Home Blog Page 346

નવી મુંબઈમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 3 લોકોના મોત, અનેક લોકો ફસાયા

0

મુંબઈની ઉપનગર વિસ્તારમાં આવેલા વિરાટમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ ગઈકાલે મોડી રાત્રે ધરાશાયી થયો. રમાબાઈ એપાર્ટમેન્ટ નારંગી રોડ પર ચામુંડા નગર અને વિજય નગર વચ્ચે સ્થિત છે. ચાર માળની આ ઈમારતના ધરાશાયી થતા હજુ સ્પષ્ટ થતી સંખ્યા પ્રમાણે બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.પાલઘર પોલીસના જણાવ્યા પ્રમાણે, ફાયર બ્રિગેડ અને બે NDRF ટીમોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને વિરાર અને નાલા સોપારા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે 10 થી 15 લોકો હજુ પણ કાટમાળની નીચે ફસાયેલા હોઈ શકે છે.

સ્થાનિક બચાવકર્મીઓએ જણાવ્યું કે, ધરાશાયી ઈમારતનો પાછળનો ભાગ મજબૂત ન હોવાથી આ દુર્ઘટના ઘટી હતી. NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી કાટમાળની નીચે ફસાયેલા લોકોને શોધી બહાર કાઢવા માટે શોધખોળ શરૂ કરી છે. પાલઘર પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડ દ્રારા રાત્રિભર કામગીરી ચાલુ રાખવામાં આવી છે.આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મૂક્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ લોકોને સુરક્ષિત વિસ્તારમાં રહેવા સલાહ આપી રહી છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

હિટ એન્ડ રન: દાહોદથી અંબાજી જતા બે પદયાત્રીઓના કમકમાટીભર્યા મોત, એક ગંભીર

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જીતપુર પાસે આજે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. દાહોદથી માં અંબાના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

કેવી રીતે બની ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદનો પદયાત્રી સંઘ જ્યારે જીતપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ૪૨ વર્ષીય સુરેશ વાસના ડામોર અને ૪૫ વર્ષીય દિનેશ રાઠોડ સિસોદિયાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ માલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સીએચસી ખાતે ખસેડ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે મોડાસા રેફર કરવામાં આવ્યા હતા. માલપુર પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

તમિલનાડુમાં અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા, પોલીસ ફરિયાદ દાખલ

0

મિલનાડુમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા છે. જેમાં હાલમાં યોજાયેલી એક રાજકીય રેલીમાં મારપીટ માટે વિજય થલાપતિ અને તેની સુરક્ષા ટીમ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 21 ઓગસ્ટના રોજ તમિલનાડુના મદુરાઈમાં તમિલગા વેત્રી કઝગમની રેલી દરમિયાન ઘટી હતી.

વિજય થલાપતિના બાઉન્સરોએ રેમ્પ પર ફેંક્યો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જયારે મદુરાઈમાં ટીવીકેની એક રેલી યોજાઈ હતી ત્યારે મારપીટની ઘટના ઘટી હતી. જેમાં ફરિયાદી શરત કુમારે પેરમ્બલુર પોલીસ સ્ટેશનના ફરિયાદ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ રેલી દરમિયાન તે વિજય થલાપતિને મળવા માટે સ્ટેજ પર આગળ વધ્યો હતો. ત્યારે વિજય થલાપતિના બાઉન્સરોએ તેમને પકડીને જબરજ્સ્તી રેમ્પ પર ફેંક્યો હતો. તેમજ તેની બાદ માર પણ મારવામાં આવ્યો. તેમજ આ રેલીમાં લોકો સાથે પણ
અયોગ્ય વ્ય્વહાર કરવામાં આવ્યો હતો.

પેરામ્બલુર પોલીસે ફરિયાદ નોંધી
આ ફરિયાદના આધારે પેરામ્બલુર પોલીસે વિજય થલાપતિ અને તેના સુરક્ષા કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમો ગેરકાયદે રીતે એકત્ર થવા, શાંતિમાં ખલેલ પહોંચાડવી સહિત અનેક ગંભીર ગુનાને ઉશ્કેરવા સંબંધિત છે.

મિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલાપતિ રાજકારણમાં પણ પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે પોતાનો રાજકીય પક્ષ તમિલગા વેત્રી કઝગમ બનાવ્યો છે.

