Home Blog Page 193

પીએમ મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા પહોંચ્યા, વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કર્યું સ્વાગત

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મલેશિયા શનિવારે મલેશિયા પહોંચ્યા છે. તેવો કુઆલાલંપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા તેની બાદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે પીએમ મોદીને પોતાની કારમાં બેસાડીને સાથે જ એક કાર્યક્રમ માટે રવાના થયા હતા.

આ અંગે પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભારત-મલેશિયા જનસબંધોની ઉજવણી કરી રહ્યું છે. હું અને વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ કુઆલાલંપુર માં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સાથે જઈ રહ્યા છીએ.

એક જ કારમાં કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા
પીએમ મોદીનું કુઆલાલંપુર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મલેશિયાના વડાપ્રધાને પીએમ મોદીને ગળે લગાવ્યા અને તેમના ખબરઅંતર પૂછ્યા. ત્યારબાદ બંને નેતાઓ એક જ કારમાં કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા.

મલેશિયા પહોંચ્યા બાદ પીએમ મોદીએ એક્સ પર લખ્યું, “કુઆલાલંપુર પહોંચ્યો, મારા મિત્ર વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ દ્વારા એરપોર્ટ પર કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું તેમની સાથે વાતચીત કરવા અને ભારત અને મલેશિયા વચ્ચે મિત્રતાના બંધનને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું.”

સુરતના લિંબાયતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી

0

સુરત શહેરના લિંબાયતની એક સ્કૂલમાં અભ્યાસ કરતા બે બાળકો રાત્રીના સમયે પોતના ઘરે રમતા હતા. ત્યારે પાડોશમાં રહેતો મહેન્દ્ર અશોકભાઈ શાહ (ઉ.વ.૫૨)એ એકલતાનો લાભલઈને સગીરાને કેરેટ ઉપર બેસાડીને તેણીની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગભરાયેલી આ સગીરાએ તાત્કાલીક પોતાના ઘરે જઈને માતાને સમગ્ર હકીકત કહેતા તેઓ ચોંકી ઉઠયા હતા.

બનાવ અંગે પરિવારની સાથે વાત કરીને મહેન્દ્રની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને મહેન્દ્રની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી, જ્યારે ભોગનનારી સગીરા તરફે એડવોકેટ મનોજ પવાર દ્વારા દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સંસ્કૃતના એક શ્લોકને ટાંકીને ચૂકાદો આપ્યો હતો કે, જ્યાં નારીઓની પૂજા અને સત્કાર થાય છે ત્યાં સદા ભગવાનની કૃપા રહે છે.

જ્યાં નારીઓના આદર, સત્કરા થતા નથી ત્યાં શુભકાર્યો પણ થતા નથી. સ્ત્રી અમૂલ્ય છે પરંતુ તે અલંકાર કે વસ્તુ નથી સ્ત્રી મનોરંજન કે ભોગવિલાસનું સાધન નથી. આરોપીએ બાળાના પાડોશી છે, અને તેમની જવાબદારી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ પુરુ પાડવાની છે. જો આરોપી દ્વારા આવું દુષ્કર્મ કરાઈ તો તેને છોડી દેવાઈ નહીં તેમ ટાંકીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરી હતી.

અમદાવાદના જમાલપુરમાં 8 વર્ષના બાળક પર યૌન દુષ્કર્મ, આરોપી નૌમાન શેખની ધરપકડ

અમદાવાદના જમાલપુરમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. મસ્જિદમાં નમાજ કરવા માટે આવેલા યુવકે બાળકને ધાબે લઈ જઈને બાળક સાથે કુકર્મ કર્યું હતું. બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ માટે આવ્યો હતો. આ દરમિયાન કેટલાંક બાળકો પણ મસ્જિદમાં આવ્યાં હતાં. નૌમાને આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી, જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો. બાળકને ધાબે લઈ જઈને નૌમાને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એ બાદ બાળકને રવાના કરી દેતાં તે નીચે આવ્યું હતું. એ બાદ નૌમાન પણ નીચે આવ્યો હતો.

