Home Blog Page 303

બાંગ્લાદેશ: ધાકા એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં ભયાનક આગ, તમામ ફ્લાઇટ્સ રદ

બાંગ્લાદેશના ધાકામાં આવેલ હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાના કાર્ગો વિસ્તારમાં આગ લાગી છે. આગ એટલી ગંભીર છે કે, તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક રદ કરવામાં આવ્યા છે. સામે આવેલા વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર કાળા ધુમાડા ઉઠી રહ્યા છે અને આગ સતત ફેલાઈ રહી છે.

ફાયર સર્વિસની કામગીરી
ફાયર સર્વિસના મીડિયા સેલ અધિકારી તલ્હા બિન જસીમએ જણાવ્યું કે આગની તીવ્રતા ખુબ જ ગંભીર છે. તેમણે જણાવ્યું કે હાલ 16 ફાયર યુનિટ સ્થળ પર પહોંચી ચૂકી છે અને બીજાં 16 યુનિટ માર્ગમાં છે.

આગ બુઝાવવા કામગીરી
એરપોર્ટના કાર્યકારી નિયંત્રણકર્તા પ્રવક્તા મસૂદુલ હસન મસૂદએ કહ્યું કે આગ કાર્ગો વિલેજના નજીકના ભાગમાં લાગી છે. ફાયર સર્વિસ, બાંગ્લાદેશ એરફોર્સ અને એરપોર્ટ કર્મીઓ મીલીને આગ બુઝાવવાની કામગીરીમાં વ્યસ્ત છે. હાલ સુધી આગ લાગવાની ચોક્કસ કારણ અને નુકશાનની વિગત ઉપલબ્ધ નથી.

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે હિંસક જૂથ અથડામણ, 20 લોકો ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે જૂની અદાવત અને સરપંચ વિવાદને લઈને ભયાવહ હિંસક અથડામણ થઈ હતી. ગામના ભૈરવ મંદિરના વહીવટની તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી.

આ જૂથ અથડામણ એટલી હિંસક હતી કે ગામમાં ભારે નુકસાન થયું હતું. કુલ 100થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં 26 કાર, 50થી વધુ બાઇક, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. એક કારને તો સંપૂર્ણપણે સળગાવી દેવામાં આવી હતી. અસામાજિક તત્વોએ 10 જેટલા મકાનો અને અન્ય ઘરોના બારી-બારણાના કાચમાં પણ તોડફોડ કરી હતી. વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અથડામણમાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે. જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે હિંસા ફેલાવનારા 60 વ્યક્તિ સામે નામજોગ સહિત કુલ 120 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 25થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ (અટકાયત) કર્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘર્ષણનું મૂળ કારણ ગામના ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતાં વિવાદો છે. દિવાળીના તહેવાર નિમિત્તે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, તેના પૂર્વે જ બંને જૂથ વચ્ચે બોલાચાલી બાદ પરિસ્થિતિ વણસી હતી. ઘટનાની ગંભીરતા જોતાં મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રના નંદુરબારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ ખીણમાં ખાબકી, 8 લોકોના મોત

0

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રકે કાબુ ગુમાવ્યો અને પલટી ગઈ. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર પિકઅપ ટ્રક અસ્તંબા દેવી યાત્રા પરથી પરત ફરી રહી હતી. એક વળાંક પર ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો જેના કારણે વાહન ઊંડી ખીણમાં ખાબકી ગયું. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ટ્રક સંપૂર્ણપણે નુકસાન પામી હતી. યાત્રાળુઓ વાહનમાંથી બહાર નીકળી ગયા હતા. આઠ લોકોના મોત થયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા.

નંદુરબાર જિલ્લાના શહાદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદશાલી ઘાટ પાસે આ ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતાં, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

અસ્તંબા દેવી મંદિરના દર્શન કરીને શ્રદ્ધાળુઓ તેમના ગામ પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા શ્રદ્ધાળુઓ પિકઅપ નીચે કચડાઈ ગયા હતા, અને કેટલાકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતને કારણે વ્યાપક હોબાળો મચી ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનું કારણ શોધવાનું શરૂ કર્યું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાહન ખૂબ જ ઝડપે ચાલી રહ્યું હતું અને ઘાટના એક વળાંક પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો.

ઉત્તર પ્રદેશની ટ્રેન પકડવા સુરત સ્ટેશન પર મુસાફરોએ 14 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે!

દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે સુરત શહેરમાંથી ઉત્તર પ્રદેશ અને બિહાર જવાના શ્રમિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી લાખો શ્રમિકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યાં છે. જેના કારણે ટ્રેનોમાં અતિશય ભીડ જોવા મળી રહી છે.

