Home Blog Page 253

ગોડાદરા મીડાસ સ્ક્વેર પર લોહીયાળ ઘટના, પૈસાના વિવાદે મિત્રો જ બન્યા દુશ્મન

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મીડાસ સ્કવેર પાસે પૈસાની લેતીદેતીના મામલે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યાના આરોપીઓ અન્ય કોઈ નહીં પરંતુ મૃતક યુવકના મિત્રો જ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવક પાસેથી આરોપીઓને કેટલાક પૈસા લેવાના બાકી હતા.

હત્યા પાછળનું ક્રૂર કારણ
તમને જણાવી દઈએ કે, ઉઘરાણી દરમિયાન આરોપીઓએ યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન આરોપીઓએ યુવકની માતાને ફોન કરીને પૈસા લઈને તાત્કાલિક સ્થળ પર આવવા જણાવ્યું હતું.

જોકે, મૃતકની માતા સમયસર પૈસા લઈને ઘટનાસ્થળે ન પહોંચતા, આરોપીઓએ ગુસ્સામાં યુવકને એટલો માર માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે હવે આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

તત્કાલ ટિકિટના નિયમમાં ફેરફાર, હવે OTP વેરિફિકેશન વગર ટ્રેન ટિકિટ બુકિંગ થશે નહીં

0

ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલાયા છે. પશ્ચિમ રેલવેએ ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવનારા વપરાશકર્તાઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. નવા ફેરફાર અનુસાર, હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે પેસેન્જરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) નું વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે.

ટ્રેનની તત્કાલ ટિકિટ માટેના નવા નિયમ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવી ગયા છે અને આઇઆરસીટીસીની વેબસાઇટ, રેલ્વે કાઉન્ટર, અધિકૃત એજન્ટો અને મોબાઇલ એપ્લિકેશન સહિત તમામ બુકિંગ ચેનલો પર ઉપલબ્ધ છે. એટલે કે નિયમ ખૂબ જ સ્પષ્ટ છે કે તમે ઓફલાઈન કે ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવશો, ઓટીપી વેરિફિકેશન વગર બુકિંગ નહીં થાય.

પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) ની ચકાસણી પછી જ તત્કાલ ટિકિટ જારી કરવામાં આવશે. આ ઓટીપી બુકિંગ સમયે પેસેન્જર દાખલ કરશે તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે અને ઓટીપીની સફળતાપૂર્વક ચકાસણી થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.”

રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નવીનતા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ, જુલાઈ 2025માં ઓનલાઈન તત્કાલ ટિકિટો માટે આધાર આધારિત પ્રમાણીકરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ, ઓક્ટોબર 2025માં તમામ જનરલ રિઝર્વેશનની ફર્સ્ટ-ડે બુકિંગ માટે OTP આધારિત ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બંને સિસ્ટમ મુસાફરો દ્વારા સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે, જેનાથી રિઝર્વેશન પ્રક્રિયામાં પારદર્શિતા અને સગવડ વધી છે.

નવા OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમને હવે બાકીની તમામ ટ્રેનો પર લાગુ કરવામાં આવશે. રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા, મુસાફર સુવિધા અને સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. દલાલો પર નિયંત્રણ આવતા, ખરેખર જરૂરિયાતમંદ સામાન્ય મુસાફરોને અંતિમ મિનિટોમાં પણ સરળતાથી તત્કાલ ટિકિટ મળી શકશે, જે લાંબા સમયથી પ્રવાસીઓની મુખ્ય માંગ રહી છે.

MCDના 12 વોર્ડમાં થયેલી પેટા ચૂંટણીમાં કોણ જીત્યું-કોણ હાર્યું? અહીં જુઓ વિજેતાઓની યાદી

0

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો સામે આવવા લાગ્યા છે. શરૂઆતના રાઉન્ડથી લઈને જાહેર થયેલા પરિણામો સુધી ઘણી બેઠકો પર રસપ્રદ સ્પર્ધા જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં, ભાજપે પોતાનો દબદબો બતાવ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં, AAPએ પોતાની હાજરી મજબૂત કરી છે. તો, કોંગ્રેસે પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. અંતિમ પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપ 12માંથી 2 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. આ પ્રદર્શન MCD મતદારોમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે. જોકે, ભાજપને 2 બેઠકો પર પરાજયનો સામનો કરવો પડયો.

