કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાઉલાલ વૈષ્ણવનું 8 જુલાઈ, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાને 52 મિનિટે જોધપુર AIIMSમાં 81 વર્ષની ઉંમરે નિધન થયું હતું. માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગંભીર રીતે બીમાર હતા અને તેઓનો ઈલાજ AIIMS જોધપુરમાં ચાલી રહ્યો હતો.
દેશ વ્યાપી હડતાળ: આવતીકાલે લાખો કર્મચારીઓ રસ્તા પર, સેવાઓ પર પડી શકે છે અસર
કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ બુધવાર 9 જુલાઈના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં દેશભરના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાય તેવી અપેક્ષા છે. ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળને સફળ બનાવવાનું આહ્વાન કર્યું છે.
હડતાળથી અનેક સેવાઓ પ્રભાવિત થશે
આ દેશવ્યાપી હડતાળ અંગે હિંદ મઝદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુ કહે છે કે દેશવ્યાપી હડતાળથી બેંકિંગ, પોસ્ટલ, કોલસા ખાણકામ, કારખાનાઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થશે. બેંક યુનિયન તરફથી સંપૂર્ણ બેંક બંધ અંગે કોઈ માહિતી નથી. જોકે, અહીં કામકાજના કલાકો પ્રભાવિત થઈ શકે છે.
શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?
યુનિયન હડતાળ દરમિયાન બેન્કિંગ સેવાઓ, ટપાલ સેવાઓ, વીમા સેવાઓ પ્રભાવિત થશે. આ ઉપરાંત સરકારી પરિવહન પણ પ્રભાવિત થશે. શેરબજાર ખુલ્લું રહેશે, આ સાથે બુલિયન બજાર પણ ખુલ્લું રહેશે.
માંગણીઓ શું છે?
ગયા વર્ષે યુનિયનોએ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17 માંગણીઓનું ચાર્ટર સુપરત કર્યું હતું. તેમનો આરોપ છે કે સરકારે આ માંગણીઓ પર કોઈ ધ્યાન આપ્યું નથી. વાર્ષિક મજૂર પરિષદ પણ છેલ્લા દાયકાથી યોજાઈ નથી. યુનિયનો આને કામદારો પ્રત્યે સરકારની ઉદાસીનતાનો પુરાવો માને છે.
હિંદ મજદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, “આ હડતાળથી બેન્કિંગ, ટપાલ, કોલસા ખાણકામ, કારખાનાઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પર ખરાબ અસર પડશે.”
૮ જુલાઈ, ૨૦૨૫ : મંગળવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ
મેષઃ
માનસિક ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી અાવક મેેળવવામાં નિરાશા સાંપડે.ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળા ના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માન માં વધારો થાય. શરદી-ખાંસી થી પરેશાની. મશીનરી તથા સફેદ વસ્તુ ના ધંધામાં લાભ.
વૃષભઃ
મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ વધે. અાવક જળવાય. પરિવાર માં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. સંતાન ની પ્રગતિ થી અાનંદ થાય. મિત્રો નો સાથ સહકાર મળે. તથા જુના મિત્રો ને મળવાનો .યોગ બને. સ્વાસ્થય સારૂ રહેશે.
મિથુનઃ
વાણીના યોગ્ય ઉપયોગ દ્રારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અેકાઉન્ટસ, અેડવોકેટ, વીમા જેવા વ્યવસાય માં વિશેષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને. અારોગ્ય જળવાય.
કર્કઃ
પરિવાર માં અાનંદ-ઉત્સાહ નું વાતાવરણ પેદા થાય. અારોગ્ય જળવાય. શુભ પ્રસંગ માં સામેલ થઇ શકો. અાર્થિક પાસુ મજબૂત બને છે. લક્ષ્મી ની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.
સિંહઃ
અાવક માં વધારો થતો. જણાય. જુની ઉઘરાણી છુટી થાય. નાના ભાઇ-બહેનની સફળતા થી અાનંદ. નોકરીમાં અાનંદ નું વાતાવરણ રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન ની પ્રગતિ થી અાનંદ.
કન્યાઃ
વ્યવહારિક ડહાપણ ને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામા વિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઇચ્છા થાય. ટેક્ષટાઇલ, પબ્લીસર, વક્તા, સેલ્લમેન જેવા વ્યવસાય માં લાભ. માથા ના દુઃખાવા નીલ સમસ્યા સતાવે.
