Home Blog Page 364

ઉત્તરકાશી દુર્ઘટનામાં રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં સૌથી વધુ ગુજરાતના પ્રવાસીઓ

0

ઉત્તરકાશી દુર્ઘટનામાં બચાવેલા લોકોની સંખ્યા અંગેની અટકળો વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટે અત્યાર સુધીમાં બચાવેલા કુલ લોકોના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવે ડેટા જાહેર કર્યો અને કહ્યું કે ગંગોત્રી અને આસપાસના વિસ્તારોમાંથી 274 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે હર્ષિલ લઈ જવામાં આવ્યા છે. આ પ્રવાસીઓમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, કર્ણાટક, તેલંગાણા અને પંજાબના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હર્ષિલમાંથી 135 લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે.

135 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા

ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે કુલ 274 લોકોને ખતરનાક સ્થળેથી બહાર કાઢીને સુરક્ષિત રીતે હર્ષિલ લઈ જવામાં આવ્યા છે. તેમના રહેવા, ખાવા અને તબીબી સહાયની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ બધા લોકોને હર્ષિલમાંથી બહાર કાઢવામાં આવશે. અત્યાર સુધીમાં 135 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. 100 લોકોને ઉત્તરકાશી અને 35 લોકોને દેહરાદૂન મોકલવામાં આવ્યા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગંગોત્રી અને આસપાસના વિસ્તારોમાંથી 274 લોકોને હર્ષિલ લાવવામાં આવ્યા છે. બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આમાં ગુજરાતના 131, મહારાષ્ટ્રના 123, મધ્યપ્રદેશના 21, ઉત્તરપ્રદેશના 12, રાજસ્થાનના 6, દિલ્હીના 7, આસામના 5, કર્ણાટકના 5, તેલંગાણાના 3 અને પંજાબનો 1 પ્રવાસીનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીએ સમજાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીમાં ચોરીના ખેલ! જાણો શું કહ્યું?

0

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ લગાવતા હુમલો કર્યો. તેમણે પુરાવાનો દાવો કરતા કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરરીતિ કરવામાં આવી. એક્ઝિટ પોલ અને પરિણામો અલગ-અલગ હતા. મહારાષ્ટ્રમાં 40 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હતા. ચૂંટણી પંચ આ લોકોને કેમ બચાવે છે? નકલી રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત છે. ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક મતદાન ડેટા કેમ આપતું નથી?

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પરિણામો અંગે અમને શંકા હતી કારણ કે ભાજપ વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સીની અસર દેખાતી હતી. ક્યારેક લાડલી બહેન, ક્યારેક પુલવામા અને હવે સિંદૂર… ઓપિનિયન પોલ અને પરિણામો અલગ-અલગ હતા!મહારાષ્ટ્રના પરિણામોએ મત ચોરીની શંકાને મજબૂત કરી કારણ કે પાંચ મહિનામાં પાંચ વર્ષ કરતાં વધુ મતદારો ઉમેરાયા. પાંચ વાગ્યા પછી મોટી સંખ્યામાં મતદાન થયું. આ અંગે અમે ચૂંટણી પંચ સમક્ષ વાત રજૂ કરી પરંતુ ચૂંટણી પંચ અમને ડિજિટલ મતદાર યાદી આપવાનો ઇનકાર કરે છે. ત્યારબાદ અમારી ટીમે છ મહિના સુધી દસ્તાવેજોની તપાસ કરી અને પછી અમે આ પુરાવા રજૂ કર્યા.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારા આંતરિક સર્વેમાં કર્ણાટકમાં અમે 16 બેઠકો જીતી રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં માત્ર 9 બેઠકો જીતી. જ્યારે અમે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની તપાસ કરી તો જાણવા મળ્યું કે માત્ર એક વિધાનસભા બેઠક મહાદેવપુરામાં ભારે અંતરથી ભાજપે લોકસભા બેઠક જીતી. આ વિધાનસભા બેઠક પર એક લાખ નકલી મતદારો બનાવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ રજૂ કરેલા પુરાવાના મુદ્દા

ડુપ્લિકેટ મતદારો: 11,965 – એક મતદાર ગુરકીરત સિંહ ડેંગે ચાર જગ્યાએ મતદાર કાર્ડ બનાવ્યા હતા. આદિત્ય શ્રીવાસ્તવ નામના એક મતદારે કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીમાં મતદાર કાર્ડ બનાવ્યું હતું.

