Home Blog Page 355

ભારત પર અમેરિકાનો હુમલો, રશિયા બન્યું ઢાલ: ઓઇલ-વેપાર યથાવત્

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ રશિયા ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં આવ્યું છે. રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતને જે ડિસ્કાઉન્ટ રેટે ઓઇલ મળે છે તે યથાવત્ રહેશે અને જો અમેરિકન બજારમાં ભારતીય માલ માટે અવરોધ ઊભા થશે તો રશિયન બજારો ભારતીય માલનું સ્વાગત કરવા તૈયાર છે.

રશિયન રાજદૂત રોમન બાબુશ્કિને જણાવ્યું કે ભારત અને રશિયા વચ્ચે વિશ્વાસના સંબંધો છે, જે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. તેમણે ભારત સાથે વિશાળ ટ્રેડ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને જણાવ્યું છે કે આ સમયની માંગ છે.

વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું છે કે ભારત પર ટેરિફ લગાવવાનો મુખ્ય કારણ રશિયા પાસેથી ભારત દ્વારા કરવામાં આવતી ઓઇલ ખરીદી છે. હાલના ટેરિફમાંથી 25 ટકા અમલમાં આવી ગયા છે અને બાકીના 25 ટકા 27મી ઓગસ્ટથી લાગુ થશે. તેમ છતાં રશિયાએ દાવો કર્યો છે કે તેની પાસે એવી વ્યવસ્થા છે જે ભારત પર અમેરિકન ટેરિફની અસર થવા નહીં દે.

બાબુશ્કિને વધુમાં જણાવ્યું કે પ્રતિબંધો સામાન્ય રીતે જે દેશ પર લાદવામાં આવે તેના કરતા વધારે અસર પ્રતિબંધ લાદનાર દેશ પર જ થાય છે. બંને દેશોએ 2030 સુધીમાં વેપારને 100 અબજ ડોલર સુધી લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

બ્રિક્સને લઈને બાબુશ્કિને કહ્યું કે તેની સંયુક્ત ઇકોનોમી 77 લાખ કરોડ ડોલરની છે, જ્યારે જી-સેવન દેશોની ઇકોનોમી 57 લાખ કરોડ ડોલરની છે. તેથી બ્રિક્સ હવે વૈશ્વિક સ્તરે મજબૂત પાવર કોરિડોર તરીકે ઉભરી રહ્યું છે.

મુંબઇનો સૌથી ધનાઢ્ય ગણેશ પંડાલ, જાણો કેટલા કરોડનો વીમો કરાવી સર્જ્યો રેકોર્ડ

0

મુંબઈના સૌથી ધનાઢ્ય ગણેશ મંડળ, કિંગ્સ સર્કલના GSB સેવા મંડળે આ સિઝનમાં 474.46 કરોડ રૂપિયાનો રેકોર્ડ વીમો મેળવ્યો છે. ગયા વર્ષની પોલિસી 400 કરોડ રૂપિયા હતી. GSB સેવા મંડળના અધ્યક્ષ અમિત પઈએ જણાવ્યું કે, સોના અને ચાંદીની વસ્તુઓના મૂલ્યાંકનમાં વધારો અને વધુ સ્વયંસેવકો અને પૂજારીઓને સામેલ કરવાના કારણે થયો છે.

474 કરોડની વીમા પોલિસી કરાવી
મંડળે Non-Disclosure કરારનો હવાલો આપતા પ્રીમિયમ રકમનો ખુલાસો નથી કર્યો. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ દ્વારા આપવામાં આવેલી વીમા પોલિસીમાં સોના-ચાંદીની વસતુઓ, વ્યક્તિગત દુર્ઘટના કવર, આગ અને ભૂકંપ જેવા અન્ય જોખમો અને જાહેર જવાબદારીનો સામેલ છે. 474 કરોડ રૂપિયાની ઓલ-રિસ્ક વીમા પોલિસી, જેમાં સોના, ચાંદી અને રત્નો સામેલ છે, તેની કિંમત 67 કરોડ રૂપિયા છે, જે 2024માં 43 કરોડ રૂપિયા અને 2023માં 38 કરોડ રૂપિયા હતી. સૌથી વધુ 375 કરોડ રૂપિયા વ્યક્તિગત દુર્ઘટના વીમા માટે છે અને તેમાં સ્વયંસેવકો, પૂજારીઓ, રસોઈયાઓ, સેવકો અને સુરક્ષા ગાર્ડોને કવર કરવામાં આવ્યા છે.

