Home Blog Page 196

અમરેલીમાં એશિયાટિક સિંહોની સુરક્ષા માટે વન વિભાગ અલર્ટ

અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોનો ગઢ ગાય છે. ગીર, સાસણગીર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી હાઈવે પર સિંહોના અકસ્માતની ઘટનામાં વધારો થતાં વનવિભાગે તાબડતોબ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા સિંહોની સુરક્ષા માટે સૌથી જોખમી સ્થળો શોધીને તેનું લિસ્ટ બનાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ જરૂર પડે તે સ્થળ પર નેશનલ ઓથોરિટી સહિત માર્ગોના અધિકારીઓને વન વિભાગ સાથે રાખીને સ્પીડ બ્રેકર ઉભી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

સિંહોની સુરક્ષા વધારવા અને અકસ્માતે મૃત્યુ ઘટાડવા અધિકારીઓને આદેશ અપાયા છે. જોખમી સ્થળોની ઓળખ, સ્પીડ બ્રેકર સ્થાપના, અને જરૂર પડ્યે સિંહોને રેડિયો કોલર પહેરાવવા જેવા પગલાં લેવાશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના DCF અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

અમરેલી જિલ્લામાં સિંહોના અકસ્માતોની ઘટનાઓ બાદ વન વિભાગ વધુ સતર્ક બન્યું છે. તાજેતરમાં, ધારીના છતડીયા નજીક સ્ટેટ હાઈવે પર 11 એશિયાટિક સિંહોનું એક ટોળું જોવા મળ્યું હતું, જે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ તુરંત જ કાર્યવાહી કરી, વાહનવ્યવહારને અટકાવીને સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકસાથે 11 સિંહોને શાંતિપૂર્ણ રીતે હાઈવે ક્રોસ કરતા જોઈ શકાય છે. વન વિભાગની આ સમયસર અને સજાગ કામગીરીને કારણે સંભવિત અકસ્માત ટળ્યો હતો અને વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો ન હતો. આ પ્રશંસનીય કાર્યને વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ વખાણીને વન વિભાગના કર્મચારીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.

સુરતમાં ગજેરા કંપનીમાં ITની તપાસમાં 1500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા

સુરતમાં ગજેરા એન્ડ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 1,500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર સામે આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું. લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર્સ પણ તપાસ દરમિયાન મળ્યાં છે. દરોડામાં લગભગ 30 કરોડ રૂપિયાનું રોકડ અને જ્વેલરી સીઝ કરાયું છે, તેમજ અનેક મહત્વના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.

ગજેરા ગ્રુપના રહેણાક અને ઓફિસ સ્થળોથી થોકબંધ દસ્તાવેજો મળ્યાં છે, તેમજ ડિજિટલ ડેટા પણ કબ્જે કરવામાં આવ્યો છે, જેની ઉલટ તપાસ કરવામાં આવશે. લક્ષ્મી ડાયમંડના ગજેરા બહેનુ અને ગ્રુપ પર IT વિભાગે દરોડા કર્યા છે, અને બેનામી વ્યવહારો સામે આવ્યા બાદ ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહી માટે તૈયારી શરૂ કરી છે.

ગજેરા ગ્રુપના રહેણાક અને ઓફિસ સ્થળો પરથી થોકબંધ દસ્તાવેજ મળી આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ડેટા પણ કબ્જે કરવામાં આવ્યો છે,જે તમામ દસ્તાવેજોની ઉલટ તપાસ કરાશે.લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ અને ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે.બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ IT વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની તૈયારીમાં છે.આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે.

30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ
ટુંકમાં ITના દરોડામાં 30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે.લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર,થોકબંધ દસ્તાવેજ મળી આવ્યા છે.હુજ પણ મોટી સંખ્યામાં કરચોરી સામે આવે તેવી પણ શક્યતા છે.7 દિવસ સુધી ચાલેલી આ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે

સુરતમાં મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ GSTના દરોડા

0

સુરતમાં મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ GSTની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે. તપાસમાં કરોડોની GST ચોરી ઝડપાઈ છે. 3.40 કરોડના પરફ્યુમનું વેચાણ ચોપડા પર દર્શાવ્યા વિના કરવામાં આવ્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે પરફ્યુમનો મુદ્દામાલ 18 ટકા GST વગર વેચાયો હતો. નોંધનીય છે કે છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમ પર GST તપાસ કરવામાં આવી હતી. હાલ GST વિભાગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

રાહુલ ગાંધીના ‘દેશદ્રોહી’ નિવેદનથી સંસદમાં હંગામો, રવનીત સિંહ બિટ્ટુ સાથે ઉગ્ર ટકરાવ

0

બુધવારે સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. રાહુલ ગાંધીએ બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા અને તેમને “દેશદ્રોહી” ગણાવ્યા, જેના પર ભાજપ નેતાએ તીખો જવાબ આપ્યો. રવનીત બિટ્ટુએ આકરા પ્રત્યુત્તર આપતા કહ્યું કે તેમનો “દેશના દુશ્મનો” સાથે કોઈ સંબંધ નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, “મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા ના કર, તું કોંગ્રેસમાં પાછો આવીશ.”
અહેવાલો અનુસાર, જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ મકર દ્વાર ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસ સાંસદો પાસેથી પસાર થયા, ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “જુઓ, અહીંથી એક દેશદ્રોહી પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ…” બિટ્ટુ સાથે હાથ મિલાવવાની ઓફર કરતાં, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “નમસ્તે ભાઈ, મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા ના કરો, તમે પાછા (કોંગ્રેસમાં) આવશો.” બિટ્ટુ પહેલા કોંગ્રેસમાં હતા અને તેમને પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા.

બિટ્ટુએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો
દરમિયાન, કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ રાહુલ ગાંધીને “રાષ્ટ્રના દુશ્મન” ગણાવ્યા. કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કરતા, બિટ્ટુએ તેમની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, અને કહ્યું કે તેમનો રાષ્ટ્રના દુશ્મન ગણાતા લોકો સાથે કોઈ સંબંધ નથી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી, અને પછી આગળ વધ્યા.

કોંગ્રેસના સાંસદોએ સંસદના પગથિયાં પર વિરોધ પ્રદર્શન કર્યું
“પીએમ સમાધાન પર પહોંચી ગયા છે” લખેલા પોસ્ટરો પકડીને કોંગ્રેસના સાંસદો સંસદના પગથિયાં પર ભારત-અમેરિકા વેપાર સોદા પર વિરોધ કરતા જોવા મળ્યા. મંગળવારે ભારત-અમેરિકા વેપાર સોદા પર મીડિયા સાથે વાત કરતી વખતે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ આ જ આરોપ લગાવ્યો હતો. મંગળવારે, કોંગ્રેસના સાત અને સીપીઆઈ-એમના એક સહિત આઠ વિપક્ષી સભ્યોને અનુશાસનહીનતા માટે બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા લોકસભા સાંસદો ગુરજીત સિંહ ઔજલા, હિબી એડન, ડીન કુરિયાકોસે, અમરિંદર સિંહ રાજા વારિંગ, બી. મણિકમ ટાગોર, ડૉ. પ્રશાંત યાદવરાવ પાડોલે, ચમલા કિરણ કુમાર રેડ્ડી અને એસ. વેંકટેશને સંસદ સંકુલમાં વિરોધ કર્યો હતો.

શાંતિ વાટાઘાટો પહેલાં જ રશિયાનું યુક્રેન પર ભીષણ હુમલો, 450 ડ્રોન અને 70 મિસાઈલો વરસાવ્યા

0

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જે બંધ થવાનું નામ જ લઈ રહ્યું નથી. હવે અહેવાલ આવી રહ્યા છે કે, રશિયાએ ફરી એક વખત યુક્રેન પર ભીષણ હુમલો કર્યો છે, જેમાં યુક્રેનમાં મોટાપાયે જાનમાલનું નુકસાન પહોંચ્યું છે.

યુક્રેન પર ડ્રોન અને મિસાઈલો છોડવામાં આવી
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સ્કીએ મંગળવારે (03 ફેબ્રુઆરી 2026) જાહેરાત કરી હતી કે રશિયાએ રાતોરાત યુક્રેન પર મોટો હુમલો કર્યો છે, જેમાં લગભગ 450 ડ્રોન અને 70 વિવિધ પ્રકારની મિસાઇલો છોડવામાં આવી છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે બંને દેશો ચાર વર્ષ જૂના યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી યુએસ મધ્યસ્થી હેઠળ સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં શાંતિ વાટાઘાટો કરવા માટે તૈયાર થયા છે.

ઝેલેન્સકીએ શું કહ્યું?
ઝેલેન્સકીના મતે, ‘રશિયાએ પાંચ યુક્રેનિયન પ્રદેશોમાં પાવર ગ્રીડને નિશાન બનાવ્યા હતા. રશિયાનો ઉદ્દેશ્ય કડકડતી ઠંડીમાં નાગરિકોને વીજળી, પાણી અને ગરમીથી વંચિત રાખવાનો હતો. હુમલામાં દસ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા’. આ ઉપરાંત ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, ‘રશિયા રાજદ્વારી કરતાં ધાકધમકી આપવામાં વધુ માને છે. તેમણે પોતાના સાથીઓને વધુ સુરક્ષા સાધનો મોકલવા અને યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પર દબાણ લાવવા અપીલ કરી છે’.

હુમલામાં પાવર ગ્રીડને નુકસાન થયું
બુધવાર અને ગુરુવારે અબુ ધાબીમાં વાટાઘાટો થવાની છે. ટ્રમ્પ વહીવટીતંત્ર જમીન કબજે કરવા જેવા મુખ્ય મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હાલમાં કોઈ મોટો કરાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. યુક્રેનની સૌથી મોટી પાવર કંપની, DTEKએ જણાવ્યું હતું કે હુમલામાં તેના પાવર પ્લાન્ટને નોંધપાત્ર નુકસાન થયું છે.

અધિકારીઓએ શું કહ્યું?
અધિકારીઓએ જણાવ્યું કે રાજધાની કિવમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક ઘરો, એક શાળા અને એક ગેસ સ્ટેશનને નુકસાન થયું હતું અને આગ લાગી હતી. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે ‘હુમલાને કારણે 1,170 ઇમારતોમાં હીટિંગની સુવિધા બંધ થઈ ગઈ હતી. સમારકામનું કામ હાલમાં ચાલી રહ્યું છે. થોડા એપાર્ટમેન્ટ અને ઇમારતો સિવાય તમામમાં વીજળી ફરી શરુ કરવામાં આવી છે.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં શુભમ લોણકરનો નવો ગોળીબાર કાવતરું બહાર આવ્યું

0

બાન્દ્રામાં એનસીપીના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવાના ચકચારી કેસના ફરાર મુખ્ય આરોપી શુભમ લોણકરે જ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુના નિવાસસ્થાન પર ગોળીબારનું ષડ્યંત્ર ઘડ્યું હોવાની ચોંકાવનારી માહિતી આ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવી હતી.

બાબા સિદ્દીકીની હત્યા બાદથી પોલીસ શુભમ લોણકરને શોધી રહી છે, પરંતુ હજુ તે પોલીસને હાથ લાગ્યો નથી. એમાં શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કરનારા શૂટરને જરૂરી સાધનો પૂરાં પાડનારા પકડાયા, પણ શૂટરની કોઈ ભાળ મળી નથી. ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબાર કરવાના કેસમાં પોલીસે પુણેથી પાંચ શકમંદને પકડી પાડ્યા હતા, જેમાંથી ચારની સંડોવણીની ખાતરી થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલાઓમાં સ્વપ્નિલ બંડુ સકટ (23), કૉલેજ સ્ટુડન્ટ સમર્થ શિવશરણ પોમાજી (19), સિદ્ધાર્થ દીપક યેનપુરે (19) અને આદિત્ય જ્ઞાનેશ્ર્વર ગાયકી (19)નો સમાવેશ થાય છે. ચારેયને રવિવારની રાતે સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. કોર્ટે તેમને પાંચમી ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાને સોંપવામાં આવી હતી. પુણેથી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારનું ષડ્યંત્ર શુભમ લોણકરે ઘડ્યું હતું. તેણે જ કાવતરાને અંજામ આપવા માટે હસ્તકો મારફત જરૂરી સાધનો અને મદદ પૂરી પાડી હોવાનું કહેવાય છે.

ગોળીબાર બાદ શૂટર જે સ્કૂટર પર ફરાર થયો હતો તે પુણેના રહેવાસી પાસેથી 30 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી હતી. સ્કૂટરની કિંમત શુભમે પહોંચાડી હતી. એ સિવાય સ્કૂટરને મુંબઈ પહોંચાડવાની સુવિધા પણ શુભમે જ કરી હતી. શુભમ કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈનો સાગરીત હોવાનું પોલીસનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા નિવાસસ્થાન બહાર બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યોએ ગોળીબાર કર્યો હતો. પછી બાન્દ્રા પૂર્વમાં જ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ઑક્ટોબર, 2024માં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ભરરસ્તે સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. એ હત્યાની જવાબદારી બિશ્ર્નોઈ ગૅન્ગે સ્વીકારી હતી. પછીથી પોલીસે એ કેસમાં શુભમના ભાઈ પ્રવીણ લોણકર સહિત કેટલાક આરોપીની ધરપકડ કરી હતી. એ કેસમાં પોલીસ શુભમને શોધી રહી છે.

હવે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કેસમાં પણ શુભમનું નામ સામે આવતાં પોલીસે તેને ફરાર આરોપી દર્શાવ્યો છે. ફાયરિંગ પછી શુભમ લોણકર આરઝૂ બિશ્ર્નોઈના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી ફેસબુક પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની જવાબદારી બિશ્ર્નોઈ ગૅન્ગે સ્વીકારી હોવાનો ઉલ્લેખ હતો. વળી, આ પોસ્ટમાં બોલીવૂડ માટે ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસ ગોળીબાર કરનારા શૂટરના પણ સગડ મેળવી રહી છે. ગોળીબાર બાદ ફરાર શૂટર છેલ્લે વિલેપાર્લેના એક સીસીટીવી કૅમેરામાં ઝડપાયો હતો, પરંતુ પછી તે ક્યાં ગયો તેની કોઈ કડી હાથ લાગી નહોતી, એવો દાવો અધિકારીએ કર્યો હતો. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શૂટર જૂહુ ચર્ચ નજીક સ્કૂટર છોડીને રિક્ષામાં ચોપાટી ગયો હતો. ત્યાંથી સ્ટેશને પહોંચીને પછી કલ્યાણ ગયો હતો. કલ્યાણથી તે ટ્રેન પકડી પુણેની દિશામાં ગયો હોવાનું કહેવાય છે.

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકવાના મામલે 8 સાંસદો સામે કાર્યવાહી, સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

0

લોકસભામાં સ્પીકર પર કાગળો ફેંકનારા આઠ વિપક્ષી સાંસદો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હોબાળા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા. આ સાંસદો સ્પીકરની ખુરશી પાસે ગયા હતા અને કાગળો ફેંક્યા હતા. ભારે હોબાળાને કારણે આજે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. સંસદ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

રાહુલે ફરી ચીનનો મુદ્દો ઉઠાવ્યો
હકીકતમાં, આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ પર ભારે હોબાળો થયો. રાહુલ ગાંધીએ ચીનનો મુદ્દો ફરીથી ઉઠાવવાનું શરૂ કરતાં જ ગૃહમાં હોબાળો મચી ગયો. રાહુલ ગાંધીએ બોલવાનો આગ્રહ રાખ્યો, પરંતુ તેમનું ભાષણ પૂર્ણ થયું નહીં. હોબાળાને કારણે અનેક વખત વિક્ષેપો સર્જાયા. આ દરમિયાન, લોકસભામાં સાંસદોએ સ્પીકરના પોડિયમ તરફ કાગળના ટુકડા ફેંક્યા.

જ્યારે લોકસભા બપોરે ૩ વાગ્યે ચોથી વખત મળી, ત્યારે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કાગળ ફેંકનારા સાંસદોને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો.

સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામ-

  • ગુરજીત ઔજલા
  • મણિકમ ટાગોર (તમિલનાડુથી કોંગ્રેસ સાંસદ)
  • અમરિંદર સિંહ રાજા વારિંગ
  • કિરણ કુમાર રેડ્ડી
  • ડીન કુરિયાકોસે (કેરળથી કોંગ્રેસ સાંસદ)
  • એસ. વેંકટેશ (સીપીએમ સાંસદ)
  • હિબી એડન – કેરળના કોંગ્રેસ સાંસદ
  • પ્રશાંત પાડોલે
  • થોમસ

જો તમારામાં હિંમત હોય તો સાંસદોને સસ્પેન્ડ કરો: કેસી વેણુગોપાલ
અગાઉ, કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે સરકારને ટેબલ પર ચઢી ગયેલા સાંસદો અંગે પડકાર ફેંક્યો હતો. વેણુગોપાલે કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમની ફરજ બજાવી રહ્યા હતા અને સરકાર તેમને રોકી રહી છે. તેમણે કહ્યું, “જો સરકારમાં હિંમત હોય, તો તેણે સાંસદોને સસ્પેન્ડ કરવા જોઈએ. ફક્ત કોંગ્રેસના બધા સાંસદોને જ નહીં, પરંતુ સમગ્ર વિપક્ષી સાંસદોને.”

WhatsApp અને Metaને સુપ્રીમ કોર્ટની કડક ફટકાર, કહ્યુ-બંધારણનું પાલન કરો, નહીં તો ભારત છોડો

0

ભારતીય વપરાશકર્તાઓની ગોપનીયતાને લઈને WhatsApp અને Meta ને વધતી જતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ડેટા શેરિંગ અંગે વોટ્સએપ અને મેટા પાસેથી સ્પષ્ટ સોગંદનામું માંગ્યું છે. સુપ્રીમ કોર્ટે ગોપનીયતા નીતિઓ પર કડક વલણ અપનાવતા કહ્યું છે કે ડેટા શેરિંગના નામે નાગરિકોના ગોપનીયતા અધિકારો સાથે ચેડા સહન કરવામાં આવશે નહીં.

શું છે સમગ્ર મામલો?
વોટ્સએપની ગોપનીયતા નીતિ અંગે સુપ્રીમ કોર્ટે મેટા પ્લેટફોર્મ્સને કડક ચેતવણી આપી છે. મેટા અને વોટ્સએપ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ડેટા ગોપનીયતા અને ડેટાના નાણાકીય મૂલ્ય અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા. આ કેસમાં OTT મેસેજિંગ માર્કેટમાં તેના વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ મેટા પર CCI દ્વારા લાદવામાં આવેલા ₹213 કરોડના દંડને સમર્થન આપતા NCLATના આદેશને પડકારવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નાગરિકોના અધિકારોના ભોગે કોઈપણ વ્યાપારી સાહસને કામ કરવાની મંજૂરી આપી શકાતી નથી. કોર્ટે કંપનીઓને ડેટા સુરક્ષા નિયમોનું કડક પાલન કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ડેટા ગોપનીયતા અને વપરાશકર્તા અધિકારો અંગે મેટા અને વોટ્સએપને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે રાહત માંગતા પ્લેટફોર્મ્સને લેખિત સોગંદનામું રજૂ કરવા સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો છે જેમાં જણાવ્યું છે કે તેઓ વપરાશકર્તા ડેટા શેર કરશે નહીં. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે જો આમ કરવામાં નહીં આવે, તો અરજી ફગાવી દેવામાં આવશે. કોર્ટે ગોપનીયતા નીતિ અંગે ગંભીર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા, તેને જાહેર જનતા માટે મૂંઝવણભર્યું ગણાવ્યું હતું.

કોર્ટ ડેટા શેરિંગ પર કડક
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટપણે વોટ્સએપ અને મેટાને એક સોગંદનામું રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે વપરાશકર્તા ડેટા શેર કરવામાં આવશે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોના અધિકારો સાથે કોઈપણ સમાધાન અસ્વીકાર્ય છે. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કંપનીઓ આ સંદર્ભમાં સ્પષ્ટ અને લેખિત ખાતરી આપવામાં નિષ્ફળ જાય, તો તેમની અરજીઓ ફગાવી શકાય છે. કોર્ટનું વલણ દર્શાવે છે કે ડેટા સુરક્ષા અને ડિજિટલ ગોપનીયતાને હવે મૂળભૂત અધિકારો તરીકે જોવામાં આવી રહી છે.

સુનાવણી દરમિયાન, કોર્ટે WhatsApp ની ગોપનીયતા નીતિની ભાષા અને માળખા સામે પણ સખત વાંધો ઉઠાવ્યો. CJI એ જણાવ્યું કે આ નીતિ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સામાન્ય વ્યક્તિ અથવા ઓછું શિક્ષિત વ્યક્તિ તેને સરળતાથી સમજી શકતો નથી. ઉદાહરણો ટાંકીને, તેમણે પૂછ્યું કે એક ગરીબ વૃદ્ધ મહિલા, રસ્તાની બાજુમાં વિક્રેતા, અથવા ફક્ત પ્રાદેશિક ભાષા જાણતો વપરાશકર્તા કંપનીની શરતો અને ઇરાદાઓને કેવી રીતે સમજી શકશે. કોર્ટે જણાવ્યું કે જાણકાર સંમતિ અને ગોપનીયતાનો અધિકાર સર્વોપરી છે, અને કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ બંધારણના દાયરામાં કાર્ય કરવું જોઈએ.

સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું, “જેમ તમે કહ્યું છે, મારા ડેટાનું નાણાકીય મૂલ્ય છે.” ન્યાયાધીશ બાગચીએ DPDP કાયદાના સંદર્ભમાં આ પ્રશ્ન કર્યો. તેમણે પૂછ્યું કે જો કોઈ નિશ્ચિત કિંમત ન હોય તો વ્યક્તિગત ડેટાનો ઉપયોગ અને શેરિંગ કેવી રીતે ન્યાયિક રીતે વાજબી ઠેરવી શકાય. બેન્ચે એમ પણ કહ્યું કે ડેટાના દરેક ભાગનું એક મૂલ્ય હોય છે, અને પ્લેટફોર્મ ટ્રેન્ડ્સ, લક્ષિત જાહેરાતો અને મુદ્રીકરણ માટે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તેની તપાસ કરવી મહત્વપૂર્ણ છે.

બારામતી પ્લેન દુર્ઘટનાના શોક વચ્ચે પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, ફ્લાઈટ રોકાઈ

0

ગત બુધવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અજિત પવારનું મૃત્યુ નીપજ્યું હતું, જેને કારણે મહારષ્ટ્ર અને દેશભરના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુર્ઘટના બાદ રાજકારણીઓ હવાઈ મુસાફરી અંગે સતર્કતા દાખવી રહ્યા છે. આજે ભાજપ નેતા અને કેબિનેટ પ્રધાન પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ફ્લાઈટ મુલતવી રાખવામાં આવી હતી.

અહેવાલ મુજબ પંકજા મુંડે હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના સંભાજીનગરથી લાતુર જવાના હતાં, જ્યાં તેઓ આગામી જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવાના હતાં. ટેક ઓફના થોડા સમય પહેલા પાયલોટે હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા હોવાની જાણ કરી હતી, પંકજા મુંડેએ સલામતી ખાતર મુસાફરી મુલતવી રાખી હતી.

ભારતના પહેલા CDF હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા:
નોંધનીય છે કે વર્ષ 2021માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હતું. તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ગત વર્ષે જુન મહિનામાં અમદવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું મૃત્યુ થયું હતું.

બારામતી વિમાન દુર્ઘટના:
નોંધનીય છે કે અજીત પવાર પ્રાઈવેટ વિમાન લિયરજેટ 45 XRમાં મુસાફરી કરી રહ્યા હતાં. મુંબઈથી ટેક ઓફ કર્યા બાદ વિમાને બારામતીની એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, ત્યાર બાદ લેન્ડિંગના બીજા પ્રયાસ વિમાન ક્રેશ થયું હતું.

આ દુર્ઘટનામાં અજિત પવાર, પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શામ્ભવી પાઠક, પવારના અંગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું મૃત્યુ થયું હતું.

ઉત્તરાખંડમાં 30 મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી, 3નાં મોત, બચાવ કામગીરી ચાલુ

0

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કાલસી વિસ્તારમાં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. તેમાંથી છ થી સાત લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માત સમયે બસમાં લગભગ 30 મુસાફરો સવાર હતા. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) એ જણાવ્યું હતું કે મંગળવારે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કાલસીમાં ક્વાનુ-મિનાસ રોડના એક દૂરના વિસ્તારમાં હિમાચલ રોડવેઝની બસ અકસ્માતનો ભોગ બની અને ઊંડી ખીણમાં પડી ગઈ. માહિતી મળતાં અને SDRF કમાન્ડન્ટ અર્પણ યદુવંશીના આદેશ પર, ડાકપથર, ચક્રતા, મોરી અને ટુનીની SDRF ટીમોને તાત્કાલિક અકસ્માત સ્થળે મોકલવામાં આવી હતી.

રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા સીએમ ધામીએ આદેશ આપ્યો
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, “અમને કાલસી વિસ્તારમાં (દેહરાદૂન) હિમાચલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે થયેલા અકસ્માતના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. મેં જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરી અને જરૂરી સૂચનાઓ આપી. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. નજીકના તમામ તબીબી કેન્દ્રોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો જરૂરી હોય તો, ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરીને અદ્યતન તબીબી કેન્દ્રોમાં લઈ જવામાં આવશે.”