Home Blog Page 239

સુપ્રીમ કોર્ટનો કડક અભિગમ: રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને 100 કરોડ રૂપિયાનો દંડ

0

સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 10 ખાનગી ડેન્ટલ કોલેજોને BDS પ્રવેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹10 કરોડનો ભારે દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશ વિજય બિશ્નોઈ અને જેકે મહેશ્વરીની બનેલી બેન્ચે પણ આ મામલે રાજ્ય સરકારની બેદરકારી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા સાથે ચેડાં કરવાને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.

કોર્ટે શોધી કાઢ્યું કે 2016-17 શૈક્ષણિક વર્ષ દરમિયાન BDS પ્રવેશમાં નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હતું. રાજસ્થાન સરકારે કોઈપણ સત્તા વિના NEET લઘુત્તમ પર્સેન્ટાઈલમાં 10% અને પછી 5% ઘટાડો કર્યો. આ છૂટ છતાં કોલેજોએ એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો જેઓ આ ઘટાડેલા માપદંડોને પણ પૂર્ણ કરતા ન હતા. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (RSLSA) માં ₹10 લાખ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

ડિગ્રી સુરક્ષિત રહેશે, પરંતુ વિદ્યાર્થીઓએ ‘વિશેષ’ સેવાઓ પૂરી પાડવી પડશે
જોકે, આ અન્યાયી પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે થોડી રાહત છે. સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની બીડીએસ ડિગ્રીઓને નિયમિત કરી છે. વકીલ ઋષભ સંચેતીના જણાવ્યા અનુસાર, રાહત મેળવનારા તમામ 59 વિદ્યાર્થીઓએ રાજસ્થાન હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવું પડશે જેના હેઠળ તેઓ ભવિષ્યમાં આપત્તિ, રોગચાળા અથવા કટોકટીના સમયમાં રાજ્યને પ્રો બોનો સેવાઓ પૂરી પાડશે.

દંડની રકમનું શું થશે?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોલેજો પાસેથી વસૂલવામાં આવેલા કુલ 100 કરોડ રૂપિયાના દંડનો ઉપયોગ રાજ્ય કલ્યાણ કાર્યક્રમો પર કરવામાં આવશે. આ રકમ જે 8 અઠવાડિયાની અંદર જમા કરાવવાની રહેશે તેનો ઉપયોગ વન સ્ટોપ સેન્ટર્સ, નારી નિકેતન, વૃદ્ધાશ્રમ અને બાળ સંભાળ સંસ્થાઓ માટે કરવામાં આવશે.

અમદાવાદમાં મહિલાને લાફો ઝીંકનાર પોલીસ કોન્સ્ટેબલ પર DCPએ શું લીધા એક્શન?

0

અમદાવાદમાં પ્રજા સાથે રસ્તા પર દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક હેડ કોન્સ્ટેબલ મહિલાને જાહેરમાં લાફાં ઝીંકી દે છે. જેથી આ મામલાની ગંભીરતા લઈ હેડ કોન્સ્ટેબલને ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામનો હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવતો હતા. ત્યારે તે બંદોબસ્તમાં હતો તે વેળા એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. સામાન્ય બાબતે પોલીસકર્મી જયંતી ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.

ડીસીપીએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરી જણાવ્યું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

ત્યારે આ મામલે મહિલા સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ ભૂતકાળમાં આવું વર્તન કર્યું છે કે કેમ, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

DCP ભાવનાબેન પટેલે સ્વીકાર્યું કે, ‘પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસે હંમેશા નાગરિકો સાથે પ્રેમ અને શાંતિથી વર્તવું જોઈએ.’ આ ઘટના ગૃહ મંત્રાલય સુધી પહોંચતાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જો કે, હાલ રાજયમાં આ વીડિયો એટલો વાયરલ થયો છે કે ચારેબાજુ આ ઘટનાની ટીકા પણ કરવામાં આવી રહી છે.

