Home Blog Page 347

કેજરીવાલનો આક્ષેપ: મોદીએ અમેરિકી કપાસ પરની 11% ડ્યૂટી હટાવી, સરકારે ખેડૂતો સાથે દગો કર્યો

0

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. કેજરીવાલે આજે, ગુરુવારે (28 ઓગસ્ટ) દાવો કર્યો હતો કે અમેરિકાથી ભારતમાં આવતા કપાસ પર મોદી સરકારે ડ્યૂટી હટાવી દીધી છે. અગાઉ 11 ટકા ડ્યૂટી હતી. અમેરિકાથી આવતા ચોક્કસ પ્રકારના કપાસ ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી હટાવી દેવામાં આવેલી હતી જેની મુદત સમાપ્ત થઈ રહી હોવાથી સરકારે આજે જ એ મુદત ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજીને કેજરીવાલે કહ્યું કે, “અમેરિકાએ આપણા પર ટેરિફ લગાવ્યો, આપણે કપાસ ઉપર 50 ટકા ટેરિફ લગાવવો જોઈએ હતો. પરંતુ આપણે એવું ન કર્યું.” તેમણે કહ્યું, “ખેડૂતો સાથે આ દગો છે. જ્યારે ઓક્ટોબરમાં આપણા ખેડૂતોનો કપાસ મંડીમાં આવશે, ત્યારે તેમને નજીવા ભાવે વેચવો પડશે. આનાથી ગુજરાત, પંજાબ, વિદર્ભ, તેલંગાણાના ખેડૂતોને અસર થશે.”

કેજરીવાલે કહ્યું, ‘અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદ્યો છે. તેના જવાબમાં ભારતે અમેરિકા પર 100% ટેરિફ લાદવો જોઈતો હતો, પરંતુ પીએમ મોદી અમેરિકન વસ્તુઓને ટેક્સ ફ્રી બનાવી રહ્યા છે. આ નિર્ણય ભારતીય ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરશે.’

કેજરીવાલે કહ્યું- AAP ગુજરાતમાં કપાસના ખેડૂતો માટે બેઠક કરશે કેજરીવાલે કહ્યું , ‘મોદીજી અદાણીને બચાવવા માટે દેશને દાવ પર લગાવી રહ્યા છે. આજે આખો દેશ જાણવા માગે છે કે તમે (પીએમ મોદી) અમેરિકા સામે કેમ ઝૂકી રહ્યા છો? આજે લોકો કહી રહ્યા છે કે તમે અદાણીને અમેરિકામાં ધરપકડથી બચાવવા માટે દેશને દાવ પર લગાવી રહ્યા છો. જો આ સાચું હોય તો તે દેશ સાથે મોટો વિશ્વાસઘાત છે.’

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટી 7 સપ્ટેમ્બરે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ખેડૂતોના સમર્થનમાં એક સભા કરશે. તેમણે કહ્યું, ‘ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં કપાસ ઉગાડતા ખેડૂતોની સંખ્યા સૌથી વધુ છે. હું તમામ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને કહેવા માગુ છું કે આ ગરીબ ખેડૂતોને બચાવવા માટે આપણે સાથે ઉભા રહેવું પડશે.’

સરકારે કપાસ પરની આયાત ડ્યુટી ફ્રી ડિસેમ્બર સુધી લંબાવી બીજી તરફ, કેન્દ્ર સરકારે ગુરુવારે યુએસ કપાસ પર 11% આયાત ડ્યુટીમાંથી છુટનો સમયગાળો 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી. નાણા મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, સ્થાનિક કાપડ ઉદ્યોગ પાસે કપાસનો પૂરતો સ્ટોક રહે તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભારતીય કાપડ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસ પરની આયાત ડ્યુટીમાં કામચલાઉ છુટ આપી હતી. નિકાસકારોને વધુ ટેકો આપવા માટે કેન્દ્ર સરકારે કપાસ પરની આયાત ડ્યુટી છુટ 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી, 40 બાળકોમાંથી 12થી વધુ ઘાયલ

0

ઉત્તરાખંડના હલ્દ્વાનીના જયપુર બીસા ગામમાં આજે ગુરૂવારે ભયાવહ અકસ્માત સર્જાયો છે. એક ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બનતાં નાળામાં ખાબકી હતી. જેમાં 40 વિદ્યાર્થીઓ સવાર હતા. 12થી વધુ બાળકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઈજા થઈ છે.

