Home Blog Page 151

સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ

સુરતમાં કારખાનામાં લાગેલી આગના કારણે સિલિન્ડર બ્લાસ્ટમાં 2 લોકોના મોતના થયા છે જ્યારે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ભરતનગર ગૌશાળા વિસ્તારની ઘટના છે. અહીં આવેલા એમ્બ્રોઇડરી કારખાનામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં જ ત્રીજા માળ પર પડેલા 8 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

આ જગ્યાએ 13 લોકો ફસાયેલા હતા. 13માંથી 2 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ આગની વચ્ચેથી 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પતરાના શેડ કાપી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. રેસ્ક્યુ કરેલા લોકોને પણ નાની મોટી ઇજા થઇ હોવાથી 11 લોકોને તાબડતોબ રેસ્ક્યુ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે કારખાનામાં કારીગરો કામ કરતા હતા. ફાયર કોલ મળતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા અને કારીગરોને રેસ્ક્યુ કરવા માટે કવાયત હાથ ધરી હતી.

આજે સવારે અંદાજે 05:30 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કાપોદ્રા રચના સર્કલથી આગળ, ગૌશાળા પાસે આવેલા ભરતનગરના મારુતિ ચોક નજીક આગ લાગી છે. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અલગ-અલગ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર, ઘટનામાં 11 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી બેના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે આ કારખાનામાં સિલિન્ડર હોવાથી બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં એક નહિ પરંતુ 8 સિલિન્ડર હતા જેમાંથી 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને 6 સિલિન્ડર સત્વરે બહાર લઇ જવાયા હતા. કારખાનામાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે આગ ભીષણ બની હતી પરંતુ કારખાનામાં સૌ પ્રથમ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. આ મામલે તપાસ હાથ ધરી છે.

ભારતમાં 40% યુવા સ્નાતકો બેરોજગાર, નોકરીઓની અછત ગંભીર સમસ્યા

0

દેશમાં 20થી 29 વર્ષની વય જૂથના 6.3 કરોડ સ્નાતકોમાંથી લગભગ 1.1 કરોડ બેરોજગાર છે અને સ્નાતક થયા પછીના એક વર્ષમાં ખૂબ ઓછા લોકોને જ નિશ્ચિત પગારવાળી નોકરી મળી શકે છે. ભારતમાં કામકાજની સ્થિતિ-2026’ અનુસાર બેરોજગાર તરીકે નોંધણી કરાવ્યા બાદ એક વર્ષની અંદર માત્ર લગભગ સાત ટકા સ્નાતકોને જ સ્થાયી પગારવાળી નોકરી મળે છે, એમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ કહે છે.

અહેવાલ મુજબ સ્નાતકોમાં બેરોજગારી દર ઊંચો જ રહ્યો છે. 15થી 25 વર્ષની વય જૂથમાં બેરોજગારી દર લગભગ 40 ટકા છે, જ્યારે 25થી 29 વર્ષની વયજૂથમાં તે લગભગ 20 ટકા છે. સ્નાતક થયા પછી એક વર્ષની અંદર માત્ર થોડા લોકો જ સ્થાયી પગારવાળી નોકરી મેળવી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્નાતકોની સંખ્યા વધતાં આ સમસ્યા વધુ ગંભીર બની છે.

અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં યુવા વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ દર પણ વધ્યો છે, જેને કારણે યુવા સ્નાતકોની કુલ સંખ્યા વધી છે. પરિણામે ઊંચી બેરોજગારી સાથે બેરોજગાર સ્નાતકોની સંખ્યા પણ વધી ગઈ છે. 2023 સુધીમાં 20થી 29 વર્ષની વય જૂથના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર હતા.

યુવા સ્નાતકો માટે બેરોજગારી દર સતત ઊંચો રહ્યો છે. શિક્ષણ સુધી પહોંચ હજુ પણ અસમાન છે. શાળા પરથી કાર્યસ્થળ સુધીનો પ્રવાસ અનિશ્ચિત રહે છે અને ઘણા લોકો માટે તે સ્થાયી અને લાભદાયક રોજગાર સુધી પહોંચતો નથી. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા ચાર દાયકામાં યુવાનોના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે અને ઉચ્ચ શિક્ષણમાં નોંધણી દર 28 ટકા સુધી પહોંચ્યો છે, જેમાં મહિલાઓની ભાગીદારી ખાસ કરીને વધી છે. બીજી તરફ પુરુષોની નોંધણીમાં ઘટાડો નોંધાયો છે — 2017માં 38 ટકા રહેલો દર 2024ના અંત સુધીમાં 34 ટકા થયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે પુરુષો પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે વહેલી વયે કમાણીની તક શોધવા લા

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામના

0

ચૈત્ર મહિનાની નવરાત્રી આજથી એટલે કે 19 માર્ચથી શરૂ થઈ ગઈ છે. નવરાત્રી 27 માર્ચે પૂર્ણ થશે. તમામના ઘરમાં નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરી માતાની આરાધના કરે છે. દેવી માના નવ સ્વરૂપોની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન ભક્તો ઉપવાસ પણ કરે છે.

ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ (શુષ્ક પખવાડિયાનો પહેલો દિવસ) ના શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવામાં આવે છે, જે નવરાત્રી પૂજાની ઔપચારિક શરૂઆત છે. નવરાત્રીના પહેલા દિવસે, દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ, દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, જે શક્તિ અને સ્થિરતાનું પ્રતીક છે.

આજે નવરાત્રિના પહેલા દિવસે એટલે કે શુક્લ પ્રતિપદાના દિવસે, નવ દિવસીય ધાર્મિક વિધિ કળશ સ્થાપન સાથે શરૂ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માટીનો ઘડો પૃથ્વી તત્વનું પ્રતીક છે. આ ઘડામાં પાણી અને હવા બંને હોય છે. ઘડા પાસે દીવો મૂકવાનો પણ રિવાજ છે, જે અગ્નિ તત્વનું પ્રતીક છે. આવા ઘડામાં બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનું આહ્વાન કરવું એ ઘટ સ્થાપના કહેવાય છે. તે બ્રહ્માંડની રચનાનું પ્રતીક માનવામાં આવે છે.

અભિજિત મુહૂર્તમાં ઘટસ્થાપનનો સમય બપોરે 12.05 થી 12.53 વાગ્યા સુધીનો રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૈત્ર નવરાત્રી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૈત્ર નવરાત્રી નિમિત્તે શુભેચ્છા પાઠવી

અમેરિકામાં પંજાબના 21 વર્ષીય વિદ્યાર્થી ગુરદાસ સિંહની હત્યા

વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના યુવાન ગુરદાસ સિંહની અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્મમ ગોળીબારમાં હત્યા કરવામાં આવી છે. 15 માર્ચે જ્યારે ગુરદાસ પોતાની કાર ચલાવી રહ્યો હતો, ત્યારે અચાનક થયેલા ફાયરિંગમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું.

ગુરદાસ સિંહ વર્ષ 2023માં 12મું ધોરણ પાસ કર્યા બાદ મોટા સપનાઓ સાથે વર્ક પરમિટ પર અમેરિકા ગયો હતો. પરિવારે પેટે પાટા બાંધીને અંદાજે 45 લાખ રૂૂપિયા ખર્ચીને તેને કેલિફોર્નિયા મોકલ્યો હતો. ગુરદાસે ત્યાં સખત મહેનત કરીને પીઆર પણ મેળવી લીધું હતું અને હાલમાં જ નવું કામ શરૂૂ કર્યું હતું, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.

ગુરદાસના પિતા દવિંદર સિંહે ભારે હૈયે જણાવ્યું કે તેમને આ આઘાતજનક સમાચાર અમેરિકામાં રહેતા તેમના ભાઈ દીપક સિંહ દ્વારા મળ્યા હતા. 21 વર્ષના લાડકવાયા દીકરાના મોતના સમાચાર મળતા જ ગામમાં માતમ છવાઈ ગયો છે. આર્થિક સંકડામણ અને દીકરાને ગુમાવ્યાના દુખ વચ્ચે પરિવાર હવે લાચાર બન્યો છે.

દવિંદર સિંહે પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે તેમના પુત્રના મૃતદેહને વતન ભારત લાવવામાં તાત્કાલિક વહીવટી મદદ પૂરી પાડવામાં આવે. 21 વર્ષની નાની ઉંમરે અમેરિકામાં થયેલી આ હત્યાએ ફરી એકવાર વિદેશમાં ભારતીયોની સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે.