Surat: VNSGU ખાતે શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

VNSGU ખાતે ભારતીય જ્ઞાન પરંપરા શીખવતા શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોમાં ભારતીય જ્ઞાન પરંપરા (BKS) વિશે ઊંડી સમજ વિકસાવવાનો અને તેને યુનિવર્સિટીના અભ્યાસક્રમ તથા શિક્ષણ પ્રક્રિયામાં અસરકારક રીતે સમાવવામાં મદદ કરવાનો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, BKS (ભારતીય નોલેજ સિસ્ટમ) ફક્ત ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ એક જીવંત ચેતના છે જે વર્તમાન અને ભવિષ્યની દિશા નક્કી કરે છે. તેમણે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભારતીય દર્શન, જીવન મૂલ્યો અને લોક શાણપણને અસરકારક રીતે સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી રમેશ દાન ગઢવીએ જણાવ્યું કે, BKSમાં નિર્દિષ્ટ લોકો, પ્રકૃતિ અને સમાજ વચ્ચેનું સંતુલન આજના વૈશ્વિક સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે. તેમણે BKS સાથે સંકળાયેલા શિક્ષકો પાસેથી આ પરંપરાને શૈક્ષણિક શિસ્ત તેમજ સામાજિક ચેતના સાથે સાંકળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધન આપતા હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાનના સંયોજક ડૉ. ભરત ઠાકોરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, અભિગમનો અર્થ ફક્ત ભૌતિક પ્રગતિ જ નથી પરંતુ સમાજ, સંસ્કૃતિ અને ચેતનાનો સંકલિત વિકાસ પણ છે. ભારતીય દ્રષ્ટિકોણમાં, સ્થાનિક જ્ઞાન, આદિવાસી અનુભવો, લોક પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખીને વિકાસ આગળ વધવો જોઈએ.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, વધુ એક આતંકી યાસિર ડારની ધરપકડ

0

દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટના મામલે તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ એક મોટી સફળતા હાંસલ કરી છે.

ગયા મહિને થયેલા આ કાર બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારથી સુરક્ષા એજન્સી આ આતંકી કાવતરાના મૂળ કડી સુધી પહોંચવા માટે રાત-દિવસ એક કરી રહી છે. આ કેસની કડીઓ જોડતા હવે તપાસનો વ્યાપ દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો છે, જેમાં વધુ એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે..

NIAએ આ કેસમાં નવમી ધરપકડ તરીકે યાસિર અહમદ ડારને નવી દિલ્હીથી ઝડપી પાડ્યો છે. મૂળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શોપિયાં વિસ્તારનો રહેવાસી યાસિર આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય હિસ્સો છે. તપાસમાં બહાર આવ્યું છે કે 10 નવેમ્બરના દિલ્હીમાં થયેલા કાર બોમ્બ ધડાકાની યોજનામાં તેની સક્રિય ભૂમિકા હતી. તેની સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે.

તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યાસિર ડાર માત્ર મદદગાર નહોતો, પરંતુ તે આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર હતો અને તેણે આ કામ કરવા માટે શપથ પણ લીધા હતા. તે સતત આ કેસના અન્ય મુખ્ય આરોપીઓ અને મૃતક આતંકી ઉમર ઉન નબી તેમજ મુફ્તી ઇરફાનના સંપર્કમાં હતો. આ આખું જૂથ એક સંગઠિત નેટવર્ક તરીકે કામ કરી રહ્યું હતું, જેનો હેતુ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવીને મોટી જાનહાનિ કરવા માગતો હતો.

NIA આ કેસના તમામ પાસાઓને ઉજાગર કરવા માટે કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા એજન્સી સાથે મળીને કામ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી મોટી માત્રામાં ડિજિટલ ઉપકરણો અને વાંધાજનક સામગ્રી મળી આવી છે.