તુલાઃ
અાવક કરતાં કર્ચ નું પ્રમાણ ઘટે. માતાની તબિયત સાચવવી. પરિવાર માં અાનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધા માં મહેનત જરૂરી. નોકરી ના સ્થળે શાંતિથી કામ લેવું.
વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્તાવર જંગમ મિલકત માંથી અાવક મેળવી શકાય. દામપત્ય જીવનમાં મધુરતા નો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગ માં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન-મુલાકાત ના પ્રસંગ બને.
ધનઃ
અાપની નોકરીના કાર્યક્ષેત્રે માં અાનંદ નો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્રારા યશ ના ભાગીદાર બની શકે. ધંધાકીય ક્ષેત્રે અાવક વધતી. જણાય. ધંધા ના વિકાસ માટે. યોગ્ય નિર્ણય લઇ શકાય. માતૃસુખ માં વધારો થતો જણાય.
મકરઃ
ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્ય નો સાથ મળતા અાવક માં વૃધ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. પરિવાર માં પ્રેમની ભાવના બળવત્તર બને. જીવનસાથી ની ચિંતા સતાવે. અારોગ્ય જળવાય.
કુંભઃ
માનસિક ચિંતા વધતી જણાય. વિચારો માં નકારાત્મકતા વધે. શરદી ખાંસી તાવથી પરેશાની રહે.ે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્ય ના નિર્ણયો મુલતવી રાખવા.અ માતૃસુક માં વધારો થાય.એ મિત્રો નો સાથ મળે.
મીનઃ
મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. સ્થવાર જંગમ મિલકત માંથી અાવક મેળવવી શક્ય બને. જીવનસાથી સાથે મધુરતા નો અનુભવ થાય. નોકરી-ધંધા માં પ્રગતિ થતી જણાય. સંતાન તરફ ની ચિંતા માં વધારો થતો જણાય.
કોરલાઈ કિનારે મળેલી શંકાસ્પદ પાકિસ્તાની બોટથી ખળભળાટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં દરિયાકાંઠે શંકાસ્પદ બોટ દેખાતા હડકંપ મચી ગયો છે. રવિવારે કોરલઈ જિલ્લા પાસે દરિયાકાઠે શંકાસ્પદ બોટ દેખાયા બાદ આખા દરિયાકાંઠામાં સુરક્ષા એજન્સીઓએ એલર્ટ થઈ ગઈ છે. હાલ નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની ટીમે બોટને શોધવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.
શંકાસ્પદ બોટ દેખાયા બાદ એલર્ટ
મળતા અહેવાલો મુજબ, રવિવારે (6 જુલાઈ) સવારે ભારતીય નૌકાદળના રડારમાં એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. ત્યારબાદ રાયગઢ પોલીસ, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત ટીમોએ સાવચેતીના ભાગરૂપે અલર્ટ મોડમાં આવી બોટને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. નૌકદળના જવાની તહેનાતી વખતે રાયગઢના રેવદાંડા કાંઠાથી લગભગ બે નોટિકલ માઈલ દૂર કોરલઈ જિલ્લા પાસે બોટ જોવા મળી છે. રવિવારે સવારથી બોટને શોધવાની કામગીરી ચાલી રહી છે, જોકે હજુ સુધી બોટની કોઈ માહિતી સામે આવી નથી.
બોટ પાકિસ્તાની હોવાની આશંકા
સોમવારે (7 જુલાઈ) સવારે ફરી બોટને શોધવાનું અભિયાન શરૂ કરાયું હતું, જોકે તે જગ્યાએ જોવા મળી નથી. બોટને શોધવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે અને અહિં દરિયાકાંઠામાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. એવું મનાઈ રહ્યું છે કે, બોટ હવે ઊંડા દરિયામાં સમાઈ ગઈ હશે. અધિકારીઓએ કહ્યું કે, ‘શંકાસ્પદ હાલતમાં જોવા મળેલી બોટ કદાચ પાકિસ્તાનથી માછલી પકડવા આવેલી બોટ હોઈ શકે છે. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ શકી નથી. જ્યારે જવાનોએ રડારમાં બોટ જોઈ ત્યારે બોટની સ્થિતિ શંકાસ્પદ જોવા મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
ઝાંસી રેલવે સ્ટેશન પર આર્મી ડોક્ટરે પોકેટ નાઈફ અને ધોતીથી કરાવી સફળ ડિલિવરી!