બાળકે આ અંગે તેના વાલીને જાણ કરી હતી. એ બાદ વાલીએ ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી નૌમાનની ધરપકડ કરી હતી. નૌમાન બાળકને લઈને જતો અને પરત આવતો CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધાર વધુ તપાસ હાથ ધરી છે.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના PI સી.વી.ગોસાઈએ જણાવ્યું હતું કે આરોપી બાળકને નમાજ શીખવાડવાનું કહીને ધાબે લઈ ગયો હતો. આરોપી 20 મિનિટ સુધી બાળકને લઈને ધાબે રહ્યો હતો. બાળક હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ હાલ ગંભીર છે.

30 વર્ષની લડાઈ બાદ નિર્દોષ ઠરેલા પોલીસ કોન્સ્ટેબલનું બીજા જ દિવસે મોત

0

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 30 વર્ષની કાનૂની લડાઈ બાદ 20 રૂપિયાના લાંચ કેસમાં એક પોલીસ કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ ન્યાય મળ્યાના બીજા જ દિવસે તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે. 1996માં તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

1997માં અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 2002માં તેમની સામે ઔપચારિક આરોપો ઘડવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે ૨૦૦૩માં સાક્ષીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું અને 2004માં બાબુભાઈ પ્રજાપતિને દોષિત ઠેરવ્યા હતા. સેશન્સ કોર્ટે તેમને ભ્રષ્ટાચાર બદલ ચાર વર્ષની સખત કેદ અને ₹3,000 દંડની સજા ફટકારી હતી. બાબુભાઈ પ્રજાપતિએ તે જ વર્ષે ગુજરાત હાઈકોર્ટમાં આ નિર્ણયની અપીલ કરી હતી.

આ કેસ લગભગ બે દાયકા સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહ્યો. અંતે, 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને ફરિયાદ પક્ષના કેસમાં નબળાઈઓને ટાંકીને, કોર્ટે બાબુભાઈ પ્રજાપતિને નિર્દોષ જાહેર કર્યા. કોન્સ્ટેબલનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ નીતિન ગાંધીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપો સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી અને સાક્ષીઓના નિવેદનો અસંગત છે. કોર્ટે આ દલીલો સ્વીકારી, 30 વર્ષ જૂના કલંકને દૂર કર્યો.

ચુકાદો જાહેર થયા પછી, બાબુભાઈ પ્રજાપતિ તેમના વકીલની ઓફિસમાં ગયા. ત્યાં, વકીલે તેમને નિર્દોષ જાહેર થયા પછી રોકેલા સરકારી લાભો માટે અરજી કરવાની સલાહ આપી. આ સમય દરમિયાન, બાબુભાઈ પ્રજાપતિ ભાવુક થઈ ગયા. તેમણે તેમના વકીલને કહ્યું, “મારા જીવનનું કલંક દૂર થઈ ગયું છે. હવે ભગવાન, કૃપા કરીને મને તમારી પાસે પાછો લઈ લો.” આ નિવેદન વકીલની ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયું.

આજની દેશવ્યાપી હડતાળથી Ola, Uber, Rapido સેવા ઠપ, મુસાફરો પરેશાન

0

જો તમે આજે ઓલા, ઉબેર અથવા રેપિડો જેવી રાઇડ દ્વારા મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હોય તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દેશભરના ગિગ ડ્રાઇવરો દ્વારા આજે હડતાળની જાહેરાત કરી છે, જેના કારણે દેશભરના શહેરોમાં કેબ અને બાઇક ટેક્સીની સેવા ઘટી ગઈ છે.

