Home Blog Page 150

રાજકોટ-જામનગરમાં કરા સાથે વરસાદ, કચ્છમાં વંટોળ, આજે 12 જિલ્લામાં ગાજવીજની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનનો માહોલ સર્જાયો છે. આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો. ભારે પવનના કારણે ધૂળના વંટોળ ઉડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.

બપોર બાદ રાજકોટ, જામનગર અને ખંભાળિયા પંથકના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે જામનગરમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદ અને પવનના કારણે દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ અને કેરી જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે પણ ધૂળના વંટોળ સાથે તોફાની પવન અને હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.

આજે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આવતીકાલે એટલે કે 20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 24 કલાકમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપમાં, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને મળી તેજી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ સંસદમાં ભારતીય રેલવેની વિવિધ મહત્વની પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપતાં જણાવ્યું કે દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી રહી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) પરિયોજના પર ઝડપથી કામ પ્રગતિ પર છે. આ પરિયોજના હેઠળ 300 કિલોમીટરથી વધુ વાયડક્ટનું નિર્માણ કામ પૂર્ણ થઈ ચુક્યું છે, જ્યારે પિયર નિર્માણ, ટ્રેક પાથરવાનું તથા સ્ટેશનોના વિકાસનું કામ સતત ચાલુ છે. આની સાથે જ ભારતની પ્રથમ અન્ડરસી રેલવે સુરંગ પર પણ કામ પ્રગતિ પર છે.

તેમણે જણાવ્યું કે પરિયોજના હેઠળ 435 કિલોમીટર ફાઉન્ડેશન કામ, 338 કિલોમીટર ઈન્સ્ટોલેશન તથા 168 કિલોમીટર ટ્રેક પાથરવાના કામની સાથે ઓએચઇ ઈન્સ્ટોલેશન કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાપી, બિલિમોરા, સૂરત તથા બીકેસી સહિત કેટલાક સ્ટેશનોના બાંધકામનું કામ અંતિમ તબક્કે છે.

રેલવે મંત્રીએ માહિતી આપી કે કેટલીક નદીઓ પર પુલોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તથા ભરૂૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વિસ્તારોમાં કામ તીવ્ર ગતિથી પ્રગતિ કરી રહ્યું છે.

ભારતીય રેલવે હાલમાં અભૂતપૂર્વ વિસ્તરણ અને આધુનિકીકરણમાંથી પસાર થઈ રહ્યું છે, જેને કેન્દ્રીય બજેટ 2026-27માં ₹2.78 લાખ કરોડની વિક્રમજનક બજેટ ફાળવણી દ્વારા સશક્ત બનાવવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન થયું છે, જ્યારે છેલ્લા 2 વર્ષમાં 1.43 લાખ સીધી નિમણૂકો આપવામાં આવી છે.

રેલવે મંત્રીએ કહ્યું કે ભારતીય રેલવેએ વિશ્વના સૌથી મોટા સ્ટેશન પુન:વિકાસ કાર્યક્રમોમાંથી એકનો પ્રારંભ કર્યો છે, જેના હેઠળ લગભગ 1,300 સ્ટેશનોને સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે 180 સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે, જ્યારે લગભગ 500 સ્ટેશન અપગ્રેડેડ તબક્કે છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે દેશમાં વોટ બેંકના રાજકારણને બદલે કામગીરી આધારિત રાજકારણ શરૂ કર્યું છે. આજે સાંજે લોકસભામાં રેલવે મંત્રાલયના નિયંત્રણ હેઠળ ગ્રાન્ટની માંગ પર ચર્ચાનો જવાબ આપતા વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે છેલ્લા દાયકામાં રેલવેમાં મોટા ફેરફારો કર્યા છે અને ક્ષેત્રના તમામ પાસાઓ પર કામ કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં રેલવેની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં રેલવેને કરવામાં આવેલી રેકોર્ડ ફાળવણીથી દેશના દરેક રાજ્યને ફાયદો થશે. મંત્રીએ માહિતી આપી કે ડીઝલ આધારિત કામગીરીને બદલે રેલવેના વીજળીકરણથી આશરે છ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમણે કહ્યું કે 47 હજાર કિલોમીટરના રેલવે ટ્રેક પર વીજળીકરણ પૂર્ણ થયું છે, જેનાથી કુલ વીજળીકરણ કવરેજ લગભગ 99 ટકા થયું છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશમાં હાઇડ્રોજન ટ્રેન વિકસાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન છે.