આ પહેલા હરિયાણાના ફરીદાબાદમાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટી પરિસરમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં મુખ્ય આરોપીઓ ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. શાહીન સઈદના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

ધરપકડ બાદ યાસિર ડારને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 26 ડિસેમ્બર સુધી NIAની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે તપાસ એજન્સી તેની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરશે કે આ આતંકી નેટવર્કને ફંડિંગ ક્યાંથી મળતું હતું અને આગામી સમયમાં તેના અન્ય કયા સ્થળો નિશાન પર હતા. NIA મુજબ તપાસ હાલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં અન્ય મોટા ખુલાસા થઈ શકે છે.

યુવરાજ સિંહ, ઉથપ્પા અને સોનુ સુદની સંપત્તિ જપ્ત, સટ્ટાબાજી કેસમાં ઈડીની કાર્યવાહી

0

ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ ભારતના મોટા સ્ટાર્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સુદ, અભિનેત્રી નેહા શર્મા, ઉર્વશી રૌતેલા, TMCના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી, અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરાની સંપત્તિ જપ્ત કરી છે.

સુરતમાં ‘ફીટ ઈન્ડિયા, ફીટ મીડિયા’ અંતર્ગત બે દિવસીય નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સુરતમાં બે દિવસીય ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ અંતર્ગત નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ’ યોજાયો હતો.

તા.18-19 ડિસેમ્બર આ બે દિવસ દિવ્યાંગ સ્કૂલ, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ, શારદાયતન સ્કૂલની બાજુમાં, ઉમરા ખાતે આયોજિત કેમ્પમાં કુલ 114 મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો. હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ કાઉન્ટ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ, થાઇરોઇડ માટે હાર્મોનલ ટેસ્ટ (TSH). આ ઉપરાંત વિટામિન બી12, વિટામીન ડી3, ડાયાબિટીસ માટેના ટેસ્ટ, 50 થી વધુ ઉંમરના પુરૂષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ, ૩૫ થી વધુ ઉમરના માટે ચેસ્ટ એક્સ રે (PA view) અને ઈસીજી (ECG)ના પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

રેડક્રોસના માનદ્દ મંત્રી ડો.મુકેશ જગીવાલા, રેડક્રોસ-સુરત બ્રાંચના ચેરમેન જિગ્નેશ શાહ, નાયબ માહિતી નિયામકશ્રી યુ.બી.બાવીસા, રેડક્રોસ ટીમના ભાવના સારંગ, અભિષેક પરમાર, જલ્પા મિસ્ત્રી સહિત માહિતી વિભાગ અને રેડક્રોસના અધિકારીઓ, પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત બન્યું ડિજિટલ શહેર: જમીન માપણીથી લઈ બિન-ખેતી પ્રક્રિયા સુધી પારદર્શિતા

ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે. પરંતુ આધુનિકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે વહીવટીતંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિવસ’ ના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્રએ મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. સુરત હવે ડિજીટલ સુરત બન્યું છે. જમીન માપણી, દસ્તાવેજ અને બિન-ખેતી (NA) તેમજ બિનખેતી પ્રીમિયમની પ્રક્રિયામાં આવી પારદર્શિતા આવી છે. i-ORA પોર્ટલથી સરળ અને સુગમ જનસેવા પૂરી પાડી જિલ્લા વહીવટીતંત્રએ ‘સ્માર્ટ’ મહેસૂલ ક્ષેત્રે નવા ડગ માંડ્યા છે.

૨૫મી ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન સપ્તાહ’ને અનુલક્ષીને સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર ભાર મૂક્યો છે. ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત તા.૨૦મી ડિસેમ્બરના રોજ મહેસૂલી સુધારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, અમારો લક્ષ્યાંક ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ છે. ટેકનોલોજીના ઉપયોગથી અમે મહેસૂલી પ્રક્રિયાને એટલી સરળ બનાવી દીધી છે કે અરજદારે પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે પણ કચેરીએ આવવું પડતું નથી.