MCDની પેટા ચૂંટણીમાં ક્યાં કોની જીત થઈ?
ભાજપના રેખા રાનીએ દિચૌન કલાનમાં 5637 મતોથી જંગી વિજય મેળવ્યો. કોંગ્રેરો સંગમ વિહાર વોર્ડમાં જોરદાર વાપસી કરતા વિજય મેળવ્યો. કોંગ્રેરાના ઉમેદવાર સુરેશ ચૌધરીને 12,766 મત મળ્યા, જ્યારે ભાજપના સુભજીત ગૌતમ 9138 મતો સાથે બીજા ક્રમે રહ્યા. લાંબા સમય બાદ આ જીત કોંગ્રેસ માટે મનોબળ વધારનારી માનવામાં આવી રહી છે.

દક્ષિણ પૂરી વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. AAPના ઉમેદવાર રામ સ્વરૂપ કનોજિયા 12,372 મતો સાથે વિજેતા બન્યા, જ્યારે BJPના રોહિણી 10,110 મતો સાથે બીજા ક્રમે રહ્યા. આ જીતને દક્ષિણ દિલ્હીમાં AAP પર જનતાના વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપે ચાંદની ચોક વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખતા વિજય મેળવ્યો છે. BJP ઉમેદવાર સુમન ગૌર ગુપ્તાને 7,825 મતો મળ્યા, જ્યારે AAPના હર્ષ શર્માને 6,643 મતો મળ્યા. ઐતિહાસિક અને ભીડભાડવાળા વિસ્તારમાં ચાંદની ચોકમાં આ જીત ભાજપ માટે રાજકીય પ્રોત્સાહન માનવામાં આવી રહી છે.

BJPએ શાલીમાર બાગ વોર્ડમાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું. BJPના અનિતા જૈને 16,843 મતો મેળવ્યા, જે આ પેટાચૂંટણીમાં સૌથી મોટા માર્જિનમાંથી એક છે. બીજી તરફ AAPના ઉમેદવાર બબીતા રાણાને 6,742 મતો મળ્યા. શાલીમાર બાગમાં આ જગી જીત રાજધાનીના ઉત્તરીય વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.

AIFBએ પણ પોતાની હાજરી દર્શાવી
ભાજપના રેખા રાનીએ દિચૌન કલાનમાં 5637 મતોથી જંગી વિજય મેળવ્યો. કોંગ્રેરો સંગમ વિહાર વોર્ડમાં જોરદાર વાપસી કરતા વિજય મેળવ્યો. કોંગ્રેરાના ઉમેદવાર સુરેશ ચૌધરીને 12,766 મત મળ્યા, જ્યારે ભાજપના સુભ્રજીત ગૌતમ 9138 મતો સાથે બીજા ક્રમે રહ્યા. લાંબા સમય બાદ આ જીત કોંગ્રેસ માટે મનોબળ વધારનારી માનવામાં આવી રહી છે.

દક્ષિણ પુરી વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. AAPના ઉમેદવાર રામ સ્વરૂપ કનોજિયા 12,372 મતો સાથે વિજેતા બન્યા, જ્યારે BJPના રોહિણી 10,110 મતો સાથે બીજા ક્રમે રહ્યા. આ જીતને દક્ષિણ દિલ્હીમાં AAP પર જનતાના વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપે ચાંદની ચોક વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખતા વિજય મેળવ્યો છે. BJP ઉમેદવાર સુમન ગૌર ગુપ્તાને 7,825 મતો મળ્યા, જ્યારે AAPના હર્ષ શર્માને 6,643 મતો મળ્યા. ઐતિહાસિક અને ભીડભાડવાળા વિસ્તારમાં ચાંદની ચોકમાં આ જીત ભાજપ માટે રાજકીય પ્રોત્સાહન માનવામાં આવી રહી છે.

BJPએ શાલીમાર બાગ વોર્ડમાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું. BJPના અનિતા જૈને 16,843 મતો મેળવ્યા, જે આ પેટાચૂંટણીમાં સૌથી મોટા માર્જિનમાંથી એક છે. બીજી તરફ AAPના ઉમેદવાર બબીતા રાણાને 6,742 મતો મળ્યા. શાલીમાર બાગમાં આ જંગી જીત રાજધાનીના ઉત્તરીય વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.