66 કિલો સોનાના આભૂષણો અને 336 કિલો ચાંદીથી શણગાર
2024ના ગણેશોત્સવમાં મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 77,000 રૂપિયા હતો. હાલમાં ભાવ વધીને 1,02,000 રૂપિયા થઈ ગયો છે. જીએસબીના દેવતાને 66 કિલો સોનાના આભૂષણો અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા છે. જીએસબી 27થી 31 ઓગસ્ટ સુધી તેનો પાંચ દિવસનો ગણેશોત્સવનું આયોજન કરશે. આ વર્ષે મંડળે પ્રવેશ વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે અને પૂજા દાતાઓ માટે પ્રવેશની વ્યવસ્થા વધારી દીધી છે. પઈએ જણાવ્યું કે, અમે ભીડ વ્યવસ્થાપન માટે એક અલગ એજન્સીની નિમણૂક કરી છે.

કાળી ઈલાયચી સવારે આ રીતે કરો સેવન, થશે ફાયદા, દવાની પણ જરૂર નહિ પડે!

0

કાળી ઈલાયચી ભારતીય રસોડામાં જોવા મળતો એક સામાન્ય મસાલો છે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. કાળી એલચી કોઈ દવાથી ઓછી નથી. આયુર્વેદ તેનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં કરે છે. કાળી એલચીમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

કાળી એલચીનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ તેનું સેવન કરવાની યોગ્ય રીત જાણવી મહત્વપૂર્ણ છે.

કાળી ઈલાયચી ખાવાના ફાયદા

  • પાચન સુધરે : કાળી એલચીમાં એવા ગુણો છે જે પાચનતંત્રને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ગેસ, અપચો અને એસિડિટીથી રાહત મળે છે.
  • શરદી અને ખાંસી: કાળી એલચીની અસર ગરમ હોય છે, તેથી તે બદલાતા હવામાનમાં ચેપને અટકાવી શકે છે. તેનું સેવન કરવાથી શરદી અને ખાંસીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. તે કફ દૂર કરવામાં પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
  • એન્ટિસેપ્ટિક ગુણધર્મોથી ભરપૂર : કાળી એલચી દાંત અને પેઢાં સંબંધિત સમસ્યાઓમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવાથી મોંની દુર્ગંધ દૂર થઈ શકે છે
  • બળતરા : કાળી એલચીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • રોગપ્રતિકારક શક્તિ મજબૂત : કાળી એલચી, જે વિટામિન સીથી ભરપૂર છે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેનાથી ચેપનું જોખમ ઓછું થાય છે.

કેવી રીતે સેવન કરવું?
2-3 મોટી ઈલાયચી પાણીમાં ઉકાળો. જ્યારે તે ઠંડુ થાય છે, ત્યારે સવારે ખાલી પેટે મધ સાથે પીવાથી ફાયદો થઈ શકે છે.

ગુજરાતમાં મોસમનો મેઘરાજાનો જોરદાર પ્રહાર!

0

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર ચાર તાલુકામાં જ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સામાન્ય જીવન ધમધમી ઉઠ્યું છે.

મેહસાણામાં 13.31 ઇંચ, ખેડા 11.22 ઇંચ, વલસાડમાં 10.29 ઇંચ અને પોરબંદરમાં 10.24 ઇંચ વરસાદ વરસ્યો .હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે, એટલે કે 21 ઑગસ્ટે, રાજ્યના 26 જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે.

ચેતવણી ધરાવતા જિલ્લામાં સમાવેશ થાય છે:
દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સુરત, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, પાટણ, મહેસાણા, દાહોદ, અરવલ્લી, મહીસાર, પંજમહાલ અને અન્ય. લોકોને હવામાન વિભાગે ખાસ ચેતવણી આપી છે કે નદી-નાળા, ડેમ અને પાણી ભરાયેલા રસ્તાઓ નજીક જતા ટાળવા.ગુજરાતમાં વરસાદ હવે તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે… વરસાદી માહોલમાં સાવધાની રાખવી અનિવાર્ય છે!

સુરત એરપોર્ટ પર 14 કરોડની કિંમતના હાઇડ્રોપોનિક ગાંજા સાથે રાજસ્થાનનો યુવાન ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટથી એક શંકાસ્પદ યુવાન હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે ઝડપાયો, ડીઆરઆઇએ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ એઝાઝ હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સે) અને કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બેંગકોક થી સુરત આવનારી ફ્લાઇટમાં ઝડપાયો.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ આરોપીની ધરપકડ
એઝાઝ હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે DRI અને કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બેંગકોક થી સુરત આવનારી ફ્લાઇટમાં ઝડપાયો. બેંગકોંકની ફ્લાઇટથી સુરત આવેલો એઝાઝ 14 કરોડના ‘હાઇડ્રોપોનિક ડ્રગ્સ’ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે આ એઝાઝનો કાળી કારમાં ફરાર થવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. જે DRI અને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ફેલ કરવામાં આવ્યા હતા. એઝાઝની તપાસ દરમિયાન 14 કિલોગ્રામ ‘ઇંગ્લિશ ગાંજા’ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.