સુરતના લસકાણામાં લૂંટેરી દુલ્હનનો આંતક

સુરતના હીરા મેનેજર સાથે ૧.૭૦ લાખ લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દફાશ ફેસબુક પર અપલોડ થયેલા ફોટોએ કર્યો હતો. બે દિવસ પહેલાં હોસ્પિટલના કામે રાજકોટ જવાનું કહીને ગયેલી આ યુવકની પત્નીએ જસદણમાં બીજા યુવક સાથે કરેલાં લગ્નના ફોટો અપલોડ બાદ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આ પ્રૌઢે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અમરેલીના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતો ૪૩ વર્ષીય વિપુલ ટીંબડિયા હીરા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સોનલ સંદીપ ચૌહાણ સાથે બીજી ઓક્ટોબર- ૨૫એ અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. આ યુવતી અનાથ હોવાનું અને તેને એક ભાઈ સિવાય કોઈ નહિ હોવાનું જણાવ્યું હતું. જોકે લગ્ન વખતે આ યુવક પાસેથી વર્ચેટિયા તરીકે રહેલાં કમલેશ રામ કમાણીએ ૧.૭૦ લાખ રૂપિયા લીધા હતા.

કમલેશ કમાણીને કારણે પોતાનાં લગ્ન થયા હોઇ વિપુલભાઇ તેની માટે આદર ધરાવતા હતા. ગત ૧૩મી માર્ચે કમલેશે પોતાના પુત્રને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કર્યો હોઇ સોનલને ઘરે કામ કરવા માટે મોકલવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સોનલનો ફોન બંધ થઇ ગયો હતો. રાજકોટમાં પણ અલગ અલગ સંપર્ક સ્થળે તેને શોધવાનો પ્રયાસ થયો હતો. પરંતુ કોઇ સફળતા મળી ન હતી. બે દિવસ બાદ તેમને આવેલા સંબંધીના કોલે તેમને હચમચાવી નાંખ્યા હતા. તપાસ ચાલી રહી હતી તે દરમિયાન વિપુલના મસિયાઇ અલ્પેશ સોહલિયાએ ફોન કર્યો હતો. તેમની પત્ની સોનલે રાજકોટના જસદણમાં બીજા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું તે સાથે જ સોનલના બીજા યુવક સાથેના લગ્ન વખતે પાડેલા ફોટો પણ મોકલ્યા હતા.

આ ફોટો અલ્પેશના જ મિત્ર શૈલેષ સોહલિયાએ પોતાના ફેસબુક પર મૂક્યા હતા. શૈલેષના પિતરાઇ રાજેશ પડાળિયાએ આ યુવતી સાથે જસદણ રામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હોઇ આનંદના અવસર તરીકે શેયર કર્યા હતા.અલ્પેશભાઇ પાસેથી શૈલેષનો અને તેની પાસેથી જેની સાથે લગ્ન થયા હતા તે રાજેશભાઇનો સંપર્ક કરતાં તેણે આ યુવતી સાથે કમલેશ કમાણીએ લગ્ન કરાવ્યા હતા. લગ્ન પેટે કમલેશ અને ટોળકીએ ૧.૮૦ લાખ રૂપિયા લીધા હતા. જોકે પોતે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યાનું જાણ્યા બાદ આ યુવકે આ લૂંટેરી દુલ્હનને પકડી લઇ જસદણ પોલીસને હવાલે કરી હતી. તે સાથે જ વિપુલભાઇએ લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તેને કબજો લેવા સરત પોલીસ જસદણ રવાના થઇ હતી.

સુરતના ચોકબજારમાં 8 કિલોનો ગાંજો ઝડપાયો, પોલીસે એક મહિલાને ઝડપી

સુરતમાં એક મહિલા પાસે ગાંજો મળી આવ્યાની ઘટના સામે આવી છે. ચોકબજાર પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે.પોલીસે 8.210 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.આરોપી મહિલા ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતમાં ચોકબજાર પોલીસની ટીમે ભરીમાતા રોડ ફૂલવાડી ઝૂપડપટ્ટી પાસે આવેલા ઘરમાં રેડ કરી હતી. જ્યાંથી પોલીસે ઇજાઈના કાસમ નુરમોહમદ સંઘવાની (ઉ.31)ને ઝડપી પાડી હતી.પોલીસે તેની પાસેથી કુલ રુ. 4,10,500ની કિંમતનો 8.432 કિ.ગ્રા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેને ઘણું બધું દેવું થઈ ગયું હતું. જેથી તે પોતે ટ્રેનમાં બેસીને ઓરિસ્સાના ભરમપુર ખાતે ગઈ હતી. જ્યાંથી મહિલાએ બુલ્લુ માલિયા નામના શખ્સ પાસેથી ગાંજો લાવીને સુરતમાં વેચાણ કરવાની હતી.

