Home Blog Page 404

રાજ્યના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે 23 જૂનથી 24 જૂન સુધીમાં 24 કલાકમાં 31 જિલ્લામાં 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 21.15% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે સુરતમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

વરસાદની પરિસ્થિતી
24 જૂન, 2025ના રોજ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં 167 મીમી નોંધાયો, જ્યારે પાલસાણામાં 208 મીમી અને સુરત શહેરમાં 346 મીમી વરસાદ થયો, જે રાજ્યનું સૌથી ઊંચું પ્રમાણ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં નહિવત વરસાદ નોંધાયો. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી 31 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ 71.3 મીમી વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે.

દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 308.5 મીમી વરસાદ થયો, જે 20.71% છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 196.1 મીમી વરસાદ નોંધાયો, જે 26.23% છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 162.94 મીમી વરસાદ થયો. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અનુક્રમે 104.6 મીમી અને 107.08 મીમી વરસાદ નોંધાયો, જે સૌથી ઓછો છે. રાજ્યની સરેરાશ 882 મીમીની સામે 186.51 મીમી વરસાદ થયો, જે 21.15% છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

શેરબજારમાં આજે સેન્સેક્સ 900 ઉછળ્યો, નિફ્ટી 270 લેવલે સ્પર્શ્યો

ઇઝરાયેલ-ઈરાન વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલતી ભીષણ યુદ્ધ પર હવે વિરામ લાગી ગયો છે અને બંને દેશો સીઝફાયર (યુદ્ધવિરામ) માટે સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જાહેરાત કરી છે. આ સમાચારના પગલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે મળેલા સકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજારોએ મંગળવારના રોજ જોરદાર શરૂઆત કરી છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો સંયુક્ત સૂચકાંક સેન્સેક્સ (BSE Sensex) 900થી વધુ અંક ઉછળી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સૂચકાંક (NSE Nifty) પણ 270થી વધુ અંકની તેજી સાથે ખુલ્યો.

એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ અને આ બધા શેર વધ્યા

સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્સના શેર 1.78 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.30 ટકા, ટ્રેન્ટ 1.23 ટકા, ટાટા સ્ટીલ 1.21 ટકા, ઇટરનલ 1.16 ટકા, TCS 1.10 ટકા, SBI 1.09 ટકા, ઇન્ફોસિસ 1.09 ટકા, પાવર ગ્રીડ 1.07 ટકા, L&T 1.06 ટકા, ટાટા મોટર્સ 1.02 ટકા, બજાજ ફિનસર્વ 0.98 ટકા, HCL ટેક 0.95 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.85 ટકા વધ્યા.

આ ઉપરાંત, હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.79 ટકા, ટેક મહિન્દ્રા 0.78 ટકા, મારુતિ સુઝુકી 0.77 ટકા, ભારતી એરટેલ 0.77 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.75 ટકા, HDFC બેંક 0.72 ટકા, BEL 0.69 ટકા, રિલાયન્સ 0.67 ટકા, બજાજ ફાઇનાન્સ 0.62 ટકા, ICICI બેંક 0.57 ટકા, એક્સિસ બેંક 0.49 ટકા, ટાઇટન 0.37 ટકા, ITC 0.36 ટકા અને સન ફાર્માના શેર 0.20 ટકા વધ્યા હતા.

વિદેશી બજારો તરફથી મળ્યા સારા સંકેતભારતીય શેરબજાર (Indian Stock Market) માટે તેજી ના સંકેત પહેલેથી જ અમેરિકા થી લઇને એશિયા સુધીના શેરબજારોમાંથી મળી રહ્યા હતા. છેલ્લા વેપાર દિવસે અમેરિકાના શેરબજારો હરિયાળી ઝોનમાં બંધ થયા હતા. ડાઉ જોન્સ (Dow Jones) 374.96 અંકના ઉછાળા સાથે, S&P 0.51 ટકા ના ઉછાળા સાથે અને નાસ્ડેક (Nasdaq) 183.56 અંકના ઉછાળ સાથે બંધ થયા હતા. આ ઉપરાંત મંગળવારે પણ મોટા ભાગના એશિયાઈ શેરબજારોમાં જબરદસ્ત તેજી સાથે વેપારની શરૂઆત થઈ હતી.

