Home Blog Page 347

પીએમ મોદીએ ‘મારુતિ ઇ વિટારા’ને લીલીઝંડી આપી, કહ્યું- આ મેક ઈન ઈન્ડિયાની સફળતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ‘મારુતિ ઇ વિટારા’ને લીલી ઝંડી આપી. આ દરમિયાન, પીએમએ મહેસાણાના હાંસલપુર પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું પણ ઉદ્ઘાટન કર્યું. મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રિક SUVનું ઉત્પાદન આજથી શરૂ થઈ ગયું છે, જે જાપાન, યુરોપ સહિત વિશ્વના 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.

પીએમ મોદીએ આજથી આ મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ‘મારુતિ ઇ વિટારા’ના ઉત્પાદન માટે એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે. એટલે કે, આ ઇલેક્ટ્રિક SUVનું સ્થાનિક ઉત્પાદન આજથી શરૂ કરવામાં આવ્યું છે, જે અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. બેટરી ઇકોસિસ્ટમને વેગ આપવા માટે તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસ, TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

આ સાથે હવે 80 ટકાથી વધુ બેટરીનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ શકશે, જે ભારતના સ્વચ્છ ઉર્જા અને ઉત્પાદન લક્ષ્યોને મજબૂત બનાવશે. ભારત ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ભારતને આ લક્ષ્ય તરફ આગળ વધવામાં ઘણી મદદ કરશે.

મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2026 માં 67,000 ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેનો મોટો ભાગ નિકાસ કરવામાં આવશે.જે વૈશ્વિક સ્તરે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

આ મારુતિ પ્લાન્ટ કેવો છે?
હાંસલપુરમાં સ્થિત સુઝુકી મોટર ગુજરાત (SMG) પ્લાન્ટ લગભગ 640 એકરમાં ફેલાયેલો છે અને આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ 7.5 લાખ યુનિટ છે, જે આ નવી એસેમ્બલી લાઇન શરૂ થયા પછી વધુ વધશે. 3 ઉત્પાદન લાઇનવાળા આ પ્લાન્ટને તાજેતરમાં મારુતિ સુઝુકી મોટર કોર્પ પાસેથી હસ્તગત કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકીએ આ દાયકાના અંત સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા બમણી કરીને 4 મિલિયન કાર કરવાની યોજના પણ જાહેર કરી છે.

સ્થાનિક અને નિકાસ બજારોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે માર્ચ 2014 માં હાંસલપુર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. મારુતિ સુઝુકી બલેનોનું ઉત્પાદન સૌપ્રથમ અહીં કરવામાં આવ્યું હતું અને પછી જાન્યુઆરી 2018 માં આગામી પેઢીની મારુતિ સુઝુકી સ્વિફ્ટ હેચબેકનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.

હવે મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઇ વિટારાનું ઉત્પાદન પણ અહીંથી કરવામાં આવશે. જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. અત્યાર સુધી, મુન્દ્રા બંદર નજીકના આ પ્લાન્ટમાંથી યુરોપ, આફ્રિકા અને જાપાનમાં વાહનોની નિકાસ કરવામાં આવી છે.

મારુતિ ઇ વિટારા કેવી છે?
નવી મારુતિ ઇ-વિટારા વિશે વાત કરીએ તો, તેનો દેખાવ-ડિઝાઇન અને સમાન કદ ગયા વર્ષે કોન્સેપ્ટ તરીકે રજૂ કરાયેલ મારુતિ ઇવીએક્સ જેવું જ છે. જો કે, કેટલાક તીક્ષ્ણ ખૂણા ચોક્કસપણે ઘટાડવામાં આવ્યા છે. તેમાં આગળ અને પાછળ ટ્રાઇ-સ્લેશ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, આગળની ધાર પર ચાર્જિંગ પોર્ટ અને પાછળના વ્હીલ કમાન પર વળાંકો છે. તેના પાછળના દરવાજાના હેન્ડલ્સને સી-પિલરમાં ખસેડવામાં આવ્યા છે, જે આ દિવસોમાં ખૂબ ટ્રેન્ડમાં છે.