રેલવે વિભાગ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેની વિરુદ્ધ છે. સુરતના વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફરોને ટ્રેનમાં બેસવા માટે લાંબી કતારમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અનેક મુસાફરોને તો પોતાની ટ્રેન પકડવા માટે 14 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

સ્ટેશનની બહાર લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે. મુસાફરોને બેસવાની જગ્યા પણ મળતી નથી. યાત્રીઓની ફરિયાદ છે કે ટ્રેન આવે છે અને જાય છે, પરંતુ તેઓ એકની એક જગ્યા પર બેઠાં રહી જાય છે. જેથી યાત્રીઓમાં હતાશાનો માહોલ છે. હજારો મુસાફરો બાળકો, મહિલાઓ સાથે હેરાન થઈ રહ્યાં છે. શૌચાલયનો પણ અભાવ હોય હજારો મુસાફરો રસ્તા પર રઝળવા મજબૂર બન્યા છે. લાઈન છોડી દે તો તેમની જગ્યા જતી રહેશે તેમ માનીને લાઈનમાં જ ભૂખ્યા-તરસ્યા બેસી રહે છે.

રેલવે વિભાગના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભયસિંહ ચૌહાણે કહ્યું કે, યાત્રીઓની સુવિધા માટે પંખા, પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે ભીડ વધારે હોવાથી તકલીફ પડી રહી છે. છતાં મેનેજમેન્ટ કરવા પ્રયાસ થઈ રહ્યાં છે. વધુમાં ઉત્તર ભારત તરફની રોજ સ્પેશ્યિલ 8 ટ્રેન દોડાવવામાં આવી રહી છે. હોલ્ડિંગ એરિયાની બહારની ભીડને એક-એક કરીને અંદર મોકલવામાં આવે છે.

દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં આગ લાગી, ફાયર બ્રિગેડના છ વાહનો ઘટનાસ્થળે

0

નવી દિલ્હીના કાવેરી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. બપોરે લગભગ 1:22 વાગ્યે ફાયર ફાઇટર્સને જાણ કરવામાં આવી હતી. આગ બુઝાવવા માટે છ વાહનો મોકલવામાં આવ્યા છે. આ એપાર્ટમેન્ટમાં ઘણા સાંસદો રહે છે અને સંસદ ભવનની બાજુમાં આવેલું છે. એપાર્ટમેન્ટમાં આગ લાગવાના સમાચારથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

અહેવાલો અનુસાર, આ એપાર્ટમેન્ટ એક VIP બિલ્ડીંગ છે. આ એપાર્ટમેન્ટમાં ઘણા લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહે છે, અને તે સંસદ ભવનથી માત્ર 200 મીટર દૂર આવેલું છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી.

એક વ્યક્તિએ જણાવ્યું કે તેણે તેની પુત્રીના લગ્ન માટે ઘરમાં ઘણા દાગીના અને કિંમતી વસ્તુઓ રાખી હતી. આગમાં મોટું નુકસાન થયું છે. તેની પુત્રી પણ દાઝી ગઈ છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગ લાગી ત્યારે કૂતરો પણ એપાર્ટમેન્ટમાં હાજર હતો, અને તેમને ખબર નહોતી કે આગ કેવી રીતે લાગી. જો કે, એવું લાગે છે કે બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા અને તેના કારણે જ આગ લાગી.

આર.એસ.એસના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પંચાયત વિકાસ અધિકારી સસ્પેન્ડ

0

કર્ણાટકના રાયચૂર જિલ્લાના પંચાયત વિકાસ અધિકારીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન (RSS)ના એક કાર્યક્રમમાં સંગઠનની વરદી પહેરીને ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ માહિતી આપી છે. સિરાવર તાલુકા પંચાયતમાં નિમણૂક કરાયેલા અધિકારીને રાજ્ય અધિકારીઓ દ્વારા અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

IAS અધિકારી અરુંધતી ચંદ્રશેખર દ્વારા જારી કરાયેલા સસ્પેન્શન આદેશમાં કહેવામાં આવ્યું છે કે કુમારે કર્ણાટક સિવિલ સર્વિસ (આચરણ) નિયમ, 2021ના નિયમ ત્રણનું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમો હેઠળ સરકારી અધિકારીઓ માટે રાજનીતિક નિષ્ણાતતા, શિસ્ત અને યોગ્ય આચરણ જાળવવું જરૂરી છે.

ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કોંગ્રેસ પર નિશાન સાધતાં કર્ણાટક ભાજપના મુખ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ સસ્પેન્શનને સરકારી યંત્રણાનો ઉપયોગ કરીને દેશભક્તિની ભાવનાઓ પર હુમલો ગણાવ્યો છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મંત્રી પ્રિયાન્ક ખડગેની ધમકીઓથી ભયભીત વરિષ્ઠ સરકારી અધિકારીઓએ વિભાજનકારી રાજકારણને સમર્થન આપવાનું શરૂ કરી દીધું છે. શરૂઆતમાં, રાયચૂર જિલ્લાના પંચાયત વિકાસ અધિકારી અને પાર્ટીના વિધાયક મનપ્પા ડી. વગ્જલના નજીકના સહયોગી પ્રવીણકુમાર કે.પી.ને RSSની શતાબ્દી સમારોહમાં ભાગ લેવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જે સરકારી તંત્રનો ઉપયોગ કરીને દેશભક્તિની ભાવનાઓ પર હુમલાની શરૂઆત છે.

વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ આગળ લખ્યું હતું કે આ કંઈ પણ નથી, પરંતુ કર્ણાટક કોંગ્રેસ પાર્ટીની દ્વેષથી પ્રેરિત વિકૃતિ અને હિંદુવિરોધી માનસિકતા છે. તમે સરકારી તંત્રનો દુરુપયોગ કરવો શરૂ કરી દીધો છે અને અમે પણ તેને પાછા પાટલી પર લાવવાની વ્યૂહરચના જાણીએ છીએ.

તેલંગાણામાં પછાત વર્ગ અનામત મુદ્દે ઉગ્ર પ્રદર્શન, રાજ્યવ્યાપી બંધનું એલાન

0

તેલંગાણામાં પછાત વર્ગને 42 ટકા અનામત આપવા અંગેનો મુદ્દો હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ મુદ્દે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અનામતની માંગને લઈ અનેક સ્થળોએ ઉગ્ર પ્રદર્શન અને અથડામણોની ઘટનાઓ નોંધાઈ છે. આ આંદોલનને સત્તાધારી કોંગ્રેસ ઉપરાંત વિપક્ષ બીઆરએસ અને ભાજપે પણ સમર્થન આપ્યું છે. પોલીસ અને પ્રશાસન શાંતિ જાળવવા તૈનાત કરવામાં આવ્યા છે.

તમામ ક્ષેત્રોને સહયોગ આપવા વિનંતી
આ સમિતિના પ્રમુખ અને ભાજપ ના રાજ્યસભા સાંસદ આર. કૃષ્ણૈયાએ પહેલાથી જ તમામ રાજકીય પક્ષો અને નાગરિક સમાજ સંગઠનોને બંધને ટેકો આપવા અપીલ કરી હતી. આ બંધ દરમિયાન આવશ્યક સેવાઓ પૂરી પાડતા ક્ષેત્રો સિવાય તમામ ક્ષેત્રોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.

રાજય સરકારના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે
ઉલ્લેખનીય છે કે, 9 ઓક્ટોબરના રોજ તેલંગાણા હાઈકોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પછાત વર્ગ ને 42 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. જેના આ વિરોધના ભાગ રૂપે વિવિધ રાજકીય પક્ષો અને પછાત વર્ગ સંગઠનોના નેતાઓ તેલંગાણા બસ ડેપોની બહાર ધરણા કરી રહ્યા છે. તેમજ બસોને રોકવામાં આવી રહી છે.

બીઆરએસ નેતા કે. કવિતાએ પણ ધરણા કર્યા
તેલંગાણા જાગૃતિના સ્થાપક અને બીઆરએસ નેતા કે. કવિતાએ પણ ધરણા કર્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે સરકાર અનામતના પક્ષમાં કોર્ટને મનાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ હોય કે ભાજપ, પછાત વર્ગને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. સ્થાનિક ચૂંટણીઓ ન થાય તો કોઈ ફેર નથી પડતો. પહેલા પછાત વર્ગો માટે અનામત સુનિશ્ચિત કરો.

ખોરાકમાં વાળ મળતા હાઈકોર્ટે એર ઈન્ડિયા પર રૂ.35,000 નો દંડ ફટકાર્યો

0

મદ્રાસ હાઈકોર્ટે હવાઈ મુસાફરી દરમિયાન તેના ભોજનમાં વાળ મળ્યા. જેના કારણે એર ઈન્ડિયા પર રૂ 35,000 નો દંડ ફટકાર્યો છે. આ દંડ મુસાફરને ચૂકવવામાં આવશે. જોકે, હાઈકોર્ટે આ કેસમાં એર ઈન્ડિયાને થોડી રાહત આપી છે. કારણ કે નીચલી અદાલતે રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો, જેની સામે એર ઈન્ડિયાએ અપીલ કરી હતી.

