક્તિને સજા ફટકારી છે.

BCCI પ્રમુખ પદ પર હલચલ: રાજીવ શુક્લા બની શકે છે નવો વચગાળાનો પ્રમુખ

0

રાજીવ શુક્લા બીસીસીઆઈના નવા પ્રમુખ બનશે. તેઓ આવતા મહિને વર્તમાન ચેરમેન રોજર બિન્નીનું સ્થાન લેશે. રાજીવ શુક્લા આવતા મહિને રોજર બિન્નીનું સ્થાન લેશે અને બોર્ડના ચેરમેન તરીકે નિમણૂક કરશે. ANI એ તેના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે 70 વર્ષીય બિન્ની 19 જુલાઈના રોજ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. વાસ્તવમાં, આ પદ માટે રોજર બિન્નીની વય મર્યાદા પૂર્ણ થવાની છે. શુક્લા હાલમાં ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે અને આગામી 3 મહિના માટે કાર્યકારી પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે.

1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી રોજર બિન્ની આ વર્ષે ૧૯ જુલાઈના રોજ ૭૦ વર્ષના થશે. BCCI ના નિયમો અનુસાર, 70 વર્ષની ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ પ્રમુખ પદ સંભાળી શકતી નથી. આ કારણોસર, તેમણે પોતાનું પદ છોડવું પડશે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની રાષ્ટ્રપતિ પદ માટે પસંદગી ન થાય ત્યાં સુધી, રાજીવ શુક્લા BCCI પ્રમુખની ભૂમિકા ભજવશે.

રોજર બિન્ની 2022 માં BCCI પ્રમુખ બન્યા
તમને જણાવી દઈએ કે રોજર બિન્નીને 2022 માં BCCI ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું હતું. બિન્નીની ગણતરી ભારતના સારા બોલરોમાં થાય છે. પોતાના આંકડાઓ વિશે વાત કરીએ તો, બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે રમી હતી. તેણે બંને ફોર્મેટમાં કુલ ૧૨૬ વિકેટ લીધી. 1983ના વર્લ્ડ કપમાં ભારતની જીતમાં રોજર બિન્નીએ મોટી ભૂમિકા ભજવી હતી. તેણે તે વર્લ્ડ કપમાં સૌથી વધુ 18 વિકેટ લીધી હતી.

રાજીવ શુક્લા હાલમાં BCCI ઉપપ્રમુખની ભૂમિકામાં છે.
રાજીવ શુક્લા 2020 થી BCCI ના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે 2017 સુધી ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) ના સચિવ તરીકે પણ કામ કર્યું છે. શુક્લા 2018 સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના અધ્યક્ષ પણ હતા. હવે તેઓ BCCI પ્રમુખની ભૂમિકા ભજવતા જોવા મળશે.

ભારતમાં કોરોના વધ્યો, 10 દિવસમાં 257 કેસથી સીધા 3758 થયા

0

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં Covid-19ના ઍક્ટિવ કેસ વધીને લગભગ 4000 જેટલા થઈ ગયા છે. સાથે જ દરરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કારણે 4 લોકોના મૃત્યુ નોંધાયા છે.

દિલ્હીમાં કેટલા ઍક્ટિવ કેસ?
આરોગ્ય મંત્રાલયની અધિકૃત વેબસાઈટ પર આપેલા આંકડાઓ મુજબ 2 જૂન 2025 સુધી દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા 3961 પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 47 નવા કેસ દિલ્હીમાંથી નોંધાયા છે. જેથી કરીને દિલ્હીમાં અત્યાર સુધી કુલ 483 ઍક્ટિવ કેસ થઈ ગયા છે. જ્યારે કે દેશમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ કેરળમાં છે, જ્યાં સંખ્યા 1435 છે.

ક્યા રાજ્યમાં કેટલાં નવા કેસ નોંધાયા?

આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 203 નવા કોરોના કેસ નોંધાયા છે, જેના કારણે ઍક્ટિવ કેસોની કુલ સંખ્યા 3961 થઈ ગઈ છે. નવા કેસ નોંધાવેલા મુખ્ય રાજ્ય અને તેમની સંખ્યાઓ આ પ્રમાણે છે:

  • આંધ્ર પ્રદેશ – 7 કેસ
  • બિહાર – 3 કેસ
  • છત્તીસગઢ – 1 કેસ
  • દિલ્હી – 47 કેસ
  • ગુજરાત – 18 કેસ
  • જમ્મુ કાશ્મીર – 2 કેસ
  • ઝારખંડ – 5 કેસ
  • કર્ણાટક – 15 કેસ
  • કેરળ – 35 કેસ
  • મધ્ય પ્રદેશ – 4 કેસ
  • મહારાષ્ટ્ર – 21 કેસ
  • ઓડિશા – 3 કેસ
  • રાજસ્થાન – 7 કેસ
  • સિક્કિમ – 1 કેસ
  • ઉત્તર પ્રદેશ – 8 કેસ
  • પશ્ચિમ બંગાળ – 44 કેસ

JEE એડવાન્સ પરિણામ 2025 જાહેર, આ રીતે ચેક કરજો તમારો સ્કોર

0

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરે આજે JEE એડવાન્સ્ડ 2025 નું પરિણામ જાહેર કર્યું છે અને પરિણામોની સાથે JEE એડવાન્સ્ડ 2025 ટોપર્સની યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમાં IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને તેમના સંબંધિત પરિણામો અને અંતિમ આન્સર કી ચકાસી શકે છે.