દિલ્હીના રાજકારણમાં સામાન્ય રીતે AAP અને BJP વચ્ચે સ્પર્ધા જોવા મળે છે, પરંતુ આ વખતે, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (AIFB)એ પણ એક બેઠક પર લીડ મેળવીને ધ્યાન ખેંચ્યું છે. આ લીડ દર્શાવે છે કે સ્થાનિક મુદ્દાઓ અને પ્રાદેશિક નેતાઓનો કેટલાક વોર્ડમાં મજબૂત પ્રભાવ છે.

વિનોદ નગર વોર્ડમાં, સરલા ચૌધરીએ 1,769 મતોથી જીત મેળવી. દ્વારકા-બી વોર્ડમાં, ભાજપના મનીયા દેવીએ 9,100 મતોના વિશાળ માર્જિનથી જીત મેળવી, જે સમગ્ર પશ્ચિમ દિલ્હી માટે એક શક્તિશાળી સંદેશ હતો. અશોક વિહાર વોર્ડમાં વીણા અસીજાએ 405 મતોથી જીત મેળવી, જે આ ચૂંટણીના સૌથી નજીકના મુકાબલાઓમાંનો એક ગ્રેટર કૈલાશમાં અંજુમ મોડલે 4,365 મતોના માર્જિનથી જીત મેળવી, જે ફરી એકવાર દક્ષિણ દિલ્હીમાં ભાજપની મજબૂત હાજરી સાબિત કરે છે.

ડિચોક કલા વોર્ડમાં રેખા રાનીએ 5,637 મતોના માર્જિનથી જીત મેળવી, જે પાર્ટી માટે બીજી મોટી જીત છે. ચાંદની મહલ વોર્ડમાં સૌથી આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું. અપક્ષ ઉમેદવાર મોહમ્મદ ઈમરાન 4,592 મતોના માર્જિનથી જીત્યા. દિલ્હીના રાજકારણમાં, અપક્ષ ઉમેદવારોને જીતવું સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. મુંડકામાં AAPઉમેદવાર અનિલ વિજેતા બન્યા, જેમણે 1,577 મતોથી જીત મેળવી.

નારાયણા વોર્ડમાં સ્પર્ધા ખૂબ જ નજીકની હતી, જેમાં AAPના રાજન અરોરા માત્ર 148 મતોથી જીત્યા. આ પરિણામો દર્શાવે છે કે દિલ્હીના શ્રમજીવી અને પરિવહન વિસ્તારોમાં AAP ની સ્થિતિ મજબૂત રહે છે. 12 વોર્ડમાંથી સૌથી રસપ્રદ સ્પર્ધા વિનોદ નગરમાં ચાલી રહી છે. સ્પર્ધા ત્રિ-પક્ષીય બની ગઈ છે. ભાજપ તરફથી સરલા ચૌધરી, AAP તરફથી ગીતા રાવત અને અપક્ષ/નાના પક્ષોના ઘણા ઉમેદવારો આ બેઠક માટે ચૂંટણી લડી રહ્યા છે.

કુલ 36.47% મતદાન સાથે, વિનોદ નગરમાં સરેરાશ કરતા ઓછું મતદાન થયું, જેનાથી પરિણામો વધુ રોમાંચક બન્યા. આ બેઠક ભાજપ માટે MCDમાં પોતાની પકડ મજબૂત કરવાની તક છે, જ્યારે AAP માટે તે દક્ષિણ અને પૂર્વ દિલ્હીમાં તેના વધતા પ્રભાવનો સંકેત આપી શકે છે.

કોંગ્રેસે પીએમ મોદીનો ચાવાળો AI વિડિયો શેર કરતાં વિવાદ

0

કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાળો બતાવતાં તેમનો એક ફની AI વિડિયો શેર કર્યો છે. આ વિડિયો વાયરલ થતાં જ રાજકીય વિવાદ થયો છે. આ વિડિયો પર સવાલ ઊભા કરતાં ભાજપે કહ્યું છે કે વડા પ્રધાનની ગરિમા સાથે આવા પ્રકારનો વ્યવહાર કેવી રીતે કરી શકાય? આ વિડિયો કોંગ્રેસનાં નેતા રાગિની નાયકના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

ભાજપે આ AI વિડિયોને PM નરેન્દ્ર મોદીનું અપમાન ગણાવ્યો છે અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં પક્ષે કહ્યું છે કે 140 કરોડની જનતા PM મોદીને આશીર્વાદ આપે છે, જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસને નકારી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે કોંગ્રેસનું આ શરમજનક ટ્વીટ કોંગ્રેસ નેતૃત્વની વિકૃત માનસિકતાને ઉજાગર કરે છે.

