Home Blog Page 346

73 હજાર કમાતી સોફ્ટવેર એન્જિનિયરની ભરણપોષણ માગણી પર હાઈકોર્ટનો મોટો ચુકાદો

0

લખનઉ હાઈકોર્ટની બેન્ચે તાજેતરમાં જ એક મહત્ત્વપૂર્ણ પારિવારિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, જો પત્ની પોતે સારી કમાણી કરતી હોય, તો તે પતિ પાસેથી ભરણપોષણ મેળવી શકતી નથી. લખનઉ હાઈકોર્ટ બેન્ચે તે આદેશને બદલી દીધો, જેમાં ફેમિલી કોર્ટે પતિને પત્નીને ભરણપોષણ માટે દર મહિને 15,000 રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો હતો.

પત્ની સોફ્ટવેર એન્જિનિયર, મહિને 73,000 રૂ. પગાર
હકીકતમાં આ મામલો એક દંપતી વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે. પતિ સોફ્ટવેર એન્જિનિયર છે અને દર મહિને 1.75 લાખ રૂપિયા કમાય છે, જ્યારે પત્ની પણ સોફ્ટવેર એન્જિનિયર છે અને દર મહિને 73,000 રૂપિયા પગાર મેળવે છે. એટલું જ નહીં, પત્નીએ બક્ષી કા તાલાબ વિસ્તારમાં 80 લાખ રૂપિયાથી વધુનો ફ્લેટ પણ ખરીદ્યો છે.

આ મુદ્દે પતિના ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતા કહ્યું હતું કે, જ્યારે પત્ની સક્ષમ હોય છે અને સારો પગાર મેળવે છે, ત્યારે તે ભરણપોષણ માટે હકદાર ન હોઈ શકે. કોર્ટે આ દલીલને યોગ્ય માનીને કહ્યું કે, પત્નીને 73,000 રૂપિયા પગાર મેળવે છે, જેથી તે પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે.

કોર્ટે બાળકના ખર્ચ માટે દર મહિને 25 હજાર રૂ.આપવાનો આદેશ કર્યો
જોકે, કોર્ટે આ સમગ્ર મામલે બાળકના અધિકારોને પહેલું સ્થાન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, પતિએ તેના સગીર બાળકનું ભરણપોષણ કરવું પડશે. જે આધારે કોર્ટે પતિને બાળકના ખર્ચ માટે દર મહિને 25 હજાર રૂપિયા આપતા રહેવાનો આદેશ કર્યો હતો.

ન્યાયાધીશ સૌરભ લાવાણિયાની સિંગલ બેન્ચે આ નિર્ણય સંભળાવતા કહ્યું કે,પત્ની માટે ભરણપોષણનો આદેશ અયોગ્ય હતો, પરંતુ બાળક માટે ભરણપોષણ પૂરું પાડવાની જવાબદારી પતિની છે. કોર્ટનો આ નિર્ણય ભવિષ્યના પારિવારિક વિવાદો માટે એક ઉદાહરણ સાબિત થઈ શકે છે.

મુંબઈમાં લાલબાગ ચા રાજાના દર્શનમાં ભેદભાવનો આક્ષેપ, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

0

મુંબઈના લાલબાગ ચા રાજા ગણપતિ પંડાલમાં ભક્તો સાથે થયેલા કથિત અમાનવીય વર્તન અને ભેદભાવ અંગે એક મોટો વિવાદ ઉભો થયો છે. વકીલો આશિષ રાય અને પંકજ કુમાર મિશ્રાએ મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર આયોગ (MSHRC) માં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મુંબઈ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર રાજ્ય સચિવનું પણ નામ છે. ફરિયાદનો મુખ્ય મુદ્દો VIP/નોન-VIP દર્શન પ્રણાલી છે, જે કથિત રીતે સામાન્ય ભક્તો સાથે ભેદભાવ છે.

ફરિયાદીઓનો આરોપ છે કે બાળકો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો અને ગર્ભવતી મહિલાઓ સહિત સામાન્ય શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મૂળભૂત સુવિધાઓ વિના 48 કલાક સુધી એક જ લાઈનમાં રાહ જોવી પડે છે. એવો પણ આરોપ છે કે મંડપ સંચાલકો અને બાઉન્સરો ભક્તોને ધક્કો મારે છે અને અપશબ્દોનો ઉપયોગ પણ કરે છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓ VIP લોકોને આરામથી ફોટોગ્રાફ્સ અને વીડિયો લેવાની મંજૂરી આપે છે, પરંતુ સામાન્ય લોકોને તાત્કાલિક દર્શન કરવાથી રોકવામાં આવે છે.