એશિયાઈ બજારોની વાત કરીએ, તો પ્રારંભિક વેપારમાં જાપાનનો નિક્કી (Nikkei) 415 અંકના ઉછાળા સાથે 38,769.12 પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારે હૉંગકૉંગનો હેંગસેંગ (Hang Seng) 423.87 અંકના ઉછાળ સાથે 24,111ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. દક્ષિણ કોરિયાના કોપ્સી સૂચકાંક (KOSPI) પણ 75.78 અંકના ઉછાળ સાથે 3,090.25 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગિફ્ટ નિફ્ટી (Gift Nifty)માં પણ 200 અંકથી વધુની તેજી જોવા મળી હતી.

સુરતમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ: વહેલી સવારે બે કલાકમાં 4 ઇંચ વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર

સુરતમાં આજે બપોર બાદ વરસાદે વિરામ લીધા હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ ચાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હીરાબાગ પંચમુખી હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.

ખાડીઓની આસપાસના વિસ્તારોને સાવચેત રહેવા અપીલઆજ રોજ સવારે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાંથી પસાર થતી કેટલીક ખાડીઓમાં પાણીનું સ્તર ઊંચું નોંધાયું છે. સીમાડા ખાડી તેના ભયજનક સ્તર 4.50 મીટર પર પહોંચી ગઈ છે, જે ચિંતાજનક છે. અન્ય ખાડીઓમાં પણ પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું છે. ભેદવાડ ખાડી 6.90 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 7.20 મીટરની ખૂબ નજીક છે. મીઠી ખાડી 8.40 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 9.35 મીટરની નજીક પહોંચી રહી છે. ભાઠેના ખાડી 7.50 મીટર પર છે, જેનું ભયજનક સ્તર 8.25 મીટર છે. કાકરા ખાડી 6.35 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 8.48 મીટરથી નીચે છે. આ ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સુરત જિલ્લાના 32 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

સવારના 8 વાગ્યાની સ્થિતિ મુજબ, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા રસ્તાઓની વિગત જાહેર કરવામાં આવી છે. આ માહિતી અનુસાર સુરત જિલ્લામાં કુલ 32 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી તમામ 32 રસ્તાઓ પંચાયત હસ્તકના છે અને કોઈ પણ સ્ટેટ હાઈવે, અન્ય માર્ગ, નેશનલ હાઈવે કે NHAI હસ્તકના રસ્તાઓ બંધ નથી. આ બંધ કરાયેલા રસ્તાઓમાં ચાલુ સ્થિતિએ 32 રસ્તાઓનો સમાવેશ થાય છે. જ્યારે ગતરોજની સ્થિતિએ કોઈ રસ્તાઓ બંધ નહોતા. આ આંકડા દર્શાવે છે કે, સુરતમાં વરસાદને કારણે પંચાયત હસ્તકના ગ્રામીણ માર્ગો પર અસર થઈ છે અને નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.

સુરત જિલ્લાની વરસાદની આંકડાકીય માહિતી

  • ઓલપાડ: 127 મિમી
  • માંગરોળ: 80 મિમી
  • ઉમરપાડા: 46 મિમી
  • માંડવી: 88 મિમી
  • કામરેજ: 272 મિમી
  • સુરત સિટી: 346 મિમી
  • ચોર્યાસી: 108 મિમી
  • પલસાણા: 208 મિમી
  • બારડોલી: 167 મિમી
  • મહુવા: 70 મિમી

૨૪ જૂન ૨૦૨૫ (આજનું રાશિફળ) : કર્ક અને તુલા રાશિના જાતકોને આજે કરિયરમાં મળશે સફળતા, જોઈ લો શું છે બાકી રાશિના હાલ