‘ડિજીટલ સુરત’ના સંકલ્પ સાથે મહેસૂલી સેવાઓને ફેસલેસ અને ઝડપી બનાવવામાં આવી છે એમ જણાવતા કલેકટર ડો. પારધીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત વહીવટીતંત્રએ ઘણી પહેલ કરી છે. મહેસૂલી વિભાગમાં કેટલીક સેવાઓ માટે અરજદારોને મુશ્કેલી ન પડે અને સમયનો વ્યય ન થયે માટે ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી ઘણી સેવાઓ ઓનલાઈન કરી છે. પરિણામે અરજદારો ઘરેબેઠા આંગળીના ટેરવે વિવિધ સેવાઓનો ઝડપી અને પારદર્શી રીતે લાભ મેળવી રહ્યા છે.

AnyRoR પોર્ટલમાં જમીનને લગતી તમામ માહિતી; જેમ કે, ૭/૧૨ ના ઉતારા અને હક્ક પત્રક નં.-૬ ની વિગતો હવે ડિજીટલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. i-ORA (Integrated Online Revenue Applications) પ્લેટફોર્મ દ્વારા બિનખેતી (NA), પ્રીમિયમની ચૂકવણી અને લેન્ડ ગ્રેબિંગ જેવી મહત્વની અરજીઓ ઓનલાઈન કરી શકાય છે. સાથે સાથે સિટી સર્વે, પ્રોપર્ટી કાર્ડ અને જંત્રી સહિતની કામગીરી હવે ઓટો મ્યુટેશન દ્વારા ઓનલાઈન થાય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ડિજીટલ સુરતના ભાગરૂપે અરજીઓનો નિકાલ માત્ર ૧૫ થી ૪૫ દિવસમાં નિકાલ થઈ રહ્યો છે. સાથોસાથ 7/12 નોંધો ડિજિટલાઈઝ કરવામાં આવતા જાહેર જનતાને સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે. મહેસૂલી તંત્રમાં પારદર્શિતાથી ફેસલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકે તે માટે વિશેષ ભાર મૂક્યો છે.

આમ, સુરતના મહેસૂલી તંત્રએ ‘ફેસલેસ’ અને ‘પેપરલેસ’ વહીવટ તરફ ગતિ કરી સંપૂર્ણ પારદર્શિતા સાથે જનસેવાનો માર્ગ અખત્યાર કર્યો છે. સેવા સેતુ, મહેસૂલ મેળા, જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ જેવા આયોજનો દ્વારા પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની પદ્ધતિ અપનાવી છે. સામાન્ય માણસના સમય તેમજ ઉર્જાની બચત કરી સાચા અર્થમાં ‘લોકાભિમુખ શાસન’ સ્થાપિત કર્યું છે.

રાજ્ય સરકારે જનહિતના અભિગમ સાથે મહેસૂલી કચેરીઓમાં ફાઈલોના ખડકલા, લાંબી પ્રતિક્ષાને ભૂતકાળ બનાવી સમયસર, ડિજીટલ અને ઝડપી સેવાનો મંત્ર અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત કલેક્ટર કચેરીએ ‘ડિજીટલ સુરત’ સંકલ્પને સાકાર કરતા જમીન માપણી, દસ્તાવેજ નોંધણી અને બિન-ખેતી (NA), મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર, હયાતીમાં હક્ક દાખલ, ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, વારસાઈ, ક્ષતિ સુધારણા તેમજ ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ) સહિત જટિલ પ્રક્રિયાઓને i-ORA પોર્ટલના માધ્યમથી સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક બનાવી છે.

શિયાળુ સત્ર પૂર્ણ થતાં સંસદમાં મોદી-પ્રિયંકા ગાંધી મળ્યા, પીએમ મજાક અને હાસ્યથી ભરપૂર

0

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. શુક્રવારે, શિયાળુ સત્રના છેલ્લા દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી સંસદ ભવનમાં મળ્યા હતા, જેમાં અન્ય સાંસદોએ હાજરી આપી હતી. શિયાળુ સત્રના સમાપન પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પાર્ટીના નેતાઓ અને લોકસભાના સાંસદો સાથે તેમના ચેમ્બરમાં બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બધા નેતાઓ પહોંચ્યા હતા.

