Home Blog Page 287

લોન ફ્રોડ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીની 3000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

0

દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ પગલાં લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે રૂ. 3000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં મુંબઇમાં બાંદ્રામાં અબાણીનો પાલી હીલ હાઉસ અને દિલ્હી, નોઇડા, મુંબઇ, ગોવા, પુણે, હૈદરાબાદ અને ચેન્નઇ સહિત અન્ય શહેરોમાં રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના અન્ય ફ્લેટ, પ્લોટ અને કાર્યાલયનો સમાવેશ થાય છે.

આ કેસ કથિત લોન છેતરપિંડી સાથે સંબંધિત છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હોટેલ રણજીત સ્થિત અંબાણીની ઓફિસ, રિલાયન્સ સેન્ટર, પણ જપ્ત કરાયેલી મિલકતોમાં શામેલ છે.

3,000 કરોડ રૂપિયાની લોન મંજૂર થાય તે પહેલાં જ મળી ગઈ હતી
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આશરે 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. જોકે, રિલાયન્સ ગ્રુપે પહેલાથી જ આ આરોપોને નકારી કાઢ્યા છે. ED તપાસ આશરે 20 જાહેર અને ખાનગી બેંકોમાંથી લેવામાં આવેલા લોન સાથે સંકળાયેલા 17,000 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત છે.

ED એ પણ શોધી કાઢ્યું કે 2017-19ની વચ્ચે, યસ બેંકે અનિલ અંબાણીની કંપનીઓને ગેરકાયદેસર રીતે લોન આપી હતી, જે પાછળથી અન્યત્ર વાળવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં પૈસા બેંક પ્રમોટરોને મોકલવામાં આવ્યા હતા. એવો પણ આરોપ છે કે ઘણી કંપનીઓને શરૂઆતમાં લોન મળી હતી, પરંતુ દસ્તાવેજો પછીથી તૈયાર કરવામાં આવ્યા હતા. કેટલાક એવા કિસ્સાઓ હતા જ્યાં લોન મંજૂર પણ ન થઈ હોય, પરંતુ ભંડોળ અગાઉથી ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

આ બેંકોનો પણ લોન આપતી બેંકોમાં સમાવેશ થાય છે
યસ બેંક ઉપરાંત, અંબાણીની કંપનીઓને લોન આપતી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, બેંક ઓફ ઈન્ડિયા, UCO બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે. EDની માહિતી અનુસાર, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ પર રૂ. 8,226 કરોડથી વધુ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર રૂ. 5,901 કરોડથી વધુ અને રિલાયન્સ કોમ્યુનિકેશન પર આશરે રૂ. 4,105 કરોડનું દેવું છે.

તેલંગાણામાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 20 લોકોના મોત, 21 ઘાયલ

0

તેલંગાણાના મિર્ઝાગુડામાં એક TGSRTC બસને ટિપર ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 20 લોકોના મોત થયાના અહેવાલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો. કાંકરી ભરેલી લારી સાથે અથડાયા બાદ, બસ ઉપર અને અંદર કાંકરી ભરેલી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, “રંગારેડ્ડી જિલ્લાના ચેવેલા પોલીસ સ્ટેશનની હદમાં ખાનપુર ગેટ પાસે TGSRTC બસ અને ટ્રક વચ્ચે માર્ગ અકસ્માત થયો હતો. ઘણા મુસાફરો ઘાયલ થયા છે. આ ઘટના આજે સવારે બની હતી. અમે ઘટનાસ્થળે પહોંચી ગયા છીએ અને વધુ માહિતી પછી આપવામાં આવશે.”

મંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી
તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકરે એક અખબારી યાદીમાં રંગારેડ્ડી જિલ્લાના ચેવેલા મંડલના ખાનપુર ગેટ ખાતે થયેલા માર્ગ અકસ્માત પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો. તેમણે RTCના MD નાગી રેડ્ડી અને રંગારેડ્ડી જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી અને ઘાયલોને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખોટી દિશામાંથી આવી રહેલી ટિપર ટ્રક બસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. મંત્રીએ RTCના અધિકારીઓને તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.