આશિષ રાય અને પંકજ કુમાર મિશ્રાએ અગાઉ 14 સપ્ટેમ્બર, 2024 અને 22 સપ્ટેમ્બર, 2023 ના રોજ મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે તેમણે MSHRC ને આ મામલાની તપાસ કરવા અને શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવા અપીલ કરી છે.

આ બાબતની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ. બંધારણની કલમ 14 હેઠળ તમામ ભક્તો માટે સમાનતા સુનિશ્ચિત કરવા માટે, VIP/નોન-VIP દર્શન પ્રણાલી તાત્કાલિક બંધ થવી જોઈએ. VIP આવે ત્યારે સામાન્ય ભક્તોના દર્શનમાં અવરોધ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. બંધારણની કલમ 21 હેઠળ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો જેવા સંવેદનશીલ વર્ગો માટે મજબૂત સુરક્ષા અને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. પંડાલમાં જ ખાસ પોલીસ વહીવટ ગોઠવવો જોઈએ જેથી કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે છેડતીની ફરિયાદ તાત્કાલિક નોંધાઈ શકે. આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે સુરક્ષા પગલાં લેવાની ભલામણ કરવી જોઈએ.

મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત ગણેશ પંડાલોમાંના એક લાલબાગ ચા રાજા ગણેશ મંડળને આ કેસમાં MHRC દ્વારા સમન્સ પાઠવવામાં આવે તેવી શક્યતા છે. લાખો લોકો લાલબાગ કા રાજાના દર્શન કરવા આવે છે, જેમાં સામાન્ય અને VIP માટે અલગ-અલગ લાઇનો હોય છે. VIP 5 મિનિટમાં દર્શન કરી શકે છે, જ્યારે એક સામાન્ય ભક્તને 24 થી 48 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ સમય દરમિયાન, ઘણા લોકોની હાલત પણ બગડે છે. ઘણી વખત ભક્તો મંડળના કાર્યકરોના ગેરવર્તણૂકથી પરેશાન થાય છે.

બોલ માડી અંબે, જય જય અંબે: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ, શું છે આરતી-દર્શનનો સમય?

ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી શરુ થયો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.

મહામેળા દરમિયાન દર્શન કરવાનો સમય
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.

  • સવારે 6થી 6.30ના આરતી
  • સવારે 6થી 11.30 વાગ્યા સુધી દર્શન
  • સવારે 1130થી 12.30ના દર્શન બંધ રહેશે
  • બપોરે 12.30થી સાંજના 5 વાગા સુધી દર્શન
  • સાંજે 5થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન
  • રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો શું ખાસ રહેશે?

  • પ્રસાદ વિતરણ માટે કૂલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા
  • મેળા દરમિયાન 30 લાખથી વધારે પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
  • યાત્રિકો માટે કૂલ ચાર સ્થળોએ નિઃશુક્લ ભોજન વ્યવસ્થા કરાઈ છે
  • સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તૈનાત
  • 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે
  • 1,83,855 ચોરસ મીટર એરિયામાં કૂલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા
  • 22541 કરતા વધારે વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે show my parking એપ્લિકેશનની ઓનલાઈન સુવિધાન
  • પાર્કિંગથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે મીની બસ સેવા
  • ડ્રોન લાઈટ શો સહિતના આયોજનો કરાયા

સુરત સાયબર ક્રાઈમે મ્યાનમારમાં માનવ તસ્કરી કરનારી ગેંગનો પર્દાફાશ, 3 લોકોની ધરપકડ

સુરત સહિત દેશના અનેક રાજ્યોના લગભગ 40 યુવાનોને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરત સાયબર ક્રાઈમની ટીમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના બહાને યુવાનોને ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમને કપટપૂર્વક નદી માર્ગે બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમને એક ચાઈનીઝ ગેંગને સોંપી દેવાયા હતા.

આ ગેંગ યુવાનોને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોંધી રાખીને તેમની પાસે ફેક આઈડી દ્વારા ભારત અને વિદેશમાં રોકાણના નામે ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી.