WhatsApp યુઝર્સ માટે મોટી ખબર! કોલિંગ અનુભવ બનશે વધુ સ્માર્ટ, આવશે નવું પાવરફુલ ફીચર

0

મેસેજિંગ એપ WhatsApp હવે કોલિંગ એક્સપિરિયન્સને વધુ સારું બનાવવા માટે એક નવા ફિચરને લાવવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ કંપનીને વોઇસ અને વીડિયો કોલ માટે નૉઇસ કેન્સલેશન ફીચરનું ટેસ્ટિંગ કર્યું છે. આ ફિચરને આવનાર અપડેટમાં લાવવામાં આવશે. આ ફીચર કોલ દરમિયાન બેકગ્રાઉન્ડમાંથી આવનાર અવાજને ઓછો કરશે, જેના કારણે વાતચીત સરળ થઈ શકે.

કઈ રીતે કામ કરશે આ ફીચર ?
જો તમારુ પણ ભીડભાડ વાળા સ્થળો પર વધારે આવન-જાવન રહેતું હોય, તો કોલ દરમિયાન ઘણીવાર બેકગ્રાઉન્ડમાં ટ્રાફિકનો અવાજ, લોકોની વાતો અને અન્ય નૉઇસ સાંભળાતા હોય છે. ઘણી વખત આ નૉઇસ એટલી વધારે હોય છે કે સામેવાળાને તમારો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હોતો નથી. WhatsAppનું આ નવું ફીચર આ જ સમસ્યાનો ઉકેલ લાવશે. આ ફીચર તમારા આસપાસના નૉઇસને ઓળખીને તેને ફિલ્ટર કરી દેશે અને સામેવાળા યુઝર સુધી ફક્ત તમારો જ અવાજ પહોંચાડશે, ભલેને તમારી પાછળ વાહનોના હોર્ન વાગતા હોય કે તેજ પવન ફૂંકાતો હોય.

એન્ડ્રોઇડ અને આઈફોન બંને પર કામ કરશે આ ફીચર
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફીચર એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસિસ પર કામ કરશે. iPhone અને iPad માં પહેલાથી જ બિલ્ટ-ઇન વૉઇસ આઇસોલેશન ફીચર મળે છે, જે કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ નૉઇસને ઘટાડે છે. WhatsApp ઓડિયો સેટિંગ્સ દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે. એન્ડ્રોઇડમાં આ ફીચર મળતું નથી. જેને લઈને, WhatsAppનું આ નવું નૉઇસ કેન્સલેશન ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટી સુવિધા સાબિત થઈ શકે છે.

યૂઝર પાસે રહેશે સંપૂર્ણ નિયંત્રણ
આ ફિચરનું સંપૂર્ણ નિયંત્રણ યુઝરના હાથમાં રહેશે. એટલે કે યુઝર નક્કી કરશે કે આ નૉઇસ કેન્સલેશન ફીચરનો ઉપયોગ કરવો છે કે નહીં. તેની પાસે આ ફીચરને બંધ કરવાનો સંપૂર્ણ કંટ્રોલ રહેશે. સાથે જ, આ મેસેજની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રોટેક્શન પર કોઈ અસર નહીં પડે.

સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાઈ ‘માતૃભૂમિ’ રાખાયું

સલમાન ખાનની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાન’નું ટાઇટલ બદલીને હવેમાતૃભૂમિ’ બન્યું છે. જો કે આ ફિલ્મની રિલિઝ ડેટના હજુ કોઇ ઠેકાણા નથી. પહેલા આ ફિલ્મ એપ્રિલમાં રીલીઝ કરવાની હતી, પરંતુ અપૂર્વ લાખિયાની આ ફિલ્મને લઇને મેકર્સે ચૂપકિદી સાધી લીધી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ઓગસ્ટમાં રીલીઝ થઇ શકે છે. જો કે આ બારામાં ત્યારે કંઇક કહેવામાં આવશે.

ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો તે બદલી નાખવામાં આવ્યું છે. બેશક, ડાયરેક્ટર આનું કોઇપણ કારણ આપે પરંતુ એવું લાગે છે કે તેમણે કોઇપણ પ્રકારના વિવાદથી બચવા માટે આ પગલું ઉઠાવ્યું છે.

આ રીતે બેટલ ઓફ ગલવાન’નું ટાઇટલ હવેમાતૃભૂમિ’ બન્યું છે. જો કે સલમાન ખાને એવી ફિલ્મમાં હાથ નાખ્યો છે, જે તેના માટે જરા પણ પરફેક્ટ નથી, કારણ એ છે કે બાયોપિક હવે `ભાયોપિક’ (ભાઇજાનને જોડીને બનાવાયેલો શબ્દ) બની રહી છે. ફિલ્મનું ટાઇટલ બદલાયું છે, રિલીઝ ડેટનો પતો નથી, બાયોપિકમાં ઇદનું ગીત નાખીને તહેવારને કેશ કરવાની કોશિશ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનાં સ્વેગ જ તેની શાન છે, તેમણે આ ફોર્મ્યુલા અપનાવી તો બોક્સ ઓફિસ પર કોઇ તેને સ્પર્શી ન શક્યું પણ ભાઇજાન જ્યારે પણ રિયાલિસ્ટિક ફિલ્મની નજીક કરી તો સફળતા તેનાથી દૂર જવા લાગી છે. હવે `માતૃભૂમિ’નું શું થશે તે સમય જ કહેશે.

SBI લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણી CBIના સકંજામાં, 2 દિવસની આકરી પૂછપરછ

0

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ગુરુવારે દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સમક્ષ હાજર થયા હતા. હવે બંધ થઈ ગયેલી કંપની ‘રિલાયન્સ કોમ્યુનિકેશન્સ’ (RCOM) અંગેના કથિત બેંક ફ્રોડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અનિલ અંબાણી ગુરુવારે સવારે CBIના હેડક્વાર્ટરમાં પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, 19 અને 20 માર્ચ એમ સતત બે દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવશે. SBI અને અન્ય બેંકોના કન્સોર્ટિયમ દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સને આપવામાં આવેલી લોનના ભંડોળનો કથિત દુરુપયોગ અને ડાયવર્ઝન આ તપાસના કેન્દ્રમાં છે.

શું છે સમગ્ર મામલો?
CBI તપાસ કરી રહી છે કે, જે ફંડ બિઝનેસ ઓપરેશન્સ માટે આપવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ અન્યત્ર કરવામાં આવ્યો છે કે કેમ? રિલાયન્સ કોમ્યુનિકેશન્સે મોટી લોન ડિફોલ્ટ કર્યા બાદ SBIએ નાણાકીય અનિયમિતતાઓ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસ એજન્સી કંપનીના આંતરિક એપ્રુવલ્સ, નાણાકીય વ્યવહારો અને ફંડ્સના અંતિમ ઉપયોગની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

અનિલ અંબાણીના પ્રવક્તાનું નિવેદન
અનિલ અંબાણીના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “અનિલ અંબાણી 19 અને 20 માર્ચ, 2026 ના રોજ CBI સમક્ષ હાજર રહેશે. તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.”