નકલી સરનામાં: 40,009 – ઘણા મતદાર કાર્ડ પર ઘણા હાઉસ નંબર શૂન્ય લખેલા હતા અને ઘણાના પિતાનું નામ વિચિત્ર હતું.

એક સરનામે ઘણા મતદારો: એક રૂમમાં 50-80 લોકોનું સરનામું નોંધાયેલું હતું. તપાસ દરમિયાન ધમકીઓ આપવામાં આવી. ફોટો વિના અથવા નાના ફોટોવાળા 4,132 મતદાર કાર્ડ મળી આવ્યા.

નવા મતદારો: 33,692 – તેમાં 70 વર્ષની એક મહિલાનું નામ બે જગ્યાએ હતું, અને તેણે બંને જગ્યાએ મત આપ્યો.

પોરબંદરની મહિલા અને સગીરાને અમદાવાદમાં લાવી દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ

પોરબંદરના નાનકડા ગામડામાંથી એક મહિલા તથા સગીરાને બેંકમાં નોકરી આપવવાનું કહી બે યુવકો અમદાવાદ લઈને આવ્યાં હતા. શહેરના નિકોલ વિસ્તારમાં હાઈવેની એક હોટલમાં બંનેને રાખવામાં આવ્યાં હતા. અને બંનેને દહેવ્યાપારના ધંધામાં ધકેલવા મજબૂર કરવામાં આવ્યાં હતા.

જોકે, આ સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી.

આ અંગે જાણ થતાં નિકોલ પોલીસ ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી અને રેડ કરી બંને યુવતીઓને બચાવી લીધી હતી, ત્યારે હોટલના રૂમમાંથી દારૂ અને ગાંજો પણ મળી આવ્યો હતો.

બેંકમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ લઈ આવ્યાં હતા. અહીંયા નોકરી મળી નહીં મળતા બંનેની સાથે આવેલા એક બાળકને આ યુવકો મારી નાખશે તેમ કહીને બ્લેક મેઇલ કરવા લાગ્યા હતા અને તેમને દેહવિક્રય કરવા મજબૂર કરી હતી. વાતથી ગભરાઈ ગયેલી પીડિતાઓએ તેમના સ્વજનોને ફોન કરીને આ વાત કહી હતી. ત્યાર બાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી નિકોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને બચાવી લીધા હતા.

યુપીમાં પત્રકારની હત્યા કેસમાં સંડોવાયેલા બે ગુનેગારોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

0

સીતાપુરમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે ગુનેગારો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી હત્યા કેસના બંને શૂટર્સને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. રાજુ ઉર્ફે રિઝવાન અને સંજય ઉર્ફે અકીલ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં છે. આ એન્કાઉન્ટર મોડી રાત્રે એસટીએફ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ સાથે થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીસાવા પોલીસ સ્ટેશન વિસ્તારના જલ્લાપુરમાં ગુનેગારો અને પોલીસ વચ્ચે મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. પત્રકાર રાઘવેન્દ્ર બાજપેયી હત્યા કેસમાં સંડોવાયેલા બંને શૂટર્સ સતત ફરાર હતા. પોલીસે બંને પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. 8 માર્ચે સીતાપુરમાં પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 8 માર્ચે બપોરે 2 વાગ્યે તેમને ફોન આવ્યો હતો અને તેઓ ઘરેથી નીકળી ગયા હતા. લગભગ એક કલાક પછી, તેમની હત્યાની ઘટના સામે આવી હતી.

પોલીસે આ કેસમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો હતો. જ્યારે સ્થાનિક પોલીસને તપાસમાં સફળતા ન મળી, ત્યારે કેસ STFને સોંપવામાં આવ્યો હતો.તપાસમાં ખુલ્યું હતું કે, રાઘવેન્દ્ર વાજપેયી હત્યા કેસનો મુખ્ય કાવતરું કામદેવ મંદિરના પૂજારી વિકાસ રાઠોડ ઉર્ફે શિવાનંદ બાબા હતો. શિવાનંદ બાબા મંદિરમાં રહેતા કિશોરોનું જાતીય શોષણ કરતા હતા. પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીને આ વાતની ખબર પડી ગઈ અને તે આ સમાચાર પર કામ કરી રહ્યા હતા. શિવાનંદને ડર હતો કે પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી આ બાબત જાહેર કરશે. આનાથી તેમની પ્રતિષ્ઠા પણ બગડશે અને તેમને જેલમાં જવું પડશે. આ ડરને કારણે તેમણે રાઘવેન્દ્ર વાજપેયીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે શિવાનંદ બાબાએ રાઘવેન્દ્ર વાજપેયીની હત્યા કરવા માટે શાર્પ શૂટરોને 4 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

