Home Blog Page 391

ગુજરાતમાં મેઘરાજાનું આગમન: આજે 12 જિલ્લામાં ધમાકેદાર વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. રોજે રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ વરસાદ પણ પોતાનો રંગ બતાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગાંધીનગર સહિત 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે 3 જુલાઈ 2025, ગુરુવારના દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહિસગાર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં અહીં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષના બંગલો પર CBIની રેડ: ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો

0

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલો પર રેડ કરી છે. આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે.

મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે.

મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે.

બાબા બાગેશ્વરના જન્મદિવસના મંડપનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, 10 ઘાયલ

0

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગરહા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે અન્ય 10 ઘાયલ થયા છે. મંડપનો લોખંડનો પાઈપ માથા પર વાગતાં એક શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત થયુ હતું.

ગુરૂવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુઓ મંડપ નીચે ઉભા હતાં. ત્યાં અચાનક મંડપ ધરાશાયી થતાં એક શ્રદ્ધાળુના માથા પર લોખંડનો પાઈપ વાગ્યો હતો. મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી હતો.

આખરે શું થયું?
બાગેશ્વર ધામ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો યુપીથી આવ્યા હતા. એક ભક્ત જણાવ્યું કે યુપીથી મોટી સંખ્યામાં ભક્તો બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. સવારની આરતી પછી અચાનક વરસાદ શરૂ થયો, તેથી ભક્તો પોતાને બચાવવા માટે પંડાલ નીચે ભેગા થયા. તંબુ જેવા પંડાલ પર ઘણું પાણી જમા થઈ ગયું અને તે નીચે પડી ગયું. પંડાલની રચનામાંથી એક લોખંડનો ખૂણો એક ભક્તના માથામાં વાગ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. અન્ય એક ભક્તને પણ ગંભીર ઈજા થઈ. તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઘાનાનાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસીય પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાના પહોંચ્યા. આ તેમની ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, જે ભારત અને ઘાનાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં મહત્વનું પગલું છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેમનું ભવ્ય સ્વાગત થયું, આ ઉપરાંત ઘાનાના રાષ્ટ્ર પ્રમુખ જૉન મહામાએ તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા.

વડા પ્રધાન મોદીનું ઘાનામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં કોટોકા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું સ્વાગત 21 તોપોની સલામી સાથે કરવામાં આવ્યું. રાષ્ટ્ર પ્રમુખ મહામાએ તેમને ‘ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઘાના’ એવોર્ડથી સન્માનિત કર્યા. મોદીએ આ સન્માનને 1.4 અબજ ભારતીયોના નામે સ્વીકાર્યું અને ઘાનાના લોકોનો આભાર માન્યો. તેમણે આ સન્માનને ભારતની સાંસ્કૃતિક વિવિધતા, યુવાઓની આકાંક્ષાઓ અને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું.

ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો
જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવ્યા તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. સંયુક્ત નિવેદન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત-ઘાના મિત્રતાનાં કેન્દ્રમાં આપણા સહિયારા મૂલ્યો, સંઘર્ષ અને સમાવિષ્ટ ભવિષ્ય માટેનાં સહિયારા સપના છે, જેણે અન્ય દેશોને પણ પ્રેરણા આપી છે.

ભારતનું આમંત્રણ અને ભવિષ્યની યોજના
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મહામાને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું અને ભારતીય સમુદાય સાથેની મુલાકાત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે ઘાનાને પશ્ચિમ આફ્રિકામાં લોકશાહીની ‘આશાની કિરણ’ ગણાવી અને બંને દેશોના સામાન્ય મૂલ્યો અને સપનાઓ પર ભાર મૂક્યો. આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.

માલીમાં આતંકવાદીઓએ ત્રણ ભારતીયોનું અપહરણ કર્યું, ભારત સરકાર એક્શનમાં

આતંકવાદીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે. આતંકવાદીઓએ કામની શોધમાં આફ્રિકન દેશ માલી ગયેલા 3 ભારતીયોનું અપહરણ કર્યું છે. ત્રણેય માલીમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે. ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. અપહરણની ઘટના ત્યારે બની જ્યારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પશ્ચિમ માલીના કાયેસ ક્ષેત્રમાં સ્થિત ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર એક સાથે હુમલો કર્યો. સ્થાનિક અહેવાલો અનુસાર, બંદૂકધારીઓએ ફેક્ટરી પર હુમલો કર્યો અને ત્યાં કામ કરતા કામદારોને બંધક બનાવ્યા.