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની પણ અન્ય એક બેંક ફ્રોડ કેસમાં CBI દ્વારા 6 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે મુંબઈમાં અનિલ અંબાણીનું 17 માળનું લક્ઝરી એપાર્ટમેન્ટ પણ જપ્ત કર્યું હતું. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ એક સમયે ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની હતી, પરંતુ સતત વધતા દેવાને કારણે તે નાદાર જાહેર થઈ હતી, જેના કારણે બેંકોને હજારો કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કામરેજ આશ્રમમાં નકલી નોટોનો ભાંડાફોડ: પ્રદીપ ગુરુજી સહિત 6 ઝડપાયા, મોટું રેકેટ બહાર આવ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના કામરેજમાં આવેલા ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં દરોડો પાડી નકલી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આશ્રમની આડમાં ચાલતા આ ગોરખધંધામાં પોલીસે આશ્રમના ગુરુ પ્રદીપજીની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન નકલી નોટો છાપવાના મશીનો, સાધનો અને અનેક શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. બે કરોડની નકલી નોટોના આ કેસમાં હવે પોલીસ આશ્રમના અન્ય કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે.

પોલીસે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવી હતી, જેના પર ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા’ અને ‘આયુષ મંત્રાલય’નું લખાણ હતું. આ ગાડી સત્યમ યોગ ફાઉન્ડેશનની હતી, જેનો ઉપયોગ પોલીસને છેતરવા માટે કરવામાં આવતો હતો. પોલીસે આ ગાડીમાંથી રૂ.500ના દરની રૂ.2.10 કરોડની નકલી નોટો કબ્જે કરી છ લોકોની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખું રેકેટ સુરતથી ચાલતું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલા ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં જ આ નકલી નોટો છાપવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આશ્રમમાં દરોડા પાડીને રૂપિયા 80 લાખની વધારાની નકલી નોટો, નોટો છાપવા માટેના હાઈ-ટેક કલર પ્રિન્ટર અને મશીનો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા છે.

આરોપીઓએ બજારમાં નોટો વહેતી કરવા માટે એક આકર્ષક સ્કીમ બનાવી હતી. તેઓ રૂ.500ની એક અસલ નોટ સામે રૂ.1500ની નકલી નોટો આપતા હતા. એટલે કે રૂ.66 લાખની અસલ ચલણી નોટના બદલામાં બે કરોડ રૂપિયાની નકલી નોટો આપવાનો સોદો નક્કી થયો હતો. આરોપીઓ એજન્ટોની એક મોટી ફોજ તૈયાર કરવાની પેરવીમાં હતા અને સારા કમિશનની લાલચ આપીને આ રેકેટને દેશવ્યાપી બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. જોકે, તેઓ તેમની પહેલી મોટી ડીલ કરે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતો યોગગુરુ પ્રદીપ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. વર્ષ 2018માં તેણે પોતાના જ આશ્રમના દસ સાધકો પર ગંભીર આક્ષેપો કરતીસાત પાનાની સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે તે આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ આર્થિક ગુનાખોરીના આ ગંભીર રેકેટમાં ઝડપાયો છે.

ક્રાઇમ બ્રાન્ચે રૂ.500ના દરની આશરે 40,000થી વધુ નોટો કબ્જે કરી છે. આટલી મોટી સંખ્યામાં નોટોના સિરીયલ નંબર લખવા અને કાયદેસરનું પંચનામું કરવામાં પોલીસની આખી રાત વીતી ગઈ હતી. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે શું આ પહેલા કોઈ જથ્થો બજારમાં પહોંચાડવામાં આવ્યો છે કે કેમ અને આ નેટવર્કના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે નહીં.