કોંગ્રેસનું આ ઘૃણાસ્પદ ટ્વીટ 140 કરોડ મહેનતુ અને લાયક ભારતીયોનું ગંભીર અપમાન છે અને OBC સમુદાય પર સીધો હુમલો છે. કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધીને આ હકીકતથી નફરત છે કે ભારતની જનતા સતત વડા પ્રધાન મોદીજીને આશીર્વાદ આપે છે અને પસંદ કરે છે, જેઓ સમર્પણ અને મહેનતથી આગળ વધ્યા છે, જ્યારે અહંકારી અને વિશેષાધિકારી રાહુલ ગાંધીને જનતાએ વારંવાર નકારી છે. કોંગ્રેસ પાર્ટી PM મોદી અને તેમની દિવંગત માતાનું અપમાન કરવામાં આદતની ગુનેગાર રહી છે. ભારતની જનતા આ પતિત બદલ કોંગ્રેસને આકરો પાઠ શીખવશે.

200 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! 19 વર્ષના દેવવ્રત રેખેએ 50 દિવસમાં ‘દંડક્રમ પારાયણ’ કરી ઇતિહાસ સર્જ્યો

0

દંડક્રમ પારાયણ એક કઠોર પરીક્ષા છે. જેને 200 વર્ષ પહેલા નાસિક ખાતે વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવ પાસ કરી હતી. 200 વર્ષ બાદ હવે એક 19 વર્ષના યુવાને માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ યુવાન કોણ છે અને દંડક્રમ પારાયણ શું છે, આવો જાણીએ.

દંડક્રમ પારાયણ શું છે
મહાદેવની પ્રિય નગરી કાશીના વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલય, રામઘાટ ખાતે 2 ઓક્ટોબર, 2025થી દંડક્રમ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. દંડક્રમ પારાયણ એ વેદ પઠનના 8 પ્રકારો પૈકીનો એક પ્રકાર છે, જેને સૌથી અઘરો માનવામાં આવે છે. શુક્લ યજુર્વેદની માધ્યંદિનિ શાખાના લગભગ 2000 મંત્રોને દંડક્રમ પારાયણ કહેવામાં આવે છે. આ 2000 મંત્રોને પહેલા મોઢે કરીને તેને સંભળાવવાના હોય છે. તેથી તે એક કઠોર પરીક્ષા છે.

19 વર્ષીય યુવાને સર્જ્યો ઇતિહાસ
જોકે, આ પરીક્ષામાં 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ સફળતા મેળવી છે. વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ પૂરૂ કરીને રેકોર્ડ સર્જ્યો છે. 50 દિવસમાં દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ શૃંગેરી શંકરાચાર્ય દ્વારા સોનાનું કડું અને રૂ. 1,01,116 આપીને વેદમૂર્તિ દેવવ્રત રેખેનું સન્માન કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર દેવવ્રત મહેશ રેખેને શુભેચ્છાઓ પાઠવી છે.

નિયમિત 4 કલાક અભ્યાસનું પરિણામ
વેદમૂર્તિ દેવવ્રત રેખે મહારાષ્ટ્રના અહિલ્યા નગરનો રહેવાસી છે. તેના પિતાનું નામ વેદબ્રહ્મશ્રી મહેશ ચંદ્રકાંત રેખે છે. દેવવ્રત રેખે સાંગવેદ વિદ્યાલય વારાણસીના બટુક છે. દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષા માટે દેવવ્રત રેખે નિયમિતપણે 4 કલાક અભ્યાસ કરતા હતા. મળતી માહિતી મુજબ તે દરરોજ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી અભ્યાસ કરતા હતા.

દિલ્હી યુનિવર્સિટીના બે કોલેજોને બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો

0

દિલ્હી યુનિવર્સિટીના બે કોલેજોને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. દિલ્હીના રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજમાં ધમકીભર્યા ઈમેલ આવ્યા છે. ઈમેલ મળતાં જ દિલ્હી પોલીસ બોમ્બ સ્ક્વાડ અને ડોગ સ્ક્વાડ સાથે સ્થળ પર પહોંચી અને બંને કેમ્પસને ખાલી કરાવ્યા, પરંતુ હાલ સુધી સર્ચ ઓપરેશનમાં કોઈ સંદિગ્ધ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. કોલેજોની આખી ઇમારતોને ખાલી કરીને એક-એક ખૂણો તપાસવામાં આવ્યો છે.