આ સમગ્ર રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમે આ મામલે કાર્યવાહી કરતાં પંજાબના બે અને સુરતના એક મળીને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં નીપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને પ્રીત કમાણી (બંને પંજાબના) અને વિઝા એજન્ટ આશિષ રાણા (સુરત)નો સમાવેશ થાય છે. આરોપીઓ યુવાનોને વિદેશ મોકલવા માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 40 થી 50 હજાર કમિશન લેતા હતા. આ રેકેટ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હોવાનું પણ જણાયું છે.

સુરત સાયબર ક્રાઈમને મળેલ બાતમીના આધારે પોલીસે પંજાબના પટિયાલામાં દરોડો પાડીને બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં એ વાત સામે આવી કે યુવાનોને થાઈલેન્ડ લઈ જઈ ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું. જો કોઈ યુવાન કામ ન કરે તો તેને બીજા યુવાનને લાવવાની ફરજ પાડવામાં આવતી હતી. હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી શકાય. આ ઘટનાએ વિદેશમાં નોકરીની લાલચ આપતા એજન્ટોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

ચીનમાં મોદી-પુતિનની શાનદાર સવારી: જાણો કેટલી છે રૂસી Aurus Senat Limousineની કિંમત?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજકાલ ચીનમાં છે. ત્યાથી આવેલી પ્રધાનમંત્રીની એક તસ્વીરે મીડિયામાં હાહાકાર મચાવી દીધો છે. જેમા મોદી રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. ચીનના તિયાનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની બેઠક બાદ બંને નેતા દ્વિપક્ષીય યાત્રા માટે એક જ કારમાં બેસેલા જોઈ શઅકય છે.

આ રૂસી રાષ્ટ્રપતિની ખાસ કાર છે જેને રૂસની ઓટો કંપની ઑરસે બનાવી છે. આ કંપની પુતિનના નિર્દેશ પર જ બની છે. જાણો શુ છે આ ગાડીની વિશેષતા અને કેટલી છે આની કિમંત.

પુતિન Aurus Senat Limousine કારમાં મુસાફરી કરે છે. તેને રશિયાની રોલ્સ રોયસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના 2018 માં પુતિનના નિર્દેશ પર કરવામાં આવી હતી. ગયા વર્ષે પુતિને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને આ કંપનીની એક કાર ભેટમાં આપી હતી. પુતિન દ્વારા ઉપયોગમાં લેવાતી કાર સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. આ કારનું વજન લગભગ 7,200 કિલો છે, જે એક કોમર્શિયલ બસના વજન જેટલું છે. તાજેતરમાં, મોસ્કોમાં પુતિનના કાફલામાં સામેલ એક કાર પર હુમલો થયો હતો.

કેટલી છે કિમંત
Aurus Senat ના સિવિલિયન વર્ઝનની કિમંત લગભગ $250,000 એટલે કે લગભગ 2.20 કરોડ રૂપિયા છે. વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલી આના આર્મર્ડ વર્ઝનની કિમંત લગભગ 15 લાખ ડોલર એટલે કે 13.23 કરોડ રૂપિયા છે. આ કાર ભારતમાં ઉપલબ્ધ નથી. કંપનીનો દાવો છે કે આ કાર ફક્ત 6 સેકંડમાં 100 કિમીની ગતિ પકડી શકે છે.

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: દેશમાં ફરજીયાત રહેશે 20% ઇથેનોલ પેટ્રોલ

0

સુપ્રીમ કોર્ટે પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવાનો વિરોધ કરતી અરજી ફગાવી દીધી છે. આ સાથે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશવાસીઓને ઇથેનોલ મુક્ત પેટ્રોલનો વિકલ્પ નહીં મળે. દેશમાં આ દિવસોમાં ઇથેનોલનો મુદ્દો ગરમાયો છે. દરમિયાન, એક અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશવાસીઓને ઇથેનોલ મુક્ત પેટ્રોલનો વિકલ્પ પણ મળવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને કે વિનોદ ચંદ્રને સમગ્ર કેસની સુનાવણી કરી અને સરકાર વતી ભારતના એટર્ની જનરલ આર. વેંકટરામણીનો પક્ષ સાંભળ્યા બાદ, અરજી ફગાવી દેવામાં આવી.

