સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ઉજવાતો અનોખો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ હવે એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ મહોત્સવને વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે. ‘ટ્રી ગણેશા’ અંતર્ગત ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટચેન્જ’ ચળવળથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.
સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગના સહકારથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ મળ્યું છે. વિરલ દેસાઈએ જણાવ્યું કે, “ટ્રી ગણેશા માત્ર ઉત્સવ નથી, પરંતુ એક ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.” આ આંતરરાષ્ટ્રીય સફળતાથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે
પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ ‘ટ્રી ગણેશા માત્ર ઉત્સવ નથી, પરંતુ એક ચળવળ છે’ વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે.
ઉત્તર પ્રદેશના આગ્રામાં ફરી એકવાર ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ થયો છે. શાહગંજ પોલીસે આ ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી છે. જેમાં 5 પુરુષો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે. ગેંગ લીડર રાજકુમાર લાલવાણી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ ગરીબ અને બીમાર લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લલચાવતી હતી લોકોને ઝાડુ-ફૂંક, ચમત્કાર અને સારવારના ખોટા વચનો આપીને તેમની જાળમાં ફસાવતા હતા.
ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ પોલીસને એક વ્હાઈટ કોલર લીડર દ્વારા આ ગેંગ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ 2 મહિલા પોલીસકર્મીઓને ગુપ્ત કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. તેમણે સત્સંગના નામે ચાલી રહેલા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ધર્મ પરિવર્તનની વાસ્તવિકતાના પુરાવા એકત્રિત કર્યા હતા
પોલીસે ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગનો ‘ચર્ચ ઓફ ગોડ’ આગ્રા સાથે સંબંધ છે. રવિવારે ગુપ્ત બેઠકોમાં ધર્મ પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હતી. સોશિયલ મીડિયા અને યુટ્યુબ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે દરોડો પાડયો હતો અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને સામગ્રી કબજે કરી હતી. હાલમાં, કેસની વધુ તપાસ ચાલી રહી છે.
લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે જનમાનસમાં રાષ્ટ્રવાદની ભાવના વિકસિત કરવા અને સમાજને સંગઠિત કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ અને પરંપરાગત ગણેશ મૂર્તિઓથી થતા પાણી પ્રદૂષણને ઘટાડવા ‘ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ’ અભિયાનને પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે સુરતના રાંદેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના જય માતાદી ગ્રુપ દ્વારા આ વર્ષે પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની ભવ્ય થીમ પર ભવ્ય ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતો, ધાર્મિક શ્રદ્ધા અને નૈતિક મૂલ્યો ઉજાગર થયા છે. આ ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી ગણેશજીની એક જ મૂર્તિની પુન:સ્થાપના કરીને નાણા બચાવી પર્યાવરણના રક્ષણ સાથે સમાજ સેવા કરે છે.
જય માતાદી ગ્રુપના નિલેશભાઈ હદાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા અમે 30 વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ. પણ છેલ્લા ૧૫ વર્ષથી એક જ મૂર્તિનો પુન:ઉપયોગ કરીને પર્યાવરણનું જતન કરવાને પહેલ કરી છે. દર વર્ષે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક થીમ પર ઉજવણી કરવામાં આવે છે. મૂર્તિ પાછળ ખર્ચાતા પૈસાનો સમાજ સેવા અને ગરીબ બાળકોના શિક્ષણ માટે ઉપયોગ કરીએ છીએ. સ્થાપિત મંગલમૂર્તિનું વિસર્જન ગણેશ પંડાલમાં જ કરવામાં આવે છે. એટલે નદીઓમાં મૂર્તિઓના વિસર્જનથી થતું પ્રદૂષણ અટકશે, પર્યાવરણ બચાવવામાં સહાયરૂપ બનીએ છીએ. આ નાનકડા પ્રયાસથી બાળકોમાં સંસ્કાર તેમજ જવાબદારીની ભાવના વિકાસ કરવાનો અમારો હેતુ છે.
તેમણે મૂર્તિ અને શણગારની વિશેષતા વિષે જણાવ્યું કે, શણગારની દરેક સામગ્રીનો પુન: ઉપયોગ કરીએ છીએ. જેથી કોઈ પણ પ્રકારના કચરાનું સર્જન નથી થતું. છેલ્લા છ દિવસમાં 20 હજારથી વધુ શહેરીજનોએ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ પંડાલ દ્વારા મહાભારતના સિદ્ધાંતોને આધારે સમાજમાં ધર્મ અને મૂલ્ય સમર્પિત જીવન, આપણા પ્રાચીન વારસા અને પરંપરાની સાચી સમજ સાથે પ્રગતિ અને ભક્તિ, સામાજિક સૌહાર્દ અને એકતાની ભાવના કેળવવાનો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે.