ભરૂચમાં નશાખોરી સામે મોટું ઓપરેશન – ₹6.11 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક રીતે નાશ

0

ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઐતિહાસિક પગલું ભરાયું છે. જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં ₹6,11,79,157/-ની કિંમતના નાર્કોટિક્સ પદાર્થનો નાશ કરવામાં આવ્યો.

આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લામાં આવેલા 14 પોલીસ સ્ટેશનોના 37 કેસોમાં જપ્ત કરાયેલ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. તેમાં ભરૂચ શહેર બી ડિવિઝન-3, સી ડિવિઝન-7, ભરૂચ તાલુકા-4, પાલેજ-3, નબીપુર-3, દહેજ-2, અંકલેશ્વર શહેર એ ડિવિઝન-2, બી ડિવિઝન-1, અંકલેશ્વર રૂરલ-3, પાનોલી-1, નેત્રંગ-2, વાગરા-2, વાલીયા-2 અને જંબુસરના 2 કેસોનો સમાવેશ થાય છે.કાયદેસરની પ્રક્રિયા મુજબ કમિટીના સભ્યો અને અધિકારીઓની હાજરીમાં આ ડ્રગ્સને 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાળીને નાશ કરવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણા તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સરકારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી માત્ર જથ્થો નાશ કરવાનો ઉપક્રમ નથી, પરંતુ યુવાનોને નશાની લતમાંથી બચાવવા અને ગેરકાયદેસર ડ્રગ્સના વેપારીઓને ચેતવણી આપવાનો કડક સંદેશો છે.ભરૂચ પોલીસએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને સેવન સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવી છે. આગામી સમયમાં આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી થશે.

વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભયાનક ભૂસ્ખલન : 33 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

0

જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રિયાસી જિલ્લાના કટરા નજીક વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર મંગળવારે બપોરે ભયાનક ભૂસ્ખલન થતાં 33થી વધુ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે ત્રિકુટા ટેકરી પર સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જતા 12 કિમી લાંબા માર્ગનો મધ્ય ભાગ છે. ભૂસ્ખલન બાદ યાત્રા માર્ગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે અને ઘણા શ્રદ્ધાળુઓ હજી પણ ફસાયેલા હોવાની આશંકા છે.

હાલમાં NDRF અને SDRFની ટીમો સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચલાવી રહી છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે – જમ્મુમાં અનેક પુલ તૂટી પડ્યા છે, વીજળીના તાર તૂટી ગયા છે અને મોબાઇલ ટાવરોને પણ નુકસાન પહોંચ્યું છે. માત્ર છ કલાકમાં 22 સેમી વરસાદ પડતાં જીવન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. મધરાત્રિ પછી વરસાદ ઓછો થવાથી થોડું રાહત અનુભવી છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે.

અંકલેશ્વરમાં શ્રીજી આગમનયાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટના: 5 વર્ષની બાળકીનું મોત, 11 ઈજાગ્રસ્ત

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે શ્રીજીની આગમનયાત્રા દરમિયાન બે અલગ અલગ દુર્ઘટનાઓ સર્જાતા શોક અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ગડખોલથી અંદાડા રોડ પર હરિકૃપા સોસાયટીની આગમનયાત્રામાં ડી.જે.નો ટેમ્પો અચાનક રિવર્સ થતા નાચતા બાળકોને અડફેટે લીધો હતો. આ ઘટનામાં 5 વર્ષની નવ્યા પ્રવીણસિંહનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય બાળકો દિયાન, જનક અને કૃષ્ણા ઈજાગ્રસ્ત થયા છે.ત્યાંજ બીજી તરફ, COP-7 ગ્રુપની આગમનયાત્રા દરમિયાન ડી.જે.ના મોટા અવાજથી ભડકેલો આખલો ભીડમાં ઘૂસી જતા ચાર મહિલા સહિત 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયા છે. આ દુર્ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટેમ્પોના માલિક રાકેશે વાહન ચલાવવાની જવાબદારી ચિરાગ વ્યાસને સોંપી હતી, અને નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.ગણેશ મહોત્સવની શરૂઆત પૂર્વે બનેલી આ દુર્ઘટનાઓએ શહેરમાં માહોલ ગમગીન કરી દીધો છે.