તેલંગાણા ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU)ના આહ્વાન પર ડ્રાઇવરો આજે (07 ફેબ્રુઆરી 2026) છ કલાક માટે એપ્લિકેશનમાંથી લોગ આઉટ રહેશે. આ વિરોધને ‘ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન’ નામ આપવામાં આવ્યું છે. યુનિયનના જણાવ્યાનુસાર, ડ્રાઇવરો લાંબા સમયથી ઘટતી આવક, વધતા ખર્ચ અને અસ્થિર કામકાજની પરિસ્થિતિઓથી પીડાઈ રહ્યા છે.

શું છે યુનિયનની મુખ્ય માંગ
યુનિયનની મુખ્ય માંગ સરકાર દ્વારા મિનિમમ બેઝ ભાડું નક્કી કરવાની છે. હાલ એગ્રીગેટર કંપનીઓ પોતાની મરજી પ્રમાણે ભાડા નક્કી કરે છે, જેના કારણે તેમની કમાણી સતત ઘટી રહી છે તેમ ડ્રાઈવરોએ અગાઉ જણાવ્યું હતું. મિનિમમ રેટ નક્કી કરવામાં આવે તો ડ્રાઇવરોને આવકની સુરક્ષા મળશે અને મુસાફરોને પણ લાભ મળશે.

સરકારની માર્ગદર્શિકાનો વિરોધ
આ ઉપરાંત, યુનિયનએ મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025ની એ જોગવાઈનો વિરોધ કર્યો છે, જેમાં ખાનગી વાહનોને કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી લાઇસન્સ ધરાવતા કોમર્શિયલ ડ્રાઇવરો પર સ્પર્ધાનો ભાર વધી રહ્યો છે અને તેમની રોજગાર સુરક્ષાને જોખમ ઊભું થયું છે.

ડ્રાઈવરો શોષણ વચ્ચે કામ કરવા મજબૂર
યુનિયનનો આરોપ છે કે એપ-આધારિત કંપનીઓ નફો કમાવી રહી છે, જ્યારે લાખો ડ્રાઇવરો આર્થિક અસુરક્ષા અને શોષણ વચ્ચે કામ કરવા મજબૂર છે. તેમણે સરકારને અપીલ કરી છે કે ડ્રાઇવરો સાથે સંવાદ શરૂ કરીને વાજબી અને સુરક્ષિત નીતિઓ ઘડવામાં આવે. નોંધનીય છે કે આર્થિક સર્વે 2025-26માં પણ ગિગ વર્કર્સની આવકની અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, લગભગ 40 ટકા ગિગ વર્કર્સ દર મહિને 15,000 રુપિયા કરતાં ઓછી આવક મેળવે છે.

કાર્ડિયાક અરેસ્ટથી નેપાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ થાપાનું નિધન

0

નેપાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુનીલ થાપાનું 68 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. નેપાળી ફિલ્મોમાં ‘રાતે કાઈલા’ તરીકે જાણીતા આ કલાકારે પોતાની અભિનય ક્ષમતાથી હિન્દી, નેપાળી અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઊંડી છાપ છોડી છે.

હોસ્પિટલના અધ્યક્ષ રાજેન્દ્ર બહાદુર સિંહે પોસ્ટને જણાવ્યું હતું કે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સવારે 7:44 વાગ્યે કરવામાં આવેલા ECGમાં તેમના મૃત્યુની પુષ્ટિ થઈ હતી, જેમાં ડોકટરોને હૃદયરોગન હુમલો હોવાનું શંકા હતી. જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. તાત્કાલિક ECG કરવામાં આવ્યું, જેમાં તેમના મૃત્યુની પુષ્ટિ થઈ, હોસ્પિટલના એક સૂત્રએ પોસ્ટને જણાવ્યું.