ક્રિપ્ટોકરન્સી માર્કેટ ભૂકંપ: 12 લાખ કરોડનું નુકસાન, બિટકોઈન 70 લાખથી નીચે

ગુરુવારનો દિવસ ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે ખાસ કરીને ખરાબ રહ્યો. CoinMarketCap મુજબ, ગુરુવારે બપોરે 1 વાગ્યે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ $2.40 ટ્રિલિયન હતું. છેલ્લા 24 કલાકમાં, તેમાં 5% થી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડાથી તેનું માર્કેટ કેપ $0.13 ટ્રિલિયન (લગભગ 12 લાખ કરોડ રૂપિયા) ઘટી ગયું છે. આ દરમિયાન, બિટકોઇન સહિત ઘણી ક્રિપ્ટોકરન્સીમાં પણ ઘટાડો થયો છે.

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલથી તે 5% થી વધુ ઘટીને $70,000 (રૂ. 65.32 લાખ) ની નીચે આવી ગયો છે. બપોરે 1 વાગ્યે, એક બિટકોઇન $69,960 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 5.21% ઘટીને. થોડા દિવસો પહેલા, તેની કિંમત વધીને $75,000 ને વટાવી ગઈ હતી.

બાકીના ક્રિપ્ટો વિશે શું?

  • વિશ્વનો બીજો સૌથી મોંઘો ક્રિપ્ટો ઇથેરિયમ, 24 કલાકમાં 6 ટકાથી વધુ ઘટ્યો અને 2162 પર ટ્રેડ થઈ રહ્યો છે.
  • રિપલ પણ 24 કલાકમાં લગભગ 4% ઘટ્યો. બપોરે 1 વાગ્યાની આસપાસ ક્રિપ્ટો $1.46 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
  • બિનાન્સ ક્રિપ્ટો 4 ટકાથી વધુ ઘટ્યો અને $644 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
  • સોલાના પણ લગભગ 5 ટકા ઘટ્યો, જેના કારણે ક્રિપ્ટો $90 ની નીચે ગયો.
  • આ ઉપરાંત, ડોગેકોઈન, કાર્ડાનો, એવલાન્ચ અને શિબા ઈનુ ક્રિપ્ટોમાં પણ 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

પાઇ નેટવર્ક એક મોટી છલાંગ લગાવે છે
આ ઘટતા બજારમાં પાઇ નેટવર્ક કોઇન આગળ વધ્યો છે . છેલ્લા 24 કલાકમાં મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો થયો છે, પરંતુ પાઇ નેટવર્કમાં ઉછાળો આવ્યો છે. આ ક્રિપ્ટોમાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જે $0.1766 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્વોન્ટ ક્રિપ્ટોમાં પણ 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

ક્રિપ્ટોમાં ઘટાડો કેમ?
યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખ્યા છે, જેના કારણે વેચવાલી શરૂ થઈ છે. આ જ કારણ છે કે છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર નિષ્ણાતોના મતે, ટૂંકા ગાળાના સૂચકાંકો વેચાણના સંકેતો બતાવી રહ્યા છે, જેના કારણે રોકાણકારોની ચિંતા વધી છે.

ડેલ્ટા એક્સચેન્જના સંશોધન વિશ્લેષક રિયા સેહગલ માને છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ યુએસ ફુગાવાના ડેટા અને યુએસ ફેડરલ રિઝર્વનો તાજેતરનો નિર્ણય છે. અપેક્ષા કરતાં વધુ ફુગાવો અને વ્યાજ દરમાં ઘટાડો ન થવાના સંકેતોએ રોકાણકારોને જોખમી સંપત્તિઓ (જેમ કે ક્રિપ્ટો) ટાળવાની ફરજ પાડી છે.