સ્થાનિક લોકોએ અકસ્માત બનતાં તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. બસનો કાચ તોડી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 12થી વધુ બાળકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હલ્દ્વાનીમાં બરેલી રોડ પર સ્થિત જયપુર બીસા ગામમાં બની હતી. આ બસ રામપુર રોડથી બાળકોને શાળાએ લઈ જઈ રહી હતી. ત્યાં બે બસ ચાર રસ્તા નજીક સાઈડ લઈ રહી હતી, તે દરમિયાન બસ રોડ પરથી ઉતરી જતાં નાળામાં ખાબકી હતી. સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસને પણ અકસ્માતની જાણ કરી હતી.

ગામના સરપંચ રમેશ ચંદ્ર જોષીએ આ અકસ્માત માટે બસ ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, બસમાં આશરે 40 બાળકો સવાર હતા, જેમાંથી 12થી વધુ ઘાયલ થયા છે. આ ક્ષેત્રમાં બસ ડ્રાઈવર અવારનવાર નશાની હાલતમાં ગાડી ચલાવે છે. અગાઉ પણ આ પ્રકારની દુર્ઘટના બની ચૂકી છે. પરંતુ શાળાના વહીવટીતંત્રે કોઈ ઠોસ પગલાં લીધા નથી. અકસ્માત થયો તે સ્થળે નાળું હતું. પરંતુ સદનસીબે નાળામાં પાણી ન હોવાથી બાળકોના જીવ બચી ગયા.

અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત,બે લોકોની ધરપકડ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CID ક્રાઇમ અને નાર્કોટિક્સ કંટ્રોલ સેલ દ્વારા સંયુક્ત કામગીરીમાં 4 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં બે આરોપીઓ, સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હતા. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ અને નાર્કોટિક્સ સેલને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્લાઇટમાં ગેરકાયદેસર ડ્રગ્સની મોટી માત્રામાં દાણચોરી કરવામાં આવી રહી છે.

આ માહિતીના આધારે, CID ક્રાઇમઅને નાર્કોટિક્સ સેલની ટીમે એરપોર્ટ પર સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. બે શંકાસ્પદ મુસાફરો, સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની બેગની તપાસ કરતી વખતે, અધિકારીઓને હવાચુસ્ત બેગમાં છુપાવેલ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. આ ગાંજો બેંગકોકથી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આરોપી હવાચુસ્ત બેગમાં ડ્રગ્સની દાણચોરી એવી રીતે કરતા હતા કે કોઈને કોઈ શંકા ન થાય. આવી બેગનો ખાસ ઉપયોગ ડ્રગ્સની ગંધને નિયંત્રિત કરવા અને તપાસ દરમિયાન શંકા ટાળવા માટે કરવામાં આવે છે. જોકે, અધિકારીઓની સતર્કતા અને અદ્યતન સ્કેનિંગ ટેકનોલોજીના કારણે, આ રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપીઓએ આ ડ્રગ્સ બેંગકોકથી લાવવાની અને ભારતના વિવિધ શહેરોમાં વેચવાની યોજના બનાવી હતી. જપ્ત કરાયેલ હાઇબ્રિડ ગાંજાને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે.

સુરત-દુબઈ ઈન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એન્જિનની સમસ્યા સર્જાતા તેને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. મધદરિયે પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેથી પાઇલોટે ત્વરિત નિર્ણય લઈ પ્લેનને અમદાવાદ તરફ ડાયવર્ટ કર્યું હતું. આ નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં, અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું ટેક્નિકલ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ અને ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ઘટનાને કારણે પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે ઈન્ડિગોની ફ્લાઈટ 150થી વધુ મુસાફરો સાથે ઉડાન ભરી હતી. પરતુ ફ્લાઈટમાં મધદરિયે એક એન્જિનના અચાનક થામી સર્જાઈ હતી. પાયલટને આ ખામીની જાણ થતાં તેણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.