18 ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ, આ મારુતિ ઇ વિટારા 4275 મીમી લાંબી, 1800 મીમી પહોળાઈ અને 1635 મીમી ઊંચાઈ ધરાવે છે. તેનો વ્હીલબેઝ 2700 મીમી છે, જે ક્રેટા કરતા લાંબો છે. આ મોટો વ્હીલબેઝ કારની અંદર વધુ સારી બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં મદદ કરશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 મીમી છે જે મોટાભાગની ભારતીય રસ્તાની સ્થિતિ માટે પૂરતું છે. વિવિધ પ્રકારોના આધારે તેનું કુલ વજન 1702 કિલોગ્રામથી 1899 કિલોગ્રામ છે.

સુઝુકી ઇ વિટારાની સાઈઝ

  • લંબાઈ 4275 MM
  • પહોળાઈ 1800 MM
  • ઊંચાઈ 1635 MM
  • વ્હીલબેઝ 2700 MM
  • ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 MM

બેટરી પેક અને રેન્જ:
મારુતિ ઇ વિટારામાં લિથિયમ આયર્ન-ફોસ્ફેટ (LFP) બેટરી પેક છે. કંપની આ SUV ને બે અલગ અલગ બેટરી પેક (49kWh અને 61kWh) સાથે ઓફર કરી રહી છે. મોટા બેટરી પેકમાં ડ્યુઅલ-મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સેટઅપ છે, જેને કંપની ઓલ ગ્રિપ-E કહે છે. કંપનીનો દાવો છે કે આ SUV એક જ ચાર્જ પર 500 કિમીથી વધુની રેન્જ આપશે.

AAPના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘરે EDના દરોડા, જાણો શું છે આખો મામલો

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના 13 સ્થળોએ દરોડા પાડી રહી છે. તેમના ઘરે પણ દરોડા પાડી રહી છે. AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા આ મામલે પૂર્વ સ્વસ્થ્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેદ્ર જૈન વિરુદ્ધ EDએ જુલાઈમાં કેસ નોંધ્યો હતો. હવે રેડ કરાવામાં આવી છે. જેના પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આતિષીએ પ્રતિક્રિયા આપી છે.

AAPના કાર્યકાળના 2 સ્વાસ્થ્ય મંત્રી, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા, 5,590 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં તપાસ હેઠળ છે. ED અનુસાર, 2018-19માં આમ આદમી પાર્ટી સરકારે 24 હોસ્પિટલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. યોજના હતી 6 મહિનામાં ICU હોસ્પિટલો તૈયાર કરી દેવામાં આવશે, પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે કામ હજુ પૂર્ણ થયું નથી, જ્યારે 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે. અત્યાર સુધીમાં માત્ર 50% કામ પૂર્ણ થયું છે. EDએ પણ શોધી કાઢ્યું કે દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલના બાંધકામ ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થઈ ગયો. એજન્સીનો આરોપ છે કે ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજુરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

ACB એ કયા આરોપો લગાવ્યા?
ACBએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હોસ્પિટલ પ્રોજેક્ટ્સને 2018-19માં મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 11 ગ્રીનફિલ્ડ અને 13 બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ACB દ્વારા નોંધાયેલા કેસમાં કહેવામાં આવ્યું હતું કે શહેરભરમાં હોસ્પિટલો, પોલીક્લિનિક્સ અને ICU ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મોટી અનિયમિતતાઓ, બિનજરૂરી વિલંબ અને ભંડોળનો મોટા પાયે દુરુપયોગ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ખર્ચમાં અનેક સો કરોડ રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો અને એક પણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયો નહોતો.