સુનાવણી દરમિયાન, અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સદન ફરાસતે કર્યું. નીતિ આયોગના 2021ના અહેવાલને ટાંકીને, તેમણે કહ્યું કે 20 ટકા ઇથેનોલ ધરાવતું પેટ્રોલ 2023 પહેલા દેશમાં ઉત્પાદિત વાહનો માટે યોગ્ય નથી. આનાથી વાહનોનું માઇલેજ છ ટકા સુધી ઘટે છે. વકીલે એમ પણ કહ્યું કે અરજદાર ઇથેનોલ ધરાવતા પેટ્રોલની વિરુદ્ધ નથી. તેઓ ફક્ત જૂના વાહનો માટે ઇથેનોલ વિના પેટ્રોલનો વિકલ્પ ઇચ્છે છે.

સરકારનો પક્ષ
ભારતના એટર્ની જનરલ આર. વેંકટરામણીએ કહ્યું કે અરજદાર ફક્ત એક નામ છે. તેમની પાછળ એક મોટી લોબી કામ કરી રહી છે. સરકારે આ નીતિ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને બનાવી હતી. શેરડીના વેપારીઓને આનો ફાયદો થઈ રહ્યો છે. દેશની બહાર બેઠેલા લોકો નક્કી કરી શકતા નથી કે દેશમાં કેવા પ્રકારનું પેટ્રોલ ઉપલબ્ધ થશે. આ પછી, સીજેઆઈએ અરજી ફગાવી દીધી.

શું મામલો છે?
ભારતમાં, સરકાર પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ઉમેરે છે. આનાથી શેરડીના ખેડૂતોને ફાયદો થાય છે અને તેમની શેરડી વધુ કિંમતે વેચાય છે. જોકે, તે વાહનોના માઇલેજને અસર કરે છે. કેટલાક અહેવાલો કહે છે કે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાથી વાહનોનું માઇલેજ ઓછું થાય છે અને ઘણા વાહનોમાં પણ સમસ્યા ઊભી થાય છે. જોકે, સરકારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા, 610 થી વધુ લોકોના મોત

અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 610 થી વધુ લોકોના મોત જ્યારે 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. આ માહિતી ત્યાંના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી રહી છે.

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અત્યાર સુધીના આંકડા પ્રમાણે 612થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોનો આંકડો 1000ને વટાવી ગયો છે. નાંગરહાર સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા અજમલ દવાઈશે જણાવ્યું કે જલાલાબાદ અને આજુબાજુના વિસ્તારોમાં એક પછી એક ત્રણ ભૂકંપ આવ્યા હતા. પહેલા ભૂકંપની તીવ્રતા 6.3, બીજાની 4.5 અને ત્રીજાની 5.2 તીવ્રતા રહી હતી જેના લીધે મોટી જાનહાનિ સર્જાઇ હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું?
USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ત્યારબાદ ત્રીજો ભૂકંપ પણ આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

સુરતની નેશનલ રનર વિધિનું કરુણ મોત

0

સુરત શહેર આજે એક હૃદયદ્રાવક ઘટના સાથે હચમચી ઉઠ્યું. પનાસ વિસ્તારમાં સવારે નેશનલ લેવલ રનર વિધિ સંતોષભાઈ કદમ  ને સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત થયું. વિધિ મોપેડ પર ભટાર જિમ જતી હતી ત્યારે પનાસ કેનાલ રોડ પર પાલિકાની ટેમ્પોએ ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

વિધિ મૂળ મહારાષ્ટ્રની હોવા છતાં પનાસ ગામે પરિવાર સાથે રહેતી હતી. પિતા સિલાઈકામ કરે છે અને ભાઈ ફૂડ કોર્ટ ચલાવી પરિવારમાં સહયોગ આપી રહ્યો છે. હાલ તે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી તથા નેશનલ લેવલની દોડમાં અનેક એવોર્ડ મેળવી ચૂકી હતી. થોડા સમયમાં ભોપાલમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપ માટે તે તૈયારી કરી રહી હતી.આ ઘટનાની ગંભીરતા એ છે કે અકસ્માત કરનાર ડ્રાઇવર પાસે પાકું લાઇસન્સ નહોતું. તે માત્ર લર્નિંગ લાઇસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો. પોલીસે ડ્રાઇવર ગિરીશ અડડ (22)ને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિધિનું મોત પરિવાર માટે સૌથી મોટો આઘાત છે. એક જ દીકરી ગુમાવનાર માતા–પિતા હાલ શોકમગ્ન છે. પરિવારજનોએ જણાવ્યું કે આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિધિએ નાનપણથી જ દોડમાં રસ લઈને અનેક મેડલ મેળવ્યા હતા, પરંતુ એક બેદરકારીના કારણે એક તેજસ્વી ખેલાડીનું ભવિષ્ય અધૂરું રહી ગયું.