મુસાફરો માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરી
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી રહી છે અને એન્જિનમાં ખામીનું કારણ શોધવામાં આવી રહ્યું છે. બીજી તરફ મુસાફરોને દુબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી વિમાન બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ મુસાફરોને લઈ પ્રસ્થાન કર્યું. નોંધનીય છે કે, પાયલટના આ નિર્ણયને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના
12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એક વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. વિમાનમાં રહેલા અન્ય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભિનેતા સંજય કપૂર પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ હતા. આ વિમાન એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું. આવી સ્થિતિમાં, ઇમારતમાં હાજર લોકોનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ 265 લોકોના મોત થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં સદીનો બીજો સૌથી ભારે વરસાદ, 3500થી વધુ લોકોનું રેસ્ક્યુ, જનજીવન ઠપ

0

જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુંવારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદ વચ્ચે થયેલા ભયંકર ભૂસ્ખલનમાં અત્યાર સુધી 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેવામાં ઝેલમ નદી ખતરના નિશાનથી ઉપર વહી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની પરિસ્થિતિ ઊભી થઈ છે. જમ્મુમાં મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું, પૂલ તૂટી ગયા અને વીજળીની લાઇન તથા મોબાઇલ ટાવર ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયા છે. સતત વરસાદને કારણે આખા જિલ્લામાં અચાનક પૂર અને જળભરાવ પછી અત્યાર સુધીમાં 3500થી વધુ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

જમ્મુમાં છેલ્લા 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો, જેનાથી નવ ઓગસ્ટ 1973નો 272.6 મિમીનો રેકોર્ડ તૂટી ગયો. ઉધમપુરમાં આ જ સમયગાળામાં 629.4 મિમી વરસાદ પડ્યો હતો, જે 31 જુલાઈ 2019એ 24 કલાકમાં નોંધાયેલા અગાઉના રેકોર્ડ 342.0 મિમીથી લગભગ બમણો છે.

45 વિધાર્થીને એસડીઆરએફ ટીમે બચાવ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટેડ મેડિસિનના ઓછામાં ઓછા 45 વિધાર્થીઓને એસડીઆરએફ અને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હોસ્ટેલ કેમ્પસનો ગ્રાઉન્ડ ફ્લોર પૂરના પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે વિધાર્થીઓ ત્યાં ફસાયા હતા. સાત ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતા. એસડીઆરએફ અને પોલીસે પહોંચવા માટે હોડીઓનો ઉપયોગ કર્યો. બચાવ કામગીરી પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભારે વરસાદ વચ્ચે તમામ સંબંધિત વિભાગોને હાઇ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે.

તમામ વિભાગો એલર્ટ મોડ પર
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ સંબંધિત વિભાગોને ‘હાઇ એલર્ટ’ પર રહેવા નિર્દેશ આપ્યો છે. અબ્દુલ્લાએ 27 ઓગસ્ટ સુધી મધ્યમથી તીવ્ર વરસાદ, વાદળ ફાટવા, અચાનક પૂર અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા સહિત હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નદીઓ અને નાળા ભયના નિશાનથી ઉપર વહી રહ્યા છે.

અનેક રસ્તાઓ બંધ
ટ્રાફિક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા રસ્તાઓ બંધ છે. 250 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને 434 કિલોમીટર લાંબો શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે ખુલ્લો છે. જમ્મુમાં પૂંછ અને રાજૌરીને દક્ષિણ કાશ્મીરના શોપિયા સાથે જોડતો મુઘલ રોડ અને જમ્મુમાં કિશ્તવાડ અને ડોડા જિલ્લાને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ સાથે જોડતો સિન્થન રોડ વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે સહાર ખાડ નાળામાં પાણી ભરાઈ જવાને કારણે જમ્મુ-પઠાણકોટ હાઇવે પર લોગાટ મોર નજીક એક પુલને નુકસાન થયું હતું.