અમેરિકા: જ્યોર્જિયાના આર્મી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગ, 5 સૈનિકો ઘાયલ

જ્યોર્જિયાના ફોર્ટ સ્ટુઅર્ટ લશ્કરી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટતાં ચકચાર મચી ગઈ છે. આ ફાયરિંગમાં 5 સૈનિકો ઘાયલ થયા હતા. આ હુમલો લશ્કરી બેઝના 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં થયો હતો. સેનાએ તેને સ્નાઈપર દ્વારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો છે. ફોર્ટ સ્ટુઅર્ટના સત્તાવાર ફેસબુક પેજ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર, એજન્સીઓએ ગોળીબાર પછી તરત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને હવે આ પરિસરને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.

લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરાયોજ્યોર્જિયાના ફોર્ટ સ્ટુઅર્ટ લશ્કરી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 5 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થાનિક સમય મુજબ સવારે 11 કલાક પછી સાવચેતી રૂપે લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. એફબીઆઈ અને તેને સંબંધિત એજન્સીઓ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસ તરફથી આ ઘટના બાદ સત્તાવાર નિવેદન જાહેર કરવારમાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પએ આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો અને કહ્યું, અમે સ્થાનિક એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છીએ. હું ફોર્ટ સ્ટુઅર્ટ ખાતેની આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. ફોર્ટ સ્ટુઅર્ટ અમેરિકાના સૌથી મોટા લશ્કરી થાણાઓમાંનું એક છે, જ્યાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે. આ ગોળીબારની ઘટનાએ સેનાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, ગ્રાહક સહિત 3 લલના ઝડપાઈ

સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રીસ હેર સલૂન એન્ડ વેલનેસ સ્પાની આડમાં ચાલતી ગેરપ્રવૃતિ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાંથી સંચાલક અનિતા શ્રીધર જંજીરરાલા, નીતા પાંડુરંગ ચાફલકર સહિત ભોગ બનનાર 3 લલનાઓને ઝડપી લેવામાં આવી હતી.

રૂપિયાના બદલામાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગ્રાહક તરિકે આવેલા બીપીન નરેશભાઈ ઠક્કર, જીતેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લઈને તેમની સામે ઇમ્મોરાલ ટ્રાફિક એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, આ ઓપરેશન દરમિયાન સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી. આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોવા છતાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા આ રેકેટ બંધ થવાનું નથી લઇ રહ્યા. પોલીસની સતર્કતાથી આવા ગુનાઓ બહાર આવે છે પરંતુ આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે વધુ કડક પગલાં અને સમાજ જાગૃતિની જરૂર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

ઉત્તરાકાશીના કુદરતી કહેરમાં 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા, કુલ 190 લોકોનું રેસ્ક્યૂ કરાયું

0

ઉત્તરાકાશીના ધારાલીમાં થયેલા કુદરતી વિનાશ બાદ અત્યારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. 7 ટીમો રાત દિવસ કામગીરી કરી રહી છે. દુર્ઘટનાના દરેક સ્થળે 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે હજૂ પણ 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા છે. અત્યાર સુધીમાં 190 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ભટવારીમાં ધોવાયેલ રસ્તો ખુલ્યો

ઉત્તરાકાશીના ભટવારીમાં વાદળ ફાટવાથી આખો રસ્તો ધોવાઈ ગયો હતો. જે આજે ખુલ્લો છે. આ માર્ગ શરુ થતા ધારાલી જવાનો રસ્તો શરુ થઈ ગયો છે. આ રસ્તો શરુ થતાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બની છે. અગાઉ રસ્તો બંધ થવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ એકમાત્ર વિકલ્પ હતો. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે ભટવારીમાં પડેલી તિરાડને સુધારવામાં મોટી સફળતા મળતા હવે જમીની માર્ગેથી રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.

