બિહારની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. મતદાન 6 અને 11 નવેમ્બરે થશે અને પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. ચૂંટણી પ્રક્રિયા 40 દિવસ ચાલશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ ચૂંટણીઓ માટે SIR હેઠળ મતદાન યાદી અપડેટ કરવામાં આવી છે. નામાંકન પહેલાં 10 દિવસ સુધી ખૂટતા નામો ઉમેરી શકાય છે. આવા મતદારોને નવા મતદાર કાર્ડ પ્રાપ્ત થશે.
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં 74.3 કરોડ મતદારો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 74.3 કરોડ મતદારો જોડાશે. તેમાંથી 39.2 કરોડ પુરુષો, 35.0 કરોડ મહિલાઓ અને 1725 ટ્રાન્સજેન્ડર છે. 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 40.4 કરોડ છે. 100 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 14,000થી વધુ છે. મહત્વની વાત એ છે કે, 14 લાખ વોટર પહેલીવાર વોટિંગ કરશે.
ચૂંટણી પંચે કહ્યું- મતદારોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચના ડેટા અનુસાર, બિહારમાં કુલ 90,712 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ મથક સરેરાશ 818 નોંધાયેલા મતદારો છે. આમાંથી 76,801 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત છે, જ્યારે 13,911 શહેરી વિસ્તારોમાં સ્થિત છે. બધા મતદાન મથકો પર વેબકાસ્ટિંગ (100%) ઉપલબ્ધ છે. વધુમાં, મતદારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે 1,350 મોડેલ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1,00,000 ડોલરની વધારાની ફી લાદીને વિદેશી પ્રોફેશનલ્સને ઝટકો આપ્યા બાદ હવે વિદેશી વિદ્યાર્થીઓને પણ મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસની 9 અગ્રણી યુનિવર્સિટીઓને મેમો પાઠવીને એડમિશન પ્રક્રિયામાં કડક મર્યાદા લાગુ કરવાની સૂચના આપી છે, જેના કારણે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર ગંભીર અસર થવાની શક્યતા છે.
મેમોનું શીર્ષક અને મુખ્ય મુદ્દા
ટ્રમ્પ વહીવટીતંત્રે “A Compact for Academic Excellence in Higher Education” શીર્ષક હેઠળ 10-પોઈન્ટ્સનો મેમો મોકલ્યો છે. તેમાં યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે કે:
આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ એડમિશનના 15% સુધી મર્યાદિત રાખવી.
એક જ દેશના 5% થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન ન આપવું.
એડમિશન કે રિક્રુટમેન્ટ દરમિયાન જાતિ અથવા લિંગના આધારે ભેદભાવ ન રાખવો.
ટ્યુશન ફી 5 વર્ષ સુધી ફ્રીઝ રાખવી.
જાતિ, લિંગ અને નાગરિકતા આધારિત એડમિશન ડેટા જાહેર કરવો.
જે વિભાગો પરંપરાગત અમેરિકન મૂલ્યોને નુકસાન પહોંચાડે, તે વિભાગો બંધ કરવા.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકન અને પશ્ચિમી મૂલ્યો સાથે સુસંગત છે કે નહીં, તેની તપાસ કરવી.
અસર ભારતીય વિદ્યાર્થીઓ પર
હાલમાં યુએસમાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં 70 ટકા વિદ્યાર્થી ભારત અને ચીનના છે. નવા નિયમોને કારણે આ બંને દેશોના વિદ્યાર્થીઓને એડમિશન મેળવવામાં મુશ્કેલી ઊભી થશે.