આ ગણેશ પંડાલની મુખ્ય વિશેષતા મહાભારતના પ્રસંગો ગદાધારી ભીમ, દ્રૌપદી સ્વયંવર, દુયોધનનું અપમાન, દ્રૌપદીનું ચીરહરણ, ચોપાઈ, ષડયંત્ર, દાનેશ્વરી કર્ણ, દુર્યોધન વધ, અશ્વત્થામા, મણિ, સંજય દ્વારા મહાભારત વર્ણન, અભિમન્યુ વધ, બાણશૈયા પર ભિષ્મ પિતામહ, મહાભારત રચયિતા મહર્ષિ વેદ વ્યાસ, શ્રીકૃષ્ણના ગીતા ઉપદેશ જેવી કલાકૃત્તિઓ દર્શાવવામાં આવ્યા છે. સ્થાનિક કલાકારો, મૂર્તિકારો અને વિદ્યાર્થીઓએ નિર્માણ કરેલા આ પંડાલે યુવા પ્રતિભાને એક મંચ પૂરો પાડ્યો છે. દરરોજ આરતી, ભજન, અને યજ્ઞ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓથી ભક્તિભાવભર્યું વાતાવરણ ઉભું થાય છે.
સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થઇ છે. જેમાં ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે. મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં કરી ચોરી. ગણેશ પંડાલમાં ફક્ત ચોરીથી ના અટકતા તસ્કરોએ મૂર્તિઓ પણ ખંડિત કરી. ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા અને પંડાલોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઘટનાની પોલીસને જાણ કરાઈ.
સુરતમાં ગણેશ પંડાલમાં તસ્કરોએ કરી લૂંટ પોલીસે મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં થયેલ ચોરીને લઈને કડક તપાસ હાથ ધરી. ગણેશ પંડાલમાં ચોરી થયાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસો તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પંડાલ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં પંડાલમાં કરાયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી.
ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા પોલીસે ગણેશ પંડાલની ચોરીમાં તત્કાલ એકશનમાં આવતા શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર ઇસમોની ઓળખ કરી. દરમિયાન સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ મળી આવ્યા. પોલીસે આરોપીઓને ઝડપી ચોરીનો મુદ્દા માલ કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી.
રાપર સિવિલ કોર્ટના જજ ના બંગલા માંથી ઝેરી સર્પ નીકળતાં દોડધામ મચી ગઈ હતી. રાપર તાલુકા સિવિલ કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજ એ.એમ. પાટડીયાના બંગલા માંથી ગઈકાલે સાંજના સમયે આશરે બે ત્રણ ફુટ લંબાઈ ધરાવતો કાળો કોબરા સર્પ નીકળી આવતાં ગભરાટની લાગણી ઉભી થઈ હતી. આ ઝેરી સર્પને ત્યાં લોકોએ પકડીને સુરક્ષિત છોડી દીધો હતો.
રાપર સિવિલ કોર્ટના વિકાસવાડી વિસ્તારમાં જજીસ બંગલા અને અન્ય સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ આવેલા છે. આ કોલોનીમાં ઘણા કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં જંગલી વનસ્પતિ મોટા પ્રમાણમાં ઊગી નીકળે છે. આ વનસ્પતિમાં સાપ સહિતના અનેક જીવજંતુઓનો વસવાટ હોય છે.
વરસાદની સીઝનમાં આ જીવજંતુઓ વારંવાર બહાર આવતા હોવાથી રહીશો અને કર્મચારીઓમાં ભયનો માહોલ રહે છે. આ સમસ્યાના નિવારણ માટે કોર્ટના સ્ટાફે સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક નગરપાલિકા પાસે નિયમિત સફાઈની માંગણી કરી છે.
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્યના 23 જીલ્લામાં 1400 થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના પગલે રાજ્ય સરકારે રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે. આ અંગે મુખ્ય સચિવ કેએપી સિન્હાએ આદેશ જાહેર કર્યો છે. તેમજ તમામ વિભાગોને એલર્ટ કર્યા છે. આપદા પ્રબંધન અધિનિયમ 2025 અંતર્ગત તમામ જીલ્લા ક્લેકટરોને રાહત કાર્યમાં તેજી લાવવા આદેશ આપ્યા છે.
કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયને જણાવ્યું હતું 1400 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3,54,626 લોકો અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 1,48,590 હેક્ટર ઊભો પાક બરબાદ થઈ ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરદાસપુર, માનસા, અમૃતસર, કપૂરથલા, ફિરોઝપુર, તરણતારન અને હોશિયારપુરનો સમાવેશ થાય છે.
તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટીઓ બંધ રાખવા આદેશ રાજ્યના પૂરની ગંભીર સ્થિતિને જોતા રાજય સરકારે તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટી અને પોલિટેકનીકો ને 7 સપ્ટેબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અત્યારે ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે. ભારે વરસાદ અને બંધમાંથી છોડવામાં આવતા પાણીના લીધે અનેક જીલ્લામાં પૂરની સ્થિતિ છે. તેમજ હાલત વધુ બગડી રહી છે. તેમજ આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
6 વર્ષમાં પંજાબમાં ત્રીજી વાર પૂરની સ્થિતિ ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષમાં પંજાબમાં પૂરની સ્થિતી સર્જાવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 2023માં 1,500થી વધુ ગામો અસરગ્રસ્ત થયા હતા અને 2 લાખ હેક્ટર જમીન પરની પાકને વ્યાપક નુકસાન થયું હતું. વર્ષ 2019માં પણ 300થી વધુ ગામોને અસર થઈ હતી. આ વર્ષે પણ રાજ્યમાં સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. તેમજ હજુ પણ ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક શકરી તળાવ આજે એક ગમખ્વાર ઘટનાનું સાક્ષી બન્યું. તળાવમાં હોડી પલટી જવાથી ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું બની હતી ઘટના? પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણ યુવકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હોડી લઈને તળાવમાં ગયા હતા. થોડા સમય બાદ કોઈ અગમ્ય કારણોસર તેમની હોડી પલટી ગઈ હતી અને ત્રણેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે તરત જ બચાવ કામગીરી અને શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી અને ફાયર વિભાગની સતત મહેનત બાદ, ડૂબી ગયેલા ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ અને આગળની કાર્યવાહી હાલમાં મૃતક યુવકોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર તળાવો અને જળાશયોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકો અને ખાસ કરીને યુવકોએ આવા સ્થળોએ સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. આ કરુણ ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને દુઃખનો માહોલ છવાયો છે.
ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યૂલ સરચાર્જ એટલે કે ફ્યૂલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે. જો કે, આ નજીવા ઘટાડાથી સામાન્ય જનતાને કોઈ મોટો લાભ થવાની આશા નથી.
તમને જણાવી દઈએ કે, વીજ ગ્રાહકો પાસેથી ફ્યૂલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂ. 2.45 વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો થશે ઘટાડો. અગાઉ ફ્યૂલ ચાર્જ 2.45 રૂપિયા હતો. જેમાં 15 પૈસાનો ઘટાડો કરાતા 2.30 રૂપિયા થશે. મહત્ત્વનું છે કે, જાન્યુઆરી 2024માં 50 પૈસા અને ઓક્ટોબર 2024માં 40 પૈસાનો ઘટાડો કરાયો હતો.
વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પર્ચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારની સક્રિયતા દર્શાવે છે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL, DGVCL ના ગ્રાહકોને જ લાગુ પડશે.
યુરોપિયન દેશોના નકલી વિઝા બનાવતા પ્રતીક શાહ નામના વ્યક્તિની સુરતમાં PCB અને SOG દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં, અડાજણ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે અને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકરો બનાવ્યા છે. તે એક સ્ટીકર બનાવવા માટે 15,000 રૂપિયા વસૂલતો હતો.
આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા. જેના પરથી સામે આવ્યું કે, અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા.
રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે શ્રીજી નગરી સોસાયટી પાસે સમોર રેસિડેન્સીના ફ્લેટ નંબર 202 માં પ્રતીક ઉર્ફે અભિજીત નિલેશ શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા સ્ટીકરો બનાવીને લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ શરૂ કરી, અને જ્યારે તેઓએ તેની પૂછપરછ શરૂ કરી, ત્યારે તે તેના લેપટોપમાં વિવિધ દેશોના વિઝા સ્ટીકરો માટેની ફાઇલોમાં ફેરફાર કરતો જોવા મળ્યો.