જસ્ટિસ પી.બી બાલાજીએ આ આદેશ જારી કર્યો છે. જેમાં એર ઈન્ડિયા લિમિટેડની અપીલને આંશિક રીતે માન્ય રાખવામાં આવી છે. ન્યાયાધીશે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાના અધિકારીઓ આ મામલે તેમના લેખિત નિવેદનોમાં અસંગત અને અનિા તિ રહ્યા છે. ઉદાહરણ તરીકે, તેઓએ એક વખત દાવો કર્યો હતો કે તે સમયે વિમાનમાં સાત કર્મચારીઓ હાજર હતા, પરંતુ મુસાફરે કોઈને ફરિયાદ કરી ન હતી. જોકે, તેમના સ્વૈચ્છિક લેખિત નિવેદનમાં, તેમણે સ્વીકાર્યું હતું કે મુસાફરે મૌખિક ફરિયાદ કરી હતી, જે તરત જ રેડિયો દ્વારા કંપનીને રીલે કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફલાઇટ ઉતર્યા પછી, એક વરિષ્ઠ કેટરિંગ મેનેજરે મુસાફરને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુસાફરે તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, મુસાફરે એરપોર્ટ મેનેજર પાસે સીધી ફરિયાદ નોંધાવી હતી.

ન્યાયાધીશે કહ્યું. લેખિત નિવેદનોથી વિપરીત પ્રતિવાદીઓ ખરેખર સ્વીકારે છે કે મુસાફરને પીરસવામાં આવેલા ફૂડ પેકેટમાં વાળ હતા. આને ધ્યાનમાં રાખીને. હું માનતો નથી કે એકલા કેટરરને જવાબદાર ઠેરવવું જોઈએ. પ્રતિવાદીઓ આ મામલામાંથી પોતાને મુક્ત કરી શકતા નથી: એવું કહેવું કોઈ બહાનું નથી કે જો કોઈ વળતર ચૂકવવાનું હોય. તો તે ફક્ત કેટરર દ્વારા જ ચૂકવવામાં આવશે.

તેમણે કહ્યું કે એર ઇન્ડિયાએ આ મામલે સ્પષ્ટપણે બેદરકારી દાખવી છે. તેથી, તે પેકેટમાં મળેલા વાળ માટે વળતર ચૂકવવા માટે સ્પષ્ટપણે જવાબદાર છે. ન્યાયાધીશે નોંધ્યું કે જોકે ખોરાક પ્રતિવાદીઓ દ્વારા સીધો તૈયાર કરવામાં આવ્યો ન હતો. તે તેમના એજન્ટ, રાજદૂત પલ્લવ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં લાગી ભીષણ આગ, મુસાફરોમાં ગભરાટ ફેલાયો

0

શનિવારે સવારે પંજાબના સરહિંદ સ્ટેશન નજીક લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, કોચ નંબર 19 માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. લુધિયાણાના ઘણા વેપારીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. લોકો પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી દીધી. ટ્રેન રોકાતાની સાથે જ મુસાફરો તરત જ તેમના સામાન સાથે નીચે ઉતરી ગયા.

અકસ્માતની માહિતી મળતા જ રેલ્વે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ. રેલ્વે કર્મચારીઓએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તમામ જરૂરી પગલાં લીધા. એક કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો.

સરહિંદ જીઆરપીના એસએચઓ રતન લાલના જણાવ્યા અનુસાર, મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનામાં ત્રણ કોચને નુકસાન થયું હતું, અને આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ સમયપત્રક
ટ્રેન નંબર 12204 અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ 1716 કિલોમીટરનું અંતર 31.20 કલાકમાં કાપે છે. આ ટ્રેન અમૃતસરથી બુધવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ ચાલે છે. અમૃતસર અને સહરસા વચ્ચેની તેની મુસાફરી દરમિયાન, ટ્રેન નંબર 12204 23 રેલવે સ્ટેશનો પર ઉભી રહે છે.

આમાં બિયાસ, જલંધર સિટી, ફગવાડા, ધંધારી કલાન, અંબાલા કેન્ટ, દિલ્હી, હાપુડ, મુરાદાબાદ, બરેલી, હરદોઈ, લખનૌ NR, ગોરખપુર, દેવરિયા સદર, સિવાન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દલસિંહ સરાઈ, બરૌની, બેગુગર, બખરિયાર અને બૈરપુરનો સમાવેશ થાય છે.

અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસમાં માત્ર એસી 3-ટાયર (3A) કોચ છે. અમૃતસર અને સહરસા વચ્ચેની મુસાફરીનું ભાડું ₹1,270 છે. અમૃતસર – સહરસા ગરીબ રથ એક્સપ્રેસ અમૃતસરથી 04:00 વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે 11:20 વાગ્યે સહરસા પહોંચે છે.

મેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

0

જાબ નેશનલ બેંક સાથે આશરે ₹13,000 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે. 18 ઓક્ટોબરના રોજ બેલ્જિયમની એક કોર્ટે તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેમને ભારત પાછા લાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, તેને સંપૂર્ણપણે કાયદેસર જાહેર કર્યું છે, જેને ભારત સરકાર અને તપાસ એજન્સીઓ માટે સફળતા તરીકે જોવામાં આવી રહી છે.