આ 9 યુનિવર્સિટીઓને પાઠવાયો મેમો આ મેમો નીચેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને મોકલવામાં આવ્યો છે:
MIT
બ્રાઉન યુનિવર્સિટી
ડાર્ટમાઉથ કોલેજ
યુનિવર્સિટી ઓફ એરિઝોના
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા
યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા
યુનિવર્સિટી ઓફ ટેક્સાસ
યુનિવર્સિટી ઓફ વર્જિનિયા
વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી
ટ્રમ્પ વહીવટીતંત્રના આ મેમોનું પાલન ન કરનાર યુનિવર્સીટીઓને મળતા ફેડરલ ભંડોળમાં ભારે કાપ મુકવામાં આવી શકે છે. આ નવ યુનિવર્સિટીઓને જ શા માટે મેમો પાઠવવામાં આવ્યો એ અંગે વ્હાઇટ હાઉસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.
કેનેડામાં આંતરરાષ્ટ્રીય અપરાધ જગતમાં એક મોટો ધમાકો થયો છે. કુખ્યાત ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નેટવર્ક હવે કેનેડાની ધરતી પર સક્રિય હોવાનું પુરાવા સાથે સામે આવ્યું છે. 5 ઓક્ટોબર, રવિવારે રાત્રે કેનેડાના ત્રણ અલગ-અલગ શહેરોમાં થયેલી ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર સ્વીકારી છે. આ ઘટના ગેંગની વૈશ્વિક પહોંચ અને સંગઠિત અપરાધના ખતરનાક ફેલાવાને દર્શાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોર્ટુગલમાં રહેતા ફતેહ પોર્ટુગલ નામના વ્યક્તિએ આ ત્રણેય હુમલાઓની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો, જેમાં એક શૂટર અત્યાધુનિક હથિયારથી ગોળીબાર કરતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કેનેડિયન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળોને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રારંભિક માહિતી મુજબ, કોઈ જાનહાનિ કે ઈજા થવાનો અહેવાલ નથી, પરંતુ પોલીસે આને સંગઠિત અપરાધના મોટા ષડયંત્ર તરીકે જોવાનું શરૂ કર્યું છે.
ગેંગના પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવી તેસી નામના વ્યક્તિનો વ્યકતિ, જેણે કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે કલાકારો પાસેથી અવૈધ વસૂલી કરી હતી. આ પોસ્ટમાં ગેંગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મહેનતુ લોકો સાથે કોઈ દુશ્મની નથી રાખતા, પરંતુ જે ગેંગના સભ્યોને હેરાન કરે છે કે અનૈતિક રીતે પૈસા વસૂલવામાં આવે છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે છે.
આ ઘટના કેનેડા સરકારના તાજેતરના નિર્ણય પછી બની છે, જ્યાં તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું, જેનાથી ગેંગના અસ્કયામોને દૂર કરી શકાય અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી શકાય.
આના પછી ગેંગ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થઈને પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોસ્ટમાં વધુ એક ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વિરુદ્ધ ખબરો ફેલાવે, તો તેના કારણે થતા નુકસાનની જવાબદારી તેમના પોતાના માથે હશે. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે અપરાધ અને આતંકની સીમા વધુ અસ્પષ્ટ બનાવી દીધી છે.
આ ફાયરિંગથી કોઈ જીવનહાનિ નથી થઈ, પરંતુ તે ગેંગની વૈશ્વિક મજબૂતીને દર્શાવે છે, જે ભારતથી શરૂ થઈને કેનેડા અને અન્ય દેશોમાં ફેલાયેલું છે. કેનેડિયન અધિકારીઓ આને સામુદાયિક ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ માને છે, અને તપાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર પડશે. આ ઘટના ભારત-કેનેડા સંબંધોમાં પણ નવી જટિલતા ઉમેરી શકે છે, જ્યાં ગેંગના મુખ્ય આરોપીઓના એક્સટ્રાડિશનના મુદ્દા પર વાતચીત ચાલી રહી છે.
ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે, પરંતુ દેશના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર બંગાળ અને સિક્કિમમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જીલ્લામાં સૌથી વધુ નુકશાન થયું છે, સિક્કિમના મોટા ભાગના વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે, અત્યાર સુધી 20 લોકોના મોત નીપજ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે.
અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લામાં અલગ અલગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નોંધાયા છે, હજુ પણ કેટલાક લોકો ગુમ છે. આ મૃત્યુઆંક વધવાની શકયતા છે. દાર્જિલિંગ જિલ્લાના મિરિકમાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. મિરિક અને કુર્સિઓંગ શહેરોને જોડતો ડુડિયા આયર્ન બ્રિજ ધરાશાયી થતા 7 લોકોના મોત થયા છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં બચાવ કાર્ય: સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો બચાવ અને રાહત કામગીરી કરી રહી છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. વહીવટીતંત્રે લોકોને પહાડી રસ્તાઓ અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે.
મુખ્ય પ્રધાન મુલાકાત લેશે: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પૂરથી પ્રભાવિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. તેઓ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનું આંકલન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પણ જાનમાલના નુકશાન અંગે દુખ વ્યક્ત કર્યું છે અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
ભારત વિશ્વમાં પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સાથે સાથે વિવિધ પ્રાચીન અને પારંપરિક હસ્તકળાઓ માટે પણ પ્રસિદ્ધ છે. વર્ષોથી ભારતીય હસ્તકળા સમાજની ઓળખ અને લોકજીવનની કલાત્મક અભિવ્યક્તિ પણ છે. દરેક પ્રદેશની પોતાની અનોખી હસ્તકલા હોય છે, આવી જ એક દુર્લભ, ૧૨૦૦ વર્ષ જૂની ગુજરાતની અને સમગ્ર ભારતની અતિસય બારિકાઈ ભરેલી ‘સાડેલી વુડ ક્રાફ્ટ’ લુપ્ત પ્રાય અવસ્થામાં રહેલ સુરતની સાડેલી આર્ટને હસ્તકલાને સુરતના સૈયદપુરા કાછીયા શેરીમાં રહેતા પેટીગરા પરિવાર ૧૫૦ વર્ષથી જીવંત રાખી રહ્યા છે. જેમાં આજે ના પિતા-પુત્રની જોડી કુશળ કલાકાર તરીકે આ કળાને સાચવી રહી છે. પોતાના નાનકડા ઘરથી સમગ્ર દેશમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. સમગ્ર દેશમાં સુરતના આ પરિવારના માત્ર બે કલાકારો આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે.
પહેલાના સમયમાં રાજ-મહારાજાઓ માટે તૈયાર થતી વિવિધ લાકડાઓમાંથી નકશીકામ અને સાડેલી વર્ક વાળી પેટીઓ આજે પણ કળાના કદરદાન લોકોને આકર્ષે છે. દેશનો એક માત્ર અને છેલ્લો સાડેલી હસ્તકલા વર્ક શોપ સુરતમાં છે, જેના મૂળમાં સુરતના જીતેન્દ્રભાઈ અને રાકેશભાઈ પેટીગરા પિતા-પુત્રની જોડી છે. સમગ્ર ભારતમાં આ કલા લુપ્ત થવાની કગાર પર છે, ત્યારે આ કલાની વિરાસતને તેઓ સાચવી રહ્યા છે.
વિશેષ વાત એ છે કે સાડેલી આર્ટ સંપૂર્ણ સ્વદેશી છે, જેમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી સ્વદેશી અને સ્થાનિક વિસ્તારની છે.
૧૯૯૯માં ઈન્ટિરિયર ડિઝાઈનરની નોકરી છોડીને વારસામાં મળેલી હસ્તકલાને ધબકતી રાખતા સુરતના રાકેશભાઈ પેટીગરા ગોલ્ડ મેડાલિસ્ટ ઈન્ટિરિયર ડિઝાઈનર છે. રાકેશભાઈ જણાવે છે કે, સાડેલી વુડન આર્ટ એ સુરતની ઓળખ છે જેને GI ટેગ પણ મળ્યો છે. તે ભારતની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને મૂળ પર્શિયન સંસ્કૃતિની ૧૨૦૦ વર્ષ જૂની છે. ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે આવ્યા ત્યારે તેમની સાથે આ કળાને લાવ્યા હતા. પર્શિયન લોકો સુરતમાં સ્થાળતરિત થયા ત્યારે ભારતમાં આ કળા પ્રચલિત થઈ.