સીએમ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રંગારેડ્ડી જિલ્લાના ચેવેલા મંડલમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને જરૂરી રાહત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો કે અકસ્માતની સંપૂર્ણ વિગતો સમયાંતરે જણાવવામાં આવે. મુખ્યમંત્રીએ સીએસ અને ડીજીપીને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક હૈદરાબાદ પહોંચાડવા અને તેમને વધુ સારી તબીબી સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઉપલબ્ધ મંત્રીઓને તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચવા જણાવ્યું છે.”

કુદરતના કોપનો ભોગ બનેલા ખેડૂતોને સહાય કરવામાં વિલંબ સરકાર માટે જોખમી પુરવાર થશે

  • ભાજપના પોતીકા ‘યાદવો’ અને વિપક્ષો ખેડૂતોના અસંતોષને ભડકાવવામાં સફળ રહેશે તો સરકાર માટે ટકવું ભારે પડી શકે
  • બરબાદીની કગાર નજીક ઊભેલા ખેડૂતોને સહાય કરવી જ હોય તો વિલંબ કરવાની જરૂર નથી, કુદરતના મારનો ભોગ બનેલા ખેડૂતોને તડપાવવાથી સરવાળે સરકારે જ નુકસાન ભોગવવું પડશે
  • હવે પક્ષ પાસે ‘લાલ આંખ’ કરી શકે એવું નેતૃત્વ પણ નથી; ૨૦૦૧માં ભૂકંપ વખતે કેશુબાપાને કોઈપણ વાંક ગુના વગર ગાદીએથી ઉઠાડી મુકવામાં આવ્યા હતા અને છેવટ સુધી કેશુબાપા પૂછતા હતા ‘મારો વાંક શું હતો?’

કમોસમી વરસાદ અને રાજ્યભરમાં ખેડૂતોની પાયમાલીએ ભૂપેન્દ્ર પટેલની સરકારને હચમચાવી મૂકી છે. રાજ્યના પ્રત્યેક ખૂણામાંથી રાજ્યની સરકાર સામે આશાની મીટ મંડાઈ રહી છે. લાખો ખેડૂત પરિવારો, ખેતમજૂરો અને ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આંખોમાંથી ચિંતાનું દર્દ વહી રહ્યું છે.

ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વાવાઝોડાં આવ્યાં, સેંકડો મકાનો, ખેતરો અને ઊભા ઝાડ ધરમૂળથી ઊખડી ગયા પરંતુ આ વર્ષે લંબાયેલું ચોમાસુ અને કમોસમી વરસાદની ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસમાં બનવા પામી હોવાનું યાદ નથી.

કુદરતી આફતના સમયે સરકારે બનાવેલા નિયમો મુજબ સહાય કરવામાં આવે તો ખેડૂતોની બરબાદી રોકવાનું શક્ય નથી. સરકારના લાગણીશૂન્ય નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવે તો ખેડૂત પરિવારને ઝેર ખાવા જેટલી પણ સહાય મળે નહીં. નિયમ મુજબ વધુમાં વધુ બે હેક્ટર અને પ્રત્યેક હેક્ટર દીઠ ૧૨ હજાર એટલે કે કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતને વધુમાં વધુ રૂપિયા ૨૭ હજારની સહાય મળે!! હવે આ રકમ લઈને પણ બિચારો ખેડૂત શું કરે? હમણાં થોડા દિવસ પહેલા વ્યાજની રકમ ચૂકવવાની ચિંતામાં એક યુવાન ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આવા યુવાન ખેડૂત જેવા અનેક ગરીબ, મધ્યમવર્ગી ખેડૂત કદાચ જીવન ટુંકાવવાનો વિચાર કરી રહ્યા હશે. કારણ, આ વખતે કુદરતે વેરેલા વિનાશની સ્થિતિનો તાગ મેળવવાના વિચારમાત્રથી ફફડી જવાય એવી હાલત છે!