આતિશી અને અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા
દિલ્હીના ભૂતપૂર્વ CM આતિશીએ x-પોસ્ટમાં સૌરભ ભારદ્વાજના ઘરે દરોડા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોસ્ટમાં કહ્યું કે, ‘આજે સૌરભજીના ઘરે દરોડો કેમ પાડવામાં આવ્યો? કારણ કે દેશભરમાં મોદીજીની ડિગ્રી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, શું મોદીજીની ડિગ્રી નકલી છે? આ ચર્ચા પરથી ધ્યાન હટાવવા માટે દરોડા પાડવામાં આવ્યા છે. જે સમયે આ કેસની જાણ થઈ રહી છે, તે સમયે સૌરભજી મંત્રી પણ નહોતા. એટલે કે આખો કેસ ખોટો છે. સત્યેન્દ્રજીને 3 વર્ષ જેલમાં પણ રાખવામાં આવ્યા હતા અને અંતે CBI/EDને ક્લોઝર રિપોર્ટ આપવો પડયો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે દાખલ કરાયેલા તમામ કેસ ખોટા અને રાજકીય રીતે પ્રેરિત છે.’

સૌરભ ભારદ્વાજના ઘરે EDની રેડ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ મોદી સરકાર દ્વારા એજન્સીઓનો દુરુપયોગનો વધુ એક મામલો છે. મોદી સરકાર આમ આદમી પાર્ટી પાછળ પડી ગઈ છે. જે પ્રકારે AAPને ટારગેટ કરવામાં આવી રહી છે. એવી રીતે ઈતિહાસમાં કોઈ પાર્ટીને કરવામાં આવી નથી. AAPને એટલે ટારગેટ કરવામાં આવી રહી છે કેમ કે મોદી સરકારની ખોટી નીતિઓ અને ભ્રષ્ટ કામો વિરુદ્ધ સૌથી આગળ અવાજ AAPનો છે. મોદી સરકાર અમારો અવાજ દબાવવા માગે છે. એ ક્યારેય નહીં થાય.’

વિજેન્દ્ર ગુપ્તાએ સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે ફરિયાદ કરી હતી
22 ઓગસ્ટ 2024ના રોજ, દિલ્હી વિધાનસભામાં તત્કાલીન વિરોધ પક્ષના નેતા, વિજેન્દ્ર ગુપ્તાએ આ બાબત અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં GNCTD હેઠળ ચાલતા ઘણા આરોગ્ય સંબંધિત પ્રોજેક્ટ્સમાં ગંભીર અનિયમિતતાઓ અને શંકાસ્પદ ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ફરિયાદમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનનું નામ આપવામાં આવ્યું છે, જેમાં તેમના પર પ્રોજેક્ટ્સના બજેટમાં વ્યવસ્થિત હેરફેર, જાહેર ભંડોળનો દુરુપયોગ અને ખાનગી કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના આ શહેરમાં ખુલશે ભારતનો ચોથો Apple store: iPhone 17 લોન્ચિંગ પહેલા મોટી જાહેરાત!

દુનિયાની સૈથી મોટી ટેક કંપની એપલ ભારતમાં તેનો વ્યાપ વધારી રહી છે. આજે મંગળવારે કંપનીએ ભારતના તેના ચોથા રિટેલ સ્ટોરની જાહેરાત કરી છે. એપલે પુણેના કોરેગાંવ પાર્કમાં રીટેલ સ્ટોર શરુ કરવાની જાહેરાત કરી છે. iPhone 17ની સિરીઝનું લોન્ચિંગ ટૂંક સમયમાં જ થવાનું છે. ત્યારે પુણેમાં રહેતા એપલના ચાહકો ઉત્સાહિત છે.

નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા બેંગલુરુના હેબ્બલમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે દેશમાં એપલનો ત્રોજો રીટેલ સ્ટોર છે. હવે કંપનીએ ચોથો સ્ટોર પુણેમાં ખોલવાની જાહેરાત કરી છે, હવે પુણેના એપલ ગેજેટ ચાહકો સીધા એપલ સ્ટોરમાંથી i Phone, I Pad, Mac book, Apple watch ખરીદી શકશે. આ એપલ ડિવાઈસીસ માટે ઓફિશિયલ સપોર્ટ એન્ડ સર્વિસ મેળવી શકશે.

શું હશે ખાસિયત:
પુણેનો સ્ટોર 4 સપ્ટેમ્બર ગુરુવારના રોજ બપોરે 1 વાગ્યે ખુલશે. પુણે અને બેંગલુરુ એપલનો સ્ટોર મોર પીંછની થીમ પર આધારિત હશે, કેમ કે મોર ભારતની સંસ્કૃતિ પ્રતીક છે અને રાષ્ટ્રીય પક્ષી છે. પુણે અવાજોથી પ્રેરિત એક નવી એપલ મ્યુઝિક પર પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવી છે.