સમયાંતરે કળાનો વ્યાપ સુરતના કોટ વિસ્તારમાં મર્યાદિત હતો. હજારો વર્ષ પહેલાં બારીકાઈથી થતું આ વુડન આર્ટ આજે પણ એ જ ઝીણવટભરી, બારીકાઈ અને ચોકસાઈથી થઈ રહ્યું છે. સાડેલી વુડ ક્રાફ્ટમાં લાકડાના નાના નાના ટુકડાઓના ભૌમિતિક આકારમાં જોડવામાં આવે છે, જેને પર્શિયન ખાતમકારી તરીકે પણ ઓળખાય છે એમ તેઓ જણાવે છે.
રાકેશભાઈ પેટીગરાએ જણાવ્યું હતું કે, આ કળા અમારી સાથે અને અમારા પછી પણ જીવંત રહે એ જ મારો ઉદ્દેશ છે. સાડેલી આર્ટ વ્યક્તિગત નહીં, પણ એક સામૂહિક વારસો છે, જે પેઢી દર પેઢી જીવંત રહે એ માટે પુરુષાર્થ અને સમર્પણ જરૂરી છે. કળાને જીંવત રાખવા દરેક નાગરિકોએ એક આર્ટિકલ્સ ખરીદવા અનુરોધ કર્યો હતો. વધુમાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી અભિયાન’ થકી દેશી, સ્વદેશી ઉત્પાદનોને મજબૂતી આપવા પ્રયાસ થાય છે, જે અમારા જેવા હસ્તકલા કારીગરો માટે સંજીવની બનશે.
શિલ્પકાર રાકેશભાઈએ જણાવ્યું હતું કે, સુરતની આ હસ્તકલા માટે સરકાર તરફથી પિતા જીતેન્દ્રભાઈને વર્ષ ૨૦૦૨માં સ્ટેટ એવોર્ડ અને ૨૦૦૫માં રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ મળ્યો છે. મને વર્ષ ૨૦૨૧માં લુપ્ત થતી કળાને જીંવત રાખવા ‘કમલા’ એવોર્ડ મળ્યો છે. આ સાથે વર્ષ ૨૦૨૨માં રાજ્ય પુરસ્કાર અને ૨૦૨૩માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તેમજ ૨૦૨૪માં રાજ્ય પુરસ્કાર એનાયત થયો છે. દેશના એક માત્ર અમારા વર્ક શોપમાં સાડેલી વુડન આર્ટને જીંવત રાખવા માટે અત્યાર સુધીમાં ૪૫૦થી ૫૦૦ કલા રશિકોને કળાથી અવગત કર્યા છે. આ કળા પાછળ કારીગરોની વર્ષોની મહેનત, વ્યક્તિગત રસ અને ધીરજ સમાયેલા છે.
લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટને ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલા આ પરિવારના રાકેશભાઈને ‘કમલા એવોર્ડ’થી પણ નવાજવામાં આવ્યા છે. તેમની કાર્યશાળામાં આજે પણ વિવિધ કુદરતી રંગીન લાકડાઓનો ઉપયોગ કરીને પરંપરાગત ડિઝાઇનથી માંડીને આધુનિક ઈન્ટિરિયર ફર્નિચર સુધી અનેક વસ્તુઓ તૈયાર થાય છે. દેશનો એક માત્ર સાડેલી હસ્તકલા વર્ક શોપમાં સચવાયેલ છે કે જેમાં કલાકારોને તાલીમ આપવામાં આવી રહી છે.