આખા ને આખાં ખેતરો પાણીનાં તળાવ બની ગયાં છે. ઘણા ખેડૂતોએ તો પાક લેવાની તૈયારી કરી રાખી હતી, પરંતુ નજર સામે તૈયાર પાક પણ પાણીમાં ડૂબીને સડી ગયો! ખેડૂતો ઠીક, જાનવરોનું પેટ ભરી શકાય એટલો ઘાસચારો પણ હાથમાં રહ્યો નથી. આવી વિકટ સ્થિતિમાં લોકોની નજર સરકાર તરફ હોય એ સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિકતા નજર સામે હોવા છતાં સરકાર મોં ફાડીને ખેડૂતોને દિલથી સહાય કરવાની જાહેરાત કરતી નથી. માત્ર નુકસાનીના સરવેના નામે ખેડૂતોને સધિયારો આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં કૃષિમંત્રી જીતુ વાઘાણી, સુરત જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં અર્જુન મોઢવડિયા જેવા મંત્રીઓ ખેડૂતોની વચ્ચે અને ખેતરોમાં આંટાફેરા મારી રહ્યા છે, પરંતુ સરકાર ક્યારે અને કેટલી માત્રામાં અને કેવા પ્રકારની જાહેરાત કરશે એની કોઈ જ ખાતરી આપતા નથી. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો સરકારને ભીંસમાં લેવા ખેડૂતોના મુદ્દે વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.

ભાજપના સ્વભાવ મુજબ વિપક્ષના વિરોધને પગલે સમગ્ર પ્રકરણને રાજકીય પ્રતિષ્‍ઠાનો મુદ્દો બનાવવામાં આવશે તો બે પાડાની લડાઈમાં ‘ઝાડનો ખો’ નીકળી જશે. વિપક્ષના લોકોના વિરોધને લક્ષમાં લેવાનું સરકારને કદાચ ભારે પણ પડી શકે. વિપક્ષ વિરોધ કરે છે એટલે ખેડૂતોને આગળ વધીને સહાય કરવી નથી. એવો વિચાર તો ઠીક વાત કરવાનું પણ સરકાર માટે મુશ્કેલી પેદા કરી શકે. કારણ, પાછલા કેટલાક સમયથી ખુદ ભાજપની છાવણીમાં શાંતિ નથી. રાજ્યનાં કોઈક ને કોઈક ખૂણામાંથી પક્ષમાંથી અશાંતિના પરપોટા ફૂટી રહ્યા છે. ઘણી જગ્યાએ પોતીકા પક્ષના હોદ્દેદારો સામે બળવા પણ થઈ ચૂક્યા છે. આ બધાથી રાજ્ય સરકારનું શીર્ષ નેતૃત્વ સાવ અંધારામાં નથી જ, પરંતુ નિર્ણય લેવાની કે ટોચના નેતૃત્વને વાસ્તવિકતા દર્શાવવાની હિંમત નથી. રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના પ્રદેશોમાં ભાજપના પોતીકા લોકો જ સરકાર અને નેતૃત્વ સામે ‘ઉંબા‌િડયા’ કરી રહ્યાં છે. આ ‘ઉંબાડિયા’ને નજરઅંદાજ કરવામાં આવશે તો આગળ જતા મોટી રાજકીય આગ પણ ભડકી શકે. વળી હવે ગુજરાત ભાજપ પાસે ‘લાલ આંખ’ કરી શકે એવું સક્ષમ નેતૃત્વ પણ નથી.

ખેર, કુદરતી આફતો ઘણી વખત રાજકીય શાસન ઉથલાવવા માટે પણ નિમિત્ત બનતી હોય છે. વર્ષ ૨૦૦૧નો કચ્છનો ભૂકંપ ‘કેશુબાપા’ના ઇશારે આવ્યો નહોતો. તેમ છતાં ભૂકંપનો સામનો કરવામાં કેશુબાપા નિષ્ફળ રહ્યા હતા, એવા કારણો આપીને મુખ્યમંત્રી પદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કેશુબાપાએ પોતે ‘વાંક’ (દોષ) જાણવા માટે લાખ સવાલ કર્યા હતા. પરંતુ ભાજપના નેતૃત્વએ તેમની એક વાત પણ સાંભળી નહોતી અને કેશુબાપા મૃત્યુ પામ્યા ત્યાં સુધી પૂછતા રહ્યા હતા કે ‘મારો વાંક શું હતો?’ અને આજે પણ તેમનો આત્મા જ્યાં હશે ત્યાં સવાલ કરતો હશે કે ‘મારો વાંક શું હતો?’ગુજરાતની વર્તમાન હાલત પણ ૨૦૦૧ના વર્ષના ભીષણ ભૂકંપ જેવી જ કહી શકાય! ત્યારે સેંકડો લોકો, જાનવરો કાટમાળમાં દફન થઈ ગયા હતા. અનેક પરિવારો, બાળકો નિરાધાર થઈ ગયા હતા. આજે લગભગ ૨૫ વર્ષ એટલે અઢી દાયકા પછી પણ કચ્છના ભૂકંપ પીડિતો ઘટનાની યાદ આવતા ચિત્કારી ઊઠતા હશે.