ડિસ્ક્લેમર: ક્રિપ્ટોકરન્સીનો વેપાર 24 કલાક થાય છે, તેથી તેમની કિંમતો મિનિટે મિનિટે વધઘટ થાય છે. ક્રિપ્ટોકરન્સીના ભાવ મિનિટોમાં નોંધપાત્ર રીતે ઘટી શકે છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર નુકસાનનું કારણ બની શકે છે. તેથી, રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

ફેસબુકનું ‘ક્રિએટર ફાસ્ટ ટ્રેક’: 1 લાખ ફોલોઅર્સ પર $1000 કમાણીની તક

0

ફેસબુક ક્રિએટર ફાસ્ટ ટ્રેક નામનો એક નવો પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે. તેનો હેતુ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પરથી સ્થાપિત સર્જકોને તેના પ્લેટફોર્મ પર લાવવાનો છે. તેનો ઉદ્દેશ તેમને ગેરંટીકૃત ચુકવણીઓ પૂરી પાડવાનો અને તેમની સામગ્રીની પહોંચ વધારીને ફેસબુક પર વૃદ્ધિ કરવામાં મદદ કરવાનો છે. ફેસબુકે જણાવ્યું છે કે ગયા વર્ષે, તેણે તેના મુદ્રીકરણ કાર્યક્રમ હેઠળ સર્જકોને આશરે $3 બિલિયન (25,000 કરોડ રૂપિયા) ચૂકવ્યા હતા, જે પાછલા વર્ષ કરતા 35% વધુ છે અને અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક આંકડો છે. અહેવાલો અનુસાર, નવો પ્રોગ્રામ શરૂ કરીને, કંપની એવા સર્જકોને આકર્ષવા માંગે છે જેઓ યુટ્યુબ અને ટિકટોક જેવા અન્ય પ્લેટફોર્મ પર લોકપ્રિય છે.

ફેસબુકે જણાવ્યું છે (REF.) કે સર્જકોને તેના પ્લેટફોર્મ પર શરૂઆતથી શરૂઆત કરવાની જરૂર નથી. તેમની યોગ્ય રીલ્સ વધુ લોકોને વિતરિત કરવામાં આવશે, જેનાથી તેમને તેમના ફોલોઅર્સ વધારવામાં મદદ મળશે. કંપની ફેસબુક પર યોગ્ય રીલ્સ શેર કરવા માટે ત્રણ મહિનાની ગેરંટી ચુકવણી પણ ઓફર કરી રહી છે.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા સર્જકો જો તેમના ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અથવા યુટ્યુબ એકાઉન્ટ પર ઓછામાં ઓછા 100,000 ફોલોઅર્સ ધરાવતા હોય તો તેઓ દર મહિને $1,000 અથવા આશરે 83,000 રૂપિયા કમાઈ શકે છે. તેવી જ રીતે, 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકો દર મહિને $3,000 અથવા 250,000 રૂપિયા કમાઈ શકે છે.

ત્વરિત મુદ્રીકરણ
જે સર્જકો પાત્ર છે અને પહેલી વાર ફેસબુકમાં જોડાઈ રહ્યા છે તેમને ફેસબુકની સામાન્ય જરૂરિયાતો, જેમ કે ફોલોઅર્સની ન્યૂનતમ સંખ્યા, પૂરી કરવાની જરૂર રહેશે નહીં. તેમને મુદ્રીકરણ સાધનોની તાત્કાલિક ઍક્સેસ મળશે. આનાથી તેઓ પૈસા કમાવવાનું શરૂ કરી શકશે અને ક્રિએટર ફાસ્ટ ટ્રેક પ્રોગ્રામ સમાપ્ત થયા પછી પણ તેમની સામગ્રીમાંથી કમાણી કરવાનું ચાલુ રાખી શકશે.

3 મહિનાની ગેરંટી ચુકવણી પછી શું?
જો તમે YouTube અથવા Instagram પર સ્થાપિત સર્જક છો, પરંતુ Facebook પર નથી, તો તમને Facebook પર તમારા પ્રેક્ષકો બનાવવાની મંજૂરી આપવામાં આવશે. Facebook ત્રણ મહિના માટે સપોર્ટ પૂરો પાડશે, જેનો અર્થ ગેરંટીકૃત ચુકવણી છે. તે પછી, ગેરંટીકૃત ચુકવણી બંધ થઈ જશે, પરંતુ Facebook તમારી પહોંચને વિસ્તૃત કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તમારી પાસે મજબૂત પ્રેક્ષકો ન હોય.