આ પરિવાર માટે કલા એ વ્યવસાય નથી એ તો સાધના છે. જ્યારે આજે મોટા ભાગનાં યુવાન વધુ નાણા કમાવાની લ્હાયમાં અવિચારી દોટ મૂકે છે, ત્યારે પેટીગરા પરિવારની નવી પેઢીએ પણ પોતાના વડીલોના પગલે ચાલીને આ કલા સાથે પોતાના જીવનને જોડ્યું છે.
લદાખમાં હિંસા બાદ ક્લાઈમેટ એક્ટીવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર નેશનલ સિક્યોરિટી એક્ટ(NSA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી અંગ્મોએ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેમની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને લદ્દાખ વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગ્યો છે.
કેન્દ્ર સરકાર અને લદાખ વહીવટીતંત્રએ કોર્ટમાં દલીલ કરી કે આ અરજીનો હેતુ વાંગચુકની અટકાયતની બાબતે હાઇપ બનાવવાનો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે કેન્દ્ર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર સેન્ટ્રલ જેલને નોટિસ પાઠવી છે અને જવાબ માંગ્યો છે. કેસની સુનાવણી 14 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે. ગીતાંજલી એંગ્મો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અપીલ કરી હતી કે અટકાયતના કારણો તાત્કાલિક પૂરા પાડવામાં આવે. હાલ કોર્ટે કોઈપણ આદેશ આપવાનું ટાળ્યું. કોર્ટે કહ્યું કે તે પહેલા અધિકારીઓએ આપેલા જવાબો પર વિચાર કરશે.
કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે વારંવાર વિનંતીઓ છતાં, ગીતાંજલી એંગ્મોને સોનમ વાંગચુકની અટકાયતના કારણો પૂરા પાડવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું.”સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પરિવારના સભ્યોને અટકાયતના કારણો આપવા જરૂરી છે. અમને કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અને પત્નીને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.”
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને વાંગચુકના અધિકારોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.
અમેરિકાના ડલ્લાસમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોલને ગોળી મારીને હત્યા કરવામાં આવી. હૈદરાબાદના રહેવાસી ચંદ્રશેખર છેલ્લા કેટલાક સમયથી ટેક્સાસમાં ડેન્ટલ સર્જરીમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા હતા. ગયા રાત્રે તેઓ એક ગેસ સ્ટેશન પર પાર્ટટાઈમ કામ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમને ગોળી મારીને હત્યા કરી દીધી.
ચંદ્રશેખરે હૈદરાબાદથી ડેન્ટલ સર્જરીમાં સ્નાતક ડિગ્રી પૂર્ણ કર્યા પછી વર્ષ 2023માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું.
પરિવાર સાથે નેતાઓની મુલાકાત: BRSના ધારાસભ્ય સુધીર રેડ્ડી અને ભૂતપૂર્વ મંત્રી ટી. હરીશ રાવે હૈદરાબાદમાં વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લીધી અને તેમની દુઃખદ ઘટનાનો સંવેદનશીલ અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે સરકારને વિનંતી કરી કે પોલના મૃતદેહને તાત્કાલિક અમેરિકાથી ભારત પરત લાવવામાં આવે.
હરીશ રાવે પરિવારને આપેલા સંવેદના સંદેશમાં કહ્યું: “માતા-પિતા જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે તે જાણીને દિલ દ્રવાઈ જાય છે. તેમનો પુત્ર, જેને તેઓ મોટી ઊંચાઈઓ પર પહોંચશે એવી આશા રાખતા હતા, તે હવે નથી રહ્યો. આ ઘટના જોઈને દિલ ખૂબ દુઃખી છે.