વર્ષ ૨૦૨૫ની કમોસમી વરસાદી હોનારતમાં સેંકડો ખેડૂત પરિવારો અને ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત જીવતા દફન થઈ જવા જેવી છે. પરંતુ સરકાર ઇચ્છે તો સરકારી ખર્ચમાં થોડો કાપ મૂકીને પણ કમોસમી વરસાદના મારનો ભોગ બનેલા ખેડૂતોના પેટની આગ બુઝાવી શકે તેમ છે. પરંતુ સરકારની તિજોરીમાં કોઈ ખોટ છે તો માત્ર ‘દાનત’ની. સરકાર ‘દાનત’ને વળગી રહેશે તો એક વખત ખેડૂત આલમની નજરમાંથી ઊતરી ગયેલી સરકારને ફરી ગાદીએ પહોંચાડવાનું ભારે પડી જશે. ખેડૂતોનો ‘આર્તનાદ’ અને વિપક્ષને મળતી જતી તક-સરકારને ગાદીએથી ઉઠાડી મૂકતા વાર નહીં લાગે.

લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની લાહોર રેલી મુલતવી, પાકિસ્તાનમાં આતંકવાદીઓમાં ભયનો માહોલ

પાકિસ્તાનના લાહોરમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની રેલી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ રેલી 2 નવેમ્બરના રોજ મીનાર-એ-પાકિસ્તાન ખાતે યોજાવાની હતી, પરંતુ તે અચાનક મુલતવી રાખવામાં આવી હતી. નવી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એક વીડિયોમાં, લશ્કરનો એક આતંકવાદી ભીડને કહેતો જોવા મળે છે કે “અમીર-એ-મોહતરમ” એટલે કે હાફિઝ સઈદે રેલી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. લશ્કરના આતંકવાદીઓ અને નેતાઓ ઘણીવાર હાફિઝ સઈદને આ નામથી બોલાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પગલું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના ડરથી અને ISI ના આદેશ પર લેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં વધતા આતંકવાદી સંઘર્ષને કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે.

આ વીડિયોમાં, એક આતંકવાદી ભીડને કહી રહ્યો છે કે અમીર-એ-મોહતારામ, હાફિઝ સઈદે રેલી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર શરૂ થાય તે પહેલાં, લશ્કરના નેતાઓએ દાવો કર્યો હતો કે હાફિઝ સઈદ પોતે રેલીમાં હાજરી આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 નવેમ્બરના રોજ લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન ખાતે યોજાનારી રેલીને ISI ના આદેશ પર મુલતવી રાખવામાં આવી છે.

રેલીની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી, અને સ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં તાજેતરના લશ્કરી ઓપરેશન, ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા લશ્કર આતંકવાદીઓના પોસ્ટરો દર્શાવવામાં આવ્યા હતા અને તેમને “શહીદો” તરીકે વર્ણવવામાં આવ્યા હતા. આ બધા આતંકવાદીઓ લશ્કરના મુરિદકે મુખ્યાલય સાથે સંકળાયેલા હતા. રેલી મુલતવી રાખવાથી લશ્કર તરફી જૂથોમાં મૂંઝવણ ઊભી થઈ છે. પાકિસ્તાન રેલી માટે નવી તારીખ ક્યારે જાહેર કરશે તે જોવાનું બાકી છે.

ગુજરાતના પ્રભારી મંત્રીઓની નવી યાદી: કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ?

0

તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ફાળવેલ જિલ્લાઓમાં પ્રભારી, સહ પ્રભારી મંત્રીઓએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઈ તેના નિકાલ સંબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે.