ટ્રમ્પ ટેરિફની મુશ્કેલી કાલથી બમણી, ભારતીય માલ પર 50% ટેક્સ, 3 લાખ નોકરીઓ દાવ પર

અમેરિકાએ ભારત પર 25 ટકા વધારાના ટેરિફ અંગે નોટિફિકેશન જારી કર્યું છે. અમેરિકાએ 27 ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાએ 27 ઓગસ્ટ 2025 ના રોજ 12.01 વાગ્યે ભારતીય આયાતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતું નોટિફિકેશન જારી કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલ ખરીદવાનું બહાનું બનાવીને ભારતની પ્રગતિની ગતિને રોકવા અને પોતાની શરતો પર વેપાર સોદો કરવા માંગે છે, પરંતુ ભારતે આ માટે લક્ષ્‍મણ રેખા ખેંચી છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશના ખેડૂતો, પશુપાલકો, માછીમારોનું હિત સર્વોપરી છે. હવે ભારતને ટ્રમ્પના આ મોટા ટેરિફનો સામનો કરવો પડશે.

ટ્રમ્પના વધારાના ટેરિફની અસર
ભારત અને અમેરિકા વચ્ચે કુલ 11 લાખ કરોડનો વેપાર કારોબાર છે. 7 ઓગસ્ટ પહેલા ભારતીય માલ પર 10 ટકા ટેરિફ લાદવામાં આવતો હતો. ત્યારબાદ 25 ટકા અને હવે 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. સ્વાભાવિક છે કે આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચેના વેપારને અસર કરશે. ભારતમાંથી મોકલવામાં આવતો માલ મોંઘો થશે. અહીં નિકાસકારોનો વેપાર ખર્ચ વધશે. જો માલ મોંઘો થશે તો માંગ ઘટશે, જેના કારણે ભારતના ઘણા ક્ષેત્રો પ્રભાવિત થશે. વાંચો- એવી કઈ દુર્લભ વસ્તુ છે, જેના માટે ચીને ભારત માટે પોતાના દરવાજા ખોલ્યા, તે આટલું ખાસ કેમ છે?

ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર કેટલો મોટો છે
ભારત અમેરિકામાં 7.35 લાખ કરોડ રૂપિયાના માલની નિકાસ કરે છે. ભારત ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ ઉપકરણો, ઝવેરાત, પેટ્રોલિયમ, કપડાં વગેરે મોકલે છે. ટેરિફમાં વધારા પછી નિકાસનો ખર્ચ વધશે. શિપમેન્ટમાં ઘટાડો થઈ શકે છે. નિકાસમાં ઘટાડાને કારણે નોકરીઓ જોખમમાં મુકાશે. ઘણા ક્ષેત્રો પ્રભાવિત થશે. ટેરિફમાં વધારાને કારણે અમેરિકામાં નિકાસ 40-50% ઘટી શકે છે.

કયા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે
યુએસ ટેરિફમાં 50 ટકાનો વધારો થવાથી, ભારતના એન્જિનિયરિંગ ગુડ્સ સેક્ટરને સૌથી વધુ અસર થશે, કારણ કે આ અમેરિકામાં ભારતની સૌથી મોટી નિકાસ છે. વર્ષ 2024 માં, ભારતે યુએસને $19.16 બિલિયનના એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ કરી હતી. તેવી જ રીતે, ભારતે યુએસને $14 બિલિયનના સ્માર્ટફોન વેચ્યા હતા. ટ્રમ્પના નિર્ણયથી આ નિકાસ પર અસર થશે અને આ ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત થશે.