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાને પરિણામે ગુજરાત, મહારાષ્ટ્રમાં ચેતવણી જારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠા પર ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં, ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ આ વાવાઝોડું હાલમાં દ્વારકાથી આશરે 240 કિલોમીટર દૂર છે અને તે પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું વધુ જોર પકડીને દ્વારકા તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
હવામાન વિભાગે (IMDએ) અરબી સમુદ્રમાં વિકસતા વાવઝોડા શક્તિને કારણે મહારાષ્ટ્ર માટે ચેતવણી જારી કરી છે. આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ, જોરદાર પવન અને સમુદ્રમાં ઊથલપાથલની શક્યતા છે, જેને કારણે તટીય અને આંતરિક જિલ્લાઓમાં સાવચેતી રાખવાની જરૂર છે.
ગુજરાત પર ચક્રવાત ‘શક્તિ’ની સંભાવિત અસર હવામાન વિભાગના અહેવાલ મુજબ વાવાઝોડું શક્તિ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે ચોથી ઓક્ટોબરે આ સિસ્ટમ ગંભીર તોફાનમાં ફેરવાશે અને પાંચ ઓક્ટોબરે મધ્ય અરબ સાગરના ઉત્તરી ભાગ સુધી પહોંચશે. ત્યાર બાદ છ ઓક્ટોબરથી તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં વળી દરિયામાં જ આગળ વધશે. જોકે આ વાવાઝોડાનો પ્રભાવ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર સ્પષ્ટ અનુભવાશે. ખાસ કરીને પાંચથી સાત ઓક્ટોબર વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં અને દરિયાકાંઠે તેજ પવનની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
હમાસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાની શરતો સ્વીકાર્યા બાદ ઇઝરાયલનું પહેલું નિવેદન આવ્યું છે. ઇઝરાયલી સેનાએ શનિવારે કહ્યું હતું કે તે યોજનાના પ્રથમ તબક્કાના અમલીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવશે. ઇઝરાયલે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે હમાસે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના કેટલાક મુદ્દાઓ સ્વીકાર્યા છે. સેનાનું કહેવું છે કે ઇઝરાયલી નેતાઓએ આ યોજનાને અમલમાં મૂકવા માટે ઝડપી પગલાં લેવા સૂચનાઓ આપી છે.
ઇઝરાયલ હવે ગાઝા પર હુમલો નહીં કરે એક ઇઝરાયલી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇઝરાયલે ગાઝામાં રક્ષણાત્મક સ્થિતિ લીધી છે અને હાલમાં કોઈ હુમલો કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ગાઝામાંથી કોઈ સુરક્ષા દળો પાછા ખેંચાયા નથી. હમાસના સકારાત્મક નિવેદન બાદ ટ્રમ્પે ઇઝરાયલને ગાઝામાં તેના હુમલા બંધ કરવાનો આદેશ આપ્યાના થોડા કલાકો પછી જ ઇઝરાયલનો ગાઝા પરના હુમલા બંધ કરવાનો નિર્ણય આવ્યો. ટ્રમ્પે હમાસના પ્રતિભાવનું સ્વાગત કરતા કહ્યું, “મને લાગે છે કે તેઓ લાંબા ગાળાની શાંતિ માટે તૈયાર છે.”
ગાઝામાં અત્યાર સુધીમાં 67,000 થી વધુ લોકોના મોત ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ બે વર્ષ ચાલેલા યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 67,000 થી વધુ થઈ ગઈ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે શનિવારે મૃત્યુઆંકમાં 700 થી વધુ નામ ઉમેર્યા હતા, અને આ આંકડાઓની ચકાસણી કરવામાં આવી છે. દરમિયાન, ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા અને બાકીના તમામ બંધકોને પરત કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના પ્રથમ તબક્કાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે સેનાએ હવે રક્ષણાત્મક સ્થિતિ લીધી છે અને આક્રમક રીતે હુમલો કરશે નહીં.