આજે અનેક વિદ્યાર્થીઓનું આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનું સપનું સાકાર થશે. આઈઆઈટી કાનપુર દ્વારા આજે એટલે કે 2 જૂન 2025ના રોજ જેઈઈ એડવાન્સ 2025ની ફાઈનલ આંન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષા આપી હોય એવા ઉમેદવારો jeeadv.ac.in વેબસાઈટ પર પોતાનો રજીસ્ટ્રેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે. પરીક્ષામાં પાસ થનાર સફળ ઉમેદવારો આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. તેમના કાઉન્સેલિંગ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 3 જૂનથી શરૂ થશે.

JEE Advanced પરિણામ કેવી રીતે તપાસશો

http://results25.jeeadv.ac.in/ વેબાસાઈટ પર જાઓ.

પોલેન્ડમાં નવો રાષ્ટ્રપતિ: કેરોલ નોરોકીની જીત યુરોપીય નીતિઓમાં કરશે શું ફેરફાર?

રૂઢિચુસ્ત નેતા કેરોલ નોરોકીએ પોલેન્ડની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખૂબ જ સ્પર્ધાત્મક જીત મેળવી છે. મત ગણતરીના અંતિમ આંકડા અનુસાર, આ ખૂબ જ નજીકની સ્પર્ધામાં નોરોકીને 50.89 ટકા મત મળ્યા. જ્યારે તેમના હરીફ, વોર્સોના મેયર રફાલ ટ્રાઝાસ્કોવસ્કીને 49.11 ટકા મત મળ્યા.

રશિયા-યુક્રેન યુદ્ધ પર નોરોકીની જીતની શું અસર પડશે?
રશિયા-યુક્રેન યુદ્ધ હાલમાં ત્રણ વર્ષમાં તેના સૌથી ઘાતક તબક્કામાં છે, યુક્રેનિયન સૈન્યએ પાંચ રશિયન એરબેઝ પર મોટા પાયે ડ્રોન હુમલા કર્યા છે. રશિયા યુક્રેન પર મોટો વળતો હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં, પોલેન્ડની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રૂઢિચુસ્ત ઉમેદવાર કેરોલ નોરોકીની સંભવિત જીત રશિયા-યુક્રેન યુદ્ધ પર નોંધપાત્ર અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે નવરોકીને જમણેરી પક્ષ ‘લો એન્ડ જસ્ટિસ’ ની નજીક માનવામાં આવે છે. તેમના ચૂંટણી પ્રચારમાં તેમણે યુક્રેન પ્રત્યે પોલેન્ડની નીતિ અંગે અનેક નિર્ણાયક સંકેતો આપ્યા હતા.

યુક્રેનને પોલેન્ડનો લશ્કરી ટેકો અને સહયોગ ઘટી શકે છે
નોરોકીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી પોલેન્ડ માટે ઐતિહાસિક રીતે સંવેદનશીલ મુદ્દાઓ, જેમ કે વોલ્હીનિયા નરસંહાર, ઉકેલાય નહીં ત્યાં સુધી તેઓ યુક્રેનના નાટો અથવા EUમાં જોડાવાના પક્ષમાં નથી. તેઓ એમ પણ કહે છે કે અત્યાર સુધી પોલેન્ડે યુક્રેનને નોંધપાત્ર સહાય પૂરી પાડી છે, પરંતુ આગળના સંબંધો ફક્ત સહયોગ પર નહીં પણ “સ્પર્ધા” અને “રાષ્ટ્રીય હિતો” પર આધારિત હશે. નોરોકી યુક્રેનમાં પોલિશ સૈનિકોની તૈનાતીનો પણ વિરોધ કરે છે. આ સૂચવે છે કે નોરોકી રાષ્ટ્રપતિ બન્યા પછી પોલેન્ડનો યુક્રેનને લશ્કરી ટેકો અને સહયોગ ઘટી શકે છે. આ યુક્રેન માટે એક મોટો આંચકો હશે.

યુક્રેનના સાથી દેશો પણ નવરોકીના વલણથી ચિંતિત છે
નવરોકીનું વલણ ફક્ત યુક્રેન જ નહીં, પરંતુ તેના સાથી દેશોને પણ ચિંતાજનક છે. યુક્રેન પોતે પણ પોલેન્ડનો ટેકો ગુમાવવાથી ચિંતિત છે. આવા સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નવરોકીના વલણ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જો યુક્રેન નાટોનો ભાગ નહીં બને તો રશિયા પોલેન્ડની સરહદો સુધી પહોંચી શકે છે. જોકે, યુક્રેન માટે આંશિક રાહતની વાત એ છે કે નવરોકીનું વલણ રશિયા પ્રત્યે પણ નરમ નથી.

૦૨ જુન, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણુું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ, ગરમ, રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆત માં થોડી ચિંતા રહે, ત્યારબાદ મોજ,શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્ય સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફલ મળતું જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જણવાનો યોગ બને છે. વિશ્વાસધાત નો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માત થી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતાા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્સન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃનો યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ધટે. વાણીમાં ઉગર્તા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાતે વાદ વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંતિ મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્ય ના કાયો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શકય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. ક્ષાનતંતુ ઓ સંબંધિત રોગ થી સાચવવું.

ઘનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ આનંદ-ઉત્સાહ વધે. અવાકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. અ‍ાવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફતી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી ખાંસી રહે. આ‌ઇસક્રીમ, ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ બહેનોના વ્યવહાર થી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.