માલીમાં આતંકી હુમલો
1લી જુલાઈના રોજ માલીના કાયેસ વિસ્તારમાં આવેલી ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ત્યાં કામ કરતા ત્રણ ભારતીય નાગરિકોને અજ્ઞાત હુમલાખોરોએ અપહરણ કર્યું. આ ઘટનાની જવાબદારી અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ‘જમાત નુસરત અલ-ઇસ્લામ વલ મુસ્લિમીન’ (JNIM)એ લીધી છે, આ સંગઠને માલીમાં અગાઉ પણ ઘતક હુમલા કર્યા છે.

ભારત સરકારની પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ‘અત્યંત નિંદનીય’ ગણાવીને માલી સરકારને અપહૃત નાગરિકોની સુરક્ષિત મુક્તિ માટે તમામ પગલાં લેવા જણાવ્યું છે. માલીની રાજધાની બમાકોમાં આવેલું ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને ફેક્ટરીના સંચાલકો સાથે સતત સંપર્કમાં છે. અપહૃત નાગરિકોના પરિવારોને પણ દરેક અપડેટથી વાકેફ રાખવામાં આવી રહ્યા છે.

૦૩ જુલાઈ, ૨૦૨૫: આ રાશિ માટે વર્ક લાઇફમાં સહકર્મીઓનો સપોર્ટ મહત્વપૂર્ણ રહેશે, બચત પર ધ્યાન આપો, વાંચો આજનું રાશિફળ

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજશોખ આનંદનો અનુભવ થાયય પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વખ કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મ‍ળતું જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જણાવાનો યોગ બને છે. વિશ્વાસ ધાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા વાગવાથી થતા વાહન અકસ્માત થી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળ માં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુંનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્સન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ધટે. વાણીમાં ઉગર્તા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ વિવાદ સંભવે. ધંધા નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિતિ થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયાત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળે. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શકય બને. સાસરા તરફથી લાભ મળતો જણાય. ક્ષાનતતુઓ સંબંધિત રોગ થી સાચવવું.

ધનઃ

આજે આરોગ્ય માં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. અવાકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી ખાંસી રહે. આ‌ઇસ‌ક્ર‌ીમ, ઠંડાપીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ બહેનોના વ્યવહાર થી દુઃખ થાય. કાર્યમાં સફલતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત ના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

જાપાન: ટેક ઓફ થયાના 10 મિનિટમાં પ્લેન 26,000 ફૂટ નીચે આવ્યું બોઇંગ વિમાન

અમદાવાદના પ્લેન ક્રેશ બાદ હવાઇ મુસાફરોની ચિંતામાં વધારો થયો છે. જેમાં હાલમાં જ જાપાનમાં બીજું એક બોઇંગ 737 વિમાન અકસ્માતથી માંડ માંડ બચ્યું છે. આ બોઇંગ વિમાન ચીનથી જાપાનની રાજધાની ટોક્યો જઈ રહ્યું હતું. જ્યારે વિમાને શાંઘાઈથી ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ખામી સર્જાઈ અને અચાનક નીચે આવવા લાગ્યું.

વિમાનને લગભગ 26 હજાર ફૂટ ઉપરથી પડતું જોઈને મુસાફરોએ તેના પર આખરી સંદેશા લખ્યા. જોકે, અંતે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. જેમાં મીડિયા અહેવાલ અનુસાર આ બોઇંગ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. જેમાં ક્રૂ સભ્યો સહિત 200 લોકો હતા. મોટાભાગના મુસાફરો ચીનના હતા જેઓ જાપાનના ટોક્યો જઈ રહ્યા હતા.

પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું
જાપાન સરકારના જણાવ્યા મુજબ કેબિનમાં કંઇક ટેક્નિકલ ખામી આવતા આ સમસ્યા સર્જાઇ હતી. પાયલટે તેને સુધારવાના પ્રયાસો કર્યા. આ દરમિયાન પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું. શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેબિનમાં હવાના દબાણને મેન્ટેન રાખનારા પ્રેશરાઇઝેશન સિસ્ટમમાં ફોલ્ટ હોવાની જાણ થતા એલર્ટ આપ્યુ ત્યારે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરનો સંર્પક કર્યો .