ઝાંસી મિલિટરી હોસ્પિટલમાં તહેનાત 31 વર્ષના આર્મી ડોક્ટર મેજર રોહિત બચવાલા હૈદરાબાદ જઈ રહ્યા હતા ત્યારે તેમણે શનિવારે ઉત્તર પ્રદેશના વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી રેલવે-સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર એક મહિલાને બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી. આ મહિલા મુંબઈ પાસેના પનવેલથી બારાબંકી જઈ રહી હતી. લેબર પેઇન શરૂ થતાં તેના પતિએ તબીબી સહાય માટે રેલવેની મદદ માગી હતી અને પરિવારને ઝાંસી સ્ટેશન પર નીચે ઉતારી દેવામાં આવ્યો હતો.
મેજર રોહિત બચવાલા હૈદરાબાદ જતી પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે મહિલાને લેબર પેઇનમાં જોઈ હતી. મેજર રોહિત તેમના હાથમાં રહેલાં સાધનો જેવાં કે પોકેટ નાઇફ અને હેર-ક્લિપ્સ સાથે મહિલાની મદદ કરવા પહોંચી ગયા હતા. ડિલિવરી એરિયાને ઢાંકવા માટે ધોતી લાવવામાં આવી હતી અને રેલવેની મહિલા સ્ટાફે સલામત તબીબી પ્રક્રિયા માટે ડોક્ટરને ગ્લવ્ઝ પણ પૂરો પાડ્યાં હતાં. સફળ ડિલિવરી પછી મહિલા અને તેના નવજાત શિશુને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં. બેઉની સ્થિતિ સ્થિર છે.
ભારતીય સેનાએ મેજર રોહિતની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘ઝાંસીની મિલિટરી હોસ્પિટલના આર્મી ડોક્ટર મેજર રોહિતે ઝાંસી રેલવે-સ્ટેશન પર ગર્ભવતી મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. ગર્ભવતી મહિલાને અણધારી પ્રસૂતિ-પીડા થઈ ત્યારે સ્ટેશન પર હાજર આર્મી ડોક્ટરે કોઈ પણ વિલંબ કર્યા વિના અને ઓછામાં ઓછાં સંસાધનોનો ઉપયોગ કરીને પડકારજનક વાતાવરણમાં મહત્ત્વપૂર્ણ તબીબી સહાય પૂરી પાડીને સલામત પ્રસૂતિ સુનિ^તિ કરી હતી. સમયસર હસ્તક્ષેપ કરવાથી માતા અને નવજાત શિશુ બન્ને સ્થિર સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે.
26/11ના હુમલાની કબૂલાત: તહવ્વુર રાણાએ પાકિસ્તાની સેના સાથેના સંબંધનો ખુલાસો કર્યો
26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાએ પાકિસ્તાન વિશે મોટો ખુલાસો કર્યો છે. તહવ્વુરે કહ્યું છે કે તે પાકિસ્તાની સેનાનો સૌથી વિશ્વાસુ એજન્ટ હતો. તેણે એ પણ કબૂલાત કરી છે કે તે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો. તહવ્વુર હાલમાં NIA ની કસ્ટડીમાં છે અને દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે.
તાજેતરની માહિતી અનુસાર, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન, તહવ્વુરે 2008ના મુંબઈ હુમલા, પાકિસ્તાન અને ISI વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. તહવ્વુરે દાવો કર્યો હતો કે તે પાકિસ્તાની સેનાનો સૌથી વિશ્વાસુ એજન્ટ હતો અને ગલ્ફ વોર દરમિયાન સાઉદી અરેબિયામાં પોસ્ટેડ હતો. તહવ્વુરે એમ પણ કહ્યું કે તેણે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા તાલીમ કેન્દ્રની ઘણી વખત મુલાકાત લીધી હતી. તેણે અહીં તાલીમ લીધી હતી.
પાકિસ્તાની સેનાનો ‘વિશ્વસનીય વ્યક્તિ’
રાણાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે તે પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ વ્યક્તિ હતો. તેણે કહ્યું હતું કે ઈરાક દ્વારા કુવૈત પર આક્રમણ દરમિયાન તેને સાઉદી અરેબિયામાં ગુપ્ત મિશન પર પણ મોકલવામાં આવ્યો હતો, જે પાકિસ્તાની લશ્કરી સંસ્થા માટે તેનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવે છે. રાણાએ કહ્યું કે તેણે 1986 માં રાવલપિંડીની આર્મી મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ તેને ક્વેટામાં કેપ્ટન (ડોક્ટર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે સિંધ, બલુચિસ્તાન, બહાવલપુર અને સિયાચીન-બાલોત્રા સેક્ટર સહિત પાકિસ્તાનના અનેક સંવેદનશીલ લશ્કરી વિસ્તારોમાં પણ કામ કર્યું હતું.