પ્રતીકની પૂછપરછ દરમિયાન કેટલાક આરોપીઓના નામ સામે આવ્યા. જેમાં આણંદના રહેવાસી કેતન દીપકભાઈ સરવૈયા, બેંગકોક ના રહેવાસી હર્ષ, દિલ્હીના રહેવાસી પરમજીત સિંહ, દિલ્હીના રહેવાસી અફલાક અને સચિન શાહ લોકોને વિદેશ મોકલવા માટે વિઝા આપતા હતા.આ બધા એજન્ટો વિદેશ જવા માંગતા લોકો પાસેથી મોટી રકમ લઈને અને નકલી સ્ટીકરો બનાવીને લોકોને છેતરતા હતા. પ્રતીક નકલી વિઝા સ્ટીકરો બનાવીને તેમની પાસેથી 15,000 રૂપિયા વસૂલતો હતો.
સંયુક્ત કામગીરીમાં, સુરત શહેરની SOG અને PCB ટીમોએ રાંદેર વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને પ્રતીક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના એક રીઢો આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા જેવા વિવિધ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી નકલી વિઝા બનાવવા માટેની સામગ્રી અને અન્ય વસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસે આરોપીના ઘરેથી કુલ 1,30,000 રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે, જેમાં વિવિધ દેશોના 5 વિઝા સ્ટીકરો, વિવિધ દેશોના વિઝા સ્ટીકરોના 8 રંગીન પ્રિન્ટ, ચેક રિપબ્લિકનો 1 સ્ટેમ્પ સિક્કો, 2 પેપર કટર, 2 યુવી લેસર ટોર્ચ, 1 એમ્બોસિંગ મશીન, 2 કોર્નર કટર મશીન, 1 સ્કેલ, વિવિધ શાહીની 9 બોટલ, યુરોપિયન હોલમાર્કવાળા 46 મોટા કાગળો, કેનેડિયન હોલમાર્કવાળા 73 મોટા કાગળો, યુરોપિયન હોલમાર્કવાળા 107 નાના કાગળો, મેસેડોનિયન હોલમાર્કવાળા 172 મોટા કાગળો, સર્બિયન હોલમાર્કવાળા 243 મોટા કાગળો, યુકે હોલમાર્કવાળા 42 મોટા કાગળો, 5 મોબાઇલ ફોન (રૂ. 50,000 ની કિંમત), 2 રંગીન પ્રિન્ટર (રૂ. 30,000 ની કિંમત) અને 1 HP લેપટોપ (રૂ. 50,000 ની કિંમત)નો સમાવેશ થાય છે.
પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ વિઝા સંબંધિત કૌભાંડોના કેસ નોંધાયેલા છે. તેની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં 1 અને IGI એરપોર્ટ પર 2 કેસ નોંધાયેલા છે. અગાઉ, 7 દિવસ પહેલા, સ્ટેટ સર્વેલન્સ સેલે વેલંજા વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ચાલતી નકલી દવા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 12 ગ્રામ તૈયાર દવાઓ અને દવાઓ બનાવવામાં વપરાતી મોટી માત્રામાં રાસાયણિક સામગ્રી જપ્ત કરી હતી.
નવસારી શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 28 વર્ષીય મહિલા બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી. એ બાદ તેણે પોતાની બે નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો છે, જે ત્રણેયના મૃતદેહ મળ્યા છે. માતા તેની બન્ને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું એક CCTVમાં જોવા મળ્યું છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બંને બાળકીના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળ્યા સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ તો મહિલા ખેવના હાર્દિક નાયક અને તેની બે દીકરી 4 વર્ષીય ધિયા નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક 31મી ઓગસ્ટથી ઘરેથી ગાયબ હતાં. ગઈકાલે બંને બાળકીના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળ્યા હતા. એક બાળકીનો મૃતદેહ વિરાવળથી અને બીજીનો જલાલપોરમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસેના ઓવારેથી મળ્યો હતો.
આજે કરાડી પાસેથી માતાનો મૃતદેહ મળ્યો આજે માતા ખેવનાનો પણ મૃતદેહ કરાડી ગામ પાસેથી વહેતી પૂર્ણા નદીમાંથી મળ્યો છે. આ સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર નવસારી શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસે આપઘાત પાછળનાં કારણોની તપાસ હાથ ધરી ગ્રામ્ય અને જલાલપોર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ આપઘાત પાછળનાં કારણોની તપાસ કરી રહી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.