ફેસબુકે જણાવ્યું છે કે સર્જકોએ નવી કે વિશિષ્ટ સામગ્રી બનાવવાની જરૂર નથી. જ્યારે કંપની ઇચ્છે છે કે સર્જકો નવી અને ઉત્તમ સામગ્રી લાવે, ત્યારે ફેસબુક પર જૂની, હિટ સામગ્રી પોસ્ટ કરવાની પણ પ્રશંસા કરવામાં આવશે અને તેને કાર્યક્રમમાં સમાવવામાં આવશે. એકંદરે, કંપની હવે અન્ય પ્લેટફોર્મ પરથી હિટ સર્જકોને આકર્ષવા માંગે છે.

સિલિન્ડર બુકિંગમાં સાયબર ઠગાઈથી સાવચેત, પોલીસની ચેતવણી, કેવી રીતે રહેશો સુરક્ષિત?

0

LPG ગેસ સિલિન્ડરની અછતના અહેવાલો વચ્ચે, લોકો હૂક અથવા ઠગ દ્વારા સિલિન્ડર બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે, ચાલાક છેતરપિંડી કરનારાઓ પણ આનો લાભ લેવા લાગ્યા છે. હકીકતમાં, દિલ્હી પોલીસે ડિજિટલ છેતરપિંડીના એક કેસનો પર્દાફાશ કર્યો છે, જ્યાં સિલિન્ડર બુક કરવાના નામે લોકોના મોબાઇલ ફોન પર ખતરનાક APK ફાઇલો અને ફિશિંગ લિંક્સ મોકલવામાં આવી રહી છે. સ્કેમર્સ લોકોને તેમના KYC પેન્ડિંગ અથવા કનેક્શન ડિસ્કનેક્ટ થવા વિશે ડરાવીને છેતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં, સિલિન્ડર બુકિંગના નામે અજાણ્યા નંબરો પરથી આવતા સંદેશાઓ અથવા APK ફાઇલો ડાઉનલોડ કરશો નહીં. આ દ્વારા, સ્પામર્સ દૂરથી તમારા ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને થોડીવારમાં તમારું આખું એકાઉન્ટ ખાલી કરી શકે છે.

સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી
ઓનલાઈન સ્કેમર્સે લોકોને છેતરવા માટે ઇન્ડેન અને એચપી જેવી જાણીતી કંપનીઓના નામો સાથે નકલી વેબસાઇટ બનાવી છે. ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ એસએમએસ અને વોટ્સએપ દ્વારા સંદેશા મોકલી રહ્યા છે કે તેમનું કેવાયસી અથવા આધાર લિંકિંગ બાકી છે.

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ સંદેશાઓ લોકોને લિંક્સ પર ક્લિક કરવા અને તેમના ફોન પર APK ફાઇલો ડાઉનલોડ કરવા માટે છેતરે છે. આનાથી હેકર્સ અન્ય લોકોના ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. પોલીસે આવી ઘણી નકલી સાઇટ્સ પહેલાથી જ બ્લોક કરી દીધી છે. તેથી, લોકોએ સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે.

દિલ્હી પોલીસની ચેતવણી
અહેવાલો અનુસાર, (સંદર્ભ) સિલિન્ડર બુકિંગના નામે વધી રહેલા છેતરપિંડીના કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસના તમામ જિલ્લા વડાઓને જાહેર સલાહકાર જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસે ચેતવણી આપી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો. પોલીસ સ્પષ્ટપણે જણાવે છે કે ગેસ કંપનીઓ લોકોને કોઈપણ એપ ડાઉનલોડ કરવા માટે દબાણ કરતી નથી કે તેઓ વ્યક્તિગત માહિતી માંગતી નથી. જો તમને LPG, Indane, અથવા LPG FAST જેવા નામોવાળા શંકાસ્પદ સંદેશાઓ મળે છે, તો સમજો કે તે એક કૌભાંડ છે.