26/11ના અન્ય કાવતરાખોરો સાથે કબૂલાત કરી
પૂછપરછ દરમિયાન રાણાએ અબ્દુલ રહેમાન પાશા, સાજીદ મીર અને મેજર ઇકબાલને ઓળખતો હોવાની પણ કબૂલાત કરી. ત્રણેય પાકિસ્તાની નાગરિક છે અને 26/11ના મુંબઈ હુમલામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.રાણા હિન્દી, અંગ્રેજી, અરબી અને પશ્તો જેવી અનેક ભાષાઓમાં વર્ણન કર્યું હતું.
હેડલી વિશે ઘણા ખુલાસા કર્યા
તે જ સમયે, ક્રાઈમ બ્રાન્ચને આપેલા પોતાના નિવેદનમાં, રાણાએ ડેવિડ હેડલી વિશે પણ ઘણા ખુલાસા કર્યા. તેણે જણાવ્યું કે 2003 થી 2004 દરમિયાન, હેડલીએ લશ્કર-એ-તૈયબા સાથે ત્રણ તાલીમ અભ્યાસક્રમોમાં ભાગ લીધો હતો, જોકે તેને બધા અભ્યાસક્રમોના નામ યાદ નથી.મુંબઈમાં પ્રથમ ઇમિગ્રેશન સેન્ટર ખોલવાનો વિચાર કોનો હતો તે પૂછવામાં આવતા, રાણાએ દાવો કર્યો કે તે સંપૂર્ણપણે તેનો પોતાનો વિચાર હતો, હેડલીનો નહીં. હેડલીને મોકલવામાં આવેલા પૈસા અંગે, રાણાએ કહ્યું કે પૈસા વ્યવસાયિક ખર્ચ માટે મોકલવામાં આવ્યા હતા. રાણાએ એ પણ સ્વીકાર્યું કે મુંબઈમાં ઓફિસ હોવા છતાં, ગ્રાહકો મેળવવામાં પડકારો હતા.
ઇતિહાસનો સૌથી મોટો ડેટા લીક: 16 અબજ પાસવર્ડ ઈન્ટરનેટ પર લીક, તરત પાસવર્ડ બદલો!
ઈન્ટરનેટ ક્રાંતિને કારણે લગભગ દરેક વ્યક્તિ સુધી ઈન્ટરનેટ પહોંચ્યું છે. આધુનિક યુગને ‘ડેટા યુગ’ કહેવામાં આવે છે. આ સાથે ડેટા લીક થવાની ચિંતા પણ સતત વધી રહી છે. એવામાં એક મેજર ડેટા બ્રીચ થયું હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે. એહવાલ મુજબ 16 અબજથી વધુ લોગિન ક્રેડેન્શિયલ લીક થઇ ગયા છે. જેની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ અને એપલના યુઝર્સને અસર થઇ શકે છે. નિષ્ણાતો આ ડેટા બ્રીચને ઇન્ટરનેટ ઇતિહાસનો સૌથી મોટો ડેટા બ્રીચ ગણાવી રહ્યા છે.
કઈ રીતે થયો ડેટા લીક:
અહેવાલ મુજબ વર્ષોની તૈયારી બાદ આ ડેટા બ્રીચને અંજામ આપવામાં આવ્યો હતો. આ કોઈ સાઈબર અટેક ન હતો, તેના માટે કોઈ ફાયરવોલ બ્રેક કરવામાં નથી આવી, કોઈ ઝિરો-ડે ખામીઓ ઓપન કવામાં આવી ન હતી, તેના બદલે એક ધીમી પ્રક્રિયાથી આ ડેટા ચોરી કરવામાં આવ્યો, જેનાં માટે વર્ષો લાગ્યા હતા. ઇન્ફોસ્ટીલર માલવેરનો ઉપયોગ કરીને ડેટા ચૂપચાપ એકઠો કરવામાં આવ્યો. કોઈને ખબર પડ્યા વગર ચૂપચાપ લોગિન આઈડી અને પાસવર્ડ ચોરી કરવામાં આવ્યા.