ધમકીની વિગતો અને પોલીસની કાર્યવાહી
બુધવારે સવારે બંને કોલેજોને અજ્ઞાત સ્ત્રોતથી ઈમેલ દ્વારા ધમકી મળી, જેમાં બોમ્બથી કેમ્પસને ઉડાડવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટના વચ્ચે કેમ્પસમાં હડબડાટ મચી ગઈ, અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. દિલ્હી પોલીસની ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ (BDDS) અને ડોગ સ્ક્વાડ તરત જ સ્થળ પર પહોંચી અને વ્યાપક તપાસ શરૂ કરી. તપાસમાં હજુ સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી, અને તપાસ ચાલુ છે.

રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજ દિલ્હી યુનિવર્સિટીના જાણીતા કોલેજો છે, અને આ ધમકીઓથી વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ છે. પોલીસે ઈમેલના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે, અને આ પહેલાં પણ દિલ્હીમાં સમાન પ્રકારની હુઅ (hoax) ધમકીઓના કેસો જોવા મળ્યા છે.

ભાવનગરની પેથોલોજી લેબોરેટરીમાં ભયાનક આગ, બાળકો-વૃદ્ધોનું રેસ્ક્યૂ

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં ભયંકર આગ ફાટી નીકળી છે. હાલમાં સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું છે. ચારેતરફ અફરાતફરીનો માહોલ છે.

ભાવનગરના કાળુભાર રોડ પર સ્થિત સમીપ કોમ્પલેક્ષમાં આજે સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કોમ્પલેક્ષમાં અંદાજે 10 થી 12 જેટલી ખાનગી હોસ્પિટલો કાર્યરત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગની શરૂઆત કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં થઈ હતી અને થોડી જ વારમાં તે ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભય ફેલાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટે 25 થી 30 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સો દ્વારા તમામ દર્દીઓને યુદ્ધના ધોરણે અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.

આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી: મનપા કમિશનર ભાવનગરના કમિશનર એન.વી.મીનાએ જણાવ્યું કે કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી. એના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યાએ ખસેડાયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. ક્યાં કારણસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરી પગલાં લઈશું.

પ્રધાનમંત્રી કાર્યાલય હવે ‘સેવા તીર્થ’, દેશભરના રાજભવનો બનશે ‘લોકભવન’

0

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. હવે તે સેવા તીર્થ તરીકે ઓળખાશે. દેશભરના રાજભવનોના નામ પણ બદલવામાં આવ્યા છે. આ હવે લોકભવન તરીકે ઓળખાશે.

આ પરિવર્તન ફક્ત વહીવટી નથી, તે સાંસ્કૃતિક પણ છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે ભારતની જાહેર સંસ્થાઓમાં ગહન પરિવર્તન થઈ રહ્યું છે. શાસનનો વિચાર સત્તામાંથી સેવા તરફ અને સત્તામાંથી જવાબદારી તરફ બદલાઈ રહ્યો છે. આ પરિવર્તન માત્ર વહીવટી જ નહીં, પણ સાંસ્કૃતિક પણ છે.

રાજપથ અને પીએમ નિવાસસ્થાનનું પણ નામ બદલવામાં આવ્યું.
અગાઉ, કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખ્યું હતું. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, આ રસ્તો હવે સંદેશ આપે છે: સત્તા એ અધિકાર નથી; તે એક ફરજ છે. 2016 માં પ્રધાનમંત્રી નિવાસસ્થાનનું નામ પણ બદલવામાં આવ્યું હતું. અગાઉ, પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનને રેસકોર્સ રોડ કહેવામાં આવતું હતું, પરંતુ 2016 માં, તેને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું. આ નામ જન કલ્યાણની ભાવનાને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તેના 78 વર્ષ જૂના સાઉથ બ્લોક નિવાસસ્થાનમાંથી બહાર નીકળીને “સેવા તીર્થ” નામના નવા અદ્યતન કેમ્પસમાં સ્થળાંતર કરી રહ્યું છે. આ ફેરફાર સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ છે.