 

16 જાપાનીઝ ગવર્નરો સાથે મોદીની મુલાકાત

0

અમેરિકા દ્વારા ભારત પર ભારે ટેરિફ લગાવવાને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો છે. પરંતુ ભારત નમવાને બદલે નવા વિકલ્પો શોધવામાં લાગી ગયું છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી દીધી છે. ભારત અને જાપાન વચ્ચે થનારી દરેક ડીલ અને સહયોગ પર હવે અમેરિકાની નજર છે.

16 જાપાનીઝ ગવર્નરો સાથે મુલાકાત
ટોક્યોમાં પીએમ મોદીએ જાપાનના 16 પ્રાંતોના ગવર્નરો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે રાજ્ય-પ્રાંત સહયોગ મિત્રતાનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. આ જ કારણોસર 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન દરમિયાન તેના પર એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી હતી. મોદીએ કહ્યું કે વેપાર, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી અને AI જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ છે.

વિદેશ મંત્રાલયનું નિવેદન
ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી કે ગવર્નરો સાથેની બેઠકમાં ટેકનોલોજી, રોકાણ, કૌશલ્ય, MSME અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા થઈ. મંત્રાલયે જણાવ્યું કે આ પહેલથી માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પર્યટન અને સુરક્ષા સહયોગ પણ મજબૂત થશે.

અમેરિકાની ચિંતા
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલો ઝઘડો હવે રાજકીય તણાવમાં ફેરવાઈ રહ્યો છે. અમેરિકાનું માનવું છે કે ભારત રશિયા સાથેના પોતાના સંબંધોને કારણે નમવા તૈયાર નથી. બીજી તરફ, ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે મુશ્કેલીમાં તક શોધીને પોતાના સહયોગીઓ સાથે નવા રસ્તા બનાવશે. જાપાન સાથે વધતી ભાગીદારીએ વોશિંગ્ટનને ચિંતામાં મૂક્યું છે.

જાપાનને મળશે ભારતીય ટેલેન્ટ
પીએમ મોદીએ જાપાનીઝ ગવર્નરોને અપીલ કરી કે તેઓ ભારતના વિવિધ રાજ્યો સાથે મળીને ઉત્પાદન, ગતિશીલતા, માળખાકીય સુવિધાઓ અને નવીનતાના ક્ષેત્રમાં સહયોગ વધારે. તેમણે કહ્યું કે દરેક જાપાની પ્રાંતની પોતાની તકનીકી અને આર્થિક તાકાત છે, જ્યારે ભારતીય રાજ્યો પાસે અદ્વિતીય સંસાધનો અને પ્રતિભા છે. જો તેમને જોડવામાં આવે તો બંને દેશોની પ્રગતિ ઝડપી બનશે.

ભવિષ્યનો રોડમેપ
જાપાનીઝ ગવર્નરોએ પણ ઉપ-રાષ્ટ્રીય સહયોગની પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દ્વિપક્ષીય વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો આગલા સ્તર પર પહોંચશે. મોદીએ યુવાનો અને કૌશલ્ય વિકાસમાં સંયુક્ત પ્રયાસોની વાત કરતાં કહ્યું કે જાપાની ટેકનોલોજી અને ભારતીય ટેલેન્ટ મળીને દુનિયા માટે એક નવો દાખલો બેસાડશે.

બારડોલીમાં ST બસ પલટી: ડ્રાઈવર ફરાર, મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો

0

સુરતના બારડોલીમાં ST બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે, મુસાફરોથી ભરેલી એસટી બસે પલટી મારતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા અને લોકો બસમાથી બહાર કાચ તોડીને નીકળવા લાગ્યા હતા, રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે.

બારડોલીના નાડીદા ગામ નજીક બસે પલટી મારી
સુરતના બારડોલીમાં એસટી બસને અકસ્માત થયો છે, બસે અચાનક પલટી મારતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા અને બારડોલીના નાડીદા ગામ પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મુસાફરોનો આક્ષેપ છે કે, બસના ડ્રાઈવરે નશો કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યો હતો. તો ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ મુસાફરોને બસની બહાર કાઢયા હતા, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા
એસટી બસે પલટી મારી તો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો, લોકોએ બહાર નીકળવા માટે કાચ તોડયો અને પાછળના કાચથી લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા, તો જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા માટે કવાયત શરૂ કરી છે.