મેષઃઆત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની ‌તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચાલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.વૃષભઃનાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સબ્યો થી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખ માં મિશ્રફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.મિથુનઃસ્વભાવમાં સરળતા., નિખાલસતા, વર્તાય. અાવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રાત વર્તાય. લોહી સંબધી રોગો થી સાવચેતી જરૂરી. સંસારિક બાબતો માં અસંતોષ આ‌કસ્મિક ધનલાભ શકય.કર્કઃનસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વઘારો થાય. યાત્રા પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા, આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.સિંહઃમાનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ધટે. પરિવારમાં શાંતિ રહે. અગ્તયના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધી ચિંતા રહે. શરદી ખાંસીનો ઉપદ્ગવ રહે.કન્યાઃબુધ્ધિ થી કાર્ય સફળતા મળતી જણાય. અેડવોકેટ, વિમા સંબધી ક્ષેત્રો થી વધુ લાભની શકયતા. ‌પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂં રહે. દામ્પત્ય ક્ષેત્રે ઉત્તમ સમય.તુલાઃઅણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષ નું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણે ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા પ્રવાસ શકય બને. પેટના રોગોથી સાચવવું.વૃશ્ચિકઃઆવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. સંતાન સુખ ઉત્તમ સંતાનની પ્રગતિ થી આનંદ. વિદ્યા‌ર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂં માન સન્માન માં વધારો.ઘનઃદિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવક નો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદા કારક નીવડશે. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી ખાંસી રહે.મકરઃમાનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવામાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગ નું આયોજન શકય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.કુંભઃઆત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બને નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર જંગમ મિલકત થી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.મીનઃઅંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાનની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્ર ને સબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો પિચાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂં. આરોગ્ય મધ્યમ.

શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય

આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા aicc ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે.

કડી પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: નીતિન પટેલ ગદગદ, કોંગ્રેસનો ફરી સફાયો

ગુજરાતમાં આજે જાહેર થયેલા પેટાચૂંટણીના પરિણામોમાં કડી વિધાનસભા બેઠક પર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર સામે 38 હજારથી વધુ મતોની જંગી લીડ મેળવીને ભવ્ય જીત હાંસલ કરી છે. આ જીત બાદ કડીના વતની અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પહેલા પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કડીની જનતાનું ભાજપને સમર્થન

પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે અનેક ચૂંટણીઓ પછી તે વિધાનસભાની હોય, લોકસભાની હોય, તાલુકા કે નગરપાલિકાની હોય, કડી શહેર અને તાલુકાની જનતા તથા તમામ કાર્યકરો અને મતદારો ભાજપને સમર્થન આપે છે. આ વખતે પણ અમારી કડીની પેટાચૂંટણી હતી અને આ પેટાચૂંટણીમાં અમારા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને અત્યાર સુધી મળેલી છેલ્લી માહિતી મુજબ 38 હજારથી વધુ મતોની લીડ મળી છે.

કોંગ્રેસને અમે હંમેશાં હરાવતા આવ્યા છીએ

કોંગ્રેસને અમે હંમેશા હરાવતા આવ્યા છીએ. આ વખતે પણ કડીની જનતાએ કોંગ્રેસને પરાજય આપ્યો છે. કડીની બેઠક પર કોંગ્રેસવાળા અફવા ફેલાવી રહ્યા હતા કે આ વખતે ભાજપમાં મતદાન ઓછું થયું છે અને પ્રજા તેમની સાથે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલથી માંડીને અનેક નેતાઓ કડીમાં પ્રચાર માટે આવ્યા હતા અને કડીની જનતાને જુદી જુદી રીતે ગેરમાર્ગે દોરવા ગામડા-શહેરમાં નાની મોટી સભાઓ કરી હતી. જોકે, કડીની જનતાએ ફરી એકવાર ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસના દાવાઓને ખોટા સાબિત કર્યા છે.

કડી ભાજપનો ગઢ

આગળ તેમણે કહ્યું કે મારા વખતથી અને અત્યાર સુધી કડીની જનતા ભાજપના કામોથી પ્રેરાઇ છે. વિપક્ષના કુપ્રચાર છતાં કડીની જનતાએ ભાજપને ટેકો આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરના વતન જાલોડામાં કોંગ્રેસ કરતા ભાજપને વધારે મત આપ્યા છે. કડી ભાજપનો ગઢ છે અને વર્ષોથી હું ત્યાં ચૂંટાતો હતો.

સુરતમાં સવારે 8 થી 10 વચ્ચે 135 મી.મી વરસાદ, બે કલાકમાં 5.5 ઇંચ વરસાદ, ક્રોઝવે વાહનવ્યવહાર માટે બંધ

સુરત શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. પાણીનું સ્તર 6 ફૂટની સપાટીએ પહોંચતા હાલ કોઝવે વાહનવ્યવહાર માટે મહાનગર પાલિકા દ્વારા બંધ કરાયો છે. શહેરમાં સતત વરસાદને કારણે SMC કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ દ્વારા ICCC(ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર) ખાતેથી સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

સુરત શહેરમાં અચાનક પડેલા ભારે વરસાદે શહેરના સામાન્ય જીવનને તહેસ નહેસ કરી દીધું છે. રવિવારની વહેલી સવારે શરૂ થયેલા વરસાદે માત્ર 6 કલાકમાં આશરે 7.5 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. પરિણામે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ હતી.