ઇજિપ્ત બંધકોની મુક્તિ અંગે અપડેટ આપે છે મધ્યસ્થી તરીકે કામ કરતા એક વરિષ્ઠ ઇજિપ્તીયન અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલી કસ્ટડીમાં બંધકો અને સેંકડો પેલેસ્ટિનિયનોને મુક્ત કરવા માટે હમાસ સાથે વાતચીત ચાલી રહી છે. યુદ્ધવિરામ વાટાઘાટોમાં સામેલ અધિકારીએ જણાવ્યું હતું કે મધ્યસ્થી કરી રહેલા આરબ દેશો ગાઝાના ભવિષ્ય પર તેમની એકતા સુનિશ્ચિત કરવાના હેતુથી પેલેસ્ટિનિયનો વચ્ચે વ્યાપક વાટાઘાટો માટે તૈયારી કરી રહ્યા છે. ગાઝાના બીજા સૌથી પ્રભાવશાળી ઉગ્રવાદી જૂથ, પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે શનિવારે કહ્યું હતું કે તે ટ્રમ્પની યોજના પર હમાસના પ્રતિભાવને સ્વીકારે છે. અગાઉ, થોડા દિવસો પહેલા, જૂથે યોજનાને નકારી કાઢી હતી.
શું હમાસ પોતાના હથિયારો નીચે મૂકશે?
ઇઝરાયલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી ફોરમના ચેરમેન નિવૃત્ત જનરલ અમીર અવીવીએ જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયલ ગાઝામાં થોડા દિવસો માટે ગોળીબાર બંધ કરી શકે છે, પરંતુ જો હમાસ તેના શસ્ત્રો સોંપશે નહીં, તો ઇઝરાયલ તેના આક્રમણ ફરી શરૂ કરશે. આ પરિસ્થિતિ હાલમાં યુદ્ધવિરામની આશા ઉભી કરે છે, પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રીતે વિકસે છે તે સંપૂર્ણપણે હમાસના પ્રતિભાવ અને વાટાઘાટોના પરિણામ પર નિર્ભર રહેશે.
સુરતના અમરોલી વિસ્તારમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ હતી. આ ફેક્ટરીઓમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના નામે ભેળસેળવાળું અને નકલી ઘી બનાવવામાં આવતું હતું અને બજારમાં વેચવામાં આવતું હતું. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG પોલીસ) એ આ ફેક્ટરીઓ પર દરોડા પાડીને ₹1.50 કરોડથી વધુનું નકલી ઘી અને તેને બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.
પોલીસે આ કૌભાંડ ચલાવવા બદલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ ફેક્ટરીઓ કેટલા સમયથી ચાલતી હતી અને આ નકલી ઘી સુરત તથા આસપાસના ગામડાઓમાં કોને-કોને વેચવામાં આવતું હતું, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી હતી. રતના અમરોલીમાં રહેતા આરોપી જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરીયા, વાઇટ પેલેસ એપાર્ટમેંટમાં રહેતા અંકીતભાઇ ટેકચંદભાઇ પંચીવાલા, સુમીતકુમાર જયેશભાઇ મૈસુરીયા (રહે.બી/304 સન રેસીડેન્સી ચારભુજા આર્કેડની બાજુમાં ક્રોસરોડ કોસાડ અમરોલી સુરત શહેર) અને દિનેશકુમાર તેજાજી ગેહલોત (રહે- શેડ નં.1/એ, બિલ્ડીંગ નં.સી, ઈવા એમ્બ્રો પાર્ક ભાગ-2, કોસાડ ગામ અમરોલી સુરત શહેર) ને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
આ દરમિયાન પોલીસે તેમની પાસેથી રૂપિયા 1,20,56,500/-ની કિંમતના મત્તાના ડુપ્લીકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી પણ જપ્ત કરી લીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ વધારે રૂપિયા કમાવવા માટે સ્લમ વિસ્તારમાં આવેલ કિરાણાની દુકાન પર તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે ઘીનું છુટક વેચાણ કરતા હતા.