એપલે હજુ સુધી પુણે સ્ટોરની વિગતો જાહેર કરી નથી, પરંતુ કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પુણેનો સ્ટોર 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો હશે

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે: સીઆર પાટીલ

ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “હવે આપણે જ્યારે મળીશું ત્યારે નવા મંત્રીઓ અને નવા અધ્યક્ષ સાથે મળીશું.” તેમના આ નિવેદનથી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.

પાટીલે ધારાસભ્યો અને સાંસદોને સંબોધતા કહ્યું કે, જેનો નંબર લાગશે તે નસીબદાર હશે. તેમણે ઉમેર્યું કે, જેને સ્થાન મળશે તે ખુશ થશે અને અમે પણ ખુશ થઈશું કે નવા લોકોને તક મળી રહી છે. તેમણે મંત્રીમંડળ વિસ્તરણ અંગે વાતવાતમાં સંકેત આપતા જણાવ્યું કે, ટૂંક સમયમાં સારા સમાચાર આવશે.

આ ઉપરાંત, તેમણે નવા પ્રદેશ અધ્યક્ષ અંગે પણ વાત કરી અને કહ્યું કે આ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે નવા પદાધિકારીઓને સલાહ આપતા કહ્યું કે, “જેમને જવાબદારી મળે તે શાંતિથી અને સંભાળીને કામ કરે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે સીઆર પાટીલે મોટા સંકેત આપ્યા છે. નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ મામલે તેમણે ગાંધીનગરની બેઠકમાં સંકેત આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, પાટીલે બેઠકમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, જલદી આપણે બે વખત મળીશું. નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો. મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ સંકેતો આપ્યા હોવાની જાણકારી આપી. તો ત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની ટકોર કરી.

પહેલીવાર ભાજપની બેઠકમાં સંઘની હાજરી
કમલમ ખાતે મળેલ ભાજપની બેઠકમાં કંઈક નવાજૂની જોવા મળી. ભાજપની બેઠકમાં પહેલી વખત સંઘ પણ હાજર રહ્યું. કમલમ બેઠકમાં RSS ના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ હાજર જોવા મળ્યા. પ્રધાનમંત્રીના જન્મ દિવસ પર સેવા સપ્તાહની કમલમ ખાતે ઉજવણી માટે યોજાનારી છે. જેાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ ધારાસભ્ય અને સાંસદો પણ બેઠકમા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો, સાંસદો સાથે RSS ના હોદ્દેદાર પણ બેઠકમાં હાજર જોવા મળ્યા.

અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખોની યાદી:

  • એ. કે. પટેલ: ૧૯૮૨ – ૧૯૮૫
  • કાશીરામ રાણા: ૧૯૯૩ – ૧૯૯૬
  • વજુભાઈ વાળા: ૧૯૯૬ – ૧૯૯૮ અને ૨૦૦૫ – ૨૦૦૬
  • રાજેન્દ્રસિંહ રાણા: ૧૯૯૮ – ૨૦૦૫
  • પરષોત્તમ રૂપાલા: ૨૦૦૬ – ૨૦૧૦
  • આર. સી. ફળદુ: ૨૦૧૦ – ૨૦૧૬
  • વિજય રૂપાણી: ૨૦૧૬
  • જીતુ વાઘાણી: ૨૦૧૬ – ૨૦૨૦
  • સી.આર. પાટીલ: ૨૦૨૦ – હાલ સુધી

Breaking News: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 64500 ક્યુસેક પાણી છોડાયું

આજે 25 ઓગસ્ટ 2025ના રોજ ધરોઈ ડેમ ખાતે ઉપરવાસમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં સવારે 7 વાગ્યે ધરોઈ ડેમમાંથી આશરે 64500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સા.રી.ફ્ર.ડે.કો.લી.) દ્વારા આ અંગે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટના ચાલતા કામોના કોન્ટ્રાક્ટરો/એજન્સીઓ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.આર.સી.એલ.)ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો, રિવરફ્રન્ટની બોટિંગ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પ્રશાસનને અગાઉથી જાણ કરવામાં આવી છે.

ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત મક્કમ! રાજ્ય સરકારે ANTF યુનિટ બનાવવાની કરી મોટી જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આ માટે, રાજ્યમાં ઝોન મુજબ કુલ ૬ નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

આ ટાસ્ક ફોર્સ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોનવાઇઝ યુનિટ્સની રચના કરશે. આ યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ઝોનમાં સ્થાપવામાં આવશે, જે ડ્રગ્સના ગેરકાયદેસર કાળા કારોબારને નાથવા માટે સતત કામગીરી કરશે. રાજ્ય સરકારે ડ્રગ્સ સામેની લડાઈમાં કડક અને નિર્ણાયક પગલું ભર્યું છે .

રાજ્યભરમાં ઝોન વાઇઝ ANTF ના યુનિટસ બનાવવામાં આવશે
નોંધનીય છે કે ANTFના યુનિટ્સ દ્વારા નાર્કોટિક્સના ગેરકાયદે વેપારની ગુપ્ત માહિતી એકઠી કરવામાં આવશે અને ડ્રગ્સના સપ્લાય ચેઈનને તોડવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આ યુનિટ્સ સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરશે, જેથી ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકાય. રાજ્ય સરકારનો આ નિર્ણય યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને સમાજમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાના પ્રયાસોનો એક ભાગ છે. આ પગલાંથી ડ્રગ્સના કાળા કારોબાર પર અંકુશ આવશે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત થશે.

ANTF સતત મોનેટરિંગ કરશે
ઉલ્લેખનીય છે કે આ યુનિટસમાં 1 SP, 6 DySP, 13 PI સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. હવે ડ્રગ્સ માફિયાઓની ખેર નથી, ANTF યુનિટછી સતત ડર્ગ્સના કારોબાર પર સીધી દેખરેખ રાખવામાં આવશે. જેના લીધે હવે ડ્રગ્સ માફિયાઓને કડક સજા અપાવવા માટે પ્રક્રિયા પણ સરળ બની જશે. ANTF યુનિટ માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઝોનલ માળખું હોવાથી હવે રાજ્યના દરેક ખૂણામાં ચાલતા ડ્રગ્સને તોડવામાં મદદ મળશે. ડ્રગ્સ માફિયા સામે ‘CUTTING EDGE LEVEL’ની કાર્યવાહી કરાશે.

અમદાવાદમાં પીએમ મોદીએ રોડ શો કર્યો, લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું

પીએમ મોદી આ દિવસોમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન, તેમની મુલાકાતના પહેલા દિવસે, પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતના તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન, પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરોનું ઉદ્ઘાટન કરશે અને 5,477 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

૩ કિમીનો રોડ શો
રાજ્યના આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી 25 ઓગસ્ટની સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા પછી નરોડાથી નિકોલ વિસ્તાર સુધીના ત્રણ કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે રોડ શોના રૂટ પર અને નિકોલના સ્થળે લગભગ એક લાખ લોકો હાજર રહેશે, જ્યાંથી તેઓ 5,477 કરોડ રૂપિયાના વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

રિંગ રોડનો શિલાન્યાસ કરશે
ઋષિકેશ પટેલે વધુ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અમદાવાદ શહેરના રામાપીર ટેકરા નામની ઝૂંપડપટ્ટીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ૧૩૩.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા ૧,૪૪૯ મકાનો અને ૧૩૦ દુકાનોનું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે મોદી અમદાવાદ શહેરની આસપાસ ચાર-માર્ગીય એસપી રિંગ રોડના અપગ્રેડેશન માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ, સરકારી અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી બે તબક્કામાં છ-માર્ગીય રોડ બનાવવામાં આવશે. ગતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમાં એક્સપ્રેસવે ધોરણો મુજબ નિયંત્રિત પ્રવેશ હશે.

૧૦ ગામડાઓને પીવાનું શુદ્ધ પાણી મળશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) હેઠળ જળ જીવન મિશન દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. દસકરોઈ તાલુકામાં 27 કરોડ રૂપિયાના ખર્ચે એક વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, અને 23 કિમી લાંબી મુખ્ય પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. પટેલે જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટન થનારા આ પ્રોજેક્ટથી AUDA વિસ્તારના 10 ગામોને સ્વચ્છ પીવાનું પાણી મળશે.

પાણી વિતરણ કેન્દ્રોનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી શેલા, મણિપુર, ગોધાવી, સાણંદ અને તેલાવ વિસ્તારો માટે વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થાનો શિલાન્યાસ કરશે. આ સાથે, તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના લો ગાર્ડન અને મીઠાખલી વિસ્તારના સુંદરીકરણ અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત, થલતેજ, નારણપુરા અને ચાંદખેડા વોર્ડમાં નવા પાણી વિતરણ કેન્દ્રોની સ્થાપના માટે પણ શિલાન્યાસ કરશે. તેઓ સરખેજ વોર્ડમાં ‘મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ અને સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજનો પુનર્વિકાસ પણ કરશે.

ભાટ-મોટેરા લિંક રોડના નવીનીકરણ માટે શિલાન્યાસ
વધુમાં, પ્રધાનમંત્રી કલાણા-છારોડી ખાતે ટીપી સ્કીમ નં. ૧૩૯/સી, ૧૪૧ અને ૧૪૪ હેઠળ રૂ. ૩૮.૨૫ કરોડના ખર્ચે ૨૪ મીટર અને ૩૦ મીટર લાંબા રસ્તાઓને ચાર-માર્ગીય રસ્તામાં રૂપાંતરિત કરવા માટે શિલાન્યાસ કરશે. “પ્રધાનમંત્રી ગાંધીનગરમાં રૂ. ૨૮૧ કરોડના શહેરી વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે,” પટેલે જણાવ્યું. આ પ્રોજેક્ટ્સમાં ટીપી-૨૪ રાંધેજામાં બે ‘ગટર પમ્પિંગ સ્ટેશન’નું નિર્માણ, પેથાપુરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનો અને રૂ. ૭૨ કરોડના ખર્ચે ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રસ્તાનું નિર્માણ શામેલ છે. તેઓ કોબા, રાયસણ અને રાંદેસણ ખાતે પાણી અને ગટર લાઇન નાખવાનો અને ભાટ-મોટેરા લિંક રોડના નવીનીકરણનો પણ શિલાન્યાસ કરશે.

બે ટ્રેનોને લીલી ઝંડી આપશે
પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લા માટે 1,796 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે અને બે ટ્રેનોને લીલી ઝંડી આપશે. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી 1,400 કરોડ રૂપિયાથી વધુના રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે, જેમાં મહેસાણા-પાલનપુર રેલ્વે લાઇન (65 કિમી)નું ડબલિંગ, કલોલ-કડી-કટોસણ લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને બેચરાજી-રણુજ લાઇન (40 કિમી)નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 26 ઓગસ્ટે તેઓ અમદાવાદ નજીક કંપનીના હાંસલપુર પ્લાન્ટ ખાતે મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ‘ઈ-વિતારા’ માટે ઉત્પાદન લાઇનનું ઉદ્ઘાટન કરશે.

ખોડલધામમાં લોકસભા: 6 વાગ્યે, વડાપ્રધાન ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે

0

જાહેર સભામાં સંબોધન કરશે અને અનેક વિકાસ-પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કરશે .

આજે PM મોદીનું મુખ્ય ફોકસ અમદાવાદમાં છે—શહેરના માર્ગ, રેલ્વે, ઊર્જા અને જાહેર વહીવટ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રવૃત્તિઓનું દેવાણ. પ્રસંગે ભવ્ય રોડ-શો ઉપરાંત લોકસભામાં તેઓ રાજ્ય-ના વિકાસ કાર્યને આમંત્રિત કરીને, ભક્તિભાવ અને મોહનો સંયોજન સર્જી રહ્યા છે.

અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી છે. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો શરૂ થયો છે.

રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ફોટા લાગ્યા
વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ફોટા લાગ્યા છે. એક મહિલા મહેંદીથી વડાપ્રધાનનો સ્કેચ બનાવી તેમનું સ્વાગત કરવા ઉપસ્થિત રહી છે. વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. અમદાવાદમાં વડાપ્રધાનનું ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યુ છે. સ્વદેશી અપનાવીશ’ના પોસ્ટર સાથે લોકો જોવા મળ્યા છે. નિકોલ અને નરોડા રોડ પર લોકોની ભીડ જામી છે. રોડ શોમાં મહિલાઓ કરતાલ સાથે પહોંચી છે.મહિલાઓ દ્વારા ભજન ગાઈ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય શ્લોક સાથે પંડિતો પણ વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉમટી પડ્યા છે.

અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં પ્રોજેક્ટનું લોકાર્પણ
વડાપ્રધાન મોદી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, તેઓ 96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે.

અમદાવાદ: વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર
વડાપ્રધાનના હસ્તે જે UGVCL પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે, તેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને નોર્મલ ડેવલપમેન્ટ (N.D.) સ્કીમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં 608 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેનો લાભ 2,00,593 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. ભૂગર્ભ સિસ્ટમથી સલામતી અને વિશ્વસનીયતા તો વધશે જ, સાથે લૉ-વોલ્ટેજ સમસ્યાઓની ગ્રાહકોની ફરિયાદો ઘટાડશે અને ટ્રાન્સફૉર્મર લોડિંગ નીચું લાવશે.

અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ સીએમ યોગીને મળ્યા, તેમનો પરિવાર પણ હાજર રહ્યો

0

અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ લખનૌમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન શુભાંશુ શુક્લાનો પરિવાર પણ હાજર હતો.

ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકનું નિવેદન પણ બહાર આવ્યું
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું, “આજે લખનૌ માટે એક મોટો દિવસ છે. ભારતના એક પુત્ર, લખનૌના એક પુત્રએ લખનૌમાં પગ મૂક્યો છે. જ્યારથી તેઓ અવકાશમાંથી પૃથ્વી પર પાછા ફર્યા ત્યારથી, લખનૌના લોકો તેમના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે, આખરે, તે ક્ષણ આવી ગઈ છે. અમે શુભાંશુ શુક્લાનું ઉષ્મા અને પ્રેમથી સ્વાગત કરીએ છીએ.”

તેમની શાળાના બાળકોને સંબોધિત કર્યા
લખનૌ પહોંચેલા શુભાંશુ શુક્લાએ પોતાની શાળા સિટી મોન્ટેસરી સ્કૂલના બાળકોને સંબોધતા કહ્યું, “આજે સવારે હું ખૂબ થાકી ગયો હતો. પછી મેં તમને બાળકો રસ્તા પર જોયા અને મને કહેવામાં આવ્યું કે તમે સવારે 7.30 વાગ્યાથી ત્યાં ઉભા છો. મેં તમને પરસેવાથી લથપથ, હસતા અને એટલા ઉત્સાહિત જોયા કે મારો થાક ગાયબ થઈ ગયો. સફળ થવા માટે ફક્ત મજબૂત ઇચ્છાશક્તિની જરૂર છે. મારા એકંદર અનુભવમાં, મને લાગે છે કે ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. આપણે યોગ્ય સમયે છીએ, યોગ્ય તકો હાજર છે. ISS પર તમારી સાથેની દરેક વાતચીતમાં, મને ક્યારેય આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો કે ISS પર કેવું હતું. મને હંમેશા પૂછવામાં આવ્યું કે અવકાશયાત્રી કેવી રીતે બનવું. આ કહે છે કે તમારું મન કઈ દિશામાં જઈ રહ્યું છે. કૃપા કરીને મહત્વાકાંક્ષા રાખો. 2040 સુધીમાં ચંદ્ર પર ઉતરવાનું આપણી પાસે એક દ્રષ્ટિ અને મિશન છે.”

કોણ છે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા?
શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી છે અને તેમણે એક્સિઓમ-૪ મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની યાત્રા કરી છે. ૧૯૮૪માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી તેઓ અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય છે.