કરોડો લોકોને થઇ શકે છે અસર:
ચોરી થયેલા ડેટાસેટમાં યુઝરનેમ, પાસવર્ડ, ઓથેન્ટિકેશન ટોકન્સ, સેશન કૂકીઝ અને પર્સનલ યુઝર્સ અને પ્લેટફોર્મ પર મેટાડેટા સંબંધિત ડેટાનો સમાવેશ થાય છે.અહેવાલ મુજબ, જેમની પાસે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન નથી એવી પ્લેટફોર્મ માટે આ ડેટા બ્રીચ ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે હજુ પણ જુના પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અથવા વધારાના સુરક્ષા સ્ટેપનું પાલન નથી કરી રહ્યા, તો તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
CERT-Inએ એડવાઈઝરી જાહેર કરી:
આ મોટા ડેટા લીક જાણ થયા બાદ ભારતની સાયબર સુરક્ષા એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. જે મુજબ Apple, Google, Facebook, Telegram, GitHub અને ઘણી VPN સર્વિસ પરથી એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ માહિતીના મોટા પાયે લીક થઇ છે.
કોઈ પણ જોખમ ટાળવા માટે, CERT-In એ બધા યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ અપડેટ કરવાની સલાહ આપી, ખાસ કરીને બેંકિંગ, સોશિયલ મીડિયા અને સરકારી પોર્ટલ પ્લેટફોર્મ પર. આ ઉપરાંત એજન્સીએ વધુ સુરક્ષા માટે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન શરુ કરવા, ફિશિંગ પ્રયાસો પ્રત્યે સતર્ક રહેવા અને સુરક્ષિત ક્રેડેન્શિયલ જનરેટ કરવા અને વિશ્વસનીય પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે.
સુરતમાં ખાડીપૂર બાદ વકર્યો રોગચાળો, 12 દિવસમાં ઝાડા-ઉલટી અને તાવથી 10 લોકોના મોત
સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યુ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી રહ્યા છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત 10નાં મોત થયાં છે.
શહેરમાં મોસમી રોગોના 733 દર્દી
જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં 223 મલેરિયા અને 113 ડેન્ગ્યુ સહિત મોસમી રોગોના કુલ 733 દર્દી દાખલ થયા છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. નવી સિવિલ સ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10થી 12 ટકાનો વધારો થયો છે.
વરસાદી પાણીતી મચ્છરજન્ય રોગચાળો વધ્યો
વરસાદની ઋતુમાં મલેરિયા, ડેન્ગ્યુ, શરદી, ફ્લૂ વાઇરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી-પ્રવેશ્યાં હતાં. એ જ સમયે સોસાયટીઓમાં પાણી ભરવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત, વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
વરસાદ બંધ થતાં દર્દીઓનો ક્રમશઃ વધારોઃ ડો. જિગીષા
સુરત સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર જિગીષા પાટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી ચોમાસાનો વરસાદી માહોલ છે. વરસાદ બંધ થયા બાદ હોસ્પિટલમાં દર્દીઓનો ક્રમશઃ વધારો થતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય બે મેડિસન અને પીડિયાટ્રિક વિભાગમાં 600થી વધુ ઓપીડી આવી રહી છે. સામાન્ય દિવસ કરતા તેમાં ક્રમશઃ વધારો થયો છે. હાલ જે દર્દીઓ આવે છે તેમાં ઝાડા-ઊલટી, શરદી-ઉધરસ, તાવ અને ચામડીના ખંજવાળનો દર્દીઓનો સમાવેશ થાય છે.

15 દિવસમાં 10થી વધુ લોકોનાં મોત
છેલ્લા 15 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોસમી રોગોથી મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અત્યારસુધીમાં 10થી વધુ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ સ્વચ્છતા અભિયાન અને જંતુનાશક દવાના છંટકાવમાં બેદરકારી દાખવી રહ્યું છે. પાંડેસરા, ભેસ્તાન, પુણાગામ, ગોડાદરા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો બીમારીના કારણે અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે.
કંડલા પોર્ટ પાસે હોંગકોંગના માલવાહક જહાજમાં ભયંકર વિસ્ફોટ, 21 ક્રુ-મેમ્બર સુરક્ષિત
પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે મિથેનોલ કેમિકલ ખાલી કરીને પરત જઈ રહેલાં માલવાહક જહાજમાં તુણા ઓટીબી પાસે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને આ વિશાળ જહાજ એક તરફ નમી જતાં પોર્ટ પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી હતી. સદ્ભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
માહિતી અનુસાર, જહાજમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે તે મિથેલોન કેમિકલ ખાલી કરી રહ્યું હતું. ધડાકાની તીવ્રતા એવી હતી કે સમગ્ર પોર્ટ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. જોકે, સદનસીબે જહાજમાં હાજર તમામ 21 ક્રુ-મેમ્બરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઇ જાનહાનીની જાણકારી મળી નથી.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક મેરિટાઈમ રિસ્પોન્સ સેન્ટર અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પોર્ટ સત્તાવાળાઓ દ્વારા સલામતીના પગલાં પણ ઝડપથી અમલમાં મૂકાયા છે.