રાજભવનોના નામ પણ બદલાયા
તે જ સમયે, દેશભરના રાજભવનોના નામ પણ લોક ભવન રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે રાજ્યપાલોના પરિષદમાં થયેલી ચર્ચાને ટાંકીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રાજભવન નામ એક વસાહતી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. તેથી, રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોના કાર્યાલયો હવે લોક ભવન અને લોક નિવાસ તરીકે ઓળખાશે.

પીપાવાવ પોર્ટના વિસ્તરણને NGT ની લીલી ઝંડી: પર્યાવરણીય મંજૂરી સામેની અરજી ફગાવી!

0

પુણે સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પશ્ચિમી ઝોન બેન્ચે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિસ્તરણ પ્રોજેક્ટને મોટી રાહત આપી છે. NGT એ પ્રોજેક્ટને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લીયરન્સને પડકારતી અરજીને ફગાવી દીધી છે.

ન્યાયમૂર્તિ દિનેશ કુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય સુજીત કુમાર બાજપેયીની બેન્ચે 26 નવેમ્બરના તેના આદેશમાં જણાવ્યું હતું કે રેકોર્ડ્સની સમીક્ષા કર્યા પછી તેમને ક્લીયરન્સમાં દખલ કરવા માટે “કોઈ પૂરતો આધાર મળ્યો નથી” અને પ્રવેશના તબક્કે જ અરજીને નામંજૂર કરી હતી. આ નિર્ણયથી ગુજરાત પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટેનો માર્ગ મોકળો થયો છે.

ટ્રિબ્યુનલે પ્રોજેક્ટના પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) અહેવાલ નો સંદર્ભ લીધો હતો. આ અહેવાલમાં પ્લાન્ટની વિવિધતા, દરિયાઈ ઇકોલોજી અને જૈવવિવિધતા, જેમાં પક્ષીઓની વિવિધતા પરના વિગતવાર અભ્યાસોનો સમાવેશ થાય છે, તેમાં કોઈ નોંધપાત્ર પ્રતિકૂળ અસર જોવા મળી નથી.

EIA અભ્યાસમાં તો પોર્ટ વિસ્તારને ‘પક્ષીઓની વિવિધતા માટેનું સ્વર્ગ’ તરીકે પણ વર્ણવવામાં આવ્યો હતો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે જુલાઈની મંજૂરી અમાન્ય હતી, કારણ કે તે 2012ની મુદત પૂરી થઈ ગયેલી ક્લીયરન્સ પર આધારિત હતી. વધુમાં, વિસ્તરણથી દરિયાઈ સસ્તન પ્રાણીઓ, ઓલિવ રિડલે કાચબા, પક્ષીઓની પ્રજાતિઓ અને મેન્ગ્રોવ્સને જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.

જોકે, NGT એ તમામ દલીલોને કાયદેસર રીતે કોઈ આધાર ન હોવાનું ઠેરવીને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું હતું કે અગાઉની મંજૂરીની મુદત પૂરી થવાથી નવી મંજૂરી અમાન્ય થતી નથી, સિવાય કે કાયદા દ્વારા સ્પષ્ટપણે પ્રતિબંધિત હોય. તેમજ EIA અહેવાલ અધૂરો હોવાના અથવા જાહેર સુનાવણી અમાન્ય હોવાના દાવાઓને પણ નામંજૂર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 6 દિવસ બાદ ઠંડીનું જોર વધશે, 18થી 25 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા

0

ગુજરાતમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે. જોકે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી શિયાળો અસલ મિજાજ બતાવશે અને તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટી શકે છે. ગઈકાલે અમદાવાદમાં 18.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે રાત્રે 17.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતો અનુસાર, ગુજરાતમાં 18 થી 25 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના છે. ત્યાં જ 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. અમદાવાદમા 6 ડિસેમ્બર સુધી તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેની ધારણા છે, અને 7 ડિસેમ્બર બાદ પારો ગગડવા લાગશે અને તાપમાન 15 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ત્યાં જ 18 થી 25 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યોમાં માવઠાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે. વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં દિત્વા વાવાઝોડાની અસર થશે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી નો ચમકારો વધશે. તથા ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી પડશે. તેમજ ઉત્તર ગુજરાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રીથી ઘટી શકે છે.