નરોડામાં બાપા સીતારામ ચોક પાસે સ્લેબ ધરાશાયી, 3 બાળક સહિત 10 લોકો પટકાયા

અમદાવાદના નવા નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા છે. ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

બાપા સીતારામ ચોક પાસે ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની
શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની છે. 27 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં લોકો ભોયરામાં પટકાયા હતા. જેમાં ત્રણ બાળકો સહિત 10 લોકો નીચે પટકાયા હતા. સ્થાનિકો તથા ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. કેટલાક લોકોને ગંભીર ઈજા થવાની માહિતી છે. ઘટનાસ્થળે ભીડ વધતાં પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક એક કોમ્પ્લેક્સ આવેલું છે. ગણેશ ચતુર્થી હોવાના કારણે ભગવાન ગણેશનું ત્યાં સ્થાપન કરવાનું હતું. મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી. ભગવાન ગણેશની મોટી મૂર્તિ લાવવામાં આવી હતી અને ડીજે સાથે ભગવાન ગણેશનું સ્થાપન થવા જઈ રહ્યું હતું. તે દરમિયાનમાં જ અચાનક જ કોમ્પ્લેક્સના એક ભાગનો સ્લેબ ધારાશાયી થયો હતો. જે સીધો ભોંયરામાં પડ્યો હતો. ત્યાંથી ચાલીને જનારા 10 જેટલા લોકો સીધા ભોયરામાં પડ્યા હતા. નીચે પડેલા ભોંયરામાંથી બહાર પડેલા કેટલાક લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે બે લોકોને સ્થાનિક લોકોએ કાટમાળ હટાવીને બહાર કાઢયા હતા.

જમ્મુ-કાશ્મીર: બાંદીપોરા જિલ્લામાં વહેલી સવારે ફરીથી એન્કાઉન્ટર, બે આતંકી ઠાર

0

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આ અંગે જાણકારી આપી હતી.

સોશિયલ મીડિયા X પર જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરેજ સેક્ટરમાં એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ઘુસણખોરોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જેના જવાબમાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો
તાજેતરના દિવસોમાં ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો છે. ત્રણ દિવસ પહેલાં બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં સેના દ્વારા એલઓસી નજીક કંઈક હલચલ થઈ રહી હોવાના અહેવાલ મળ્યા હતા. 13 ઓગસ્ટે આ સેક્ટરમાં જ ગો

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણ લોકોના મોત, હુમલાખોરે પોતાને પણ ગોળી મારી

અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં સ્થિત એનન્સિએશન કેથોલિક સ્કૂલમાં બુધવારે (27 ઓગસ્ટ, 2025) સવારે ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં હુમલાખોર પણ સામેલ હતો.

અમેરિકન સ્કૂલમાં ગોળીબાર, બે લોકોના મોત
પોલીસ વડા અને મેયરે જણાવ્યું હતું કે, શાળામાં પ્રાર્થના દરમિયાન ગોળીબારમાં બે બાળકો માર્યા ગયા. ઉપરાંત 14 બાળકો સહિત 17 અન્ય લોકો ઘાયલ થયા. વધુમાં હુમલો કરનારનું પણ મૃત્યુ થયું છે. ગવર્નર ટિમ વોલ્ટ્ઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ગોળીબારની માહિતી આપવામાં આવી છે. “હું એ બાળકો અને શિક્ષકો માટે પ્રાર્થના કરું છું જેમની શાળાના પહેલા અઠવાડિયામાં આ ભયાનક હિંસા થઈ હતી.”

મિનિયાપોલિસ પોલીસ વડા બ્રાયન ઓ’હારાએ જણાવ્યું હતું કે, પિસ્તોલ સહિતના હથિયારોથી સજ્જ હુમલાખોર ચર્ચ તરફ ચાલ્યો ગયો. એન્યુનિયેશન કેથોલિક સ્કૂલમાં પ્રાર્થના સભા દરમિયાન બેન્ચ પર બેઠેલા બાળકો પર બારીમાંથી ગોળીબાર કર્યો. ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, તે 20 વર્ષનો છે અને તેનો કોઈ વ્યાપક ગુનાહિત ઇતિહાસ નથી.

રાહત અને બચાવકાર્ય :બાળરોગ ટ્રોમા હોસ્પિટલ ચિલ્ડ્રન્સ મિનેસોટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાંચ બાળકોને સંભાળ માટે દાખલ કરવામાં આવ્યા હતા. મિનેસોટાના સૌથી મોટા કટોકટી વિભાગ, હેનેપિન હેલ્થકેરે જણાવ્યું હતું કે તે ગોળીબારમાં ઘાયલ થયેલા દર્દીઓની પણ સારવાર કરી રહી છે. પોલીસ, FBI અને અન્ય ફેડરલ એજન્ટો અને એમ્બ્યુલન્સ શાળામાં દોડી ગયા હતા.

હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કરવા વિધર્મીનું કારસ્તાન, બોગસ આધારથી ખોલાવ્યું બેંક એકાઉન્ટ

સુરત SOG પોલીસે વિધર્મી યુવકને ઝડપી પાડ્યો છે. જેણે તેની પત્ની તેમજ સાસરિયાઓને પોતે હિન્દુ હોવાની ઓળખ આપવા માટે હિન્દુ નામે બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતુ. આટલું જ નહીં, આ આધાર કાર્ડ પરથી બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતુ.

હકીકતમાં સુરત શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે, એક મુસ્લિમ યુવક પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવીને પાંડેસરા વિસ્તારમાં રહે છે.આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ અકબર અલી શા (ઉ.24) ને ઝડપી પાડ્યો હતો, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને અહીં સિલાઈ કામ કરતો હતો.

ફુલફામ હસન ઉર્ફે હની યાદવ પાસેથી મુસ્લિમ નામ વાળું એક સાચું આધારકાર્ડ, મુસ્લિમ નામ વાળું સાચું એક પાન કાર્ડ, હિન્દુ નામવાળું ખોટું આધાર કાર્ડ અને હિન્દુ નામ વાળા બેંક એકાઉન્ટની પાસબુક તથા એક મોબાઈલ ફોન મળી કુલ 25 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ફૂલફામ હસને હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આથી તેની પત્નીના પરિવારના લોકો સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ઓળખ બતાવવા માટે તેની સાચી ઓળખ છુપાવી પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામનું ખોટું આધારકાર્ડ બનાવ્યું હતું. જેના આધારે બેંકમાં ખાતું ખોલાવી હિન્દુ તરીકે રહેતો હતો. આરોપી સામે પાંડેસરા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

‘સેનાએ 5 વર્ષ સુધીના યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ’: રાજનાથ સિંહ

0

મધ્યપ્રદેશના ડૉ. આંબેડકર નગરમાં રણ સંવાદ 2025 માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનની શરૂઆત કાર્યક્રમના નામના અર્થ પર ચિંતન કરીને કરી. તેમણે કહ્યું, “કાર્યક્રમનું શીર્ષક, રણ સંવાદ, મને ખૂબ જ રસપ્રદ લાગે છે. આ નામ પોતે જ વિચારવા અને ચિંતન કરવા જેવો વિષય છે. એક તરફ, ‘રણ’ યુદ્ધ અને સંઘર્ષની છબી ઉજાગર કરે છે, અને બીજી તરફ, ‘સંવાદ’ સંવાદ, ચર્ચા અને સમાધાન તરફ નિર્દેશ કરે છે.”

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે ભારતીય દળોને તેમની તૈયારીઓ મજબૂત બનાવવા કહ્યું. રાજનાથ સિંહે તો ત્યાં સુધી કહ્યું છે કે ભારતના સશસ્ત્ર દળોએ પાંચ વર્ષના યુદ્ધ સુધીના નાના યુદ્ધો સહિત તમામ પ્રકારના સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ.

હકીકતમાં, બુધવારે રાજનાથ સિંહ મહુ લશ્કરી છાવણીમાં આર્મી વોર કોલેજ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સહિત ભારતના ટોચના લશ્કરી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સિંહે કહ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ સામે ભારતનું લશ્કરી ઓપરેશન, ઓપરેશન સિંદૂર, દેશના સ્વદેશી પ્લેટફોર્મ અને શસ્ત્ર પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે.

“તેની સિદ્ધિઓએ ફરી એકવાર એ વાત પર ભાર મૂક્યો છે કે આવનારા સમયમાં, આત્મનિર્ભરતા એક સંપૂર્ણ જરૂરિયાત છે,” સિંહે કહ્યું. “આપણે ખરેખર આત્મનિર્ભરતાના માર્ગ પર નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ હજુ પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે.”

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું , જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ભારતે આ હુમલા દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો.

પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પરના ભારતીય ગામડાઓ પર વારંવાર ગોળીબાર કરીને હુમલાનો જવાબ આપ્યો . આ ગોળીબારમાં ઓછામાં ઓછા 22 ભારતીય નાગરિકો અને આઠ સંરક્ષણ કર્મચારીઓ માર્યા ગયા.