જહાજમાં થયેલા નુકસાનના કારણે જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય, ત્યાં સુધી આસપાસના ઓપરેશન્સ પર નિયંત્રણ રહેશે. જો કે હાલ સુધી વિસ્ફોટના કારણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ કેમિકલ રિએક્શન અથવા ટેકનિકલ ખામી હોઈ શકે છે. અન્ય નૌકાઓ અને પોર્ટ કર્મચારીઓ માટે સલામતીની દૃષ્ટિએ તાત્કાલિક તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે.
જહાજના સર્વે સહિતની કામગીરી આરંભાશે તેમ કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો અગાઉ કંડલાના દરિયાઈ વિસ્તારમાં જેનેશ ઓઈલ ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં એ જહાજ બળીને ખાખ થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજની કપ્તાનની કેબિનમાં આગ ભભૂકી ઊઠી હતી, જેમાં ભારતીય નૌકાદળની ટુકડી એ હેલિકોપ્ટર અને અગ્નિશમનની સામગ્રી લઈને સફળ બચાવ કામગીરી પાર પાડીને તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા.
રિલાયન્સ જિયો ડાઉન! આ શહેરોમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
રિલાયન્સ જિયોના ગ્રાહકો કનેકિટવિટી સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા હોવાના અહેવાલ છે. વપરાશકર્તાઓ કોલ કરી શકતા નથી અને મોબાઇલ ઇન્ટરનેટની પણ સમસ્યાઓનો સામનો આસપાસ આઉટેજ શરૂ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી, મુંબઈ, ગુજરાત, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોચી જેવા શહેરોમાં સેવા આઉટેજ એક કલાકમાં ઉકેલાઈ ગયો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિક્ષેપ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં 5G વપરાશકર્તાઓને અસર કરે છે.
આ એક મહિના કરતાં ઓછા સમયમાં Jio માટે ત્રીજી મોટી આઉટેજ છે. અગાઉ 16 જૂને કેરળ, 29 જૂને ગુજરાતમાં અને 1 જુલાઈએ મધ્યપ્રદેશમાં બ્લેકઆઉટ થયું હતું.
ડાઉનડિટેકટરના એક અહેવાલ મુજબ, આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ આઉટેજના કલાકોમાં 11,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. લગભગ 81% વપરાશકર્તાઓ મોબાઇલ સિગ્નલમાં સમસ્યા અનુભવી રહ્યા છે, જ્યારે 13% વપરાશકર્તાઓ મોબાઇલ ઇન્ટરનેટમાં સમસ્યા અનુભવી રહ્યા છે અને 6% વપરાશકર્તાઓ મોબાઇલ ફોનમાં સમસ્યા અનુભવી રહ્યા છે.
મોટા શહેરોમાં રિલાયન્સ જિયો વપરાશકર્તાઓ માટે બંધ
ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પણ આ આઉટેજની જાણ કરી. વપરાશકર્તાઓના અહેવાલ મુજબ, મુંબઈ, દિલ્હી, ગુજરાત, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોચીમાં રિલાયન્સ જિયોના વપરાશકર્તાઓને જિયો સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
“ગઈકાલે રાત્રે 8:15 વાગ્યાથી અચાનક જ Jio નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. કલાકો સુધી નેટવર્ક કવરેજ નહોતું. તમે કૉલ પણ કરી શકતા નહોતા કે ટેકસ્ટ મેસેજ પણ મોકલી શકતા નહોતા,” X પર એક યુઝરે પોસ્ટ કરી.
“Jio બંધ છે! હમણાં જ ભારે આઉટેજ થયો – કોલ કરી શકાતો નથી, સિગ્નલ બિલકુલ નથી. સ્પાઇક બધું કહી રહ્યું છે,” બીજા યુઝરે પોસ્ટ કરી.
રિલાયન્સ જિયોએ હજુ સુધી સેવા આઉટેજ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