જીતુ વાઘાણી-હર્ષ સંઘવી પ્રવક્તા મંત્રી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલાં જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.

વહીવટી નિયંત્રણ અને અમલ પર ધ્યાન
રાજ્ય સરકારનો આ નિર્ણય પ્રાદેશિક સંતુલન જાળવવા અને જિલ્લા સ્તરે રાજકીય તેમજ વહીવટી પકડ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્રભારી મંત્રીઓ તેમના નિયુક્ત જિલ્લાઓમાં કલ્યાણકારી યોજનાઓનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ પર વિશેષ ધ્યાન આપશે. સરકારના આ પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વિકાસના કામોમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે.

મંત્રીજિલ્લાનું નામ
હર્ષ સંઘવીવડોદરા, ગાંધીનગર
કનુ દેસાઈસુરત, નવસારી
જીતુ વાઘાણીઅમરેલી, રાજકોટ
ઋષિકેશ પટેલઅમદાવાદ, વાવ-થરાદ
કુંવરજી બાવળિયાપોરબંદર, દેવભૂમિ દ્વારકા
નરેશ પટેલવલસાડ, તાપી
અર્જુન મોઢવાડિયાજામનગર, દાહોદ
પ્રદ્યુમન વાજાસાબરકાંઠા, જૂનાગઢ
રમણ સોલંકીખેડા, અરવલ્લી
ઈશ્વર પટેલનર્મદા
પ્રફુલ પાનેસેરિયાભરૂચ
મનીષા વકીલછોટા ઉદેપુર
પરષોત્તમ સોલંકીગીર સોમનાથ
કાંતિ અમૃતિયાકચ્છ
રમેશ કટારાપંચમહાલ
દર્શનાબેન વાઘેલાસુરેન્દ્રનગર
કૌશિક વેકરિયાભાવનગર, જૂનાગઢ ( સહ પ્રભારી )
પ્રવીણ માળીમહેસાણા, નર્મદા ( સહ પ્રભારી )
જયરામ ગામિતડાંગ
ત્રિકમ છાંગામોરબી, રાજકોટ ( સહ પ્રભારી )
કમલેશ પટેલબનાસકાંઠા, વડોદરા ( સહ પ્રભારી )
સંજયસિંહ મહિડાઆણંદ, ભરૂચ ( સહ પ્રભારી )
પૂનમચંદ બરંડામહીસાગર, દાહોદ ( સહ પ્રભારી )
સ્વરૂપજી ઠાકોરપાટણ
રિવાબા જાડેજાબોટાદ

સિદ્ધરમૈયા સરકારનો મોટો નિર્ણય: પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધનો આદેશ

0

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ અને સભાઓમાં પ્લાસ્ટિકની પાણીની બોટલોના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ, તમામ સરકારી કાર્યક્રમો અને કચેરીઓમાં પીવાના હેતુ માટે ફક્ત પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે, જે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપશે અને પ્લાસ્ટિકના કચરાની સમસ્યાને કાબુમાં લેશે.

કડક અમલ કરવામાં આવશે
મુખ્યમંત્રીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે અગાઉ પણ આવી જ સૂચનાઓ જારી કરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવશે. તમામ વિભાગના વડાઓને તેમના સંબંધિત વિભાગોમાં આ નિયમનું પાલન સુનિશ્ચિત કરવા અને તાત્કાલિક જરૂરી સૂચનાઓ જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નંદિની ઉત્પાદનોના ઉપયોગ પર ભાર
બીજા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સરકારી બેઠકો, કાર્યક્રમો અને સચિવાલય સહિત તમામ સરકારી કચેરીઓમાં કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ના “નંદિની” બ્રાન્ડના ખાદ્ય અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. ચા, કોફી, દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો હવે આ કાર્યક્રમોમાં ફક્ત “નંદિની” તરફથી જ ઉપલબ્ધ થશે.

સ્થાનિક ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
સરકારનું કહેવું છે કે આ પગલાં માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ રાજ્યના સ્થાનિક ડેરી ઉદ્યોગને પણ મજબૂત બનાવશે. બધા વિભાગોને આ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને દરેક મીટિંગ અને કાર્યક્રમમાં તેનો અમલ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.