એરલાઇન્સે દુઃખ વ્યક્ત કર્યુ
ફ્લાઇટ નીચે ઉતરતાની સાથે જ એર હોસ્ટેસએ વોર્નિંગ આપી દીધી. વોર્નિંગ સાંભળતા જ ફ્લાઇટમાં અફરાતફરી મચી ગઇ. લોકોમાં ડર જોવા મળ્યો. મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા. કોઇકે તો ગુડ બાય નોટ લખી રાખી. તો કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા. પ્લેન લેન્ડ થયાના એક કલાક સુધી યાત્રીઓને બહાર નહોતા કાઢવામાં આવ્યા. જાપાન એરલાઇન્સે આ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યુ અને 10 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત: સચિવાલયમાં હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં અપાય

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં અપાય. સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની કેબિનમાં કાચની બોટલમાં પાણી આપવામાં આવશે. સરકારે સખી મંડળને જવાબદારી સોંપી છે.

ઈન હાઉસ રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રિયુઝ ઇકોસિસ્ટમનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. સચિવાલય સંકુલમાં દરરોજ અંદાજિત 8 હજાર પાણીની બોટલનો વપરાશ થાય છે. સરકારના આ નિર્ણયને પગલે, સચિવાલયમાં રોજની 8 હજાર પ્લાસ્ટિકની બોટલના વપરાશ પર લાગશે બ્રેક. પાણીના પેકિંગથી લઈ વિતરણ સુધીની પ્રક્રિયાનું સંચાલન સખી મંડળ દ્વારા કરાશે. સખી મંડળને રોજગારી મળશે અને સચિવાલય પ્લાસ્ટિક ફ્રી બનશે.

આ પ્રોજેક્ટમાં અપનાવવામાં આવેલી પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી વડોદરાની યુવા સ્ટાર્ટઅપ ટીમ દ્વારા પ્રતિક પટેલના નેતૃત્વમાં વિકસાવવામાં આવી હતી. વધુમાં, પ્રખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિરમાં એક મોટા પાયે પાયલોટ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક બોટલના ભાવે કાચની બોટલોમાં પીવાનું પાણી પીરસવાનો છે.

સ્માર્ટ સુરતની સ્માર્ટ પહેલ: અલથાણમાં દેશમાં પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ સુરતનું નવું નજરાણું બનશે. 100 કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24*7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે Wi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ વિષે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસેસિસ સેલના કાર્યપાલક ઇજનેરશ્રી પ્રકાશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા GIZના સહકારથી અમલમાં મૂકાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઊર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે. રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઊર્જાનો વધુ પડતો ઉપયોગ શક્ય બન્યો છે.”

આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે 1 લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે રૂ.6.65 લાખની ઊર્જા બચત થશે. એટલે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પરંતુ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બનશે.

તેમણે કહ્યું કે, “આ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને ગ્રીન અને સસ્ટેનેબલ બનાવવાનો પ્રયાસ છે. હાલ જે વપરાયેલી બેટરીઓને ફરી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એ વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ છે. જેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ સમાન સાબિત થશે. સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે.”

સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં અમલમાં મૂકાયેલો સૌર ઊર્જા આધારિત સ્માર્ટ બસ સ્ટોપ હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યો છે. Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ, LED લાઇટ્સ, પંખા અને CCTV જેવી સુવિધાઓ સાથે સજ્જ આ બસ સ્ટોપ પબ્લિક ટ્રાન્સપોર્ટને હરિત અને ટેકનોલોજીકલ રીતે સમૃદ્ધ બનાવે છે. ઉર્જા બચત અને પર્યાવરણીય લાભો સાથે સંકળાયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ મોડેલ બની રહ્યો છે.

સુરત: ઉધનાની એપી માર્કેટમાં ગેલેરી તૂટી પડતાં 2 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

સુરતના ઉધનામાં આવેલા એપી માર્કેટમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માર્કેટની ગેલેરીનો આખેઆખો ભાગ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં રિપેરિંગ કરી રહેલા બે શ્રમિકો કાટમાળમાં દબાઈ ગયા હતા. ફાયર વિભાગ અને પાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ માર્કેટ જર્જરિત હાલતમાં હતું અને 2018માં સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી. માર્કેટના ઉપરના બે સ્લેબ ઉતારવા માટે બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં, આજે રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે બીજા માળનો સ્લેબ પહેલા માળ પર પડ્યો હતો અને ત્યારબાદ વજન વધતા આ કાટમાળ સીધો નીચે પડ્યો હતો.

રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
ઘટના બાદ તરત જ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં દબાયેલા શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા. એક શ્રમિક અડધો કાટમાળની બહાર દેખાતો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા.એક શ્રમિકને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે અન્ય શ્રમિકને ગંભીર ઈજા થતાં ઉધના પોલીસ પોતાના પીસીઆર વાનમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.