સૂત્રો અનુસાર આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 14 કરોડની કિમત ધરાવે છે. DRI ટીમે ‘કાળી કાર’ અને તેના માલિક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. આથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્મગલિંગ નેટવર્ક થયું હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ સામે એક નવો પડકાર ઊભો થયો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, એઝાઝ એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલો હોઈ શકે છે. આ માટે તેની કડક પૂછપરછ ચાલી રહી છે. જો એઝાઝ દ્વારા વધુ ખુલાસાઓ થાય તો સુરતમાંથી કાર્યરત સ્મગલિંગ નેટવર્કનો મોટો ભાંડો ફૂટવાની શક્યતા છે.

ક્રિકેટ: શું હોય છે આ Bronco Test? જેને 6 જ મિનિટમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કરવો પડશે પાસ

0

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ તરીકે પાછા ફર્યા બાદ, એડ્રિયન લે રોક્સ ખેલાડીઓ માટે કંઈક નવું કરવા જઈ રહ્યા છે. તેમણે ફિટનેસમાં વધુ સુધારો કરવા માટે બ્રોન્કો ટેસ્ટ શરૂ કરવાનું સૂચન કર્યું છે. બ્રોન્કો ટેસ્ટ એ એક દોડવાનો ટેસ્ટ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે રગ્બી અને અન્ય રમતોમાં ખેલાડીઓની એરોબિક સહનશક્તિ ચકાસવા માટે થાય છે.

સૂત્રના જણાવ્યા અનુસાર, “સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બ્રોન્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારતના કેટલાક સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓએ બેંગ્લોર જઈને આ ટેસ્ટ આપ્યો છે. ફિટનેસના ધોરણો સ્પષ્ટ છે તેની ખાતરી કરવા માટે બ્રોન્કો ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, એવું પણ જોવા મળ્યું કે ભારતીય ક્રિકેટરો, ખાસ કરીને ઝડપી બોલરો, પૂરતા પ્રમાણમાં દોડી રહ્યા ન હતા અને જીમમાં વધુ સમય વિતાવી રહ્યા હતા. ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેમણે વધુ દોડવું પડશે.”

શું છે બ્રોન્કો ટેસ્ટ?
BCCI એ ફાસ્ટ બોલર્સને વધુ ફિટ બનાવવા માટે આ ટેસ્ટ શરૂ કર્યો છે જેથી તેઓ જિમમાં વધુ સમય વીતાવવાને બદલે મેદાનમાં દોડવામાં સમય આપે. રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ BCCIના સેન્ટર ઓફ એક્સલન્સ (COE) માં આ ટેસ્ટ શરૂ થયો હતો.

આ ટેસ્ટમાં ખેલાડીને પહેલા 20 મીટરની શટલ રન દોડવી પડે છે. ત્યારબાદ 40 મીટર અને પછી 60 મીટરની દોડ પૂરી કરવી પડે છે. આ ત્રણેય દોડને મળીને એક સેટ ગણવામાં આવે છે. એક ખેલાડીને રોકાયા વગર આવા પાંચ સેટ પૂરા કરવાની ફરજ પાડવામાં આવશે. એટલે કે કુલ 1200 મીટર દોડવું પડશે.

બ્રોન્કો ટેસ્ટમાં ખેલાડીએ ત્રણ અંતર સુધી વારંવાર શટલ દોડ કરવી પડે છે. તે 20-મીટર દોડ (40 મીટર બહાર અને પાછળ) થી શરૂ થાય છે, ત્યારબાદ 40 મીટર (80 મીટર બહાર અને પાછળ) અને પછી 60 મીટર (120 મીટર બહાર અને પાછળ). ખેલાડીએ આરામ કર્યા વિના પાંચ સેટ પૂર્ણ કરવા જોઈએ. દરેક રાઉન્ડમાં 240 મીટર દોડ હોય છે, જે કુલ અંતર 1200 મીટર બનાવે છે.

દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચાર દિવસમાં ત્રીજી વખત ઇમેઇલ આવ્યા

0

દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેઇલ મળ્યા છે. ગુરુવારે સવારે રાજધાનીની ઓછામાં ઓછી છ શાળાઓમાં આવા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા, જેના પછી સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટી ટીમોએ તપાસ શરૂ કરી હતી.

ધમકીઓ મળેલી શાળાઓમાં પ્રસાદ નગરમાં આંધ્ર એજ્યુકેશન સોસાયટી સિનિયર સેકન્ડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર-5માં બીજીએસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, છાવલામાં રાવ માન સિંહ સિનિયર સેકન્ડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર-1માં મેક્સફોર્ટ સ્કૂલ અને દ્વારકા સેક્ટર-10માં ઇન્દ્રપ્રસ્થ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ઇમેઇલ્સમાં લખવામાં આવ્યું હતું કે શાળાઓમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે, ત્યારબાદ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

દિલ્હી: હુમલા પછી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પહેલી વખત આપ્યું નિવેદન

0

બુધવારે સવારે જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલા બાદ તેમનું પહેલું નિવેદન આવ્યું છે. સીએમ ગુપ્તાએ તેને ફક્ત તેમના પર હુમલો નહીં, પરંતુ જનતાની સમસ્યાઓના ઉકેલ માટે તેમની પ્રતિબદ્ધતા પર ‘કાયર પ્રયાસ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલા પછી તેઓ આઘાતમાં હતા, પરંતુ હવે સારું અનુભવી રહ્યા છે.

સીએમ રેખાએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, આજે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા પર થયેલો હુમલો ફક્ત મારા પર જ નહીં, પરંતુ દિલ્હીની સેવા અને લોકોના કલ્યાણ માટેના અમારા સંકલ્પ પરનો કાયર પ્રયાસ છે. સ્વાભાવિક રીતે, આ હુમલા પછી હું આઘાતમાં હતી, પરંતુ હવે સારું અનુભવી રહી છું. હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે કૃપા કરીને મને મળવાની તસ્દી ન લો. હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી વચ્ચે કામ કરતી જોવા મળીશ.

મુખ્યમંત્રીએ આગળ લખ્યું, આવા હુમલાઓ ક્યારેય મારી હિંમત અને જનતાની સેવા કરવાના સંકલ્પને તોડી શકશે નહીં. હવે હું પહેલા કરતાં વધુ ઉર્જા અને સમર્પણ સાથે તમારી વચ્ચે રહીશ. જાહેર સુનાવણી અને જાહેર સમસ્યાઓનું નિરાકરણ પહેલાની જેમ જ ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે ચાલુ રહેશે. તમારો વિશ્વાસ અને સમર્થન મારી સૌથી મોટી તાકાત છે. તમારા અપાર પ્રેમ, આશીર્વાદ અને શુભકામનાઓ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બે મહિનામાં ત્રીજી વખત ધમકીભર્યો મેઇલ મળ્યો

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. હાઈકોર્ટના રજીસ્ટ્રારે સોલા પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ હાથ ધરી છે. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ત્રીજી વખત ધમકી મળી છે.

“સંસદમાં તોફાન: કેન્દ્રના 3 બિલ સામે વિપક્ષનો હોબાળો, કાર્યવાહી સ્થગિત”

0

નવી દિલ્હીમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આજે એકસાથે ત્રણ મહત્વના બિલ રજૂ કર્યા બાદ તોફાની માહોલ સર્જાયો હતો. ગૃહમંત્રીએ રજૂ કરેલા બિલ મુજબ જો વડાપ્રધાન કે કોઈપણ મંત્રી પાંચ વર્ષથી વધુ સજાના ગુનામાં સળંગ 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને પદ પરથી હટાવી દેવાની જોગવાઈ છે. આ પ્રાવધાનને લઈને વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવતા લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિલને “સત્તાના પૃથક્કરણનો ભંગ” ગણાવી આક્ષેપ કર્યો કે સરકાર કાર્યકારી એજન્સીઓને જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા સોંપી રહી છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ કટાક્ષ કર્યો કે આ બિલથી કોઈપણ મુખ્યમંત્રી કે મંત્રી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરી તેને 30 દિવસ સુધી જેલમાં રાખીને સત્તા છીનવી શકાય છે. તેમણે તેને “સંપૂર્ણપણે બંધારણ વિરોધી” ગણાવ્યું.

કેન્દ્ર સરકારે આજે રજૂ કરેલા ત્રણ બિલમાં બંધારણ (130મો સુધારો) બિલ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારો) બિલનો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલ નવા કાયદાકીય માળખાને આકાર આપશે અને રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની રહ્યા છે.