સીએમ સિદ્ધારમૈયાએ શું કહ્યું?
સિદ્ધારમૈયાએ કહ્યું, “રાજ્યભરમાં તમામ સરકારી કચેરીઓ અને સત્તાવાર બેઠકોમાં પીવાના પાણી માટે પ્લાસ્ટિક બોટલોને બદલે પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવા માટે પહેલાથી જ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ પગલાનો કડક અમલ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.” વધુમાં, મુખ્યમંત્રીએ સચિવાલય સહિત તમામ વિભાગોને “મીટિંગો અને સત્તાવાર કાર્યક્રમો દરમિયાન રાજ્યની માલિકીની કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ના નંદિની ઉત્પાદનોનો ફરજિયાત ઉપયોગ કરવાનો” નિર્દેશ આપ્યો.

મોકામા કાંડ પર તેજસ્વી યાદવનો પ્રહાર: “હત્યા થઈ, પરંતુ એક પણ વ્યક્તિ પર કાર્યવાહી નહીં”

0

મોકામામાં દુલારચંદ યાદવના મૃત્યુથી સમગ્ર બિહારમાં ખળભળાટ મચી ગયો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે હવે આ મામલે નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું, “ખૂન દિવસે થાય છે, નામદાર એફઆઈઆર નોંધાય છે, છતાં આરોપી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થાય છે અને પ્રચાર કરે છે. તે 40 લોકોના કાફલા સાથે બંદૂકો અને દારૂગોળો લઈને ફરે છે. એક હત્યા થઈ છે, પરંતુ એક પણ વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવી નથી.”

તેજસ્વીએ બીજું શું કહ્યું?
તેજસ્વીએ કહ્યું, “ચૂંટણી પંચ ક્યાં છે? શું ચૂંટણી પંચ મરી ગયું છે? શું ચૂંટણી પંચનો કાયદો ફક્ત વિપક્ષો માટે છે? સત્તામાં બેઠેલા લોકો માટે નથી? કોઈ કાયદો નથી, ગુનેગારો બેલગામ છે અને સત્તામાં બેઠેલા લોકો તેમને રક્ષણ આપી રહ્યા છે.”

તેજસ્વીએ કહ્યું, “ચૂંટણી દરમિયાન દરેકને 10,000 રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. બિહારના લોકો જોઈ રહ્યા છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપ-એનડીએ સત્તા પરથી બહાર થઈ જશે.”

મોકામામાં શું થયું?
ગુરુવારે, જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવનું મોકામામાં મોત થયું હતું. જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પિયુષ પ્રિયદર્શી માટે પ્રચાર કરતી વખતે તરતાડ ગામ નજીક ફાટી નીકળેલી હિંસામાં તેઓ ફસાઈ ગયા હતા. તેમને પણ પગમાં ગોળી વાગી હતી, જે તેમના પગમાંથી પસાર થઈ ગઈ હતી.

જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, દુલારચંદ યાદવનું મૃત્યુ ફેફસાં ફાટવાથી અને છાતીમાં ઘણી પાંસળીઓ તૂટવાથી થયું હતું. તેમને આંતરિક રક્તસ્ત્રાવ પણ થયો હતો. ડોક્ટરોએ મૃત્યુનું કારણ કાર્ડિયોપલ્મોનરી નિષ્ફળતા તરીકે દર્શાવ્યું હતું જેમાં છાતી અને માથામાં બ્લન્ટ ઇજા હતી. આનો અર્થ એ થયો કે તેમની છાતી અને માથામાં ગંભીર ઇજાઓ, તેમજ ફેફસાં ફાટવાથી તેમનું હૃદય અને શ્વસનતંત્ર કામ કરવાનું બંધ કરી દીધું હતું.

દુલાર ચંદને મોકામાથી જેડીયુ ઉમેદવાર અનંત સિંહના લાંબા સમયથી હરીફ માનવામાં આવતા હતા, અને દુલાર ચંદના પૌત્રની ફરિયાદના આધારે, પોલીસે જેડીયુ ઉમેદવાર અનંત સિંહ, તેમના ભત્રીજાઓ રણવીર સિંહ અને કરમવીર સિંહ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ નામાંકિત એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્ય આરોપોનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં ડાંગરનો પાક લઈને નુકસાનીનું નિરીક્ષણ કર્યું!