ચર્ચા દરમિયાન, સભ્યોએ વડા પ્રધાનને નવા સંસદ ભવનમાં એક સમર્પિત હોલની તેમની માંગણી પર વિચાર કરવા વિનંતી કરી. જવાબમાં, એક વરિષ્ઠ મંત્રીએ ટિપ્પણી કરી કે જૂના સંસદ ભવનમાં આવી જ સુવિધા અસ્તિત્વમાં છે, પરંતુ તેનો ભાગ્યે જ ઉપયોગ થતો હતો. સભ્યોએ વડા પ્રધાનને એમ પણ કહ્યું કે સત્ર ખૂબ જ ઉત્પાદક રહ્યું છે, અને ઉમેર્યું કે તેને લંબાવી શકાયું હોત, કારણ કે મોડી રાત્રે કાયદો પસાર કરવો એ આદર્શ માનવામાં આવતું નથી.

હળવાશથી વાત કરો
હળવાશથી એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સત્ર ટૂંકું હતું કારણ કે વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો હતો, જેના પર પ્રધાનમંત્રીએ મજાકમાં ટિપ્પણી કરી કે તેઓ તેમના અવાજને દબાવવા માંગતા નથી. પ્રધાનમંત્રીએ એન.કે. પ્રેમચંદ્રન જેવા સભ્યોના યોગદાનની પણ પ્રશંસા કરી, અને કહ્યું કે તેઓ હંમેશા ચર્ચા માટે તૈયાર રહે છે. બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધીના મતવિસ્તાર, વાયનાડની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, પ્રિયંકાએ જે કહ્યું તેના પર પીએમ મોદી હસતા જોવા મળ્યા.

ઉત્પાદકતા ૧૧૧ ટકા હતી
શિયાળુ સત્રના છેલ્લા દિવસે સવારે ૧૧ વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ. જોકે, વંદે માતરમ પછી તરત જ, સ્પીકર ઓમ બિરલાએ સત્રને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું. બિરલાએ જણાવ્યું કે સત્ર દરમિયાન ગૃહની ઉત્પાદકતા ૧૧૧ ટકા રહી હતી.

ગુરુવારે રાત્રે 12:30 વાગ્યે રાજ્યસભામાં VB-G RAMG બિલ પસાર થયું. વિપક્ષી સાંસદોએ બિલનો વિરોધ કર્યો, જેના કારણે ચર્ચા દરમિયાન હોબાળો થયો. બિલ પસાર થાય તે પહેલાં જ સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું અને ધરણા પ્રદર્શન કર્યા.

પ્રિયંકા ગઈકાલે નીતિન ગડકરી સાથે મળી હતી
સંસદના શિયાળુ સત્ર દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. ગુરુવારે સંસદની કાર્યવાહી દરમિયાન પ્રિયંકાએ ગડકરી સાથે મુલાકાતની વિનંતી કરી હતી, અને તેના થોડા સમય પછી બંને નેતાઓ મળ્યા હતા. મુલાકાત દરમિયાન, પ્રિયંકાએ ગડકરી સાથે તેમના મતવિસ્તાર, વાયનાડનો સામનો કરી રહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

‘જી-રામ-જી’ બિલનો ભારે વિરોધ થયો
“જી-રામ-જી” બિલ ગઈકાલે લોકસભામાં પસાર થયું હતું. ત્યારબાદ ગઈકાલે રાત્રે રાજ્યસભામાં આ બિલ પસાર થયું હતું. જોકે, વિપક્ષ આ બિલ પર ભારે હોબાળો મચાવી રહ્યું છે. તેમનો આરોપ છે કે આ યોજના બંધ કરવાથી ગરીબોને નુકસાન થશે. વિપક્ષ માંગ કરી રહ્યું છે કે આ બિલને પસંદગી સમિતિમાં મોકલવામાં આવે.

Bangladesh Hindu Population: બાંગ્લાદેશ સળગી રહ્યું છે, હિંદુ વસ્તી કેટલી છે?