લાખો નોકરીઓ જોખમમાં છે, ઓર્ડર રદ થવાથી આ ઉદ્યોગો પીડાઈ રહ્યા છે
ફાર્મા ક્ષેત્ર પણ આમાંથી બચી શકશે નહીં. વર્ષ 2024 માં, ભારતે યુએસને $10.52 બિલિયનની દવાઓ નિકાસ કરી હતી. આ ટેરિફથી રત્નો અને ઝવેરાત પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. વર્ષ 2024 માં, ભારતે યુએસને $9.94 બિલિયનના રત્નો અને ઝવેરાતની નિકાસ કરી હતી, જેમાં હીરાનો હિસ્સો સૌથી વધુ 44 ટકા હતો. તેવી જ રીતે, કાપડ ઉદ્યોગ આ ટેરિફ સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો છે. વર્ષ 2024 માં, યુએસને $10 બિલિયનના રેડીમેડ ગાર્મેન્ટ્સ, કોટન યાર્ન અને કાર્પેટ વેચાયા હતા, પરંતુ ટેરિફમાં વધારાને કારણે, માંગમાં ભારે ઘટાડો થયો છે. ઓર્ડર રદ થઈ રહ્યા છે. તેવી જ રીતે, ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ અસર થઈ રહી છે, પરંતુ કુલ નિકાસમાં તેનો હિસ્સો ખૂબ ઓછો છે, તેથી આ ક્ષેત્ર પર ટેરિફ વધારાની અસર પણ ઓછી છે. ટેરિફ વધારાને કારણે, અમેરિકાથી આવતા ઓર્ડર ઘટી રહ્યા છે. કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ સૌથી મોટો ફટકો અનુભવી રહ્યા છે. નિકાસમાં ઘટાડાને કારણે લાખો નોકરીઓ પર ખતરાના વાદળો છવાઈ ગયા છે.

3 લાખ લોકોની નોકરીઓ ખતરામાં
50 ટકા ટેરિફથી નિકાસમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે GDPમાં 0.4% સુધીનો ઘટાડો થઈ શકે છે. જીનિયસ HRTechના સ્થાપક આરપી યાદવના મતે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ ભારતમાં નોકરીઓ જોખમમાં મૂકશે. તે એવા ઉદ્યોગોને અસર કરશે જે અમેરિકન બજાર પર ખૂબ નિર્ભર છે. ખાસ કરીને કાપડ, ઓટો ઘટકો, કૃષિ અને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રો સૌથી સંવેદનશીલ છે. ટેરિફથી MSME સૌથી વધુ પ્રભાવિત થશે. એવો અંદાજ છે કે 2,00,000 થી 3,00,000 નોકરીઓ તાત્કાલિક જોખમમાં છે.

જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટતા તબાહી, 4 લોકોના મોત, નેશનલ હાઇવે બંધ

0

જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ચાર લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે અને રસ્તાઓને પણ નુકસાન થયું છે. ભારે વરસાદનો કહેર ચાલુ છે. જનજીવન ખોરવાઈ ગયું છે. બીજી તરફ, કિશ્તવાડમાં પણ વાદળ ફાટવાના સમાચાર છે. ખરાબ હવામાનને કારણે, માતા વૈષ્ણો દેવીની યાત્રા બંધ કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 26 ઓગસ્ટ, 2025ના રોજ જમ્મુ પ્રદેશ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે. દરમિયાન, આજે ડોડામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને 15 ઘરોને નુકસાન થયું હતું. વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ડોડાના ડીસી હરવિંદર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

અસરગ્રસ્ત વિસ્તાર રસ્તાથી સારી રીતે જોડાયેલ નથી. જેના કારણે બચાવ કામગીરીના પડકારો વધુ વધી ગયા છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ચિનાબ નદી ભયજનક સ્તરથી ઉપર છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, જમ્મુના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે આગામી ફ્લાઇટ દ્વારા શ્રીનગરથી જમ્મુ જઈશ. આ દરમિયાન, ઈમરજન્સી કાર્ય અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડેપ્યુટી કમિશનરો (ડીસી) ને વધારાના ભંડોળ પૂરું પાડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.

નેશનલ હાઇવે-244 સંપૂર્ણ ધોવાઈ ગયો
ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે જણાવ્યું હતું કે ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, ખાસ કરીને ચેનાબ નદી સાથે જોડાયેલા વિસ્તારોમાં. એનએચ 244 સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. એક ખાનગી આરોગ્ય કેન્દ્રને પણ નુકસાન થયું છે.

સતત વરસાદ, ભૂસ્ખલન, પથ્થરો પડવાને કારણે લોકોને મુસાફરી ટાળવા અપીલ
ડોડા કમિશનરે જણાવ્યું હતું કે સતત વરસાદ, ભૂસ્ખલન અને પથ્થરો પડવાને કારણે, જંગલગ્વાર નાલા પર એનએચ-244 (ડોડા-કિશ્તવાર) પર ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે, કારણ કે રસ્તાનો એક ભાગ ધોવાઈ ગયો છે. લોકોને પુનઃસ્થાપન સુધી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવે છે. આ દરમિયાન, સીએમ ઓમર અબ્દુલ્લાએ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે, તેઓ પોતે તેના પર નજર રાખી રહ્યા છે.