સુનીલ થાપાની ફિલ્મી સફર અત્યંત રસપ્રદ રહી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેવ આનંદે તેમને હિન્દી સિનેમામાં કામ કરવાની તક આપી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી જેવા કલાકારો હોવા છતાં તેમણે પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2014માં આવેલી ‘મેરી કોમ’ ફિલ્મ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ‘મેરી કોમ’માં ટ્રેનરનો જે રોલ તેમણે ભજવ્યો હતો, તે પહેલા અમિતાભ બચ્ચન અને ડેનીને ઓફર કરવામાં આવ્યો હતો. આ રોલ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

નેપાળી સિનેમામાં સુનીલ થાપાનું કદ ઘણું મોટું હતું. 1989માં આવેલી ફિલ્મ ‘ચિનો’ ને નેપાળી સિનેમાની ‘શોલે’ કહેવામાં આવે છે અને તેમાં સુનીલ થાપાએ ભજવેલું ‘રાતે કાઈલા’નું પાત્ર એટલું ખતરનાક હતું કે લોકો તેમને ‘ગબ્બર’ સાથે સરખાવવા લાગ્યા હતા. અભિનયની સાથે તેઓ નવી પેઢીને તૈયાર કરવામાં પણ માનતા હતા. તેઓ કાઠમાંડુમાં પોતાની ‘એવરેસ્ટ ફિલ્મ એકેડમી’ ચલાવતા હતા, જ્યાં તેઓ યુવા કલાકારોને માત્ર એક્ટિંગ જ નહીં પણ શિસ્ત અને સમયની કદર કરતા પણ શીખવતા હતા.

વરાછામાં નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો

સુરત શહેરમાં ગ્લોબલ માર્કેટ વિસ્તારમાં વેપારીઓને ધમકી આપતો નકલી ઇન્કમટેક્સ અધિકારી બની ફરતો શખ્સ વરાછા પોલીસે ઝડપી લીધો છે. બ્લીસ હોટલ નજીકથી ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિજયસિંહ રાવતસિંહ ચૌહાણ તરીકે કરવામાં આવી છે. વરાછા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી વેપારીઓને મોટી રાહત મળી છે.

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત, વિશેષ પોલીસ કમિશનર સેક્ટર-1 વાંબાગ જામીર અને ડીસીપી ઝોન-1 આલોક કુમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાઓ અટકાવવા તથા ફરાર અને અજાણ્યા આરોપીઓને ઝડપી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર આર.બી. ગોજિયા અને એચ.બી. પટેલે સ્ટાફને વિસ્તારમાં સતર્ક રહી પેટ્રોલિંગ રાખવા જણાવ્યું હતું.

આ દરમિયાન ગ્લોબલ માર્કેટના વેપારીઓ તરફથી માહિતી મળી હતી કે એક શખ્સ ઇન્કમટેક્સ અધિકારી બની માર્કેટમાં ફરતો હોય છે અને વેપારીઓને ભયમાં મૂકતો હોય છે. આ માહિતીના આધારે સર્વેલન્સ પીએસઆઇ એ.જી. પરમારની ટીમને તપાસ માટે મોકલવામાં આવી હતી.

તપાસ દરમિયાન માહિતી મળી કે નકલી ઇન્કમટેક્સ અધિકારી થોડીવારમાં ગ્લોબલ માર્કેટ નજીક આવેલી બ્લીસ હોટલ ખાતે આવનાર છે. ત્યારબાદ સર્વેલન્સ ટીમ તથા પી.સી.આર સ્ટાફે હોટલ પાસે નજર રાખી હતી અને વેપારીઓ સાથે સંકલન કરી શખ્સની ઓળખ પુષ્ટિ કરી હતી.

ખાતરી થયા બાદ નકલી ઇન્કમટેક્સ અધિકારી બની ફરતો વિજયસિંહ રાવતસિંહ ચૌહાણને બ્લીસ હોટલ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા પી.સી.આર ટીમ દ્વારા કરવામાં આવી હતી.