DCP રાઘવ જૈનએ જણાવ્યું હતું કે, પકડાયેલી મહિલા સિલાઈનું કામ કરે છે. થોડા મહિના અગાઉ જ તેના પતિનું અવસાન થયું છે. તેના પતિના ઓરિસ્સામાં સંપર્ક હતા.જેથી મહિલા ત્યાં જઈને ગાંજો લઈને આવી હતી. પોલીસે મહિલા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, મહિલાને પૈસાની જરુર હતી. જેથી મહિલાએ ઓરિસ્સાથી સુરત ગાંજો લઈને આવી હતી અને તેનો એજન્ડા એ હતો કે, આસપાસની ઝૂંપડપટ્ટી અને સ્લમ એરિયામાં નાની નાની માત્રામાં ગાંજો વહેચે અને વધુમાં વધુ પૈસા કમાઈ શકે.

ગુજરાતમાં UCC બિલનો માર્ગ મોકળો, કેબિનેટે ડ્રાફ્ટને આપી મંજૂરી

0

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા તરફ ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ એક પગલું ભર્યું છે. UCC પર વિચારણા કરવા માટે બનાવવામાં આવેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ તેને કેબિનેટમાં મૂકવામાં આવ્યો હતો. સાથે આગામી સમયમાં રજૂ થનાર બિલનો ડ્રાફ્ટ પણ રજૂ કરવામાં આવ્યો. જેને કેબિનેટે મંજૂરી આપી છે.

દર બુધવારની જેમ 18 માર્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ UCC બિલને સરકારે મંજૂરી આપી હતી.

હવે વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. વિધાનસભાનું આ બજેટ સત્ર 25 માર્ચે પૂર્ણ થઈ રહ્યું છે, તે પહેલાં બિલ ગૃહમાં રજૂ થઈ શકે છે. પસાર સંભવતઃ આગામી સત્રમાં કરવામાં આવશે.

સમાન નાગરિક સંહિતામાં તમામ ધર્મ-સમુદાયો માટે લગ્ન, સંપત્તિ, ઉત્તરાધિકાર વગેરે બાબતોમાં સમાન કાયદા લાગુ કરવાની જોગવાઈ હશે. ઉત્તરાખંડ UCC લાગુ કરી ચૂક્યું છે, ગુજરાત આ કાયદો લાગુ કરનારું બીજું રાજ્ય બનશે.

80,800 ટન ક્રૂડ ઓઇલ સાથે ‘જગલાડકી’ જહાજ મુન્દ્રા બંદરે પહોંચ્યું

0

દેશમાં એલપીજી પુરવઠાની અછત વચ્ચે વધુ એક ભારતીય તેલ જહાજ, ’જગ લાડકી’, આજે સંયુક્ત આરબ અમીરાતથી ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. જેમાં આશરે 80,800 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો જથ્થો છે. જહાજ રવિવારે સવારે ફુજૈરા બંદરથી રવાના થયું હતું. શિવાલિક અને નંદા દેવી પછી, આ ત્રીજું ભારતીય ધ્વજ સાથેનું જહાજ છે જે સંઘર્ષ ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યું છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ તેલ જહાજો ભારતમાં પહોંચ્યા છે.

અહેવાલો અનુસાર, ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની ખાતરી આપી છે, જ્યારે સાથે સાથે યુએઈ બંદર વિસ્તારોને નિશાન બનાવીને સંભવિત હુમલાઓની ચેતવણી આપી છે.

ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે ચાલુ સંઘર્ષ દરમિયાન, આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ યુએસ અને ઇઝરાયેલી જહાજો માટે બંધ રહેશે. અગાઉ, બે ભારતીય ધ્વજવાળા એલપીજી જહાજો શિવાલિક અને નંદા દેવીએ મળીને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા કુલ 92,712 મેટ્રિક ટન એલપીજી પરિવહન કર્યું હતું. તેમાંથી એક જહાજ સોમવારે મુન્દ્રા પહોંચ્યું હતું, જ્યારે બીજું એક દિવસ પછી એટલે કે ગઈકાલે ભારતમાં પહોંચ્યું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારતનું બીજું એલપીજી જહાજ ’નંદા દેવી’, જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું હતું અને ગઈકાલે ગુજરાતના વાડીનાર બંદરે સુરક્ષિત રીતે પહોંચ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જહાજમાં 46,500 મેટ્રિક ટન ગેસ ભરેલો હતો.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

દિલ્હીના પાલમમાં એક ઇમારતમાં આગ લાગવાથી 3 બાળકો સહિત 9 લોકોના મોત

0

દિલ્હીના પાલમ વિસ્તારના સાધ નગરમાં બુધવારે વહેલી સવારે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાલમના સાધ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં સવારે 7 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું, જેમાં એક જ પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા.