કુલ્લુમાં સતત ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સતત ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. બિયાસ નદીમાં આવેલા પૂરથી અહીંના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે. કુલ્લુ-મનાલી એનએચ-3 નો લગભગ 3 કિમી ભાગ ધોવાઈ ગયો છે. નદીની દિશા હવે એનએચ-3 તરફ વળી ગઈ છે, જેના કારણે રસ્તાની બાજુમાં બનેલી એક ખાનગી હોટલ માટે પણ ખતરો ઉભો થયો છે. સતત ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

પોન્ઝી સ્કીમમાં ગુમાવેલા નાણા રોકાણકારોને પરત મળશે, ભુપેન્દ્રસિંહ ઝાલાને મળ્યા જામીન

BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાને ગુજરાત હાઇકોર્ટમાંથી રેગ્યુલર જામીન મળ્યા છે. લગભગ આઠ મહિનાથી જેલમાં બંધ રહેલા ઝાલા હવે બહાર આવશે. પરંતુ GPID કોર્ટ સમક્ષ પૈસા પરત ચુકવવા શરત સ્વીકારવી પડી છે. BZ સ્કેમમાં લગભગ 11 હજારથી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ લેવા અને ઉંચા વ્યાજની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આક્ષેપ થયો હતો

જેમાં મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલા સામે આ સ્કેમ CID ક્રાઈમને મળેલી નનામી અરજી પ્રમાણે 6,000 કરોડનું કૌભાડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ચાર્જશીટમાં તે આંકડો 172 કરોડ સુધી સીમિત રહ્યો હતો.

8 મહિનાથી જેલમાં બંધ ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઇકોર્ટમાં તેમના વકીલ વિરલ પંચાલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં અગાઉની સુનાવણીમાં કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભુપેન્દ્ર ઝાલા ડિસેમ્બરથી જેલમાં છે, આરોપી સામે પુરાવા જમા થઇ ચૂક્યા છે અને ટ્રાયલ લાંબો ચાલશે. અરજદાર તરફથી કોર્ટને બાહેંધરી આપવામાં આવી કે આગામી 1 વર્ષમાં તમામ પૈસા GPID કોર્ટમાં જમા કરાવશે. અરજદાર વતી રજુવાત કરવામાં આવી કોર્ટને અપાયેલ બાહેધરી મુજબ GPID કોર્ટ સમક્ષ અત્યાર સુધી 5 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા-પહેલા મહિને ₹1 કરોડ,બીજા મહિને ₹2 કરોડ, ત્રીજા મહિને ₹3 કરોડ,બાકી રકમ 9 સરખા હપ્તામાં જમા કરાવશે. તમામ રકમ GPID કોર્ટ સમક્ષ એક વર્ષમાં જમા કરવામાં આવશે. કુલ ₹122 કરોડની રકમ રોકાણકારોને ચૂકવવામાં આવશે. ભુપેન્દ્ર ઝાલાની 54 કરોડની સંપત્તિ કબ્જે લેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ત્યાર બાદ આરોપી સરકાર બને પક્ષને સાંભળી ને હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

મહત્વની વાત છે BZ સ્કેમમાં ભુપેન્દ્ર ઝાલા સહિત 8 લોકો સામે ગ્રામ્ય કોર્ટમાં 22000 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ભુપેન્દ્ર ઝાલા સામે 250 પેજની પૂરવની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસમાં કુલ 650થી વધારે સાહેદો છે. ત્યારે આજે હાઇકોર્ટમાંથી જામીન મળતા ભુપેન્દ્ર ઝાલા 8 મહિના બાદ જેલમુક્ત થશે.

Ahmedabad: પીએમ મોદીના બંદોબસ્તમાં ફરજ બજાવતી બે મહિલાઓનું કરુણ મોત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે બંદોબસ્તમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓનું આજે એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. આ ઘટના શહેરના 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બની હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરના કર્મચારી હિરલબેન રાજગોર એક એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના બાદ સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓ અને લોકોએ તાત્કાલિક બંને મહિલાઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, કમનસીબે, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ અકસ્માતને કારણે ફરજ પરના કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સુરક્ષા બંદોબસ્ત દરમિયાન કર્મચારીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.