વરાછા પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને તે અગાઉ પણ ક્યાં-ક્યાં વેપારીઓને ઠગવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

મેડિકલમાં પ્રવેશ માટેની NEET PGમાં -40 કટ-ઓફ પર સુપ્રીમ કોર્ટ સ્તબ્ધ, NBEMSને તાત્કાલિક નિર્દેશ

0

નીટ પીજી કટ-ઓફ ઘટાડીને -40 ગુણ કરવો યોગ્ય છે કે નહીં? તે અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. ન્યાયાધીશ પામિદિઘંટમ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં એડમિઇશન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. કોર્ટે અનામત શ્રેણીઓ માટે 0th પર્સન્ટાઇલ (-40 ગુણ) કટ-ઓફ પર નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું, “આ ધોરણોનો મામલો છે. શું તેમની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે?”

આ કેસમાં રેગ્યુલર ડોકટરોની લાયકાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “આ પદ્ધતિ કેમ અપનાવવામાં આવી તે જોઈને અમને આશ્ચર્ય થયું છે. આ બધા નિયમિત ડોકટરો છે.” જવાબમાં, વકીલે સમજાવ્યું કે આ નિર્ણય અનુસ્નાતક બેઠકો ન ખાલી રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો હતો.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસએ 13 જાન્યુઆરીના રોજ NEET PG કાઉન્સેલિંગ માટે કટ-ઓફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. રિવાઈઝ્ડ ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા (સુધારેલા લાયકાત માપદંડ) NEET-PG 2025-26 માટે કાઉન્સેલિંગના ત્રીજા રાઉન્ડ પર લાગુ પડે છે. સૌથી આશ્ચર્યજનક ફેરફાર SC, ST અને OBC શ્રેણીઓ માટે છે, જ્યાં લાયકાત ટકાવારી 40મા પર્સેન્ટાઈલથી ઘટાડીને શૂન્ય પર્સેન્ટાઈલ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે 800 માંથી માઈનસ 40 મેળવનારાઓ પણ મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ કરી શકે છે. આ સુધારેલા કટ-ઓફ સ્કોરે સહુ કોઈને ચોંકાવી દીધા છે.

વધુમાં, જનરલ અને EWS ઉમેદવારો માટે, ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ 50થી ઘટાડીને 7 મ પર્સેન્ટાઈલ કરવામાં આવી છે, જેનાથી કટ-ઓફ સ્કોર 276 થી ઘટાડીને 103 થઈ ગયો છે. જનરલ PwD ઉમેદવારો માટે, કટ-ઓફ 45માથી ઘટાડીને 5મા પર્સેન્ટાઈલ કરવામાં આવ્યો છે, જેનાથી સ્કોર 255 થી ઘટાડીને 90 કરવામાં આવ્યો છે.

NEET PG કટ-ઓફને માઈનસ 40 ગુણ સુધી ઘટાડવાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર હરિશરણ દેવગન, ન્યુરોસર્જન સૌરભ કુમાર, ડૉ. લક્ષ્ય મિત્તલ (પ્રમુખ, યુનાઇટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ), અને ડૉ. આકાશ સોની (સભ્ય, વર્લ્ડ મેડિકલ એસોસિએશન) એ PIL દાખલ કરી હતી. શુક્રવારે અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે NEET PG 2025-26 માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ ટકાવારીમાં ઘટાડા અંગે કેન્દ્ર અને NBEMS પાસેથી જવાબ માંગ્યો. કોર્ટે બોર્ડને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.

સુનાવણી દરમિયાન, કોર્ટે ટિપ્પણી કરી કે આ સ્ટેન્ડર્ડ (ધોરણો)નો મામલો છે, અને સવાલ એ છે કે શું તે ધોરણો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. બેન્ચે સંકેત આપ્યો કે કોર્ટ તપાસ કરશે કે શું નિર્ણય ‘સંપૂર્ણપણે અયોગ્ય’ હતો કે નહીં.