દિલ્હી ફાયર સર્વિસને સવારે 7 વાગ્યે આગની જાણ થતા જ તાત્કાલિક ધોરણે 30 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ઈમરજન્સી સેવાઓની મદદથી ઈમારતમાં ફસાયેલા 9 જેટલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, આગ રહેણાંક મકાનમાં લાગી હતી અને તેમાં ફસાયેલા લોકો પૈકી 9 લોકોના મોત થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું સચોટ કારણ અત્યારે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

‘ધુરંધર-2’નો જોરદાર ક્રેઝ: થિયેટરો 24 કલાક ખુલ્લા, મિડનાઈટ શોથી વહેલી સવારે સુધી શો

આદિત્ય ધરની અત્યંત પ્રતિક્ષિત ફિલ્મ ’ધુરંધર: ધ રિવન્જ’ (ધુરંધર-2) ગુરૂવારથી સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. રણવીર સિંહ સ્ટાર આ ફિલ્મને લઈને ચાહકોમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે મુંબઈના થિયેટરો હવે 24 કલાક કાર્યરત રહેશે. માંગને પહોંચી વળવા માટે ફિલ્મના શો વહેલી સવારે 1.55 વાગ્યે શરૂૂ કરવામાં આવી રહ્યા છે, જે ભારતીય સિનેમામાં ભાગ્યે જ જોવા મળે છે.

મુંબઈના ચાકાલા વિસ્તારમાં આવેલ પીવીઆર અને સાયન સ્થિત મૂવી મેક્સ જેવા થિયેટરોમાં વીકેન્ડ દરમિયાન રાત્રે 1.50 વાગ્યાથી જ શો શરૂૂ કરી દેવામાં આવશે. માત્ર મુંબઈ અને ઠાણે જ નહીં, પણ અમદાવાદના કોનપ્લેક્સ સિનેમામાં પણ ગુરુવારથી જ મધ્યરાત્રિ પછીના શો શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના અન્ય ઘણા શહેરોમાં પણ 24 કલાકમાં આ મોડેલ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.

’ધુરંધર 2’ફિલ્મ 4 કલાક લાંબી છે જે એક્ઝિબિટર્સ માટે એક મોટો પડકાર બની છે. ટ્રેલર, ઈન્ટરવલ અને એક શો પછી બીજા શો માટેની તૈયારીના સમયને ગણતા દરેક શો માટે આશરે 4 કલાક અને 40 મિનિટનો સમય જોઈએ છે. આટલી લાંબી ફિલ્મ હોવાને કારણે નિયમિત સમયમાં મર્યાદિત શો જ શક્ય હતા, જેના કારણે થિયેટર માલિકોએ મધ્યરાત્રિ પછીના અને વહેલી સવારના શો ઉમેરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મની એડવાન્સ બુકિંગે રિલીઝ પહેલા જ સફળતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં આશરે 15 લાખ ટિકિટો વેચાઈ ચુકી છે. આમાંથી લગભગ અડધી ટિકિટો બુધવારના પેઈડ પ્રિવ્યૂ શો માટે વેચાઈ છે, જે ફિલ્મની સત્તાવાર રિલીઝના એક દિવસ પહેલા યોજાશે. પેઈડ પ્રિવ્યૂ દ્વારા ફિલ્મે અત્યાર સુધીમાં 35 કરોડ રૂૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ આંકડો ગયા વર્ષે પવન કલ્યાણની ફિલ્મ ’ધે કોલ હિમ ઓજી’ દ્વારા સ્થાપિત 25 કરોડ રૂૂપિયાના રેકોર્ડ કરતા ઘણો વધારે છે. આ ઉપરાંત, ફિલ્મે પહેલા દિવસના એડવાન્સ બુકિંગ માટે પણ 21 કરોડ રૂૂપિયાની કમાણી કરી લીધી છે.

રણવીર સિંહની આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશી બજારોમાં પણ ધૂમ મચાવી રહી છે. ઉત્તર અમેરિકામાં પ્રી-સેલ્સ દ્વારા 5 મિલિયન યુએસ ડોલરની કમાણી કરનારી આ પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. વૈશ્વિક સ્તરે ’ધુરંધર 2’ નું કુલ એડવાન્સ બુકિંગ કલેક્શન અત્યાર સુધીમાં 125 કરોડ રૂૂપિયાને વટાવી ગયું છે. આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થવા જઈ રહી છે અને જે પ્રકારે એડવાન્સ બુકિંગના આંકડા સામે આવી રહ્યા છે, તે જોતા આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મોમાં સામેલ થઈ શકે છે.