ઓનલાઈન છેતરપિંડી કરનારાઓથી કેવી રીતે બચવું?

  • LPG ગેસ સિલિન્ડર બુક કરાવતા હોવ કે બીજું કંઈ કરતા હોવ, ઓનલાઈન છેતરપિંડીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો. જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ મળે, તો તેને અવગણો.
  • જો તમને તમારા KYC અથવા આધાર લિંકિંગ વિશે કોઈ પ્રશ્નો હોય, તો સત્તાવાર સ્ત્રોત પાસેથી માહિતી મેળવો. ગેસ એજન્સીના નંબરો અથવા ગ્રાહક સંભાળ દ્વારા સચોટ માહિતી મેળવવાનો પ્રયાસ કરો. WhatsApp સંદેશાઓ અથવા તેના જેવા સંદેશાઓ પર આધાર રાખશો નહીં.
  • સિલિન્ડર બુકિંગ માટે ફક્ત સત્તાવાર પદ્ધતિઓનો ઉપયોગ કરો. તમે ગેસ કંપનીના નંબર પર કૉલ કરીને અથવા મિસ્ડ કોલ આપીને સિલિન્ડર બુક કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે ગેસ કંપનીની સત્તાવાર એપ્લિકેશન અથવા ફોનપે અને ગુગલ પે જેવી એપ્લિકેશનો દ્વારા સિલિન્ડર બુક કરી શકો છો.
  • તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ અને Unknown Sources નામનું સેટિંગ બંધ કરો. જો આ બંધ હોય, તો APK ફાઇલો Google Play Store સિવાય બીજે ક્યાંયથી ડાઉનલોડ કરી શકાતી નથી.
  • ઉપરાંત, તમારી બેંક વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. જો તમે નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરો. તમે www.cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.

સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ

સુરતમાં કારખાનામાં લાગેલી આગના કારણે સિલિન્ડર બ્લાસ્ટમાં 2 લોકોના મોતના થયા છે જ્યારે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ભરતનગર ગૌશાળા વિસ્તારની ઘટના છે. અહીં આવેલા એમ્બ્રોઇડરી કારખાનામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં જ ત્રીજા માળ પર પડેલા 8 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

આ જગ્યાએ 13 લોકો ફસાયેલા હતા. 13માંથી 2 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ આગની વચ્ચેથી 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પતરાના શેડ કાપી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. રેસ્ક્યુ કરેલા લોકોને પણ નાની મોટી ઇજા થઇ હોવાથી 11 લોકોને તાબડતોબ રેસ્ક્યુ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે કારખાનામાં કારીગરો કામ કરતા હતા. ફાયર કોલ મળતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા અને કારીગરોને રેસ્ક્યુ કરવા માટે કવાયત હાથ ધરી હતી.

આજે સવારે અંદાજે 05:30 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કાપોદ્રા રચના સર્કલથી આગળ, ગૌશાળા પાસે આવેલા ભરતનગરના મારુતિ ચોક નજીક આગ લાગી છે. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અલગ-અલગ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર, ઘટનામાં 11 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી બેના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે આ કારખાનામાં સિલિન્ડર હોવાથી બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં એક નહિ પરંતુ 8 સિલિન્ડર હતા જેમાંથી 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને 6 સિલિન્ડર સત્વરે બહાર લઇ જવાયા હતા. કારખાનામાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે આગ ભીષણ બની હતી પરંતુ કારખાનામાં સૌ પ્રથમ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. આ મામલે તપાસ હાથ ધરી છે.