આજથી T20 વર્લ્ડ કપ મહાસંગ્રામની શરૂઆત, આજે 3 મેચો રમાશે

0

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 શનિવાર, 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

આ વર્ષે ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ખેલાડીઓ કરતાં મેદાનની બહારની રાજનીતિ અને નાટક વધુ ચર્ચામાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને ટાઇટલ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

જોકે, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેના વિવાદોએ વાતાવરણ ગરમ કરી દીધું છે. સુરક્ષા ચિંતાઓ અને ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનના IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) કરાર પરના વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

આ વર્લ્ડ કપના પહેલા દિવસે કુલ ત્રણ મેચ રમાશે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે રમાશે. બંને ટીમો ગ્રુપ A માં છે. બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે બપોરે ૩:૦૦ વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડને ગ્રુપ C માં સ્થાન આપવામાં આવ્યું છે. આ પછી, સૌથી વધુ જોવાયેલી ગ્રુપ A મેચ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે ૭:૦૦ વાગ્યે રમાશે.

નકશામાં અમેરિકાએ PoK-અક્સાઈ ચીનને ભારતનું બતાવ્યું, પાકિસ્તાનમાં ખળભળાટ

0

અમેરિકા તરફથી પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. સવાલ એ છે કે, અમેરિકાએ એવું તો શું કર્યું કે શહબાઝ શરીફ અને આસિમ મુનીરની ઊંઘ ઉડી ગઈ? હકીકતમાં, અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoK ને ભારતનો હિસ્સો માન્યો છે. ભારત હંમેશા માનતું આવ્યું છે કે, PoK ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. હવે અમેરિકાએ પણ ભારતની આ વાત પર મહોર મારી દીધી છે. અમેરિકાએ જે નકશો જાહેર કર્યો છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાનનો કબજો ગેરકાયદેસર છે અને PoK ભારતનો જ ભાગ છે.

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ (USTR) એ ભારત-અમેરિકાના નવા વચગાળાના ટ્રેડ એગ્રીમેન્ટની માહિતી આપતી વખતે જે નકશાનો ઉપયોગ કર્યો છે, તેને જોઈને પાકિસ્તાની શાસકો ચોંકી ગયા છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નકશામાં સમગ્ર કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. આ નકશા મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ ભારતમાં સામેલ છે. આ નકશામાં ન તો કોઈ લાઇન ઓફ કંટ્રોલ (LoC) છે કે ન તો કોઈ વિવાદિત વિસ્તાર; બધું જ સ્પષ્ટપણે ભારતનું બતાવવામાં આવ્યું છે.

નકશામાં શું ખાસ છે?
હકીકતમાં, USTR એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં અમેરિકન ઉત્પાદનો (જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, ફળો વગેરે) માટે ભારતમાં નવા બજાર ખુલવાની વાત હતી. અમેરિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ટ્રી નટ્સ અને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેનથી લઈને લાલ જુવાર અને તાજા તથા પ્રોસેસ્ડ ફળો સુધી, અમેરિકા-ભારત સમજૂતી અમેરિકન ઉત્પાદનો માટે નવા માર્કેટ એક્સેસ આપશે.’ પરંતુ આ પોસ્ટ સાથે જોડાયેલા નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં PoK ને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે.

અમેરિકાનો મોટો સંકેત
અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલો આ નકશો માત્ર એક તસવીર નથી, પરંતુ અમેરિકાની બદલાતી વિચારધારાનો મોટો સંકેત છે. ભારત હંમેશા કહેતું રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન અંગ છે. જેમાં PoK અને ગિલગિટ-બાલ્ટિસ્થાન પણ સામેલ છે. હવે અમેરિકાના સત્તાવાર એકાઉન્ટ પરથી આવો નકશો આવવાનો અર્થ એ છે કે, વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે. આ એવો સંકેત પણ છે કે, અમેરિકા હવે PoK ના મુદ્દે તટસ્થ નથી. આ બાબત તાજેતરમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સાથે સામે આવી છે. બંને દેશોએ ટેરિફ ઘટાડવા અને ટ્રેડ ડીલના ફ્રેમવર્ક પર સહમતિ સાધી છે.