વિશેષ કરીને ગોડાદરા, વેડ રોડ, કતારગામ, ઉધના, રાંદેર, એલ.પી. સવાણી રોડ અને જહાંગીરપૂરા વિસ્તારોમાં વરસાદનું પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં એલ.જી.બી. માર્ગ અને ગ્રામ્ય વિસ્તારના અંડરપાસ બંધ કરવાં પડ્યાં હતા.

ગુજરાતની વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય

ગુજરાત વિધાનસભાની વીસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણી પછી આજે મતગણતરી થઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વીસાવદરમાં વિજય થયો છે. મતગણતરીના 21 રાઉન્ડ પછી ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી પરાજય આપ્યો છે. ઇટાલિયાને 75,942 મત મળ્યા હતા જ્યારે કિરીટ પટેલને 58388 મત મળ્યા હતા. કૉંગ્રેસના નીતિન રાણપરિયા 5501 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

કોણ છે ગોપાલ ઇટાલિયા?

ગોપાલ ઇટાલિયા પાટીદાર અનામત આંદોલનના નેતા હતા. ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2023 સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર હતા. જાન્યુઆરી 2017માં તે સરકારી કર્મચારી તરીકે સેવા આપતા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને ગુજરાતમાં દારૂબંધી નીતિના ખુલ્લેઆમ ઉલ્લંઘન અને જાહેર સેવકોની કથિત મિલીભગત અંગે ફરિયાદ કરી હતી. આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. માર્ચ 2017માં ઇટાલિયાએ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવા અને ‘ભ્રષ્ટાચાર મુલતવી રાખો’ના નારા લગાવવા બદલ સમાચારમાં હતા.

2018થી 2020 દરમિયાન ગોપાલ ઇટાલિયા સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથે સંકળાયેલા હતા. 2018માં તેમણે બંધારણ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું આયોજન કર્યું અને જૂન 2020માં ઇટાલિયા આમ આદમી પાર્ટી, ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે AAPમાં જોડાયા હતા. 12 ડિસેમ્બર 2020ના રોજ તેમને પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ: આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી

હવામાનની દ્રષ્ટિએ આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે, રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે પીળો એલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ મુશળધાર ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ત્યાં જ પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આજે સાત જિલ્લામાં અતિભારે જ્યારે 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અલગ અલગ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં પણ આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દાદરા અને દમણ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

વિસાવદર બેઠક પર ભાજપનો પરાજય, આપના ગોપાલ ઈટાલિયા 17581 મતથી જીત્યા

ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં વિસાવદર બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો 17 હજારથી વધુ મતોથી વિજય થયો છે, જ્યારે કડી બેઠક ભાજપે 38 હજાર મતોની સરસાઇથી જીતી લીધી છે.

ગઈ 19 મીએ કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આજે તેની મતગણતરી થતાં 21 રાઉન્ડ બાદ ગોપાલ ઈટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલને 17581 મતથી પરાજય આપ્યો છે. ગોપાલ ઈટાલિયાને 75942 મત મળ્યા હતા, જ્યારે કિટીટ પટેલને 58388 મત મળ્યા હતા. કોંગ્રેસના નીતિન રાણપરિયા ફક્ત 5501 મત મેળવી ત્રીજા ક્રમે રહ્યા હતા. વિસાવદરમાં મતગણતરીની શરૂઆતમાં ભાજપ અને આપ વચ્ચે રસાકસી રહી હતી, પરંતુ આઠમા રાઉન્ડ પછી ગોપાલ ઈટાલિયા આગળ નીકળી ગયા બાદ તેમની લીડ સતત વધતી રહી હતી. આખરે તેઓ 17 હજાર કરતાં વધુ મતોથી જીતી ગયા હતા.

જ્યારે કડી બેઠક ભાજપે જાળવી રાખી છે. કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાને 98836 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59932 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા ફક્ત 3077 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા.