Home Blog Page 345

જમ્મુ-કાશ્મીર: બાંદીપોરા જિલ્લામાં વહેલી સવારે ફરીથી એન્કાઉન્ટર, બે આતંકી ઠાર

0

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આ અંગે જાણકારી આપી હતી.

સોશિયલ મીડિયા X પર જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરેજ સેક્ટરમાં એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ઘુસણખોરોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જેના જવાબમાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો
તાજેતરના દિવસોમાં ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો છે. ત્રણ દિવસ પહેલાં બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં સેના દ્વારા એલઓસી નજીક કંઈક હલચલ થઈ રહી હોવાના અહેવાલ મળ્યા હતા. 13 ઓગસ્ટે આ સેક્ટરમાં જ ગો

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણ લોકોના મોત, હુમલાખોરે પોતાને પણ ગોળી મારી

અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં સ્થિત એનન્સિએશન કેથોલિક સ્કૂલમાં બુધવારે (27 ઓગસ્ટ, 2025) સવારે ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં હુમલાખોર પણ સામેલ હતો.

અમેરિકન સ્કૂલમાં ગોળીબાર, બે લોકોના મોત
પોલીસ વડા અને મેયરે જણાવ્યું હતું કે, શાળામાં પ્રાર્થના દરમિયાન ગોળીબારમાં બે બાળકો માર્યા ગયા. ઉપરાંત 14 બાળકો સહિત 17 અન્ય લોકો ઘાયલ થયા. વધુમાં હુમલો કરનારનું પણ મૃત્યુ થયું છે. ગવર્નર ટિમ વોલ્ટ્ઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ગોળીબારની માહિતી આપવામાં આવી છે. “હું એ બાળકો અને શિક્ષકો માટે પ્રાર્થના કરું છું જેમની શાળાના પહેલા અઠવાડિયામાં આ ભયાનક હિંસા થઈ હતી.”

મિનિયાપોલિસ પોલીસ વડા બ્રાયન ઓ’હારાએ જણાવ્યું હતું કે, પિસ્તોલ સહિતના હથિયારોથી સજ્જ હુમલાખોર ચર્ચ તરફ ચાલ્યો ગયો. એન્યુનિયેશન કેથોલિક સ્કૂલમાં પ્રાર્થના સભા દરમિયાન બેન્ચ પર બેઠેલા બાળકો પર બારીમાંથી ગોળીબાર કર્યો. ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, તે 20 વર્ષનો છે અને તેનો કોઈ વ્યાપક ગુનાહિત ઇતિહાસ નથી.

રાહત અને બચાવકાર્ય :બાળરોગ ટ્રોમા હોસ્પિટલ ચિલ્ડ્રન્સ મિનેસોટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાંચ બાળકોને સંભાળ માટે દાખલ કરવામાં આવ્યા હતા. મિનેસોટાના સૌથી મોટા કટોકટી વિભાગ, હેનેપિન હેલ્થકેરે જણાવ્યું હતું કે તે ગોળીબારમાં ઘાયલ થયેલા દર્દીઓની પણ સારવાર કરી રહી છે. પોલીસ, FBI અને અન્ય ફેડરલ એજન્ટો અને એમ્બ્યુલન્સ શાળામાં દોડી ગયા હતા.

હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કરવા વિધર્મીનું કારસ્તાન, બોગસ આધારથી ખોલાવ્યું બેંક એકાઉન્ટ

સુરત SOG પોલીસે વિધર્મી યુવકને ઝડપી પાડ્યો છે. જેણે તેની પત્ની તેમજ સાસરિયાઓને પોતે હિન્દુ હોવાની ઓળખ આપવા માટે હિન્દુ નામે બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતુ. આટલું જ નહીં, આ આધાર કાર્ડ પરથી બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતુ.

હકીકતમાં સુરત શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે, એક મુસ્લિમ યુવક પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવીને પાંડેસરા વિસ્તારમાં રહે છે.આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ અકબર અલી શા (ઉ.24) ને ઝડપી પાડ્યો હતો, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને અહીં સિલાઈ કામ કરતો હતો.

ફુલફામ હસન ઉર્ફે હની યાદવ પાસેથી મુસ્લિમ નામ વાળું એક સાચું આધારકાર્ડ, મુસ્લિમ નામ વાળું સાચું એક પાન કાર્ડ, હિન્દુ નામવાળું ખોટું આધાર કાર્ડ અને હિન્દુ નામ વાળા બેંક એકાઉન્ટની પાસબુક તથા એક મોબાઈલ ફોન મળી કુલ 25 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ફૂલફામ હસને હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આથી તેની પત્નીના પરિવારના લોકો સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ઓળખ બતાવવા માટે તેની સાચી ઓળખ છુપાવી પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામનું ખોટું આધારકાર્ડ બનાવ્યું હતું. જેના આધારે બેંકમાં ખાતું ખોલાવી હિન્દુ તરીકે રહેતો હતો. આરોપી સામે પાંડેસરા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

‘સેનાએ 5 વર્ષ સુધીના યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ’: રાજનાથ સિંહ

0

મધ્યપ્રદેશના ડૉ. આંબેડકર નગરમાં રણ સંવાદ 2025 માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનની શરૂઆત કાર્યક્રમના નામના અર્થ પર ચિંતન કરીને કરી. તેમણે કહ્યું, “કાર્યક્રમનું શીર્ષક, રણ સંવાદ, મને ખૂબ જ રસપ્રદ લાગે છે. આ નામ પોતે જ વિચારવા અને ચિંતન કરવા જેવો વિષય છે. એક તરફ, ‘રણ’ યુદ્ધ અને સંઘર્ષની છબી ઉજાગર કરે છે, અને બીજી તરફ, ‘સંવાદ’ સંવાદ, ચર્ચા અને સમાધાન તરફ નિર્દેશ કરે છે.”

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે ભારતીય દળોને તેમની તૈયારીઓ મજબૂત બનાવવા કહ્યું. રાજનાથ સિંહે તો ત્યાં સુધી કહ્યું છે કે ભારતના સશસ્ત્ર દળોએ પાંચ વર્ષના યુદ્ધ સુધીના નાના યુદ્ધો સહિત તમામ પ્રકારના સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ.

હકીકતમાં, બુધવારે રાજનાથ સિંહ મહુ લશ્કરી છાવણીમાં આર્મી વોર કોલેજ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સહિત ભારતના ટોચના લશ્કરી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સિંહે કહ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ સામે ભારતનું લશ્કરી ઓપરેશન, ઓપરેશન સિંદૂર, દેશના સ્વદેશી પ્લેટફોર્મ અને શસ્ત્ર પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે.

“તેની સિદ્ધિઓએ ફરી એકવાર એ વાત પર ભાર મૂક્યો છે કે આવનારા સમયમાં, આત્મનિર્ભરતા એક સંપૂર્ણ જરૂરિયાત છે,” સિંહે કહ્યું. “આપણે ખરેખર આત્મનિર્ભરતાના માર્ગ પર નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ હજુ પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે.”

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું , જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ભારતે આ હુમલા દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો.

પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પરના ભારતીય ગામડાઓ પર વારંવાર ગોળીબાર કરીને હુમલાનો જવાબ આપ્યો . આ ગોળીબારમાં ઓછામાં ઓછા 22 ભારતીય નાગરિકો અને આઠ સંરક્ષણ કર્મચારીઓ માર્યા ગયા.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પર FIR, જાણો શું છે આખો મામલો

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ એક કાર કંપનીનો પ્રચાર કરીને મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ મામલે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી કીર્તિ સિંહ નામના 50 વર્ષીય વ્યક્તિની કૃરિયાદ પર શાહરૂખ અને દીપિકા સહિત લગભગ 7 લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ વ્યક્તિની આરોપ છે કે તેને જાણી જોઈને ખામીયુક્ત બુન્ડાઈ અલ્કઝાર કાર વેચવામાં આવી હતી, જેથી તેના પરિવારનું જીવન જોખમમાં મુકાયું હતું.

આ મામલે કીર્તિ સિંહે કાર વેચવામાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. કીર્તિ સિંહે આ મામલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ, ACJM કોર્ટ નંબર-2ના આદેશ પર મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં અરજી દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. કીર્તિનું કહેવું છે કે તેણે વર્ષ 2022માં હ્યુન્ડાઈ અલ્કઝાર ખરીદી હતી. તેણે આ કાર લોન પર લીધી હતી, પરંતુ થોડા દિવસોમાં કારમાં મેન્યુફેક્ચરિંગ ખામીઓ દેખાવા લાગી. ફરિયાદીનું કહેવું છે કે જ્યારે કારની ગતિ વધારવા માટે એક્સિલરેટર દબાવવામાં આવે છે, ત્યારે કારનો RPM વધી જાય છે અને કાર ધ્રુજવા લાગે છે, પરંતુ કારની ગતિ વધતી નથી. તેનાથી તેના અને તેના પરિવારના જીવ જોખમમાં મુકાય જાય છે.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ઉપરાંત, કીર્તિ સિંહે કંપની સાથે સંકળાયેલા લોકો સામે પણ કેસ દાખલ કર્યો છે. તેમાં કિમ અનસો (CEO, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા), તરુણ ગર્ગ (હોલ ટાઈમ ડિરેક્ટર અને CEO), નીતિન શર્મા (MD, માળવા ઓટી સેલ્સ કુંડલી), પ્રિયંકા શર્મા (ડિરેક્ટર, માળવા ઓટો સેલ્સ કુંડલી) અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય. છે. કીર્તિએ જણાવ્યું છે કે તેણે પહેલા આ કાર બુક કરવા માટે 51000 રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં તેણે 10 લાખ 3 હજાર 699 રૂપિયાની લોન લીધી હતી અને બાકીની રકમ રોકડમાં ચૂકવી હતી. તેણે આ કાર 23 લાખ 97 હજાર 353 રૂપિયામાં ખરીદી હતી. કીર્તિનો દાવો છે કે ડીલરે કહ્યું હતું કે કારમાં કોઈ સમસ્યા નહીં આવે અને જો કોઈ સમસ્યા હશે તો અમે જવાબદાર છીએ.

કીર્તિ સિંહનો આરોપ છે કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ આ કાર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમણે કંપનીની ખામીયુક્ત કારનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કર્યું હતું. એટલે બંને આ કેસમાં આરોપી છે. તેનું કહેવું છે કે બંને કલાકારો આ ગુનાહિત કૃત્યમાં સમાન ભાગીદાર છે. આ કેસમાં કોર્ટના આદેશ પર, પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 406, 420 અને 120-3 હેઠળ કેસ નોંધ્યો છે. શાહરૂખ 1998થી હ્યુન્ડાઈનો બ્રાન્ડ એમ્બેસેડર છે, જ્યારે દીપિકા 2023માં કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય, મુસાફરોને મળશે વર્લ્ડ ક્લાસ અનુભવ

0

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશનો ઊભાં થવાથી મોટો પરિવર્તન જોવા મળી રહ્યું છે. સાબરમતી, અમદાવાદ, આનંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા અને વાપી ખાતેના સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે, અને હાલ આંતરિક સજાવટ, છાપરા અને સ્ટેશન સુવિધાઓ જેવી ફિનિશિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
જ્યારે આ સ્ટેશનો પૂર્ણ થશે, ત્યારે તે માત્ર ટ્રેનમાં ચડવા-ઉતરવાના સ્થળ નહીં રહે, પરંતુ વિશ્વસ્તરીય પ્રવાસ, આરામ અને સુવિધાના પ્રતીક બની જશે.

મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને, દરેક સ્ટેશનને તેની સેવા આપતા શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. શાંત આંતરિક સજાવટ અને આકર્ષક બાહ્ય ડિઝાઇનથી લઈને કુદરતી પ્રકાશ અને હवादાર જગ્યાઓ સુધી, ઉદ્દેશ્ય શાંતિપૂર્ણ અને આનંદદાયક પ્રવાસ અનુભવ સર્જવાનો છે.

સ્ટેશનની ડિઝાઇનમાં ટકાઉપણાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો લગાવવામાં આવી રહી છે, જ્યારે આકાશકિરણ ઝરોકા અને પહોળા ખૂલતાં દરવાજાઓ દિવસ દરમિયાન કૃત્રિમ પ્રકાશની જરૂરિયાત ઘટાડશે. પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર ઉપલબ્ધ રહેશે.

સ્ટેશન પરિસરમાં હરિયાળો અને તાજગીભર્યો માહોલ બનાવવા માટે છોડ અને રોપાઓ વાવવામાં આવી રહ્યા છે. ભૂગર્ભ જળ રિચાર્જિંગ કૂવામાંથી વરસાદી પાણી સંચય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનું પુનઃચક્રણ કરવા ગટરના પાણીની શુદ્ધિકરણ પ્લાન્ટ (STPs) સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. સ્ટેશનમાં રંગ, પેનલ, ટાઈલ્સ વગેરે જેવા પર્યાવરણમિત્ર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ પગલાંથી ખાતરી થાય છે કે સ્ટેશનો માત્ર આધુનિક જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદાર પણ રહેશે.

વિસ્તૃત પ્રતીક્ષાલય વિસ્તારોમાં આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી અને બાળક સંભાળ સુવિધાઓ સાથે ખાદ્ય કિઓસ્ક, રિટેલ કાઉન્ટર અને અન્ય મુસાફર સેવાઓ ઉપલબ્ધ રહેશે જેથી પ્રવાસ વધુ સુવિધાજનક અને આનંદદાયક બને.

અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરત ખાતેના સ્ટેશનોને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. તેનો અર્થ એ છે કે મુસાફરો બુલેટ ટ્રેન, ભારતીય રેલ્વે, મેટ્રો ટ્રેન, બસ, ટેક્સી, ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે સરળતાથી બદલાવી શકશે. આવી સુવ્યવસ્થિત એકીકરણથી ટ્રાન્ઝિશનનો સમય ઓછો થશે, જે પ્રવાસને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. મુસાફરોની સુવિધા માટે તમામ સ્ટેશનો પર પાર્કિંગ જગ્યાઓ પણ વિકસાવવામાં આવી રહી છે.

દરેક બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે જ નહીં, પરંતુ કનેક્ટિવિટી, ટકાઉપણું અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી અને પરંપરાનો સંયોજન કરતી વિશ્વસ્તરીય સુવિધાઓ તથા સુવ્યવસ્થિત એકીકરણ સાથે આ સ્ટેશનો મુસાફરોના અનુભવમાં નવા માપદંડો સ્થાપિત કરશે.

સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ 80 રત્નકલાકારોની કરી છટણી

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે. અમેરિકાએ જાહેર કરેલા વધુ ટેરિફના અમલની સાથે જ રત્નકલાકારો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતના કતારગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ કારીગરોને છૂટા કરવાની જાહેરાત કરી છે.

કંપનીએ અચાનક 80 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા છે. ક્રિસ ડીયામ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી.

ટ્રમ્પના ટેરિફની ડાયમંડ ઉદ્યોગને કેવી રીતે અસર થશે?
સુરતના ડાયમંડ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યાં છે. સામાન્યરીતે સમજીએ તો દુનિયામાં જો 12 ડાયમંડ કટિંગ થાય છે તો તેમાંથી 9 ડાયમંત્ર સુરતમાં કટિંગ થાય છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે જો કોઈ ડાયમંડની ખરીદી કરતો દેશ હોય તો તે અમેરિકા છે.

જેથી 50 ટકા ટેરિફની અસર સૌથી વધારે સુરતના ડાયમંડ ઉદ્યોગને થવાની છે. ડાયમંડ સાથે સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ એટલું જ પ્રભાવિત થવાનું છે. સુરતના ડાયમંડ વેપારીઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.

એટલું જ નહીં પરંતુ અમેરિકામાં હીરાના વેપારીઓએ ડોલાન્ડ ટ્રમ્પને વિનંતી કરી છે કે, ડાયમંડ પર ટેરિફ ના લગાવવામાં આવે અને જો લગાવે છે તે તેના દરમાં ઘટાડો કરવામાં આવે. ત્યાંના વેપારીઓને ડર એવો પણ છે કે, ટેરિફની અસર ભારત કરતા વધારે અમેરિકાને થવાની છે.

બાહુબલી: ધ એપિક’નું ભવ્ય ટીઝર રિલીઝ – રાજામૌલીએ ચાહકોને આપી દિવાળી પહેલાં સુપર ભેટ

બાહુબલી સિરીઝ દ્વારા ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર નિર્દેશક એસ.એસ. રાજામૌલી હવે ફરીથી ચાહકો માટે એક ભવ્ય ભેટ લઈને આવ્યા છે. મેકર્સે તેમની નવી ફિલ્મ ‘બાહુબલી: ધ એપિક’નું ટીઝર જાહેર કરી દીધું છે, જે સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.ટીઝરમાં દેખાડાયેલા દ્રશ્યો ચમત્કારથી ઓછા નથી લાગતા અને દર્શકોને ફરીથી શૌર્ય, ભવ્યતા અને ભાવનાઓની દુનિયામાં લઈ જવાનું વચન આપે છે. આ ફિલ્મનું ગ્રાન્ડ રિલીઝિંગ ૩૧ ઓક્ટોબરના રોજ થવાનું છે.

બાહુબલી : ધ બિગિનિંગ (૨૦૧૫) અને બાહુબલી : ધ કલૂઝન (૨૦૧૭) ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર્સ રહી છે. આ બંને ફિલ્મોએ માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ્સ તોડ્યા જ નહીં, પણ સમગ્ર દેશમાં પેન-ઇન્ડિયા ટ્રેન્ડને જન્મ આપ્યો હતો.હવે રાજામૌલીએ આ બંનેને ભવ્ય રૂપ આપીને ‘ધ એપિક’ નામે એક નવા સ્વરૂપમાં રજૂ કરવાની જાહેરાત કરી છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમ્યા કૃષ્ણન અને નાસર જેવા કલાકારો ફરી નજરે ચઢવાના છે.

ચાહકો માટે આ ફિલ્મ એક સ્મરણિય સફર સાબિત થવાની પૂરી શક્યતા છે.

જન શતાબ્દી એક્સપ્રેસ મોટી દુર્ઘટનાથી બચી, ટ્રેક ભૂલ પર અધિકારીઓ સસ્પેન્ડ

0

જન શતાબ્દી એક્સપ્રેસ એક મોટી દુર્ઘટનામાં માંડ માંડ બચી ગઈ. આગ્રા રેલ્વે ડિવિઝને આ અંગે મોટી કાર્યવાહી કરી છે અને બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. દિલ્હી જતી જન શતાબ્દી એક્સપ્રેસને ટ્રેક પર વાળવામાં આવી હતી જેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ કેસમાં એક સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

ઇમરજન્સી બ્રેક લગાવીને જોખમ ટાળ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેનના સતર્ક ક્રૂએ ટ્રેકનું સંચાલન કરી રહેલા સ્ટાફ દ્વારા લગાવવામાં આવેલા લાલ ધ્વજ જોયા અને જ્યાં સમારકામ ચાલી રહ્યું હતું તે વિભાગ સુધી પહોંચે તે પહેલાં જ ટ્રેનને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી દીધી.

ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર અને ડિવિઝનના અધિકૃત પ્રવક્તા, પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બે કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું, “આ બે કર્મચારીઓના નબળા ઓપરેશનલ પ્લાનિંગનો મામલો છે. શિસ્તભંગની કાર્યવાહીના ભાગ રૂપે, તેમને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”

મુસાફરની તબિયત બગડતાં ટીટીઈએ ટ્રેન રોકવાની વિનંતી કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 3: 1 થી 3:00 વાગ્યાની વચ્ચે, એક મુસાફરની તબિયત બગડતી હોવાની માહિતી મળ્યા બાદ, ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) એ આગ્રા કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને છતા સ્ટેશન પર ટ્રેન રોકવાની વિનંતી કરી. “જોકે, લોકો પાઇલટને જરૂરી સૂચનાઓ સમયસર ન પહોંચતા છતા સ્ટેશન પાર કરવામાં આવ્યું. આ પછી, TTE એ ફરીથી સંપર્ક કર્યો અને મુસાફરને આગામી સ્ટેશન કોસી પર ઉતારવાની પરવાનગી માંગી, કારણ કે તેની તબિયત વધુ બગડી ગઈ હતી,” એક સૂત્રએ જણાવ્યું.

સ્ટેશન માસ્તરે ટ્રેનને લૂપ લાઇન તરફ ફેરવી
તેમણે કહ્યું, “જ્યારે ટ્રેન કોસી પર રોકાઈ નહીં, ત્યારે ટ્રેનમાં હાજર સ્ટાફે ફરીથી વિનંતી કરી, ત્યારબાદ હોડલ સ્ટેશન પર ટ્રેન રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ સ્ટેશન માસ્ટરે ઉતાવળમાં, સલામતીના ધોરણોને અવગણીને, ટ્રેનને લૂપ લાઇન તરફ ફેરવી દીધી જેનું સમારકામ ચાલી રહ્યું હતું.” ઘટનાથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેકનું સમારકામ કરી રહેલા કામદારોએ લૂપ લાઇન શરૂ થાય તે પહેલાં લાલ ઝંડો લગાવ્યો હતો, જેને જોઈને સતર્ક ક્રૂએ તાત્કાલિક બ્રેક લગાવી અને ટ્રેન રોકી દીધી.

લોકો પાયલોટની હાજરીથી અકસ્માત ટળી ગયો
એક વિભાગીય અધિકારીએ જણાવ્યું હતું કે, “જો લોકો પાઇલટે સમયસર સમજદારી ન દાખવી હોત, તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. આટલી ગંભીર સુરક્ષા ભૂલ માટે માત્ર નીચલા સ્તરના જ નહીં, પરંતુ વરિષ્ઠ રેલ્વે અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ.” તેમણે કહ્યું, “જ્યારે મુસાફરના ખરાબ સ્વાસ્થ્યની માહિતી મળી, ત્યારે ટ્રેન રોકવા અંગે આટલી અનિર્ણાયકતા કેમ હતી? વરિષ્ઠ અધિકારીઓ ક્યાં હતા?”

પત્રકાર અભિસાર શર્મા વિરુદ્ધ આસામ પોલીસની FIR પર સુપ્રીમ કોર્ટમાં અરજી

0

અભિસાર શર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 (રાજદ્રોહ), 196 (ધર્મ, જાતિ, ભાષા અથવા સમુદાયના આધારે જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવી) અને 197 (રાષ્ટ્રીય એકીકરણને નુકસાન પહોંચાડતા નિવેદનો) હેઠળ આસામ પોલીસ દ્વારા નોંધાયેલી FIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આલોક બરુઆ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે અભિસાર શર્માએ યુટ્યુબ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં, શર્માએ રામરાજ્યના સિદ્ધાંતની મજાક ઉડાવી અને દાવો કર્યો કે સરકાર ફક્ત ‘હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ’ પર ટકી રહી છે. બરુઆએ આગળ જણાવ્યું કે આ નિવેદનો દૂષિત ઈરાદાથી ચૂંટાયેલી સરકારોની બદનામી કરવા અને સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા માટે કરવામાં આવ્યાં હતાં.

ફરિયાદમાં એવો પણ આરોપ છે કે આવાં નિવેદનો જાહેર શાંતિ ખલેલ પહોંચાડવા, લોકોની લાગણીઓ ઉશ્કેરવા, કાયદેસર સ્થાપિત સત્તાઓ વિરુદ્ધ અવિશ્વાસ ઉભો કરવા અને ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવા માટે પૂરતાં છે. ફરિયાદમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે શર્માનો વિડીયો બરુઆના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેના કારણે ધર્મ આધારિત વિભાજન વિશે વાત કરી રહ્યા છે, જે જાહેર શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે.

અભિસાર શર્મા સાથે જોડાયેલ વિવાદ
નોંધનીય છે કે અભિસાર શર્માનો ઇતિહાસ વિવાદો સાથે જોડાયેલો રહ્યો છે. તેઓ એક ટેલિવિઝન પત્રકાર રહી ચૂકેલા યુટ્યુબર છે ઉપરાંત વિવાદિત ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે પણ સંકળાયેલા રહ્યા છે. ન્યૂઝક્લિક પર 2021થી વિદેશી ફંડિંગ ખાસ કરીને ચીનથી ફંડિંગના આરોપો લાગ્યા હતા. 2023માં દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં શર્માના ઘરનો પણ સમાવેશ થતો હતો. તેમનું લેપટોપ અને ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. ન્યૂઝક્લિક પર આરોપ હતો કે તેણે ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે લગભગ 38 કરોડનું વિદેશી ફંડિંગ મેળવ્યું હતું.

અભિસાર શર્મા સાથે જોડાયેલા ન્યૂઝક્લિક પર અગાઉ ચીની ફંડિંગના આરોપોને લઈને ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા સંસદમાં પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં આસામમાં નોંધાયેલી FIR મામલે આગળની તપાસ ગુવાહાટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.