આજે ધારાલી અને હર્ષિલમાં રાહત અને બચાવ કાર્યનો બીજો દિવસ છે. રસ્તો ખુલતા હવે ધારાલી અને હર્ષિલ પહોંચવું શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે ભટવારીમાં હાઈવે ધોવાઈ ગયો હતો. ભારતીય સેનાની 7 ટીમો સતત મોરચા પર તૈનાત છે. રાહત અને બચાવમાં 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે હર્ષિલનું લશ્કરી હેલિપેડ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે. 3 સિવિલ હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભટવારી અને હર્ષિલમાં હેલિકોપ્ટર ઉતરાણ સાથે બચાવ કામગીરીમાં વેગ મળ્યો છે. શિનુક, Mi-17 અને ALH હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે.

જમ્મુ કાશ્મીરમાં CRPFનું વાહન ખીણમાં ખાબક્યું, ત્રણ જવાન શહીદ, 12 ઈજાગ્રસ્ત

0

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માતે દેશના સુરક્ષા દળોને ઝઝૂમી દીધા છે. બસંતગઢના કંડવા વિસ્તારમાં CRPFનું વાહન ખીણમાં ખાબકતાં 3 જવાન શહીદ થયા, જ્યારે 12 અન્ય ઈજાગ્રસ્ત થયા. આ ઘટના 7 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે બની, જ્યારે 187 મી બટાલિયનનું વાહન 18 જવાનોને લઈને કંડવાથી બસંતગઢ જઈ રહ્યું હતું. વાહન રસ્તા પરથી ખસીને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાએ સુરક્ષા દળોની સલામતી અને પડકારજનક ભૂપ્રદેશમાં વાહન ચલાવવાની જટિલતાઓ અંગે ચિંતા ઉભી કરી છે.

ઉધમપુરના બસંતગઢના કંડવા વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનામાં CRPF નું વાહન નિયંત્રણ ગુમાવીને ખીણમાં ખાબક્યું હતું. CRPF ની 187મી બટાલિયનના 18 જવાનો આ વાહનમાં સવાર હતા, જે નિયમિત ફરજ માટે કંડવાથી બસંતગઢ જઈ રહ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રારંભિક અહેવાલો અનુસાર, વાહન રસ્તા પરથી ખસીને ઊંડી ખીણમાં પડ્યું હતું. આ ઘટનામાં બે જવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે 12 અન્ય જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલતનું નિરીક્ષણ ચાલી રહ્યું છે.

CRPF અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘વાહન સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું. ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

સુરત: સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર મુકત કરવા માટે લાંચ માગી હોવાની વાત સામે આવી છે, આરોપી પીએસઆઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

જાણો પીએસઆઈએ કેમ માગી લાંચ

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેમાં ગુનાની તપાસ પીએસઆઈ કરી રહ્યા હતા, તે દરમિયાન આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન ઉપર મુકત કરાવી દેવાના આ બાબતે લાંચની માગણી કરી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.

આરોપી :

એમ.જી. લીંબોલા, નોકરી- પી.એસ.આઈ., સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર

લાંચની માંગણીની રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની પરત મેળવેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

ટ્રેપની તારીખ : તા.૦૬/૦૮/૨૦૨૫

ટ્રેપનું સ્થળ: સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં, સુરત શહેર

ટ્રેપીંગ અધિકારી:

શ્રી એમ.જે.શિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.

મદદમાં :

શ્રી એ.જે.ચૌહાણ, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા બંને પોલીસ સ્ટેશનની ટીમ

સુપરવિઝન અધિકારી :

શ્રી બી. એમ. પટેલ, ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ, વડોદરા.

પીએમ મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન, SCO સમિટમાં હાજરી આપશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે.

ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, 2024માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

મોદી અને જિનપિંગ છેલ્લે રશિયામાં મળ્યા હતા

પીએમ મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી. 50 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો પાયો રહેવો જોઈએ.

PM મોદીની આ મુલાકાત છે ખાસ

ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. 30 ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત ખાસ રહેશે. કારણકે, અમેરિકા ચીન બાદ હવે ભારતને સતત ટેરિફ વધારવા ધમકી આપી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બ્રિક્સ દેશ ડોલરને નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે ચીન અને ભારત (ડ્રેગન અને એલિફન્ટ) એકજૂટ થવા તૈયાર થયા છે.