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા.

નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી. કમોસમી વરસાદના પાણી વિવિધ ગામોના ખેતરોમાં ફરી વળ્યાં છે, આ પાણી ઓસર્યા બાદ તેમાં નુકસાનીના સર્વે માટે ખેડૂતોએ મંત્રીશ્રીને રજૂઆત કરી હતી. ઓલપાડ તાલુકામાં રસ્તા પર સૂકવવા માટે મુકેલા ડાંગરના પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનનો અલગથી સર્વે કરવાની સૂચના પણ મંત્રીએ આપી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં કમોસમી વરસાદને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર શાકભાજી સહિતના પાકોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરુ કરી દેવાયો છે. ખેડૂતોની મુશ્કેલીઓ અને રજુઆતોને પણ ધ્યાને લેવામાં આવી છે. આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે રહી મહત્તમ મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

સુરતના નાયબ ખેતી નિયામક એન.જી.ગામીતના જણાવ્યા અનુસાર, સમગ્ર સુરત જિલ્લામાં કુલ ૫૫૦ અસરગ્રસ્ત ગામો માટે ૩૫૦ પ્રાઈવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. અને ૫૩ ગામોમાં સર્વે પૂર્ણ થયો છે. સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ અને ઓલપાડ, પલસાણા, સુરત સીટી અને ઉમરપાડા સહિતના તાલુકાઓ પૈકી અસરગ્રસ્ત વિસ્તાર ૧૯,૯૪૭ હેક્ટરમાં સૌથી વધુ ડાંગર ત્યારબાદ મકાઈ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા

પાકિસ્તાનમાં શનિવારે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, ભૂકંપ શનિવારે નોંધાયો હતો. NCS જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર લગભગ 160 કિલોમીટર ઊંડાણે હતું.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

બિહારના દુલારચંદ યાદવ હત્યા કેસમાં મોટો ખુલાસો: ગોળી નહીં, ફેફસું ફાટવાથી મોત

0

બિહારના દુલારચંદ યાદવ મર્ડર કેસમાં હવે મોટો અપડેટ સામે આવ્યો છે. તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવી છે, જેમાં તેમની મોતનું સાચું કારણ ખુલાસો થયું છે. રિપોર્ટ મુજબ દુલારચંદ યાદવની મોત ગોળી વાગવાથી નહીં, પરંતુ ફેફસું ફાટવું અને કાર્ડિયેક અરેસ્ટથી થઈ હતી. પાછળથી કોઈ ભારે વસ્તુના ધક્કાથી તેઓ નીચે પડી ગયા હતા, જેના કારણે તેમની છાતીની અનેક હાડકીઓ તૂટી ગઈ હતી અને ફેફસાને ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણે અંતે તેમનું ફેફસું ફાટી ગયા બાદ હાર્ટ અટેક આવ્યો અને તેમનું મોત થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તપાસ અધિકારીને સોંપી દેવાયો છે, જેને આધારે હવે કેસની આગળની તપાસમાં નવા મુદ્દાઓ પ્રકાશમાં આવી શકે છે.

દુલારચંદ યાદવ 30 ઓક્ટોબર, ગુરુવારે બપોરે પટના જિલ્લાના મોકામા વિધાનસભા મતવિસ્તારના તાલ વિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. તેઓ ઘોષવારીમાં પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર અચાનક હુમલો કરવામાં આવ્યો. દુલારચંદને માર મારવામાં આવ્યો અને પછી ગોળી મારી દેવામાં આવી.

દુલારચંદ યાદવના પૌત્રની ફરિયાદના આધારે, પોલીસે JDU ઉમેદવાર અનંત સિંહ સહિત પાંચ વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે. આરોપીઓમાં અનંત સિંહ, તેમના બે ભત્રીજા રણવીર સિંહ અને કર્મવીર અને તેમના નજીકના સાથીઓ છોટન સિંહ અને કંજય સિંહનો સમાવેશ થાય છે.