0

બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંસા ભડકી ગઈ છે. અહીં પ્રદર્શનકારીઓએ ગુરુવારે રાત્રે દેશના સૌથી મોટા અખબાર ‘ડેઈલી સ્ટાર’ અને ‘પ્રોથોમ આલો’ના કાર્યાલયોમાં જબરદસ્તી ઘૂસીને તોડફોડ અને આગજની કરી. પ્રદર્શનકારીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનના આવાસમાં પણ તોડફોડ કરી. તેમજ શેખ હસીનાની પાર્ટી આવામી લીગના કાર્યાલયો પણ પુડળા કરી દીધા. આ હિંસા શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીના સિંગાપુરમાં મોત પછી ભડકી છે.

બાંગ્લાદેશમાં હિંસા ભડકવાથી અહીંની હિંદુ વસ્તી ફરી એક વાર ચિંતિત થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ધર્મના અપમાનના આરોપમાં કેટલાક લોકોના જૂથે પહેલા એક હિંદુ યુવાનની મારી- મારીને હત્યા કરી દીધી. આવી સ્થિતિમાં હિંદુ વસ્તીની ચિંતા કુદરતી છે. આમ પણ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી હિંદુઓ પર હુમલા વધ્યા છે. બાંગ્લાદેશમાં શરૂ થયેલી હિંસા પછી ફરી આ સવાલ ઉભો થયો છે કે અહીં હિંદુઓની સ્થિતિ કેવી છે અને ત્યાં હિંદુઓની સંખ્યા કેટલી છે?

બાંગ્લાદેશમાં કેટલી હિંદુ વસ્તી છે?
એક અહેવાલ અનુસાર, બાંગ્લાદેશમાં 2022માં જે જનગણના થઈ, તેમાં 13.1 મિલિયનથી કંઈક વધુ હિંદુઓની વસ્તી સામે આવી. હિંદુઓની આ વસ્તી બાંગ્લાદેશની કુલ વસ્તીનો 7.96 ટકા ભાગ છે. બાંગ્લાદેશના આઠ વિભાગોમાં વસ્તીમાં હિંદુઓનો હિસ્સો ખૂબ જ અલગ-અલગ છે. મૈમનસિંહમાં 3.94થી લઈને સિલહેટમાં 13.51 ટકા હિંદુ છે.

માહિતી અનુસાર, બાંગ્લાદેશના 64 જિલ્લાઓમાંથી ચારમાં, દર પાંચમા વ્યક્તિ હિંદુ છે. 2022ની ગણતરી અનુસાર, 13 જિલ્લાઓમાં હિંદુ વસ્તી 15 ટકાથી વધુ હતી. જ્યારે 21 જિલ્લાઓમાં હિંદુ વસ્તી 10 ટકાથી વધુ હતી. ઢાકા વિભાગમાં ગોપાલગંજ, સિલહેટ વિભાગમાં મૌલવીબાઝાર, રંગપુર વિભાગમાં ઠાકુરગાંવ અને ખુલના વિભાગમાં ખુલનામાં હિંદુઓ વધુ છે.

બાંગ્લાદેશની વસ્તીમાં 91.08 ટકા મુસ્લિમો
ઢાકાના ગોપાલગંજ જિલ્લામાં 26.94, સિલહેટ વિભાગમાં મૌલવીબાઝારમાં 24.44, રંગપુર વિભાગમાં ઠાકુરગાંવમાં 22.11 અને ખુલના વિભાગમાં ખુલનામાં 20.75 ટકા હિંદુ છે. જ્યારે બાંગ્લાદેશમાં અન્ય અલ્પસંખ્યકો (બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે) મળીને એક ટકાથી પણ ઓછા છે. બાંગ્લાદેશની 165.16 મિલિયન વસ્તીમાંથી 91.08 ટકા મુસ્લિમ છે.

સુરતમાં સાતમા ધોરણની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

સુરતમાં સાતમા ધોરણની એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 12 વર્ષીય વૈદિકા નામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મોટી દીકરીના અચાનક આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને માતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં પાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આપઘાતના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.